
+91 •••• ••••
Followers
832.9K














Live data · updated 28 Oct 2026
86.4K
Avg. views
1.56%
Engagement rate
6.7K
Avg. likes
69
Avg. comments
148
Posts / month
Postsકાલુપુર રેલવે સ્ટેશન રોડ પહોળો થશે, સારંગપુર સર્કલથી કાલુપુર તરફનો હયાત 18 મીટરનો રોડ 30 મીટરનો કરાશે! • સતત ટ્રાફિકજામથી ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશન પરિસરને ટ્રાફિકજામની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે AMC દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. • આ નિર્ણયથી DCP ઝોન 3ની કચેરી સહિત કુલ 17 મિલકતો કપાતમાં જશે, આ ઉપરાંત સારંગપુરથી રોઝી સિનેમા તરફ આવેલી વિવિધ દુકાનોને પણ અસર થતી હોવાથી દુકાનદારોને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરીને AMCને કબજો સોંપી દેવા માટે સૂચના આપવામાં આવી છે. • AMC દ્વારા અસરગ્રસ્ત મિલકતધારકો અને સ્થાનિક નાગરિકો પાસેથી વાંધા–સૂચનો મંગાવ્યા છે, નિર્ધારિત સમયમર્યાદામાં વાંધા–સુચનોની સુનાવણી પૂર્ણ કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા હેઠળ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kalupur railway station Sarangpur circle Road development Property Demolition Traffic solution ]
28 Oct 2026
Postsહવેથી ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાતપણે બંધ રહેશે! • ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવે તમામ મેઈલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ, લેપટોપ અને પાવર બેંકના ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવામાં આવશે. • રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને કડક નિર્દેશ આપ્યો છે કે ટ્રેન કોચમાં લગાવેલા તમામ ચાર્જિંગ સોકેટની વીજ પુરવઠો રાત્રે 11:00 થી સવારે 5:00 સુધી ફરજિયાતપણે બંધ રાખવામાં આવે. • આ નિયમ સ્લીપર, 3AC, 2AC અને 1AC સહિત તમામ કોચમાં લાગુ પડશે. કોઈ પણ અપવાદ સ્વીકારવામાં આવશે નહીં. • રાત્રે ચાર્જિંગ પર મોબાઈલ કે પાવર બેંક મૂકીને સૂઈ જવાથી ઓવરહિટિંગ અને આગનું જોખમ વધે છે. • તાજેતરમાં દક્ષિણ પૂર્વ રેલવેમાં એક ઘટના બની હતી, જેમાં ચાર્જિંગ દરમિયાન એક મુસાફરની પાવર બેંક ધુમાડા સાથે ફાટી પડી હતી. • તે સમયે સ્ટાફે નિર્ધારિત સમયમાં ચાર્જિંગ પોઈન્ટ બંધ નહોતા કર્યા. આ ઘટના બાદ રેલવે બોર્ડે 26 ઓક્ટોબર 2026ના રોજ નવો પત્ર જારી કરીને જૂના આદેશનું કડક પાલન કરાવવા પર ભાર મૂક્યો છે. • આ નિયમ સંપૂર્ણપણે નવો નથી. રેલવે બોર્ડે 19 જૂન 2014ના રોજ પણ આવો જ આદેશ આપ્યો હતો. હવે તેનું અમલીકરણ વધુ કડક બનાવવામાં આવ્યું છે અને સ્ટાફની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Indian Railway Safety Guidelines Mobile Charging Ban Power Bank Explosion ]
28 Oct 2026
ReelsLooking for stylish outfits for your little ones and yourself? 👗✨ ANIKA Kids & Ladies Wear brings you a fabulous collection of kidswear, ladieswear, trendy dresses, and more — all under one roof! 🛍️ Visit today and find the perfect outfits for every occasion. ❤️ 📍 Address: GF-27, Aakash Tower, Opposite Premchand Nagar, Bodakdev, Ahmedabad. #AnikaKidsAndLadiesWear #KidsWear #LadiesWear #AhmedabadShopping #Fashion
28 Oct 2026
Reelsરાજ્યભરમાંથી BJP કાર્યકરો અમદાવાદ આવ્યાં! કોંગ્રેસ સામે સવાલ કર્યા. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ BJP protests ahmedabad BJP CM gujarat ]
27 Oct 2026
ReelsBJP કાર્યકરો વિરોધ કરવા રોડ પર ઉતર્યા, કોંગ્રેસને ઘેર્યું! • અમદાવાદમાં આજે વ્યાસવાડીથી RTO સર્કલ સુધી ભાજપ દ્વારા લોકતંત્ર બચાઓ પદયાત્રા કરવામાં આવી હતી. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ BJP protests ahmedabad BJP ]
27 Oct 2026
Reelsઅમદાવાદમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન પદયાત્રા યોજાઈ. • ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં અલગ અલગ ઝોન મુજબ લોકતંત્ર બચાવ અરાજકતા અટકાવો પદયાત્રા કરવામાં આવી રહી છે. • થોડા દિવસ પહેલા સુરતમાં દક્ષિણ ઝોન પદયાત્રા યોજાઈ હતી. આજે અમદાવાદમાં ઉત્તર ઝોન BJP ની પદયાત્રા યોજાઈ હતી અને રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર ઝોનની પદયાત્રા યોજાઈ. • ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પદયાત્રા થકી કોંગ્રેસ તેમજ વિપક્ષી સંગઠનો પર દેશમાં અરાજકતા ફેલાવવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. • બીજેપી મુજબ કોંગ્રેસ બંધારણીય ઢબે લોકશાહી રીતે વિરોધ કરવાની જગ્યાએ દેશમાં અરાજકતા ફેલાય તે પ્રકારે વર્તન કરી રહ્યું છે જેથી તેઓ લોકતંત્રને હાની પહોંચાડી રહ્યા છે અને અરાજકતા મારફતે દેશમાં સત્તા પરિવર્તન કરવા પ્રયત્ન કરી રહ્યા છે. • અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. • આ કાર્યક્રમની અંદર મોટાભાગના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાંથી કાર્યકર્તાઓને અમદાવાદ લાવવા માટે જણાવાયું હતું. • ઉલ્લેખનીય છે કે 25000 લોકો આવવાની વાત કરવામાં આવી હતી પરંતુ ૨૫૦૦ લોકો પણ માંડ જોડાયા ન હતા. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ BJP protests ahmedabad CM Bhupendra Patel JP nadda BJP Congress CJP protest jantar mantar Delhi ]
27 Oct 2026
Postsરોજનો 125 કિલો તેલનો વપરાશ પણ તેના નિકાલની વ્યવસ્થાના અભાવે નરોડાનું જૈન સુપર માર્કેટ સીલ કરાયું, 1,000 kg ફરસાણ, બેસન સહિતનો જથ્થો જપ્ત! • મધુસૂદન બિઝનેસ પાર્ક સ્થિત જૈન સુપર માર્કેટમાં AMCના ફૂડ વિભાગને તપાસ કામગીરી દરમિયાન ખાદ્ય તેલના સંગ્રહ અને નિકાલ અંગેનો કોઈ રેકોર્ડ ન મળતા બળેલા તેલના નમૂના લઈ તેને તાત્કાલિક ધોરણે સીલ કર્યું હતું. • ઉપરાંત તૈયાર નમકીન, બેસન, મેંદાનો લોટ, ફરસાણ સહિતનો 1,000 kg જથ્થો જપ્ત કર્યો હતો. • આ સાથે જ શહેરના જુદા–જુદા વિસ્તારોમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી કાજુકતરી, પેંડા, મોહનથાળ, રસગુલ્લા સહિત ખાદ્યપદાર્થના 29 નમૂનાઓ લઈ તપાસ માટે AMC લેબોરેટરીમાં મોકલ્યા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Naroda Food safety Market sealed Oil disposal Farsan Sweet semple Food quality check ]
27 Oct 2026
Postsસોલામાં AMCના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં ગેસ ગળતરથી દુર્ઘટના સર્જાઈ, કામગીરી દરમિયાન 4 લોકો પમ્પિંગ સ્ટેશનની અંદર ખાબકતા 2ના મોત જ્યારે અન્ય બેનો બચાવ! • વેલ્ડિંગની કામગીરી દરમિયાન અભિષેક નામના વર્કર સ્ટેશનની અંદર પડ્યો હતો અને તેને બચાવવા માટે સાઈટ ઇન્ચાર્જ મનોજ પણ કુદતાં બંનેના મોત થયા હતા. • અન્ય 2 કર્મીઓ તેઓને બચાવવા કૂદી પડ્યા પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. • આ સમગ્ર ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. • માહિતી મુજબ, આ 40થી 45 ફૂટ ઊંડા પ્લાન્ટમાં ગેસ એટલો ઝેરી હતો કે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. • આ કામગીરી HNB એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા કરાતી હોવાની માહિતી મળતા AMCએ કંપનીને કામગીરીમાં બેદરકારી બદલ નોટિસ આપી ₹50 લાખનો દંડ ફટકાર્યો છે. • મૃત્યુ પામનાર વેલ્ડિંગ વર્કર અભિષેક અને સાઈટ ઇન્ચાર્જ મનોજના પરિવારજનોને કંપની દ્વારા ₹25–25 લાખની સહાય અપાશે. • સાઇટ પ્રોજેક્ટ મેનેજર રૂપેશ અને ગાડી ડ્રાઇવર નિલેશનો બચાવ થતા તેઓ હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sola Sewage treatment plant accident Gas leakage pumping station Two dead Two Rescued ]
27 Oct 2026
Postsઘી કાંટા મેટ્રો સ્ટેશન પાર્કિંગ બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો! • પ્રાપ્ત માહિતી મુજબ ઘી કાંટા મેટ્રો સ્ટેશન પર રોજ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓમાં તેમજ ખુલ્લામાં નશાકીય પદાર્થો, દ્રવ્યોનું ખુલ્લેઆમ સેવન કરવામાં આવે છે. • મેટ્રો સ્ટેશન આજુબાજુ રહેતા સ્થાનિક લોકો સામાજિક તત્વોથી ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. • મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં ખુલ્લેઆમ આ પ્રકારની અણછાજતી પ્રવૃત્તિ થતા લોકોમાં કોઈ પ્રકારનો ડર રહ્યો છે કે કેમ તે બાબતે પ્રશ્નો ઊભા થયા છે અને પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. • મેટ્રો મોડી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે એ દરમિયાન પાર્કિંગની અંદર જ આ પ્રકારની પ્રવૃતિઓ ચિંતાજનક છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ GheeKanta Metro Station Parking Liquor Drugs Narcotics Substance ]
26 Oct 2026
Postsચારધામ યાત્રાના કપાટ બંધ થવાની તારીખ જાહેર!, નવેમ્બર 2026ના મધ્યમાં થશે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ બંધ. • ઉત્તરાખંડમાં દર વર્ષે યોજાતી પવિત્ર ચારધામ યાત્રા 2026 હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે, શિયાળાની શરૂઆત થતાં જ હવામાન અને ધાર્મિક તિથિઓ અનુસાર તમામ ચારધામોના કપાટ અલગ–અલગ શુભ મુહૂર્તમાં આગામી શિયાળું સત્ર માટે બંધ કરી દેવામાં આવશે. • દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે આ યાત્રા કરતા હોય છે, જો કોઈ પણ શ્રદ્ધાળુ હજી પણ ચારધામોની યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તો તેમણે કપાટ બંધ થવાની તારીખ જોઈને યાત્રા શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Chardham Yatra Kedarnath Badrinath Gangotri Yamunotri Temple Closure ]
26 Oct 2026
Reelsઘરે Solar લગાવવાનું વિચારી રહ્યા છો? ☀️ યોગ્ય planning અને installationથી તમારા ઘર માટે Solar Energyનો વધુ સારો ઉપયોગ કરી શકાય છે. 🏡 @saysolar.in સાથે 6,000+ ઘરોમાં Solar Installationનો અનુભવ. તમારા ઘર માટે Solar અને Subsidyની પ્રક્રિયા જાણવા આજે જ તમારું Latest Light Bill WhatsApp કરો! 📲 📞 95102 15816 #Solar #SolarEnergy #Ahmedabad #GreenEnergy #SaySolar
26 Oct 2026
Postsરેલવે કાઉન્ટર પરથી ટિકિટ લેનાર મુસાફરોને પણ મળશે વીમો, 27 ઓક્ટોબરથી નવો નિયમ લાગુ થશે! • હવે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ ઓનલાઈન ટિકિટની જેમ વૈકલ્પિક મુસાફરી વીમાની સુવિધા મળશે. • અગાઉ આ સુવિધા ફક્ત IRCTC વેબસાઈટ કે મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરનારાઓને જ ઉપલબ્ધ હતી. • આ વીમા યોજના હેઠળ મુસાફરોએ પ્રતિ વ્યક્તિ માત્ર 45 પૈસાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. • મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાની સ્થિતિમાં ₹10 લાખ સુધીનું કવચ મળશે. • કાયમી આંશિક અપંગતાના કિસ્સામાં ₹7.5 લાખ અને ઈજાને કારણે હોસ્પિટલમાં સારવારના ખર્ચ માટે ₹2 લાખ સુધીનું કવરેજ મળશે. • મૃતદેહના પરિવહન માટે ₹10,000 રકમ પણ આપવામાં આવશે. • આ વીમો રેલવે અકસ્માત, ટ્રેન ડિરેલમેન્ટ, અથડામણ, હુમલો, લૂંટ કે અન્ય અનિચ્છનીય ઘટનાઓને આવરી લે છે. • આ સુવિધા ફક્ત આરક્ષિત ટિકિટ પર જ લાગુ પડશે. કન્ફર્મ્ડ, પાર્ટલી કન્ફર્મ્ડ અને આરએસી ટિકિટ ધારકો આ વીમાનો લાભ લઈ શકશે. • પાંચ વર્ષથી નાના બાળકો જેમને સીટ કે બર્થ વગરની ટિકિટ હોય તેમના માટે પણ આ વીમો લાગુ નથી. • મુસાફરોએ કાઉન્ટર પર ટિકિટ લેતી વખતે વીમો લેવાનું કહેવું પડશે. મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે અને પ્રીમિયમ ડિજિટલ પેમેન્ટથી જ ભરવાનું રહેશે. વીમા પોલિસીની વિગતો મુસાફરના મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Indian Railway Counter Ticket Insurance Offline Booking Reserverd Ticket ]
26 Oct 2026
Posts"હું પોલીસ છું, તમારા ફોટા વાયરલ કરી દઈશ", નકલી પોલીસ બનીને રિવરફ્રન્ટ પર બેઠેલાં કપલને ધમકાવીને પડાવ્યા ₹10,000! • સાબરમતી રિવરફ્રન્ટ પર વહેલી સવારે વોક વેની પાળી પર બેસેલા મેમનગરના કપલના એક શખ્સે ફોટા પાડી પોતે પોલીસ હોવાની ઓળખ આપીને તે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવા ઉપરાંત તે બંને વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. • ધમકી આપ્યા બાદ નકલી પોલીસ બનીને આવેલા આ શખ્સે કપલના ફોન પણ જપ્ત કરી લીધા અને ગાળો બોલીને ફોટા વાયરલ ના કરવાના બદલામાં ₹10,000ની માંગણી કરી હતી. • ગભરાયેલા કપલે ₹4,000 રોકડા અને ₹6,000 ઓનલાઈન મળીને કુલ 10,000 ગૂગલ પે એપ મારફતે સૈયદ નૂર મીર નામના યુવકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. • પૈસા મેળવ્યા બાદ નકલી પોલીસ બનીને આવેલા શખ્સે કપલને ધમકાવીને કહ્યું કે તમે આ બાબતે કોઈને જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ, આટલું કહ્યા બાદ નકલી પોલીસ બનીને આવેલો શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. • સમગ્ર ઘટના બાદ ભોગ બનેલા કપલને હકીકતની જાણ થતા તેમણે તાત્કાલિક સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને આવેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. • પોલીસે ફરિયાદના આધારે ગોમતીપુરના મોહમદ હુસેન ઉર્ફે હડ્ડી કમરૂદ્દીન શેખ નામના આરોપીની ધરપકડ કરી હાલ વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sabarmati riverfront Fake police Robbery ]
26 Oct 2026
Postsઅમદાવાદને વધુ એક યજમાની, 2029માં પહેલીવાર યોજાશે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ. • ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWF)એ અમદાવાદને વર્ષ 2029ની વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની સોંપી છે. • આ ભારતના ઈતિહાસમાં પહેલીવાર છે કે આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધા દેશમાં યોજાશે. • 25 ઓક્ટોબર રવિવારે ચીનના નિંગબો ખાતે યોજાયેલી IWFની એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે આ યજમાની માટે રશિયા અને વેનેઝુએલાની બિડને પછાડી હતી. • આ સ્પર્ધા 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાયિંગ ઈવેન્ટ તરીકે પણ કામ કરશે. • વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધી કુલ 18 મેડલ જીત્યા છે. આમાં 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 5 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ તમામ મેડલ મહિલા વેઈટલિફ્ટર્સે જીત્યા છે. પુરુષો તરફથી હજુ સુધી કોઈ મેડલ નથી મળ્યો. • અગાઉ 2025માં અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સફળતાપૂર્વક યોજાઈ હતી જ્યારે 2026માં ગાંધીનગરમાં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન પણ થયું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad Host World Weightlifting Chanpionship 2029 International Weightlifting Federation ]
26 Oct 2026
Reels3 લાખ લાભાર્થીઓને સબસીડી આપવા સરકાર પોતાની તિજોરીમાંથી ₹1000 કરોડનો ખર્ચ કરશે! કુલ સબસિડી: કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય મળીને કુલ 90 ટકા સુધીની સબસિડી મળશે. ખર્ચ કેટલો થશે?: સામાન્ય વર્ગ: નિયત ખર્ચના માત્ર 10 ટકા જ ચૂકવવા પડશે (દા.ત., 1 કિલોવોટ સિસ્ટમ માટે માત્ર ₹5,400 જેટલો ખર્ચ). SC/ST કેટેગરી: નિયત ખર્ચના માત્ર 5 ટકા જ ચૂકવવા પડશે. ક્ષમતા: આ વધારાની રાજ્ય સરકારની સબસિડી 2 કિલોવોટ (અથવા 2.18 કિલોવોટ) કે તેથી ઓછી ક્ષમતાની સોલાર સિસ્ટમ માટે જ લાગુ પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Solar panel subsidy 90% gujarat government]
25 Oct 2026
Reelsઅમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન, એક છત નીચે લાખો પુસ્તકોનું કલેક્શન મળી રહેશે. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ NBT સાથે મળીને કોર્પોરેશન દ્વારા બુક ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. • બુક ફેસ્ટિવલની સાથે સાથે છાપ નામક પ્રદર્શન અને વેચાણ સ્ટોલ પણ આવેલ છે જેમાં સ્થાનિક ઉદ્યોગો, ગ્રૃહ ઉદ્યોગો અને હસ્તકલાને લગતા વેચાણ સ્ટોલ આવેલા છે. • મુલાકાતીઓ માટે ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા છે, બાળકો સાહિત્ય પ્રત્યે જાગૃત બને એ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. • પુસ્તક મેળામાં રોજે રોજ અવનવા સાહિત્યિક કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે જેની વિગતો NBT અને કોર્પોરેશનની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. • સવારે 11 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી પુસ્તક મેળો લોકો માટે ખુલ્લો રહેવાનો છે. • તમામ પુસ્તકો પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Book festival ahmedabad AIBF2026 books ahemdabad festivals riverfront ahmedabad ].
25 Oct 2026
Reelsહવે બાપુનગર ચાર રસ્તાનો પણ કટ બંધ કરાયો: ટ્રાફિકની સમસ્યા હળવી કરવા કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ, વાહનચાલકોએ 50 મીટર ફરીને યુ-ટર્ન લઈને જવું પડશે શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ચાર રસ્તા અને જંક્શન પરના કટ બંધ કરીને કેપ્સ્યુલ ટ્રાફિક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ જ પદ્ધતિ અંતર્ગત હવે પૂર્વ અમદાવાદના મહત્વપૂર્ણ એવા બાપુનગર ચાર રસ્તા પર પણ ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બાપુનગર જંક્શન પર હવે કઈ રીતે વાહનવ્યવહાર થશે? નવી ટ્રાફિક વ્યવસ્થા મુજબ, ખોડિયારનગર તરફથી બાપુનગર એપ્રોચ થઈને ભીડભંજન કે કાલુપુર તરફ જવા ઇચ્છતા વાહનચાલકોએ ચાર રસ્તા પરથી સીધા જવાને બદલે ડાબી તરફ વળવું પડશે. ત્યારબાદ અંદાજે 50 મીટર આગળ આપવામાં આવેલા કટ પરથી યુ-ટર્ન લઈને ભીડભંજન અને કાલુપુર તરફ જઈ શકાશે. બીજી તરફ, ભીડભંજન કે કાલુપુર તરફથી આવતા વાહનચાલકોએ બાપુનગર એપ્રોચ, ખોડિયારનગર કે ગરીબનગર તરફ જવા મા�
25 Oct 2026
ReelsWant your home to reflect luxury and elegance? ✨ Start with your walls and ceilings. Visit the Decoraids showroom in Ahmedabad and explore stylish wall and ceiling designs that transform ordinary spaces into something extraordinary. Planning a new home, renovating your existing space, or setting up a new office, restaurant, or shop? Discover fresh ideas, premium finishes, and elegant designs for every space. Our team is ready to help you find the perfect fit for your interiors. 🏭 Manufacturing Factory: Rajkot, Gujarat 📍 Showroom: 1st Floor, Shivalik Business Center, 102 - Salister, Rajpath Rangoli Rd, off Sarkhej–Gandhinagar Highway, Bodakdev, Ahmedabad 🌐 www.decoraids.in Visit us today and discover inspiration for your next space. 🤍 Decoraids, Interior Design, Wall Panels, Ceiling Designs, Wall Textures, Home Decor, Luxury Interiors, Ahmedabad Showroom, Interior Solutions, Modern Wall and Ceiling Designs #Decoraids #InteriorDesign #WallPanels #CeilingDesign #AhmedabadShowroom
25 Oct 2026
Reels• કાંકરિયામાં 23 વર્ષ બાદ જાહેર ગરબા! • વર્ષો પહેલા થતા કાંકરિયાના જાહેર ગરબાની પરંપરા કોર્પોરેશને ફરી જીવંત કરી! • આ આયોજનમાં કલા અને સંસ્કૃતિ સાથે સામાજિક સમરસતાનો એક અનોખો સમન્વય જોવા મળ્યો છે, જેમાં હજારો શહેરીજનો ઉમટી પડ્યા છે. • આ ઉત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ૧,૦૦૦ જેટલા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ગરબા રમવા અને નિહાળવા માટે એક અલગ અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ પણ વ્હીલચેર સાથે ગરબાની રમઝટમાં સહભાગી બની શકે. • મોંઘા પાસ ખરીદવા અસમર્થ એવા સામાન્ય નાગરિકો માટે કોર્પોરેશન દ્વારા આ ગરબા મહોત્સવમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત (ફ્રી એન્ટ્રી) રાખવામાં આવ્યો છે Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kankriya garba AMC corporation garba night kankriya no garbo ]
24 Oct 2026
Postsગુજરાતમાં વીજ ભાવ વધારો, યુનિટ દીઠ ₹30થી ₹45 પૈસા મોંઘું થયું લાઇટ • દિવાળીના તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને મોંઘવારીનો નવો ઝટકો લાગ્યો છે. • રાજ્યની વીજ વિતરણ કંપનીઓએ Fuel and Power Purchase Adjustment Surcharge (FPPAS)માં વધારો કરતાં ઘર, દુકાન અને ઓફિસના બિલમાં યુનિટ દીઠ ₹30થી ₹45 પૈસાનો વધારો થયો છે. • GUVNLની સૂચના મુજબ MGVCL, UGVCL, DGVCL અને PGVCL દ્વારા આ નવા દર લાગુ કરવામાં આવ્યા છે. • એપ્રિલથી જૂન સુધી બેઝ FPPAS ₹2.30 પ્રતિ યુનિટ હતો અને વેરિયબલ સરચાર્જ શૂન્ય હતો. • જુલાઈ 2026થી બેઝ ચાર્જ વધીને ₹2.45 પ્રતિ યુનિટ થયો છે, સાથે 3.99 ટકાનો વેરિયબલ સરચાર્જ પણ ઉમેરવામાં આવ્યો છે, જુલાઈથી આ ભાવ વધારો મંજૂર થયો હોવાને કારણે હવે આ મહિનાના બિલમાં આ પાછળના તમામ મહિનામાં થયેલા વધારો ઉમેરાઈને બિલ આવશે. • ખેતીવાડી કનેક્શનને આ વધારામાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. આમ ઘરેલુ, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકોને જ મુખ્ય અસર પડી રહી છે. • વીજ કંપનીઓના જણાવ્યા અનુસાર, કોલસા અને અન્ય ઇંધણના ભાવમાં થયેલા વધારાને કારણે FPPASમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat Electricity tariff Hike Power Bill Increase FPPAS Surcharge Variable Charge ]
24 Oct 2026
Postsપૂર્વ અમદાવાદના વિસ્તારોમાં 25 ઓક્ટોબર રવિવારના દિવસે મળશે પાણી ઓછું! • નર્મદા મુખ્ય નહેરમાં AMCના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાના કારણે આખા પૂર્વ વિસ્તાર સહિત 70% વિસ્તારમાં પાણી સપ્લાય કરવા માટેના કોતરપુર વોટર વર્કસમાં રો–વોટરની અછત સર્જાઈ છે. • પરિણામે શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ કુલ 5 ઝોનના વિસ્તારોમાં આવતીકાલે 25 ઓક્ટોબર રવિવારે ઓછું અથવા નહિવત પાણી આવશે, જેની નાગરિકોએ નોંધ લેવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Narmada canal Kotarpur Water Distribution East Ahmedabad Water Shortage Water Supply]
24 Oct 2026
Reels✨ Royal Wedding Looks, Without Breaking the Bank! 👰🏻♀️ Wedding season just got more affordable with Shivshakti Rental Boutique! 💃 💖 Siders Offer: 2 outfits for just ₹6,000 👰 Bridal Offer: 2 bridal outfits + 1 free sider outfit for just ₹11,000! Look stunning at every wedding function without overspending. ✨ 📍 Shop 119, Hill Town Landmark, Opp. Das Khaman, Nikol, Ahmedabad. Tag your wedding gang and plan your looks together! 💕 #ShivshaktiRentalBoutique #WeddingWear #BridalOutfits #Ahmedabad #WeddingSeason
24 Oct 2026
Postsસનાથલ સર્કલ પાસેના વેરહાઉસમાંથી 70 iPhone સહિતના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની ચોરી, ₹99.98 લાખની ચોરીને અંજામ આપી 2 બુકાનીધારી શખ્સો ફરાર! • ઇન્ગ્રામ માઈક્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના વેરહાઉસમાં કામ કરતા એક કર્મચારીને સ્ટોક તપાસ દરમિયાન ચોરી થયાની જાણ થતા તેણે પોતાના મેનેજરને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, મેનેજરએ તાત્કાલિક ધોરણે વેરહાઉસ પહોંચીને જોયું તો કેટલાક સામાનના બોક્સ ખુલ્લા હતા. • CCTV ફૂટેજના આધારે જાણવા મળ્યું કે રાતના અંધારામાં વેરહાઉસના છતનાં પતરાં ખોલીને અંદર પ્રવેશેલા 2 બુકાનીધારી ચોર 20 કીબોર્ડ, 40 iPhone (17 મોડલ), 36 આઈવોચ, 30 iPhone (16 મોડલ), 2 આઈપેડ, 26 લેપટોપ અને 36 અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. • ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસે હાલ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Apple Product Theft Robbery Case Electronics Theft ]
24 Oct 2026
Postsનવરાત્રી ટાણે વસ્ત્રાલ અને નિરાંત ક્રોસ રોડ મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાંથી 5 એક્ટિવા ચોરાઈ! • નવરાત્રી દરમિયાન લોકો પોતાના વાહનો મેટ્રો સ્ટેશનમાં પાર્ક કરીને મેટ્રો મારફતે પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતા હોય છે જેનો ફાયદો ઉઠાવી અજાણ્યા તસ્કરોએ પાર્કિગમાં પડેલી 5 એક્ટિવાની ચોરી કરી હતી. • 24 કલાકમાં 5 વાહનો ચોરી થયાની ઘટના સામે આવતા આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vastral Nirant Cross Road Metro Station Vehicle Two Wheeler Stealing ]
24 Oct 2026
Postsઅમદાવાદમાં નકશા, BU પરમિશન સહિતના દસ્તાવેજો હવે ઓનલાઈન મળશે, એક લાખથી વધુ ફાઈલો સ્કેન કરી ડિજિટલ રેકોર્ડ તૈયાર કરાશે! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. • હવે શહેરના રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોના જૂના નકશા, બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન, કમ્પ્લીશન પ્લાન્સ અને અન્ય મહત્વના દસ્તાવેજો ઓનલાઈન મેળવી શકાશે. • AMCના રેકોર્ડ વિભાગમાં અલગ-અલગ જૂના નકશા, BU પરમિશન અને અન્ય દસ્તાવેજોની અંદાજે 1 લાખથી વધુ ફાઈલો સાચવવામાં આવી છે. • અત્યાર સુધી આ ફાઈલો ફિઝિકલ રૂપમાં હોવાને કારણે નાગરિકોએ કોર્પોરેશન ઓફિસમાં જઈને અરજી કરવી પડતી અને ફાઈલ શોધવાની ઝંઝટ સહન કરવી પડતી. • હવે આ તમામ રેકોર્ડને સ્કેન કરીને ડિજિટલ સ્વરૂપમાં ઓનલાઈન મૂકવામાં આવશે. • ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ અને મટીરિયલ પ્રોગ્રામ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે નાગરિકો ઓનલાઈન અરજી કરીને જરૂરી ફી ભર્યા બાદ નકશા સહિતના દસ્તાવેજો ઘરે બેઠાં ડાઉનલોડ કરી શકશે. • જો કોઈને ઓફિસમાંથી ભૌતિક નકલ જોઈતી હોય તો પણ ઓનલાઈન અરજી કરીને મેળવી શકાશે. • આ સમગ્ર ડિજિટાઈઝેશન કામ માટે ગુજરાત ઇન્ફોટેક લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે ₹1 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Online Document Estate Property Tax Records Digital ]
24 Oct 2026
Reels🏠✨ Luxury Interior, वो भी Budget में! Ahmedabad में घर या ऑफिस का Interior सिर्फ 1–3 दिनों में Transform करें — और Interior budget में 50% तक की बचत के साथ! 🔥 पूरे Gujarat में Interior के लिए एक ही नाम — Whiterock Interiors 💯 यहाँ मिलेगा 👇 🔷 PVC Panels 🔷 WPC Panels 🔷 Charcoal Panels 🔷 UV Marble Sheets 🔷 Soffit Panels 🔷 Mosaic Tiles 🔷 UV Marble Roll 🔷 Assa Sheet 🔷 Orro Sheet 🔷 PU Stones 🔷 French Moulding 💰 Buy directly from Importer at Wholesale price 🎨 300+ Colours & Designs एक ही Showroom में 💰 शुरुआत सिर्फ ₹40/sq. ft. से 🛡️ Termite Proof | Fire Resistant | Water Resistant Interior ⚡ Fast Installation — सिर्फ 1–3 दिनों में Interior Ready! अपने घर या Office को दें Luxury Look, वो भी Budget में! ✨ 📍 Whiterock Interiors – Tragad & Satellite Branch 👉 आज ही Visit करें! 📍 Tragad: Shop No. 253/2, Opp. JNR School, Near H3 World School B, Ahmedabad | 📞 7486934287 📍 Satellite: Shop No. FF-27, Nayankunj Co-Op Housing Society Limited (Vraj Vihar – 6) , B/H Rahul Tower, Satellite, Jodhpur, Ahmedabad | 📞 9898580363
24 Oct 2026
Postsદિવાળીના તહેવારોમાં ફાયરબ્રિગેડની ટીમો સ્ટેન્ડબાય, ફાયર વિભાગના જવાનો પહેલાથી જ તૈયાર થઈ ગાડીમાં તૈનાત રહેશે! • દિવાળીના તહેવારોમાં આગ લાગવાની ઘટનાઓમાં દર વર્ષે વધારો થતા હોવાથી આ નિર્ણય લેવાયો. • ફાયરબ્રિગેડ આગની ઘટનાનો મેસેજ મળતા જ કર્મચારીઓ તૈયાર થઈને નીકળે તેટલી પણ રાહ જોવાને બદલે શહેરના 19 ફાયર સ્ટેશનમાં એક ફાયર ફાઈટર 6 સભ્યો સાથે સ્ટેશનની ગાડીમાં જ સ્ટેન્ડબાય રહેશે. • સ્ટેન્ડબાય રહેલી ટીમને મેસેજ કે કોલ મળતા જ તરત જ ફાઈટર વાહનને લઈને ઘટના સ્થળે જવા રવાના થઈ જશે સાથે જ તેની પાછળ એક ફાયર ઓફિસરની ટીમ પણ રવાના થશે. • દિવાળીના તહેવારોમાં ધનતેરસથી લઈને ભાઈબીજ દરમિયાન 19 ફાયર સ્ટેશનમાં ફાયરબ્રિગેડના જવાનો ખડેપગે તૈનાત રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fire Brigade Diwali Safety Emergency Response Stand By Festival Safety Fire Safety Measures]
24 Oct 2026
Postsદ્વારકામાં ₹92.70 કરોડના ખર્ચે ભવ્ય શ્રી કૃષ્ણ મ્યુઝિયમ તૈયાર કરાશે! • ગુજરાત સરકાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં અત્યાધુનિક 'શ્રી કૃષ્ણ મ્યુઝિયમ'નું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે. • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરતો આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ ₹92.70 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. • આ મ્યુઝિયમ દ્વારકાધીશ મંદિરથી માત્ર 1.6 કિલોમીટરના અંતરે આવેલું છે. • મ્યુઝિયમમાં કુલ 'નવ થીમેટિક ગેલેરીઓ' બનાવવામાં આવી રહી છે. આ ગેલેરીઓમાં શ્રીકૃષ્ણના જન્મથી લઈને બાળલીલાઓ, ગોવર્ધન લીલા, કાળિયા નાગનું મર્દન, રાસલીલા, કંસવધ, દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં તેમની ભૂમિકા સુધીના પ્રસંગો આકર્ષક રીતે રજૂ કરવામાં આવશે. • આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 3D પ્રોજેક્શન મેપિંગ, ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે અને મોશન સેન્સર આધારિત અનુભવો મુલાકાતીઓને પ્રદાન કરવામાં આવશે. • આ ઉપરાંત લેન્ડસ્કેપ વિસ્તાર, કમળ તળાવ, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. • મુલાકાતીઓની સુવિધા માટે કાફે, સુવેનિર શોપ, ડિજિટલ માહિતી કેન્દ્ર, દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા અને વ્યવસ્થિત પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat Dwarka Shri Krishna museum Thematic Galleries Dwarkadhish Temple Bhagavad Gita ]
23 Oct 2026
Reels🎉 Vastral, sweetness has arrived! 🍬 Celebrating 25 years of taste & quality in Nikol, Mayur Dairy & Sweets is now in Vastral! ❤️ From premium mithai, Dry Fruit Sweets & famous Single-Serve Rasmalai to refreshing Cold Coco, Lassi & Thandai — your festive favourites are all here! ✨ This festive season, Mithai toh Mayur ni j! 🪔 📍 Visit Mayur Dairy & Sweets, Vastral today! #MayurDairyAndSweets #Vastral #AhmedabadFoodies #FestiveVibes #MithaiLovers SweetCelebrations
23 Oct 2026
PostsAMCના સિવિક સેન્ટરો હવે સપ્તાહના સાતેય દિવસ ખુલ્લાં રાખવાનો નિર્ણય, શનિ–રવિમાં પણ લોકોના કામ થઈ જશે! • સરકારી કચેરીઓના કોઈપણ ઓફલાઈન કામકાજ માટે સામાન્ય રીતે ચાલુ દિવસ દરમિયાન જ લોકોને સમય કાઢવો પડતો હતો પરંતુ નાગરિકો નોકરી કે ધંધાના કારણે પોતાના સરકારી કામ માટે સમય ફાળવી ન શકતા હોવાથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. • આ નિર્ણય થકી હવે બીજા–ચોથા શનિવાર ઉપરાંત રવિવારે પણ લોકોના સરકારી કામકાજ સિવિક સેન્ટરો પર થઈ જશે. • RTI અરજી, ટેક્સ, જન્મ મરણ દાખલા, હોલ બુકિંગ સહિતની તમામ મુખ્ય સેવાઓ હવે લોકોને રજા ના દિવસે પણ મળી રહેશે. • માહિતી મુજબ, AMCના 7 ઝોનલ સિવિક સેન્ટરોમાં કામ માટે દરરોજ આશરે 12 હજારથી વધુ શહેરીજનો આવતા હોય છે. • આ તમામ શહેરીજનોએ સેવાઓનો લાભ લેવા માટે સવારે 9થી બપોરના 4.30 વાગ્યા સુધી સિવિક સેન્ટરો પર જવાનું રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Civic centers Seven days a week Weekend service Civic facilities ]
23 Oct 2026
Postsનારોલમાં કપિરાજે યુવકને બચકાં ભર્યા, લોહીલુહાણ કર્યો! • ગઈકાલે 22 ઓક્ટોબર સવારે નારોલની સ્વસ્તિક સીટી સોસાયટીમાં એક યુવકને કપિરાજે બચકાં ભર્યા હતા. • યુવક લોહીલુહાણ થતા તેને LG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. • શહેરમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં કપિરાજનો ત્રાસ અને આંતકથી લોકો પરેશાન થયા હોય. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Narol Swatik City Society Monkey Bite LG Hospital ]
23 Oct 2026
Postsકાંકરિયામાં પ્રથમ વખત ગરબોત્સવ, 1000 દિવ્યાંગો પણ ભાગ લેશે! • AMC દ્વારા કાંકરિયા તળાવના લેકફ્રન્ટ પરિસરમાં આગામી શનિવારે (24 ઓક્ટોબર) પ્રથમ વખત વિશાળ અને સર્વસમાવેશી ગરબોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. • નવીનીકરણ બાદ અને લગભગ 23 વર્ષ પછી કાંકરિયા તળાવની પાળે આ પ્રકારના જાહેર ગરબા યોજાઈ રહ્યા છે. • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલેના જણાવ્યા અનુસાર, આ ગરબો સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. • તમામ લોકો માટે પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યો છે. • આશરે 1,000 દિવ્યાંગ બાળકો અને સામાન્ય ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમશે. • મુલાકાતીઓ ગરબા જોઈ શકે તે માટે 8 વિશાળ LED સ્ક્રીન મૂકવામાં આવશે. • મોટા રાઉન્ડ ઉપરાંત પરિવારો અને મિત્રોના નાના-નાના ગ્રુપમાં ગરબા રમવાની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. • કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ સહિત નિયુક્ત સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા રહેશે. સમગ્ર પરિસરમાં CCTV સર્વેલન્સ, સિક્યુરિટી ગાર્ડ્સ, પૂરતી લાઈટિંગ, તળાવ સુરક્ષા માટે રેસ્ક્યુ બોટ અને સ્ટેન્ડબાય મેડિકલ ટીમ તૈનાત રહેશે. • મુલાકાતીઓ માટે સ્વચ્છ ફૂડ સ્ટોલ્સ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. • ઝૂ અને પક્ષીઘર વિસ્તારને કડકપણે “નો-સાઉન્ડ ઝોન” જાહેર કરવામાં આવ્યો છે, જેથી લાઉડ સ્પીકરના અવાજથી પ્રાણીઓ અને પક્ષીઓને કોઈ તકલીફ ન થાય. • જો આ એક દિવસીય આયોજન સફળ રહેશે, તો આગામી વર્ષથી નવરાત્રિના નવેય દિવસ કાંકરિયા ખાતે સત્તાવાર રીતે ગરબોત્સવ યોજવાની યોજના છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Navratri Kankaria Lakefront Free Public Garba]
23 Oct 2026
PostsCNG ગેસમાં આજે 23 ઓક્ટોબરે ₹4.45નો ભાવ વધારો લાગુ! હવે નવો ભાવ ₹98.47 • આ પહેલા 1 ઓગસ્ટ 2026ના રોજ ભાવમાં વધારો થયો હતો. • પેટ્રોલ અને ડીઝલના ભાવ ₹100ની આસપાસ વચ્ચે હવે CNG નો ભાવ પણ ₹98 સુધી પહોંચ્યો. • તહેવાર ટાણે જ ભાવમાં વધારો ઝીંકાતા સામાન્ય નાગરિકો અને ખાસ કરીને રિક્ષાચાલકોના બજેટ ખોરવાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CNG price hike Festival season Petrol Diesel Petroleum products]
23 Oct 2026
ReelsConnect with Nilang Wires & Cables! Looking to become a Nilang Dealer or Distributor? Or need quality wires and cables for your project? 🤝 📈 Explore Business Opportunities with Nilang! 📞 Contact: 9904449317 🌐 Website: https://www.nilangcable.in Powering Trust. Connecting Futures. ⚡ #NilangWiresAndCables #Ahmedabad #DealerOpportunity #CableDistributor #GujaratBusiness
23 Oct 2026
PostsCTM ટોલ પ્લાઝા નજીકથી ₹25 કરોડથી વધુનું ડ્રગ્સ–હેરોઇન ઝડપાયું! • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી CTM ટોલ પ્લાઝા નજીકથી SUV કારમાં એનર્જી ડ્રિંક–ચોકલેટની આડમાં લઈ જવાતાં ડ્રગ્સ–હેરોઇનના જથ્થા સાથે 3 મુખ્ય આરોપીઓને પકડી પાડ્યા. • આ નેટવર્કની કડી સુરતમાં સવા વર્ષ પહેલાં પકડાયેલા ડ્રગ્સ પેડલરો સુધી પહોંચતા પોલીસે ત્યારથી મુખ્ય સપ્લાયરો પર નજર રાખી હતી. • પોલીસ તપાસમાં વધુ સામે આવ્યું છે કે આરોપીઓ યુવતીઓને ટાર્ગેટ બનાવી તેમની પાસે ડ્રગ્સ સપ્લાય કરાવતા હતા અને દેશભરમાં મોટું નેટવર્ક ચલાવતા હતા. • ઝડપાયેલા આરોપીઓમાંથી એક અગાઉ ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં પકડાયો હતો અને તેને 10 વર્ષની જેલની સજા થઈ હતી. અન્ય બે આરોપીઓ સામે પંજાબમાં પણ ડ્રગ્સના કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. • પ્રાથમિક તપાસમાં ડ્રોન મારફતે સરહદ પારથી ડ્રગ્સ લાવી દિલ્હી અને રાજસ્થાન થઈ ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતું હોવાની આશંકા છે. હાલ પોલીસ 7થી 8 સ્થળોએ તપાસ કરી રહી છે અને નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Drug network heroin–Druge seized international smuggling ]
22 Oct 2026
Postsઅમદાવાદમાં 24 ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (NBT)ના સંયુક્ત ઉપક્રમે આગામી 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર (પાલડી, ટાગોર હોલ નજીક) ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (AIBF) 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. • આ ફેસ્ટિવલમાં 700થી વધુ સ્ટોલ્સ અને 125થી વધુ પ્રકાશકો ભાગ લેશે. • 9 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં પુસ્તકોની વિવિધતા સાથે ગુજરાતી સાહિત્ય, કવિતા, ગઝલ, હાસ્ય, લોકનાટ્ય, ભજન અને દેશભક્તિ સંગીતના રંગ જોવા મળશે. • દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફેસ્ટિવલ ખુલ્લું રહેશે. પ્રવેશ સંપૂર્ણપણે મફત છે અને તમામ પુસ્તકો પર 10% છૂટ આપવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad International Book Festival Nationl Book Trust Riverfront Event Center ]
22 Oct 2026
Postsથલતેજમાં ₹99 લાખના ખર્ચે આધુનિક યોગ–વેલનેસ કેન્દ્ર બનાવવામાં આવશે, નાગરિકોનો સ્વાસ્થ્ય માટે AMCની નવી પહેલ! • આ કેન્દ્રમાં વડીલો સહિત તમામ નાગરિકો માટે યોગ, પ્રાણાયામ ધ્યાન, યોગાસન સહિતની પ્રવૃત્તિ માટે સુવિધા મળશે. • આરોગ્યલક્ષી સેમિનાર યોજી શકાય તેવા મલ્ટી–પર્પઝ હોલ, મુલાકાતીઓની સુરક્ષા માટે પગથિયાં વિનાનો પ્રવેશ, રેમ્પ, નોન–સ્લિપ ફ્લોરિંગ, સોલર પેનલ અને ઇમર્જન્સી કોલ બટન જેવી આધુનિક સુવિધાઓ કેન્દ્રમાં સજ્જ કરાશે. • ખાસ કરીને વડીલો માટે સાંધાની જકડન ઘટાડતા વિવિધ આસનો, હળવા વ્યાયામ જેવી પ્રવૃત્તિઓ પર ભાર મુકાશે જેનાથી તેમની સારી સક્રિયતા અને માનસિક શાંતિમાં વધારો થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Yoga center welness centre AMC intiative ]
22 Oct 2026
Postsઓઢવમાં આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લૂંટારોએ ₹34 લાખ લૂંટ્યા! • મણિનગરમાં રહેતા કેતનભાઈ પરીખ એન આર આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. તે બેંકમાંથી આશરે ₹34 લાખ રોકડા લઈને એક્ટિવા પર તેમની પેઢીમાં આ પૈસા આપવા જઈ રહ્યા હતા. • ત્યારે કેતનભાઇ રાજેન્દ્ર પાર્ક બ્રિજ ઉપર પહોંચ્યા ત્યાં અજાણ્યા બે શખ્સોએ તેમને આંતરીને ઊભા રાખ્યા હતા અને તેમનું અપહરણ કરી પોતાની ગાડીમાં બેસાડ્યા હતા. • આરોપીઓ કેતનભાઇને ગાંધીનગર તરફ ધોળાકૂવા પાસે ઉતારીને ₹34 લાખ રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. • ત્યારબાદ કેતનભાઇએ પેઢીના સંચાલકો તેમજ ઓઢવ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. • આરોપીઓને રોકડ રકમ અંગે ની માહિતી અગાઉથી હતી કે કેમ તેની ઓઢવ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી છે. • તેમજ પેઢીના કોઈ આંતરિક વ્યક્તિએ ટીપ આપી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Odhav Rajendra Park Bridge Theft Robbery Car Cash Kidnapping ]
22 Oct 2026
Postsદશેરાના દિવસે શહેરમાં અંદાજિત ₹160 કરોડથી વધુની કિંમતના વાહનો વેચાયાં, ઈલેક્ટ્રીક વાહનોની ખરીદીમાં ભારે ઉછાળો! • લોકોએ મનમુકીને વાહનોની ખરીદી કરતાં આ વર્ષે અંદાજિત 4 હજાર ટુ–વ્હીલર અને 1 હજાર કારનું રજિસ્ટ્રેશન થયું હતું. • ગત વર્ષે દશેરાના દિવસે અંદાજિત 6 હજાર ટુ–વ્હીલર અને 2 હજાર કારના રજીસ્ટ્રેશન થયા હતા જેનાથી સ્પષ્ટપણે જણાય છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોનું ઓછું વેચાણ થયું છે. • દિવસે ને દિવસે મોંઘવારીમાં વધારો થતા વાહનોના વેચાણ પર તેની અસર જોવા મળી રહી છે તેથી વાહન વેચાણના આંકડામાં આ વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે. • અમેરિકા–ઈરાન–ઇઝરાયેલ યુદ્ધના પગલે દેશભરમાં પેટ્રોલની અછત સર્જાઈ હતી જેના પગલે લોકો ઈલેક્ટ્રીક વાહનો લેવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાથી આ વર્ષે ખાસ ઈલેક્ટ્રીક કાર અને ટુ-વ્હીલર ના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dusshera vehicle sales automobile industry vehicle registration]
21 Oct 2026
Postsઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સએ દુબઈથી આવેલા મુસાફર પાસેથી ₹20.12 લાખનું સોનું જપ્ત કર્યું! • સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટએ દુબઈથી આવેલા મુસાફર પાસેથી 133.450 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું છે. • જપ્ત કરાયેલા સોનાનું બજારમાં કિંમત ₹20.12 લાખ છે. • પેસેન્જર પ્રોફાઇલિંગ અને સર્વેલન્સના આધારે AIUના અધિકારીઓએ દુબઈથી અમદાવાદ આવેલા 29 વર્ષીય મુસાફરને અટકાવ્યો હતો. • આ મુસાફર ઉત્તર પ્રદેશના ટાંડા વિસ્તારનો રહીશ છે. તેની ટ્રોલી બેગની વિગતવાર તપાસ દરમિયાન અધિકારીઓને બેગની અંદરની સપાટી પર લગાવેલો એક શંકાસ્પદ કાપડનો પેચ નજરે પડ્યો. • વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ કાપડના પેચ પર સોનાની પેસ્ટનું સ્તર છુપાવેલું હતું. અધિકારીઓએ આ પેસ્ટ કાઢીને ઓગાળી, જેથી 133.450 ગ્રામ શુદ્ધ 24 કેરેટ સોનું મળી આવ્યું. • કસ્ટમ્સ વિભાગે આ સમગ્ર જથ્થાને કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરી લીધો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SVPI Ahmedabad Airport Custom Department Gold Smuggling Seizure Gold Paste Cloth Patch ]
21 Oct 2026
Postsનવરાત્રી AMTS/BRTSને ફળી, મેટ્રોમાં મુસાફરો ઘટ્યા! • નવરાત્રી દરમિયાન BRTS બસમાં 13.41 લાખ લોકોએ મુસાફરી કરી, ₹1.52 કરોડની આવક થઈ! • AMTS ને 1 ઓક્ટોબર થી 19 ઓક્ટોબર દરમિયાન 1.64 મુસાફર મળતા ₹5.47 કરોડની આવક થઈ. • જ્યારે મેટ્રોમાં નવરાત્રી દરમિયાન મુસાફરો ઘટ્યા, 11 થી 19 ઓક્ટોબર સુધી 15.68 લાખ લોકોએ મુસાફરી કરી, ₹1.86 કરોડની આવક થઈ છે. • સામાન્ય દિવસોમાં સરેરાશ 2 લાખ લોકો મુસાફરી કરે છે જેની સામે નવરાત્રી દરમિયાન 1.74 લાખ લોકોએ જ મુસાફરી કરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad BRTS AMTS Metro Passenger Journey Data Navaratri ]
21 Oct 2026
ReelsAhmedabad, we’re inviting you to the Lions Business Bazaar Exhibition! 🎉 Explore a world of business opportunities with Diamond & Gold Jewellery, Apparels, Gifting Items, Chocolates, Home Automation, Health Products, and much more — all under one roof! 🛍️ 📅 24th & 25th October 2026 📍 Golden Glory Hall, Karnavati Club, Ahmedabad 🚀 Don’t miss Ahmedabad’s biggest exhibition! Come, explore new products, connect with businesses, and discover opportunities to grow your business. Mark your calendars and be there! #LionsBusinessBazaar #Ahmedabad #BusinessOpportunities #WholesaleMarket #BusinessGrowth
21 Oct 2026
Reelsઅમદાવાદમાં રાવણ દહન! • અમદાવાદમાં દૂરદર્શન કેન્દ્ર પાછળના AES ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. • દશેરા પર્વ એટલે આસુરી શક્તિ પર દૈવીય શક્તિનો વિજય. • અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ આસુરી શક્તિના નાશ કરવા સ્વરૂપે રાવણ દહનના કાર્યક્રમો યોજાયા. • દૂરદર્શન ટાવર પાછળ આવેલા AES ગ્રાઉન્ડમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદના તમામ Mla કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં • અંદાજે 50 ફુટથી વધારે ઊંચા રાવણ અને મેઘનાથ તેમજ કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad ravan dahan vijaya dashmi dashera ravan raja ram CM Bhupendra Patel ahmedabad ]
20 Oct 2026
PostsWe're Hiring! | Walk-in Drive at Petpooja, Ahmedabad Looking for an exciting career opportunity? Petpooja is hiring experienced professionals for the position of Executive – Merchant Trainer! Job Details: - Position: Executive – Merchant Trainer - Experience Required: 1–3 Years - CTC: ₹3.60 LPA – ₹4.20 LPA Key Responsibilities: - Train clients and merchants on Petpooja's products and services. - Conduct virtual training sessions. - Explain product features, functionality and operations. - Guide merchants through the product usage process. - Ensure clients can confidently use the products independently. Walk-in Interview Details: - Dates: 22nd & 23rd October 2026 - Time: 11:00 AM – 6:00 PM - Venue: Petpooja Head Office (HO), 3rd Floor, Wing A, Gopal Palace, Near Shiromani Complex, Nehrunagar Circle, Satellite Road, Ahmedabad – 380015. Contact Persons: Anjali Nebhnani & Ankita Pandey ✉️ Email: Careers@petpooja.com Interested candidates can attend the walk-in drive at the mentioned venue. Know someone who might be a perfect fit? Tag them or share this opportunity! #Petpooja #Hiring #WalkInDrive #AhmedabadJobs #JobOpportunity MerchantTrainer CareerOpportunities AhmedabadHiring
20 Oct 2026
Postsસાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો (ICD) ખાતે ₹307 કરોડના ખર્ચે અત્યાધુનિક વંદે ભારત ટ્રેનસેટ મેઇન્ટેનન્સ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. • મુખ્ય હેતુ: 24-કોચ વાળી વંદે ભારત ટ્રેનોના મેજર મેઇન્ટેનન્સ (SS-I અને SS-II શેડ્યૂલ) માટે હવે અન્ય સ્થળોએ જવું પડશે નહીં. તમામ સુવિધાઓ એક જ પરિસરમાં ઉપલબ્ધ થશે. • ક્ષમતા: એક 24-કોચ વાળા રેકનું SS-I મેઇન્ટેનન્સ અંદાજે 30 દિવસમાં અને SS-II મેઇન્ટેનન્સ અંદાજે 45 દિવસમાં પૂર્ણ કરી શકાશે. આ હબ વાર્ષિક આશરે 12 રેકના SS-I અથવા 8 રેકના SS-II મેઇન્ટેનન્સ કરવાની ક્ષમતા ધરાવશે. • વિવિધ શેડ અને માળખાકીય સુવિધાઓ: • વ્હીલ કેર શેડ: આ શેડનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. અહીં વ્હીલ્સ અને એક્સલના ઓવરહોલિંગ માટે સીએનસી (CNC) સરફેસ વ્હીલ લેથ અને ડાયનેમિક વ્હીલ બેલેન્સિંગ મશીન જેવા આધુનિક સાધનો લગાવવામાં આવશે. • હેવી રિપેર બે શેડ: આશરે 86,597 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ શેડનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે, જેમાં બે મેઇન્ટેનન્સ લાઇન બનાવવામાં આવી છે. • સેક્શન શેડ: ટ્રેનના મહત્વપૂર્ણ સાધનો જેવા કે ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન મોટર અને પેન્ટોગ્રાફના ઓવરહોલિંગ માટે 69,334 ચોરસ ફૂટના સેક્શન શેડનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. • ટ્રેક અને સબ-સ્ટેશન: ચાર સ્ટેબલિંગ લાઈનો પર કુલ 2,547 મીટર રેલ લિંકિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ સાથે ઈલેક્ટ્રિકલ સબ-સ્ટેશન (ESS) બિલ્ડિંગનું નિર્માણ પણ પૂરું થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ પશ્ચિમ રેલ્વેની આધુનિક ટ્રેનોની તકનીકી અને સંચાલન ક્ષમતામાં મોટો વધારો થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Vande Bharat train maintenance hub sabarmati ]
Reels💜 One celebration. Endless Garba energy. Pure Purple Tradition! 🔥 Relive the madness of AAHVAN 2026! ✨ #AahvanOfficial #ThePurpleTradition #Navratri2026 #GarbaVibes #Ahmedabad
19 Oct 2026
Reels✨ Celebrate the Legacy of Gold with Suvarna Virasat! ✨ Make every occasion special with the timeless elegance of gold. 💛 Shree Vahanvati Jewellers brings you a FLAT 50% OFF on making charges of 22K gold jewellery! ✨ From stunning bridal collections to royal heritage designs, discover jewellery that reflects tradition, trust, and timeless craftsmanship. ⏳ Limited-period offer! Visit Shree Vahanvati Jewellers today at Vastral & Amraiwadi and bring home your golden memories. #ShreeVahanvatiJewellers #SuvarnaVirasat #GoldJewellery #MakingChargesOffer #Ahmedabad
19 Oct 2026
Posts“અમે પોલીસ છીએ” એવું કંઈને લોકોને લૂંટતા 2 ગઠિયા ઝડપાયાં! નારોલના એક યુવકને લૂંટ્યો! શું હતી ઘટના?! નારોલમાં રહેતા 32 વર્ષીય યુવક (ખાનગી કંપનીમાં નોકરી કરતા) 12 ઓક્ટોબરની રાત્રે ઇસનપુરમાં કિયા શોરૂમ પાસે આવેલી ભરવાડની ચાની કીટલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઇક અને સ્કૂટર પર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા. આરોપીઓએ પોતે પોલીસ હોવાનું જણાવીને યુવકને બાઇક પર બેસાડી મટનગલીના અંધારાવાળા વિસ્તારમાં લઈ ગયા. ત્યાં તેમણે યુવકને કહ્યું કે, “તું ધંધાવાળી હોટેલમાં જાય છે, પૈસા નહીં કાઢે તો ખોટા કેસમાં ફસાવી દઈશું.” યુવક પાસે રોકડા કે કાર્ડ ન હોવાથી આરોપીઓએ પોતાના ફોનનું સ્કેનર કાઢીને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવા મજબૂર કર્યા. ડરથી યુવકે પોતાના મોબાઇલમાંથી રૂ. 20 હજાર ટ્રાન્સફર કરી આપ્યા. ત્યારબાદ આરોપીઓ તેમને મટનગલીના નાકે ઉતારીને ફરાર થઈ ગયા. • પોલીસ કાર્યવાહી યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તપાસ બાદ પોલીસે આરોપી મોહમ્મદ ઇલ્યાસ ઉર્ફે ભૂરા (મહમદ અકરમ શેખ) અને સોનુ જબીરભાઈ પઠાણને ઝડપી પાડ્યા છે. બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. • મુખ્ય આરોપી મોહમ્મદ ઇલ્યાસ સામે અમદાવાદના દાણીલીમડા, માધુપુરા, રામોલ અને નારોલ ઉપરાંત વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારના અનેક ગુના અને ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. • પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ishanpur Fake police Extortion Robbery ]
19 Oct 2026
PostsAMC હોસ્પિટલમાં બપોરે ડોક્ટરો ગેરહાજર?? ભારે ફરિયાદો બાદ હવે નવો નિર્ણય! • ડોક્ટરોએ હવે 2 વખતના બદલે દિવસમાં 3 વાર પંચિંગ કરવું પડશે. • બપોરે પણ બાયોમેટ્રિક હાજરી ફરજિયાતપણે પૂરાવવી પડશે. • વારંવાર ડોક્ટરોની ગેરહાજરીથી ફરિયાદો આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો. • ખાસ કરીને SVP હોસ્પિટલ, શારદાબેન, શાહીબાગ અને નગરી હોસ્પિટલમાં હાલ આ નિયમ લાગુ કરાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Amc hospital 3 times punch in present doctor]
19 Oct 2026
Postsઇસનપુરમાં કાર ચાલકે ગફલત ભરી રીતે કાર ચલાવી! લોકોના જીવ જોખમમાં મૂક્યા! • ગઈકાલે 18 ઓક્ટોબર મોડી રાતે આ કારચાલક દ્વારા ઇસનપુર વિસ્તારમાં આ પ્રકારે ગફલત ભરી રીતે કાર ચલાવવામાં આવી હતી. • વળી કારની પાછળ લર્નિંગનો L પણ લગાવેલો હોવા છતાં આ પ્રકારે ગંભીર બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કારચાલક દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Isanpur Fast Car Driving Stunt Car Drive Learning ]
19 Oct 2026
Postsફાફડા જલેબીની તપાસ દશેરાએ રિપોર્ટ અઠવાડિયા પછી! • દશેરાને ધ્યાનમાં રાખીને AMC ફૂડ વિભાગ આજે 19 ઓક્ટોબરના રોજ અને કાલે દશેરાને દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈ સહિતની દુકાનોમાં ચેકિંગ કરશે. • રોડ રસ્તા ઉપર મંડપ બાંધીને વેચતા વેપારીઓના ત્યાં પણ ચેકિંગ કરી અને તેમના લાઇસન્સ વગેરેની તપાસ કરાશે. • ક્યાંય પણ જો બળેલા તેલમાં ફાફડા તળવામાં આવ્યા હશે તો કાર્યવાહી કરાશે. ફાફડા અને જલેબીના નમૂના પણ લેવામાં આવશે. • જોકે ફાફડા જલેબીના સેમ્પલ લીધાના 7 દિવસ પછી રિપોર્ટ આવશે. • છેલ્લા એક અઠવાડિયાથી ફાફડા જલેબીની દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. • ગત અઠવાડિયે 80 દુકાનોમાં ચેકિંગ કરી 55 જેટલા નમુના લેવામાં આવ્યા છે. • શહેરીજનો ફાફડા જલેબી ખાઈ લેશે ત્યારબાદ 7 દિવસ પછી પરિણામ આવશે કે તે ખાવા લાયક હતા કે નહીં. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Food Department Checking Fafda Jalebi Shops Stalls Sample Test ]
19 Oct 2026
Postsદિવાળીમાં અમદાવાદથી 1800 એક્સ્ટ્રા ST બસો, સોસાયટીના નાકેથી પિકઅપની વિશેષ સુવિધા મળશે! • દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વતન જવા અને ફરવા નીકળતા મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના અમદાવાદ વિભાગે વિશેષ આયોજન કર્યું છે. • અમદાવાદથી 2 નવેમ્બરથી 8 નવેમ્બર 2026 સુધી વધારાની બસ ટ્રિપ્સ ચલાવવામાં આવશે. • નિયમિત બસોની સાથે આ એક્સ્ટ્રા બસો ગીતામંદિર, રાણીપ તેમજ શહેરના અન્ય બસ સ્ટેન્ડ (નરોડા, કૃષ્ણનગર, બાપુનગર વગેરે) પરથી ઉપડશે. • મુખ્ય રૂટ્સમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને પંચમહાલનો સમાવેશ થાય છે. • વિશેષ બસો સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ભુજ તેમજ દાહોદ, ઝાલોદ, બારીયા, સંતરામપુર અને ગોધરા તરફ દોડાવવામાં આવશે. જે રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ હશે ત્યાં માંગ મુજબ વધારાની બસો પણ ઉમેરવામાં આવશે. • મુસાફરોની સુવિધા માટે ‘બસ આપને દ્વાર’ યોજના હેઠળ ગ્રુપ બુકિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. • કોઈ સોસાયટી, સંગઠન કે ગ્રુપ આખી બસનું બુકિંગ કરાવે તો ST નિગમ બસને સોસાયટીના નાકે મોકલી આપશે. • ત્યાંથી મુસાફરોને બેસાડીને સીધા તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવશે. • આ સુવિધાથી મુસાફરોને સામાન સાથે બસ સ્ટેન્ડ સુધી જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ GSRTC Extra Buses Diwali Ahemdabad Bus Aapne Dwar Scheme Saurashtra Kutch Panchmahal ]
19 Oct 2026
Postsન્યૂ નરોડામાં ચાલતી આમ જનમત નામની પાર્ટીનું કરોડોનું કૌભાંડ! • માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી પોલિટિકલ પાર્ટી કરદાતાઓ પાસેથી મોટા રૂપિયા ફંડના નામે લઈને ટેક્સ ચોરી કરતા હોવાનું કૌંભાંડ સામે આવ્યું છે. • નવા નરોડા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલી આમ જનમત પાર્ટીએ અત્યાર સુધીમાં ₹800 કરોડથી વધારેની હેરફેર કરી છે જેમાં ₹250 કરોડની ટેક્સ ચોરી પકડાઈ છે. • આવી પાર્ટીઓનો હેતુ કોઈ ચૂંટણી લડવા કે જનતાના હિતનો હોતો નથી આ લોકો માત્ર કમિશન કમાવવાના હેતુથી આવ્યા હોય છે. • હાલ આમ જનમત પાર્ટીના અધ્યક્ષ સહિત 8 લોકો સામે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fund fraud ahmedabad political party fund fraud fraud party CID crime Gujarat police ]
17 Oct 2026
ReelsCJP અને કોંગ્રેસ સામે ABVP નો વિરોધ! • અમદાવાદમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોક્રોચ જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. • કોંગ્રેસના નેતાઓ અને રાહુલ ગાંધી સામે મુર્દાબાદના નારા લગાવ્યા, CJP ને વિદેશ ફંડેડ કહ્યું. • abvp ના 500 જેટલા કાર્યકર્તાઓએ NSUI કાર્યાલય ઘેર્યું હતું અને સૂત્રોચાર કર્યા. • કાયદો અને વ્યવસ્થા કથળે નહીં માટે NSUI કાર્યાલયે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ ABVP protest ahmedabad NSUI CJP protest congress protests jantar mantar Delhi ]
17 Oct 2026
Postsદાણીલીમડામાં અખાદ્ય ફરસાણનો 1000 કિલો જથ્થો જપ્ત, AMCએ ગૃહ ઉદ્યોગ સીલ કર્યુ! • AMCના હેલ્થ અને ફૂડ વિભાગે કાર્યવાહી કરતા ગુડલક એસ્ટેટમાં A.N. ગૃહ ઉદ્યોગ નામના ફરસાણ ઉત્પાદન એકમમાંથી કુલ 1000 કિલોથી વધુ અસુરક્ષિત ખાદ્ય સામગ્રી સ્થગિત કરીને એકમને સીલ કરી દેવામાં આવ્યું છે. • તપાસ દરમિયાન મેંદો, મસાલા સીંગ, ઝીણી સેવ અને ફરસી પૂરી સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. • સ્વચ્છતાનો અભાવ હતો, કારીગરોએ હેરકવર અને એપ્રન પહેર્યા નહોતા. ફરસાણમાં નોન-પરમિટેડ (પ્રતિબંધિત) કલરનો ઉપયોગ થતો હતો અને તળવા માટે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હતો સહિતના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમ સીલ કરી દેવાયું. • મસાલા સિંગ, ઝીણી સેવ, ફરસી પુરી ના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Danilimda Reused Cooking Oil Farsan Seizes Unhygienic Prohitbites Food Colour AMC Food Department]
17 Oct 2026
Postsઘીકાંટા રોડ પરથી નકલી લોરિયલ અને મેટ્રિક્સની 1,221 પ્રોડક્ટ્સ જપ્ત, બે દુકાનદારોની ધરપકડ! • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ ઘીકાંટા રોડ વિસ્તારમાં આવેલી બે કોસ્મેટિક દુકાનો પર દરોડા પાડીને લોરિયલ અને મેટ્રિક્સ બ્રાન્ડની કુલ 1,221 નંગ શંકાસ્પદ નકલી પ્રોડક્ટ્સ જપ્ત કરી છે. • આ જથ્થાની અંદાજિત કિંમત ₹6.90 લાખ છે. બંને દુકાનના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. • નવી દિલ્હીમાં આવેલા લોરિયલ કંપનીના અધિકૃત પ્રતિનિધિને બાતમી મળી હતી કે અમદાવાદના ઘીકાંટા રોડ પર નકલી કોસ્મેટિક્સનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના SOGની ટીમે દરોડા પાડ્યા હતા. • પંચભાઈની પોળ પાસે આવેલી ‘માય બ્યુટી સેન્ટર’માંથી યશ પ્રભુલાલ ઠક્કર (ઉં. 30, રહે બોપલ ) પાસેથી શેમ્પૂ, ક્રીમ, ડેવલપર, માસ્ક, સીરમ અને હેર કલર સહિત 775 નંગ પ્રોડક્ટ્સ જપ્ત કરાઈ, જેની કિંમત આશરે ₹4.44 લાખ છે. • પાંચુ મીયાના ડહેલા પાસે આવેલી ‘લક્ષ્મી બ્યુટી શોપ’માંથી રીષભ રાજેન્દ્રભાઈ અગ્રવાલ (ઉં. 29, રહે બાપુનગર ) પાસેથી 446 નંગ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ કબજે કરાઈ, જેની કિંમત આશરે ₹2.46 લાખ છે. • પોલીસે તમામ જપ્ત કરાયેલા માલમાંથી સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. • તપાસમાં યશ ઠક્કરે જણાવ્યું કે તેમણે મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં આવેલી નવ્યા એન્ટરપ્રાઈઝિસના માલિક દિનેશ પાસેથી યશ ટ્રાન્સપોર્ટ મારફતે માલ મંગાવ્યો હતો. • રીષભ અગ્રવાલે ક્રોફર્ડ માર્કેટની આર.કે. બ્યુટીના માલિક વિજય પાસેથી સીધો મુંબઈ જઈને ખરીદ્યો હોવાની કબૂલાત કરી છે. સ્થાનિક સપ્લાય માટે નારણપુરાની ક્રિષ્ના એન્ટરપ્રાઈઝના સેલ્સમેન લક્ષ્મણનું નામ પણ સામે આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gheekanta Fake Loreal Matrix Cosmetic Products SOG Crime Branch Seized ]
ReelsTyohaar ki raunak apno se. Aur zindagi ka sukoon, apne ghar se. ❤️🪔 HR wala ghar. Sukoon zindagi bhar. Get special festive benefits up to 20 lakh! For more info. Call on +91 9081611224
17 Oct 2026
Reels💜 The beats are calling, and the Purple Tradition awaits! Get ready for grand Garba nights with AAHVAN at Bhadaj. ✨ 🔥 Don’t miss the celebration. Join us! #AahvanOfficial #ThePurpleTradition #Navratri2026 #GarbaNights #Ahmedabad
16 Oct 2026
PostsCTM થી રામોલ રિંગરોડ જતા રોડ વચ્ચે જ ઝાડ! • CTM થી રામોલ પોલીસ સ્ટેશન થઈ એસપી રિંગરોડ તરફ જતા 10 મહિના પહેલા જ રોડ બનાવવામાં આવ્યો હતો. • આ નવા બનેલા રોડમાં રસ્તા વચ્ચે જ ઝાડ આવે છે. ઝાડ અંધારામાં ન દેખાતું હોવાથી રોજ અકસ્માતની ભીતિ. • છેલ્લા કેટલાક દિવસોમાં સંખ્યાબંધ અકસ્માતો થયા. સ્થાનિકોએ કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ પણ આપી. • ઝાડ પર લાગેલું ઇન્ડિકેટર પણ રાત્રે સ્પષ્ટ ન દેખાતા અકસ્માતો વધ્યા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad ramol hathijanward AMC municipal corporation works ]
16 Oct 2026
Postsઅમદાવાદથી હનોઈ માટે સીધી ફ્લાઇટ શરૂ થશે, વિયેતનામ એરલાઇન્સ 3 નવેમ્બર 2026થી અઠવાડિયામાં ચાર વખત સેવા આપશે! • વિયેતનામની રાષ્ટ્રીય એરલાઇન વિયેતનામ એરલાઇન અમદાવાદ અને હનોઈ વચ્ચે સીધી (નોન-સ્ટોપ) ફ્લાઇટ સેવા શરૂ કરશે. • એરલાઇન અઠવાડિયામાં ચાર વખત મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર આ રૂટ પર ફ્લાઇટ ચલાવશે. • આ સાથે અમદાવાદ વિયેતનામ એરલાઈન્સનું ભારતમાં પાંચમું સ્ટેશન બની જશે. • અત્યાર સુધી એરલાઇન દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદથી સેવા આપતી હતી. હવે ગુજરાતના મુસાફરોને વિયેતનામ જવા માટે સીધી કનેક્ટિવિટી મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Hanoi Vietnam Direct Flight Vietnam Airlines ]
16 Oct 2026
Postsમીઠાખળી સર્કલનું રીડેવલપમેન્ટ કરાશે, કોમનવેલ્થ ગેમ્સના સ્કલ્પચર અને રંગબેરંગી ફુલ લગાવાશે! • AMC આ સર્કલ બનાવવા માટે ₹25 લાખથી વધુનો ખર્ચ કરશે. • સર્કલની વચ્ચે કોમનવેલ્થ ગેમ્સને લગતા આકર્ષક સ્કલ્પચર મુકાશે અને જાસુદ સહિતના અલગ અલગ રંગબેરંગી ફૂલછોડથી શણગારવામાં આવશે. • 5 મહિના આ સર્કલ તૈયાર કરાશે અને 5 વર્ષ સુધી સાફ સફાઈ અને જાળવણીની જવાબદારી જે તે કંપની રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Mithkhali Circle Redevelopment Commonwealth Games Sculpture Flowers Decoration ]
16 Oct 2026
Reels🎉 Vastral, sweetness has arrived! 🍬 Celebrating 25 years of taste & quality in Nikol, Mayur Dairy & Sweets is now in Vastral! ❤️ From premium mithai, Dry Fruit Sweets & famous Single-Serve Rasmalai to refreshing Cold Coco, Lassi & Thandai — your festive favourites are all here! ✨ This festive season, Mithai toh Mayur ni j! 🪔 📍 Visit Mayur Dairy & Sweets, Vastral today! #MayurDairyAndSweets #Vastral #AhmedabadFoodies #FestiveVibes #MithaiLovers
16 Oct 2026
Reelsરતનપોળમાં બની રહ્યું છે અમદાવાદનું પ્રથમ રોટરી પાર્કિંગ! • રતનપોળના નાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોટરી પાર્કિંગ સિસ્ટમ બનાવવાનું કામ માર્ચ 2026 થી શરૂ કરવામાં આવ્યું છે. • કુલ રૂપિયા 80 લાખના ખર્ચે આ રોટરી પાર્કિંગ બની રહ્યું છે. જેમાં એક સાથે 12 કાર હવામાં પાર્ક કરી શકશે. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આ સિસ્ટમ આગામી 15 દિવસમાં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. •હાલ સુધીમાં રોટરી પાર્કિંગનું મુખ્ય માળખું બનીને તૈયાર થઈ ગયું છે. જે સંપૂર્ણ હેવી મેટલથી બનાવવામાં આવ્યું છે. જેની મજબુતાઈ ખૂબ જ વધારે હોય છે. • હાલ મોટા હેવી મિકેનજીમ વાળા ગેર અને યાંત્રિક માળખા બનીને તૈયાર થઈ ગયા છે. જેના પર હવે થોડા સમયમાં ફાઈનલ સ્લોટ/પ્લેટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad municipal corporation AMC rotary parking pilot project parking facilities ratanpol ]
16 Oct 2026
Postsઅમદાવાદમાં નકલી મોબાઈલ વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું, ગીતામંદિર અને કાલુપુરના 14 વેપારીઓ સામે કાર્યવાહી! • ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન નજીકના મોબાઈલ માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીના લોગોવાળા નકલી મોબાઈલ ફોન વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. • લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-6ની ટીમે દરોડા પાડીને કાલુપુર અને ગીતામંદિરના કુલ 14 વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. • પોલીસને મળેલી બાતમીના આધારે ગીતામંદિર મોબાઈલ માર્કેટની દુકાનો અને ગોડાઉનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. • તપાસ દરમિયાન સેમસંગ, નોકિયા અને જીયો કંપનીના લોગોવાળા 1,034 નકલી મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર અને બેટરી સહિત કુલ આશરે ₹7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં ફોનનું મૂલ્ય આશરે ₹6.61 લાખ છે. • પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે ગીતામંદિર માર્કેટના 6 રિટેલ વેપારીઓ કાલુપુર રિલીફ રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના હોલસેલ વેપારીઓ પાસેથી બિલ વગર નકલી ફોનનો જથ્થો ખરીદતા હતા અને તેને અસલી બ્રાન્ડેડ ફોન તરીકે ગ્રાહકોને વેચતા હતા. • સેમસંગ કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા ચકાસણી કરાવતાં તમામ ફોન નકલી હોવાનું તેમજ કંપનીની મંજૂરી વગર ટ્રેડમાર્ક અને લોગોનો દુરુપયોગ થતો હોવાનું સ્પષ્ટ થયું હતું. • કાગડાપીઠ પોલીસે આ મામલે ટ્રેડમાર્ક્સ એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kalupur Geeta mandir phone market fake Duplicate Phones Seizes Traders wholesale Retailers ]
16 Oct 2026
Postsમેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: કોર્ટે મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા ફટકારી! • ઉત્તર પ્રદેશના મેરઠમાં દેશભરમાં સનસનાટી મચાવનારા ‘બ્લુ ડ્રમ’ હત્યાકાંડમાં 14 ઓક્ટોબર બુધવારે મોટો ચુકાદો આવ્યો છે. • મેરઠ જિલ્લા અને સત્ર અદાલતના ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂતની હત્યાના કેસમાં તેમની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને ફાંસીની સજા સંભળાવી છે. • કોર્ટે બંને આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) હેઠળ હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફટકારી છે. સાથે જ ₹50,000નો દંડ પણ નાખ્યો છે. • પુરાવા છુપાવવાના ગુના માટે વધુ ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યાયાધીશે ચુકાદો સંભળાવતી વખતે મહાભારતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “દંડ પણ ધર્મ છે.” કોર્ટે આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ કેટેગરીમાં મૂક્યો હતો. ટ્રાયલ અને ચુકાદો: - આ કેસમાં 13 મહિના સુધી ટ્રાયલ ચાલ્યું. કુલ 126 સુનાવણીઓ થઈ અને 22 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2026ના રોજ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ 14 ઓક્ટોબરે સજા સંભળાવવામાં આવી. - ફાંસીની સજા અમલમાં આવે તે પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટની પુષ્ટિ જરૂરી છે. આરોપીઓ હાઇકોર્ટમાં અપીલ પણ કરી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Meerut Blur Drum Murder Case Death Sentence Penalty Merchant Navy Officer ]
15 Oct 2026
Reelsપીરાણામાંથી ઝડપાયો 2000 કિલો નકલી સોસ! • પીરાણા ખાતે આવેલ MJ ફૂડ નામની ફેક્ટરીમાં ટોમેટો કેચપના નામે ખિલવાડ! સ્ટાર્ચ અને એસિડિક એસિડથી બટાકાની ગ્રેવીમાં કલર નાખી નકલી સોસ બનાવાતો હતો. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને માર્કેટમાં એક પ્લાસ્ટિકનો પાંચ કિલોનો શંકાસ્પદ કેચઅપનો જથ્થો મળી આવ્યો હતો, જેના પેકિંગના આધારે AMC ફૂડ વિભાગે આ નકલી કેચઅપ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. • છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફેક્ટરી ચાલી રહી હોવાનું AMC ના ધ્યાને આવ્યું છે. • દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 2000 કિલો અખાદ્ય કેચઅપનો જથ્થો મળી આવ્યો હતો. • ફેક્ટરીમાં લગાવવામાં આવેલું FSSAI લાઇસન્સ પણ બનાવટી હોવાનું સામે આવ્યું છે. • હાલ AMC દ્વારા આ તમામ જથ્થાને સીલ કરી FSL તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. • FSL રિપોર્ટ બાદ જરૂરી વધુ કાર્યવાહી કરવામાં આવશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Food safety ahemdabad food safety department AMC ahmedabad Municipal corporation food safety red ]
15 Oct 2026
Postsજપ્ત લારી-ગલ્લા છોડાવવા હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે! • AMC એ શહેરના જાહેર રોડ પરના જપ્ત કરાયેલા લારી, ગલ્લા અને અન્ય સામાન છોડાવવાના વહીવટી ચાર્જમાં નોંધપાત્ર વધારો કર્યો છે. • ટાઉન પ્લાનિંગ કમિટીએ આ અંગેનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે, જેમાં 2003થી અપરિવર્તિત રહેલા દરોમાં આશરે બે થી પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે. • એસ્ટેટ વિભાગ દ્વારા રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી-ગલ્લા, હેન્ડકાર્ટ, પાથરણાં અને અન્ય સામાન જપ્ત કરવામાં આવે છે. • હવે આ સામાન પરત મેળવવા માટે ફેરિયાઓ અને વેપારીઓને વધુ ચાર્જ ચૂકવવો પડશે. • ખાદ્ય પદાર્થો (ફળ-શાકભાજી વગેરે) જપ્ત નહીં કરાય અને માલિકને તરત જ પરત આપવામાં આવશે. • જપ્ત સામાન સામાન્ય રીતે 90 દિવસ સુધી છોડવામાં નહીં આવે તો ત્યારબાદ સ્ટોરેજ ચાર્જ વસૂલાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Increase Charges Seizes Lorries Stalls Enchroachment Fees ]
15 Oct 2026
Postsશહેરમાં મેટ્રો નવરાત્રી દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે, ₹50ની સ્પેશિયલ ટિકિટ માન્ય રહેશે! • નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા રમીને મોડી રાતે ઘરે પરત ફરતા ખેલૈયાઓ અને અન્ય મુસાફરોની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાનો સમય લંબાવ્યો છે. • મેટ્રો ટ્રેનો હવે 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 સુધી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે. • સામાન્ય દિવસોમાં મેટ્રો સવારે 6:20થી રાત્રે 11:00 સુધી કાર્યરત રહે છે. • નવરાત્રીના આ વિશેષ સમયગાળા દરમિયાન સેવા વધારીને મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રૂટ મુજબની વિગતો અને છેલ્લી ટ્રેનના સમય: - વસ્ત્રાલ ગામ–થલતેજ ગામ કોરિડોર: દર 30 મિનિટે ટ્રેન. વસ્ત્રાલ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 2:00 વાગ્યે અને થલતેજ ગામથી 2:12 વાગ્યે ઉપડશે. - APMC–કોટેશ્વર રોડ કોરિડોર: દર 30 મિનિટે ટ્રેન. APMCથી છેલ્લી ટ્રેન 2:14 વાગ્યે અને કોટેશ્વર રોડથી 2:07 વાગ્યે ઉપડશે. - APMC–સેક્ટર 1 (ગાંધીનગર) કોરિડોર: દર 60 મિનિટે ટ્રેન. APMCથી છેલ્લી ટ્રેન 12:44 વાગ્યે અને સેક્ટર 1થી 12:38 વાગ્યે ઉપડશે. • લંબાવેલા સમય (રાત્રે 11 વાગ્યા પછી) દરમિયાન મુસાફરી કરવા માટે ફક્ત ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. • આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશન પર મળશે અને એક વ્યક્તિની એક જ સફર માટે જ ઉપયોગી છે. સામાન્ય સ્માર્ટ કાર્ડ કે અન્ય ટિકિટ આ સમયમાં માન્ય નથી. • અમદાવાદ અને ગાંધીનગરના ખેલૈયાઓને મોડી રાતે ઘરે પરત ફરવામાં મોટી સુવિધા મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Metro Navratri Late Night metro Services Special Ticket GMRC Extended Hours ]
Reels💜 The celebrations began before Navratri with AAHVAN – The Purple Tradition! ✨ An evening filled with vibrant energy, festive vibes, and a glimpse of the magic that awaits this Navratri. The perfect beginning to a season of music, dance, and unforgettable memories. 💫 #AAHVAN #ThePurpleTradition #Navratri #Garba #Ahmedabad
14 Oct 2026
Reelsગટરમાં ખાબકેલી 10 વર્ષની બાળકીની 4 દિવસ થયા છતાં ભાળ નહી! • 10 ઓક્ટબરે બપોરના ત્રણ વાગ્યા આસપાસ પીરાણા રોડ પર 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. • બાળકીનો પરિવાર રિક્ષામાંથી ઉતર્યો હતો અને બાળકીના માતા ભાડું આપી રહ્યા હતા એ દરમિયાન રોડની તરફ બાજુમાં આવેલ ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકીનો પગ લપસ્યો હતો. • 10 ઓક્ટોબરથી આજ સુધી રેસ્ક્યુ ઓપરેશન અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ બાળકીની ભાળ મળી નથી. • હાલ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમજ તરત બાજુમાં આવેલ સાબરમતી નદીમાં પણ 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે અને થોડી થોડી વારમાં કિનારા તરફ પણ તપાસ કરવામાં આવે છે. • ફાયર ઓફીસરે જણાવ્યા મુજબ ડ્રેનેજ લાઈનમાં ખુલ્લા સળિયા હોવાથી ત્યાં પણ ફસાઈ ગયા હોવાની શક્યતા છે પરંતુ બીજી તરફ ફોર્સ વધારે છે એટલે એવું ન પણ થયું હોય એટલે તમામ રીતે હાલ તપાસ તેમજ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Narol pirana drainage line AMC ahmedabad Fire department fire brigade rescue operation ]
14 Oct 2026
Postsશિક્ષક દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી ₹21.50 લાખ પડાવ્યા! • બોડકદેવમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતીને ટાર્ગેટ કરીને ગઠિયાઓએ બેંક ખાતામાંથી કરોડો ₹21.50 લાખ પડાવ્યા હતા. • બોડકદેવની મધુવન સોસાયટીમાં પત્ની સાથે રહેતા કાંતિભાઈ ઠક્કર અને તેમના પત્ની નિવૃત્ત શિક્ષકો છે. • ગત 6 ઑક્ટોબરે કાંતિભાઈ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. સામેની વ્યક્તિ સરકારી કચેરીમાં બેઠી હોય તેવું લાગતું હતું. તેણે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની આપી હતી. • ગઠિયાઓએ તેમના આધારકાર્ડથી કેનેરા બેંકમાં એક ખાતું ખોલવામાં આવ્યું છે અને આ ખાતા મારફતે મની લૉન્ડરિંગ તથા દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સંગઠનને રૂપિયા ટ્રાન્સફર કરાયા છે એમ કહીને તેણે કાંતિભાઈને સુપ્રીમ કોર્ટના લોગોવાળો એક પત્ર મોકલી આપ્યો હતો. • ગઠિયાએ તેમને વીડિયો કૉલ પર EDના અધિકારી સાથે વાત કરવાનું કહી અન્ય એક વ્યક્તિ સાથે વાત કરાવી હતી. તેણે પણ કાંતિભાઈને મની લૉન્ડરિંગના કેસમાં ધરપકડ કરવાની ધમકી આપી હતી. • કાંતિભાઈ સંપૂર્ણપણે ગઠિયાઓના કહ્યામાં આવી જતાં તેમણે ખાતામાં રહેલા પૈસા તપાસ માટે અન્ય એક ખાતામાં જમા કરાવવા જણાવ્યું. • ડરી ગયેલા કાંતિભાઈએ ₹21.50 લાખ સંબંધિત ખાતામાં જમા કરાવ્યા હતા. • ગઠિયાઓએ તપાસ બાદ આ પૈસા પરત આપવાની વાત કરી હતી. જોકે, પૈસા પરત આવ્યા નહોતા અને કહેવાતા અધિકારીઓએ ફોન બંધ કરી દીધા હતા. આથી નિવૃત્ત શિક્ષકે આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bodakdev Retired Teacher Digital Arrest Cyber Fraud ]
14 Oct 2026
Posts10 મેટ્રો સ્ટેશન નજીક પે-એન્ડ-પાર્કની સુવિધા શરૂ કરાશે! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેટ્રો સ્ટેશનો નજીક આવેલા 10 પ્લોટમાં હવે પે-એન્ડ-પાર્ક સુવિધા શરૂ કરશે. • નવા પાર્કિંગ પ્લોટ શરૂ થવાથી મેટ્રો સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને પ્રવાસીઓ પોતાના વાહનો સુરક્ષિત રીતે પાર્ક કરી સુગમ મુસાફરી કરી શકશે. • નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ, એસ.પી. સ્ટેડિયમ અને રામોલ વિસ્તારનાં મેટ્રો સ્ટેશનો નજીક પાર્કિંગ પ્લોટની ફાળવણી કરાશે. • આગામી દિવસોમાં પાર્કિંગ માટે ચાર્જ નક્કી કરાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Parking Plot Near Metro Station Pay and Park Facilities ]
14 Oct 2026
Reelsનવરાત્રીમાં SOG એકશનમાં, ડ્રગ્સ ચેકીંગ ચાલુ. • સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા અમદાવાદમાં નવરાત્રી દરમિયાન નશાકીય દૂષણ ડામવા માટે સઘન તપાસ કરાઈ રહી છે. • પોલીસ મોડી રાત્રે ગરબા માટે જતા લોકોમાં શંકાસ્પદ લાખતા લોકોને અટકાવીને તપાસ કરશે. • જો કોઈ પ્રકારે નશાકીય પદાર્થનું સેવન કર્યું હશે તો તે જાણવા ખાસ સ્લાઇવા કીટથી સ્થળ પર જ ચેકીંગ કરવામાં આવશે. • સ્લાઇવા કીટમાં તપાસતા જ તરત જો ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હશે તો તે ઝડપાઇ જશે. • સ્લાઇવા કીટ મારફતે કયું ડ્રગ્સ લેવામાં આવ્યું છે, કેટલી માત્રામાં સેવન કર્યું છે તે સહિતની તમામ વિગતો મળી જશે. • તહેવાર ટાણે નશાના દૂષણને ડામવા SOG અને અમદાવાદ શહેર પોલીસ સતત તપાસ કરી રહી છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Navratri SOG police drugs checking drive ahmedabad police special operation group drugs Saliva]
14 Oct 2026
Postsનવરાત્રિના તહેવાર દરમિયાન સરળ વાહનવ્યવહાર માટે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં 10 જગ્યાએ વોચ ટાવર ઊભા કરાયા! • 8 ફૂટ ઊંચા ટાવર પર બેસી ટ્રાફિક જવાનો લાઉડસ્પીકરથી ચાલકોનું ધ્યાન દોરી જરૂરી નિયમન કરાવશે. • શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને ખાસ કરીને પશ્ચિમ ભાગમાં વાહનોનું ભારણ વધુ રહેતું હોવાથી ચાર રસ્તાઓને ધ્યાનમાં રાખીને કુલ 8 વોચ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે. • આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં પણ ટ્રાફિક સંચાલન માટે 2 વોચ ટાવર ઊભા કરાયા છે. • હેલમેટ ચાર રસ્તા, કર્ણાવતી ક્લબ નજીક, સિંધુભવન પાસે બોડકદેવ, તાજ હોટલ સર્કલ, ઈસ્કોન ચાર રસ્તા જ્યારે પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, નારોલ જેવા વિસ્તારોમાં વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. • હાલમાં આ પ્રાયોગિક આયોજન ફક્ત નવરાત્રિ પૂરતું સીમિત છે અને ત્યારબાદ પરિણામોને આધારે તેનો ઉપયોગ આગામી તહેવારોમાં ચાલુ રાખવો કે નહીં તેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. • વોચ ટાવર પરથી સરળતાથી ટ્રાફિક નિયમન તેમજ ઊંચાઈ ઉપરથી માઈક દ્વારા ટ્રાફિકકર્મી ટ્રાફિકનું નિયમન કરાવી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Navratri Traffic Control Watch Tower Junction ]
14 Oct 2026
Postsસાયબર રક્ષિકા અભિયાન અંતર્ગત અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓના ફોટા વિડિયો સાથે ચેડા કરતાં 8 ને ઝડપ્યા. • અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આ આરોપીઓમાં એક મહિલા તેમજ સગીર નો પણ સમાવેશ થાય છે આ તમામ લોકો રાજ્યભરમાં અલગ અલગ જગ્યામાં રહે છે. • આરોપીઓ મહિલાઓના ફોટા વિડિયો સાથે ચેડા કરતા હતા તેમજ અલગ અલગ જગ્યાએ વાયરલ કરતા હતા. • અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે આવા લોકોને ઝડપી પાડવા અભિયાન શરૂ કર્યું છે. • સતત વધતા જતા ડિજિટલ યુગમાં સાયબર બુલિંગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, મહિલાઓને માનસિક હેરાન કરવા તેમજ ક્યારેક ખરાબ ફોટા વિડીયો બનાવી ટોર્ચર કરી પૈસાની પણ માંગણી કરવામાં આવે છે આવી ઘટનાઓ બાદ સાયબર ક્રાઇમ એક્ટિવ થયું છે. • નવરાત્રી દરમિયાન પણ આ જ પ્રકારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ આવા તમામ મહિલા સુરક્ષા ને લગતા સાયબર ગુના ઉપર ચાંપતી નજર રાખશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad Cyber Crime Branch Ahmedabad Cyber bullying Cyber fraud women safety ]
13 Oct 2026
Postsજમાલપુર પગથિયા પાસે AMTS ડ્રાઈવર નશાની હાલતમાં પકડાયો! • 12 ઓક્ટોબર 2029, રવિવારના રોજ અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે AMTSની રૂટ નંબર 143ની શટલ બસના ડ્રાઈવર સુરેશ રાજપૂત દારૂના નશાની હાલતમાં બસ ચલાવતા પકડાયા હતા. • તેણે નશામાં બસ હંકારીને પદયાત્રીઓ સાથે અથડામણ કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી ઈજા થઈ નહોતી. • સ્થાનિક લોકો ડ્રાઈવરને પકડીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન સોંપ્યો હતો. AMTSના અધિકારીઓએ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની પુષ્ટિ કરી છે. • ડ્રાઈવર સુરેશ રાજપૂતને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે. • બસ સંચાલન કરતી એજન્સી અરહમને ₹૫૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. • આ ઘટના બાદ AMTSના તમામ બસ ડેપોમાં ડ્રાઈવરોને રૂટ પર મોકલતા પહેલાં ફરજિયાત બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. • છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજો કિસ્સો છે જેમાં AMTS ડ્રાઈવર નશાની હાલતમાં પકડાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Jamalpur Pagathiya AMTS Bus Driver Drunk Driving Gaekwad Police Station Arham Agency Fined ]
13 Oct 2026
Postsદિવાળી સુધી UPI પર નહીં લાગે MDR ચાર્જ, NPCIએ 15 ઓક્ટોબરથી લાગુ થનારા નિયમને મુલતવી રાખ્યો, નવી તારીખ જાહેર થશે. • અગાઉ આ નવા નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાના હતા, પરંતુ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને UPI અને સર્વિસિસ સ્ટીયરિંગ કમિટીએ તેને દિવાળી પછી તરત જ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. • નવી ચોક્કસ તારીખ બાદમાં અલગથી જાહેર કરવામાં આવશે. • ₹2,000થી વધુના Person-to-Merchant (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર ૦.૪% MDR ચાર્જ લાગવાનો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ UPI MDR Charges Postponed NPCI Festive Season]
13 Oct 2026
Reelsસોલાર પેનલનો angle તેની performance માટે ખૂબ જ મહત્વનો છે. ☀️ યોગ્ય tilt અને positioningથી sunlightનો વધુ સારો ઉપયોગ થઈ શકે છે. એટલે installation પહેલાં તમારા roof માટે proper assessment જરૂરી છે. @saysolar.in સાથે યોગ્ય Solar Solution માટે આજે જ સંપર્ક કરો. 📞 95102 15816 #Solar #SolarEnergy #Ahmedabad #GreenEnergy #SaySolar
13 Oct 2026
Postsઅમદાવાદમાં પહેલા નોરતાથી જ AMCનું સઘન ફૂડ ચેકિંગ! • શહેરના 15 જેટલા ગરબા સ્થળો પર કુલ 148 ફૂડ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય હેતુ ખેલૈયાઓ અને નાગરિકોને સ્વચ્છ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. • તપાસ દરમિયાન 41 ફૂડ સ્ટોલ પાસે જરૂરી FSSAI રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. જોકે AMCએ તેમને સ્થળ પર જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવીને પ્રમાણપત્ર આપ્યા અને વેચાણ ચાલુ રાખવા દીધું. • આ ઉપરાંત 41 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૩૫ પર સ્થળ પર જ TPC મશીન દ્વારા પ્રાથમિક ટેસ્ટ કરાયા હતા. • બધા નમૂના નિર્ધારિત માપદંડ મુજબ સલામત જણાયા હતા, તેથી કોઈ સ્ટોલ સામે ગુણવત્તા અંગેની કાર્યવાહી કરવામાં આવી નહોતી. • AMC દ્વારા નવરાત્રી દરમિયાન સતત ફૂડ સેફ્ટીને લઈને તપાસ ચાલુ રાખવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Food Safety Checking FSSAI Registration Garba Venues Good Stalls Health Food Department ]
13 Oct 2026
Postsસ્ટ્રીટલાઇટો ઢંકાઇ જતી હોવાથી વૃક્ષોનું ટ્રીમિંગ કરવા આદેશ કરાયો! • શહેરના રોડ-ફૂટપાથ ઉપર રોપવામાં આવેલાં વૃક્ષો ઘટાદાર બની વધી જાય ત્યાં સુધી બગીચા ખાતા દ્વારા તેનું નિયમિત ટ્રીમિંગ થતુ નથી અને તેના કારણે રોડ ઉપર અજવાળા પાથરવા લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ ઢંકાઇ જતાં અંધારૂ છવાઇ જવાની ફરિયાદો રિક્રિએશન કમિટીમાં ભાજપના કોર્પોરેટરોએ કરી હતી. • ત્યારે પણ ટ્રીમિંગની કામગીરી કરવામાં આવી રહી છે તેનો અર્થ એવો થાય કે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત ટ્રીમિંગની કામગીરી થઇ નથી તેવો આક્ષેપ રિક્રિએશન કમિટી બાદ ભાજપના કોર્પોરેટરોએ કર્યો હતો. • અનેક આંતરિક રોડની સ્ટ્રીટ લાઇટો ઢંકાઇ ગઇ છે અને અજવાળાને બદલે અંધારૂ પથરાય છે, આ બાબતે રિક્રિએશન કમિટીમાં ફરિયાદો કરાતા, ચેરમેન જિતેન્દ્રભાઇએ બગીચા ખાતાના અધિકારીઓને તકેદારી રાખવા અને ટ્રીમિંગની કામગીરી યોગ્ય રીતે કરાવવા સૂચના આપી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Municipal Corporation Tree Trimming Monsoon Pre Monsoon Plan ]
12 Oct 2026
Postsશહેરમાં નવરાત્રી દરમિયાન ફૂલોના ભાવમાં 50થી 100% વધારો થયો! • હાલ ફૂલોની માંગ વધતા અને નવરાત્રી પહેલા પડેલા વરસાદના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા ફૂલોની આવક પર અસર થતા ભાવ વધ્યા છે. • સામાન્ય દિવસોમાં ₹40 પ્રતિ કિલો વેચાતા ગલગોટા હાલ હોલસેલમાં ₹100 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. • ગલગોટા સહિતના ફૂલોના હોલસેલ ભાવમાં પણ વધારો થયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Jamalpur Flower Market Price Increase Wholesale ]
12 Oct 2026
Reelsઅમદાવાદમાં બની રહેલા મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ! AMC દ્વારા સતત સ્પોર્ટ્સ ઇન્ફ્રાનું ડેવલપમેન્ટ. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નારણપુરા અને વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાદ અન્ય મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. • આગામી વર્ષોમાં કોમનવેલ્થ ગેમ્સ, ઓલમ્પિક ગેમ્સની યજમાની ભારત અને અમદાવાદના શિરે હોય મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રા સત્તત વધારવામાં આવી રહ્યું છે. • હાલ પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ચાર ચાર જેટલા મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ હેઠળ છે. • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની જતા આસપાસના નાગરિકોને રમતગમત તેમજ વિવિધ એક્ટિવિટી માટે પોતાના ઘરની નજીક જ સારું સ્પોર્ટ્સ ઇન્ફ્રા મળી રહેશે. • આ બની રહેલા તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2027 વર્ષ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sports complex ahemdabad municipal corporation common wealth in ahmedabad CWG2030 ahmedabad sports infr
12 Oct 2026
Reels💜 The celebrations began before Navratri with AAHVAN – The Purple Tradition! ✨ An evening filled with vibrant energy, festive vibes, and a glimpse of the magic that awaits this Navratri. The perfect beginning to a season of music, dance, and unforgettable memories. 💫 #AAHVAN #ThePurpleTradition #Navratri #Garba #Ahmedabad
11 Oct 2026
Postsશહેરમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસ તૈનાત, ટ્રાફિકમાંથી રાહત મળે તેવું આયોજન! • 49 જેટલી She team મહિલાઓની સુરક્ષાને લઈ તમામ રીતે તૈયાર. • નવરાત્રીમાં મોડી રાત્રે પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ન પડે અને સુરક્ષા જળવાઈ તે માટે શહેર પોલીસ દ્વારા આયોજન કરાયું છે. • SG હાઇવે અને SP રિંગ રોડ પરના તમામ જંકશન પર રાત્રે 3 વાગ્યા સુધી પોલીસ હાજર રહેશે. • એસ. જી. હાઇવે પર YMCA થી કર્ણાવતી ક્લબ તરફનો રોડ આજે પ્રથમ નવરાત્રિની રાત્રે આ રોડ વાહન-વ્યવહાર માટે શરૂ કરી દેવાશે. • શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહન ઉપર પ્રતિબંધ છે, પરંતુ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ શહેરમાં ભારે વાહનો ઉપર રાત્રે 10:00 વાગ્યાની જગ્યાએ બે વાગ્યા સુધી પ્રતિબંધ રાખવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Police SHE Team Navratri Women's Safety SP Ring Road SG Highway Heavy Vehicle Ban ]
11 Oct 2026
Reelsનારોલ પીરાણા રોડ પર 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી. • પીરાણા નજીક ગણેશ નગર છાપરામાં રહેતા એક પરિવારની દસ વર્ષની દીકરી જેને આંખેથી જોવામાં તકલીફ હતી તે તેની માતા સાથે પીરાણા રોડ પર રિક્ષામાંથી ઉતરી હતી એ દરમિયાન રોડની તરત બાજુમાં આવેલ ખુલ્લી ગટરમાં પગ લપસી જતા અંદર ગરકાવ થઈ હતી. • બપોરે ત્રણ વાગે આસપાસ આ ઘટના બની હતી અને ચાર વાગે ફાયર બ્રિગેડને રેસ્ક્યૂ કોલ મળ્યો હતો. • છેલ્લા કેટલાક કલાકો થી બહાર વિભાગ દ્વારા સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની ભાળ મળી નથી. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gutter chamber ahmedabad municipal corporation ahmedabad Fire rescue operation ahmedabad ]
10 Oct 2026
Reelsજ્ઞાનેશકુમાર અને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન બાબતે અમદાવાદ શહેરમાં તેની અસર જોવા મળી, જુઓ અમદાવાદમાં કેવા પ્રકારનો માહોલ રહ્યો?! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gyanesh kumar Delhi CJP narendra modi protest police detain]
10 Oct 2026
Reelsपर हम तो चाय पीने आए थे सर!!! પ્રોટેસ્ટ સાઇટ પર દેખાયાને પોલીસે ભરી લીધા! MJ લાઇબ્રેરી પોલીસ પ્રોએક્ટિવ મોડમાં, અમદાવાદમાં જ્ઞાનેશકુમાર બાબતે થઈ રહેલ પ્રોટેસ્ટના દ્રશ્યો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gyanesh kumar Delhi CJP narendra modi protest police detain]
10 Oct 2026
Reelsઅમદાવાદમાં ગ્યાનેશ કુમારને લઈને વિરોધ પ્રદર્શનના દ્રશ્યો! પ્રદર્શન થાય એ પહેલા આજે પોલીસ કર્મચારીઓએ પ્રદર્શનકારીઓને ડિટેઇન કરી લીધા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gyanesh kumar Delhi CJP narendra modi protest police detain]
10 Oct 2026
ReelsProtest scene from Ahmedabad, Police detained all protesters from Ellis bridge area! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Police Gyanesh kumar police detain protest Ahmedabad]
10 Oct 2026
Reelsગ્યાનેશ કુમારના રાજીનામા સાથે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન, ઘણા બધા પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરાયા! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gyanesh kumar Ahmedabad protest police detained]
10 Oct 2026
Postsદિલ્હીમાં જ્ઞાનેશકુમારને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનની અસર અમદાવાદમાં જોવા મળે તેવી શક્યતાંને જોતા આજે સાંજે પહેલેથી જ પોલીસ એલર્ટ થઈ, MJ લાઇબ્રેરી, એલિસબ્રીજ પાસે ભારે માત્રામાં પોલીસનો બંદોબસ્ત. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [CJP protest Ahmedabad Gyanesh kumar police MJ library]
10 Oct 2026
ReelsThis Navratri & Diwali, give your home a festive makeover! ✨🏡 Enjoy FLAT 30% OFF on bedsheets & bedding and FLAT 35% OFF on furnishing fabrics at Cottonyard Furnishings. 🛍️ Make your festive celebrations extra special with beautiful home furnishings. Hurry, these offers are valid only till 8th November! 🎉 📍 CottonYard House, Opp. Mahatma Gandhi International School, Maharashtra Society, Ellisbridge, Ahmedabad 📞 63521 11134 #CottonyardFurnishings #FestiveOffers #Navratri #DiwaliShopping #HomeFurnishing
10 Oct 2026
Postsઅભિજીત દીપક, સૌરભ અને આશુતોષને ફ્લાઈટમાંથી ઉતરે પહેલા જ પોલીસે કસ્ટડીમાં લીધા! • દિલ્હીમાં જંતર મંતર ખાતે આવી રહેલા કોક્રોજ જનતા પાર્ટીના મુખ્ય ત્રણ ચહેરાઓને પોલીસે એરપોર્ટમાં ફ્લાઇટ પરથી નીચે ઉતરે પહેલા જ ફ્લાઈટમાં અંદર જઈ કસ્ટડીમાં લીધા. • દિલ્હી પોલીસ મુજબ કોકરોચ જનતા પાર્ટીને પ્રદર્શન કરવાની પરવાનગી મળી નથી અને બી એન એસ 163 લાગુ હોય ચારથી વધારે લોકો ભેગા થવા પર પણ પ્રતિબંધ છે જેથી તેઓની અટકાયત. • અટકાયત સમયે અભિજીત દીપકેએ વિડીયો બનાવી કહ્યું, હું અરેસ્ટ થવા જ આવ્યો હતો! • અભિજીત દીપકે સહિત CJP ના 500 થી વધારે સમર્થકોને પોલીસ અત્યાર સુધી કસ્ટડીમાં લીધા છે. • આ પહેલા યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ પોલીસે અટકાયતમાં લીધા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CJP protests jantar mantar Delhi police flight detained dipke detained dhruv rathee detained Saurabh Das Ashutosh ranka protests call ]
10 Oct 2026
Postsધ્રુવ રાઠી પોલીસ હીરાસતમાં, આંદોલન સાઇટ ઉપર જાય એ પહેલા જ કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પોલીસના રડારમાં! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Cjp protest gyanesh kumar Dhruv raathe]
10 Oct 2026
Postsદેશમાં ફરી એક મોટું આંદોલન પણ આંદોલન પેહલા જ સરકાર, સુરક્ષા તંત્ર સજ્જ! દિલ્હીમાં ભારે કિલ્લેબંધી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Cjp genz gyanesh kumar protest Delhi dhruv Rathee]
10 Oct 2026
ReelsBehind every grand celebration, there’s a story of hard work, teamwork & countless little moments. 💜✨ A little glimpse behind the magic of AAHVAN NAVRATRI 2026 🎥🔥 The magic begins before the music. 💜 📍 Aahvan Experience Ground, Bhadaj, Ahmedabad 📅 10th–19th October #aahvan #aahvannavratri #navratri2026 #bts #behindthescenes garba gujarat
9 Oct 2026
ReelsPrivacy begins before your front door. Discover Orium Antaara’s ultra-luxury 3 & 4 BHK residences with only two families per floor, private lift access and an exclusive foyer. Expansive landscaped spaces and ground-to-terrace amenities enrich everyday living, with lifetime project maintenance managed by the developer. For More Information: +91 99133 65733 📍 Near Vaishnodevi Circle, Ahmedabad Book your site visit today.
9 Oct 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અઘરો નિર્ણય! એડવર્ટાઈઝમેન્ટ ઢંકાઈને માટે ત્રણ ફૂટના છોડ વાવશે! • અમદાવાદ શહેરમાં વારે ઘડીએ વૃક્ષો એડવર્ટાઇઝમેન્ટ હોડિંગ્સને નડતરરૂપ હોવાથી એજન્સીઓ દ્વારા કાપી નાખવાની ઘટનાઓ સામે આવતી હતી. • હવે આ તમામ ઘટનાઓને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વાવવામાં આવતા નવા વૃક્ષો જો એડવર્ટાઇઝમેન્ટ હોર્ડિંગ્સની સામે હોય તો તેવા વૃક્ષો વાવવા જે ત્રણ ફૂટ સુધી જ ઊંચાઈ ધરાવતા હોય. • અને આ કામગીરી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તેમજ ગાર્ડન વિભાગને સંકલન સાધવા પણ જરૂરી માર્ગદર્શન અપાયું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Municipal Corporation Garden Department Tree Trimming Advertisement Hoardings Boards ]
9 Oct 2026
Postsઅયોધ્યામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ₹80.25 કરોડનું યાત્રી નિવાસ બનશે! • યોધ્યામાં નિર્માણાધીન નવી ટાઉનશિપમાં ગુજરાત સરકાર દ્વારા ₹80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘યાત્રી નિવાસ’નું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. • 6,929.28 ચોરસ મીટર જમીન પર આ સુવિધા વિકસાવવામાં આવશે. • યાત્રી નિવાસમાં વિવિધ પ્રકારના સુસજ્જ રૂમ્સમાં કુલ 308 બેડની ક્ષમતા રહેશે. સાથે જ 864 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ હોલ પણ બનાવવામાં આવશે. • આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝિટર લાઉન્જ, સોવેનિયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડિટોરિયમ, મીટિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. • આગામી એક વર્ષમાં આ સુવિધા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ayodhya Gujarat Yatri Niwas Gujarat Bhavan Pilgrim Accommodation ]
9 Oct 2026
Postsનવરાત્રીમાં પાર્ટી પ્લોટ માં વેચાતા ખાદ્ય પદાર્થોમાં FSSAI રજીસ્ટ્રેશન ફરજિયાત. • શહેરમાં સંખ્યાબંધ પાર્ટીપ્લોટમાં ગરબાના આયોજન થતા હોય છે અને પાર્ટી પ્લોટમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કેટલાક સ્ટોલ ધારકો કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન વગર કે ફૂડ સેફ્ટી લાઇસન્સ વગર ધૂમ વેચાણ કરતા હોય છે. • જેને લઈને આ વખતે કોર્પોરેશન દ્વારા પહેલા જ તમામ આયોજકોને જાણ કરવામાં આવી છે કે ફૂડ સ્ટોલ ધરાવતા વેપારીઓએ ફૂડ સેફટી લાઇસન્સ લેવું ફરજિયાત છે. • તહેવારોના સમય હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુ તેમજ ખરાબ ખાદ્ય પદાર્થથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ ન થાય માટે કોર્પોરેશનને લાઇસન્સ ફરજિયાત કર્યું. • એ સિવાય કોર્પોરેશનના અધિકારીઓ ચાલુ નવરાત્રીમાં ફૂડ સ્ટોલની ઓચિંતી મુલાકાત લઈને તપાસ પણ કરશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Food Department FSSAI Navratri Food Stall Registration Food Licence ]
9 Oct 2026
ReelsNot just another Navratri. Aahvan is a feeling. A vibe. An experience. 💜✨ From the first beat to the last garba step — there’s a reason Ahmedabad is waiting for Aahvan. 📍 Aahvan Experience Ground, Bhadaj, Ahmedabad 📅 10th–19th October So… WHY AAHVAN? Come experience it yourself. 💜 #whyaahvan #aahvan #aahvannavratri #navratri #garba ahmedabad garbanights navratri2026
8 Oct 2026
Postsબહેરામપુરાના ડોગ ક્રેમોટોરિયમ 9 મહિનામાં 600 શ્વાન-બિલાડીના અંતિમ સંસ્કાર! • માત્ર અમદાવાદ જ નહીં, રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા સહિતના શહેરો તેમજ જયપુર અને ઉદયપુરથી પણ લોકો પોતાના પાલતુ શ્વાનની અંતિમક્રિયા માટે અહીંયા આવે છે. • AMC દ્વારા જાન્યુઆરીમાં બહેરામપુરા વિસ્તારમાં રાજ્યનું પ્રથમ ડોગ ક્રેમેટોરિયમ શરૂ કરવામાં આવ્યું હતું. • આગામી સમયમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ રિંગ રોડના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે સ્વાન માટે સ્મશાન બનાવવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજન છે. • કોર્પોરેશનની આ સુવિધાથી શહેરના પશુપ્રેમી નાગરિકોને પોતાના પાલતુ શ્વાનને પણ વિધિવત અંતિમ વિધિ મારફતે વિદાય આપવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Municipal Corporation Baherampura Dog Crematorium Pet Owners]
8 Oct 2026
Postsશહેરની 241 ટાંકીમાંથી 95ની જ વર્ષમાં બે વાર સફાઈ થઈ! • AMC હેઠળ શહેરમાં આવેલી કુલ 241 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ટાંકીઓમાંથી માત્ર 95 ટાંકીઓની જ છેલ્લા 6 મહિનામાં સફાઈ થઈ છે. • એટલે કે માત્ર 39.4% ટાંકીઓ નિયમ મુજબ સમયસર સાફ થઈ છે, જ્યારે લગભગ 60% ટાંકીઓ 6 મહિનાના નિયમિત સાયકલમાંથી બહાર રહી ગઈ છે. આ ટાંકીઓ આશરે 80 લાખ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે. • નિયમ અનુસાર દરેક પાણીની ટાંકીની દર 6 મહિને સફાઈ ફરજિયાત છે. પરંતુ 95 ટાંકીઓની સફાઈ 6 મહિનાના ગાળામાં થઈ છે, અન્ય 140 થી વધુ ટાંકીને વર્ષમાં બે વાર નિયમિત સફાઈ થઈ ન હતી જ્યારે 21 ટાંકીઓ 1 વર્ષથી પણ વધુ સમયથી સફાઈ વગરની હોવાનો ઘટસ્ફોટ થયો છે. • અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીમાં સફાઈ દરમિયાન માનવ ખોપડી અને હાડકાં મળી આવવાની ઘટના સામે આવી હતી.આ ટાંકી જાન્યુઆરી 2025 પછી સાફ થઈ ન હતી અને તે આશરે 45 હજાર લોકોને પાણી પૂરું પાડે છે. રહીશોએ છેલ્લા 10 દિવસથી દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ કરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad Water Tank Cleaning Water Distribution Stations ]
8 Oct 2026
Postsઅમદાવાદ પોલીસનું નવરાત્રી અંગે જાહેરનામું, રાત્રે 10 થી ૧૨ વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે! • નવરાત્રી મહોત્સવને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે ઉજવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. • આ જાહેરનામું 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર (નવરાત્રીના નવ દિવસ અને દશેરા) દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં લાગુ રહેશે. • ગરબા, રાસ-દાંડિયા કે અન્ય નવરાત્રી કાર્યક્રમોમાં માઈક સિસ્ટમ, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ માત્ર રાત્રે 12 વાગ્યા સુધી જ કરી શકાશે. • રાત્રે 12 વાગ્યા પછી સાઉન્ડ સિસ્ટમ બંધ કરવી ફરજિયાત છે. • નોઈઝ પોલ્યુશનના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે. • હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા અને કોર્ટની આસપાસના સાયલન્સ ઝોનમાં લાઉડસ્પીકરનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Police Navratri Notification Loudspeaker Rules Garba Organizers ]
8 Oct 2026
Posts🚀 Internship + Job Opportunity at @ahmedabadmedia! We're looking for passionate youngsters from Ahmedabad who know the city well, stay updated on news and current affairs, and are enthusiastic about local digital journalism. If you're curious, creative, and eager to make an impact in the world of digital media, this opportunity is for you! 📍 Location: Ahmedabad 📩 Apply Now: hr@ahmedabadmedia.in Don't miss your chance to be part of Ahmedabad Media! #AhmedabadMedia #WeAreHiring #Internship #JobOpportunity #AhmedabadJobs DigitalJournalism
8 Oct 2026
Postsનાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન: ગોવામાં હૃદયરોગના હુમલાથી અવસાન જ્યેષ્ઠ બોલીવુડ અને મરાઠી અભિનેતા નાના પાટેકર (જન્મ નામ: વિશ્વનાથ પાટેકર)નું ગુરુવાર, 8 ઓક્ટોબર 2026ના રોજ 75 વર્ષની વયે નિધન થયું છે. તેમને ગોવાના ડોના પૌલા સ્થિત તેમના ઘરે બેહોશ અવસ્થામાં મળ્યા હતા. તીવ્ર છાતીનો દુખાવો થયા બાદ મેડિકલ ટીમ પહોંચી હતી. સ્થળ પર જ કાર્ડિયાક મસાજ આપ્યા બાદ તેમને ડોના પૌલાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ લગભગ 45 મિનિટ સુધી CPRના પ્રયાસો કર્યા, પરંતુ તેમને સવારે લગભગ 5:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા. પ્રાથમિક માહિતી અનુસાર કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગનો હુમલો) હતું. આજે પોસ્ટમોર્ટમ પણ થશે. • નાના પાટેકરે 1978માં ‘ગમન’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. ‘પરિંદા’, ‘અંકુશ’, ‘ક્રાંતિવીર’, ‘પ્રહાર’, ‘આગની સાક્ષી’, ‘અબ તક છપ્પન’, ‘વેલકમ’ (ઉદય શેટ્ટી) જેવી ફિલ્મોમાં તેમના તીવ્ર અને અસરકારક અભિનયથી તેઓ ખૂબ જાણીતા થયા. તેમને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 2013માં પદ્મશ્રી મળ્યા હતા. તાજેતરમાં તેઓ ‘વનવાસ’ (2024), ‘હાઉસફુલ 5’ (2025), ‘ઓ’ રોમિયો’ અને અન્ય પ્રોજેક્ટમાં જોવા મળ્યા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nana patekar udaybhai dead cardiac arrest bollywood]
8 Oct 2026
Reels✨Rooted in tradition. Made for unforgettable nights. Ready for AAHVAN. 💜 Where every look tells a story, and every night becomes unforgettable. This is the Purple Tradition. 💜 #Aahvan #ThePurpleTradition #Navratri #Garba #Ahmedabad Navratri2026 GarbaNights PurpleTradition
7 Oct 2026
Posts37 દિવસના બાળકનું અપહરણ, 38 કલાકના પોલીસ ઓપરેશન બાદ માતાને સોંપાયું! • ન્યૂ રાણીપના 2 ઓક્ટોબરની વહેલી સવારે અહુલવાડિયા તળાવ નજીક માતા-પિતા વચ્ચે સૂતેલા 37 દિવસના બાળકને એક યુવતી અને તેના બે સગીર સાગરીતો ઊઠાવી ગયા હતા. • સવારે માતા-પિતાની આંખ ખૂલતાં તેમનો બાળક ગાયબ હોવાનું જણાયું હતું. ત્યારબાદ પરિવારજનોએ સાબરમતી પોલીસને જાણ કરી હતી. • પોલીસ કમિશનરે 10 ટીમોની રચના કરી, સમગ્ર શહેરમાં નાકાબંધી કરી રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. • CCTV ફૂટેજની તપાસ દરમિયાન નંબર વગરના એક્ટિવા પર આવેલી એક યુવતી બાળકને ઊઠાવી જતી હોવાનું જણાયું હતું. પોલીસે યુવતીની ઓળખ માટે શહેરભરના CCTV ફૂટેજ તપાસ્યા હતા. • બાળકના અપહરણના 4 કલાક પહેલાં આ જ યુવતી તેના બે સાગરીતો સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકની રેકી કરતી જોવા મળી હતી. • ત્યારબાદ આરોપીઓએ અન્ય સ્થળે બાળકની શોધ શરૂ કરી હતી અને અહુલવાડિયા તળાવ પાસે સૂતેલા બાળકને નિશાન બનાવ્યો હતો. • બાળકનું અપહરણ કર્યા બાદ જીનલ નામની યુવતી અને તેના સાગરીતો બાળકને નોઇડા લઈ જવાના હતા. તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પોલીસનું ચેકિંગ જોઈને પરત ફરી ગયા હતા. • રેલવે અને બસ સ્ટેશન પર પોલીસનું ચેકિંગ ચાલુ હોવાથી તેઓ બાળકને લઈને શહેરની બહાર જઈ શક્યા નહોતા. આશરે 38 કલાક સુધી બાળકને પોતાની સાથે રાખ્યા બાદ આખરે તેને રાણીપ વિસ્તારમાં બિનવારસી હાલતમાં મૂકી દીધું હતું. • બાળક મળી આવ્યા બાદ પોલીસે અપહરણ કરનાર યુવતીની શોધ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ જીનલ ગોવિંદભાઈ પરમાર (ઉં. 21 વર્ષ, રહે. રાણીપ, અમદાવાદ)ને ઝડપી લીધી હતી. • પૂછપરછમાં જીનલે જણાવ્યું હતું કે તે અગાઉ ઝેપ્ટોમાં કામ કરતી હતી. તે સમયે તેનો સંપર્ક નોઇડાના ભાનુ ઉર્ફે ભાવેશ સાથે થયો હતો. • નોકરી છૂટી ગયા બાદ ભાનુએ તેને એકાદ મહિનાના બાળકનું અપહરણ કરી લાવી આપવા માટે રૂપિયા આપવાની ઓફર કરી હતી. પૈસાની લાલચમાં જીનલે અમદાવાદમાં બાળકની રેકી શરૂ કરી હતી. • બાળકને નોઇડા પહોંચાડવાનું હતું અને તેના બદલામાં જીનલ તથા તેના સાગરીતોને ₹10 લાખ મળવાના હતા. • નિઃસંતાન દંપતીઓ માટે આ ગેંગ બાળકનું અપહરણ કરી ચોક્કસ દલાલો મારફતે તેમને વેચાતું હોવાની વિગતો ખૂલી છે. • બાળક નાનું હોવાથી સમાજમાં નિઃસંતાન દંપતીના ઘરે બાળકનો જન્મ થયો હોવાનું દર્શાવી શકાય છે. આ માટે ચોક્કસ રકમ ચૂકવવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadPolice #ahmedabadmedia #crime
Reelsપ્રજા બસ સ્ટેન્ડ પર રાહ જુએ ને AMTS બસ ભાજપની સભામાં... • વડાપ્રધાનના 25 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાની ખુશીમાં ભારતીય જનતા પાર્ટી રિવરફ્રન્ટ પર એક કાર્યક્રમ કરે અને ત્યાં ભીડ ભેગી કરવા માટે આખા અમદાવાદમાંથી AMTS બસમાં લોકોને બેસાડીને લઈ જવામાં આવે. • હવે જે રૂટીન બસ હોય એ પણ આ સ્પેશિયલ ડ્યુટીમાં મુકાઈ એટલે બસ સ્ટેન્ડ પર રાહ જોતા લોકો રાહ જોતા જ રહી ગયા... • ઘણા લોકોની બસ આવી જ નહીં એટલે નોકરી ઉપર અને કોલેજમાં રજા પાડવી પડી, ઘણા લોકો મોડા પહોંચ્યા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMTS bus narendra modi riverfront seva Sankalp people]
7 Oct 2026
Postsરિઝર્વ બેંકે લગભગ ચાર વર્ષ પછી વ્યાજદર 0.25% વધાર્યો! • ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ બુધવારે તેની ત્રણ દિવસીય બેઠકના અંતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. • કમિટીએ સર્વસંમતિથી પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%)નો વધારો કરીને તેને 5.50% કર્યો છે. • આ ફેબ્રુઆરી 2023 પછીનો પહેલો વ્યાજદર વધારો છે. • વ્યાજદર વધતા હોમ લોન, કાર લોન અને અન્ય ફ્લોટિંગ રેટ લોનની EMI વધવાની સંભાવના છે. • RBIએ નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે CPI ફુગાવાનું અનુમાન 5.0%થી વધારીને 5.2% કર્યું છે. • શા માટે આ નિર્ણય લેવાયો? મુખ્ય કારણોમાં: - નબળું ચોમાસું અને એલ નિનોની અસર - પશ્ચિમ એશિયાના તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ $100/બેરલથી ઉપર - રૂપિયાની નબળાઈ અને આયાતી ફુગાવો • ગવર્નર મલહોત્રાએ કહ્યું કે, “નજીકના સમયમાં રેટ કટની સંભાવના નથી. આગળનું પગલું ફક્ત વધારો અથવા પોઝ હોઈ શકે છે.” વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ RBI Repo Rate Hike Inflation Interest Rate Monetary Policy ]
7 Oct 2026
Reels₹1,11,00,000 worth of gifts are waiting for you at AAHVAN NAVRATRI. celebrate. dance. experience the extraordinary. title sponsor: NB Legacy Tower book your passes now from BOOK MY SHOW! and be part of the celebration. #aahvan #aahvannavratri #aahvan2k26 #nblegacytower #titlesponsor
6 Oct 2026
Reelsલો હવે મકરબા રેલ્વે બ્રિજના ડિઝાઇન કન્સલ્ટન્ટને નોટિસ! કોર્પોરેશને DELF કંપની પાસે જવાબ માંગ્યા, આ પ્રકારની ડિઝાઈન બનાવવાથી ભારે અગવડતા પડી છે, લોકો પરેશાન થયા છે. • જ્યારે શરૂઆતમાં આ બાબત સામે આવી હતી ત્યારે અમદાવાદ મીડિયા દ્વારા વેજલપુરના MLA અમિત ઠાકરને સવાલ કર્યા હતા, ત્યારે એમનું કહેવું હતું કે કોઈ બેદરકારી છે નહીં જે લોકોને એન્જિનિયરિંગ સમજમાં નહીં આવે એમને આમાં ખામી દેખાશે. • તો હવે કોર્પોરેશનને જ ખામી દેખાઈ? તો અમિતભાઈ ખોટા છે કે પછી કોર્પોરેશન? એ ખૂબ મોટો પ્રશ્ન થઈ ગયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Makraba railway overbridge amit thakar mla DELF notice]
6 Oct 2026
Reelsનાની shadow પણ Solar Systemની generation ઘટાડી શકે છે. ☀️ Tree, water tank કે nearby buildingની shadingથી performance પર અસર થઈ શકે છે. એટલે solar installation પહેલાં proper roof assessment અને panel placement જરૂરી છે. @saysolar.in સાથે યોગ્ય Solar Solution માટે આજે જ સંપર્ક કરો. 📞 95102 15816 #Solar #SolarEnergy #Ahmedabad #GreenEnergy #SaySolar
6 Oct 2026
Reelswhen the city gets a little more colourful, you know aahvan is near. 💜✨ 🎟️ Book your passes now on BookMyShow! Get ready to groove with Aahvan Navratri 2026. . . . #aahvan2k26 #navratri2026 #garbanight #aahvannavratri #ahmedabadnavratri
5 Oct 2026
Postsપૂર્વ અમદાવાદમાં રિક્ષા ગેંગ બેફામ, નારોલ અને ઇસનપુરમાં 3 પેસેન્જર પાસેથી ₹66,000 ની રોકડ સેરવી લીધી. • શહેરના પૂર્વ વિસ્તારમાં ગીતામંદિર અને કાલુપુર તરફથી આવતા મુસાફરોને નિશાન બનાવતી રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે. • નારોલ અને ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ અલગ-અલગ બનાવોમાં પેસેન્જરો પાસેથી કુલ ₹66 હજારની રોકડ ચોરાઈ છે. • નારોલ પોલીસે બે અને ઇસનપુર પોલીસે એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. -પહેલો બનાવ (11 ઓગસ્ટ, નારોલ): • મૂળ ઉત્તર પ્રદેશના અને નારોલ પદ્માવતીનગરમાં રહેતા અનુપ પ્રજાપતિએ વતન જવા શેઠ પાસેથી ઉપાડેલા પગારના ₹30 હજાર ખિસ્સામાં મૂકી નારોલ સર્કલથી ભમ્મરિયા કૂવા જવા રિક્ષામાં બેઠા હતા. • પાછળ બે વ્યક્તિઓ બેઠા હોવાથી ડ્રાઇવરે તેમને આગળ બેસાડ્યા. ગોકુલેશ પેટ્રોલ પંપ પાસે ભમ્મરિયા નહીં જવાય કહી ઉતારી દીધા બાદ ખિસ્સું તપાસતાં પૈસા ગાયબ મળ્યા. નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. - બીજો બનાવ (8 સપ્ટેમ્બર, નારોલ): • મૂળ બિહારના અને વટવા રહેતા ધીરજકુમાર પગારના ₹20 હજાર લઈને નારોલ સર્કલથી વટવા જવા રિક્ષામાં બેઠા હતા. ડ્રાઇવરે તેમને આગળ બેસાડી વાતોમાં રાખ્યા. • પેટ્રોલ પંપ પાસે રિક્ષા બંધ પડી તેમ કહી 7-8 વાર હેન્ડ પંપ મરાવ્યો. રિક્ષા શરૂ થતાં જ તેમને ઉતારી રિક્ષા હંકારી મૂકી. • પૈસા ચોરાયાની જાણ થતાં નારોલ પોલીસમાં ગુનો નોંધાયો. -ત્રીજો બનાવ (15 ઓગસ્ટ, ઇસનપુર): • સુરેન્દ્રનગરના લીંબડી જીઈબીમાં કેશિયર તરીકે ફરજ બજાવતા વાસુભાઈ પરમાર નારોલ સર્કલથી અમરાઈવાડી જવા રિક્ષામાં બેઠા હતા. • થોડે દૂર જઈ રિક્ષા બંધ પડી ગઈ છે અને ભાડું પણ નથી જોઈતું કહી ડ્રાઇવરે તેમને ઉતારી દીધા હતા. • ખિસ્સામાંથી ₹16,200 ગાયબ થતાં, ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે આ ત્રણેય બનાવોમાં રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Rickshaw Gang Robbery Narol Isanpur Passenger Cash Theft Steals Money ]
Postsનવો બનેલ મકરબા રેલવે ઓવરબ્રિજ! કેપ્સ્યુલથી કામ ન થયું હવે રસ્તો પણ પહોળો કરવો પડશે, અણઘડ આયોજનના લીધે આજુબાજુના લોકો પરેશાન થશે બ્રિજની સાથે ફાટક પણ ખુલ્લું જ રાખવું પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Makraba railway bridge fatak open]
3 Oct 2026
Reels20,000+ IVF journeys. 17 years of experience. ✨ Now, Bliss IVF is in Ahmedabad. Advanced IVF technology. World-class laboratory. Experienced doctors. Skilled embryology team. Patient-centric care. 📅 Grand Opening: 4th October 2026 📍 Majestic Square, Science City Road, Ahmedabad Bliss IVF — 17 years of experience. Now in Ahmedabad. #BlissIVF #IVF #FertilityCare #Ahmedabad #IVFJourney FertilityTreatment
3 Oct 2026
Postsહમામ અલ-હમામી (Hamam Al-Hamami), ઓમાની નાગરિક કો-પાયલટ. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 (દુબઈથી તેલ અવીવ) દરમિયાન, ઓમાની કો-પાયલટ હમામ અલ-હમામીએ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machchhar, મૂળ ગુજરાતના વઢવાણના) પર કોકપિટમાં ક્રેશ એક્સ વડે હુમલો કર્યો હતો. તેણે વિમાનનું નિયંત્રણ લઈને તેને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે. • ગંભીર ઈજા હોવા છતાં કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલ્યો, જેથી ક્રૂ અને મુસાફરો હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા. વિમાન સાઉદી અરેબિયાના તબૂકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરીને સુરક્ષિત ઉતર્યું અને ~૧૭૪ મુસાફરોના જીવ બચી ગયા. હમામ અલ-હમામી અગાઉ ઓમાન એર સાથે જોડાયેલો હતો અને કટ્ટરપંથી વેબસાઇટ્સ જોવાના કારણે ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો છે. તે ફ્લાયદુબઈમાં થોડા મહિના પહેલા જોડાયો હતો. આ એ હજુ વધુ તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fly dubai smit machhar ]
3 Oct 2026
ReelsThe destination for Aahvan 2026 is locked in. Traditional Mandli Garba, authentic beats, and nine nights of grounded energy are taking over the Aahvan Experience Ground. 📌 Stop forwarding ten different live locations at 9 PM. 📍 Destination: Aahvan Experience, Bhadaj Gam Rd, Ahmedabad, Gujarat 382722 🗓 Dates: 10th to 19th October 2026 🎟️ Passes are LIVE — Book yours now! #aahvannavratri #navratri2026 #ahmedabadnavratri #aahvan2k26 #garbanight [Navratri, Garba, Ahmedabad, Early Bird Passes, Aahvan, Mandli Garba, Navratri Nights]
2 Oct 2026
Reelsમહિલા સુરક્ષાને આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટનું આયોજન થયું, મહિલાઓ અને યુવતીઓ દ્વારા દેશમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે મહિલાઓ પર થઈ રહેલ અત્યાચાર અને ભેદભાવ અંગે વિરોધ કરવામાં આવ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Women safety protest gujarat university]
2 Oct 2026
ReelsUPI મુદ્દે અમદાવાદના વેપારી અને બજારોમાં શું ફરક જોવા મળ્યો? 2000₹થી ઉપરના ઑનલાઇન મર્ચન્ટ ટ્રાન્સેક્શન પર 0.4% ચાર્જ કપાઈને વેપારીને મળશે. • આ બાબતે અમદાવાદના ગાંધી રોડ સહિતના વેપારી બજારના અમદાવાદ મીડિયાએ વાત ચીટ કરી. • ઘણા વેપારીઓ સાથેની વાતચીતથી એ જોવા મળ્યું કે અંતે આ ચાર્જનો બોજ ગ્રાહક પર જ આવશે. • ઘણા વેપારીઓએ કહ્યું કે અમારી 1 લાખની વસ્તુમાં સીધા 400 રૂપિયા વધી જાય એટલે અમે આ વધારાના પૈસા શા માટે ભોગવીએ, જે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ કરવું હોય એ આ ચાર્જ અલગથી અમને આપે...! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [UPI Ahmedabad merchant Interview charges on online payment]
2 Oct 2026
ReelsAMDAVAD NI NAVRATRI SHOPPING PENDING? 👀💃🏻 Don’t worry… TARASHA IS HERE! 😍🛍️ This FRIDAY • SATURDAY • SUNDAY — your festive shopping plans are officially sorted! ✨ TARASHA EXHIBITIONS — DEVI EDIT with 50+ Designers bringing you everything you need for Navratri & the festive season. 🌸✨ From vibrant outfits & jewellery to lifestyle, home & unique festive finds — come discover something you’ll LOVE! 😍 📅 02nd • 03rd • 04th OCTOBER 🕒 10 AM – 9 PM 📍 THE SUNSHINE, Nr. Ratnakar Halcyon, PrernaTirth Derasar Rd, Satellite, Ahmedabad. 🎟️ FREE ENTRY 🅿️ FREE PARKING 🎁 FREE GIFT So Ahmedabad… Navratri shopping karvani baki che ne? 😉 Aa weekend TARASHA par maliye! 💃🏻🛍️✨ Bring your gang, your family & your shopping bags — DEVI EDIT is calling! ❤️ See you there! 🛵✨
2 Oct 2026
Postsઅમદાવાદમાં હજારો સ્ટ્રીટ લાઈટોનો પ્રકાશ ઝાંખો પડ્યો! સ્ટ્રીટ લાઈટો બંધની ફરિયાદો પણ વધી. • અમદાવાદ શહેરમાં અંદાજે બે લાખથી વધારે સ્ટ્રીટ લાઇટ પોલ આવેલા છે જેમાંથી 80 હજાર કરતાં વધારે સ્ટ્રીટ લાઈટો ઝાંખી પડી ગઈ છે. • આ તમામ બાબતે ગઈકાલે ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. • સ્ટ્રીટ લાઈટો બંધ અને જલ્દી રિપેર ન થતી હોવાની નાગરિકોની ઢગલાબંધ ફરિયાદો રોજ મળી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad AMC Street Lights yellowed Dim Low Brightness]
2 Oct 2026
Postsઅમદાવાદમાં AC ડોમમાં ગરબા માટે ફાયર NOC ફરજિયાત! • નવરાત્રી ગરબાના આયોજકોએ ફાયર સેફ્ટીને લઈને ટેમ્પરરી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડશે. • રાજ્ય સરકારની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરીને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. • ખાસ કરીને AC ડોમમાં નવરાત્રીનું આયોજન કરનારા આયોજકોની ફાયર સેફ્ટી ને લઈને તમામ તકેદારી રાખવા અંગે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાશે. • જો તમામ નિયમોનું પાલન કરેલું હશે તો જ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવશે. • નવરાત્રી મહોત્સવ દરમિયાન જો ફાયર સેફટીના નિયમોને લઈને કોઈ પણ ખામી જણાશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad AC Dom Navratri Fire Safety NOC Rules ]
2 Oct 2026
ReelsComfort meets style at Woodleaf Furniture. ✨ From sofas, recliners & outdoor furniture to office chairs, workstations & tables — find everything you need under one roof. With endless colours, fabrics & designs, there’s something to perfectly match every space. Premium furniture. Best rates. Built for comfort. 📞 63581 72626 Woodleaf Furniture — Luxury for Life. #WoodleafFurniture #Furniture #HomeInteriors #OfficeInteriors #LuxuryFurniture Ahmedabad
2 Oct 2026
Postsઆજે ગાંધીજયંતી, ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના યોજાઈ. • ગાંધી આશ્રમ ખાતે સંચાલિત ટ્રસ્ટ દ્વારા આજે ગાંધી જયંતી નિમિતે આશ્રમમાં ગાંધીજીના નિવાસ સ્થાન હૃદયકુંજ બહાર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. • આ પ્રાથના સભામાં વિધાર્થીઓ, અને ગાંધી અનુયાયીઓ જોડાયા હતા. • એ સાથે જ ગાંધી આશ્રમ બહારથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી વોકાથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. • આ વોકાથોનમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, NCC કેડેટ્સ જોડાયા હતા. અંદાજિત 1.5 કિમી રૂટ પર હાથમાં પ્લે કાર્ડ સાથે ચાલી ડ્રગ્સ વિરોધી મુહિમ કરવામાં આવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Gandhi jayanti Mohandas Gandhi sabarmati aasharm]
2 Oct 2026
Postsસમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જીવાત નિકળતા મોડી રાત્રે વિવાદ! • ગઈકાલે રાત્રે 30 સપ્ટેમ્બરે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ફરી વાર જીવાત નિકળતા વિધાર્થી સંગઠનો દ્વારા મોડી રાત્રે વિરોધ કરવામાં આવ્યો હતો • આ પહેલા 28 સપ્ટેમ્બરે પણ ભોજનમાંથી જીવાત મળતા વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. • આમ વારંવાર ભોજનમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ. • મોડી રાત્રે વિદ્યાર્થી સંગઠનો સમરસ ગેટ બહાર ધરણાધરી સૂત્રોચાર કર્યા હતા. • ધરણા બાદ હોસ્ટેલ ઓથોરિટી દ્વારા તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat University Samaras Girls Hostel NSUI Protest Food Controversy]
1 Oct 2026
Posts• વેપારીઓ QR કોડ પર કાળું કપડું બાંધી દેશે! ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF) અને અન્ય સંગઠનો અનુસાર, રાજ્યમાં 600થી વધુ વેપારી એસોસિએશન આ વિરોધમાં જોડાવાના છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે શહેરોમાં કરિયાણા, ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, કાપડ, જ્વેલરી, ઓટો પાર્ટ્સ વગેરેના દુકાનદારો ભાગ લેવાના હતા. 1 ઓક્ટોબરની તાજી અહેવાલ મુજબ, ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને સ્પષ્ટ કહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પાછો ખેંચવાની વાત ગેરમાર્ગે દોરનારી છે અને તેઓ 2 ઓક્ટોબરે વિરોધ મનાવશે. શું અસર થશે? ભાગ લેનારી દુકાનોમાં QR કોડ અને સાઉન્ડ બોક્સ કાળા કપડાથી ઢાંકી દેવામાં આવશે અને UPI પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે. • ફક્ત રોકડ અથવા કાર્ડથી જ વ્યવહાર થશે. સલાહ: 2 ઓક્ટોબરે બહાર નીકળતા પહેલાં થોડી રોકડ રાખો. મોટા માર્કેટ કે ઈલેક્ટ્રોનિક્સ શોમાં UPI ન ચાલે તો તૈયાર રહો. UPI સિસ્ટમ પોતે બંધ નથી થનારી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ No UPI day transaction cash business owner strike]
1 Oct 2026
PostsWe are hiring! >>> Drop your CV/Portfolio via email ✉️ hr@ahmedabadmedia.in #hiring #ahmedabad #news #media #amdavad
1 Oct 2026
Postsકાલુપુરમાં BU પરમિશન અને લાઇસન્સ વગર ચાલતી 30 ફટાકડાની દુકાનો સીલ! • AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે બુધવારે કાલુપુર વિસ્તારમાં વગર પરવાનગી અને લાઇસન્સે ચાલતી આશરે 30 ફટાકડાની દુકાનોને સીલ કરી દીધી છે. • આ કાર્યવાહી કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધીના વ્યસ્ત માર્ગ પર ખાડીયા-1 અને દરિયાપુર વોર્ડમાં હાથ ધરવામાં આવી હતી. • તપાસ દરિમયાન દુકાનદારો પાસે બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન, ફાયર NOC, વિસ્ફોટકો સંબંધિત મંજૂરી, પોલીસ પરમિટ અને ફટાકડા વેચાણનું અધિકૃત લાઇસન્સ જેવા જરૂરી દસ્તાવેજોના અભાવ ના કારણે દુકાનો સીલ કરાઈ. • દુકાનદારોને દસ્તાવેજો રજૂ કરવા ત્રણ દિવસની મુદત આપવામાં આવી છે. જરૂરી પુરાવા રજૂ કરશે તો જ સીલ ખોલવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Estate Department Kalupur Firecracker Shops Sealed BU Permission Fire NOC Khadia Dariyapur ]
1 Oct 2026
Reelsમકરબા રેલવે ઓવરબ્રિજ બન્યા પછી હવે સાલપરા વિસ્તારના લોકો પરેશાન! બ્રિજની બાજુમાં આવેલ સાલપરા વિસ્તારના લોકો માટે 5 મિનિટનો રસ્તો 20 મિનિટનો થયો! વૈકિલ્પક અંડરપાસ સુધી જવાનો રસ્તો જ બિસ્માર, આયોજન વગર બ્રિજ ખોલી ફાટક બંધ કરાયું! સ્થાનિકોના આક્ષેપો વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Makarba railway overbridge salpara area problem]
1 Oct 2026
Reelsઅમદાવાદમાં આવેલું પાંચ દાયકા જૂનું ઢોલ બજાર ડબગરવાડ. • જુના અમદાવાદમાં કાલુપુર સ્વામીનારાયણ મંદિરની ગલીમાં આવેલું છે પ્રખ્યાત ઢોલ બજાર ડબગરવાડ. • ડબગર સમુદાયના લોકો વર્ષોથી પરંપારિક રીતે ઢોલ બનાવવા અન્ય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા તેમજ રીપેર કરવા માટેનું કામ ડબગરવાડમાં કરતા હોય છે • અમદાવાદમાં છેલ્લા ઘણા દાયકાઓથી આ જૂનું ઢોલ બજાર આવેલું છે. • નવરાત્રી આવતા જ આ બજારની ચર્ચા તેજ બને છે. હાલ DJ મ્યુઝિક સાઉન્ડના જમાનામાં ઢોલ વેચાતા ઓછા થયા છે પરંતુ ફરી ઢોલનો ટ્રેન્ડ આવતા ઢોલ બનાવતા વેપારીઓમાં આશા જાગી છે. • અહીંના વેપારીઓ અને કારીગરી પોતાની રીતે અલગ અલગ પ્રકારના ઢોલ બનાવતા હોય છે. જે આખા અમદાવાદમાં અને ગુજરાતમાં પ્રખ્યાત છે. • ડબગરવાડમાં આવી અંદાજિત 40 થી 50 દુકાનો આવેલી છે જ્યાં ઢોલ અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના સામાન બનાવવામાં આવે છે અને રિપેર પણ કરવામાં આવે છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dabagarvad dhol market music system ahmedabad ]
30 Sept 2026
Postsઅમદાવાદ શ્વાન કરડવાના કેસમાં નોંધાયો, દરરોજના 259 કેસ! અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં ડોગ બાઈટના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. • કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ પગલાં લેવામાં આવે છે છતાં ડોગ બાઈટના વધતા કેસો ચિંતાજનક. • અમદાવાદમાં ચાલુ વર્ષમાં જાન્યુઆરી મહિનાથી જૂન મહિના સુધીમાં 46,000 થી વધારે ડોગ બાઈકના કેસો નોંધાયા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Dog Bite Cases Increase Stray Dog]
30 Sept 2026
ReelsWhy choose between trend and tradition when you can have both? ✨ Discover Suvarna Parampara by Shree Vahanvati Jewellers — a stunning collection where timeless traditional elegance meets modern design. From royal heritage and bridal jewellery to festive favourites, find pieces that make every look effortlessly beautiful. 💛 And for a limited time, enjoy up to 50% OFF on making charges on gold jewellery! Style the trend. Celebrate the tradition. ✨ Shree Vahanvati Jewellers — Parampara bhi, Vishwas bhi! #SuvarnaParampara #ShreeVahanvatiJewellers #GoldJewellery #BridalJewellery #FestiveJewellery
30 Sept 2026
PostsAMC એ 11 પ્લોટ વેચવા કાઢ્યા, 27 અને 28 ઓક્ટોબરે હરાજી યોજાશે! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પોતાની માલિકીના વધુ 11 રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ ઈ-હરાજી માટે મૂક્યા છે. • આ તમામ પ્લોટની સંયુક્ત બેઝ વેલ્યુ આશરે ₹1,553.39 કરોડ છે અને કુલ વિસ્તાર 82,810 ચોરસ મીટર છે. • મોટેરા, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ, વટવા અને સોલા-થલતેજ જેવા વિસ્તારોમાં આવેલા આ પ્લોટમાંથી 6 કોમર્શિયલ અને 5 રેસિડેન્શિયલ હેતુના પ્લોટ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad Municipal Corporation 11 Plots sale Auction Residential Commercial ]
30 Sept 2026
Postsઅમદાવાદમાં થીમ આધારિત 3 ગાર્ડન બનશે, 1 વર્ષમાં બનીને તૈયાર થશે! • શહેરમાં હવે વોર્ડ કક્ષાએ પણ થીમ આધારિત ગાર્ડન તૈયાર કરાશે, એક વર્ષમાં મ્યુનિ. વસ્ત્રાલ, લાલ દરવાજા, ચાંદલોડિયામાં થીમ આધારિત ગાર્ડન તૈયાર કરશે. • ચાંદલોડિયામાં વિજ્ઞાન, ગ્રહો, રાશિમાં માનતા લોકો માટે પ્લેનેટ ગાર્ડન બનાવાશે. • લાલ દરવાજાના ગણપતિ મંદિરની આસપાસના વિસ્તારને રિડેવલપ કરાશે, જેથી શહેરના જૂના ગણપતિ મંદિરે આવનારા લોકોને વિકલ્પ મળે. • ઉપરાંત વસ્ત્રાલ તળાવ પાસેના ગાર્ડનમાં અમદાવાદના ઉદ્દભવથી અત્યારના આધુનિક અમદાવાદની સફરને સ્કલ્પચર તરીકે દર્શાવાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Theme Based Garden Chandlodiya Vastral Lal Darwaja ]
30 Sept 2026
Postsહવે બાપુનગર પાસેના શ્યામ શિખર ચાર રસ્તા પણ બંધ કરી કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરાઈ! સિગ્નલ દૂર કરાયું! બ્રિજ નીચે બંને તરફ કટ આપવામાં આવ્યા! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Capsule traffic system signal free city Ahmedabad traffic police ]
30 Sept 2026
Postsટ્રક ડ્રાઈવરે “નો એન્ટ્રી” માં ટ્રક નાખતા કોન્સ્ટેબલે રોક્યો, ટ્રક ના રોકાતા પોલીસ કોન્સ્ટેબલે ઈંટ લઈને ટ્રક નો કાચ ફોડી નાખ્યો!! • આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ફરજ પર હતા. • ટ્રક ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે, વધુ કાર્યવાહી હાથ ધરાઈ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Police constable throw stone on truck traffic police]
29 Sept 2026
Postsઅમદાવાદમાં જાહેર રોડ પર હવે શાકભાજી અને ફ્રૂટ વેચશો તો લારી-સામાન જપ્તની સાથે દંડ પણ કરાશે! • AMC ના એસ્ટેટ વિભાગે રોડ ઉપર લારીઓ ઉભી રાખી શાકભાજી તેમજ ફૂટ વેચવાના કારણે ટ્રાફિક થતો હોવાના પગલે આ નિર્ણય કર્યો છે. • માત્ર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવાનું રહેશે. • જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી કોઈપણ જગ્યાઓ પર શાકભાજી અને ફળનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવાયો. • રસ્તાઓ પર વેપાર કરવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી નિર્ણય લેવાયો. • તમામ સ્ટ્રીટ વેન્ડર્સને તેઓએ પોતાની વેચાણ પ્રવૃતિઓ માત્ર AMC દ્વારા નક્કી કરાયેલ શાકભાજી માર્કેટ તથા નિયત કરાયેલા અન્ય સ્થળોએ જ કરવાની રહેશે. • જો કોઈ પણ વેન્ડર્સ નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર વેચાણ કરશે તો તેને ‘ગેરકાયદેસર દબાણ’ ગણવામાં આવશે. • જેમાં માલ-સામાન અને લારી જપ્ત કરવા તેમજ આકરો દંડ ફટકારવાની કાર્યવાહી કરાશે. • AMC દ્વારા અલગ-અલગ સ્થળો પર વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ વેપારીઓ વેજીટેબલ માર્કેટમાં વેચાણ કરતા ન હોવાથી, AMCના એસ્ટેટ વિભાગ દ્વારા હવે રોડ પરના તમામ શાકભાજી અને ફૂટના વેપારીઓને વેજીટેબલ માર્કેટમાં ફરજિયાત બેસે તેના માટે રોડ પર વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Ban Vegetable fruit Street Vendors Encroachment ]
29 Sept 2026
Reels❤️ Every heartbeat matters. Take a moment today to care for your heart. This World Heart Day, make heart health a priority with mindful choices, a healthy lifestyle, and regular health check-ups. Because a healthier heart means a healthier life. 💚 📞 Book your consultation: +91 73834 42222 🌐 www.lyfstylewellness.com #WorldHeartDay #HeartHealth #HealthyHeart #HeartCare #LyfstyleWellness
29 Sept 2026
Reelsનર્મદાથી તમારા નળ સુધી! અમદાવાદમાં પીવાનું પાણી કેવી રીતે શુદ્ધ થાય છે? AMCના વોટર ટ્રીટમેન્ટ કઈ રીતે કામ કરે છે! જુઓ આખી પ્રોસેસ શું હોય છે? Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Jaspur kotarpur raska water treatment plan AMC Narmada water]
28 Sept 2026
Postsરિચાર્જ કરવાના નિયમોમાં ફેરફાર, હવે 30 દિવસનું રિચાર્જ પણ કરી શકાશે. • પ્રીપેઇડ મોબાઈલ યુઝર્સ માટે હવે 28 દિવસને બદલે 30 દિવસની વેલિડિટીવાળા પ્લાન વધુ ઉપલબ્ધ થશે. સાથે જ ફક્ત કોલિંગ અને SMS વાળા સસ્તા પ્લાન પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. • લાંબા સમયથી ટેલિકોમ કંપનીઓ ઘણા પ્લાનને “માસિક પ્લાન” કહીને વેચતી હતી, પરંતુ તેની વેલિડિટી માત્ર 28 દિવસની જ રાખતી હતી. • પરિણામે વર્ષમાં 12 મહિના હોવા છતાં ગ્રાહકોને 13 વખત રિચાર્જ કરાવવું પડતું હતું. • જેથી ગ્રાહકોને દર વર્ષે એક વધારાનો રિચાર્જ ભરવો પડતો હતો અને ખર્ચ વધતો હતો. • કંપનીઓએ ઓછામાં ઓછો એક એવો પ્લાન આપવો પડશે, જે દર મહિને એક જ તારીખે રિન્યૂ થઈ શકે. જો કોઈ મહિનામાં તે તારીખ ન હોય (જેમ કે 31 તારીખ), તો પ્લાન મહિનાના છેલ્લા દિવસે રિન્યૂ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ TRAI Mobile Recharge 30 Days Plans SMS Voice Call ]
28 Sept 2026
Postsથલતેજ, અખબારનગર સહિતના 8 મેટ્રો સ્ટેશનો નજીક પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરાશે! • શહેરમાં મેટ્રો રેલની મુસાફરી વધુ સુગમ બનાવવા માટે મેટ્રો સ્ટેશનો નજીક પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાશે. • મેટ્રો સ્ટેશન પાસેના 9 પ્લોટમાં 246 કાર અને 5,902 ટુ વ્હીલર પાર્ક થઈ શકશે. • અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 52 મેટ્રો સ્ટેશનોમાંથી માત્ર 17 સ્ટેશનો પાસે જ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. • અખબારનગરમાં પાર્કિંગ પ્લોટ મેટ્રો સ્ટેશનથી 450 મીટરથી દૂર રહેશે, વસ્ત્રાલની અર્પણ સ્કૂલ પાસે પાર્કિંગ મેટ્રો સ્ટેશન 500 મીટર દૂર રહેશે. • 7 અન્ય સ્થળો પર પાર્કિંગ પ્લોટ મેટ્રો સ્ટેશનની બિલકુલ નજીક જ ઉપલબ્ધ રહેશે. • નવા પાર્કિંગ પ્લોટ શરૂ થવાથી મેટ્રો સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને પ્રવાસીઓ પોતાના વાહનો સુરક્ષિત રીતે પાર્ક કરીને સુગમ મુસાફરી કરી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Parking near metro stations plots Pay and Park Facilities ]
28 Sept 2026
Reels45°C તાપમાન એટલે સોલાર પેનલ વધુ electricity generate કરશે? ☀️ જરૂરી નથી! વધુ ગરમી પેનલની efficiency ઘટાડે છે. Solar performance માટે sunlight સાથે panel quality, dust, shading અને proper installation પણ મહત્વના છે. @saysolar.in સાથે તમારા ઘર માટે યોગ્ય Solar Solution પસંદ કરો. 📞 95102 15816 #Solar #SolarEnergy #Ahmedabad #GreenEnergy #SaySolar
28 Sept 2026
Reelsભારતની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેન સાબરમતીથી શરૂ: ભારતની પ્રથમ LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ)-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ DEMU ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને હરી ઝંડી બતાવી. • આ 8-કોચની નોન-AC ચેર કાર DEMU ટ્રેન છે. તેમાં બે 1400 હોર્સપાવરના ડ્રાઇવિંગ પાવર કાર્સ (DPCs)ને LNG-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. • આ સિસ્ટમથી એન્જિન LNG અને ડીઝલ બંને પર ચાલી શકે છે અને જરૂર પડ્યે બંને વચ્ચે સ્વિચ કરી શકે છે. LNG ડીઝલના વપરાશને લગભગ 40% સુધી બદલી શકે છે. દરેક DPCમાં લગભગ 2200 લિટર ક્ષમતાનું LNG ટેન્ક છે, જેમાં લગભગ 850-1000 કિલો વપરાશ યોગ્ય LNG સંગ્રહિત થઈ શકે છે. સંપૂર્ણ ભરેલા ટેન્કથી એક DPC દૈનિક કામગીરી માટે પૂરતું ઇંધણ પૂરું પાડે છે. આ ટેક્નોલોજી પર 2000 કિમીથી વધુના સફળ ફીલ્ડ ટ્રાયલ્સ પૂર્ણ થયા છે. આ સિસ્ટમથી ઇંધણ ખર્ચ ઘટશે અને ઉત્સર્જન (કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ્સ અને પાર્ટિક્યુલેટ મેટર) ઓછા થશે. એક DPCથી વાર્ષિક લગભગ ₹11.9 લાખ અને 8-કોચની રેકથી લગભગ ₹23.9 લાખની બચત અંદાજિત છે. આ પહેલ હાઇડ્રોજન ટ્રેન (જુલાઈ ૨૦૨૬માં લોન્ચ) પછી રેલવેના વૈકલ્પિક ઇંધણ તરફના પગલાંને આગળ વધારે છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [India's first LNG train inauguration sabarmati mehsana gas ]
27 Sept 2026
Postsપોલીસકર્મીઓ બેફામ બન્યા: ઇન્દિરા બ્રિજ પાસે એક પાન પાર્લર સંચાલકને ધમકાવ્યો! • પેહલા દુકાન બંધ કરાવવા માટે આવ્યા, અવિવેકપૂર્ણ વર્તન કર્યું અને પછી દુકાન સંચાલકે DGP અને મામલતદારને ફરિયાદ કરી તો ફરી ધમકાવવા માટે આવ્યા! • “કહ્યું તારાથી જે થાય એ કરી લે” વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Police misbehave with shop owner]
26 Sept 2026
Postsસોમનાથ અને દ્વારકાથી હરિદ્વાર માટે સીધી ટ્રેન ચાલુ થશે! • રેલવેએ સોમનાથ અને દ્વારકાને હરિદ્વાર સાથે જોડતી બે નવી AC ટ્રેનો મંજૂરી આપી છે, નજીકના ભવિષ્યમાં ટ્રેન શરૂ થશે - તારીખો જાહેર કરાશે! • હરિદ્વાર–વેરાવળ AC એક્સપ્રેસ (14326/14325) અઠવાડિયામાં બે વાર ચાલશે. હરિદ્વારથી બુધવાર અને રવિવારે સવારે 4:00 વાગે ઊપડીને બીજા દિવસે સવારે 8:15 વાગે વેરાવળ પહોંચશે, જ્યારે વેરાવળથી ગુરુવાર અને સોમવારે સવારે 11:05 વાગે ઊપડીને બીજા દિવસે સાંજે 6:00 વાગે હરિદ્વાર પહોંચશે. • બીજી ટ્રેન હરિદ્વાર–ઓખા AC એક્સપ્રેસ (14328/14327) અઠવાડિયામાં એક વાર ચાલશે, જેમાં હરિદ્વારથી શુક્રવારે અને ઓખાથી શનિવારે પ્રસ્થાન થશે. • આ બંને ટ્રેનો ગુજરાતના તીર્થયાત્રિકો માટે સીધી અને આરામદાયક કનેક્ટિવિટી પૂરી પાડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Somnath Dwarka Haridwar Direct AC Train Veraval Okha Indian Railways ]
26 Sept 2026
Postsગ્યાસપુરમાં ₹125 કરોડના ખર્ચે Bio-CNG પ્લાન્ટ બનશે, કચરામાંથી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન થશે! • ગ્યાસપુર-પીરાણા રોડ પર PPP ધોરણે ₹125 કરોડના ખર્ચે BIO-CNG પ્લાન્ટ કાર્યરત કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પડાયું. • આ પ્લાન્ટ 500 ટન પ્રતિદિવસની ક્ષમતાનો હશે, આગામી 15 સુધી તેનું નિર્માણ, સંચાલન તથા જાળવણી જે તે એજન્સી દ્વારા જ કરવાની રહેશે. • આ પ્લાન્ટમાં પીરાણાના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરી તેને શુદ્ધ કરીને Bio-CNG તૈયાર કરવામાં આવશે. • આ ગેસ વાહનો માટે બળતણ તરીકે અને અન્ય ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gyaspur Bio-CNG plant B 500 TPD Solid Waste ]
26 Sept 2026
ReelsThe city is ready. Are you? 💜✨ This Navratri, come experience AAHWAN — where every beat creates a memory and every circle brings people together. 🪩💃 🎟️ Early Bird Passes are LIVE NOW! Don’t wait for the crowd to tell you it’s time. 🔥 Garba • Music • Culture • People • Memories 📲 Grab your passes now & be part of the Aahwan experience! #aahvannavratri #navratri2026 #ahmedabadnavratri #aahvan2k26 #garbanight [Navratri, Garba, Ahmedabad, Early Bird Passes, Aahvan, Mandli Garba, Navratri Nights]
26 Sept 2026
Postsનવરાત્રી આવે એટલે સ્કૂલમાં જગ્યાઓ ભાડે આપી ગરબા કલાસ ચાલુ થઈ જાય છે, આ બાબતે DEOએ તાકીદ કરી અને મણિનગરની એક શાળાને નોટિસ મોકલી! • પૈસા ઉઘરાવીને ગરબા કલાસ થયા છે, સ્કૂલને કમિશન મળે છે! • આ પ્રકારની પ્રવૃતિઓ સામે DEOએ આકરા પગલા ભરવા આદેશ કર્યો છે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ DEO garba class in ahmedabad commercial things]
26 Sept 2026
Postsનારોલમાં આંગડીયા પેઢી પર બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ નિષ્ફળ, માલિકની બહાદુરીથી 2 આરોપી ઝડપાયા! • નારોલ સર્કલ પાસે BRTS બસ સ્ટોપ સામે આકાર કોમ્પ્લેક્સમાં આવેલી ‘પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડીયા પેઢી’માં 24 સપ્ટેમ્બરે સાંજે લગભગ 6 વાગ્યે ઘટના બની હતી. • વસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય અંકિતભાઈ રાજેન્દ્રભાઈ ગજ્જર કેબિનમાં એકલા કામ કરી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા. • એક આરોપીએ કેબિનની બારીમાંથી અને બીજાએ અંદર આવીને દેશી કટ્ટો તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ડ્રોવરમાં રાખેલા નાણાં બહાર કાઢવા કહ્યું હતું. • જોકે અંકિતભાઈએ હિંમત બતાવીને તરત જ હથિયારવાળા હાથ પકડી પાડી. માલિકે જોરથી બૂમાબૂમ કરતાં આસપાસની ઓફિસોના કર્મચારીઓ અને સ્થાનિકો દોડી આવ્યા અને આરોપીઓને પકડીને પોલીસના હવાલે કર્યા. • પોલીસે બિહારના રાજન શાહ (35) અને અલીમહમદ રુસ્તમ અલી શેખ (70)ની ધરપકડ કરી છે. બંને હાલ ઇસનપુરમાં ભાડે રહેતા હતા. તેમના સહયોગી પ્રીતમસિંહ હજુ ફરાર છે. • આરોપીઓ પાસેથી 3 દેશી તમંચા, 19 જીવતા કારતૂસ, લગભગ 225 ગ્રામ ગનપાઉડર, 16 જેટલી છરીઓ તથા રોકડ ભરવા માટેનો વિશેષ થેલો જપ્ત કરવામાં આવ્યો છે. • આરોપીઓએ લગભગ 15 દિવસ પહેલાં જુદી જુદી આંગડીયા પેઢીઓની રેકી કરી હતી. છેલ્લા બે-ત્રણ દિવસમાં ફરી તપાસ કરીને ઓછા લોકો હાજર હોય તેવી પેઢીને ટાર્ગેટ કરી હતી. • હથિયારો બિહારથી લાવવામાં આવ્યા હતા અને લૂંટ પછી બિહાર નાસી જવાનું આયોજન હતું. • પોલીસ ફરાર આરોપીની શોધખોળ તેમજ હથિયારોના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Narol Angadia Robbery Attempt Owner Gunmen Attack Isanpur Police ]
PostsGMDC ગ્રાઉન્ડ ખાતે થતા સરકારી વાઈબ્રન્ટ ગરબામાં પણ હવે ટિકિટ ચૂકવીને જવું પડશે! • ગુજરાત ટુરિઝમ દ્વારા વર્ષ 2011થી આ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન થાય છે, પહેલા લોકો માટે એન્ટ્રી ફ્રી હતી પણ હવે VIP ઝોન મુજબ ટિકિટ રાખવામાં આવી છે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vibrant navratri 2026 ticket garba ]
26 Sept 2026
Reelsશહેરમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન થયા! દસ દિવસની પૂજા આસ્થા બાદ ભાવ ભરી રીતે વિસર્જન. • અમદાવાદ શહેરમાં આજે સવારથી ગણેશ વિસર્જન માટે કોર્પોરેશન બનાવેલા કુંડમાં ભક્તોએ બાપ્પાનું વિસર્જન કર્યું હતું. • વિસર્જન દરમિયાન કોર્પોરેશન દ્વારા ક્રેન, ફાયર વિભાગની ગાડી સજ્જ રાખવામાં આવી હતી. • 10 હજારથી વધારે હોમગાર્ડ અને પોલીસનો બંદોબસ્ત પણ વિસર્જન સમયે ગોઠવવામાં આવ્યો હતો. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ganesh visarjan ahmedabad police ahmedabad corporation AMC ]
25 Sept 2026
Postsદેશના મુખ્ય ચૂંટણી અધિકારી ગ્યાનેશ વિવાદમાં! તેમના સાથી ચૂંટણી અધિકારીઓના પરામર્સ વગર જ જાતે અનઅધિકૃત નિર્ણયો લેતાં હોય જેના લીધે ચૂંટણીની પારદર્શિતાને ખોટી અસર થાય છે તેવા આક્ષેપો લાગ્યા. • દેશભરમાં વિરોધનો વાયરો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Gyanesh Kumar indian election commission cockroach janta party]
25 Sept 2026
Reelsમકરબા રેલવે ઓવરબ્રિજ ઉદ્ઘાટનના 24 કલાકમાં જ વિવાદમાં આવ્યો. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા અમદાવાદ બોટાદ રેલવે લાઈન મકરબા ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. • આ ઓવરબ્રિજનું ગઈકાલે 24 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. • બ્રિજ 24 સપ્ટેમ્બરે સાંજે શરૂ થયો ત્યારે જ મકરબા પોલીસ હેડ ક્વાર્ટર થી બ્રિજ ચઢીને કોર્પોરેટ રોડ તરફ ઉતરતા વાહનચાલકો ભારે ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. • બ્રિજ ઉતરતા તરત જ કોર્પોરેટ રોડ એસજી હાઇવે તરફ ચાર રસ્તા આવી જાય છે જેના લીધે તે વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ થાય છે. એટલે બ્રિજ ચઢીને પણ વાહ ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે નહીં. • હવે તમામ સામે આવતા કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળની વિઝીટ લઈને વચ્ચે આવતા ચાર રસ્તા ઉપર કેપ્સુલ ડિઝાઇન લાગુ કરવામાં આવી છે. • આ કામચલાઉ સોલ્યુશન તો આપવામાં આવી દીધું પરંતુ પ્રશ્ન એ થાય છે કે બ્રિજ બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે કન્સલ્ટન્ટ કંપનીને કરોડો રૂપિયા પધરાવવામાં આવ્યા છતાં પણ આ પ્રકારની ગંભીર ખામી કેમ ? Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad municipal corporation AMC makarba Railway overbridge ahmedabad traffic police ]
25 Sept 2026
Postsઅસારવામાં પાણીની ટાંકીમાંથી હાડકાં નીકળ્યાં, FSL માટે મોકલાયા! • અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી દુર્ગંધ મારતું પાણી આવવાની ફરિયાદો બાદ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. • સફાઈ દરમિયાન ટાંકીના તળીયેથી હાડકાં જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. • આ અંગે શાહીબાગ પોલીસને જાણ કરતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ હાડકાને FSL માટે મોકલ્યા હતા. • હાલમાં આ હાડકા કોઈ પ્રાણીના છે કે માનવીના તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. • 25,000 રહીશોને પીવાનું પાણી પૂરું પાડતી આ 30.28 લાખ લીટરની પાણીની ટાંકી જાન્યુઆરી 2025 થી સાફ કરવામાં આવી ન હતી. • દરેક વોર્ડમાં આવેલી પાણીની ટાંકીની દર 6 મહિને સફાઈ કરાવવાનો નિયમ છે અને તેના માટે અલગથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. • અસારવા ગામ ટાંકીની સફાઈનો કોન્ટ્રાક્ટ કૃણાણ બિલ્ડર નામની એજન્સી પાસે છે અને આ ટાંકી પોણા બે વર્ષથી સાફ જ નથી થઈ તેવું તપાસમાં જાણવા મળ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Asarwa Pumping Station Water Tank Suspicious Bones Shahibaug Police ]
25 Sept 2026
Postsનિરમા યુનિવર્સિટી (અમદાવાદ)માં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેનો વિવાદ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ટેક્નોફોરા 2026 (Technofora 2026) કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડઅપ કોમેડિયન રજત સૂદના શો દરમિયાન સ્ટેજ પર વિભાગના હેડ (HOD) અને પ્રોફેસર ડૉ. હિમાંશુ કે. પટેલ બોલી રહ્યા હતા. • પ્રેક્ષકોમાં બેઠેલા એક વિદ્યાર્થીએ બોલીવુડ ફિલ્મ ગોલમાલ 3નો પ્રખ્યાત ડાયલોગ બોલ્યો: “જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હૈ” (જલ્દી બોલ, કાલે સવારે પનવેલ જવાનું છે). • આ કમેન્ટ પર પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવ્યો, તેનો કોલર પકડીને ધમકાવ્યો અને કહ્યું: “I can go to any extent. The day you dare to insult any faculty member of the Nirma University campus, you are gone forever.” (હું કોઈ પણ હદે જઈ શકું છું. જે દિવસે તમે નિરમા યુનિવર્સિટીના કોઈ પણ ફેકલ્ટીનું અપમાન કરવાની હિંમત કરશો, તે દિવસે તમે કાયમ માટે ખતમ). NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા)એ આ કૃત્યને અયોગ્ય ગણાવ્યું છે. તેઓ પ્રોફેસર પાસેથી માફી, યુનિવર્સિટી તરફથી નિષ્પક્ષ તપાસ અને આવી ઘટનાઓ ન થાય તે માટે લેખિત ખાતરીની માંગ કરી રહ્યા છે. માંગ પૂરી ન થાય તો વિરોધ કરવાની ચીમકી પણ આપી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nirma University commedy rajat sood professor jaldi kar pavel niklna he]
25 Sept 2026
Reelsવાડજ જંક્શન ફ્લાયઓવર, દરરોજ 1.5 લાખ વાહનચાલકોને રાહત. લાંબી રાહ જોયા બાદ અને ટ્રાફિકમાં હેરાન થયા બાદ આખરે જંક્શન પર મોટી રાહત! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Vadaj junction flyover inaugurated ranip usmanpura ]
25 Sept 2026
Postsઆજે અમદાવાદમાં ગણપતિ વિસર્જન: રસ્તા બંધ અને વિસર્જન કુંડ અંગેની તમામ માહિતી >>> અમદાવાદમાં આ તમામ રસ્તાઓ બંધ રહેશે, પોલીસ કમિશનરનું જાહેરનામું >>>> વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ganpati visarjan road closer riverfront police no parking ganesh bappa ]
25 Sept 2026
Reelsઓઢવ AMC સંચાલિત જીમમાં AMC એ નવા સાધનો આપવાના બહાને જુના પણ ઉઠાવી લીધા નવા પણ ન આપ્યા હવે સાધનોમાં ઘટ, મેમ્બરો પરેશાન. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જીમમાં અવ્યવસ્થાના પહેલા પણ કિસ્સા સામે આવ્યા છે આ જ પ્રકારે ઓઢવમાં આવેલા ક્રાંતિવીર વિઠ્ઠલભાઈ પટેલ જીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા જીમના સાધનો આપવાના નામે જુના સાધનો ઉઠાવી લેવાયા હતા અને એ બાદ દોઢ વર્ષ સુધી છતાં નવા સાધનો ના આવતા મેમ્બરોમાં રોષ જોવા મળી રહ્યો છે. • છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આવતા મેમ્બરોએ જણાવ્યું હતું કે અગાઉ ઘણા સારા સાધનો આ જિમમાં ઉપલબ્ધ હતા પરંતુ કોર્પોરેશનને જુના પણ લઈ લીધા અને નવા સાધનો પણ આપ્યા નહીં. • જીમના મેમ્બરો દ્વારા આ બાબતે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેઓની વાત સાંભળવામાં ન આવતી હોવાના આક્ષેપો લાગ્યા છે. • હાલના સમયમાં ભારે ફી લેતા પ્રાઇવેટ જીમ વચ્ચે AMC નજીવા દરે નાગરિકોને આ સુવિધા પૂરી પાડતી હોય છે પણ હવે તેમાં પણ લાલિયાવાડીના આક્ષેપો લાગ્યા છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Odhav AMC gym corporation ahmedabad ]
24 Sept 2026
Posts5 દિવસ કામકાજ કરવાની માંગ સાથે બેંક કર્મચારીઓની ફરી હડતાળ! • 28 સપ્ટેમ્બર સોમવારથી 3 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળથી બેંકિંગ સેવાઓ બંધ રહેશે! • સતત 5 દિવસ બેંકોમાં કામગીરી ન અટવાય તે માટે RBI એ 27 સપ્ટેમ્બરે તમામ બેંકો ખુલ્લી રાખવા જણાવ્યું. • 26 અને 27 વિકેન્ડની રજા અને 28 થી 30 સપ્ટેમ્બર હડતાળના કારણે લોકોને હાલાકી ન થાય તે માટે દેશભરમાં તમામ બેંકો 27 સપ્ટેમ્બર રવિવારે પણ ખુલ્લી રાખવા RBI એ જણાવ્યું. • દેશની તમામ બેંક શાખાઓ, કચેરીઓ અને ATM-લિંક શાખાઓ સહિત તમામ સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત રહેશે. • યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ એટલે કે UFBU દ્વારા 28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળનું એલાન કરાયું છે. • 22 સપ્ટેમ્બરે ઇનિ્ડયન બેંક્સ એસોસિયેશન (IBA) અને નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાનિ્શયલ સરિ્વસિસ (DFS) સાથે યોજાયેલી સમાધાન બેઠક નિષ્ફળ રહેતા નિર્ણય. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nationwide Bank Strike Five Day Work Week Reserve Bank OF India ]
24 Sept 2026
PostsAMC 120 પૂર્વ સૈનિકોની ભરતી કરશે, મહિને ₹47,434 પગાર આપશે! • એસ્ટેટ વિભાગમાં 100 અને ઢોર ત્રાસ નિયત્રંણ વિભાગમાં 20 પૂર્વ સૈનિકોની ભરતી કરવામાં આવશે. • પૂર્વ જવાનોને શાક માર્કેટ, પે એન્ડ પાર્ક, વેન્ડિંગ ઝોન સહિત સ્થળોએ સિક્યોરિટી સહિત વિવિધ કામગીરી સોંપાશે અને CNCD વિભાગમાં ઢોર પકડવા જતી ટીમ સાથે મોકલાશે. • AMC જવાનોને પ્રતિદિન ₹1824 લેખે મહિને ₹47,434 પગાર આપશે. • આમ 120 પૂર્વ સૈનિકોને વર્ષે કુલ ₹6.83 કરોડનો પગાર ચૂકવાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMC CNCD Estate Department Ex Army personnel Hiring ]
24 Sept 2026
Postsઅમદાવાદ સહિત 6 શહેરોમાં હવે ફાયર માટે 101 નહીં, 112 ડાયલ કરો! • અમદાવાદ સહિત રાજ્યના 6 મુખ્ય શહેરોમાં હવે આગની કટોકટીમાં ફાયર બ્રિગેડની મદદ માટે જૂનો 101 નંબર નહીં, પરંતુ 112 ડાયલ કરવો પડશે. • આ નવી વ્યવસ્થા 23 સપ્ટેમ્બરથી અમલમાં આવી છે. પહેલા તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગરમાં લાગુ કરાઈ છે. • આ શહેરોમાં કુલ 237 ફાયર અને રેસ્ક્યુ વાહનોને GPS અને ડિજિટલ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે. • અગાઉ જૂની સિસ્ટમમાં કંટ્રોલમાં ફોન કરો તો વાહન સુધી મેન્યુઅલી માહિતી પહોંચતી હતી. હવે 112 પર કોલ આવતાં કંટ્રોલ રૂમથી સીધું નજીકનું વાહન તરત મોકલી શકાય છે. આથી આગની ઘટનામાં રિસ્પોન્સ ટાઈમ ઘટશે અને મદદ વધુ ઝડપી મળશે. • ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર અને મહિલા-બાળક સેવાઓ એક જ નંબર 112 પર ઉપલબ્ધ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat Ahmedabad Surat Vadodara Jamnagar Gandhinagar Bhavnagar Fire Helpline Dial 112 ]
24 Sept 2026
Postsશહેરમાં બની રહેલ 2 મહત્વના બ્રિજ/ફ્લાયઓવર આજે ખુલ્લા મુકાયા! • વાડજ જંક્શન પરનો Y આકારનો ફ્લાયઓવર ખુલ્લો મુકાયો! • મકરબા કોર્પોરેટ રોડની જોડતો રેલવે ઓવરબ્રિજ પર ખુલ્લો મુકાયો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vadaj junction flyover, makarba railway flyover inauguration]
24 Sept 2026
Postsઓસ્ટ્રેલિયામાં વિઝા નિયમો કડક: આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે હવે સ્પાઉસ (જીવનસાથી) ને એન્ટ્રી નહીં! • ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં વધી રહેલી નેટ માઇગ્રેશનની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. • ઓસ્ટ્રેલિયા જવા ઇચ્છતા વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. • ઓસ્ટ્રેલિયન સરકારે પોતાની વિઝા નીતિને અત્યંત કડક બનાવીને સ્ટુડન્ટ વિઝા ધારકોના જીવનસાથી અને પરિવારના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી દીધી છે. • દેશમાં વર્ષ 2027-28 સુધીમાં નેટ ઓવરસીઝ માઇગ્રેશન ઘટાડીને 2.25 લાખ સુધી સીમિત કરવાના લક્ષ્ય સાથે આ નવો આદેશ જારી કરાયો છે. • સ્પાઉસ એન્ટ્રી પર પ્રતિબંધ (કોને અસર થશે?) નવા નિયમો મુજબ, જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે અરજી કરી રહ્યા છે, તેઓ પોતાના વિઝા પર ડિપેન્ડન્ટ પાર્ટનર (સ્પાઉસ) કે બાળકોને સાથે લઈ જઈ શકશે નહીં. અગાઉ, મુખ્ય વિદ્યાર્થીની સાથે તેમના જીવનસાથીને ઓસ્ટ્રેલિયા જવા અને ત્યાં ફુલ-ટાઇમ કે પાર્ટ-ટાઇમ કામ કરવાની મંજૂરી મળતી હતી, જેના પર હવે રોક લગાવી દેવામાં આવી છે. આ નિયમ શા માટે લાવવામાં આવ્યો? માઇગ્રેશન ઘટાડવું: ઓસ્ટ્રેલિયામાં હાલમાં આશરે 6.8 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે, જેમાં સૌથી વધુ હિસ્સો ચીન (23%) અને ભારત (16%) નો છે. વસ્તી અને આવાસ (હાઉસિંગ) ની કટોકટીને નિયંત્રિત કરવા સરકાર માઇગ્રેશન ઘટાડવા માંગે છે. • કોર્સ બદલવાની પ્રવૃત્તિ પર રોક: ઘણા વિદ્યાર્થીઓ સસ્તા કે લોઅર-લેવલના ડિપ્લોમા કોર્સમાં એડમિશન લઈ સ્પાઉસને કામ કરવા માટે ત્યાં બોલાવી લેતા હતા. હવે વિદ્યાર્થીઓએ પોતાના ભણતરના સ્તર (જેમ કે બેચલર્સ પછી માત્ર માસ્ટર્સ) ને જ જાળવી રાખવું પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Australia spouce visa is going to restrict student spouce]
Postsસરસપુર રણછોડરાયજી મંદિર પાસેથી 22 સપ્ટેમ્બર ની મોડી રાત્રે 03:00 વાગે ktm બાઈકનું લોક તોડી ચોરી. • બાઈક માલિક દ્વારા શેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોતાની બાઈક સરસપુરમાં આવેલા રણછોડરાયજી મંદિર પાસે પાર્ક કરેલી હતી અને ત્યાંથી અજાણ્યા બે લોકો દ્વારા બાઈકનું લોક તોડીને ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી. • અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘર ફોડ ચોરી, દુકાનોના શટર તોડવા જેવી ઘટનાઓમાં વધારો થયો છે. જેને લઈ પોલીસના રાત્રી પેટ્રોલિંગ જેવા દાવા ઉપર પ્રશ્નો ઊભા થયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Saraspur KTM Bike Steal Thefts Shaherkotda Police Station ]
23 Sept 2026
Reelsઓઢવ રિંગરોડથી સિંગરવા તરફ જતાં નિકોલ વોર્ડના ભગવતી નગરમાં વરસાદના પાણી હજુ ભરાયેલા. • નિકોલ વોર્ડમાં આવેલા ભગવતી નગર બહાર છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે. • બાજુમાં સ્કૂલ આવેલી છે, સ્કૂલના વિદ્યાર્થીઓને ન છૂટકે ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. • સ્થાનિકોએ વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ નેશનલ હાઈવેની ઓથોરિટી કહી કામગીરી કરવાથી ઇન્કાર કરે છે. • સ્થાનિકોએ ટેક્સ ભર્યો ત્યારે ઓથોરિટી ન પૂછી અને હવે કામગીરી કરાવવાની આવે ત્યારે ઓથોરિટી ના નામ પર ધક્કા ખવડાવવામાં આવે છે • શાળાની બહાર જ પાણીનો જમાવડો થતા વિદ્યાર્થીઓમાં તેમજ પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોમાં રોગચાળાનો ભય. • તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Water logging ahmedabad municipal corporation ahmedabad ]
23 Sept 2026
ReelsInformation તો ઘણી જગ્યાએથી મળી જાય… પણ તમારી profile માટે ખરેખર શું right છે, એ સમજવું અલગ વાત છે. 🇳🇿 એટલે જ New Zealand Gateway (@nzgateway) ફરી લઈને આવી રહ્યું છે LIA Event Ahmedabad માં. અહીં students સીધા one-on-one Licensed Immigration Advisers સાથે બેસીને પોતાની profile discuss કરી શકે છે, પોતાના questions પૂછી શકે છે અને New Zealand માટેના study અને visa options સારી રીતે સમજી શકે છે. 📍 Ahmedabad 📅 Sunday, 27th September ⏰ 11 AM - 2 PM 📌 New Zealand Gateway, Ahmedabad 104 Sachet 2, Opp. GLS College, Nr. Tomato Restaurant, Near National Handloom, Law Garden, Ahmedabad New Zealand જવાનું plan કરી રહ્યા છો? તો આગળનો નિર્ણય લેતા પહેલાં તમારા options વિશે clarity મેળવવાની આ સારી તક છે. Limited one-on-one slots available. DM to meet New Zealand Gateway’s LIAs. 🇳🇿
23 Sept 2026
Postsઓઢવ ફાયર સ્ટેશન સામે ચાલુ રોડમાં ભુવો પડ્યો! • અચાનક ભુવો પડતા ઓઢવ થી સોનીની ચાલી તરફનો એક તરફનો રોડ બંધ કરી ટ્રાફિક બીઆરટીએસ માં ડાયવર્ટ કરાયો. • અચાનક ભુવો પડતા રસ્તો બંધ કરાયો, ઓઢવથી સોનીની ચાલી તરફ જતા રસ્તા પર ભારે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા. • ભુવો પડતા જ કોર્પોરેશને તાબડતોડ કામગીરી શરૂ કરી. હજુ ત્રણથી ચાર દિવસ સમારકામમાં જશે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. • નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થતી હતી. જેમાં લીકેજ હોવાથી જમીનનું ધોવાણ થયું અને ચાલુ રસ્તામાં અચાનક ભુવો પડ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Odhav Fire Station Pothole Drainage Line Leakage AMC ]
23 Sept 2026
PostsAMCના પ્લોટ ભાડે લેનારે નામ-મોબાઈલ નંબર સાથે પ્લોટની બહાર બોર્ડ લગાવવું ફરજિયાત! • 3 મહિનાથી વધુ સમય માટે AMCનો પ્લોટ ભાડે લેનાર વ્યક્તિ કે સંસ્થાએ પ્લોટના ગેટ પાસે માહિતી દર્શાવતું બોર્ડ ફરજિયાત લગાવવું પડશે. • ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી દ્વારા પ્લોટમાં આચરવામાં આવતી ગેરરીતી રોકવા માટે હેતુ અને જેટલા સમય માટે પ્લોટ ભાડે લેવામાં આવ્યો હોય તેમ જ ભાડે લેનાર વ્યક્તિના નામ મોબાઈલ નંબર સહિતની વિગતો દર્શાવતું આ બોર્ડ લગાવવું પડશે. • જેટલા સમય માટે પ્લોટ ભાડે લેવામાં આવે છે તેના કરતાં વધુ સમય માટે વાપરવામાં આવે છે. તેમજ જે હેતુ માટે પ્લોટ લેવામાં આવતો હોય છે એના કરતાં અન્ય હેતુનો પણ ઉપયોગ થતો હોય છે સહીતની ફરિયાદો મળતા નિર્ણય કરાયો. • AMCની પ્લોટ ફાળવણી નીતિ હેઠળ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટે પ્લોટ ભાડે આપવામાં આવે છે. • જેમાં ધાર્મિક કાર્યક્રમો, બિલ્ડિંગ મટીરિયલ, સીઝનેબલ પ્રવૃત્તિઓ, કોમર્શિયલ પ્રવૃત્તિઓ સહિતના હેતુઓનો સમાવેશ થાય છે. • હવે આવા પ્લોટની બહાર માહિતી દર્શાવતું બોર્ડ હોવાથી સ્થાનિક નાગરિકો અને સંબંધિત કાઉન્સિલરોને પ્લોટ કયા હેતુ માટે અને કેટલા સમય માટે ફાળવાયો છે તેની જાણકારી સરળતાથી મળી રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad Municipal Corporation Plot Rent Board ]
23 Sept 2026
Postsઅમદાવાદમાં 25 સપ્ટેમ્બરે સેવા સેતુ કેમ્પ યોજાશે, ચાર ઝોનના નાગરિકોને એક જ સ્થળે સેવાઓ મળશે! • આ કેમ્પમાં દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના નાગરિકોને સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહેશે. • કેમ્પનું આયોજન શ્રી શ્યામપ્રસાદ વસાવડા (વાસવાણી) કોમ્યુનિટી હોલ, ખોખરા ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. • અરજીઓ સામાન્ય રીતે બપોરે 2 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. • રેશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, દિવ્યાંગ સહાય, સહિતની સેવાઓ એક જ સ્થળ પર મળી રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC Sewa Setu Camp shyamaprasad Community Hall Khokhra ]
23 Sept 2026
Postsસીતારામ ચોક રોડ પર, સરદાર ચોક પાસે ચોરી! રિક્ષામાં આવેલ તસ્કરો ACના આઉટડોર કાઢીને લઈ ગયા! • 22 સપ્ટેમ્બર વહેલી પરોઢ 3:50 આસપાસનો બનાવ! • ઠક્કરનગરથી કૃષ્ણનગરના પટ્ટામાં એક જ રાતમાં ચોરીના અલગ અલગ ઘણા બનાવો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Theif stolen ac outdoor from Krishnanagar]
22 Sept 2026
ReelsGarba concerts ma alag circle, alag steps... e to hoy j. Pan real maja to tyare aave jyare badha ek j circle ma, ek j taal ma jhume — ae j to Mandli ni khaasiyat che ✨ Etle aa vakhte jhumo, Aahvan sathe, Aahvan Navratri ma 🎟️ Passes Book Now on BookMyShow 👇🏻👇🏻 https://in.bookmyshow.com/activities/aahvan-2026-the-luxury-mandali-garba/ET00517781 📍 Aahvan experience ground #Mandli #Navratri #aahvan2k26 #aahvannavratri #ahmedabadnavratri [Mandli, Garba, Navratri, One Circle One Vibe, Ahmedabad, Aahvan, Garba Community]
22 Sept 2026
Posts" રેંટ અ ગરબા પાર્ટનર" ની વાયરલ પોસ્ટ્સ પર ક્રાઈમ બ્રાંચની ચેતવણી! • નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર “ગરબા પાર્ટનર ભાડે મેળવો” (Rent a Garba Partner) નામની જાહેરાતો અને પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. • ગુજરાત પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચે લોકોને આવી ભ્રામક અને સંભવિત સાયબર ફ્રોડ વાળી જાહેરાતોથી દૂર રહેવાની કડક ચેતવણી આપી છે. • વિવિધ પોસ્ટ્સમાં ગરબા રમવા માટે પાર્ટનર ભાડે આપવાના વિવિધ પેકેજ અને દર દર્શાવવામાં આવ્યા છે. • ₹1,000 થી શરૂ કરીને ₹2,000 સુધીના સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવા કેટેગરીના પેકેજ આપવામાં આવ્યા છે. • સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) લવિના સિન્હાએ આ અંગે વિડીયો સંદેશ જાહેર કરીને લોકોને સતર્ક કર્યા છે. • તેમણે કહ્યું કે, “અમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ‘રેન્ટ-અ-પાર્ટનર’ ની પોસ્ટ્સની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. આ પોસ્ટ્સ પાછળ કોઈ ઠગાઈ, નાણાકીય ફ્રોડ કે કોઈનો ખરાબ ઈરાદો છે કે કેમ તેની ઝીણવટભરી વિગતો મેળવવામાં આવી રહી છે.” • આવા પેકેજ બુક કરવાના નામે મોકલવામાં આવતી પેમેન્ટ લિંક્સ કે ફોટો સાથેના એટેચમેન્ટ્સથી ખાસ સાવધાન રહેવું. • આવી લિંક્સ પર ક્લિક કરવાથી યુઝર્સનું વોટ્સએપ, મેસેજિંગ એપ્સ કે બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat Navratri Rent Garba Partner Post Social Media Cyber Crime Branch ]
22 Sept 2026
Postsસાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ 257 હેક્ટર વિસ્તાર માટે રિડેવપમેન્ટ પ્લાન તૈયાર, નવું સ્માર્ટ સિટી બનશે! • અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) અને જાપાનની કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા આ પ્લાન તૈયાર કરાયો છે. • ગાંધી આશ્રમ અને સાયન્સ સિટી પછી સાબરમતી વિસ્તાર ત્રીજો સ્પેશિયલ ઝોન બનશે. • આ વિસ્તારની એફએસઆઈ (FSI) વધી શકે છે અને બાંધકામના નિયમોમાં પણ ફેરફાર થવાની શક્યતા. • સ્ટેશનની પશ્ચિમ તરફ 168.73 હેક્ટર અને પૂર્વ તરફ 88.33 હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. મુખ્ય આયોજનની વિગતો: - ત્રણ અલગ-અલગ પગપાળા પુલ: પહેલો પુલ જેલ રોડ અને સાબરમતી રેલવે સ્ટેશનને જોડશે, બીજો પુલ સીધો મેટ્રો સ્ટેશન તથા BRTS તરફ લઈ જશે અને ત્રીજા પુલથી મુખ્ય રેલવે જંક્શન તરફ જવાશે. -ટ્રાફિક મેનેજમેન્ટ: સ્ટેશનની આસપાસ ટ્રાફિક ન થાય તે માટે ગાંધીનગર તરફથી આવતાં અને શહેર તરફથી આવતાં વાહનો માટે અલગ-અલગ માર્ગ તૈયાર કરાશે, જે સીધો 132 ફૂટ રિંગ રોડ સાથે જોડાશે. -પેડેસ્ટ્રિયન અને હરિયાળી: સમગ્ર વિસ્તારમાં 14% જગ્યા પર વૃક્ષના છાંયડાવાળા અને અવરોધ વિનાના પાથ-વે બનાવાશે. મુખ્ય તથા આંતરિક રસ્તાની બંને તરફ 12% જગ્યા વૃક્ષારોપણ અને હરિયાળી પટ્ટી માટે અનામત રાખવામાં આવશે. -જાહેર જગ્યા: સ્થાનિક અને મુસાફરોના વિરામ માટે જાહેર બગીચા તથા વિશાળ ચોક માટે 4% જમીન રખાશે. પ્લોટિંગ: ચાલવાની અનુકૂળતા વધારવા માટે મોટા પ્લોટના કદ ઘટાડી નાના બ્લોક બનાવાશે. -કોમર્શિયલ વિકાસ: સ્ટેશનના પશ્ચિમ ભાગમાં પહોળા પદયાત્રી પથ સાથે વૈભવી બ્રાન્ડ્સ, દુકાનો અને ખાણીપીણીની વ્યવસ્થા ધરાવતો બજાર માર્ગ વિકસાવાશે. -ઊંચી ઇમારતો: સ્ટેશન પરિસરની પાછળ ઊંચી રહેણાંક ઇમારતો, વ્યાપારી કેન્દ્રો, હોટેલ અને ઉદ્યોગ સાહસિકો માટે નવપ્રવર્તન કેન્દ્રો ઊભાં કરાશે. આ રિડેવલપમેન્ટ પ્લાનને આગામી ટૂંક સમયમાં રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલ કરાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sabarmati Bullet Train Station Redevelopment Smart city ]
PostsCTMની એક અંગ્રેજી શાળામાં વિચિત્ર ઘટના! • ધોરણ-4 ના વિદ્યાર્થીએ વિધાર્થિનીને 'આઈ લવ યુ' લખેલી ચિઠ્ઠી આપતા શિક્ષિકા-પ્રિન્સિપાલે વિધાર્થીને માર માર્યો, શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ! • 19 સપ્ટેમ્બરના દિવસે વિધાર્થીએ ક્લાસની જ એક વિધાર્થી પર 'આઈ લવ યુ' લખેલ ચિઠ્ઠી ફેંકી, શિક્ષકને આ બાબતે જાણ થતા વિધાર્થીને ફૂટપટ્ટી વડે મારી ઠપકો આપ્યો! • વિધાર્થી આ વાતથી દુઃખી થઈ ઘરે આવી રડવા લાગ્યો અને માતાને આ વાત કરી, વિધાર્થીના માતાએ શિક્ષક અને પ્રિન્સીપાલ સામે ફરિયાદ નોંધાવી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Std 4 student in CTM write I love in chit police complaint on teacher]
22 Sept 2026
Postsહીરાવાડી, ઠક્કરનગર અને કૃષ્ણનગરમાં રાત્રે ચોરીનું પ્રમાણ વધ્યું! ચોર ટોળકીઓ બેફામ! લોકો પરેશાન • વાહન ચોરી, દુકાનના શટલ તૂટવા, ચેઇન ખેંચવો, મોબાઈલ ખેંચવો એકદમ સામાન્ય બન્યું. • ઠક્કરનગરથી હીરાવાડી વાળા રોડ પર છેલ્લા 10 દિવસમાં દુકાનના શટલ તૂટવાની આ ત્રીજી ઘટના બની! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Theft robbery police Bapunagar Thakkarbapanagar]
22 Sept 2026
Postsથલતેજમાં રહેતા એક ગ્રાહકે BlinkIt પરથી Amulનું દૂધ મંગાવ્યું જે બે દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગયેલું હતું, ગ્રાહકે આ બાબતે કોર્પોરેશનમાં ફરિયાદ કરતા સોલા વિસ્તારમાં આવેલ BlinkIt સ્ટોરને ₹5000નો દંડ કરવામાં આવ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Blinkit story get fined by AMC over expired milk ]
21 Sept 2026
Postsરેલવેની નવી ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) લાઈન પરથી પેંડરોલ ક્લીપો અને મેટલ લાઈનરની મોટા પાયે ચોરી કરીને માલગાડીને ઉથલાવવાનું ગંભીર કાવતરું તંત્રએ ઝડપી પાડ્યું છે. • RPF અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ચાર ચોર તથા બે ભંગારના વેપારી સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. • રેલવે સ્ટાફ દ્વારા રોજિંદી લાઈન ચકાસણી દરમિયાન ન્યૂ મકરપુરાથી ન્યૂ વાસદ સુધીની DFC લાઈનમાંથી મોટી સંખ્યામાં પેંડરોલ ક્લીપો અને મેટલ લાઈનર કાઢી નાખ્યા હોવાનું જણાયું હતું. • આ અંગે તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી અને ત્યારબાદ આરપીએફ તથા રેલવે પોલીસને માહિતી આપવામાં આવી હતી. • પોલીસ અને આરપીએફની જોઈન્ટ ટીમોએ તપાસ હાથ ધરીને પહેલા ચાર શખ્સોની ધરપકડ કરી. આ ચારેયએ રેલવે લાઈનમાંથી ચોરી કરીને તેને ભંગારના વેપારીઓને વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કારેલીબાગ વિસ્તારમાંથી બે ભંગાર વેપારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા. • આરોપીઓ પાસેથી કુલ ૧૯૫૬ પેંડરોલ ક્લીપો, ૪૯૬ મેટલ લાઈનરો, એક ટેમ્પો, એક કાર, એક રિક્ષા અને બે બાઈક સહિત રૂ. ૨.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. •ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ચોરી કરનારા ચારેય આરોપીઓ રેલવેમાં કોન્ટ્રાક્ટ પર પેટ્રોલમેન તરીકે નોકરી કરતા હતા. વરસાદની ઋતુમાં પેટ્રોલિંગનું કામ કરતા હોવાથી તેઓએ રેલવે સંપત્તિની ચોરી કરીને રોકડી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓના નામ: • આશિષ છત્રસિંહ ચૌહાણ (રહે. નીલકંઠ મહાદેવ ફળિયું, ઠીકરીયા મુંબારક ગામ) • અજય મનુભાઈ રાઠવા (રહે. ગોરવા) • ગોપાલ સોમાભાઈ વસાવા (રહે. ઠીકરીયા મુબારક ગામ) • મહેશ પ્રતાપસિંહ ગોહિલ (રહે. નાની ભાગોળ, શેરખી) • અહમદહુસેન મોહમંદ શેખ (રહે. ફાગવેલનગર, નવીનગરી) • ઇર્શાદ અહેસાન અહેમદ અન્સારી (રહે. અશોકનગર, પાણીની ટાંકી રોડ, કારેલીબાગ) વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ DFC theft rail track components from Vadodara line]
Postsગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં ABVPનું ‘STUDENT’S RAID’ અભિયાન મેસમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભોજનની ગુણવત્તાને લઈને ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ‘STUDENT’S RAID’ અંતર્ગત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મેસમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, પેકિંગ તથા Expiry Dateની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી આવી. સુરતમાં હોસ્ટેલ મેસની અંદર જમવાની ગુણવત્તા ખરાબ હોવાને કારણે વિદ્યાર્થીઓને થયેલ ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ અમદાવાદમાં ABVP દ્વારા ખાસ સ્ટુડન્ટ રેડનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓની કેન્ટીન અને હોસ્ટેલ મેસમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Student raid ABVP in gujarat vidyapeeth building]
21 Sept 2026
Reelsઅમદાવાદમાં યોજાઈ રહી છે ખાસ “જમીનની કામગીરી અંગેની WORKSHOP”, જ્યાં જમીન સંબંધિત મહત્વના મુદ્દાઓને Practical Examples, Case Discussion અને Q&A દ્વારા સમજાવવામાં આવશે. 📅 તારીખ: 27 સપ્ટેમ્બર 2026, રવિવાર ⏰ સમય: સવારે 10:00 થી સાંજે 5:00 સુધી 📍 સ્થળ: The Fern Residency, Ahmedabad 💰 ફી: ₹2,500 પ્રતિ વ્યક્તિ 📞 બુકિંગ માટે સંપર્ક: 8866009313 ⚠️ Limited Seats! મુખ્ય વિષયો: • RTS Appeal • Tenancy Appeal • Limitation Act • Land Laws & Practical Issues • Case Discussion • Q&A & Guidance 🎙️ Host: Bharat Panchal | Revenue Consultant જમીનના કામમાં જ્ઞાન એટલે સૌથી મોટું હથિયાર! જમીન સંબંધિત RTS Appeal, Tenancy Appeal, Limitation Act, Land Laws સહિતની કાયદાકીય કામગીરીમાં માત્ર થિયરી નહીં, પરંતુ સાચી પ્રક્રિયા અને Practical Knowledge હોવું ખૂબ જ જરૂરી છે. 👉 આ માહિતી એવા વ્યક્તિ સાથે SHARE કરો, જે જમીનના કામકાજ સાથે જોડાયેલ હોય.
21 Sept 2026
Reelsનિકોલ દાસ્તાન સર્કલ પાસે રિંગ રોડ પાસે આવેલ RD ફાર્મની બાજુમાં રોયલ રીજોઈશ ફ્લેટમાં 21 સપ્ટેમ્બરે (20 સપ્ટેમ્બરે મધરાતે) 3 વાગ્યા આસપાસ, ચડ્ડી ગેંગના 3 લૂંટારૂ આંટાફેરા મારતા CCTVમાં દેખાયા! • ફ્લેટમાં એક મકાનનું તાળું પણ તૂટ્યું, જોકે એ મકાન ખાલી હતું એટલે શું ચોરી થયું તે અંગે માહિતી નથી. • આ પ્રકારના દ્રશ્યોથી સ્થાનિકોમાં એક ડરનો માહોલ સર્જાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Chaddi gang chori nikol dastan circle]
21 Sept 2026
Reelsઘરે સોલાર છે એટલે લાઈટ જાય ત્યારે પણ બેકઅપ મળશે? ☀️ On-Grid Solar Systemમાં પાવર કટ દરમિયાન safety માટે system સામાન્ય રીતે બંધ થઈ જાય છે. જો તમને power backup જોઈએ છે, તો Hybrid અથવા Off-Grid Solar Systemની જરૂરિયાત હોઈ શકે છે. એટલે સોલાર ઇન્સ્ટોલ કરતા પહેલા તમારી જરૂરિયાત સમજીને યોગ્ય Solar Solution પસંદ કરવું જરૂરી છે. તમારા ઘર માટે યોગ્ય Solar Solution માટે આજે જ સંપર્ક કરો. 📞 95102 15816 #Solar #SolarEnergy #Ahmedabad #GreenEnergy #SaySolar
20 Sept 2026
Postsઆજે 20 સપ્ટેમ્બરથી અંબાજી ભાદરવી પૂનમનો મેળો શરૂ »» 35 થી 40 લાખ ભક્તો જોડાશે, મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરશે ગુજરાતભરમાંથી અંબાજી પગપાળા પહોંચશે. • તંત્ર દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરાઈ, પાર્કિંગ, યાત્રાળુઓ માટે રહેવાની સુવિધા, જમવાની, શૌચાલય સહિતની સુવિધા ઉભી કરાઈ. • જુઓ આરતીના સમય અને અન્ય સુવિધાઓ સહિતની તમામ માહિતી »» વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ambaji bhadarvi Poonam melo ]
20 Sept 2026
ReelsEarly bird passes are LIVE! 💜✨ Aahvan Navratri, book your nights before the rush begins. 🪔💫 Aahvan Navratri — Same Soul. Different Nights. #AahvanNavratri #Navratri2026 #AhmedabadNavratri #aahvan2k26 #garbanight [Navratri, Garba, Ahmedabad, Early Bird Passes, Aahvan, Mandli Garba, Navratri Nights]
19 Sept 2026
Postsક્રાઈમ બ્રાંચે જુહાપુરામાંથી ₹1.5 લાખની બ્રાન્ડેડ કંપનીની 12,000 નકલી સિગારેટનો જથ્થો કબ્જે કર્યો! • શહેરમાં ગોલ્ડ ફલેક કંપનીની સિગારેટનો નકલી માલ અડધા ભાવે વેચાતો હોવાની બાતમી કંપનીના કોપીરાઈટ ભંગ મામલે કામ કરનારા મેનેજરને મળતા તેની ફરિયાદના આધારે ક્રાઈમબ્રાન્ચે છટકુ ગોઠવ્યું હતું. • જુહાપુરા મોતી બેકરી પાસે ગોલ્ડ ફલેક પ્રીમિયમ નામની નકલી સિગારેટનો જથ્થો વેચવા આવેલા ઈલ્યાસ મોદન (રહે.જુહાપુરા), આસીફ સૈયદ અને જાવીદ ડેરૈયા (બંને રહે,ભાવનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. • પૂછપરછમાં જાણવા મળ્યું કે જથ્થો ઠક્કરનગરના જય મારુતી એપાર્ટમેન્ટમા રહેતાં શૈલેષ પટેલે આપ્યો હતો. • કંપનીના કર્મચારીએ પેકેટ ચેક કરતાં તેની ઉપર MFD નંબર એક સરખો હતો. ગોલ્ડ ફલેકનો સિમ્બોલ પણ ઓરિજનલ સિમ્બોલ સાથે મેચ થતો ન હતો. જેથી સિગારેટ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. • પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ નકલી સિગારેટ ઈકોમર્સથી વેચતા હતા આરોપીઓ નકલી સિગારેટ ઈ-કોમર્સ વેબસાઈટો પર વેચતા, જ્યારે બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ સિગારેટમાં હલકી કક્ષાની તમાકુનો ઉપયોગ કરતા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad Crime Branch Juhapura Thakkarnagar Duplicate Cigarettes Gold Flake ]
19 Sept 2026
Reelsગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સરકારી પૈસે તાગડધિન્ના! • વર્ષ 2024માં યુનિવર્સિટી તરફથી અમેરિકા પ્રવાસ પર ગયા હતા ત્યારે દુબઈ એરપોર્ટ પર હોલ્ટ દરમિયાન, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ બ્રાન્ડેડ સ્ટોરમાંથી બ્યુટી કોસ્મેટીક પ્રોડક્ટ ખરીદીને તેના બિલ યુનિવર્સિટીના ખાતે ચડાવ્યા હોવાની માહિતી સામે આવી છે. • 386 અમેરિકન ડોલરની ખરીદી કરી હતી, મતલબ 30 હજારથી વધારે ભારતીય રૂપિયાની ખરીદી કરી તેનું બિલ યુનિવર્સિટીના ખાતે ચઢાવ્યું હતું. • NSUI દ્વારા આ બાબતે યુનિવર્સિટી ટાવરમાં હાલના કુલપતિની ઓફિસમાં જઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. • પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે અગાઉ મળતિયાઓને મોટા પગારો આપી કાયદેસર નિમણૂક અને નોકરીઓ આપી હોવાના આરોપો વચ્ચે વધુ એક તાયફો સામે આવ્યો. • પૂર્વ કુલપતિ નિર્ઝા ગુપ્તાએ કરેલી આ તમામ ખરીદીના બિલો સામે આવતા ખળભળાટ, આ તમામ બિલો પાસ પણ કરાવી લેવામાં આવ્યા હતા. • હાલ જુના કૌભાંડૉ સામે હાઇકોર્ટના નિવૃત્ત જજની કમિટી નીર્જા ગુપ્તા સામે તપાસ કરી રહી છે એ દરમિયાન આ વધારે કૌભાડની માહિતી સાથે NSUI એ વિરોધ કર્યો હતો. • ખોટી નિમણૂકો આપ્યાની વાતો સામે આવતા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ રદીયો જાહેર કરતા તમામ આરોપો ફગાવ્યા હતા પરંતુ હાલ તે તમામ બાબતે તપાસ ચાલી રહી છે. • NSUI દ્વારા વિરોધ કરીને તાત્કાલિક ધોરણે પૂર્વકુલપતિ નિરજા ગુપ્તા સામે કડક કાર્યવાહી કરવા તેમજ FIR કરવા માંગ કરી છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat University ahmedabad GU vice chancellor gujarat University ahmedabad ]
ReelsBuilding or renovating your home? Why visit multiple shops when you can find everything under one roof? 🏠✨ Skyline Ceramics is Ahmedabad’s one-stop destination for tiles, sanitaryware & faucets, offering trusted brands, latest designs and options for every budget. See, compare and choose your products in person with expert guidance for the perfect finish. 📍 Thakkarnagar, Ahmedabad 📞 9979662163 | 9725358004 | 9979978050 #SkylineCeramics #Tiles #Sanitaryware #Faucets #Ahmedabad
19 Sept 2026
Postsગીતા મંદિર પાસે ગુનાખોરી બેફામ, રોડ પર ચાલતા હતા લોકોને પકડી ખિસ્સામાંથી લૂંટ કરતી 3-4 લોકોની ટોળકી! વિડિઓ સામે આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો! એક શખ્સ ઝડપાયો હોવાની પ્રાથમિક માહિતી અન્ય સગીરની પણ સંડોવણી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Geeta Mandir gita mandir station robbery]
19 Sept 2026
Posts“ચાચી 420 હૈ!” નારા સાથે NSUIએ કુલપતિની ઓફિસમાં ઘેરાવો કર્યો, GUના પૂર્વ VC નીરજા ગુપ્તા હવે નવા વિવાદમાં... • મળતિયાઓને કામ પર રાખી મોટા પગારો આપ્યા તે આક્ષેપો હતા હવે, યુનિવર્સિટીના પૈસે લિપસ્ટીક લેવાનો મુદ્દો પણ સામે આવ્યો!! • તપાસની માંગ કરાઈ!! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Nirja gupta neerja VC gujarat university lipstick scam]
19 Sept 2026
PostsAMCમાં હવે C-DACની કામગીરી અંગે સવાલો ઉઠ્યા! • AMCએ વોર્ડ સ્તરે વરસાદ ક્યાં, ક્યારે અને કેટલો પડી શકે છે તેની આગાહી મેળવવા માટે પુણેની Centre for Development of Advanced Computing (C-DAC) એજન્સી સાથે એમઓયુ કરીને ₹19 લાખ ચૂકવ્યા હતા. • જૂન 2026માં AMC દ્વારા C-DAC, પુણે સાથે વિકસાવવામાં આવેલી વોર્ડ-લેવલ વરસાદી આગાહી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. • આ સિસ્ટમનો હેતુ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના અને તીવ્રતાની આગાહી કરીને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં પંપ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સહિતની વ્યવસ્થા અગાઉથી ગોઠવવાનો હતો. • સિસ્ટમ આશરે 1.5 કિલોમીટરના રિઝોલ્યુશન સુધી વરસાદ અને સંભવિત પાણી ભરાવાના જોખમને ઓળખવામાં મદદ કરી શકે છે. • જો કે આ એજન્સીએ ચોમાસામાં કરેલી સચોટ વરસાદની આગાહીઓ ખોટી અને ખામીયુક્ત સાબિત થઈ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC C-DAC Monsoon prediction Ahemdabad Ward Wise ]
19 Sept 2026
ReelsWhere expert medical care meets faith and spirituality, healing becomes a journey of both science and compassion. 🙏❤️ At Tirtham Surgical Hospital, every patient is cared for with expertise, empathy, and a belief in holistic healing. #TirthamSurgicalHospital #HealingWithFaith #SpiritualHealing #ExpertCare #PatientCare
19 Sept 2026
PostsAMTS નું નવલું નજરાણું, બે બસોમાં એક સરખી જ નંબર પ્લેટ! મેઘાણીનગર બસ સ્ટેશન પાસે બે AMTS વિભાગના બસો એક જ નંબર પ્લેટ વાળી દેખાતા સ્થાનિકોએ બસ ચાલકોનો હુરિયો બોલાવ્યો, ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે બન્ને બસો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લઈ લીધી. • હવે આવું શા માટે કરવામાં આવ્યું તે અંગે તપાસ ચાલુ! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMTS bus duplicate number plate]
19 Sept 2026
Postsઅમદાવાદમાં કોમર્શિયલ ગરબા માટે ફાયર NOC અનિવાર્ય, પોલીસ દ્વારા ગાઈડલાઈન જાહેર! • અમદાવાદમાં નવરાત્રિના દરમિયાન લોકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી અમદાવાદ પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. • આયોજકોએ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ પાસેથી જરૂરી મંજૂરીઓ ફરજિયાત પણે લેવી પડશે. • પાર્ટીપ્લોટ અને ગ્રાઉન્ડમાં રમાતા ગરબાનું જો ફાયર NOC લીધેલું નહીં હોય તો પોલીસ મંજૂરી મળી શકશે નહી તેમજ સંબંધિત વિભાગોની મંજૂરી લેવી પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Navratri Party Plots Ground NOC Fire Safety ]
18 Sept 2026
Postsસરકારી નામ અને પ્રતીકનો દુરુપયોગ કરનાર ખાનગી સંસ્થાઓ સામે કાર્યવાહી કરાશે! • વ્યાપારિક લાભ માટે સરકારી નામ, હોદ્દા અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે ગુજરાત સરકારે કાર્યવાહી હાથ ધરી છે. • હવે કોઈ પણ ખાનગી સંસ્થા, ટ્રસ્ટ કે વ્યાપારી પેઢી કેન્દ્ર સરકારની અગાઉથી મેળવેલી લેખિત મંજૂરી વિના પોતાના નામમાં ‘બ્યુરો’, ‘કમિશન’, ‘મંત્રાલય’, ‘સેન્ટર’, ‘ઓલ ઈન્ડિયા’, ‘નેશનલ’ અને ‘ભારતીય’ જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં. • જો કોઈ સંસ્થાને આવા શબ્દો વાપરવાની મંજૂરી મળે તો તેણે સ્પષ્ટપણે જાહેર કરવું પડશે કે તે એક “ખાનગી સાહસ” છે અને સરકાર સાથે કોઈ સંબંધ નથી. • ઘણી ખાનગી સંસ્થાઓ લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, સાઇનબોર્ડ અને વેબસાઇટ પર અશોક પ્રતીક, અશોક ચક્ર અને સરકારી સીલનો દુરુપયોગ કરતી હોય છે. • તેનાથી નાગરિકો ભ્રમિત થઈને નાણાકીય નુકસાન વેઠે છે અથવા અનધિકૃત વ્યક્તિઓને મહત્વના દસ્તાવેજો સોંપી દે છે. • સરકારે નોંધણી અધિકારીઓને નવી અરજીઓની કાળજીપૂર્વક તપાસ કરીને કાયદાનું ઉલ્લંઘન કરતા નામોને નકારી કાઢવા જણાવ્યું છે. • શંકાના કિસ્સામાં મામલો કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને તેનો નિર્ણય જ આખરી ગણાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partne@saysolar.inin #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Misuse of Government Names Private Institutions Gujarat Government ]
18 Sept 2026
ReelsStop investing based on random stock market tips! 📈 Learn the stock market from Hitesh Somani, CFA & SEBI-registered professional, who has trained 1 lakh+ students since 2009. From candlestick patterns to F&O strategies, learn everything in simple language with live classes, 24×7 support and personal mentoring. Tips may fade, but knowledge stays for life. 💡 📞 Contact: 9601124005 #StockMarket #StockMarketLearning #Investing #Trading #AapKaInvestment
18 Sept 2026
Postsઅમદાવાદમાં ભાદરવો ભરપૂર! વેહલી સવારથી આવેલ વરસાદે જનજીવન સ્થગિત કર્યું, 40 થી 50 મિનિટમાં અંદાજે બે ઇંચ વરસાદ પડ્યો. શાળાઓ, AMTS, BRTS સુવિધાઓને અસર... વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Rain in Ahmedabad City ]
18 Sept 2026
Reelsમેટ્રોનો ભવિષ્યનો રૂટ! અમદાવાદને ફરતે એક રિંગ કોરિડોર, એરપોર્ટમાં અંડર ગ્રાઉન્ડ કનેક્શન આપવાના આવશે, ગોધાવી સુધી કનેક્શન અને રિંગરોડ પર બોપલ-શેલા પણ કનેક્ટ થઈ જશે! • ભવિષ્યની અમદાવાદની નવી લાઇફલાઇન હશે મેટ્રો! • સિવિલ હોસ્પિટલ, બાપુનગર, મણિનગર, પીપલજ પણ મેટ્રોના રૂટમાં આવરી લેવાશે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ahmedabad metro future expansion all new phases phase 3 pahse 2 ]
17 Sept 2026
ReelsSocial media par Navratri ghani joi… પણ Mandli na Garba ni vaat j alag che. 💜 Aa varshe glamour karta thodu vadhu garba ni asli maja taraf jaiye. Aahvan Navratri — Authentic Mandli Garba, with a large capacity to celebrate together. Toh aa varshe… Navratri nu Aahvan, Aahvan sathe kariye. ✨ 📌 Bookings starting soon! stay tuned! #AahvanNavratri #Navratri2026 #AhmedabadNavratri #aahvan2k26 #garbanight [ Aahvan Navratri, Navratri 2026, Ahmedabad Navratri, Garba Night, Navratri Event, Ahmedabad Garba, Coming Soon, Navratri Celebration ]
17 Sept 2026
Postsલાલદરવાજા ખાતે 61 વર્ષથી આયુર્વેદની સારવાર અને શિક્ષણ આપતી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ/કોલેજનું નારોલમાં નવું કેમ્પસ બનશે! • નારોલના લૅપ્રસી કેમ્પસમાં ₹89.19 કરોડના ખર્ચે 51,652 ચો.મી. વિસ્તારમાં 32,199 ચોરસ મીટર બાંધકામવાળું વિશાળ આયુર્વેદિક કેમ્પસ તૈયાર થશે. • આ કેમ્પસમાં 200 બેડની હોસ્પિટલ સાથે કોલેજ, સ્ટડી સેન્ટર અને હર્બલ ગાર્ડનની સુવિધા ઉપલબ્ધ થશે. • આગામી સમયમાં હોસ્ટેલ અને આયુર્વેદિક નર્સરી પણ બનાવવાનું આયોજન છે. • નવી હોસ્પિટલ શરૂ થયા બાદ ભદ્રના જૂના બિલ્ડિંગને તોડીને તે સ્થાને 4-5 માળની 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Akhandanad Ayurvedic Hospital College Campus Narol ]
17 Sept 2026
Postsઅમદાવાદ: પૂર્વ અમદાવાદના નાગરિકોને હવે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ (અસારવા) જવાની જરૂર નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શેઠ એલજી મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ (મણિનગર) ખાતે આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગ અને મોર્ચ્યુરીનું ઉદ્ઘાટન બુધવારે (16 સપ્ટેમ્બર 2026) કરવામાં આવ્યું છે. આ નવી સુવિધામાં 18 આધુનિક કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ છે, જે મૃતદેહોની યોગ્ય તાપમાને સુરક્ષિત સંગ્રહ માટે તૈયાર કરાયા છે. હવે અત્યાધુનિક પોસ્ટમોર્ટમ રૂમમાં ઓળખ, સેમ્પલ પ્રક્રિયા અને અન્ય જરૂરી સાધનો સાથે ફોરેન્સિક પીએમ કરી શકાશે. હોસ્પિટલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વ અમદાવાદના વિસ્તારોમાંથી અકસ્માત, અચાનક મૃત્યુ કે અન્ય મેડિકો-લીગલ કેસોમાં પોલીસ અને પરિવારોને હવે દૂર જવાની જરૂર નહીં રહે. આથી સમય અને અંતરની બચત થશે તેમજ પ્રક્રિયા ઝડપી બનશે. આ સુવિધા મેડિકો-લીગલ કાર્યો ઉપરાંત મેડિકલ વિદ્યાર્થીઓને ફોરેન્સિક મેડિસિન, ટોક્સિકોલોજી અને સંબંધિત પ્રક્રિયાઓનો વ્યવહારિક અનુભવ પણ આપશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ New postmortem facility in LG hospital AMC]
17 Sept 2026
Reels✨ IDENTITY OF SCIENCE CITY ✨ Most 4 BHK projects give you a flat… But very few give you `privacy, openness & legacy living` together ❤️ > 🏙 Harmony Harikesh @ Science City ✔ Ready Possession Luxury Homes ✔ 4 Side Open Units ✔ No Common Walls ✔ Panoramic View ✔ 11 Ft Clear Height ✔ Pure Residential Community 💎 The biggest surprise ? `Every room gets natural sunlight & air on any floor.` This is the kind of home families instantly say `“YES”` to after visiting once 👨👩👧👦 🏡Visit with Family & Experience the Difference Personally🤝 📞 Site Visit: 99 98 906 506 , 9512102318
17 Sept 2026
Postsમધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના 2 મોટા ધાર્મિક સ્થળોએ જવા હવે GSRTCની AC સિટિંગ બસ શરૂ કરવામાં આવી. • ઉજ્જૈન અને શિરડી માટે અમદાવાદ થી AC ST બસ મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ujjain Shirdi AC bus from Ahmedabad GSRTC]
17 Sept 2026
Postsપ્રધાનમંત્રી આવાસ યોજનામાં સેટિંગ કરી મકાન અપાવવાના નામે લાંચ લેતા 76 વર્ષીય વૃદ્ધને ACBએ રંગેહાથ પકડ્યા! • ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ બુધવારે અમદાવાદમાં એક મોટું છટકું ગોઠવીને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાન ફાળવી આપવાના નામે “સેટિંગ” કરાવવાના બહાને લાંચ માંગનાર 76 વર્ષીય વૃદ્ધને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપી સુરેશકુમાર દશરથભાઈ પંડ્યા નારણપુરા વિસ્તારના હરિચંદ્ર પાર્કમાં રહે છે. તેમના પર આવાસ યોજનામાં મકાન અપાવવાનો ભરોસો આપીને લોકો પાસેથી મોટી રકમની લાંચ ઉઘરાવવાનો આરોપ છે. ઘટનાની વિગતો: ફરિયાદીએ પહેલાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ મકાન ફાળવવામાં આવ્યું નહોતું. ત્યારબાદ તેઓ સુરેશભાઈના સંપર્કમાં આવ્યા. સુરેશભાઈએ મકાન ફાળવી આપવાનું વચન આપીને ફરિયાદી પાસેથી અગાઉ રૂ. 3.82 લાખ લાંચ તરીકે લઈ લીધા હતા. ત્યારબાદ બીજા એક વ્યક્તિ પાસેથી પણ મકાન અપાવવાના નામે તેમણે રૂ. 5.75 લાખ માંગ્યા હતા.
17 Sept 2026
Reels✨ Tara Sutaria x Ramanta Rajkot ✨ BTS from launch day 🎬🤍 રાજકોટવાસીઓ, લોન્ચ ડે યાદ છે? 🥹 On 25 August, Ramanta opened its doors on Nana Mava Road, and Tara Sutaria walked in as chief guest. કેમેરા ચાલુ હતા, but the best bits happened between the takes 👀 📍 Location: Ramanta, Nana Mava Road, Rajkot 📞 Call: 76989 25925 🚪 Doors are open. આવો, જુઓ, પહેરી જુઓ. { Ramanta Rajkot, Ramanta by Aman, Tara Sutaria, Tara Sutaria Rajkot, 925 Silver, Silver Jewellery Rajkot, Nana Mava Road, Our Rajkot, Rajkot Diaries, Rajkot Shopping, Hello Rajkot, Behind The Scenes }
16 Sept 2026
Postsમાણેક ચોકમાં રિ-ડેવલપમેન્ટ કામ શરૂ, નવરાત્રી સુધી કામ ચાલશે પછી બ્રેક લાગશે, અને ત્યાર બાદ દિવાળી પછી કામ શરૂ કરાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Manekchowk redevelopment work process ]
15 Sept 2026
Postsબોપલમાં પોલીસ લખેલી કારે 6 લોકોને અડફેટે લીધા! • રવિવારે રાત્રે બોપલ વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચાલકે પૂરપાટ ઝડપે ગફલત ભરી રીતે વાહન હંકાર્યું હતું. • સ્થાનિકોએ i10 કાર ચાલકને ઊભો રાખીને પૂછપરછ કરતા તે નશામાં ધૂત હોવાથી લોકોએ તેનો વીડિયો બનાવીને બોપલ પોલીસને જાણ કરી હતી. • અકસ્માત સર્જ્યો એ ગાડીમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી. • પોલીસે કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલા સામે અકસ્માત, નુકસાન, નશાની હાલતમાં વાહન ચલાવવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચાલકની ધરપકડ કરી હતી. • તેમને એક ગાડી નહિ પરંતુ બે ફોર વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને ટક્કર મારી કુલ છ વાહનોને નુકસાન પહોચાડ્યું હતું. • જ્યારે અકસ્માત કરનાર i10 ગાડી પર પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી. • અકસ્માત કરનાર કારમાં આગળ પોલીસ લખેલી પ્લેટ સ્પષ્ટ દેખાતી હોવા છતાંય તેનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. • જો કે તપાસમાં કારચાલકના પરિવારમાંથી કોઇ પોલીસમાં હોય તેવી વિગતો પ્રાપ્ત થઇ નથી, છતાં ગાડીમાં પ્લેટ લગાવીને રોફ મારવા બાબતે બોપલ પોલીસે કાર્યવાહી ન કરીને તેને બચાવવાની કોશિશ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. • હવે બીજી કોઈ FIR થાય છે કે કેમ એ જોવાનો વિષય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bopal Car Accident Police Number Plate ]
15 Sept 2026
Postsમાળો વિખાયો! શીલજ એક્સિડન્ટ: બેફામ પલ્સર ચાલક હજુ ફરાર! • પતિ સોશ્યલ મીડિયા પર ધ્રુસકે ધ્રુસકે રડ્યો!! મદદ માંગી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Bopal shilaj pulsar bike accident ]
15 Sept 2026
ReelsTransform your home or office interior in just 1–3 days! ✨ WhiteRock offers 300+ designs & colour shades with options from ₹40–₹200/sq. ft. Choose from PVC, WPC, Fluted, UV Marble, Charcoal, 3D PVC, PU Stone, Mosaic Tiles & more. 💯 Waterproof | Fire-Resistant | Termite-Proof 🏠 45,000+ spaces transformed 💰 Save up to 50% on your interior budget! 📍 Tragad: Shop No. 253/2, Opp. Jnr School, Near H3 World School, Tragad, Ahmedabad 📞 +91 7486934287 📍 Satellite: Shop No. FF-27, Nayankunj Co-Op Housing Society, Vraj Vihar-6, B/H Rahul Tower, Satellite, Jodhpur 📞 +91 98985 80363 Visit WhiteRock today! ✨ #WhiteRock #InteriorDesign #HomeInteriors #AhmedabadInteriors #InteriorMakeover
15 Sept 2026
Postsઅમદાવાદમાં ઇકોફ્રેન્ડલી પ્રદર્શન 25+ સ્ટાર્ટ અપ પોતાના પ્રોડક્ટનું પ્રદર્શન અને વેચાણ કરશે, મુલાકાતીઓ AMA ખાતે જઈ વસ્તુઓ જોઈ શકશે અને ખરીદી પણ શકશે. • ઇન્વેસ્ટર અને ફન્ડિંગ માટે આવતા સ્ટાર્ટઅપ પણ ભાગ લેશે અને અવનવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ લાવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Eco-friendly product display AMA Ahmedabad event ]
14 Sept 2026
Postsગણેશ વિસર્જન કુંડ લિસ્ટ! 👉 અમદાવાદ શહેરમાં AMC દ્વારા 38 સ્થળોએ 47 વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યાં! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ganesh visarjan kund AMC ]
14 Sept 2026
Reelsઅમદાવાદમાં ગણેશ ચતુર્થીએ વરસાદ, ગણપતિજીની મૂર્તિ વેચતા વેપારીઓને ભારે નુકશાન! • શહેરમાં ગઈકાલે વરસાદ પડી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થી હોવાથી શહેરભરમાં ઉત્સાહપૂર્વક ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે. પરંતુ વહેલી સવારથી જ વરસાદ હોવાથી બજારોમાં ગણપતિજીની મૂર્તિ ખરીદવામાં લોકો ઓછા જોવા મળી રહ્યા છે. • વેપારીઓ મુજબ જો વરસાદ ન હોય તો મૂર્તિઓ વધુ વેચાતી હોય છે. • આ વખતે વરસાદની અસરથી વ્યાપારીઓને મૂર્તિઓમાં નાખેલી મૂડી પણ પાછી મળે તેવા એંધાણ લાગતા નથી. • મૂર્તિઓની સાથે સાથે ગણપતિ ડેકોરેશનની માલ સામગ્રી વહેંચતા વેપારીઓને પણ વરસાદથી નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. • શહેરમાં ગઈકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેથી અને કોઈ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે, કેટલાય રસ્તા બંધ થઈ ગયા છે જેના લીધે ભક્તો અને નગરજનો ઈચ્છીને પણ બહાર જઈ શકે નહી એવી સ્થિતિ સર્જાઈ છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ganesh chaturthi Ahmedabad rain rainy day rain ]
14 Sept 2026
Postsહવે વંદે ભારત માલગાડી પણ! મહત્વનો સામાન વધુ સુરક્ષિત રીતે ઝડપથી પહોંચશે! • અમદાવાદ-મુંબઈ ટ્રેક પર ટ્રાયલ રન થયું, 130 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસિલ થઈ! • ઈ-કોમર્સ, કુરિયર, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, કોલ્ડ-ચેન અને અન્ય ઉચ્ચ-મૂલ્ય તથા સમય-સંવેદનશીલ પાર્સલની હેરફેર થશે. • આમાં રીફર વેન, પહોળા સ્વચાલિત દરવાજા, રોલર ફ્લોર, CCTV, અગ્નિ સંસૂચન, સ્વચાલિત લોકિંગ અને કવચ જેવી સુરક્ષા સુવિધાઓ છે. તસવીરો: @surajtrainwala વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vande Bharat maal gaadi freight train ]
14 Sept 2026
Reelsઅમદાવાદમાં વરસાદની સ્થિતિ, વહેલી સવારથી વરસાદ શરૂ, શહેરમાં અંધાર પટ્ટ, પશ્વિમમાં વિસિઝબ્લિટી ઘટી! • મીઠાખળી અંડરપાસ બંધ, વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ જેટલા ખોલાયા! • પશ્ચિમ અમદાવાદમાં વધારે અસર! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Rain in Ahmedabad ]
14 Sept 2026
Postsરાજ્યમાં ભાદરવાની અસર શરૂ, અમદાવાદમાં આજે સરેરાશ 1.33 ઇંચ વરસાદ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad Rain data AMC]
13 Sept 2026
Postsભંગારમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા લાવી તેમાં બનાવટી હલકી ગુણવત્તાનું તેલ ભરી માર્કેટ ભાવે વેચનારો ઇસમ ઝડપાયો. • રખિયાલમાં નકલી તિરુપતિ કપાસિયા તેલનું કૌભાંડ ઝડપાયું: ૪૪ ડબ્બા જપ્ત, વેપારી સામે કેસ • અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બેકરી પાસે આવેલા ઘાણી ટ્રેડર્સ (Ghaniwala Traders)માંથી ડુપ્લિકેટ ‘તિરુપતિ કપાસિયા તેલ’ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. • રખિયાલ પોલીસે એન.કે. પ્રોટીન્સ કંપની(તિરુપતિ તેલ)ના માર્કેટિંગ સ્ટાફ (ભૂષણ દાણી)ની માહિતી અને ફરિયાદના આધારે દુકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ૪૪ ડબ્બા નકલી તિરુપતિ કપાસિયા તેલના મળી આવ્યા હતા. દરેક ડબ્બાની કિંમત લગભગ ₹૨,૮૫૦ મુજબ કુલ લગભગ ₹૧.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેવી રીતે થતું હતું કૌભાંડ? વેપારી અમિત કુશવાહ (રહેવાસી: ત્રિકમલાલ ભોગીલાલની ચાલી, રખિયાલ) ભંગારના ફેરિયા અને ડેલાઓ પાસેથી સારી હાલતના ખાલી તિરુપતિ તેલના ડબ્બા ખરીદી લાવતો હતો. તેમાં અન્ય કંપનીનું સસ્તું તેલ ભરીને ડુપ્લિકેટ સીલ, સ્ટીકર અને બારકોડ લગાવી મૂળ બ્રાન્ડના ભાવે વેચાણ કરતો હતો. તપાસમાં બધા સીલ નકલી હોવાનું સાબિત થયું. પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ અમિત કુશવાહ સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Duplicate cotton Seeds oil in rakhiyal]
13 Sept 2026
Postsશહેરમાં વરસાદ વચ્ચે ખાડિયામાં એક જર્જરીત મકાન ધરાશયી, પાંચકુવા દરવાજા પાસે આવેલ લક્ષ્મીનારાયણની પોળ, માયાભાઇની બારીમાં આ ઘટના બની જેમાં ત્રણ માળ (ગ્રાઉન્ડ+2) નું મકાન સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયું! • મકાનની અંદર મકાનમાલિક અને ભાડુઆત હાજર હતા, મકાન માલિક સોનલબેન સૌથી ઉપરના માળે રહેતા હતા તેમનું આ ઘટનામાં મોત નીપજ્યું છે. • ત્રણ લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Khadiya house collapsed woman died rescue]
13 Sept 2026
Postsઅમદાવાદમાં સતત ત્રીજી વખત આંગણવાડી બહેનોને ધરણા અને વિરોધ પ્રદર્શન. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ઉપવાસ અને ધરણા પ્રદર્શન સરદારબાગ ખાતે ચાલી રહ્યું છે. આ સિવાય છેલ્લા એક વર્ષથી આંગણવાડીની બહેનો, આશા વર્કર અને તેડાગરો દ્વારા સરકાર સામે ધરણા કરી, આંદોલન કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી બહેનો મુજબ હાઇકોર્ટ દ્વારા તેમના લઘુત્તમ વેતન વધારવા માટેનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે છતાં સરકાર લઘુત્તમ વેતન વધારતી નથી. તો આ વેતન વધારવામાં આવે અને હાઇકોર્ટના ચુકાદા મુજબનું આંગણવાડી વર્કર્સને માસિક ₹24,800 વેતન ચૂકવવું અને તેડાગરને માસિક ₹20,300 વેતન ચૂકવવામાં આવે એવી માંગ છે. ગુજરાતમાં હાલ આંગણવાડી કાર્યકરોને માસિક ₹10,000, હેલ્પર (તેડાગર) બહેનોને માસિક ₹5,500 અને આશા વર્કર્સને ₹4,500 માનદ વેતન ચૂકવવામાં આવે છે. જે હાઇકોર્ટના ચુકાદા બાદ પણ વધારવામાં આવ્યું નથી જેથી આંગણવાડીની બહેનોનો વિરોધ છે. તેઓનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં આટલો પગાર પરવડતો નથી. હવે ત્રણ ત્રણ વાર એકજ મુદ્દે સતત વિરોધ થવાનું કારણ એજ છે કે, હાઈકોર્ટના આદેશ છતાં રાજ્ય સરકાર આ ચુકાદાનો અમલ કરવાને બદલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સરકાર દ્વારા હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન ન અપાતા અને સુપ્રીમ કોર્ટનો આશરો લેવાતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે. આથી જ તેઓ હાલમાં હાઈકોર્ટના ચુકાદાના તાત્કાલિક અમલની માંગ સાથે અમદાવાદમાં ધરણા પર ઉતર્યા છે. સરકાર સાથે વારંવાર બેઠક બાદ પણ નિર્ણય ના આવતા આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી; આગેવાનોએ જણાવ્યા મુજબ આ આંદોલનથી સરકારે ત્રણ વાર અમને બેઠક માટે બોલાવ્યા, ત્રણેય વાર બેઠક કરવામાં પણ આવી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી અને માત્ર વાયદાઓ આપવામાં આવ્યા જેથી આ ધરણા ફરીથી યોજવામાં આવ્યા છે. હવે જો આગામી સમયમાં કોઈ ત્વરિત નિર્ણય નહીં લેવાય તો આંગણવાડી બહેનોએ ગાંધીનગર ધામા નાખવાની ચીમકી આપી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Aanganvaadi behno pagar vadharo strike ]
ReelsShri Harish Patel is now stepping forward for his 300th donation. His incredible commitment is a reminder that making a difference doesn’t always require something extraordinary. Sometimes, it begins with a simple decision to give. Date: 13th September 2026 Time: 9:00AM to 2:00 PM Venue: Pandit Deendayal Upadhyay Hall, Behind rajpath club, Ahmedabad Join Harish Bhai at this special milestone. Donate blood. Give hope. Help save lives. #DonateBlood #BeAHero #BloodDonationDrive #BeABloodDonor
11 Sept 2026
Postsબોમ્બની ધમકી મળતા લખનઉ-દમામ ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ • ઉત્તર પ્રદેશના લખનઉથી સાઉદી અરેબિયાના દમામ શહેર તરફ જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં અચાનક બોમ્બ હોવાની ધમકી મળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. • •સુરક્ષાના પગલે ફ્લાઈટને તાત્કાલિક ડાયવર્ટ કરીને અમદાવાદના [સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ] પર સાંજે ૫:૫૫ વાગ્યે સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. • ટિશ્યુ પેપર પર લખ્યું હતું 'BOMB' • મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 097 લખનઉથી બપોરે આશરે ૪:૦૦ વાગ્યે રવાના થઈ હતી. ફ્લાઈટ હવામાં હતી તે દરમિયાન વિમાનના શૌચાલય અથવા સીટ પરથી ક્રૂ મેમ્બરને એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર અંગ્રેજીમાં 'BOMB' લખેલું હતું. આ શંકાસ્પદ લખાણ જોતા જ ફ્લાઈટ સ્ટાફ ચોંકી ગયો હતો અને પાયલોટે તુરંત જ સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કરીને ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. • એરપોર્ટ પર હાઈ એલર્ટ, વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ ૧૩૩ મુસાફરો સવાર હતા. વિમાનનું લેન્ડિંગ થતાં જ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢીને ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. • સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ ફ્લાઈટને રનવે પરથી તુરંત જ આઈસોલેશન બે (Isolation Bay) માં લઈ જવામાં આવી હતી. ત્યાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF), સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમો ડોગ સ્ક્વોડ સાથે તૈનાત થઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાન અને મુસાફરોના તમામ સામાનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Damam lakhnow flight bomb threat news ]
Postsકાલે 11 સપ્ટેમ્બરે બેંક કર્મચારીઓની દેશભરમાં હડતાળ! • અઠવાડિયામાં 5 દિવસ જ બેન્કિંગ કામકાજ શરૂ કરવાની માંગ સાથે દેશભરના બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓએ વિરોધ પ્રદર્શન અને હડતાળનું એલાન કર્યું. • 11 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં એક દિવસની હડતાળ પાડવામાં આવશે. ત્યારબાદ પણ જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ એમ ત્રણ દિવસ સુધી બેન્ક કર્મચારીઓ ફરી હડતાળ પર ઉતરશે. • યુનિયનો મુજબ અગાઉ બેન્કોમાં સોમવારથી શુક્રવાર સુધી સંપૂર્ણ દિવસ અને શનિવારે અડધો દિવસ કામકાજ ચાલતું હતું. • મે 2015ના કરાર બાદ દર મહિનાના બીજા અને ચોથા શનિવારને રજા જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકીના શનિવારે પૂર્ણ દિવસ કામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. • ત્યારબાદ તમામ શનિવારે રજા જાહેર કરવાની માંગ સતત કરવામાં આવી રહી છે. • માર્ચ 2024માં થયેલા કરારમાં બાકીના શનિવારને પણ રજા જાહેર કરવાની બાબતે સંમતિ થઈ હતી. તેના બદલામાં સોમવારથી શુક્રવાર સુધી દરરોજ બેન્કિંગ કામકાજના સમયમાં 40 મિનિટનો વધારો કરવાની વાત સ્વીકારવામાં આવી હતી. • આ સમજૂતીને મંજૂરી માટે કેન્દ્રીય નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હોવા છતાં બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નિર્ણય પેન્ડિંગ હોવાનું યુનિયનોનું કહેવું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nationwide Bank Strike Five Day Work Week ]
10 Sept 2026
Postsઅમદાવાદમાં ગણેશ પંડાલ માટે ફાયર વિભાગ દ્વારા નીતિ નિયમો જાહેર! પાલન કરવું ફરજિયાત 👉 વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ganesh utsav ganesh chaturthi AMC fire department ]
10 Sept 2026
Postsહવે AMC શહેરમાં વાહનો માટે ટનલ બનાવશે! જો કે અમુક બ્રિજ ટકતા નથી અને ટનલની ગુણવત્તા કેવી રહેશે એ જોવાનું રહ્યું! • આગળ જતા સમયની જરૂરત અને વસ્તી વધવાને સાથે ટનલ જ ટ્રાફિકનો એકમાત્ર નવો ઉપાય હોય શકે. • અમુક વિસ્તારો જ્યાં બ્રિજ બનાવવો જ શક્ય નથી ત્યાં હવે ટનલ બની શકે તે માટે જમીનની ચકાસણી કરશે AMC! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Tunnel AMC traffic Ahmedabad new traffic model]
10 Sept 2026
Postsસાબરમતી રિવરફ્રન્ટ પર સાત દિવસ સુધી માટી મૂર્તિ મેળો! • રાજ્ય સરકારના કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ દ્વારા દર વર્ષે ગણેશોત્સવ પહેલા રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાછળના મેદાનમાં માટી મૂર્તિ મેળો યોજવામાં આવે છે. • આ માટી મૂર્તિ મેળો યોજવા પાછળનું કારણ પીઓપીની મૂર્તિ નો વપરાશ ઓછો થાય, સ્થાનિક માટી કામ કરતા કારીગરોને પ્રોત્સાહન મળે, આર્થિક લાભ મળે અને તેમની કલા લોકો સુધી પહોંચે તેમજ માટીથી પર્યાવરણનું જતન થાય અને પીઓપીની મૂર્તિ પર્યાવરણ પ્રદૂષિત કરતા અટકાવે. આવા હેતુ સાથે દર વર્ષે માટી મેળો યોજવામાં આવે છે. • આ વર્ષ 2026 એ વલ્લભ સદન મેદાન પાછળ રીવર ફ્રન્ટ ઉપર તારીખ 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી બપોરે 1 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ માટી મૂર્તિ મેળાનું આયોજન કરાયું છે. • આ મેળામાં આવીને નાગરિકો સ્ટોલની વિઝીટ કરી પોતાને ગમતા સ્ટોલ માંથી ગમતી મૂર્તિઓ સ્થાનિક વેપારીના ભાવ મુજબ ખરીદી શકે છે. • ડ્રો સિસ્ટમથી અહીંયા મેળામાં વેપારી કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવે છે. • સ્ટોલ ફાળવેલ વેપારીઓ પાસેથી કોઈ જ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી ઉલટાનું તેમને રોજનું સ્ટોલ પર આવીને બેસવાનું મહેનતાણું પણ આપવામાં આવે છે. આવા પ્રયાસોથી સરકાર માટી કામને આગળ લાવી તેમજ પીઓપીની મૂર્તિઓ હતી પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નમાં છે. પણ વાસ્તવિકતા એવી પણ છે કે 100 થી વધારે સ્ટોલ આવેલા છે જેમાં 50% સ્ટોલ ખાલી છે. કોઈ વેપારી કારીગર વેચાણ કરવા માટે આ સ્ટોલમાં આવ્યા નથી. • રિવરફ્રન્ટ પર માટી મૂર્તિ મેળો યોજાયો છે ત્યાં લોકો પણ મૂર્તિની ખરીદી કરવા ઓછી સંખ્યામાં આવતા હોવાનું જણાયું છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ River front ahmedabad mati murti melo clay fair Ganesh chaturthi ]
Postsગુજરાત પોલીસની રાજ્યમાં ઓવર સ્પીડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને નંબર પ્લેટ વગરના અને અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કાર્યવાહી! • ગુજરાત પોલીસે રોડ સુરક્ષા વધારવા અને અકસ્માતો ઘટાડવા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજી છે. • ઓગસ્ટ મહિનામાં દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ સામે રાજ્યમાં કુલ 74,242 કેસ નોધીને વાહનચાલકો પાસેથી કુલ ₹5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. • જ્યારે હાઇવે તથા મુખ્ય માર્ગો પર અડચણરૂપ ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ 36,000થી વધુ કેસોમાં કાર્યવાહી કરવામાં આવી છે. • નેશનલ હાઇવે પર 10,408 કેસ, જ્યારે સ્ટેટ હાઇવે અને અન્ય માર્ગો પર 20,813 કેસ નોંધાયા છે. • ટ્રાફિકમાં અડચણ ઊભી કરતા વાહનો સામે 5,078 કેસ કરવામાં આવ્યા છે અને 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરાઈ છે. • હવે નંબર પ્લેટ વગરના, તેમજ છેડછાડ કરેલી, અસ્પષ્ટ, ઢાંકેલી કે ચિન્હોવાળી નંબર પ્લેટવાળા વાહનો સામે 14 ઓક્ટોબર સુધી ડ્રાઇવ ચાલશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat Police Special Traffic Drive Over Speeding Wrong Side Driving Number Plate Penalty ]
10 Sept 2026
ReelsGhar nu interior karavanu vicharo cho? Toh aa offer miss na krta Space N Living na The Interior Festival ma male chhe: FREE AC with every bedroom (Full Home Interior) ❄️ Spot booking assured prizes 🎁 End-to-end customized designs Pote compare karo, samjo ane festival offers no faydo uthavo. ⏳ Valid till 25th October 📍 Visit Space N Living Experience Centre, Ahmedabad
10 Sept 2026
Postsગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી 'બોસ્કી ધ એમ્પાયર' (Bosky The Empire) નામની નિર્માણાધીન બિલ્ડિંગમાં બાંધકામ ચાલતું હતું તે દરમિયાન અચાનક આખો સ્લેબ અને ક્રેન તૂટી પડ્યા હતા, • જેમાં ૧૫ જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા. • બચાવ કામગીરી: ઘટનાની જાણ થતાં જ અમદાવાદ અને ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ NDRF અને SDRF ની ટીમોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક મુલાકાત લીધી હતી. બેદરકારીના આક્ષેપો: ઘટના સ્થળે હાજર શ્રમિકોના જણાવ્યા અનુસાર, લાંબા કોરિડોર વચ્ચે એક પણ પિલર બનાવવામાં આવ્યો ન હતો, જેના કારણે આ સ્લેબ તૂટી પડ્યો હતો. • કોન્ટ્રાક્ટરો ફરાર: અકસ્માત બાદ સાઇટના ત્રણેય કોન્ટ્રાક્ટરો ઘટનાસ્થળેથી ગાયબ થઈ ગયા હોવાના અહેવાલો છે અને તંત્ર દ્વારા આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Gandhinagar kudasan building collapsed rescue]
10 Sept 2026
Reelsગુલબાઇ ટેકરામાં મૂર્તિ બનાવવાની કામગીરી પૂરજોશમાં! • અમદાવાદમાં મૂર્તિનું મુખ્ય બજાર ગુલબાઇ ટેકરામાં દર વર્ષે હજારો મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ વર્ષે જો કે દર વર્ષ કરતા મૂર્તિ બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. • મૂર્તિકારો મુજબ લોકોની માટીની મૂર્તિઓ તરફ પણ ડિમાન્ડ વધી છે. • સામે મૂર્તિકારો મુજબ માટીની મૂર્તિ બનાવવા માટે મોટી જગ્યા અને માટીની જરૂર પડતી હોય છે જેના માટે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે જો એ જગ્યા અને માટી અમને મળતી થાય તો અમે હજુ વધારે સારી રીતે કામ કરી શકીએ. • હાલ ગુલબાઇ ટેકરામાં માટીની મૂર્તિ તો બનાવવામાં આવે જ છે પણ સૌથી વધારે POP ની મૂર્તિઓનું નિર્માણ થાય છે. • ગુલબાઇ ટેકરામાંથી બનેલી મૂર્તિ ગુજરાત ભરમાં અને ગુજરાત બહારના રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં જતી હોય છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Ahmedabad Ganesh chaturthi Ahmedabad Gulbai tekra ]
9 Sept 2026
Postsશહેરમાં એક પખવાડિયા પહેલાં છૂટક બજારમાં ₹120ના કિલો મળતા લીંબુના ભાવ હાલ ₹240/કિલો. • અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગત 22 ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ ₹10થી 55 પ્રતિ કિલોનો હતો. જે આજે વધીને રૂ. 80થી 160 સુધી પહોંચ્યો છે. • વેપારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આંધ્રપ્રદેશ, સહિતના દક્ષિણ ભારત તેમજ મહેસાણા, ભાવનગર, પાલિતાણા વગેરે વિસ્તારમાંથી લીંબુ આવે છે. તેના બદલે અત્યારે માત્ર રાજસ્થાનમાંથી લીંધુ આવી રહ્યા છે. આ સિવાય બધા સ્થળોએથી આવક બંધ છે. • સતત ગરમી પડવાના કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી ગયા છે. પરિણામે એક આવક ઘટી છે. જ્યારે વરસાદ ખેંચાતા ઉનાળા જેવા વાતાવરણના કારણે લીંબુનો વપરાશ અને માંગ વધી છે. • લીંબુના વધેલા ભાવ નવરાત્રિ પહેલા ઘટવાની કોઇ શક્યતા નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad Lemon Price Hike Monsoon Season ]
9 Sept 2026
Reelsમામાના ઘરે સરસપુરમાં ભવ્ય હર્ષોલ્લાસ! સરસપુરમાં ભગવાન જગન્નાથજી પહોંચ્યા તે બાદ મામેરા વિધિ થઈ, ખલાસીઓએ આરામ કર્યો, ભોજન કર્યું. • સરસપુરની દરેક શેરી/પોળમાં માં પ્રસાદી ભોજનનું આયોજન. • મોસાળથી વિદાય લઈ હવે રથયાત્રા પરત ફરવા પ્રસ્થાન હવે પ્રેમદરવાજા તરફ આગળ વધશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Saraspur mameru Jagannath bhagwan Rathyatra 2026]
16 Jul 2026
Reels149મી રથયાત્રા શરૂ, ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા! • મુખ્યમંત્રી શ્રીએ સોનાના સાવરણાથી રથના માર્ગની સફાઈ કરી રથને પ્રસ્થાન કરાવ્યું. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Rathyatra pahindvidhi jay jagnnath]
16 Jul 2026
Reelsભગવાન જગન્નાથજીનો ભોગ, જમાલપુર મંદિરના પ્રસાદગૃહમાં 60 થી 70 હજાર કિલો ખીચડી તૈયાર થયા છે. • લગભગ 3 થી 5 લાખ ભક્તો પ્રસાદી લે છે. • ડ્રાયફ્રુટ અને ગવારફળી સાથે ખીચડી તૈયાર થાય છે. • 100 જેટલા સ્વયંસેવકો 2 દિવસ સુધી તૈયારી કરે છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Rathyatra 2026 khichdi prasaad jagannath ji]
16 Jul 2026
Reelsનાથ નગરચર્યાએ નિકળે એ પહેલાના દર્શન, ભક્તો ઉમટ્યા! • ભગવાન જગન્નાથજીની આજે 149 મી રથયાત્રા શહેરના પરંપરાગત રૂટ પર નિકળવા જઈ રહી છે ત્યારે આજે સવારે 4 વાગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે મંગળા આરતી કર્યા બાદ ભગવાનની આંખે પ્રતિકાત્મક પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હોય છે એ પાટા ખોલ્યા બાદ ભગવાનના પ્રથમ દર્શન. • વહેલી સવારથી ચાલુ થયેલી વિધિઓ બાદ હવે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ તરત ભગવાનનું રથાધિરોહણ થશે અને ભગવાન ભાઈ બહેન સાથે નગર યાત્રાએ નિકળશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Rathyatra 2026 ahmedabad Rathyatra Jagannath Prabhu Jamalpur Mandir bhagvan Jagannath ]
15 Jul 2026
Postsઅમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં તૈયાર થઈ રહેલા 10 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડના પ્રોજેક્ટ્સ આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા તાકીદ! • વિવિધ વિસ્તારોમાં હાલ વાઈટ ટોપીંગ રોડનું કામગીરી ચાલી રહી છે, તેમાં અનેક રોડની કામગીરી 80% થી વધુ થઈ ચૂકી છે • જ્યારે બે રોડ હજુ પ્રારંભિક તબક્કામાં જ છે પરંતુ આગામી ઓક્ટોબર સુધીમાં આ રોડ તૈયાર કરી દેવા કોર્પોરેશન દ્વારા તાકીદ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ White topping road ]
15 Jul 2026
PostsAMC ના ઇતિહાસમાં પહેલી FIR! EWS આવાસમાં ગેરકાયદે કબજો કરનાર સામે FIR! આંબાવાડીમાં જય જોગમાયા આવાસના 182માંથી 178 આવાસની ફાળવણી થઈ હતી, 4 મકાન ખાલી હતા. • જે જોઈને ત્યાં ત્યાં આગળ કેટલો લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો હતો. • તો એ ખાલી કરાવીને AMCએ ત્યાં સીલ માર્યું. • તો એમાંથી એક મકાન B 707માં ગેરકાયદે કબજો કરીને રહેતો શખ્સ વારંવાર ફરી ત્યાં રહેવા લાગે છે અને AMCએ લગાવેલ સીલ પણ તોડી નાખે છે. • અગાઉ અહીંયા તપાસ માટે ગયેલ અધિકારીઓ પર છરીથી હુમલો પણ કર્યો. • પ્રદીપ ચુનારા નામક શખ્સ સામે ગુનો નોંધાયો, સમાન કબ્જે કરાયો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ EWS house AMC police complaint ambawadi jai jogmaya aavas]
15 Jul 2026
Postsરામ મંદિરમાં ચોરીના મામલે ટ્રસ્ટના ખજાનાથી ગોવિંદ દેવ દ્વારા મંદિરમાંથી દાન ચોરી થયાની વાતનો પહેલીવાર સ્વીકાર કરાયો! • જૂન મહિનામાં સૌપ્રથમ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ દ્વારા મંદિરમાં દાન ચોરી થતી હોવાનો આક્ષેપો લગાવ્યા હતા • જેના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવા માટે ત્રણ સભ્યોની SIT રચવામાં આવી હતી • તપાસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, હાલ આ તમામ આઠ લોકોની પૂછપરછ ચાલુ છે તેમ જ કઈ રીતના અને ક્યારથી ચોરી કરતા તે વિશે પણ તપાસ ચાલી રહી છે. • આગામી ટૂંક સમયમાં જ SIT દ્વારા પૂર્ણ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ ram mandir donation thief SIT ayodhya uttarpradesh ]
15 Jul 2026
Postsઅમદાવાદ એરપોર્ટ તરફથી ગાંધીનગરને જોડતા રસ્તા પર સાબરમતી સ્થિત ઇન્દિરા બ્રિજ હવે 12 લેનનો બનાવવામાં આવશે! • અમદાવાદ અને રાજ્યની રાજધાની ગાંધીનગર વચ્ચે કનેક્ટિવિટી સુધારવાના હેતુથી ગુજરાત સરકારે અમદાવાદ એરપોર્ટ -કોબા -ગાંધીનગર કોરિડોર પર 43 વર્ષ જૂના ઇન્દિરા બ્રિજના વિસ્તરણ અને આધુનિકીકરણને મંજૂરી આપી છે. • સાબરમતી નદી પરના હાલના છ-લેન પુલને 12-લેન કોરિડોરમાં અપગ્રેડ કરવામાં આવશે અને બંને બાજુ બે નવા ત્રણ-લેન કેબલ-સ્ટેડ પુલનું નિર્માણ કરવામાં આવશે. • માર્ગ અને મકાન (R&B) વિભાગે આ પ્રોજેક્ટ માટે 96.23 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડ્યા છે, જ્યારે કુલ ખર્ચ આશરે 109 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. • આ પ્રોજેક્ટમાં હાલના ઇન્દિરા બ્રિજને પહોળો અને આધુનિક બનાવવાનો સમાવેશ થાય છે, જે અમદાવાદ, ગાંધીનગર અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચે મુખ્ય માર્ગ છે. • હાલના બ્રિજની ડાબી અને જમણી બાજુએ ત્રણ લેન ધરાવતા બે આધુનિક કેબલ-સ્ટેડ બ્રિજના નિર્માણને મંજૂરી આપી છે. એકવાર પૂર્ણ થયા પછી, કોરિડોરમાં કુલ 12 લેન હશે. • નવા બ્રિજમાં રાહદારીઓ માટે પહોળા ફૂટપાથ અને સાબરમતી નદીને જોવા માટે રિવર વ્યુ ગેલેરીઓ પણ હશે. હાલના પુલમાં ફૂટપાથ લગભગ એક મીટર પહોળો છે, જ્યારે નવા બ્રિજમાં ફૂટપાથ લગભગ 2.5 મીટર હશે, જે રાહદારીઓને વધુ જગ્યા અને સારો અનુભવ પ્રદાન કરશે. • હાલની જાણકારી મુજબ નવા કેબલ-સ્ટેડ પુલોની ડિઝાઇન પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. • આ પુલોમાં અમદાવાદના ભાટ સર્કલ પુલ જેવી જ આધુનિક કેબલ-સ્ટેડ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે, જ્યારે દ્વારકાના સુદર્શન સેતુથી પ્રેરિત એક વિશિષ્ટ ડિઝાઇન પણ દર્શાવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Indira bridge upgrade new construction 12 lane road and building department ]
Reelsસોલર લગાવવું એટલે ફક્ત પેનલ ઇન્સ્ટોલ કરવી જ નહીં... ☀️ તેની પાછળ હોય છે યોગ્ય માર્ગદર્શન, ડિઝાઇન, પ્લાનિંગ અને એક અનુભવી ટીમનું કામ. @saysolar.in કેવી રીતે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરે છે, તે આ વીડિયોમાં જાણો. 📞 95102 15816 #Solar #SolarEnergy #Ahmedabad #GreenEnergy #SaySolar
15 Jul 2026
Postsસરખેજ ધોળકા હાઈવે પર બાકરોલ ચોકડી નજીક આજે સવારે 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, એક ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત! • પ્રાથમિક માહિતી મુજબ એક ટ્રક અને આઈસર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી, અકસ્માત એટલો જોરદાર હતો કે આઇશર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સિવાય અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. • ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અકસ્માતની જાણ થતાં પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. • આઇશરમાં ફસાયેલા મૃતદેહને કાઢવા JCB અને ક્રેનની મદદ લેવી પડી હતી, અકસ્માત બાદ થોડા સમય માટે રોડ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sarkhej dholka highway bakarol chokdi accident truck ]
15 Jul 2026
PostsSG હાઈવે પર વધુ એક કટ બંધ કરીને કેપ્સ્યુલ ફોર્મ્યુલા લાગુ કરાયું, કારગિલ ચાર રસ્તા સિગ્નલ ફ્રી બન્યું! • 15 દિવસ પહેલા પેલેડિયલ મોલ પર કેપ્સ્યુલ ફોર્મ્યુલા લાગુ કર્યા બાદ હવે અન્ય કટ માં પણ પ્રાયોગિક ધોરણે કામ કરાશે, જો સારું પરિણામ મળશે તો કાયમી ધોરણે કટ બંધ કરવામાં આવશે. • ‘કેપ્સ્યૂલ ફોર્મ્યુલા’ શું છે?** આ એક સિગ્નલ-ફ્રી જંક્શન મોડલ છે, જેમાં ચાર રસ્તાના સિગ્નલ બંધ કરીને વાહનોને સતત ગતિ આપવામાં આવે છે. પેલેડિયમ મોલ પર 15 દિવસ પહેલાં અમલમાં મૂકાયું હતું અને તે સફળ રહ્યું, તેથી હવે કારગિલ ચાર રસ્તા પર પણ મંગળવારથી પ્રાયોગિક ધોરણે શરૂ થશે. • કેપ્સ્યુલ ફોર્મ્યુલની મુખ્ય વિશેષતાઓ: - સીધો જતો ટ્રાફિક: બંને તરફથી સીધા જતાં વાહનોને કોઈ અટકાવ વગર પસાર થવાની મંજૂરી. કેપ્સ્યૂલ (ગોળાકાર/લંબગોળ ડિવાઇડર)ની બાજુમાંથી સીધા નીકળી જાય. - ડાબો વળાંક: સામાન્ય રીતે ફ્રી રહે છે. કોઈ અવરોધ વગર ડાબી બાજુ વળી શકાય. - જમણો વળાંક: સીધો ક્રોસ કરવાની મનાઈ. કેપ્સ્યૂલની ડાબી બાજુથી આગળ જઈને છેડે યુ-ટર્ન લઈને પછી જમણી બાજુના રોડ પર જવું પડે. કેપ્સ્યુલ ટ્રાફિક મોડલથી ફાયદો: - વાહનો સામસામે ટકરાતાં નથી. - ટ્રાફિક સતત મૂવિંગ રહે છે. - પેલેડિયમ પર રોજ 1 લાખથી વધુ વાહનોને સમય અને ઇંધણની બચત થઈ રહી છે - કારગિલ પર રોજ 50,000થી વધુ વાહનો પસાર થાય છે, તેથી ત્યાં પણ સારો અસર થવાની આશા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SG highway capsule formula kargil cross road ]
15 Jul 2026
Reelsરથયાત્રા 2026: રૂટ અને ટાઈમ ટેબલ સાથે તમામ જરૂરી માહિતી. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા! જગતના નાથ નગરચર્યાએ નીકળશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Rathyatra route 149 rathyatra police jagannath ji ]
15 Jul 2026
Postsજેની આશંકા હતી એ જ થયું! પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, મધ્ય પૂર્વના યુદ્ધની અસર હવે દેખાઈ. • પ્રધાનમંત્રી દ્વારા 4-5 દિવસથી ઇંધણનો વપરાશ ઘટાડવા સલાહ અને હવે ઇંધણના ભાવમાં વધારો. • બીજી તરફ આ અગાઉ એવા આશ્વાસનો કે આપણે કોઈ અછત નથી. એની વચ્ચે આજે ઇંધણના ભાવ ₹3 વધી ગયા! • આ ભાવ વધારો તમામ સેક્ટરને અસર કરશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Petrol diesel rate hike modi government iran israel war]
15 May 2026
Postsકોર્પોરેશન હવે પોતાના 102 ખાલી પ્લોટ પાર્કિંગ માટે ભાડે આપશે. • અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં, ખાસ કરીને સરખેજ અને જોધપુર વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં પોતાની પાર્કિંગ વ્યવસ્થા નથી, તેવા સ્થળોએ AMCના ખુલ્લા પ્લોટોને સમયબદ્ધ ધોરણે ભાડે આપીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની મંજૂરી આપવામાં આવી છે. • સાઉથ વેસ્ટ ઝોન હેઠળ સરખેજ અને જોધપુર વોર્ડમાં આવેલા વિવિધ ખુલ્લા પ્લોટોને “Only Parking Purpose (For All)” હેતુ માટે ફાળવવામાં આવ્યા છે. • આ પહેલ અંતર્ગત સાઉથ વેસ્ટ ઝોનમાં કુલ 12 કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ આપવામાં આવ્યા છે. આમાં મકરબા, વેજલપુર, બોડકદેવ, સરખેજ, YMCA ક્લબ પાછળનો વિસ્તાર, આનંદનગર રોડ, એસ.જી. હાઈવે, પ્રહલાદનગર રોડ, કોર્પોરેટ રોડ અને કર્મ કોલેજ નજીકના વિસ્તારોના TP પ્લોટો સામેલ છે. • મોટાભાગની મંજૂરીઓ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે. • આ પ્લોટો ફાળવવા બદલ AMCને સારી આવક પણ થઈ છે, સાઉથ વેસ્ટ ઝોનમાં જ કુલ ₹૫૨,૯૬,૬૩૫ની આવક પ્રાપ્ત થઈ છે. • આ મોડલને શહેરના અન્ય ઝોનમાં પણ અમલમાં મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 102 પ્લોટ પાર્કિંગ હેતુસર ફાળવવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ઝોનમાં 18, દક્ષિણ ઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 21, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 33 અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 12 પ્લોટ સામેલ છે. • આ પહેલથી ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં રસ્તા પર ગેરવ્યવસ્થિત પાર્કિંગમાં ઘટાડો થયો છે અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC corporation parking open plot ]
Postsકચરાને હવે 4 વિભાગમાં વર્ગીકૃત કરીને આપવો પડશે, વર્ગીકૃત ન કરનારાઓ તેમજ કચરો ગલીઓમાં, ખુલ્લી જગ્યામાં, ગટરમાં કે જળાશયોમાં ફેંકવો અથવા તેને જાહેરમાં બાળવો એ કાનૂની ગુનો ગણાશે. • SWM Rules, 2026 (27 જાન્યુઆરી 2026ના રોજ જાહેર, 1 એપ્રિલ 2026થી અમલમાં): આ પાછલા નિયમોને રદ કરીને નવા નિયમો લાવ્યા છે. હવે 4 પ્રકારના વર્ગીકરણ ફરજિયાત છે. આ સમગ્ર ભારતમાં લાગુ પડે છે. • અત્યાર સુધી સૂકો અને ભીનો કચરો વર્ગીકૃત કરવામાં આવતો હવે આ સિવાય સેનેટરી કચરો તેમજ જોખમી કચરો પણ અલગ અલગ આપવો પડશે. • આ સિવાય બલ્ક વેસ્ટ જનરેટર એકમોએ કચરો ઓન સાઇટ પ્રોસેસિંગ કરવો પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Waste collection centre bulk waste AMC corporation ]
14 May 2026
Postsઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલી એમિરેટ્સ ફ્લાઇટ EK-538ના ત્રણ મુસાફરો પાસેથી 1.13 લાખથી વધુ વિદેશી સિગારેટ જપ્ત કરી. • કુલ જથ્થો: 566 બોક્સ (કુલ 1,13,200 સિગારેટ સ્ટિક્સ). • વિદેશી સિગારેટની બે બ્રાન્ડ: મોન્ડ (280 બોક્સ, 56,000 સ્ટિક્સ) અને ગુડાંગ (286 બોક્સ, 57,200 સ્ટિક્સ). - મુસાફરોના ચેક-ઇન બેગેજના X-રે સ્કેનિંગમાં શંકા જાગતાં તપાસ કરવામાં આવી હતી. - ત્રણેય મુસાફરોને અટકાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે: તેઓ આ સિગારેટ કોના માટે લાવતા હતા અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી કરતા હતા તેની તપાસ ચાલી રહી છે. - સિગારેટ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cigarette smoking costom smuggle SVPI Airport ]
14 May 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 'રેબીસ ફ્રી અમદાવાદ - 2030' અભિયાન હેઠળ આગામી 10 મહિના થશે શ્વાનની વસ્તી ગણતરી! • આ ગણતરી AMC ની CNCD વિભાગ કરશે, જેમાં, - રખડતા શ્વાનોની નવી વસ્તી ગણતરી: જીઓ-ટેગિંગ સાથે વોર્ડ અને ઝોન વાઈઝ સર્વે શરૂ. - 100% રસીકરણ અને માઈક્રોચીપીંગનો અમલ. - ખસીકરણ (Sterilization)દ્વારા વસ્તી નિયંત્રણ. - ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું આયોજન. • કુલ ₹29.76 લાખનો ખર્ચ, દરેક વોર્ડ માટે ₹62,000. • અત્યાર સુધીમાં 5,071 કુતરાઓનું માઈક્રોચીપીંગ પૂર્ણ. - ઝોન વાઈઝ: - દક્ષિણ ઝોન: 1,642 (સૌથી વધુ) - પશ્ચિમ: 933 - પૂર્વ: 602 - દક્ષિણ-પશ્ચિમ: 555 - ઉત્તર-પશ્ચિમ: 554 - મધ્ય: 417 - ઉત્તર: 368 • શહેરમાં છેલ્લા 7 વર્ષમાં કુલ 1,96,894 શ્વાનોનું ખસીકરણ + રસીકરણ કરવામાં આવ્યું જેમાં કુલ ખર્ચ: ₹18.78 કરોડ. • 2019માં અંદાજે 2.10 લાખ રખડતા શ્વાન હતા. જો ખસીકરણ ન થાય તો એક જોડી 3 વર્ષમાં 300 કુતરાઓ સુધી વસ્તી વધારી શકે છે. તેથી માઈક્રોચીપીંગ અને સતત 3 વર્ષ સુધી રસીકરણ (70% કવરેજ)ને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. • આ પ્રોજેક્ટ ટેક્નોલોજી (જીઓ-ટેગિંગ + માઈક્રોચીપ) અને મોટા પાયે સર્જિકલ + વેક્સીનેશન અભિયાનના સંયોજન પર આધારિત છે. જો સતત અને કડક અમલ થાય તો અમદાવાદને 2030 સુધીમાં રેબીસ ફ્રી બનાવવું શક્ય. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dog vaccination sterilization rabies free city mission 2030 ]
14 May 2026
Postsઘણા સમયથી ખાડીના દેશોમાં ચાલતા યુધ્ધ વચ્ચે ઇંધણની આયાતને ઘટાડવા અને પર્યાવરણીય અસરોને ઘટાડવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઇંધણનો વપરાશ ઘટે તે માટે પગલા લેવા જણાવ્યું હતું. • પીએમ મોદીએ પોતાના સિકયુરિટી કારનો કાફલો પણ ઘટાડ્યો હતો અને અન્ય મંત્રીઓને પણ કાફલામાં ઘટાડો કરવા તેમજ ઇંધણ વપરાશ ઘટાડવા માટે જણાવ્યું હતું. • આ સિવાય દેશવાસીઓને પણ વધુ પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Oil petrol diesel PM Narendra Modi ]
13 May 2026
Postsઅમુલ દૂધના ભાવમાં વધારો, 14 મે 2026 (ગુરુવાર)થી અમુલે તમામ વેરિયન્ટ્સમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે (500 મિલી પાઉચમાં ₹1). ઉત્પાદન ખર્ચ (input costs), ખરીદી ખર્ચ અને અન્ય ફેક્ટર્સને કારણે આ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં લાગુ પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Amul milk price Hike ]
13 May 2026
Posts⚡ “લાઇટ ગઈ એટલે Solar પણ બંધ કેમ થઈ જાય છે?” ઘણા લોકો આ વાત સાંભળીને surprise થઈ જાય છે 😅 કારણ કે મોટાભાગના લોકો માને છે કે Solar લગાવ્યા પછી Power Cut માં પણ બધું ચાલુ રહેશે. પણ સામાન્ય On-Grid Solar System માં એવું હોતું નથી ❌ ☀️ On-Grid Solar સીધું Government Grid સાથે connected હોય છે. એટલે Safety માટે લાઇટ જતાં Solar પણ Auto Shutdown થઈ જાય છે. પણ તેનો અર્થ એ નથી કે Solar નો ફાયદો નથી 👇 ✅ ભારે Bill Saving ✅ વર્ષો સુધી બચત ✅ ઓછી Maintenance ✅ Environment Friendly Solution અને જો Power Cut દરમિયાન પણ ઘર ચાલુ રાખવું હોય તો 👉 Hybrid Solar System અથવા Battery Backup જરૂરી બને છે 🔋 તમને પણ Solar વિષે આવો કોઈ પ્રશ્ન હોય તો comment કરો “SOLAR” ☀️ અમે સરળ ભાષામાં સમજાવીશું. 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #Solar #SolarEnergy #OnGridSolar #HybridSolar #SolarSystem
13 May 2026
Posts- રાજ્યના ગૃહમંત્રી: આરોપીઓનો વરઘોડો તો નીકળશે. - રાજ્યના પોલીસ વડા: વરઘોડો નહીં નીકળે. • રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવા આરોપીઓ કે જેમણે જાહેરમાં ગુન્હો આચર્યો હોય તેવા આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રકસનના નામે આરોપીઓને જાહેરમાં લઈ જઈને સરઘસ/વરઘોડો કાઢવાનું સામાન્ય બની ગયું હતું. • જો કે આ મામલે હાઇકોર્ટમાં માનવ અધિકારોને લઈને ફરિયાદો પણ કરવામાં આવી હતી, જો કે આ મામલે હાઇકોર્ટની ટકોર પણ હતી. • હાલ રાજ્યના પોલીસ વડા ડૉ. કે એલ એન રાવ દ્વારા પોલીસકર્મીઓને સૂચના આપવામાં આવી કે હવે કોઈપણ આરોપીઓનો વરઘોડો/સરઘસ કાઢી શકાશે નહીં, આવું કરનાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી પણ થઈ શકે છે. • આરોપીઓને જાહેરમાં લઈ જઈને હાથ જોડાવીને તેમજ લંગડાતા લંગડાતા ચાલીને લોકો સામે લઈ જવામાં આવતા હતા જો કે આ એક માનવ અધિકાર વિરુદ્ધ કાર્યવાહી હતી જેથી કરીને હવે આગામી દિવસોમાં આરોપીઓના સરઘસ કે વરઘોડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Police varghodo sarghas KLN rao DGP ]
13 May 2026
Postsનિકોલ વિસ્તારમાં આવેલા ગ્રેવિટી શોપિંગ મોલના આભૂષણ જ્વેલર્સમાં મોટી ચોરીની ઘટના બની છે. શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટીએ ₹1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. • આ યુવતી 11 મહિના પહેલા જ શો-રૂમમાં જોડાઈ હતી. 11 મે 2026ના રોજ બપોરે માલિક દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા ત્યારે તેણે શો-રૂમના કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના યુનિફોર્મના શૂટ અને પેન્ટના ખિસ્સામાં છુપાવ્યા હતા. ત્યારબાદ સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને રજા લીધા વગર જ નીકળી ગઈ હતી. • સાંજે જ્યારે માલિક પાછા આવ્યા ત્યારે ગ્રાહકની ખરીદી વખતે સ્ટાફને સોનાની લકી ઓછી જણાઈ. તપાસ કરતાં હર્ષિદા હાજર નહોતી. CCTV ફૂટેજમાં તે સ્પષ્ટપણે દાગીના છુપાવતી અને બહાર નીકળતી જોવા મળી. • આ બાદ તેના મોબાઈલ પર સંપર્ક કરતાં તે સ્વીચ ઓફ આવ્યો. તપાસમાં ચેન, લકી, ઘડિયાળ, મંગળસૂત્ર, વીંટી સહિત કુલ ₹1.66 કરોડના સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું છે. • આ મામલે જ્વેલર્સના માલિકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપી યુવતીની શોધખોળ શરૂ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nikol jwellery shop abhushan thief girl salesman ]
13 May 2026
Postsઅમદાવાદના કલેક્ટર સહિત રાજ્યભરના કુલ 72 IAS ની બદલીઓ. • ચૂંટણી બાદ નવા મેયરોની નિમણૂક પહેલા જ વહીવટી બદલવો. • અમદાવાદના નવા કલેક્ટર તરીકે ભવ્ય વર્મા લેશે ચાર્જ, જેઓ પહેલા વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક હતા. • અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર કલેક્ટર, અમદાવાદથી બદલી કરીને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. • અમદાવાદના 2 ડેપ્યુટી કમિશનરની અન્ય જગ્યાએ બદલી, મીરાંત પરીખની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, AMC માંથી અર્બન હાઉસિંગ વિભાગમા CEO તરીકે બદલી (Auda) • જયેશ કુમાર ઉપાધ્યાય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, AMC ની નવસારીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં OSD (ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) તરીકે ફરજનિયુક્ત બી સી પરમારની DDO બોટાદ તરીકે બદલી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ IAS officer transfer sujit kumar bhavya verma ]
13 May 2026
Postsશાહીબાગ વિસ્તારમાં હોટલ દ્વારા સ્ટ્રોમ વોટર લાઈનમાં હોટેલનો કચરો નાખતાં કાર્યવાહી! હોટલ કરી સીલ! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલી રહેલી પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શાહીબાગ વિસ્તારમાં ગેરરીતિ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. • ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સવારના રાઉન્ડ દરમિયાન નમસ્તે સર્કલ પાસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નજીકની એક હોટલ દ્વારા કેચપીટમાં ફૂડ વેસ્ટ અને કચરો નાખવામાં આવ્યો હતો, જે આગામી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરી શકે તેમ હતો. • આ ગંભીર બેદરકારી બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તાત્કાલિક પગલાં ભરીને સંબંધિત દુકાનને સીલ કરી. • મ્યુનિસિપલ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં જળબંબાકારની સ્થિતિ રોકવા માટે નિયમોનું કડક પાલન કરવામાં આવશે અને કેચપીટ કે જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Shahibaug hotel seal catch pit pre monsoon ]
12 May 2026
Postsઅમદાવાદના વટવા વિસ્તારના કુતુબનગરમાં વર્ષ ૧૯૯૨માં ફરઝાના બાનુની હત્યા કરીને તેના પતિ અને અન્ય આરોપીઓએ મકાનમાં ૨૦ ફૂટ ઊંડા ખાળ કુવામાં મૃતદેહ દાટી દીધો હતો. • આ કેસમાં ૩૫ વર્ષ પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસે સ્થળ પરથી મૃતદેહના અવશેષો ખોદી કાઢ્યા અને ફરઝાનાના ભાઈ-બહેનના DNA સેમ્પલ સાથે સરખામણી કરતાં મેચ થઈ ગઈ. • પોલીસ પાસે મૃતકનો કોઈ ફોટો કે તસવીર નહોતી. તેથી આરોપીઓ અને પરિવારજનોના વર્ણનના આધારે પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મૃતક યુવતીનો ચહેરો તૈયાર કરવામાં આવ્યો છે. આ તસવીર જોઈને ફરઝાનાના પરિવારજનો ભાવુક બની ગયા હતા. • DNA પુરાવા અને AI ફેસ રિકન્સ્ટ્રક્શનની મદદથી પોલીસે આ કેસમાં બે આરોપીઓની અટકાયત કરી છે. • સામાન્ય રીતે સ્કેચ આર્ટિસ્ટની મદદ દ્વારા સ્કેચ તૈયાર કરવામાં આવે છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૌપ્રથમવાર AI ની મદદ દ્વારા શક્ય છે તૈયાર કરવામાં આવ્યો. • પોલીસ તંત્ર દ્વારા હાલ ટેકનોલોજીના બહોળા ઉપયોગ બાદ અનેક ગુનાઓ ઉકેલવામાં ઝડપી કામગીરી અને સરળતા થઈ રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vatva farzana murder case artificial intelligence crime branch ]
12 May 2026
Postsસાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પાક્કા કામનો કેદી મુખ્ય દ્વારથી જ ફરાર! • રાજ્યની સૌથી સુરક્ષિત જેલોમાંની એક ગણવામાં આવતી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક ગંભીર ગુનેગાર કેદી ફરારની ઘટનાએ જેલ વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા. • આજીવન કેદની સજા ભોગવી રહેલો માલદે રામાભાઈ પરમાર નામનો કેદી 11 મે 2026ની સવારે જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માંથી બહાર નીકળી, જેલ સ્ટાફની નજર ચૂકવીને મેઇન ગેટમાંથી સીધો ફરાર થઈ ગયો હતો. • દૈનિક ગણતરી વખતે 33 કેદીઓમાંથી માત્ર 32 જ હાજર મળતા સીસીટીવી ફૂટેજ તપાસતા કેદીની ફરારીની પુષ્ટિ થઈ હતી. • માલદે રામાભાઈ પરમાર પર વર્ષ 2023માં પોરબંદરમાં હત્યા અને પોક્સો (POCSO) સહિતના ગંભીર ગુનાઓના આરોપ હતા. • વર્ષ 2025માં અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. તબિયતની સારવાર માટે તેને પોરબંદર અને રાજકોટ જેલમાંથી સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. • જેલના જેલર દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જેલ આસપાસ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને ફરાર કેદીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sabarmati Central jail prisoner escape porbandar pocso ]
12 May 2026
Postsનેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ભારત સરકાની મંજૂરીથી 3 મે 2026ના રોજ યોજાયેલી NEET UG 2026 પરીક્ષા રદ કરી • નવી પરીક્ષા (Re-exam) અલગ તારીખે લેવામાં આવશે, જેની જાહેરાત અલગથી કરવામાં આવશે, જે આગામી દિવસોમાં સત્તાવાર રીતે આપવામાં આવશે. • પરીક્ષા રદ્દ કરવા પાછળ મુખ્યત્વે રાજસ્થાન (ખાસ કરીને સીકર અને જયપુર વિસ્તાર)માં એક "ક્વેશ્ચન બેંક" વહેતું થયું હતું જેમાં કેમેસ્ટ્રીના આશરે 120 પ્રશ્નો અને બાયોલોજીમાં પણ મોટા ભાગના પ્રશ્નો સાથે મેળ ખાતા હોવાના આરોપ છે. આ પેપર કોચિંગ હબમાં દિવસો અગાઉથી વહેતું મુકાયું હતું. - કેન્દ્રીય એજન્સીઓ અને Law Enforcementના ઇનપુટ્સ પછી NTA અને સરકારે પરીક્ષાની અખંડિતતા, ન્યાયિતા અને વિદ્યાર્થીઓના વિશ્વાસને જાળવવા માટે આ નિર્ણય લીધો છે. - પેપર લીકની તપાસ માટે CBIને તપાસ સોંપવામાં આવી છે. - 23 લાખ જેટલા વિધાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ NTA exam NEET UG cancelled re exam ]
12 May 2026
Postsરાણીપ GST બ્રિજમાં ધ્વનિ પ્રદૂષણના પગલે સાઉન્ડ બેરિયર લગાવવાની માંગ ઉઠી! • શહેરના ઘણા બ્રિજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉન્ડ બેરિયર લગાવવામાં આવ્યા છે જેથી આજુબાજુમાં આવેલા રેસીડેન્સીયલ તેમજ અન્ય વિસ્તારોને બ્રિજ પરથી પસાર થતા ટ્રાફિકના તીવ્ર અવાજથી છુટકારો મળે. • સાઉન્ડ બેરિયર લગાવવાના આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્કમટેક્સ બ્રીજ, ઠક્કરબાપાનગર બ્રિજ સહિત SG હાઈવે પર આ પ્રકારના સાઉન્ડ બેરિયર લગાવવામાં આવેલા છે જે આજુબાજુમાં આવેલા રેસીડેન્સીયલ વિસ્તારોને બ્રિજ પરથી પસાર થતા ટ્રાફિકના ઘોંઘાટમાંથી રાહત આપે છે. • રાણીપ જીએસટી બ્રિજ અંદાજિત એક કિલોમીટર લાંબો બ્રીજ છે અને આજુબાજુમાં બંને તરફ ઘણા રેસીડેન્સીયલ વિસ્તારો આવેલા છે જેના લીધે આજુબાજુના લોકો દ્વારા આ બ્રિજ પર સાઉન્ડ બેરિયર લગાવવાની માંગ ઉઠી છે • આ સાથે આ બ્રિજ પર બંને તરફ હાઇટ બેરિયર પણ ખૂબ નીચા હોવાથી અકસ્માત થાય તો વાહનો કે વ્યક્તિ બ્રિજ નીચે પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. • છેલ્લા 3 મહિનામાં 2 અકસ્માતો એવા સર્જાયા જેમાં ટુ વ્હીલર ચાલકો ડીવાઈડર સાથે અથડાયા બાદ બ્રિજ નીચે ખાબક્યા હતા અને બન્ને અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. • જોકે કોર્પોરેશન દ્વારા આવનારા દિવસોમાં શહેરના ઘણા ખરા બ્રિજમાં આ પ્રકારના સાઉન્ડ બેરિયર લગાવવામાં આવવાના છે, પરંતુ અહીં જો વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તો અકસ્માતમાં મોટી દુર્ઘટના તેમજ રહીશોને ધ્વનિ પ્રદૂષણથી મુક્તિ મળી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ New ranip GST railway overbridge balolnagar sound barrier ]
10 May 2026
ReelsTransform your home interiors without spending lakhs! ✨ At “White Rock Interior, you can save up to 50% on stylish interior solutions. From PVC & WPC Panels to UV Marble Sheets, Charcoal Panels, Fluted Panels, PU Stones and more — everything is available under one roof with 300+ designs & color options. 🏠 ✅ Waterproof ✅ Termite Proof ✅ Fire Resistant ✅ Fast Installation in just 1–3 days ✅ Direct wall installation without ply Starting at just ₹40/sq.ft with lowest price guarantee on selected products! 📍 Shop No 253/2, Opp. Of Jnr School, Near H3 World School B, Tragad, Ahmedabad, Gujarat 382470 📞 +91 7486934287 #AhmedabadInteriors #HomeInteriorDesign #PVCPanel #ModernInteriors #InteriorDecor
10 May 2026
Reels🔥 Best Career Option After 12th?🤔 ✨ CMA US is the Future of Commerce Students!🌍📚 💼 Get Ready for Careers in: 🏢 MNCs | Big 4 | Finance | Accounting | Management ✅ Complete in Just *6 Months to 1 Year* ⏳ ✅ Internationally Recognized Course 🌎 ✅ High Salary Packages 💰 ✅ Skill-Based Practical Learning 📈 ✅ Perfect Career Boost After 12th 🚀 🎯 Start Your CMA US Journey with Commerce Adda 📍 Expert Guidance | Personal Attention | Career Support 📞 Contact here: 9727702499, 7016570955 ▶️ Full video on youtube:- https://youtu.be/3GYuLcKfX1A?si=1SRxEcplpIGSfp-w #CMAUS #BestCareerAfter12th #CommerceAdda #CommerceStudents #CareerSuccess
9 May 2026
Postsઅમદાવાદની રિવરફ્રન્ટ ઓથોરિટી ઉસ્માનપુરા ગાર્ડન ખાતે દેશનું સૌથી પહેલું ટ્રોપિકલ ગાર્ડન બનાવવાની તૈયારીઓ શરૂ કરી • આ પ્રોજેક્ટ અંદાજિત 46 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ ગાર્ડનમાં પ્રકૃતિની જાળવણી સાથે આધુનિક ટેક્નોલોજીનો સમન્વય જોવા મળશે, જે અમદાવાદના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે. • આ ટ્રોપિકલ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા તેની વિવિધતા છે. અહીં 110 પ્રકારના વિવિધ વૃક્ષો અને વનસ્પતિઓ ઉછેરવામાં આવશે. સમગ્ર ગાર્ડન અત્યાધુનિક કાચના ગ્લાસ સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવશે. • મુલાકાતીઓ માટે અંદર સ્કાય વોકની વ્યવસ્થા કરવામાં આવશે, જેના પર ચાલીને લોકો ઉપરથી સમગ્ર ગાર્ડનનો સુંદર નજારો માણી શકશે. આ ગાર્ડન માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ શિક્ષણના હેતુ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. • ગાર્ડનમાં લોકોના મનોરંજન માટે અનેક અનોખી સુવિધાઓ ઉમેરવામાં આવશે. અહીં સુંદર ફાઉન્ટેન, આર્ટિફિશિયલ ક્લાઉડ અને ફોગ જેવી વ્યવસ્થાઓ હશે, જે મુલાકાતીઓને ટ્રોપિકલ જંગલનો અનુભવ કરાવશે. • રાત્રિના સમયે ખાસ લાઈટ અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે, જે રિવરફ્રન્ટની રોનકમાં વધારો કરશે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વયસ્કો માટે આ સ્થળ આકર્ષક બની રહેશે. • આ પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને આગામી બે વર્ષમાં તે તૈયાર થઈ જવાની અપેક્ષા છે. રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે આવેલા ઉસ્માનપુરા વિસ્તારમાં આ ગાર્ડન તૈયાર કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Riverfront tropical garden skywalk usmanpura ]
9 May 2026
Postsપૂર્વ વિસ્તારોમાં આવેલા રીંગ રોડ તેમજ અન્ય જિલ્લાઓને જોડતા હાઇવે અને એક્સપ્રેસવે આવેલા છે ત્યારે તેના એન્ટ્રી પોઇન્ટ પર બહારથી આવતા વાહનચાલકોને રોકીને તોડકાંડ થતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. • થોડા દિવસો પહેલા એક્સપ્રેસ હાઈવે પર અન્ય રાજ્યની કારના ચાલક પંકજસિંહ પરિહારને કલાકો સુધી અટકાવી રાખી, તેમના મોબાઈલ ફોનની બિનકાયદેસર તપાસ કરવી અને ત્યારબાદ 'કબૂતરબાજી' જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસનો કિસ્સો સામે આવ્યો હતો. • જોકે, સોશિયલ મીડિયા પર આ પીડા વ્યક્ત થયા બાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છે, • જો કે અહીં આસપાસના વિસ્તારોના લોકોના આક્ષેપો છે છે અહીં TRB અને પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમનની બદલે તોડકાંડ કરવાની કામગીરી વધુ કરવામાં આવી રહી છે. • જો કોઈ તોડકાંડ સામે આવે ત્યારે માત્ર નાના કર્મચારીઓ સામે પગલા લઈને પોલીસ તંત્ર વાહવાહી મનાવી લે છે. • વાહનચાલકોને ડરાવી-ધમકાવીને વસૂલાત કરવાની આ પદ્ધતિ પોલીસની છબીને ખરડે છે, જો કે અહીં વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોવા છતાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં નથી આવતી એટલે કે ઉચ્ચ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Police traffic TRB suspended express way Highway East ahmedabad ]
9 May 2026
Postsગયા શુક્રવારના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા આઇફોન, આઇવોચ અને અન્ય લકઝરી ઘડિયાળોની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી • લગભગ 10 વર્ષના લાંબા ગાળા બાદ યોજાયેલી આ મોટી હરાજીમાં વર્ષ 2019 થી 2023 દરમિયાન જપ્ત કરાયેલા 87 iPhones અને 27 પ્રીમિયમ ઘડિયાળો ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવી હતી. • MSTCL પોર્ટલ દ્વારા યોજાયેલી આ પ્રક્રિયામાં iPhone 11 થી લઈને iPhone 15 સુધીના મોડેલો ઉપલબ્ધ હોવાથી લોકોએ મોડી સાંજ સુધી બોલી લગાવી હતી. • આ હરાજી દરમિયાન સ્પર્ધા એટલી તીવ્ર હતી કે પ્રથમ લોટ માટે 256 બોલીઓ લાગી હતી અને તે ₹5.18 લાખમાં બંધ થયો હતો, • જ્યારે બીજા લોટમાં 205 બોલીઓ સાથે કિંમત ₹13.06 લાખ સુધી પહોંચી હતી. જોકે, બીજા લોટની કિંમત વિભાગની અનામત કિંમત જેટલી ન હોવાથી તેનો નિકાલ હજુ બાકી છે. • આગામી દિવસોમાં વધુ 158 જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની પણ હરાજી થવાની શક્યતા છે, જો કે આ જપ્ત કરાયેલા મોબાઈલ માટે સરકાર પાસે મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SVPI Airport costom auction bid iphone iWatch luxury watches ]
9 May 2026
ReelsUnderstanding your body shouldn’t feel confusing or uncomfortable. In this Doctor’s Talk, Dr. Alpesh Patel explains common concerns related to men’s private health in a simple and informative way. 💡 Watch till the end to clear your doubts in just 3 easy points. 👨⚕️ #MensHealth #DoctorsTalk #CircumcisionSpecialist #HealthAwareness #TirthamSurgicalHospital
9 May 2026
Postsશહેરમાં ભારે વાહનોનો બેફામ ડ્રાઇવિંગનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, હજુ 2 દિવસ પહેલા જ કુલ 2 ભારે વાહનો દ્વારા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા ત્યારે આજે સવારે રામોલ વિસ્તારમાં કેનાલ રોડ પર એક ટ્રકે સાઇકલ ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત. • વહેલી સવારે એક સાઈકલ ચાલક કેનાલ રોડ પર જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. • સાયકલ ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ramol truck heavy vehicle accident ]
9 May 2026
Postsશહેરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાના ગુન્હાઓ વધી રહ્યા છે ત્યારે SP રીંગ રોડ, ઓઢવ સર્કલ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં ચાલતા રોયલ સ્પા એન્ડ બ્યુટી નામના સ્પા સેન્ટર પર દરોડા. • માહિતી મુજબ એક પૂર્વ મહિલા પોલીસ અધિકારીએ બાતમી આપી હતી કે ઓઢવ વિસ્તારમાં રીંગ રોડ પર સ્થિત એક સ્પા સેન્ટરમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. • આ માહિતી સાથે પોલીસ દ્વારા એક ડમી ગ્રાહકને મોકલીને ખરાઇ કરીને દરોડા પાડતા ત્યાં 5 મહિલાઓ અને એક ગ્રાહક પુરુષ મળી આવ્યો હતો. • ત્યાં કામ કરતી ઓડિશાની મહિલા મેનેજરની વધુ પૂછપરછ કરતા આ સ્પા વડોદરાના નવદીપસિંહ ચાવડાનું હોવાનું સામે આવ્યું હતું, પોલીસે મહિલા મેનેજર અને સ્પાનાં માલિક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Odhav spa Beauty police ]
9 May 2026
Postsઅમદાવાદ આર.ટી.ઓ. (RTO) દ્વારા વાહનના મનપસંદ નંબર માટેની હરાજી આજે, 9મે ના રોજ શરૂ કરવામાં આવશે. • ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સિરીઝ GJ01-NT માટે ફેન્સી અને પસંદગીના નંબરોની હરાજી તેમજ અન્ય વાહનોના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર અને અન્ય નંબરોની હરાજીની પ્રક્રિયા 9 મેથી શરૂ કરવામાં આવશે. • આ હરાજીમાં કાર, ટુ-વ્હીલર અને અન્ય તમામ કેટેગરીના વાહન માલિકો ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 9 મેથી શરૂ થઈને 11 મેના રોજ બપોરે 4 વાગ્યા સુધી ચાલશે. • નંબરની ફીની વાત કરીએ તો, ગોલ્ડન નંબર (જેમ કે 1, 7, 9, 786, 9999) માટે ટુ-વ્હીલરની ફી ₹8,000 અને અન્ય વાહનો માટે ₹40,000 નક્કી કરાઈ છે. સિલ્વર નંબર (જેમ કે 100, 555, 8055) માટે ટુ-વ્હીલરની ફી ₹3,500 અને અન્ય વાહનો માટે ₹15,000 છે, જ્યારે અન્ય કોઈ પણ પસંદગીના નંબર માટે ટુ-વ્હીલર માટે ₹2,000 અને અન્ય વાહનો માટે ₹8,000 ચૂકવવાના રહેશે. • ઈચ્છુક અરજદારોએ પરિવહન વિભાગની વેબસાઈટ પર જઈને પોતાનું યુઝર આઈડી બનાવવાનું રહેશે. અરજદારે વાહન ખરીદ્યાના (સેલ ઇન્વોઇસ અથવા વીમાની તારીખથી) 7 દિવસની અંદર આ માટે અરજી કરવાની રહેશે. જો હરાજીમાં નંબર લાગી જાય, તો બાકીની રકમ 5 દિવસમાં જમા કરાવવાની રહેશે, અને જો નંબર ન લાગે તો ભરેલી ફી અરજદારના બેંક ખાતામાં પરત કરવામાં આવશે. • વાહન ખરીદ્યાના 60 દિવસ સુધીમાં જે અરજદારો નંબર મેળવવામાં નિષ્ફળ રહેશે તેમને આર.ટી.ઓ. દ્વારા છેલ્લા દિવસે રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ RTO choice fency vehicle number GJ01 auction ]
9 May 2026
ReelsAhmedabad’s most powerful business networking event is here 🚀 7000+ entrepreneurs. 150+ brands. One massive room full of opportunities. BNI Symposium 2026 at is where founders, startups, and industry leaders connect, collaborate, and grow. Big thanks to Yash Vasant and the BNI team for making this AI-powered networking experience possible 🔥 Missed today? Don’t worry — you can still attend tomorrow! #BNISymposium2026 #BusinessNetworking #AhmedabadEvents #EntrepreneurLife #BNIIndia
8 May 2026
Postsઅસારવા સ્થિત હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા માસ, મટન, ચિકન જેવી નોનવેજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે આ વિસ્તાર એરપોર્ટની નજીક હોવાથી બર્ડ હીટની ઘટનાઓનું જોખમ રહેલું હોય છે, ત્યારે નોનવેજના વધેલા ટુકડાઓ અને કચરાને લીધે ગીધ, સમડી જેવા પક્ષીઓ આકર્ષાય છે. • કોર્પોરેશન દ્વારા આ બંને વિસ્તારોમાં નોનવેજના ખુલ્લા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ આ આદેશનો ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરી ત્રણ વર્ષની સખત કેદ અને રૂપિયા 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ bird hit nonveg food selling restrictions asarwa chamanpura holi chakla airport ]
8 May 2026
Postsઅમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી લક્ઝ્યુરિયસ પ્રીમિયમ કારના વેચાણમાં વધારો થયો છે. છેલ્લા 13 મહિનામાં શહેરના 3 RTO (સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા) માં 140 થી વધુ પ્રીમિયમ કારનું રજિસ્ટ્રેશન થયું છે. • શહેરમાં લોકો હાલ મોંઘીદાટ ગાડીઓ ફેરવતા થયા છે ત્યારે 1 કરોડથી વધુની કિંમતની 144 કારનું છેલ્લા 13 મહિનામાં વેચાણ થયું છે. • આ સાથે જ 25 લાખ સુધીની કિંમતની 77,315 કારનું વેચાણ થયું છે. • 75 લાખથી લઈને 1 કરોડ સુધીની કિંમતની કારની વાત કરીએ તો આધારે 200 જેટલી કારનું વેચાણ જોવા મળ્યું. • પ્રીમિયમ કાર માત્ર સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓ જ સુધી સીમિત ન રહેતા હવે નોકરિયાત વર્ગ પણ પ્રીમિયમ કારનું ખરીદી તરફ વળ્યું છે જેમાં પ્રોફેશનલ જોબ કરતા અનેક લોકો દ્વારા લાખો-કરોડોની કિંમતની કાર લેવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Premium luxurious car sell Vastral subhashbridge bavla RTO office vehicle registration ]
8 May 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશ્નરે તાજેતરમાં જ અધિકારીઓની રિવ્યુ બેઠકમાં જર્જરિત મકાનો અને પ્રી-મોન્સુન કામગીરી અંગે કડક સૂચના આપી છે. - અમદાવાદમાં ઘણા જર્જરિત અને જોખમી મકાનો છે, જે ચોમાસા દરમિયાન પડી જવાના બનાવો સામે આવે છે જેમાં અકસ્માતો થતા હોય છે અને લોકોને ઇજાઓ પહોંચે છે. - કમિશ્નરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કોઈ જર્જરિત મકાનમાં દુર્ઘટના થાય અને જાનહાનિ થાય તો સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે અને તેમના વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવશે. - આ સમીક્ષા બેઠકમાં વરસાદ પહેલાંની તૈયારીઓ (પ્રી-મોન્સુન વર્ક), ડ્રેઇનેજ, સફાઈ અને અન્ય મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. - અગાઉ ડિમોલિશન અને મોન્સુનમાં જર્જરિત મકાનોના પડી ભાંગવાથી અકસ્માતો થયા છે. તેને ધ્યાનમાં રાખીને AMCએ અધિકારીઓની જવાબદારી વધારી છે જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC commisioner building Demolition collapse ]
8 May 2026
ReelsAhmedabaddd… ready cho ke nai!? 🔥🎤 Gujarati music lovers mate biggest night finally avi rahi che! Kirtidan Gadhvi LIVE in Concert 💥 📍 Vivenza by Gopi Farm 📅 16th May, Saturday Live music, crazy crowd energy ane unforgettable vibes ni full guarantee 🤩 Aa night miss karvi means biggest regret 😮💨 🎟️ Important Details — Tickets Showmates par available che highest discounts sathe ane District App par pan mali jase ⚡ Flat 15% OFF on all ticket bookings Book fast before it’s SOLD OUT 🚨 #KirtidanGadhvi #AhmedabadEvents #LiveConcert #GujaratiMusic #DistrictApp
8 May 2026
Reelsકાલુપુર બ્રિજને બાનમાં લેતા શાકભાજી કે ફ્રુટ વેચનાર લારી-ફરિયાવાળાઓ. • હાલ સાંજના સમયે રોજિંદા કાલુપુર બ્રિજ પર ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે, કાલુપુર રેલવે સ્ટેશનનું રિ ડેવલોપમેન્ટનું કામ અને નવા બનનારા સારંગપુર તેમજ અસારવા બ્રિજના લીધે ટ્રાફિકનું ભારણ કાલુપુર બ્રિજ પર આવી રહ્યું છે. • તેવા સમયે હાલ પ્રેમ દરવાજા તરફથી કાલુપુર બ્રિજ પર ચડતા રેમ્પ પર રોજ સાંજના સમયે લારીઓ ગોઠવાઈ જાય છે જેના લીધે ટ્રાફીકમાં અડચણરૂપ આવે છે અને વધુ ટ્રાફિક સર્જાઈ છે. • રોજ સાંજના સમયે લાખો વાહનચાલકો કાલુપુર બ્રિજનો ઉપયોગ કરે છે અને ટ્રાફિકનો સામનો કરે છે ત્યારે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો લોકોને થોડી ટ્રાફીકમાં રાહત મળી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kalupur bridge traffic issue vegetable and fruit market peak hours evening night time ]
8 May 2026
Postsઅમદાવાદની 1000થી વધુ AMTS/BRTS બસોમાં લાગશે AI આધારિત કેમેરા! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 1,000 AMTS અને BRTS બસોને હાઈ-ડેફિનેશન AI-સક્ષમ ડેશકેમ્સથી સજ્જ કરવામાં આવશે. • આ કેમેરા શહેરના 5,000 કિલોમીટરથી વધુ વિસ્તરાયેલા રસ્તાઓ પર મોબાઇલ સર્વેલન્સ તરીકે કામ કરશે. સ્થિર CCTV કેમેરાની તુલનામાં આ કેમેરા રોટેટિંગ હશે એટલે કે રિયલ ટાઈમ વધુ એરિયામાં મોનીટરીંગ થશે. • AI સિસ્ટમ વાસ્તવિક સમયમાં અનેક પ્રકારની સમસ્યાઓને આપમેળે ઓળખી શકશે. તેમાં રસ્તા પર કચરો, ખાડા, પાણી ભરાવો, ખુલ્લા મેનહોલ, રસ્તાની તિરાડો, ગેરકાયદેસર પાર્કિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, ખોટી બાજુએ ડ્રાઇવિંગ, રખડતા ઢોર, ફૂટપાથ પર સૂતા લોકો, ટ્રાફિક સિગ્નલમાં ખામી અને ક્ષતિગ્રસ્ત સ્ટ્રીટલાઇટ જેવી લગભગ 20 વિવિધ સમસ્યાઓનો સમાવેશ થાય છે. શોધાયેલી સમસ્યાની માહિતી તાત્કાલિક AMCના સર્વર પર મોકલવામાં આવશે અને અધિકારીઓને અલર્ટ અને ટિકિટ જનરેટ થશે. • આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદના ગવર્નન્સને ફરિયાદ-આધારિત વ્યવસ્થાથી સક્રિય અને આગાઉથી જ દેખરેખ કરતી વ્યવસ્થામાં બદલવાનો છે. • અત્યાર સુધી નાગરિકોની ફરિયાદ પર આધારિત કાર્યવાહીની જગ્યાએ હવે સિસ્ટમ પોતે જ સમસ્યા શોધીને અધિકારીઓને જાણ કરશે. આનાથી પ્રતિસાદનો સમય નોંધપાત્ર રીતે ઘટશે, ટ્રાફિક અમલીકરણ વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનશે અને શહેરી આયોજન માટે વધુ સારો ડેટા ઉપલબ્ધ થશે. • પ્રોજેક્ટ આગામી છ મહિનામાં અમલમાં મુકાવાની અપેક્ષા છે. શરૂઆતના તબક્કામાં મુખ્ય નાગરિક અને ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમની ક્ષમતાઓને વધુ વિસ્તારવામાં આવશે. આ પ્રોજેક્ટ અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ અને વ્યવસ્થિત શહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AI CCTV camera on AMTS BRTS bus dash cam ]
Reelsઅમદાવાદમાં પ્રથમ રેલ રેસ્ટોરન્ટ શરૂ થઈ! આંબલી રોડ સ્ટેશન પર! • પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા Public private partnership હેઠળ આંબલી રોડ સ્ટેશન પર આ રેલ્વે કોચ રેસ્ટોરન્ટ અને કાફે શરૂ કરાયું છે • હાલ સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી આ રેસ્ટોરન્ટ ચાલુ હોય છે જેમાં શહેરના નાગરિકો રેલવે જેવા અનુભવ સાથે ડાઇનિંગનો આનંદ માણી શકશે. • જૂના રેલવે કોચને નવેસરથી રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરી એકદમ રેલવેમાં મુસાફરી કરતા જમતા હોય એવો અનુભવ ઊભો કરવામાં આવ્યો છે. • ઇન્ડોર અને આઉટડોર બન્ને વ્યવસ્થા આ રેલ કોચ રેસ્ટોરન્ટમાં છે એટલે આંબલી રોડ સ્ટેશનના માહોલમાં જ ડાઇનિંગનો આનંદ લોકો માટે યાદગાર બની રહેશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Rail resturant western railway ahmedabad division railway line aambli road ]
7 May 2026
Postsગાંધીનગર-અમદાવાદ એરપોર્ટ રોડ પર ભાટ સર્કલ ખાતે તૈયાર થઈ રહેલો જિલ્લાનો પ્રથમ કેબલ-સ્ટેડ બ્રિજ હવે તેના અંતિમ તબક્કામાં • આ પ્રોજેક્ટની માળખાકીય મજબૂતી ચકાસવા માટે આજથી (7 મે) લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સામાન્ય રીતે પુલોનું પરીક્ષણ ટૂંકા ગાળામાં પૂર્ણ થતું હોય છે, પરંતુ આ બ્રિજની વિશેષતા અને જટિલતાને ધ્યાને રાખીને પરીક્ષણ માટે 15 દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. • આ પ્રક્રિયા દરમિયાન 18 જેટલા ભારે ટ્રકો દ્વારા અંદાજે 700 ટન જેટલો ભાર પુલ પર મૂકીને તેની સ્થિરતા અને કેબલ્સની વજન વહન કરવાની ક્ષમતાનું ડિજિટલ સાધનો દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે. • હાલમાં 1.5 કિમી લાંબા આ બ્રિજ પર ડામરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી રહેલી ફિનિશિંગ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. • લોડ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આગામી એક મહિનાની અંદર આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બ્રિજ કાર્યરત થવાથી એરપોર્ટ તરફ જતા મુસાફરોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે અને ભાટ સર્કલ નીચેનો રસ્તો પણ વ્યવસ્થિત રીતે શરૂ કરવામાં આવશે, જેથી હાલમાં વાહનોને લેવા પડતા યુ-ટર્નમાંથી મુક્તિ મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bhat circle cable stayed bridge load test airport road gandhinagar ]
7 May 2026
ReelsPhysical pain is visible… but mental pain often goes unnoticed. Anxiety, panic attacks, overthinking, depression, OCD — these are not “weaknesses.” They are real struggles that deserve the right care and support. Now, advanced TMS Therapy (Transcranial Magnetic Stimulation) is available in Ahmedabad for individuals who haven’t received proper results through medications or are facing side effects from them. ✔ No surgery ✔ No anesthesia ✔ No hospitalization ✔ Quick 20–30 minute sessions This advanced treatment is guided by highly experienced psychiatrist . 📍At Shalby Hospital, SG Highway Because mental health deserves attention, care, and the right treatment too. #MentalHealth #TMSTherapy #Ahmedabad #AnxietySupport #ShalbyHospitals
7 May 2026
Postsધોરણ 10 બાદ ડિપ્લોમાં કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા અને રજિસ્ટ્રેશન આગામી 8 મેના રોજથી શરૂ થશે. • જે વિધાર્થીઓને ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવો હોય તે આગામી 8 મેથી લઈને 19 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. • ગઈકાલે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આગળના અભ્યાસ માટે જે વિધાર્થીઓએ ડિપ્લોમામાં પ્રવેશ મેળવવો છે તે આગામી 8 મેથી ACPDC ની વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. • વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ https://acpdc.gujarat.gov.in/ અને https://gujdiploma.admissions.nic.in/ વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Diploma course 10th result student education ]
7 May 2026
PostsSG હાઈવે પર બની રહેલો 4 કિમી લાંબો બ્રિજ હવે ટૂંક સમયમાં જ ખુલ્લો મૂકવામાં આવશે, હાલ આ બ્રિજની ઘણીખરી કામગીરી પૂર્ણતાના આરે છે. • ₹500 કરોડના ખર્ચે તૈયાર થનાર 6 લેન બ્રિજનું સુપર સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, હાલ બ્રિજ પરના રોડ તેમજ અન્ય કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. • તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનામાં આ બ્રિજ ખુલ્લો મૂકવાની શક્યતાઓ છે. • આ બ્રિજ શરૂ થતા સાણંદ સર્કલથી ઇસ્કોન સર્કલ સુધીની મુસાફરી માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરી શકાશે, તેમજ સાણંદ સર્કલથી ગાંધીનગર જતા વાહનોને સાયન્સ સિટી સુધી એકપણ ટ્રાફિક જંકશન આવશે નહીં, એટલે લાખો વાહનચાલકોને મળશે ટ્રાફિક જંકશન ફ્રી રોડ. • આ બ્રિજની કામગીરીના લીધે કર્ણાવતી ક્લબ પાસે SG હાઈવે પર ટ્રાફિક ડાયવર્ઝન આપેલું હતું જેથી તમામ વાહનચાલકોને ઝવેરી સર્જક સુધી ફરીને જવું પડતું હતું આ ડાયવર્ઝન પણ 31 મે થી ખુલી જશે જેથી સાણંદ સર્કલ થી ઇસ્કોન સર્કલ સુધીનો સીધો રસ્તો રાબેતા મુજબ ચાલુ થઈ જશે. • આ સિવાય સૌરાષ્ટ્ર તરફથી ગાંધીનગર તરફ જતા વાહનચાલકોને પણ શહેરની ટ્રાફિકમાંથી ઘણીખરી મુક્તિ મળશે. • હાલ SG હાઈવેને ટ્રાફિક સિગ્નલ ફ્રી રોડ બનાવવા પ્રોજેક્ટ હેઠળનો આ મુખ્ય બ્રિજ હતો જે આગામી સમયમાં કામગીરી પૂર્ણ થતા ખુલ્લો મુકાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SG highway Iskcon junction sanand circle karnavati YMCA club bridge open soon ]
7 May 2026
Reels☀️ On-Grid Solar System શું હોય છે? 🤔 Gyani Baba નો સવાલ 😄 “On-grid એટલે શું ભાઈ?” 👉 Kaushikbhai આપે છે easy સમજણ 👇 ✔ On-grid એટલે એવી solar system 👉 જે GEB / Torrent (grid) સાથે જોડાયેલી હોય ⚡ 👉 એટલે શું થાય? 👇 ✔ Solar થી power use કરો ✔ Extra units grid માં export થાય 🔄 ✔ જરૂર પડે ત્યારે grid થી power મળી જાય 👉 એટલે battery વગર પણ system smoothly ચાલે 💯 ✔ Lower cost 💰 ✔ Easy maintenance 🔧 ✔ Best for city use 🏙️ 😄 Gyani Lesson: “Grid સાથે જોડાયેલી = tension-free life!” 😜 ⚡ Smart choice for smart users જો તમે પણ on-grid solar installation કરાવવા માંગો છો તો આજે જ સંપર્ક કરો 👇 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #OnGridSolar #SolarSystem #SolarIndia #NetMetering #SolarTips RenewableEnergy
7 May 2026
Postsઆગામી 10 દિવસ શહેરના અનેક વિસ્તારોમાં અપૂરતું પાણી મળી શકે છે. • હાલ ગાંધીનગર નજીક નર્મદા કેનાલનું રિપેરિંગ કાર્યને લીધે કોતરપુર વોટર વર્કસમાં પૂરતા જથ્થામાં પાણી ઉપલબ્ધ ન થવાથી અનેક વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. • ઉત્તર, પૂર્વ, મધ્ય, પશ્વિમ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ જથ્થા મુજબ તેમજ તે વિસ્તારોના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે આવેલા બોરવેલમાંથી પાણી પૂરું પાડવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kotarpur Water distribution narmada canal repairing ]
7 May 2026
PostsLCB દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં થતી સ્પોર્ટ્સ બાઇક ચોરીના 3 ઇસમો ઝડપાયા, કુલ 13 સ્પોર્ટ્સ બાઇક કબજે લેવામાં આવી. • અમદાવાદના પોશ વિસ્તારો બોડકદેવ, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, સોલા, ઘાટલોડિયા અને સાબરમતી વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી મોંઘી સ્પોર્ટ્સ બાઇકની ચોરીની ઘટનાઓમાં સામે આવતી હતી. • પોલીસે ચોરીના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અને ઝોન-1 DCP તથા LCBની ટીમે સફળતા મેળવી છે. પોલીસે રાજસ્થાની ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. • પકડાયેલા આરોપીઓમાં સુનીલ ગરાસિયા (21 વર્ષ, મેમનગર), કૈલાશ ઉર્ફે રોકી રોત (22 વર્ષ, થલતેજ) અને વિજેશ ઉર્ફે વિજ્જુ નનોમા (19 વર્ષ, થલતેજ)નો સમાવેશ થાય છે. • પોલીસે આ ત્રણેય પાસેથી 13 લાખ રૂપિયાની કિંમતની KTM, R15, Bullet, Pulsar-200 અને MT-15 જેવી સ્પોર્ટ્સ બાઇક્સ કબ્જે કરી છે. • પૂછપરછ દરમિયાન આ ગેંગમાં કુલ છ સભ્યો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા ત્રણ આરોપીઓ સિવાય થાવરા ઉર્ફે થાવો ગરાસિયા, વિકાસ ગરાસિયા અને પ્રવીણ નામના ત્રણ આરોપીઓ હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે. • આરોપીઓમાંથી સુનીલ અને કૈલાશ Blinkit જેવી ઓનલાઇન ડિલિવરી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. તેઓ ડિલિવરીના બહાને દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં રેકી કરતા અને રાત્રે નાના સાધનથી માત્ર થોડી જ સેકન્ડમાં બાઇકનું સ્ટિયરિંગ લોક તોડીને બાઇક ચાલુ કરી લઈ જતા હતા. વિજેશ હાઉસ કીપિંગનું કામ કરતો હતો. • ગેંગના સભ્યો ગર્લફ્રેન્ડને ખરીદી કરાવવા, પોતાના મોજ-શોખ પૂરા કરવા અને સ્પોર્ટ્સ બાઇકની સારી રિસેલ વેલ્યુને કારણે માત્ર મોંઘી સ્પોર્ટ્સ બાઇક્સ જ ચોરી કરતા હતા. ચોરી કરેલી બાઇક્સ તેઓ માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં અડધા ભાવે વેચી નાખતા હતા. આ ગેંગનો મુખ્ય આરોપી થાવરા ઉર્ફે થાવો ગરાસિયા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ LCB local crime branch Sports bike thief sola bodakdev Vastrapur sabarmati ]
Postsઆ વર્ષે IPLની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજન, ગત વર્ષની વિજેતા ટીમ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડમાં નહીં રમાય IPL મેચ. • ફાઈનલ મેચ 31 મે (રવિવાર)ના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાશે. આ મેચમાં લીગ તબક્કાની ટોપ ટીમો વચ્ચે ટક્કર જોવા મળશે. આ અમદાવાદમાં આઈપીએલની ચોથી ફાઈનલ છે. • પ્લે ઓફ મેચની વિગતો - ક્વોલિફાયર-1: 26 મે (મંગળવાર) – હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ધરમશાળા - એલિમિનેટર: 27 મે (બુધવાર) – ન્યુ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યુ ચંડીગઢ - ક્વોલિફાયર-2: 29 મે (શુક્રવાર) – ન્યુ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યુ ચંડીગઢ - ફાઈનલ: 31 મે – અમદાવાદ વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cricket match IPL final narendra modi stadium ]
6 May 2026
Postsનિકોલ વોર્ડમાં TP-111 (નિકોલ-કઠવાડા) માં સ્થિત મધુરમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના B/17 માં બિન-પરવાનગી વગર બે માળનું બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું! • એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસની સુરક્ષા વચ્ચે JCB, ગેસ કટર, બ્રેકર મશીન સહિતની સાધનસામગ્રી દ્વારા બાંધકામ તોડી પડાયું! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nikol JCB gas cutter ]
6 May 2026
Postsફેબ્રુઆરી-માર્ચ 2026માં આયોજિત ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર! • રાજ્યનું 83.86 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ નર્મદા જિલ્લાનું પરિણામ, જ્યારે સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું પરિણામ. • પરિણામમાં વિધાર્થિનીઓએ બાજી મારી, કુલ પરિણામમાં કન્યાઓનું પરિણામ 88.28 ટકા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SSC students exam result board ]
6 May 2026
Reelsવટવા બીબી તળાવ પાસે પડેલા ખાડામાં એક આખી બાઇક, ચાલક સાથે ગરકાવ. • સ્થાનિકોએ જણાવ્યા મુજબ આ ખાડો અહીંયા ઘણા દિવસથી પડ્યો હતો વારંવાર ફરિયાદ કરવામાં આવી. અને બેરી કેડિંગ કરવામાં આવી હતી પરંતુ, પૂરતી બેરીકેડિંગ કરાઈ ન હતી, આખો ખાડો કવર થયો નહીં. અને બાઈક ચાલકને દેખાયો નહી જેથી બાઇક સાથે ચાલક અંદર ગરકાવ થયો! • આજે 5મે રાતની ઘટના! • ફાયર બ્રિગેડ અને પોલીસે બાઈક ચાલક અને બાઇકને બહાર કાઢ્યા તાત્કાલિક બચાવ કરાયો, બાઇક ચાલક સલામત. • કોર્પોરેશનની ઘોર બેદરકારી! મહત્વનું 27 એપ્રિલે જ સ્થાનિકોએ આ ભુવા ના સમારકામ માટે ડેપ્યુટી સિટી એન્જિનિયર ને અરજી કરી હતી, પણ આટલા દિવસેય સમારકામ ન થયું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vatva potholes bb talav bike rider fall into hole ]
5 May 2026
Reels12th results are out… but is your college choice future-ready? Don’t just earn a degree—build real skills, gain 3 years of experience, and increase your chances of placement with Skill-based programs like BBA, BCA & B.Voc. Call Now on 9909990741 for more details With a mix of theory + internships + live projects, you don’t just study… you prepare for the real world. Limited seats available—take the smart step today! #SkillBasedEducation #CareerReady #AhmedabadStudents #FutureSkills #PlacementMatters
5 May 2026
Postsસ્નાતક (UG) માટે રાજ્યની વિવિધ કોલેજમાં પ્રવેશ માટે GCAS પર 7 મે થી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. • ધોરણ 12 પાસ કરનાર ઉમેદવારો કોઈપણ સરકારી કે અર્ધસરકારી કોલેજમાં પ્રવેશ માટે GCAS પરથી એડમિશન લેવાનું રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ GCAS admision under graduate collage university ]
5 May 2026
Postsઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ દ્વારા પકડવામાં આવેલા મોબાઈલ ફોન અને મોંઘી ઘડિયાળોની આગામી 8 મેના રોજ હરાજી. • એરપોર્ટ પર વર્ષ 2019 થી વર્ષ 2023 દરમિયાન દાણચોરી કરવામાં આવેલ મોંઘા મોબાઈલ અને મોંઘી ઘડિયાળો જેની કસ્ટમ ડ્યુટી ભરવામાં નથી આવી તેવા સીઝડ કરાયેલા આઇફોન અને આઇવોચ સહિતની મોંઘી અન્ય લક્ઝ્યુરિયસ ઘડિયાળની ઑનલાઇન હરાજી કરવામાં આવશે. • MSTCL પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે જેના માટે ₹10,000+GST રજિસ્ટ્રેશન ફી જમા કરીને કોઈપણ હરાજીમાં ભાગ લઈ શકે છે. • આ તમામ વસ્તુઓ અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના પરિસરમાં જોવા પણ મળશે, તેમજ હરાજી માટેની વેબસાઇટ: https://www.mstcindia.co.in/ રહેશે • રજિસ્ટર અને વધુ જાણકારી માટે https://www.mstcecommerce.com વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad SVPI Airport costom auction bid iphone iWatch ]
5 May 2026
Postsઆવતીકાલે ધોરણ 10 બોર્ડનું પરિણામ! gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Std 10 gujarat board results ]
5 May 2026
Postsસોશિયલ મીડિયા પર ધાર્મિક વિધિ અને દુઃખ દૂર કરવાના નામે ચાલતા પાખંડને સાયબર ક્રાઈમ દ્વારા બહાર લાવવામાં આવ્યું. • કિન્નરોના નામે પેજ ચલાવી લવ અને બ્રેકઅપમાં સ્પેશિયલ મહારત સાથે કામ કરી આપવાના નામે સૌથી વધુ મહિલાઓને લૂંટતો હતો. • આ કેસમાં રજનીશ ગોવિંદલાલ ભાર્ગવ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગઠિયાએ ઈન્સ્ટાગ્રામ પર ‘પૂજા કિન્નર માં’, ‘પૂજા કિન્નર ગુરુમા’ અને ‘કિન્નર ગુરુ માતા સુશિલાજી’ જેવા ડમી પ્રોફાઈલ્સ બનાવીને કિન્નર ગુરુમા તરીકે ઓળખ આપી હતી. • લવ બ્રેકઅપ, વશીકરણ, આકર્ષણ અને અન્ય વ્યક્તિગત સમસ્યાઓ દૂર કરવાની લોભામણી જાહેરાતો મૂકીને તેણે છેલ્લા બે વર્ષમાં દેશભરની 1500થી વધુ મહિલાઓ પાસેથી આશરે 60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તે દર મહિને 50 જેટલી મહિલાઓનો સંપર્ક કરીને તેમની સમસ્યા જાણતો અને વિધિ કરવાના બહાને 3000 થી 15000 રૂપિયા સુધી વસૂલ કરતો. • માત્ર પૈસા પડાવવા સુધી જ મર્યાદિત નહીં, તે મહિલાઓ પાસેથી અંગત ફોટા મંગાવીને તેમાં મોર્ફિંગ કરી અશ્લીલ તસવીરો બનાવતો અને બ્લેકમેઈલ કરીને વધુ પૈસા પડાવતો. • અમદાવાદની એક યુવતીની ફરિયાદ પરથી આ કેસ ખુલ્યો હતો, જેમાં તેણે યુવતી પાસેથી 1.43 લાખ રૂપિયા પડાવ્યા હતા. • રજનીશે આખું નેટવર્ક 100% ઓનલાઈન ચલાવ્યું હતું. કોઈને તેણે રૂબરૂ મળ્યો ન હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે વિધિના નકલી વીડિયો મોકલીને મહિલાઓને વિશ્વાસમાં લેતો અને વિવિધ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતો. હાલમાં પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Instagram fake astrologer transgender ]
5 May 2026
Postsદિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે CCTV માટે લગાવવામાં આવેલ સ્ટ્રક્ચર સાથે ડમ્પર અથડાતા સ્ટ્રક્ચરના પોલ તૂટીને નીચે ધરાશાયી થયા. • જો કે મોડી રાત્રિના કે વહેલી સવારે ઘટના ઘટી હોવાથી રસ્તા પર ટ્રાફિમ નહોતો જેના કારણે કોઈ જાનહાતિ સર્જાઈ નહોતી. • હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે તેમજ ડમ્પર ચાલકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Delhi darwaja CCTV structure collapse ]
5 May 2026
Postsબહુમાળી ભવન, અસારવા ખાતે નરોડા-૬ સબ રજીસ્ટ્રાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ટ્રેપ ગોઠવીને ₹2.5 લાખની લાંચ લેતા કુલ 4 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને રંગેહાથ પકડ્યા છે. • આરોપીઓ: 1. આકાશ અમૃતભાઇ દેસાઇ: સબ રજીસ્ટ્રાર, નરોડા-૬ (મુખ્ય આરોપી). 2. જય બળદેવભાઇ આદીવાસી: સીક્કા ઓપરેટર (કરાર આધારિત). 3. રાહીલ શૈખ (હાલ ફરાર): સર્ચ ઓપરેટર (કરાર આધારિત). 4. નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરા — પ્રજાજન (વચેટિયા). ઘટનાની વિગત: - ફરિયાદીના રહેણાક મકાનના દસ્તાવેજ રજિસ્ટ્રેશનનું કામ હતું. - આ દસ્તાવેજમાં સબ રજીસ્ટ્રાર આકાશે ક્ષતિ કાઢ્યા પછી, જય આદિવાસીએ વોટ્સએપ કોલ દ્વારા કહ્યું કે કલેક્ટર કચેરીમાંથી કલમ-૭૩(એએ)નું સર્ટી લાવવાની જરૂર નથી, અહીં જ કામ પતી જશે. - ત્યારબાદ રાહીલે ફરિયાદી પાસેથી ટોકન અનલોક માટે તેના મિત્રના QR કોડ દ્વારા ₹35000/- લીધા. - ત્યારબાદ રજિસ્ટ્રાર આકાશના કહેવા પર લાંચ માગવામાં આવી. - ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં ટ્રેપ ગોઠવવામાં આવી. ટ્રેપ દરમિયાન આરોપીઓએ લાંચ સ્વીકારી અને પકડાઈ ગયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ ACB anti corruption bureau sub registrar ]
5 May 2026
Postsઅમદાવાદ શહેરમાં જો પાયાની સુવિધા એટલે કે ગટર, લાઇટ, પાણી, રોડ-રસ્તા, ગંદકી, દબાણ, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યા હોય તો કોર્પોરેશનમાં ફરિયાદ બાદ તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવતા હતા. • એટલે કે નાગરિકોની ફરિયાદ મળે તો કોર્પોરેશનની જાણકારી મળતી કે અહીં આ જગ્યાની આ સમસ્યા છે, જો કે હવે કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. • હર ઘર, શેરી, સોસાયટી તમામ રોડ સુધી કામગીરી કરતા સફાઈ કર્મીઓ પૂરા શહેરથી વાકેફ હોય છે ત્યારે જો કોઈ સફાઈ કર્મચારી પાયાની સુવિધામાં કોઈ ખામી જણાઈ તો ખુદ તેઓ પોતાના વોર્ડ કે ઝોનમાં અધિકારીઓને જાણ કરી શકશે. • લોકો સુધી જરૂરી સુવિધાઓ સારી રીતે પહોંચાડવા માટે હવે નાના મોટા કામો કે ફરિયાદો માટે સફાઈ કર્મચારી પોતાના ઝોનના અધિકારીઓને રિપોર્ટ આપશે. • વોર્ડ અને ઝોન કક્ષાએ એક ગ્રુપ બનાવવામાં આવશે જેમાં સફાઈ કર્મચારીઓ પોતાના સફાઈ કામગીરીના વિસ્તારમાં પડતી અગવડતા કે ફરિયાદો જણાવી શકશે અને જે તે વિભાગ આગળની કાર્યવાહી કરશે. • વોર્ડ કક્ષાએ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ તમામ રિપોર્ટનું નિરીક્ષણ કરશે, તમામ અધિકારીઓએ તેમના ઝોન કે વોર્ડના રિપોર્ટ તૈયાર કરવા પડશે. • સફાઈ કર્મીઓ શહેરના છેવાડા સુધી પહોંચ ધરાવે છે જેથી કરીને છેવાડા સુધી જે પણ સમસ્યાઓ છે જેની ફરિયાદો કોર્પોરેશનની મળતી નથી તે તમામ નાનીમોટી કામગીરી માટે હવે સફાઈ કર્મીઓ રિપોર્ટ કરશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Municipal corporation worker report card basic facilities ]
4 May 2026
Postsનિકોલ વિસ્તારમાં ગોપાલ ચોક પાસે આજે બપોરના અરસામાં એક યુવક પોતાની કાર લઈને નીકળતો હતો ત્યાં અચાનક રસ્તા વચ્ચે કાર રોકી દીધી હતી. • રસ્તા વચ્ચે કાર રોકાઈ જતા ટ્રાફિક સર્જાયો હતો, જેના પગલે આસપાસના વાહનચાલકોએ તપાસ કરતા કારમાં બેસેલ યુવકે ચિક્કાર નશો કરેલો હતો અને કાર ચલાવવાની હાલતમાં નહોતો, લોકોએ યુવકને કાર બહાર કાઢતા રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો હતો. • જો કે રાજ્યમાં દારૂબંધી વચ્ચે ભર બપોરે યુવક ચિક્કાર નશો કરીને કાર લઈને જઈ રહ્યો હતો, જો કોઈ અકસ્માત થાત તો..? • આ સાથે યુવકની બાજુની સીટમાંથી દારૂની 2/3 બોટલો પણ મળી આવી હતી, આ અંગે કોઈ પોલીસને જાણ કે ફરિયાદ હાલ સુધી નોંધવામાં આવી નહોતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nikol gopal chowk liquor traffic ]
4 May 2026
Postsધોરણ 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, સવારે 10 વાગ્યે પરિણામ જાહેર થયું છે જેમાં સાયન્સનું 85.33 ટકા પરિણામ તેમજ સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ. • આ વખતે સામાન્ય પ્રવાહના પરિણામમાં સૌથી ઓછું પરિણામ અમદાવાદ શહેરનું રહ્યું છે. 87.10 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો અમદાવાદ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Result student HSC exam GSEB higher secondary school ]
4 May 2026
Postsઅમદાવાદના જીવરાજ પાર્ક બ્રિજ નીચે ૨ મે, શનિવારની રાતે દુકાન બહાર એક આધેડની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી, પારિવારિક કોઈ બાબતને લઈને એક આધેડ પર 4 લોકો દ્વારા લોખંડના પાઇપ અને દંડાઓ વડે હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. • શનિવારની રાતે ચાર-પાંચ આરોપીઓએ (કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન અને અન્ય) લાકડી અને લોખંડની પાઈપ વડે માથા અને શરીર પર અનેક ઘા કર્યા. • મૃતક નટુભાઈ કલાભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરતા હતા. તેમના પુત્ર કૌશિક પરમાર સેટેલાઈટ વિસ્તારમાં રહે છે • ગંભીર ઇજાગ્રસ્ત થતા આધેડને ઘટનાસ્થળેથી રિક્ષામાં પારેખ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. • મૃતકના પુત્ર કૌશિકે રાજીવનગરમાં રહેતી માલવીકા ઠાકોર સાથે લવ મેરેજ કર્યા હતા. 6 મહિના પહેલા યુવતીને મિસ ડિલિવરી થઈ હતી જેથી તે પિયરમાં આરામમાં ગઈ હતી અને કૌશિક સાથે થોડો મતભેદ પણ થયો હતો. આ અદાવતને કારણે પુત્રવધૂના પરિવાર તરફથી આ હુમલો થયો હોવાનું કહેવાય છે. હત્યાના દિવસે જ વહુએ ફોન કરીને હુમલાની આગાહી કરી હતી. • મૃતકના દીકરાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, હાલ તમામ પ્રકારની તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Anandnagar police station jivaraj park bridge ]
4 May 2026
ReelsUpgrade your mindset 💫 Don’t just buy jewellery — invest smart too. Enjoy Suvarnakala’s Anniversary Offer with gold jewellery making charges starting from just 6% ✨ Plus, start Digital Gold investment from just ₹1000 via the app. Buyer or smart investor — your choice. Visit Satellite, CG Road & Maninagar showrooms (open on Sundays!) #SmartInvestment #GoldJewellery #AnniversaryOffer #DigitalGold #AhmedabadShopping
3 May 2026
Postsવિશ્વ પ્રેસ ફ્રીડમ ડે (World Press Freedom Day) દર વર્ષે ૩ મેના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ૧૯૯૩માં યુનેસ્કો (UNESCO) દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રેસની સ્વતંત્રતાના મહત્વ વિશે જાગૃતિ વધારવી, પત્રકારો પર થતા હુમલાઓ, સેન્સરશિપ અને દબાણ વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને વાસ્તવિક, સ્વતંત્ર અને પ્લુરલિસ્ટિક મીડિયાનું મહત્વ રજૂ કરવું. પ્રેસને "લોકતંત્રનું ચોથું સ્તંભ" માનવામાં આવે છે. તે સરકાર, સંસ્થાઓ અને સત્તાધારીઓ પર નિયંત્રણ રાખે છે અને લોકોને સાચી માહિતી પૂરી પાડે છે. વિશ્વમાં અનેક જગ્યાએ પત્રકારોને જેલ, હુમલા, ધમકી અથવા હત્યાનો સામનો કરવો પડે છે. આ દિવસ તેમના હક્ક અને સલામતી માટેની યાદ અપાવે છે. ભારત વિશ્વ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ૨૦૨૬માં ૧૫૭મા સ્થાને છે. ૨૦૨૬ ઇન્ડેક્સ: ૧૫૭ / ૧૮૦ દેશો (સ્કોર: ૩૧.૯૬) ૨૦૨૫માં: ૧૫૧મા સ્થાને (સ્કોર: ૩૨.૯૬) ફેરફાર: ૬ સ્થાનનો ઘટાડો આ ઇન્ડેક્સ ૧૮૦ દેશોનું મૂલ્યાંકન કરે છે, ભારતમાં પત્રકારો સામે વધતી હિંસા, મીડિયા માલિકીનું કેન્દ્રીકરણ (કેટલાક રાજકીય અને વ્યવસાયિક જૂથો સાથે જોડાયેલું), અને મીડિયાનું વધતું રાજકીય ગોઠવણ (political alignment)ને કારણે પ્રેસ ફ્રીડમ સંકટમાં છે. તે "વિશ્વની સૌથી મોટી લોકતંત્ર" તરીકે ઓળખાતા દેશમાં પ્રેસની સ્થિતિને "સંકટ" તરીકે વર્ણવવામાં આવી છે. પાડોશી દેશો સાથે સરખામણી (૨૦૨૬):નેપાળ: ~૮૭મું માલદીવ્સ: ~૧૦૮મું શ્રીલંકા: ~૧૩૪મું ભૂટાન: ~૧૫૦મું બાંગ્લાદેશ: ~૧૫૨મું પાકિસ્તાન: ~૧૫૩મું ભારત આ બધાથી પાછળ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [World Press Freedom day]
PostsBig clash in Indian Premier League 🔥 Gujarat Titans 🆚 Punjab Kings at Narendra Modi Stadium! Skip the parking chaos and enjoy every moment of the match 🚗 Book your parking slot in advance for a smooth, stress-free experience! #IPL2026 #GTvsPBKS #Ahmedabad #MatchDay #ShowMyParking
3 May 2026
Postsગુજરાતના ધારાસભ્યો (MLA) હવે ટ્રેનમાં એકિ્ઝક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે. ગુજરાત વિધાનસભાના સચિવે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણય અનુસાર, ધારાસભ્યોને વંદે ભારત, તેજસ એક્સપ્રેસ અને દૂરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરીની મંજૂરી મળી છે. અગાઉના નિયમ મુજબ તેઓ પ્રથમ કક્ષા અથવા AC દ્વિતિય કક્ષામાં જ મુસાફરી કરી શકતા હતા. નવી આધુનિક ટ્રેનોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. એક વર્ષમાં મુસાફરી ભથ્થાની મર્યાદા: રાજ્યમાં: 10,000 કિમી પ્રવાસ અન્ય રાજ્યોમાં: 20,000 કિમી પ્રવાસ વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner: @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Gujarat MLA train allowance increased ]
2 May 2026
Postsઆખરે ગુજરાત બોર્ડ ધોરણ 12ના પરિણામની તારીખની સત્તાવાર જાહેરાત! • વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે સોમવારે ધોરણ 12ના તમામ પ્રવાહોનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Std 12 gujarat board results 2026]
2 May 2026
Postsનવા બનાવેલ AMTS સ્ટેશનોમાં ચૂનાની પિચકારીઓ શરૂ! શહેરમાં ઘણી બધી જગ્યાએ અત્યાધુનિક AMTS સ્ટેશન બનાવવામાં આવ્યા, અહીં દ્રશ્યોમાં તમે કૃષ્ણનગર સ્થિત સ્ટેશન જોઈ શકો છો. • હજુ ગણતરીના દિવસો થયા એટલામાં જ ત્યાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. • દર વખતે તંત્રને દોષ દેવો કેટલો યોગ્ય? વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMTS station new smart bus stand spitting]
2 May 2026
Postsપરિણામો માટે આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ! ટૂંક સમયમાં તારીખો જાહેર થશે, વધુ અપડેટ માટે જોડાયેલા રહો @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat board result 2026 students ]
2 May 2026
Postsઆજે જ Eduget Global સાથે તમારી ફ્રી કાઉન્સેલિંગ બુક કરો અને વિદેશમાં ભણવાનું સપનું સાકાર કરો! વિદેશ ભણવાનું સપનું છે; પણ ચિંતા થાય છે? "ક્યાંથી શરૂ કરું?" "વિઝા મળશે કે નહીં?" "ખર્ચ પોષાશે?" "સાચી માહિતી ક્યાંથી મળશે?" આ બધી ચિંતાઓ હવે છોડી દો; કારણ કે Eduget Global છે ને! અમદાવાદના વિદ્યાર્થીઓ માટે વિદેશ ભણવું હવે અઘરું નથી... બસ સાચી કન્સલ્ટન્સી પસંદ કરો અને ચિંતામુક્ત થઈ જાઓ! શા માટે Eduget Global પર ભરોસો કરવો? ૯૫૦+ ગૂગલ રિવ્યૂ — ૪.૯ રેટિંગ ૯૮.૯% વિઝા સક્સેસ રેટ ૩,૫૦૦+ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક મોકલ્યા ૩૫૦+ યુનિવર્સિટી સાથે સીધો સંપર્ક ૫+ વર્ષનો અનુભવ અને કોઈ ખોટા ચાર્જ નથી! પારદર્શક પ્રક્રિયા; કોઈ છુપા ખર્ચ નહીં
2 May 2026
Postsઅમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર ટોલ પ્લાઝા શરૂ! • આ એક્સપ્રેસવે પરથી પસાર થતા તમામ વાહનો માટે હવેથી ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવાનુ શરૂ. • અમદાવાદથી ધોલેરા વચ્ચે કુલ 5 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ છે. જે મુજબ એન્ટ્રી અને એક્ઝિટ કરવાથી ટોલની તે મુજબ રકમ કપાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Toll tax ahmedabad Dholera expressway ]
1 May 2026
Postsઅમદાવાદ પોલીસના માળખામાં ફેરફારનો અમલવાર થશે. • શહેરની હદ વધતા તેમજ શહેરની ફરતે રીંગરોડનો અમદાવાદ શહેર પોલીસમાં સમાવેશ થયા બાદ કાર્યભારમાં તેમજ સુરક્ષા અને વહીવટી સરળતા માટે નવા ઝોન તેમજ ડિવિઝનમાં ફરીવાર. • વસ્તી અને વિસ્તારના વિસ્તરણને ધ્યાનમાં રાખીને નવા P, S, અને R ડિવિઝનની રચનાથી પોલીસની કામગીરી વધુ સઘન બનાવશે. • વસ્ત્રાલ, નિકોલ અને ઓઢવ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોને હવે 'I' ડિવિઝનમાંથી મુક્ત કરી નવા 'R' ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે, જેથી સ્થાનિક મોનિટરિંગ વધુ સારું બનશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Police station devision zone 8 DCP Vastral nikol Odhav ]
1 May 2026
Postsઆજથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 993 રૂપિયાનો ભાવ વધારો! • ભાવ વધારા સાથે નવા કોમર્શિયલ 19 કિલો સિલિન્ડર ₹3,000 ની સપાટી વટાવી. • આ ભાવ વધારા સાથે હોટલ-રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણી બજારમાં જમવાનું મોંઘુ થઈ શકે છે. • જૂના 2000 આસપાસ ચાલતા ભાવમાં સીધો 50 ટકા જેટલો ભાવ વધારો ઝીંકાયો. • આ ભાવ વધારા સાથે જ ઘરેલું ગેસમાંથી થતું કોમર્શિયલ બોટલમાં ગેસ રિફિલિંગ કાળાબજારી પણ વધવાની સંભાવના • જો કે આની સામે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Commercial Gas cylinder price hike ]
1 May 2026
Reels@edugetglobalindia na BIO માંથી ફ્રી ન્યુઝીલેન્ડ વેબિનાર માટે રજિસ્ટર આજે જ કરો ફક્ત એક દિવસ બાકી છે અને તમને મળશે ન્યુઝીલેન્ડ માં ભણવાનો સરળ રસ્તો આ વેબિનાર તમને ઘણી રીતે ફાયદા આપશે ફક્ત કોર્સ પર જ નહિ પરંતુ સ્કોલરશીપ, એડમિશન અને કઈ રીતે ત્યાં સ્થાયી થવું એના પર પણ માર્ગદર્શન મળશે ત્યાં ની યુનિવર્સિટી માં ઘણા 1 થી 2 વર્ષ ના કરશે પણ છે આ ફાયદા તમારા થઇ શકે છે નિયમ ખાલી એક છે તમારે આ વેબિનાર માં ભાગ લેવો પડશે વેબિનાર ફ્રી છે જે થી તમારે ખાલી તમારો સમય આપવાનો રહેશે આજે જ ફ્રી માં રજિસ્ટર કરો અને વેબિનારમાં ભાગ લો! Date: 2nd May 2026 Time: 11:00 AM to 12:00 PM
1 May 2026
Postsનારોલ વિસ્તારમાં આવેલા બાગે શિફા રો-હાઉસમાં 29 એપ્રિલની રાત્રે લગભગ 10 વાગ્યે એક સામાન્ય અકસ્માતને લઈને મોટી મારામારીની ઘટના બની હતી. • માહિતી અનુસાર, સોસાયટીની નજીક બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આયેશાબાનુ પઠાણના ભત્રીજા ઓસામા વચ્ચે પડ્યો હતો. જ્યારે શબનમબાનુએ વચ્ચે પડવાની ના પાડી ત્યારે ઓસામા ઉશ્કેરાઈ ગયો અને શબનમને ગાળાગાળી કરવા લાગ્યો. • આ વાતની જાણ આયેશાબાનુને થતાં તેણે તરત જ ફોન કરીને પતિ સાજીદ, દીકરો રેહાન અને અન્ય સાગરીતોને બોલાવી લીધા. થોડી જ વારમાં આ લોકો લાકડીઓ અને ડંડા લઈને આવ્યા અને શબનમબાનુ તથા તેના પરિવારજનો પર હુમલો કરી દીધો. • મારામારી દરમિયાન પાડોશી મુવીનાબાનુ પણ વચ્ચે પડી ગયા હતા, જેમને રેહાને તેને ડંડાથી માર માર્યો હતો. આ હુમલામાં કુલ ત્રણ મહિલાઓને વિવિધ અંગે ઇજા પહોંચી હતી. • ઝઘડો વધુ વિકરાળ બનતો જોઈને સ્થાનિકોએ 112 પર ફોન કર્યો હતો. જેના પર તાત્કાલિક નારોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. • પોલીસની હાજરીમાં પણ 10થી 15 જેટલા લોકો હાથમાં લાકડીઓ અને ડંડા લઈને માર મારવા માટે આવી રહ્યા હતા. પોલીસ કર્મચારીઓએ તેમને તાત્કાલિક રોક્યા અને લાકડી-ડંડા લઈને આવેલા તમામ લોકોને પરત મોકલી દીધા હતા. • શબનમબાનુએ પોલીસને આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે આયેશાબાનુ દારૂ અને ગાંજાનો ધંધો કરે છે અને અગાઉ પણ આવી અન્ય ઘટના બની ચૂકી છે. તેમણે એમ પણ કહ્યું કે આયેશાબાનુના લોકોએ મારામારી ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરી હતી. • બીજી તરફ આયેશાબાનુના પક્ષે પણ પોતાની ફરિયાદ નોંધાવી હતી, નારોલ પોલીસ સ્ટેશને બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધીને દરેક તરફના લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે બંને પક્ષના આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાસ્થળે મારામારીના તમામ ફોટા અને પુરાવા એકત્ર કર્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Narol sifa society police ]
Postsરાજ્યમાં આજથી લઈને આગામી 1 મહિના સુધી હેલ્મેટ ડ્રાઇવ! • વાહનવ્યવહાર વિભાગ દ્વારા તમામ સરકારી કચેરી બહાર તેમજ અન્ય સ્થળોએ આ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવશે. • હેલ્મેટ ન પહેરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. • 1 મેથી 30 મે સુધી આ ડ્રાઇવનું આયોજન! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Traffic police drive helmet gujarat goverment office ]
1 May 2026
Postsસંસ્કૃતિ અને આર્થિક સદ્ધરતા બંનેના સમન્વય ધરાવતી આ ભૂમિમાં જન્મ લેનાર સૌને જય જય ગરવી ગુજરાત! ગુજરાત સ્થાપના દિવસ (ગુજરાત ગૌરવ દિવસ) દર વર્ષે ૧ મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સત્તાવાર સ્થાપના થઈ હતી. ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી, ગુજરાત વિસ્તારમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને બોમ્બે (મુંબઈ) રાજ્યો હતાં. ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ કચ્છ અને સૌરાષ્ટ્રને બોમ્બે રાજ્યમાં વિલય કરવામાં આવ્યા. આ રાજ્ય દ્વિભાષી (ગુજરાતી અને મરાઠી) હતું. ગુજરાતી ભાષા-ભાષી વિસ્તારો માટે અલગ રાજ્યની માંગ ૧૯૨૮થી શરૂ થઈ હતી, પરંતુ ૧૯૫૦ના દાયકામાં તે તીવ્ર બની. ઈન્દુલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા), રવિશંકર મહારાજ જેવા નેતાઓએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. આ આંદોલનમાં વિદ્યાર્થીઓ, હડતાળો અને દેખાવો થયા, જેમાં કેટલાક શહીદો પણ થયા. સ્થાપના: બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ ૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યને વિભાજિત કરીને ગુજરાત (ગુજરાતી વિસ્તારો) અને મહારાષ્ટ્ર (મરાઠી વિસ્તારો) અલગ થયાં. આ દિવસે અમદાવાદમાં (પાછળથી ગાંધીનગર) રવિશંકર મહારાજના હસ્તે સ્થાપના થઈ. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. આ આંદોલન ભારતમાં ભાષાવાર રાજ્ય પુનર્ગઠનના મહત્વપૂર્ણ ઉદાહરણોમાંનું એક છે.મહત્વ અને ઉજવણીઆ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ, ધ્વજવંદન અને સમારંભો યોજાય છે. મુખ્ય કાર્યક્રમો અમદાવાદ અથવા ગાંધીનગરમાં થાય છે. લોકો "જય જય ગરવી ગુજરાત" જેવા ગીતો ગાય છે અને ગુજરાતી સંસ્કૃતિ, વારસો અને પ્રગતિની ઉજવણી કરે છે. આ દિવસ ગુજરાતીઓની ઓળખ, એકતા અને વિકાસનું પ્રતીક છે. વિશ્વભરના ગુજરાતીઓ તેને ગર્વ સાથે ઉજવે છે. ગુજરાતની પ્રગતિ (સંક્ષિપ્તમાં)સ્થાપના પછી ગુજરાતે ઔદ્યોગિકીકરણ, કૃષિ, બંદરો (કાંડલા, મુંદ્રા), વેપાર અને ટેક્નોલોજીમાં મોટી પ્રગતિ કરી છે. તે ભારતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગાંધીજી, સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાનુભાવોની ભૂમિ તરીકે પણ તેનું વિશેષ મહત્વ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat Foundation Day ]
Reels☀️ Solar ફક્ત bill બચાવવા માટે છે? 🤔 Gyani Baba કહે છે 😄 “બધા solar લગાવી દે તો ફાયદો શું? ફક્ત bill બચાવવાનું જ ને?” 👉 Kaushikbhai આપે છે સાચી સમજણ 👇 ✔ Solar ફક્ત bill saving માટે નથી 💰 ✔ પણ environment protection માટે પણ છે 🌍 👉 Solar થી શું ફાયદો? 👇 ✔ Pollution ઓછું થાય ♻️ ✔ Clean energy મળે ⚡ ✔ Future generation માટે better world 🌱 👉 અને સૌથી important 👇 ✔ જ્યારે વધારે લોકો solar અપનાવે → ત્યારે જ તેની real impact દેખાય 💯 😄 Gyani Lesson: “Bill બચાવવું bonus છે… Environment બચાવવું real purpose છે!” 🌍😜 ⚡ Go Solar = Save Money + Save Nature જો તમે પણ solar installation / सही guidance માંગો છો તો આજે જ સંપર્ક કરો 👇 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #SolarEnergy #SaveEnvironment #SolarIndia #RenewableEnergy #GoGreen
30 Apr 2026
Posts35 વર્ષ પહેલા કરાયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો! • વર્ષ 1992માં વટવાના કુતુબનગરમાં રહેતા સમસુદ્દીન નામના શખ્સે શબનમ નામની મહિલા મિત્રનું મર્ડર કરી લાશ ઘરના કૂવામાં દાટી દીધી હતી. • ત્યારબાદ સમય જતા ઘરમાંથી કોઈ યુવતીના આભાસ થતા પરિવારને ભૂત પ્રેતનો ડર સતાવતો હતો. • ડરના લીધે પરિવાર તાંત્રિક વિધિઓમાં ભેરવાયો હતો આ દરમિયાન વર્ષો પહેલા કંઈક અનિચ્છનીય બનાવ બન્યો હોવાની માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડી તપાસના આધારે કાર્યવાહી તેજ કરી અને ઘરના ભાગમાં ખોદકામ કરી 35 વર્ષ પહેલા દાટેલી યુવતી ની લાશના અવશેષો બહાર કાઢ્યા. • હવે હત્યાના સગીરિતોને ઝડપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે FSL રિપોર્ટ મેળવી વધુ તપાસ હાથ ધરશે. @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vatva crime Branch ahmedabad police murder ]
30 Apr 2026
Postsઅમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયા છે ત્યારે જનતાએ માનીતા ઉમેદવારોને જંગી જીત અપાવી હોવાથી સામે ઉભેલા અનેક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ. • કોર્પોરેશનનમાં ઉભેલા ઉમેદવારોને કુલ થયેલા મતદાનના ચોથા ભાગના મતો ન મળે તો ચૂંટણી પંચમાં જમા કરેલી ડિપોઝિટ જપ્ત થાય છે. • કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતા પાંચ વોર્ડમાં ભાજપના તમામ 20 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ, જ્યારે તેની સામે કોંગ્રેસના 23 વોર્ડમાં 78 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ, આ સિવાય આપ અપક્ષ અને અન્ય પાર્ટીના અમુક ઉમેદવારોને બાદ કરતા તમામની ડિપોઝિટ જપ્ત. • ચુંટણી લડતા પહેલા અને ફોર્મ ભરતી સમયે ચૂંટણી પંચમાં અમુક ડિપોઝિટ જમા કરવાની હોય છે, જો કુલ મતદાનના અમુક ટકાવારી મુજબ મત ન મળે તો આ ડિપોઝિટ જપ્ત કરવામાં આવતી હોય છે. • આ સિવાય આ ચૂંટણીમાં મતદાન દરમિયાન 31,183 મત નોટાને મળ્યા છે, જેમાં સૌથી વધુ થલતેજ વોર્ડમાં 970 જ્યારે સૌથી ઓછા દરિયાપુર વોર્ડમાં 340 મળ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Corporation election security deposit AMC BJP AAP Congress NOTA ]
30 Apr 2026
PostsBig clash in Indian Premier League 🔥 Gujarat Titans 🆚 Royal Challengers Bengaluru at Narendra Modi Stadium! Don’t let parking stress ruin your match day 🚗 Book your parking slots in advance and enjoy the game hassle-free! #IPL2026 #GTvsRCB #Ahmedabad #MatchDay #ShowMyParking
30 Apr 2026
Reels11-12th ni pressure-free journey ek smart decision thi start thai shake che ✅ Foundation jo 8-9 thij strong hoy, toh future preparation easy bani jay. ALLEN Ahmedabad aape structured system, smart modules ane disciplined ecosystem je tamara balak ne ahead rakhe. Courses starting from last week of April! #AllenAhmedabad #SmartPreparation #FoundationMatters #JEEPreparation #NEETPreparation
29 Apr 2026
Postsઆધાર કાર્ડમાં AI અને આધાર કીટની મદદથી વેપારીના મોબાઈલ નંબર બદલીને ગઠિયાઓએ ઑનલાઇન લોન લઈ લીધી. • આરોપીઓએ હાઈટેક પદ્ધતિથી આખું કૌભાંડ આચર્યું હતું. આ ગુનાની શરૂઆત સીએચસી સેન્ટરના સંચાલક કનુભાઈ પરમારથી થઈ હતી, જેણે પોતાની પાસે રહેલી સત્તાવાર આધાર કીટનો દુરુપયોગ કરીને ફરિયાદીના જાણ બહાર તેમનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો. મોબાઈલ નંબર બદલાઈ જવાથી ફરિયાદીને ઓટીપી આવતા બંધ થઈ ગયા હતા અને તમામ એક્સેસ આરોપીઓ પાસે રહેલા નવા નંબર પર શિફ્ટ થઈ ગયું હતું. આ ગેંગે માત્ર મોબાઈલ નંબર જ નહીં, પરંતુ ફરિયાદીના ડીજીલોકર અને અન્ય દસ્તાવેજો પર પણ કબજો મેળવી લીધો હતો. • આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ઉપયોગ છે. આરોપીઓએ ફરિયાદીના ફોટા પરથી એઆઈ જનરેટેડ વીડિયો તૈયાર કર્યો હતો, જેના દ્વારા આધાર એપ્લિકેશનમાં જરૂરી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી દીધું હતું. • આ ટેકનિકની મદદથી તેઓએ ફરિયાદીના નામે ઑનલાઇન પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવી 25 હજારની લોન પણ મેળવી લીધી હતી. આ ટોળકીમાં આશિષ વાળંદ જેવો રીઢો ગુનેગાર પણ સામેલ હતો, જે અગાઉ પણ આવા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. • તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે 240 જેટલા લોકોના ડેટા સાથે છેડછાડ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Adhar verification artificial intelligence ]
29 Apr 2026
Postsસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપ પાર્ટીના ઉમેદવારોની જંગી જીત જોવા મળી. • 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના પરિણામો જાહેર. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Corporation election BJP AAP Congress ]
29 Apr 2026
PostsCTM હાઈવે નજીક કર્ણાવતી પાર્ક સોસાયટીમાં આવેલા એક મકાનમાં પાર્કિગમાં પડેલી ગાડીમાં અચાનક આગ લાગી હતી. • CNG સિલિન્ડર ધરાવતી કારમાં અચાનક આગ લાગતા આસપાસના લોકોમાં પણ નાસભાગ સર્જાઈ હતી, તાત્કાલિક લોકોએ ગાડી પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. • કારની આગળની બાજુમાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે આગ પાછળ સુધી ફેલાઈ રહી હતી, જો કે સમયસૂચકતા સાથે આગ પર સમયસર કાબુ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી. • કારના માલિક ત્યાં એકલા જ રહે છે, જ્યારે તેમના ઉપરના માળ પર ભાડુઆત રહે છે, કારમાં આગ જોઈને તાત્કાલિક લોકો એકઠા થઈ ગયા હતા. • પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાની જાણકારી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CTM highway karnavati park society fire summer ]
29 Apr 2026
ReelsHonest pricing. Pure quality. No gimmicks. ❤️🌶️ Kitchen Xpress Red Chilli Powder 500gm at just ₹249 — not an offer, not a discount, but an everyday honest price. Premium quality, full quantity, and the trusted choice of Gujarati kitchens. Once you try it, it becomes a regular in your kitchen! Order today. #KitchenXpress #HonestPricing #RedChilliPowder #GujaratiKitchen #QualityMatters
29 Apr 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી પરિણામો જાહેર! ભાજપ સત્તામાં યથાવત, કોંગ્રેસને થોડો ફાયદો થયો, આ સિવાય ઘણા સમીકરણો પણ બદલાયા. AIMIMની અમદાવાદમાંથી પતંગ કપાઈ, AAPનો સાવરણો કંઈ ખાસ ચાલ્યો નહીં! 🟥 કરેક્શન: વોર્ડ નંબર 33, સરખેજ વોર્ડ (કુલ મતદાન: 49,366) ઉમેદવાર 1: જેઠીબેન છગનભાઈ ડાંગર (OBC Female) ભારતીય જનતા પાર્ટી (કેટલા મત મળ્યા: 27,755) ઉમેદવાર 2: હેમાબેન ચિરાગકુમાર શાહ (General Female) ભારતીય જનતા પાર્ટી (કેટલા મત મળ્યા: 23,870 ) ઉમેદવાર 3: દિવ્યેશ પિયુષચંદ્ર ત્રિપાઠી ( General ) ભારતીય જનતા પાર્ટી (કેટલા મત મળ્યા: 25,670) ઉમેદવાર 4: રાજેન્દ્ર ચંદ્રલાલ શુક્લ (General) ભારતીય જનતા પાર્ટી ( કેટલા મત મળ્યા: 24,844) વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Amc election 2026 bjp Congress ]
28 Apr 2026
Reelsમત ગણતરી સમયે LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલીસ અને ભાજપ કાર્યકર વચ્ચે ઘર્ષણ! • ભાજપના કાર્યકરે ગાળાગાળી કરતા પોલીસે લાફો માર્યો! લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો. • આજે LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી ચાલી રહી હતી એ દરમિયાન બંને જગ્યાએ નાનું મોટું ઘર્ષણ જોવા મળ્યું હતું પરંતુ આ ઘટનામાં ભાજપ કાર્યકરને પોલીસે લાફો મારતા ઉગ્ર બોલચાલ થઈ હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Corporation election ]
28 Apr 2026
ReelsBest school ane facilities purti nathi… success mate right system pan joiye ✅ Direction, guidance ane structured preparation j banave difference. Join the ecosystem trusted by achievers at ALLEN Ahmedabad. Courses starting from last week of April. #allenahmedabad #rightguidance #structuredlearning #studentsucces #futureready
28 Apr 2026
Reelsઅસારવા અને વિરાટનગરમાં ફરી ભાજપ, જીતેલા ઉમેદવારોએ લોકો વચ્ચે રહી કામ કરવાના વચનો આપ્યા! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Asarwa viratnagar amc election 2026]
28 Apr 2026
Postsભાજપનો ગઢ ગણાતો ખાડિયા વોર્ડ આ વખતે હાથમાંથી ગયો, કોંગ્રેસે તમામ બેઠકો પર જીત મેળવી! • ભાજપના ચારેય ઉમેદવારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારો મીનાબેન નાયક, ધ્રુવ કલાપી, બીરજુબેન ઠક્કર, ઈલ્યાસખાન પઠાણ વિજેતા બન્યા! • ભાજપના કાર્યકર્તાને ઓવર કોન્ફિડન્સ કે જનતાનો અસંતોષ ? • પોળમાં વધતું ઔધોગિકરણ અને પાયાની સુવિધાની ખરાબ થતી હાલતને લઈને ખાડિયાના લોકોએ ભાજપનો સાથ છોડ્યો હોવાની ચર્ચા! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Khadiya congress BJP election results corporation ]
28 Apr 2026
Reelsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે જેમાં ભાજપની જીત જણાઈ રહી છે, અનેક વોર્ડમાં ભાજપના ઉમેદવારની જીત નક્કી થઈ ચૂકી છે જેના પરિણામે તેમના કાર્યકર્તાઓમાં હર્ષોલ્લાસ છવાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ BJP congress municipal corporation election ]
28 Apr 2026
Reelsબાપુનગર વોર્ડમાં ગત ટર્મમાં રહેલી 4 ભાજપની સીટમાંથી એક સીટ આ વખતે કોંગ્રેસે પગપેસારો કર્યો. • જનતાના ઉઠેલા અનેક સવાલો વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર જયમન શર્માએ જીત મળી. • આ સિવાય બહેરામપુરામાં તમામ ઉમેદવારો ફરી વખત કોંગ્રેસના ચૂંટાયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bapunagar baherampura election corporation BJP congress ]
28 Apr 2026
Posts@edugetglobalindia na BIO માંથી ફ્રી ન્યુઝીલેન્ડ વેબિનાર માટે રજિસ્ટર આજે જ કરો આજે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડમાં ભણીને એક શાનદાર જિંદગી જીવી રહ્યા છે. અને તમે પૂછો છો "હું કેમ નહીં?" સાચું કહીએ તો; તમે પણ કરી શકો છો! બસ જરૂર છે સાચી માહિતી અને સાચા માર્ગદર્શનની! એટલે જ Eduget Global લઈને આવ્યું છે, એક ખાસ ફ્રી ન્યુઝીલેન્ડ વેબિનાર, જ્યાં તમને મળશે દરેક સવાલનો સચોટ જવાબ! - ઝડપથી ભણો, ઝડપથી કમાઓ; સ્માર્ટ રસ્તો આ જ છે! - વિઝા મળ્યા પછી જ ફી ભરો!પહેલાં વિઝા; પછી ફી! - સ્કોલરશિપ & ફી વેઇવર - 3 વર્ષનો Post Study Work Visa આજે જ ફ્રી માં રજિસ્ટર કરો અને વેબિનારમાં ભાગ લો! Date: 2nd May 2026 Time: 11:00 AM to 12:00 PM
28 Apr 2026
Postsરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ, અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનની મતગણતરી શરૂ. LD એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતે તમામ વોર્ડની ગણતરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC election 2026 results]
28 Apr 2026
Postsસોનીની ચાલી બ્રિજ નીચે બેફામ દેહવ્યાપાર! • આજુ બાજુમાં રહેતી બેન દીકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું. • સ્થાનિકોએ કંટાળીને જનતા રેડ કરી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Soni ni chali bridge odhav police station]
27 Apr 2026
Postsસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026, મતદાનના ફાઈનલ આંકડાઓ સામે આવ્યા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 51.81% મતદાન થયું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMC election 2026 ]
27 Apr 2026
Postsઅમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ભારે તડકો પડી રહ્યો છે ત્યારે આગ લાગવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. • સવારે શ્યામલમાં આગની ઘટના બાદ આજે બપોર બાદ થલતેજમાં જયહિંદ બિલ્ડિંગ પાસે તડકામાં પાર્કિંગમાં રહેલ કારમાં આગ લાગી હતી. • ભારે તાપના કારણે ગાડી ગરમ થયા બાદ ગાડીમાં પડેલ ઇલેક્ટ્રિક વસ્તુઓમાં આગ લાગી, ત્યાર બાદ ગાડીની અંદરનું ઇન્ટિરિયરમાં પણ આગ પકડી હતી. • જોકે સમયસૂચકતા વાપરીને ફાયર એક્સ્ટીગ્યુશર દ્વારા આગ પર કાબુ મેળવતા મોટી જાનહાનિ ટળી. • આજે સવારે શ્યામલ ચાર રસ્તા પાસે AC માં આગ લાગ્યા બાદ અનેક વાહનો ખાપ થયા હતા. • ગરમી ના કારણે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે લોકોએ પોતાના વાહનો સીધા તડકામાં પાર્ક કરવાનું ટાળવું જોઈએ, તેમજ લાંબી મુસાફરી સમયે વાહનોના કૂલન્ટ્સ સહિતના પાર્ટ્સની સમયાંતરે ચકાસણી કરતી રહેવી હિતાવહ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Car caught fire thaltej summer heatwave ]
27 Apr 2026
Postsનેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા અમદાવાદને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે સીધું જોડવા માટે અમદાવાદ ગોધરા વચ્ચે નવા સિક્સ-લેન ગ્રીનફિલ્ડ હાઈવે બનાવવા આયોજન • આશરે 120 કિલોમીટર ગ્રીનફિલ્ડ હાઈવે (એટલે કે તદ્દન નવી જમીન પર નવો રસ્તો બનાવવામાં આવશે). • શરૂઆતમાં 6-લેન બનાવવામાં આવશે, પરંતુ ભવિષ્યમાં ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તેને 8-લેન સુધી વધારી શકાય તેવી રીતે જમીન સંપાદન. • આ હાઈવે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવશે. • હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી અમદાવાદ આવવા માટે ગોધરાથી વડોદરા થઈને લાંબો ફેરો કરવો પડે છે. આ નવો હાઈવે બનવાથી ગોધરાથી સીધા જ અમદાવાદ પહોંચી શકાશે. જેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે અને હાલના નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે. • NHAI દ્વારા આ પ્રોજેક્ટ માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. DPR તૈયાર થયા બાદ જમીન સંપાદન અને માર્ગના ચોક્કસ નકશાની કામગીરી શરૂ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad godhra greenfield Highway NHAI delhi mumbai express way ]
27 Apr 2026
ReelsBig news! 🎉 Dermaelixir Clinic expands with its 2nd BRANCH in Ahmedabad. Ankleshwar 1st branch remains fully operational to care for you as always. Now, expert skin care ,Hair ,Laser and Homoepathy at two locations!” Address :-Dermaelixir clinic AHEMDABAD shop no :-309 ,3rd floor KALASH SQUARE mansarovar road CHANDKHEDA. Shop no :-26 ,2nd floor APPLE PLAZA ANKLESHWAR
27 Apr 2026
Postsઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે જાપાનથી હો ચી મિન્હ સિટી (વિયેતનામ) વાયા આવેલા એક મુસાફર પાસેથી 61 ડિઝાઇનર ઇંક પેન જપ્ત કરી. • મુસાફર આ પેનો કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યા વિના અને જાહેર કર્યા વગર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ પેનોની કુલ કિંમત 30 લાખની આસપાસ છે. કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મુસાફરની પૂછપરછ ચાલુ છે. • જપ્ત કરાયેલી પેનોની કેટલીક મુખ્ય બ્રાન્ડ્સ - વિસ્કોન્ટી હોમો સેપિયન્સ લંડન ફોગ: વિશ્વમાં માત્ર 888 પીસ જ બનેલી લિમિટેડ એડિશન. 23 કેરેટ પેલેડિયમ નિબ અને સ્ટર્લિંગ સિલ્વરથી બનેલી. - મોં બ્લા માસ્ટરસ્ટુક લે-ગ્રાન્ડ: 925 સ્ટર્લિંગ સિલ્વર બોડી પર 18 કેરેટ સોનાનો ઢોળ. - નાકાયા સાકુરા (લિમિટેડ એડિશન): એબોનાઇટમાંથી બનેલી, હાથથી 'માકી-એ' કળા વડે ડિઝાઇન. - પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન યલો: 1927ની આઇકોનિક પીળી પેન, એક્રેલિક રેઝિન અને 18 કેરેટ સોનાની નિબ. • આ પેનો સામાન્ય રીતે પેન કલેક્ટર્સ, ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સ્ટેટસ સિમ્બોલ તરીકે વપરાય છે. કસ્ટમ્સ હવે તપાસ કરી રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં પેન કોના માટે લાવવામાં આવી હતી, અને અન્ય કોઈ સંડોવણીમાં સાથે છે કે નહીં. સામાન્ય રીતે આવી એન્ટિક વસ્તુઓ પર 35 ટકા કસ્ટમ ડ્યુટી વસૂલાતી હોય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Costom smuggle SVPI Airport ink pen special edition ]
27 Apr 2026
Postsઆજે સવારે 10 વાગ્યા આસપાસ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આર્કેડ કોમ્પલેક્ષના ત્રીજા માળે AC આઉટડોરમાં આગ લાગી હતી. • આ આગ જોતજોતામાં નીચે રહેલા વાહનોમાં પણ પ્રસરતા ત્યાં પાર્કિગમાં રહેલા 15 જેટલા વાહનોમાં પહોંચી હતી. • વાહનો બળીને ખાખ થયા, તાત્કાલિક ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. • આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Shyamal cross road Shangrila arcade fire vehicle ]
27 Apr 2026
Reels☀️ 1 Solar Panel ખરાબ થાય તો ખબર કેવી રીતે પડે? 🤔 Gyani Baba નો સવાલ 😄 “10 માંથી 1 panel બગડે તો ખબર કેમ પડે?” 👉 Kaushikbhai આપે છે simple સમજણ 👇 ✔ Solar panels series માં connect હોય છે ⚡ ✔ એટલે 1 panel ખરાબ થાય તો 👉 આખા system નું generation ઘટી જાય 📉 👉 એટલે શું ધ્યાન રાખવું? 👇 ✔ Regular monitoring જરૂરી 📊 ✔ Generation અચાનક ઘટે = alert sign ⚠️ ✔ Time પર service કરાવવી જરૂરી 💯 👉 Small issue ignore કરશો તો 👉 Big loss થઈ શકે છે! 😄 Gyani Lesson: “1 panel બગડે… તો આખું system રડાડે!” 😜 ⚡ Smart monitoring = Maximum saving જો તમે પણ solar service / monitoring guidance માંગો છો તો આજે જ સંપર્ક કરો 👇 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #SolarTips #SolarMaintenance #SolarIndia #SolarPanels #SolarSystem
26 Apr 2026
Postsઅમદાવાદમાં મતદાનમાં ક્યાંક ઉત્સુકતા તો ક્યાંક નિરસતા દેખાઈ. • પૂર્વ વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધુ જોવા મળી પશ્વિમ વિસ્તારોની સાપેક્ષમાં. • હાલ એક તરફ ગરમી અને તડકા વચ્ચે પણ મતદારો મતદાન માટે આવ્યા. • વિવિધ સોસાયટીઓમાં સમૂહ મતદાન માટે પણ આયોજનો કરાયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Election corporation ]
26 Apr 2026
Reelsઅમદાવાદમાં આજે લોકશાહી પર્વની ઉજવણી, AMCની 48 વોર્ડની 192 બેઠકો માટે મતદાન! મત આપવા ગયા કે નહીં... જાઓ જલ્દી અને લોકશાહીને જીતાડો!! Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC election 2026 ]
26 Apr 2026
Posts26 એપ્રિલ 2026 એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન દિવસ, ચાલો સાથે મળીને મતદાન કરીને લોકશાહીને વિજય બનાવીએ. • 26 એપ્રિલ 2026, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી. • અમદાવાદ સહિત ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત સાથે એકસાથે યોજાશે. • રાજ્યભરમાં હીટવેવની આગાહી વધુ તડકાની આગાહી વચ્ચે મતદારોને વહેલી સવારે જ મત આપવા જવું વધુ હિતાવહ. • અમદાવાદના 48 વોર્ડની 192 સીટ માટે લગભગ 38 લાખ મતદારો કુલ 1316 જગ્યાઓએ 4200+ મતદાન બુથ પર મતદાન કરશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Municipal corporation Election voting ]
25 Apr 2026
Posts@edugetglobalindia na BIO માંથી ફ્રી ન્યુઝીલેન્ડ વેબિનાર માટે રજિસ્ટર આજે જ કરો અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ખુશખબર! શું તમે પણ ન્યુઝીલેન્ડમાં ભણવાનું સપનું જુઓ છો? શું તમને પણ થાય છે કે... "ક્યાંથી શરૂ કરું?" "કયો કોર્સ સાચો રહેશે?" "સ્કોલરશિપ મળશે કે નહીં?" "એડમિશન પ્રોસેસ કેટલી અઘરી છે?" તો હવે ચિંતા છોડો; જવાબ આવી ગયો છે! Eduget global લઈને આવ્યું છે એક ખાસ ફ્રી વેબિનાર; જ્યાં તમને મળશે ન્યુઝીલેન્ડ ભણવાની સંપૂર્ણ માહિતી, એકદમ સાચી અને સીધી! વેબિનારમાં શું મળશે? - કોર્સ ગાઈડન્સ - સ્કોલરશિપ માહિતી - ઝડપી એડમિશન પ્રોસેસ - વિઝા અને દસ્તાવેજ માર્ગદર્શન હાલ j ફ્રી માં રજિસ્ટર કરો Date: 2nd May 2026 Time: 11:00 AM to 12:00 PM
25 Apr 2026
Postsઉનાળુ વેકેશન તેમજ ગરમીને ધ્યાનમાં લઈને હવે સામાન્યતઃ સોમવારે બંધ રહેતું કાંકરિયા પરિસર આગામી દોઢ મહિના માટે સોમવારે પણ ખુલ્લું રહેશે. • 27 એપ્રિલ, 4 મે, 11 મે, 18 મે, 25 મે, 1 જૂન અને 8 જૂનના તમામ સોમવારે કાંકરિયા પરિસર ખુલ્લુ રાખવામાં આવશે! • કિડ્સ સિટી, નોકટર્નલ ઝુ. પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Monday kankariya lakefront open ]
25 Apr 2026
Postsસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં કોર્પોરેશન ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મતદાન કરશે. • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત) આવતીકાલે 26 એપ્રિલ 2026ના રોજ યોજાવાની છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે અને મતગણતરી 28 એપ્રિલે થશે. • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ મતવિસ્તાર ખાતે મતદાન માટે આવી શકે છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, જો અહીં આવીને તેઓ મતદાન નહીં કરે તો દિલ્હી ખાતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની શક્યતા • અમિત શાહ મતદાનની સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે નારણપુરા, અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીકની સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે. • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે 8:30 વાગ્યે શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે. • ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ઠક્કરબાપાનગર ખાતે મારુતિ પ્લાઝાની સામે સરદાર પટેલ સ્કૂલમાં મતદાન કરશે. • આ ઉપરાંત, મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય શહેરી નેતાઓ મળીને કુલ લગભગ 30 નેતાઓ અમદાવાદમાં જ મતદાન કરવાના છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Election vote voting Prime minister narendr modi union home minister amit shah chief minister bhupendr patel ]
25 Apr 2026
Postsસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરેટની PCB સ્ક્વોડની ટીમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામઠી રેસ્ટોરન્ટ પાસે (નાના ચિલોડા-દહેગામ રિંગ રોડ પર) વોચ ગોઠવીને એક ટ્રકને રોકી તપાસ કરી. • ટ્રકમાં ટીવીની ખોટી બિલ્ટીની આડમાં ચંદીગઢથી લાવવામાં આવતો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કુલ ૨૫,૬૦૮ બોટલ દારૂ-બિયર (કિંમત ₹૬૭.૫૭ લાખ) સાથે ટ્રક પણ કબજે કરી, જેની કુલ કિંમત ₹૮૭.૬૭ લાખ થાય છે. • ટ્રક ડ્રાઇવર કમલસિંગ ભાનીસિંગ યાદવ (અલવર, રાજસ્થાન)ની ધરપકડ કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. • પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે ચંદીગઢથી દારૂ ભરીને નડિયાદ લઈ જવાનું હતું. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય સંડોવાયેલા લોકો વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ liquor naroda police station PCB ]
25 Apr 2026
ReelsCrash diets may promise quick results, but sustainable weight loss needs the right medical guidance. 💙 Before choosing shortcuts, understand what’s healthy, safe, and effective from an expert. Consult a good doctor for genuine treatment and make informed decisions for your health. #WeightLossTips #HealthyLiving #MedicalAdvice #TirthamHospital #HealthAwareness
25 Apr 2026
Postsનિકોલ વિસ્તારમાં આવેલ હોન્ડા કંપનીના ટુ-વ્હીલર શો-રૂમના ગોડાઉનમાંથી 31 નવી એક્ટિવા સ્કૂટરની ચોરી થઈ હતી, જેની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. • આ ચોરીની ઘટનામાં ત્યાં કામ કરતા એક કર્મચારીની સંડોવણી સામે આવી તેની સાથે અન્ય એક યુવક તેમજ એક સગીર પણ સામેલ. • તપાસ કરતા જાન્યુઆરી 1 થી એપ્રિલ 1, 2026 વચ્ચે ગોડાઉનમાંથી 31 અનરજિસ્ટર્ડ એક્ટિવા અને તેની ચાવીઓ ચોરાઈ ગઈ હતી. • તપાસ કરતાં ગોડાઉનમાં ઘણા વર્ષથી કામ કરતો શાહિદ ઉર્ફે બડા કાલુ શેખ (19, નરોડા પાટિયા) એક કિશોર તેમજ દિગુરાજ ઉર્ફે દિગુ રાઠોડ (ઉં. 22, વિરાટનગર) ચોરીમાં સામેલ હતા • શાહિદ અને કિશોરે ગોડાઉનમાંથી વાહનો ચોરી કરીને દિગુરાજને ₹15,000થી 20,000માં વેચી દેતા. દિગુરાજ તેને સાણંદ, વિરમગામ, દેત્રોજ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોને ₹30,000થી 35,000માં વેચતો. તે ખરીદનારને કહેતો કે “વાહનમાં નજીવી ટેકનિકલ ખામી છે, સસ્તામાં રિપેર થઈ જશે” અને “પોલીસે પકડે તો મારી સાથે વાત કરાવજો”. • પોલીસે અત્યાર સુધીમાં 26 એક્ટિવા (કિંમત ₹24.70 લાખ) કબજે કરી છે. બાકીના 5 વાહનોની તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nikol activa thief LCB police ]
25 Apr 2026
Postsઆવતીકાલ 26 એપ્રિલના રોજ રવિવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે તે દિવસે શુભ મુહૂર્ત હોવાના કારણે ઠેર ઠેર લગ્ન પ્રસંગ પણ આયોજિત છે. • જોકે શુભ પ્રસંગની વચ્ચે મતદાન પણ જરૂરી, જેથી લોકોએ પ્રસંગમાં જવાની ફરજ સાથે લોકતંત્રની ફરજ પણ અચૂક અદા કરવી, અને શક્ય હોય તો મતદાન પણ કરવું. • આ સાથે જ રવિવારના દિવસે ગરમીનો પારો પણ ઊંચો રહેશે જેથી તડકાની વચ્ચે મતદારોને મતદાન કરવું પડી શકે છે જોકે તંત્ર દ્વારા હાલ મતદાન મથકો પર હીટ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. • આ સાથે જ રવિવારના દિવસે મતદાનના લીધે શહેરમાં આયોજિત ipl મેચને પણ ચેન્નઈમાં શિફ્ટ કરવામાં આવી અને જીપીએસસી દ્વારા લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ 26 april local body election corporation EVM match day marriage season ]
25 Apr 2026
Postsઅમદાવાદમાં SIR કામગીરી બાદ 8 લાખ જેટલા મતદારોની યાદી કાઢ્યા બાદ નવી યાદી મુજબ 38 લાખ મતદારો નોંધાયા છે. • વોર્ડ વાઇસ અને ઝોન વાઇસ મતદારોની યાદીમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 6.68 લાખ મતદારો જ્યારે વોર્ડમાં વાત કરીએ તો નિકોલ વોર્ડમાં સૌથી વધુ 1.27 લાખ મતદારો નોંધાયા છે. • કોર્પોરેશનના ત્રણ વોર્ડમાં એક લાખથી વધુ મતદારો નોંધાયો છે જેમાં નિકોલ, વસ્ત્રાલ અને વટવાનો સમાવેશ થાય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ward election voter ID card ]
24 Apr 2026
Reelsનિકોલમાં લોકોએ કહ્યું, “કમળે કમર તોડી”, રોડ રસ્તા વર્ષોથી બિસ્માર, રોજ નવું ખોદકામ અને સમયસર કામ પૂરા નથી થતા! Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nikol road AMC election 2026 ]
24 Apr 2026
Postsઆગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીને આખરી ઓપ અપાયો છે! • આજે રાત્રે ચૂંટણી પડઘમ શાંત થઈ જશે તેમ જ રવિવારના રોજ 1316 બિલ્ડીંગમાં 4172 મતદાન કેન્દ્ર ઊભા કર્યા છે જેમાં સવારથી લઈને સાંજ સુધી મતદાન થશે. • અમદાવાદ કોર્પોરેશનના 48 વોર્ડના કુલ 652 ઉમેદવારો ચૂંટણી લડશે. • ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, સ્ટ્રોંગ રૂમ તૈયાર કરી તેમાં EVM લાવવામાં આવ્યા છે, • ચૂંટણીના દિવસે શહેરમાં 8,000 થી વધુ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો ચૂંટણીની કામગીરીમાં તૈનાત રહેશે આ સહિત SRPની સાત કંપની તૈનાત રહેશે. • સાઇબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાવ પોસ્ટ કરનાર સામે બાજ નજર રહેશે. • કાળજાળ ગરમીને તંત્ર દ્વારા ચૂંટણીના દિવસે મતદારો માટે પીવાના પાણી સામે ORS અને સામાન્ય દવાઓ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Election corporation EVM strong room ]
24 Apr 2026
ReelsEp: 07- મધ્ય અને દક્ષિણ ઝોનની યાત્રા! Election series by @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMC election 2025 election AMC Central zone khadiya, shahpur, dariyapur, shahibaug, Jamalpur, asarwa, South zone, maninagar, Isanpur, indrapuri, khokhra, lambha, vatva, danilimda, behrampura]
24 Apr 2026
Postsઅમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજમાં તિરાડો અને માળખાકીય ખામીઓ દેખાતા તેને તોડીને નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. • અંદાજે ₹236 કરોડથી વધુના ખર્ચે જૂના બ્રિજનું નવીનીકરણ 9 મહિનામાં અને આખો પ્રોજેક્ટ (નવા બ્રિજ સાથે) 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. • આ પ્રોજેક્ટ અંતર્ગત જૂના બ્રિજનું સુપર સ્ટ્રક્ચર હટાવીને નવું સ્ટીલ સ્ટ્રક્ચર લગાવવાનું અને તેની આસપાસ નવા બે બ્રિજ પણ બનાવવામાં આવશે. • બ્રિજના પિલર (થાંભલા) ને માઈક્રો-કોંક્રિટ જેકેટિંગ દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી બ્રિજની આવરદા આગામી 70 વર્ષ સુધી વધી જશે. • જૂના બ્રિજની બંને બાજુએ 2-2 લેનના નવા સમાંતર બ્રિજ બનાવવામાં આવશે. ભવિષ્યમાં અહીં કુલ 6 લેન (2 જૂના બ્રિજની + 4 નવા બ્રિજની) ની સુવિધા મળશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. • નવા બ્રિજના સ્પાન 38 મીટરના રાખવામાં આવશે, જે જૂના બ્રિજ કરતા વધુ કાર્યક્ષમ હશે, બ્રિજમાં વોટરપ્રૂફિંગ, નવા બેરિંગ્સ અને આધુનિક એક્સપાન્શન જોઈન્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Subhash bridge demolition super structur new bridge Steel girder bridge]
23 Apr 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં ચાલતા ડુપ્લીકેટ ઘીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. • નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગ્લોઝના એક રહેણાંક મકાનમાં કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશન કે FSSAI લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ઘી બનાવવાનું યુનિટ ધમધમી રહ્યું હતું. • અહીં વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના જોખમી મિશ્રણથી નકલી ઘી બનાવી તેને 'મંગલમૂર્તિ ગાયનું ઘી' જેવી આકર્ષક બ્રાન્ડના નામે પેક કરવામાં આવતું હતું. • આ દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમે આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કર્યું છે અને તપાસ અર્થે તેના નમૂના લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. • સ્થળ પરથી માત્ર તૈયાર ઘી જ નહીં, પરંતુ મોટા પાયે પેકિંગ મટીરીયલ પણ મળી આવ્યું છે, જેમાં 500 કિલો ખાલી જાર, બ્રાન્ડના લેબલો, પેકિંગ માટેના મશીનો, ગેસ સિલિન્ડર અને મોટા તપેલાઓનો સમાવેશ થાય છે. • તંત્ર દ્વારા આ તમામ મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે અને જવાબદારો વિરુદ્ધ FSSAI ના કડક નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Duplicate cow ghee nikol mangalmurti vegitable oil malm oil health FSSAI ]
23 Apr 2026
Reelsઆજે વિશ્વ પુસ્તક દિવસ! જાણીએ અમદાવાદના જુના બજારની સ્થિતિ! • અમદાવાદમાં ફર્નાન્ડીઝ પુલ નીચે ગાંધી રોડ ઉપર અંદાજિત સો વર્ષથી વધારે જૂનું પુસ્તકોનું બજાર આવેલું છે. • આ બજારમાં ઢગલાબંધ પુસ્તકો ની દુકાનો તેમજ સ્ટોલ આવેલા છે. અહીંયા મોટાભાગે જૂની પુસ્તકો અને ઘણી ખરી નવી પુસ્તકોનું વેચાણ થાય છે. પરંતુ સમય જેમ આધુનિક થતો ગયો તેમ પુસ્તકો તરફનો વળાંક લોકોનો ઘટ્યો છે. એવા સમયે આ બજારની હાલ સ્થિતિ જોઈએ તો વાંચકો તેમજ ખરીદારો ઘટ્યા છે! • જ્યાં પહેલા લાંબી લાઈનો લાગતી, ભીડ થતી એવા વર્ષો જૂના અમદાવાદના પુસ્તક બજારમાં હાલ જૂજ લોકો ખરીદી માટે જાય છે. • વેપારીઓ મુજબ ઓનલાઈન પુસ્તકોનું વેચાણ, ઇલેક્ટ્રોનિક બુક, શહેરમાં બીજા અન્ય સ્ટોલ ખોલવા તેમજ હયાત માર્કેટમાં પાર્કિંગ તેમજ બીજી સમસ્યાઓને લીધે અહીં આવતા લોકોની સંખ્યા ઘટી છે. • એની સાથે જ જમાનો આધુનિક થતા જ વાચકો પણ ઘટ્યા છે, સોશિયલ મીડિયાના યુગમાં લોકો પુસ્તકોથી અડગા થઈ રહ્યા છે. લોકો વાંચતા નથી માત્ર જોવું પસંદ કરે છે! • આ સમયે પરંપરાગત રીતે પેઢીઓથી પુસ્તકોનો ધંધો કરતા લોકો ગાંધી પુલ નીચે પુસ્તકો વેચે છે તેમની પાસેથી જાણ્યું કે હાલ પહેલા જેવો માહોલ જામતો નથી. માત્ર પરીક્ષા બાદનો સ્કૂલ ઉગાડવાના સમયે ભીડ જોવા મળે છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ World book day books pustak divas Gandhi road Fernandes bridge books Market old book market ahmedabad ]
23 Apr 2026
Postsમાતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા દાનમાં મળેલી ચાંદીમાં 95 ટકા ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. • શ્રાઈન બોર્ડને ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કા અને ઘરેણાંની જ્યારે લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેમાં લગભગ 95% ચાંદી શુદ્ધ નથી અથવા તો માત્ર ચાંદીનો ઢોળ ચડાવેલી ધાતુ છે. • શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક જે દાન આપે છે તે બધું જ સ્વીકારવામાં આવે છે. પરંતુ જ્યારે આ દાનમાં આવેલી વસ્તુઓને પિગળાવીને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવામાં આવી, ત્યારે જ આ સત્ય બહાર આવ્યું હતું. • ઘણા લોકો રેલવે સ્ટેશન કે કટરાના બજારમાં મળતા 'પોલિશ કરેલા' સિક્કાઓ ખરીદીને દાનમાં પધરાવતા હોય છે, જે અસલી ચાંદીના હોતા નથી. • હાલ બોર્ડ દ્વારા 20 ટન જેટલું ચાંદી પીગળાવવામાં આવ્યું જેમાં 95 ટકા અન્ય ધાતુ જ મળી આવી હતી જેમાં કેડમિયમ જેવી ભારે અને નુકશાનકારક ધાતુઓ મળી આવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Silver fake katara mata Vaishno Devi shrine board jammu and kashmir ]
23 Apr 2026
Postsરાજ્યમાં આગામી સાત દિવસ ગરમીનો પારો ઊંચકાશે, • અમદાવાદ સહિત રાજ્યના છથી વધુ શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પાર જવાની શક્યતા! • આજથી રાજ્યમાં યલો એલર્ટ જાહેર, કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન લાગુ જેમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ કામ વગર બહાર ન નીકળે તેમ જ ડિરેકટ સનલાઇટથી બચે, પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરે તેમ જ લૂની અસર જણાય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલના સંપર્ક કરે. • રાજ્યમાં આજથી ગરમીનો પારો ઊંચકાશે જે 29 એપ્રિલ સુધી રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ summer temperatures rise yellow alert hear action plan ahmedabad gandhinagar surendranagar rajkot amreli ]
23 Apr 2026
Postsઓઢવ વિસ્તારમાં ત્રણ મિત્રોએ મળીને તેમના જ એક મિત્રને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લીધો. • મિત્રના ખાતામાં લાખો રૂપિયા જોઈને અન્ય મિત્રોની દાનત બગડી હતી જેના કારણે આ મિત્ર પાસેથી પૈસા પડાવી લેવા માટે ત્રણ ઈસમોએ હનીટ્રેપનો પ્લાન કર્યો હતો જેમાં facebook માં એક યુવતીની પ્રોફાઈલ બનાવી આ યુવકને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને તેમની સાથે વાતચીત કરીને યુવકને ભોળવી લીધો હતો • ત્યારબાદ યુવતી વતી ફરવા તેમજ ફ્લાઇટના પૈસા યુવક પાસે માંગવામાં આવ્યા હતા યુવકે શરૂઆતમાં તેને પૈસા આપ્યા હતા. • જોકે ત્યારબાદ યુવતી બનેલ મિત્રોએ યુવક સાથે આડાઅવળી વાતચીત કરીને ચેટના સ્ક્રીનશોટ લઈ લીધા હતા, આ સ્ક્રીનશોટ થકી યુવકને બ્લેકમેલ કરીને યુવક પાસેથી કટકે કટકે કરી રૂપિયા 15 લાખ લૂંટી લીધા હતા યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં તેના જ ત્રણ મિત્રો શરબજીતસિંહ ભારતી, પ્રવીણસિંહ ભારતી અને યોગેશ પાંડે નામના ત્રણે મિત્રોની ધરપકડ! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Odhav honeytrap friend Facebook ]
23 Apr 2026
Reels@edugetglobalindia na BIO ના માંથી ફ્રી ન્યુઝીલેન્ડ વેબિનાર માટે રજિસ્ટર આજે જ કરો ન્યુઝીલેન્ડ ભણવા જવા ના ઘણા બધા રસ્તા હોય છે પણ એક એવો માર્ગ જે સરળ પણ હોય અને જલ્દી ભણવા પણ જવા દે એવો માર્ગ એક જ છે જે આવી રહ્યો છે તમારી જોડે "STUDY & LIVE IN NEW ZEALAND" FREE WEBINAR આ વેબિનાર માં તમને બધી જ માહિતી મળશે સારા કોર્સ, સ્કોલરશીપ, કોચિંગ ડિસ્કાઉન્ટ તો આ તક ને જવા ના દેતા, ફ્રી રજિસ્ટર કરો અને જાણો તમે કઈ રીતે ભણી શકો છો ન્યુઝીલેન્ડ માં Date: 2nd May 2026 Time: 11:00 AM to 12:00 PM
23 Apr 2026
Postsચાંદખેડા વિસ્તારમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટી પાસે એક બેકાબૂ બનેલી BRTS બસ સોસાયટીની દીવાલ તોડીને સોસાયટી બિલ્ડીંગ સાથે અથડાઈ. • સોસાયટીની નજીક આવેલા BRTS બસના સર્વિસ સ્ટેશન પર રિપેરિંગ અર્થે લાવવામાં આવેલી એક બસ અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી અને ચાલકે કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર સોસાયટીની સુરક્ષા દિવાલ સાથે અથડાઈ હતી. • અકસ્માત એટલો પ્રચંડ હતો કે બસ દિવાલની પેરાફીટ તોડીને સીધી સોસાયટીના પરિસરમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે ત્યાંના બાંધકામ અને મિલકતને પણ નુકસાન પહોંચ્યું છે. • સદનસીબે આ અકસ્માત સમયે સોસાયટીના કમ્પાઉન્ડમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. • સર્વિસ સ્ટેશન પર બસોના પાર્કિંગ અને સુરક્ષા પ્રોટોકોલના અભાવને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ BRTS bus accident Chandkheda prahalad park society ]
22 Apr 2026
Postsઅમદાવાદમાં નિકોલમાં સ્થિત હોન્ડા કંપનીના શોરૂમ/ગોડાઉનમાંથી 30 એકટીવા સહિત 31 વાહનોની ચોરી! • નવા નરોડા વિસ્તારમાં હોન્ડા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી છેલ્લા 4 મહિનામાં 31 નવા વાહનો ચોરાઈ ગયા, આ ગોડાઉનનો શો રૂમ શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલું સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લિમિટેડ છે. • કંપનીના મેનેજર દ્વારા એપ્રિલ મહિનામાં સ્ટોકની ગણતરી કરતા તેમાં કુલ 30 નવી એકટીવા અને એક બાઇક ઓછા હતા, ગોડાઉન તેમજ શોરૂમમાં તપાસ કરતા મળી આવ્યા નહોતા જેથી ગોડાઉનના મેનેજર ધર્મપાલ ચૌહાણ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી. • ગત જાન્યુઆરી મહિનામાં સ્ટોક ગણતરી પરફેક્ટ હતી. એપ્રિલ માસમાં ફરી ગણતરી કરતાં 31 વાહનો ઓછા મળ્યા. ધર્મપાલે આવક-જાવકનો હિસાબ તપાસીને ચોરીનો ભાંડો ફોડ્યો. • જો કે ગોડાઉનમાં કોઈ CCTV કેમેરા નથી, તેમજ અહીં કંપનીના 100થી વધુ કર્મચારીઓ કામ કરે છે, વાહનો ગોડાઉનમાંથી ચોરાયા કે શો-રૂમમાંથી ચોરાયા તેની પણ તપાસ ચાલી રહી છે • નિકોલ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે અને તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ કોઈ આરોપી પકડાયો નથી, જો કે આ સંડોવણીમાં કોઈ કર્મચારીનો હાથ છે કે બહારના લોકોએ ચોરી તે અંગે પણ તપાસ શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nikol naroda honda showroom godown activa bike thief ]
22 Apr 2026
Postsહાલ ખાડી દેશોમાં ચાલતા તણાવના લીધે રાજ્ય સહિત દેશભરમાં LPG ની તંગી ન સર્જાય તે માટે પાઇપલાઇન ગેસનું માળખું વધારવા સરકાર દ્વારા પ્રયાસો. • આ પ્રયાસોમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતનું ટોચના ત્રણ રાજ્યોમાં છે કે રાજ્યમાં ગેસ ગ્રીડનું માળખું ખૂબ જ વ્યવસ્થિત રીતે ફેલાયેલું છે. • ગુજરાતનો હિસ્સો કુલ 5.2 લાખ નવા રજીસ્ટ્રેશનમાંથી 76,000 કનેક્શન એટલે કે લગભગ 14.6% હિસ્સો એકલા ગુજરાતનો છે. • નવા કનેક્શનની બાબતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ હાલમાં યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. • ડેટા મુજબ ભારતમાં કુલ 1.6 કરોડ કનેક્શનમાંથી માત્ર 1 કરોડ જ સક્રિય હતા, નિષ્ક્રિય કનેક્શન અને હાલ ફરી સક્રિય કરવા માટે ઝુંબેશ પણ ચાલી રહી છે • જે ઘરોમાં કનેક્શન કપાઈ ગયા હતા અથવા બંધ હતા, તેમને નજીવા ચાર્જ અથવા શૂન્ય ચાર્જ સાથે ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે. • સરકારનો મુખ્ય હેતુ સબસિડીવાળા સિલિન્ડરના બોજને ઘટાડીને લોકોને સુરક્ષિત અને સસ્તા PNG તરફ વાળવાનો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ PNG CNG pipe natural gas line Gujarat ]
22 Apr 2026
Reels☀️ Solar Panel 25 વર્ષ ચાલે છે કે નહીં? 🤔 Gyani Baba નો સીધો સવાલ 😄 “Panel 25 વર્ષ ચાલશે કે વચ્ચે બંધ પડી જશે?” 👉 Kaushikbhai આપે છે clear જવાબ 👇 ✔ Solar panel માં દર વર્ષે થોડી degradation થાય છે 📉 ✔ પણ system ધીમે ધીમે performance આપે છે 👉 Reality શું છે? 👇 ✔ Panels આરામથી 25 થી 30 વર્ષ સુધી ચાલે છે 💯 ✔ લાંબા સમય સુધી stable generation આપે છે ⚡ 👉 એટલે solar = short-term નહીં, long-term reliable investment 😄 Gyani Lesson: “થોડું ઓછું થશે… પણ લાંબું ચાલશે!” 😜 ⚡ Long life = Long savings 💰 જો તમે પણ quality solar installation / सही guidance માંગો છો તો આજે જ સંપર્ક કરો 👇 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #SolarPanels #SolarLife #SolarIndia #SolarTips #RenewableEnergy SolarKnowledge GyaniBaba SolarInvestment ElectricitySaving Heatwell SolarAwareness
22 Apr 2026
Postsગઇકાલ રાત્રીના 8 આસપાસ રાયખડમાં આઇપી મિશન સ્કૂલ બહાર એક AMTS બસે એક મોપેડચાલકને અડફેટે લીધો હતો. • જો કે સદનસીબે મોપેડ ચાલકને કોઈ મોટી ઇજાઓ પહોંચી નહોતી. • લાલ બસ દ્વારા વારંવાર સર્જવામાં આવતા અકસ્માતને લઈને કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવો હાલ લોકોનો અભિપ્રાય છે, કારણ કે અનેકવાર આ લાલ બસો દ્વારા સિગ્નલ જંપ, ઓવર સ્પીડ, રફ ડ્રાઇવિંગ કરવામાં આવતું હોય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMTS red bus public transportation bus accident access moped ]
22 Apr 2026
Reelsબાપુનગર હોમગાર્ડ કચેરી ખાતે બોગસ વોટિંગના આક્ષેપ સાથે કોંગ્રેસ AAP નો વિરોધ! • તારીખ 21 એપ્રિલે સાંજે 6 વાગ્યા બાદ બાપુનગર ખાતે આવેલી હોમગાર્ડ કચેરી ખાતે બંદોબસ્તમાં જવા વાળા કર્મચારીઓને અગાઉ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવાય છે તેમાં ગેરરીતિ અને બોગસ વોટિંગ થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. • મોટી સંખ્યામાં વિપક્ષના કાર્યકરોએ ભેગા થઈ સૂત્રોચાર કર્યા હતા. જો કે આ ઘટનાની તપાસ બાદ જ ખબર પડે કે આ આક્ષેપો કેટલા સાચા છે. • જો કે પોલીસ ઇન્સ્પેક્ટર, ACP સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા અને કાર્યકરોને સમજાવી હાલ અરજી લઈ ત્યારબાદ ફરિયાદ નોંધવાની ખાતરી આપતા ટોળું વિખેરાયું હતું. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Election Ahmedabad Home guard protests ]
22 Apr 2026
Reelsનવા વાડજ વોર્ડ: પાણી ન આવવાની સમસ્યાથી બહેનો ત્રસ્ત! • ટેન્કર મંગાવા પડી રહ્યા છે, કોર્પોરેટરો અને અધિકારીઓ સાંભળતા નથી. નવા વાડજની મધુવન અને ONGC સોસાયટીની સમસ્યા! Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Madhuvan society nava vaadaj amc election 2026]
21 Apr 2026
Postsવિકાસના નામે પર્યાવરણનો ભોગ: શિવરંજનીમાં વૃક્ષોના નિકંદન સામે જનઆક્રોશ • અમદાવાદના શિવરંજની વિસ્તારમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 30 થી 40 વર્ષ જૂના વૃક્ષોને કાપી નાખવાની ઘટના સામે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. બિલ્ડર દ્વારા 15 થી 16 મોટા વૃક્ષોને ટ્રીમિંગને બદલે થડમાંથી કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. • ટ્રીમિંગની મંજૂરી સામે આખેઆખા વૃક્ષો કાપી નંખાયા, મ્યુનિસિપલ કમિશનરે હાલ આ કામગીરી અટકાવવા આદેશ આપ્યા છે. • બિલ્ડર પક્ષે 40 વર્ષ જૂના વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની વાત કરી, જેને પર્યાવરણ પ્રેમીઓએ અશક્ય ગણાવી છે. • હાલ શહેરમાં અનેક જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવે છે પરંતુ પૂરતી કાળજી ના રાખતા અનેક વૃક્ષો સુકાઈ જવાની ભીતિ હોય છે, જો કે વિકાસની કામગીરીમાં કપાતા વૃક્ષો સામે 10 ગણા વૃક્ષો વાવવાનું જણાવે તો છે પણ જાળવણીના અભાવે ભવિષ્યમાં આ વૃક્ષોની માવજત ન થતા કપાયેલા વૃક્ષો સામેની આપૂર્તિ ક્યારે પૂરી કરી શકાતી નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Tree planting trimming cutting redevelopment shivaranjani ]
21 Apr 2026
Postsનિર્ણયનગર અંડરપાસ પર આવેલા ઓવરબ્રિજને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે 'વન-વે'જાહેર કરવામાં આવ્યો. • ચાંદલોડિયા, ઉમિયા હોલ તેમજ નિર્ણયનગર તરફથી વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જવા માટેનો ઓવરબ્રિજ માર્ગ વન-વે રહેશે. • સામેથી આવતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફથી નિર્ણયનગર જવા માંગતા હોય, તેઓ ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં, તેમણે ઉમિયા હોલ ત્રણ રસ્તા (જંક્શન) પરથી યુ-ટર્ન લઈને નિર્ણયનગર તરફ જવાનું રહેશે. • આ નિયમની અમલવારી આજથી શરૂ થઈ ચૂકી છે, રોંગમાં આવતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nirnaynagar underpass overbridge one way chandlodiya uniya hall cross road ]
21 Apr 2026
Posts@edugetglobalindia na BIO માંથી ફ્રી ન્યુઝીલેન્ડ વેબિનાર માટે રજિસ્ટર આજે જ કરો કેટલાય વિદ્યાર્થીઓ મનમાં વિચાર કરે છે, - ન્યુઝીલેન્ડ ભણવા જવું છે... પણ કઈ રીતે શરૂ કરું? - ખર્ચ પોષાશે કે નહીં? - ક્યાંથી સાચી માહિતી મળશે? આ બધા સવાલોનો જવાબ હવે મળશે; ઘર બેઠા, એકદમ ફ્રીમાં! Eduget Global લઈને આવ્યું છે એક ખાસ ફ્રી વેબિનાર જ્યાં તમને મળશે; ન્યુઝીલેન્ડમાં ભણવાના અસલ ફાયદા શું છે? કઈ કોર્સ અને કઈ યુનિવર્સિટી તમારા માટે બેસ્ટ છે? સ્કોલરશિપ અને ફી વેઇવર કઈ રીતે મળે? એજ્યુકેશન લોન; શું, કઈ રીતે અને ક્યાંથી? વિઝા પ્રોસેસ; સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આ વેબિનાર ખાસ છે કારણ કે... આમા છે બસ સાચી માહિતી, નિષ્ણાત સલાહ અને તમારા સવાલોના સીધા જવાબ. Date: 2nd May 2026 Time: 11:00 AM to 12:00 PM
21 Apr 2026
Postsગુજરાત ATS દ્વારા દેશ વિરોધી કાવતરું ઘડતાં સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકોની ધરપકડ! • ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ગઝવા-એ-હિંદ અને ISIS જેવી કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી, આ બન્ને સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ) દ્વારા વિદેશી આતંકી સંપર્કો સાથે જોડાયેલા હતા અને ભારતમાં અરાજકતા ફેલાવવાનું, શરિયત કાયદો લાગુ કરવાનું તેમજ હથિયારોનું સ્મગલિંગ કરવાનું આયોજન કરી રહ્યા હતા. • આરોપીઓની વિગતો: - ઈરફાન કાલેખાન પઠાણ (ઉંમર 22 વર્ષ): સિદ્ધપુર (પાટણ જિલ્લો)નો રહેવાસી. MSCનો વિદ્યાર્થી. તે ગઝવા-એ-હિંદ અને ISIS વિચારધારા સાથે સંકળાયેલો હતો. - મુરશીદ ઝાહીદઅખતર શેખ (ઉંમર 21 વર્ષ): મુંબઈના સાકીનાકા વિસ્તારનો રહેવાસી (બિહારનો વતની). ચિકન બિરયાનીની હોટલ/લારી ચલાવે છે. તે પણ સમાન કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલો હતો. • આ બન્ને સોશિયલ મીડિયા દ્વારા સમાન વિચારધારા ધરાવતા યુવકોને ભેગા કરવા અને ટીમ બનાવવાનું કાર્ય કરતા હતા. તેમજ પાડોશી દેશમાંથી હથિયારો (તેમજ RDX) મંગાવવા અને બોમ્બ બનાવવાની તાલીમ લેવાનું પ્લાનિંગ કરતા હતા. • રાજકીય નેતાઓ, RSS અને હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવવાનું આયોજન તેમજ આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવું અને વધુ યુવકોને રેડિકલાઈઝ કરવાનો પ્લાન હતો. • બંનેના મોબાઈલમાંથી વાંધાજનક ચેટ્સ, સાહિત્ય અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat ATS terror activities patan sidhdhpur mumbai ]
21 Apr 2026
ReelsEp: 05- પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનની યાત્રા! Election series by @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMC election 2025, election , AMC west zone , North West zone, Ranip Sabarmati chandlodiya Chandkheda ghatlodiya, paldi vasna Navrangpura Naranpura sp stadium thaltej bodakdev, ]
21 Apr 2026
Reelsનિકોલમાં BMW કાર AMTS સ્ટેશનની આરપાસ થઈ ગઈ. નિકોલમાં સૌરાષ્ટ્ર પટેલ બોયઝ હોસ્ટેલ નજીક આજે સવારે ભયંકર અકસ્માત રીક્ષા અને BMW કાર વચ્ચે અકસ્માત થતા, BMW કાર આખી AMTS સ્ટેશનમાં ઘૂસી ગઈ, સ્ટેશન અને ગાડી સંપૂર્ણ પણે ક્ષતિગ્રસ્ત . રિક્ષામાં ભરેલ સામાન રોડ પર વેરાયો, રીક્ષા ચાલક ઇજાગ્રત, રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ સિવાય કોઈ મોટી જાનહાની ના સમાચાર નથી, અકસ્માતના કારણે આજુબાજુના વિસ્તારમાં ભારે ભીડ ભેગી થઈ અને ગંભીર દ્રશ્યો સર્જાયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Nikol AMTS station BMW accident Auto rikshaw]
20 Apr 2026
Postsહવે હાઈવે પર દોડતા ઓવરલોડ વાહનો સામે ફાસ્ટેગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. • ટોલ પ્લાઝામાં વે બ્રિજ દ્વારા માલવાહક વાહનનું વજન કરીને નિયમો મુજબ કરતા વધુ સામાન ભરેલો હશે તો હવે 4 ગણા સુધીનો ટોલ ચૂકવવો પડશે. • હાલ દેશના હાઈવે અને એક્સપ્રેસ વે પર અનેકવાર ઓવરલોડ વાહનોના લીધે દુર્ઘટના સર્જાવાની ઘટના સામે આવતી હોય છે. • આ સાથે જ હાઈવેના પેવરને પણ નુકશાન આવતું હોય છે. • અત્યાર સુધી વિવિધ રાજ્યોના RTO ઇન્સ્પેક્ટર દ્વારા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરતા, હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પરિપત્ર જાહેર કરીને ઓવરલોડ વાહનો સામે ટોલ પ્લાઝા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. • ઓવરલોડિંગની ટકાવારી મુજબ ટોલ ચાર્જ લાગે છે: - 10% સુધીનું ઓવરલોડ: કોઈ વધારાનો દંડ નહીં. સામાન્ય ટોલ જ વસૂલાશે. - 10% થી 40% સુધીનું ઓવરલોડ: બમણો ટોલ ચાર્જ/દંડ વસૂલાશે. - 40% થી વધુ ઓવરલોડ: ચાર ગણો ટોલ ચાર્જ/દંડ વસૂલાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Toll plaza tax overloaded vehicle fastag penalty ]
20 Apr 2026
Postsજાહેર રસ્તો રોકી ટ્રાફિક જામ કરીને પેઇડ પ્રમોશન શૂટ કરતા સોશિયલ મીડિયા ક્રિએટર પાર્થ પરમાર સહિત 4 લોકો સામે FIR, • થોડા દિવસો પહેલા સીજી રોડ પર એક જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા એક બાઇક અને એક કાર જાહેર રોડ પર અથડાવવાનો સીન દર્શાવી એક એડનું શૂટ કરવામાં આવ્યું હતું, જો કે ત્યારે આ મામલો લોકો સામે ચર્ચામાં આવ્યો નહોતો. • પરંતુ આ વિડિઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ લોકોના રીએકશન આવ્યા હતા જેમાં જાહેર રોડ બ્લોક કરીને અકસ્માત જેવા દ્રશ્યો ઉપજાવી ટ્રાફિક સમસ્યા સર્જાતા તેમજ લોકોમાં ભય ફેલાવવા જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા. • ટીકા-ટિપ્પણીઓ બાદ આ વિડિઓ ક્રિએટર દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ વિડિઓ અન્ય લોકો દ્વારા વાયરલ થયો હતો અને લોકોએ વીડિયોને લઈને સામાન્ય લોકોની સુરક્ષા અને ટ્રાફિક જામના મુદ્દાને લઈને ચર્ચાઓ કરી હતી. • વાયરલ વીડિયોમાં આધારે ટ્રાફિક પોલીસે થાર, બાઈક ચાલક સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાર્થ પરમાર સહિત ચાર લોકો સામે BNS કલમ 285 અને 54 તેમજ મોટર વ્હીકલ એક્ટ 122-177 હેઠળ ગુન્હો નોંધ્યો છે. • BNS 285: જાહેર માર્ગ અથવા લાઈન ઓફ નેવિગેશનમાં જોખમ કે અડચણ અને BNS 54: જે કરી રહ્યો છે તે 'ખોટું' છે અથવા 'કાયદાની વિરુદ્ધ' છે તે જાણવા અસમર્થ હોય. • મોટર વ્હીકલ એક્ટની કલમ 122 અને 177 મુખ્યત્વે રસ્તા પર વાહનોને એવી રીતે રાખવા અથવા પાર્ક કરવા સાથે સંબંધિત છે જે અન્ય લોકો માટે જોખમી કે અડચણરૂપ બને. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Social media marketing influencer creator parth parmar CG road viral video police FIR Motor Vehicles Act ]
20 Apr 2026
PostsMatch day energy is ON! 🔥 Gear up for the epic clash between Gujarat Titans and Mumbai Indians at Narendra Modi Stadium today! 🏏 Skip the parking hassle and book your slot in advance with ShowMyParking. Arrive stress-free and enjoy every moment of the game! 🚗 #IPL2026 #MatchDay #AhmedabadEvents #ParkingMadeEasy #GujaratTitans
20 Apr 2026
ReelsEp: 04- દક્ષિણ-પશ્ચિમ ઝોનની યાત્રા! Election series by @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMC election 2025, election , AMC South West zone Sarkhej Jodhpur Vejalpur maktampura]
20 Apr 2026
Reels☀️ Solar માં ROI શું હોય છે? 🤔 Gyani Baba confused 😄 “Solar લગાડીએ… પણ પૈસા ક્યારે પાછા આવશે?” 👉 Kaushikbhai આપે છે simple સમજણ 👇 ✔ Solar system નો ROI (Return on Investment) → લગભગ 2.5 થી 3 વર્ષમાં નીકળી જાય છે 💯 ✔ એ પછી શું? 👇 👉 લગભગ 25–30 વર્ષ સુધી FREE જેવી વીજળી! ⚡ 👉 એટલે શરૂઆતમાં investment, પછી લાંબા સમય સુધી saving જ saving 💰 😄 Gyani Lesson: “2-3 વર્ષ સહન કરો… પછી 25 વર્ષ મજા કરો!” 😜 ⚡ Solar = Long-term smart investment જો તમે પણ solar installation / ROI calculation સમજવા માંગો છો તો આજે જ સંપર્ક કરો 👇 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #SolarROI #SolarInvestment #SolarIndia #SolarSavings #RenewableEnergy SolarTips
19 Apr 2026
Postsગોદરેજ ગાર્ડન સિટીમાં ચાલી રહેલા ગોદરેજ સેલેસ્ટા પ્રોજેક્ટની અટકેલી કામગીરીને લઈને રોકાણકારોનો રોષ! • વર્ષ 2022 માં શરૂ કરવામાં આવેલી 1066 ફલેટની સ્કીમમાં અનેક લોકોએ રોકાણ કર્યું જો કે 1 વર્ષ કામગીરી બાદ પ્રોજેક્ટની કામગીરી અટકી પડી, 4 વર્ષ વિતવા છતાં હજું માત્ર ફાઉન્ડેશન સુધીની કામગીરી જ થઈ હતી. • લોકો દ્વારા અનેકવાર રજૂઆત અને ફરિયાદો કરવામાં આવી, આ પ્રોજેક્ટમાં અંદાજિત 1000 થી વધુ લોકોના 200 કરોડથી વધુના નાણાં અટવાયા. • હાલ રોકાણકારો દ્વારા અનેક રજુઆત અને RERA માં ફરિયાદ. • રોકાણકારો દ્વારા હાલમાં વસ્ત્રાપુર ખાતે ચાલી રહેલી ગોદરેજની અન્ય સાઇટ પર જઈને પ્રદર્શન કરવામાં આવ્યું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ godrej garden city celeste project delay RERA construction ]
19 Apr 2026
Reels@edugetglobalindia na BIO ના માંથી ફ્રી ન્યુઝીલેન્ડ વેબિનાર માટે રજિસ્ટર આજે જ કરો શું તમને ન્યુઝીલેન્ડ ભણવા જવું છે? પણ ખબર નથી કઈ રીતે? તો અમે તમારા માટે રસ્તો લઇ ને આવ્યા છે આ વેબિનાર માં આવા થી તમને ત્યાં ભણવા ના ફાયદા અને લાભ ઉપર ખબર પડશે આ વેબિનાર ફ્રી છે જે થી વધારે વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે. આ તક ને ખોટી ના કરતા આજે જ ફ્રી માં રજિસ્ટર કરો
19 Apr 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય અને ફૂડ વિભાગે પનીરના નામે એનાલોગ (બનાવટી/વનસ્પતિ ફેટથી બનેલું) પનીર વેચતા/પીરસતા 11 એકમો સામે કાર્યવાહી કરી છે. • આ તમામ સ્થળો પર ગ્રાહકોને અસલી દૂધના પનીર તરીકે એનાલોગ પનીર આપવામાં આવતું હતું. • પકડાયેલા 11 એકમોની યાદી: - પટેલ ડેરી, ઇન્ડિયા કોલોની - શ્રીનાથજી ભોજનાલય, બાપુનગર - જય અંબે ભોજનાલય, બાપુનગર - જય ગુરુદેવ ભાજીપાઉ, બાપુનગર - મીના હીર ફૂડ્સ, મણિનગર - જય ભવાની ખાનાખજાના, સરસપુર - બાબા રામદેવ ઢાબા, રામોલ - જય ભૈરવનાથ પંજાબી તડકા, વસ્ત્રાલ - રિયલ પેપરિકા, રિલીફ રોડ - ડી.એ. હોસ્પિટાલિટી (હોટેલ ગામઠી), ગોતા મોટા ભાગના એકમો મણિનગર, બાપુનગર, રિલીફ રોડ, રામોલ જેવા પૂર્વ અને અન્ય વિસ્તારોમાં છે. • ફૂડ વિભાગ દ્વારા તમામને નોટિસ આપવામાં આવી છે, 11 એકમો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ વધુ કાર્યવાહી થઈ શકે છે). વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Paneer analogues milk fat ]
19 Apr 2026
ReelsReady-to-run ice cream outlet available for sale in Nikol, Ahmedabad. Located at: Giani’s Ice Cream Nikol SHOP 7 HILLTOWN SQUARE GROUND FLOOR MG ROAD NIKOL 382350 550 sqft fully set-up space with 20 seating capacity, equipped with 2 AC units and proper ventilation. The outlet includes all essential equipment such as display freezers, billing system, waffle machine, shake machine, fudge machine, chiller, and 500L deep freezer. Additional 100 sqft back space with attached washroom is also available. Suitable for continuing ice cream business or converting into any other food or retail concept. For enquiries, contact: 📞 9033508393 / 9879005840 Hashtags: #BusinessForSale #AhmedabadBusiness #NikolAhmedabad #IceCreamShop
19 Apr 2026
Reelsમતદાન કેવી રીતે કરશો? AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.
18 Apr 2026
Postsગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીના કાયમી સભ્યો હવે ઘરે બેઠાં પુસ્તકો મેળવી શકે તે માટે ઓનલાઇન ડિલિવરી બુકિંગની સુવિધા (જો કે આ સુવિધા ગત નવેમ્બરથી ચાલુ છે પરંતુ લોકોને આ વિશે વધુ જાણકારી ન હોવાથી વિધાપીઠ દ્વારા લોકોને હવે વધુ માહિતગાર કરાયા). • ઓનલાઇન રજિસ્ટ્રેશન / બુકિંગના માટે વિધાપીઠની વેબસાઇટ www.gujaratvidyapith.org પર Facilities વિકલ્પ પર ગ્રંથાલય પર ક્લિક કરો. • આગળ Library Services વિકલ્પ પસંદ કરી General Library Membership Delivery Booking Form ની લિંક પરથી લોગીન કરી શકાશે. • લોગિન પછી ફોર્મમાં મોબાઇલ નંબર, જેન્ડર, આઇડી કાર્ડ, જન્મ તારીખ, સરનામું વગેરે ભરવાના રહેશે. ત્યારબાદ 8 વિકલ્પોમાંથી પસંદગીના પુસ્તકોની ચકાસણી કરીને 2 પુસ્તકો સુધી બુકિંગ કરી શકાશે. • વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં 3 લાખથી વધુ જનરલ સ્ટડીઝ, ફિલોસોફી, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, સ્પેસ સાયન્સ, ફાઇન આર્ટ્સ વગેરે વિષયોનાં. • હાલમાં આ સુવિધા કાયમી લગભગ 30,000 જેટલા સભ્યો માટે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat vidhyapith library books home delivery ]
18 Apr 2026
Postsસોલા રોડ પર સ્થિત ટીપી નંબર 29/365 આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના અભિષેક હાઇટ્સ અને અભિષેક એપાર્ટમેન્ટના પાર્કિંગના મુદ્દે લઈ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ! • વર્ષ 2014 ના રી-ડેવલોપમેન્ટ પ્લાન અંતર્ગત અભિષેક હાઇટ્સના રહીશોને વાહનો પાર્કિંગ માટે એક પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, હવે ત્યાં આવેલ અભિષેક એપાર્ટમેન્ટનું હાલ રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પાર્કિંગ પ્લોટ તે રી-ડેવલોપમેન્ટ અંતર્ગત અભિષેક એપાર્ટમેન્ટમાં લઈ લેવામાં આવ્યું છે. • અભિષેક હાઇટ્સના લોકોની જાણ બહાર આ પ્લાન પાસ કરી લીધો હોવાના આક્ષેપો, હાલ અભિષેક હાઇટ્સ G+13 સ્ટોરી બિલ્ડીંગ છે અને ત્યારે લોકોને પાર્કિંગ સુવિધા માટે આ પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, હાલ નવા પ્લાન મુજબ આ પાર્કિંગ પ્લોટ અન્યને આપી દેતા અભિષેક હાઇટ્સના લોકો દ્વારા વિરોધ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Abhishek heights abhishek apartment redevelopment gujarat housing board ]
18 Apr 2026
ReelsStop ignoring the signs your body is giving you. ⏰ Delaying treatment today can lead to bigger problems tomorrow. Stay aware, don’t ignore discomfort, and take timely action. Your health should always be your top priority. 💙 #HealthAwareness #TakeCare #DontIgnoreSymptoms #HealthyLiving #WellnessFirst
18 Apr 2026
Postsઅમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં ગત મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે એક યુવક એમડી ડ્રગ્સ લઈને કારમાં પસાર થવાનો છે. ટીમે કારને રોકવાની કોશિશ કરી, પરંતુ યુવકે વાહન ન રોક્યું. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની કાર અને આરોપીની કાર વચ્ચે અકસ્માત થયો. • અકસ્માત થતાં જ યુવક કારમાંથી નીચે ઉતર્યો અને પોલીસ ટીમ પર હુમલો કરવા લાગ્યો. તેણે પોતાની પાસે રાખેલી છરી કાઢીને PSI (સબ-ઈન્સ્પેક્ટર) પર પ્રહાર કર્યો, જેનાથી PSI ઈજાગ્રસ્ત થયા. અન્ય પોલીસકર્મીઓએ તરત જ યુવકને ઝડપી લીધો. • ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કારની તપાસ કરતાં આશરે 300 ગ્રામ એમડી ડ્રગ્સ (લગભગ 25 લાખથી વધુની કિંમતનું) જપ્ત કર્યું હતું. ઈજાગ્રસ્ત PSIને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. • આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને NDPS એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ police bhat MD drugs ]
18 Apr 2026
Postsઅમદાવાદના અમરાઈવાડી પોલીસ મથકના વોરંટ બજવણી વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર અગ્રાવત અને હોમગાર્ડ કેતન જોશી (ઉર્ફે સોનુ)એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ત્રણ કોર્ટ વોરંટની બજવણી કરવા માટે એક ફરિયાદી પાસેથી રૂપિયા ૩,૦૦૦ની લાંચ માગી હતી. • તેઓએ આ લાંચની રકમ પોલીસ મથકની સામે આવેલા ચંદ્ર સ્ટુડિયોમાં રહેતા વિષ્ણુભાઈ કાશીરામ પટેલને આપી દેવાની સૂચના આપી હતી. ફરિયાદીએ આ વાતની જાણ ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ને કરતા ACBએ છટકું ગોઠવ્યું. • લાંચની રકમ સ્વીકારતી વખતે વિષ્ણુભાઈ પટેલને ACBએ રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર અને હોમગાર્ડ કેતન જોશી સાથે હેતુલક્ષી વાતચીત પણ કરી હતી. • હાલ ACBએ વિષ્ણુભાઈ પટેલની ધરપકડ કરી છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર અને હોમગાર્ડ કેતન જોશી ફરાર થઈ ગયા છે. ACB તેમની શોધખોળ કરી રહ્યું છે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Amraiwadi police station head constable bribe ]
18 Apr 2026
Postsઅમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે અનેક ફલાઇટ મોડી તેમજ 2 ફ્લાઇટ રદ થતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. • દિલ્હી, વારાણસી, ચેન્નાઈ, હૈદરાબાદ, ચંદીગઢ, જયપુર સહિતની ફ્લાઇટો મોડી ઉપડી હતી. • જ્યારે શારજાહ અને હૈદરાબાદની ફ્લાઇટ કેન્સલ થતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. • અનેક ઘટનામાં તો પેસેન્જરોને અગાઉથી પ્લેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા, જેમાં બેસીને લોકો અકળાયા હતા અને હોબાળો પણ મચાવ્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SVPI Airport ahmedabad spicejet flight delays pasenger ]
18 Apr 2026
ReelsCan vitamin deficiency really start at this age? 🤔 And still we’re already dealing with joint pain and low strength… If yes, it’s time to take it seriously. Your lifestyle might be affecting your bones, nerves, and recovery. Get a FREE consultation at Aalayam Rehab Care for Aalayam Nutra supplements — made for joint, muscle, and nerve care. ⚠️ Offer valid only for April — don’t miss it! Call now 07969207914 and choose the right supplements 💪 #VitaminDeficiency #JointHealth #BoneStrength #PainRelief #FreeConsultation
17 Apr 2026
Postsઅમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરનાર 23 બાઈક સાથે ત્રણ આરોપીઓની ધરપકડ. • અમદાવાદમાં બાઇક ચોરીના રીઢા ગેંગને સોલા પોલીસે ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપી રાજસ્થાનના ગોપાલ તિલગરે ડુપ્લીકેટ ચાવીઓના ઝૂડાથી SP રિંગ રોડના બ્રિજ નીચે પાર્ક કરેલી બાઇકોને નિશાન બનાવી હતી. • તે તેના સાથીદારો મુકેશ પારગી અને ભરત સિંધાડાને નજીવી કિંમતે વેચી દેતો અને તેઓ રાજસ્થાનમાં 'આરસી બુક પછી આપીશું' કહીને ગ્રાહકોને છેતરતા હતા. • પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરીને ૨૩ બાઇકો જપ્ત કરી છે. ગોપાલ વિરુદ્ધ અગાઉ મણિનગર, ખોખરા અને રાજસ્થાનમાં ૧૧ ગુના નોંધાયા હતા. • આ ધરપકડથી સોલા, રામોલ અને કૃષ્ણનગર વિસ્તારોના કુલ ૧૯ ચોરીના કેસોનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ આ ટોળકીના વધુ કનેક્શનની તપાસ કરી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bike thief sola SP ring road krishnagar ]
17 Apr 2026
Postsઆગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે ત્યારે હાલ વિવિધ પાર્ટીઓના ઉમેદવારો દ્વારા તેમના વોર્ડમાં ઠેર ઠેર પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. • જોકે વોર્ડમાં અમુક વિસ્તારોમાં પાયાની અસુવિધાઓને લઈને આ સ્થાનિક કોર્પોરેટર સામે લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. • માત્ર વોટ માંગવા જ દેખાતા હોય તે રીતે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો, જો કે સૌથી વધુ વિરોધ શાસક પક્ષ ભાજપના ઉમેદવારો સામે જોવામાં આવ્યો છે. • જો કે અમુક જગ્યાએ અન્ય પાર્ટીઓના વિરોધ પણ જોવામાં આવ્યો છે જેમ કે લાંભા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Local elections corporation corporate BJP asarwa Ghatlodia Odhav lambha sabarmati ]
17 Apr 2026
Postsઆગામી સમયમાં RTO નિયમોમાં થશે બદલાવ, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન અને ઇન્સોરન્સને લઈને થશે બદલાવ. 1. ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા - લાઇસન્સની એક્સપાયરી તારીખ પછી 30 દિવસ સુધી લાઇસન્સ માન્ય ગણાશે. - અગાઉ લાઇસન્સ તરત જ અમાન્ય માનવામાં આવતું હતું અને પેનલ્ટી/સમસ્યા થતી હતી. - હવે રિન્યુ કરવા માટે 1 મહિનાનો વધારાનો સમય મળશે અને આ સમયગાળામાં વાહન ચલાવી શકાશે (ઇન્શ્યોરન્સ પણ કવર રહેશે). 2. વાહન રજિસ્ટ્રેશન રદ કરવાનો સમયગાળો - અગાઉ: 14 દિવસ. - હવે: 30 દિવસ. - વાહનની નોંધણી કેન્સલ કરાવવા માટે 30 દિવસની મુદત મળશે. 3. વાહનના નામ ટ્રાન્સફરમાં ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર - વાહન ખરીદી/વેચાણ પછી ઇન્શ્યોરન્સમાં નામ ટ્રાન્સફર કરવા માટે 30 દિવસનો સમય મળશે (અગાઉ 14 દિવસ). 4. અકસ્માતમાં વળતર - અગાઉ: 6 મહિના. - હવે: 1 વર્ષ (12 મહિના) સુધી અરજી કરી શકાશે - આ બદલાવ અકસ્માતના ભોગ બનેલા લોકોને વધુ સમય આપે છે, કારણ કે ઘણી વખત તબીબી સારવાર, આર્થિક તકલીફ કે અન્ય સમસ્યાઓને કારણે તરત અરજી કરવી મુશ્કેલ બને છે. 5. વીમા વગરના વાહન માટે દંડ - પ્રથમ વાર વાહન પકડાશે તો ₹5,000 બીજીવારમાં ₹10000 સુધીનો દંડ ફટકારાશે. આ નવા નિયમો જન વિશ્વાસ (Amendment of Provisions) Bill, 2026 હેઠળ મોટર વાહન અધિનિયમ, 1988માં સુધારા તરીકે લાવવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ RTO new rules licence expiry insurance accident ]
17 Apr 2026
PostsIt’s match day! 🔥🏏 The clash between Gujarat Titans and Kolkata Knight Riders is happening TODAY at Narendra Modi Stadium — and the excitement is real! Avoid the last-minute parking chaos and secure your spot now with ShowMyParking for a smooth, stress-free entry. 🚗 #IPL2026 #MatchDay #Ahmedabad #ParkingMadeEasy #GameOn
17 Apr 2026
Postsએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અમદાવાદ ઝોનની ટીમે બાતમીના આધારે બોપલ વિસ્તારમાં આવેલા આરોહી વીવીઆના સોસાયટીના B વિંગ, ફ્લેટ નંબર ૧૨૦૩માં રેડ કરી હતી. • આ તપાસ દરમિયાન ફ્લેટમાંથી ૧૦૨.૫૯ ગ્રામ MD ડ્રગ્સ, ૪૬.૬૪ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, ૮.૮૮ ગ્રામ કોકેઈન, વિદેશી દારૂની ૬ બોટલ અને બીયરના ૨૪ ટીન જપ્ત કરવામાં આવ્યા છે. • ફ્લેટમાં મૂળ રાજકોટના કાલાવાડ રોડ પર રહેતા નિશાંત ભાનુભાઈ સોલંકી (ઉંમર ૪૨ વર્ષ) અને મધ્યપ્રદેશના ગ્વાલીયરની પ્રિયા નામના બે લોકો મળી આવ્યા હતા, પૂછપરછ દરમિયાન યુવતીની સંડોવણી ન હોવાથી તેમને ત્યાંથી રવાના કરી દેવામાં આવી હતી. • તપાસ દરમિયાન એક ભાડા કરાર પણ મળી આવ્યો હતો, જે અનુસાર પ્રિયંકા શાહ નામની મહિલાએ નિશાંતને ગત માર્ચ મહિને માસિક ૩૩ હજાર રૂપિયાના ભાડે આ ફ્લેટ આપ્યો હતો. • પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે ડ્રગ્સનો જથ્થો ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અદાણી શાંતિગ્રામમાં રહેતા રિક અને સાંડ્રા તથા દિલ્હીના ઘોસ્ટ નામના વ્યક્તિ પાસેથી મેળવતા હતા. જ્યારે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો અમદાવાદના મેમકો વિસ્તારમાં રહેતા અજય પટેલ પૂરો પાડતો હતો. • આ આખા મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં NDPS Act તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bopal drugs MD cocain liquor alcohol beer ]
17 Apr 2026
Postsસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે હાલ 10,005 બેઠકો માટે 39,347 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી અનેક ફોર્મ રદ અને પરત ખેંચાયા બાદ હવે 25,551 જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે. • આ વખતેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 700 જેટલી બેઠકો પર બિનહરીફ જીત મેળવી હતી, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં પણ અન્ય કોઈ ઉમેદવાર લડતા ન હોવાથી 2 સીટો બિનહરીફ વિજેતા જાહેર કરી. • આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયત સહિત 11 નગરપાલિકાની પેટા ચૂંટણી બેઠકો માટે પણ મતદાન યોજાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Municipal Corporation election 2026 BJP congress AAP corporates ]
17 Apr 2026
Postsસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે હાલ 10,005 બેઠકો માટે 39,347 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી અનેક ફોર્મ રદ અને પરત ખેંચાયા બાદ હવે 25,551 જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે. • આ વખતેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 700 જેટલી બેઠકો પર બિનહરીફ જીત મેળવી હતી, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં પણ અન્ય કોઈ ઉમેદવાર લડતા ન હોવાથી 2 સીટો બિનહરીફ વિજેતા જાહેર કરી. • આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયત સહિત 11 નગરપાલિકાની પેટા ચૂંટણી બેઠકો માટે પણ મતદાન યોજાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Municipal Corporation election 2026 BJP congress AAP corporates ]
16 Apr 2026
ReelsStudy In Germany With Zero tuition fees If you’ve been thinking about studying abroad, Germany isn’t just an option; it’s one of the smartest decisions you can make right now. At Eduget Global, we simplify everything; from shortlisting universities to guiding you through the entire process with clarity and confidence. No confusion. No myths. Just the right strategy. With flexible financial requirements, strong scholarship options, and multiple English-taught programs, Germany gives you quality education without the heavy cost. Intakes are filling fast. If you’re serious, don’t wait. Book your FREE consultation today +91 999 829 8888
16 Apr 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એટલે કે AMTS બસોની વધુ સારી રીતે જાણવણી તેમજ ઈલેક્ટ્રીક બસોને ચાર્જિંગ તેમજ પાર્કિંગ માટે આગામી સમયમાં લાલ દરવાજા ખાતે ઈલેક્ટ્રીક બસ માટે ડેપો બનાવવામાં આવશે. • લાલ દરવાજા વિસ્તારના રિટ્ઝ હોટલ કમ્પાઉન્ડ ખાતે ₹2.41 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે • આગામી સમયમાં સિવિલ વર્ક, ફાઉન્ડેશન એસ્કેવેશન, કોંક્રિટ સ્ટ્રક્ચર, ઈલેક્ટ્રીક વાયરીંગ તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. • આ કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીએ તમામ કામગીરી 6 મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાની રહેશે. • હાલ AMTS ના કાફલામાં અનેક ઈ બસો મૂકવામાં આવી છે તેમજ આગામી સમયમાં પણ 200થી વધુ ઇલેક્ટ્રીક AMTS ઈ બસો ઉમેરો કરવાનો છે જેને ધ્યાને લઈને લાલ દરવાજા ખાતે બસોની સાર સંભાળ તેમજ ચાર્જિંગ માટેની સુવિધા માટે હાલથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMTS AC electric bus laal darwaja charging station depo ]
16 Apr 2026
Postsગઈકાલ બુધવાર સાંજે 6:30 કલાકની આસપાસ ગોતા બ્રિજ ઉતરતા એક બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રેપિડો બાઈક ટેક્સી ચાલક અને પેસેન્જરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. • મૂળ થરાદનોને હાલ પાલડી કોચરબ આશ્રમ પાસે રહેતા રેપિડો રાઇડર નરપત ડાંફી ગઇકાલ સાંજે ઉત્તર પ્રદેશના સુશીલ યાદવ નામના પેસેન્જરને લઈને વૈષ્ણોદેવી તરફ જઈ રહ્યો હતો. • ગોતા બ્રિજ ઉતરતી સમયે એક ડમ્પરને ઓવરટેક કરતી સમયે બાઈકનું બેલેન્સ જતું રહ્યું હતું અને બાઇક ડમ્પર સાથે અથડાતા બન્ને યુવક નીચે ફંગોળાઈ ગયા હતા. • આ જ સમયે બન્ને યુવક પર ડમ્પર ચડી જતા બન્નેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જો કે ડમ્પરની નીચે બાઇક ફસાઈ ગયું હતું, અને ડમ્પર ચાલકે આગળ જઈને પોતાનું ડમ્પર રોક્યું હતું. • હાલ SG 1 ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી ડમ્પર ચાલક વિમલ ડોડીયાની ધરપકડ કરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Accident SG highway dumper gota sola bridge rapido rider passenger death ]
16 Apr 2026
ReelsEp: 02- કોર્પોરેશનનું વર્તમાન! 7 ઝોન, 48 વોર્ડ અને 192 બેઠકો! AMC: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન Election series by @ahmedabadmedia વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMC election 2025, election , AMC ]
15 Apr 2026
Postsહાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોરશોરનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે હવે ડીઝીટલની દુનિયામાં કોર્પોરેટરો અને પાર્ટીઓ પણ પાછળ નથી રહી. • પોતાની છબી ઊંચી રાખવા તેમજ લોકોમાં હીરો બનવા માટે સ્થાનિક નેતાઓ દ્વારા સારા કન્ટેન્ટ ક્રિએટર અને રિલ્સ મેકરોને હાયરિંગ કરવામાં આવ્યા છે. • લોકોમાં પોતાની ઇમેજ ઊભી કરવા તેમજ સ્થાનિક લોકો તેને ઓળખે અને વોટ આપે એ માટે થઈને હાલ ઉમેદવારો દ્વારા પ્રોફેશનલ વિડીયોગ્રાફરને હાયર કરી પોતાને સોશિયલ મીડિયામાં હીરો બતાવવામાં પાછળ નથી રહ્યા. • હાલ વિડીયોગ્રાફર અને કન્ટેન્ટ રાઇટરની ડિમાન્ડ વધે છે જેમાં એક સામાન્ય રીલ માટે રૂપિયા 1000 થી લઈને રૂપિયા 5000 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે તેમજ આખી પ્રોફાઈલ ઉભી કરવા માટે માર્કેટિંગ અને ડિજિટલ એજન્સીઓ દ્વારા લાખો રૂપિયાના પેકેજો પણ આપવામાં આવી રહ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Photographer videographer social media marketing creator ]
15 Apr 2026
Reels☀️ વધારે Solar લગાવશો તો વધારે profit થશે? 🤔 Gyani Baba નો logic 😄 “વધારે panel = વધારે earning!” 👉 Kaushikbhai reality સમજાવે છે 👇 ✔ વધારે solar લગાવશો તો generation વધશે ⚡ ✔ પણ extra units export થશે 👉 Problem ક્યાં છે? 👇 ❌ Export rate માત્ર ₹2.25/unit 😐 ❌ ROI (Return) આવવામાં વધુ સમય લાગે ❌ Investment નો proper return મળતો નથી 👉 એટલે blindly વધારે solar લગાવવું = smart decision નથી! ✔ Proper system size = Maximum saving 💯 😄 Gyani Lesson: “Solar માં size નહિ… planning મોટી હોવી જોઈએ!” 😜 ⚡ Right design = Fast ROI + More benefit જો તમે પણ perfect solar sizing / installation guidance માંગો છો તો આજે જ સંપર્ક કરો 👇 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #SolarTips #SolarSizing #SolarIndia #SolarMyths #NetMetering
15 Apr 2026
Postsઆજે બપોરે સાયન્સ સિટી રોડ પર સાલ એન્જિનિયરિંગ કોલેજ સામે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. • જો કે અકસ્માત બાદ એક કારનો ડ્રાઈવર ભાગી ગયો હતો, જે કારની આજુબાજુના લોકો તપાસ કરતા ડ્રાઈવર બાજુની સીટ પર એક યુવક મળી આવ્યો હતો, જ્યારે ગાડીની વધુ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ભરેલી બોટલો પણ મળી આવી હતી. • હાલ અકસ્માત વિશેની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Accident science City road liquor bottles ]
15 Apr 2026
Postsઅરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય બાળકી પુશ પિન (થમ્બ પિન/ક્લિપબોર્ડ પિન) ગળી ગઈ હતી જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. • અમદાવાદના સિવિલ વિભાગના ENT વિભાગના ડોક્ટરોએ આ જટિલ પરિસ્થિતિને માત્ર 2 જ મિનિટમાં સામાન્ય કરી હતી, ડોક્ટરોએ તાત્કાલિક આ પિનને શ્વાસનળીમાંથી કાઢી બાળકીને નવજીવન આપ્યું. • ગયા શનિવારે શાળામાં સવારના સમયે 13 વર્ષીય બીજલ ઝાડુ વડે સાફ સફાઈ કરતી હતી ત્યારે જમીન પર એક થમ્બ પીન પડેલી જોઈ. બંને હાથમાં ઝાડુ હોવાથી તેણે ઉતાવળમાં તે પીનને મોઢામાં મૂકી દીધી હતી, સફાઈ કરતાં કરતાં અચાનક તેને હેડકી આવી અને મોઢામાં રહેલી તીક્ષ્ણ પીન સીધી ગળામાંથી શ્વાસનળીમાં ઊતરી ગઈ. • પીન ફેફસાંની એકદમ નજીક ફસાઈ ગઈ. તરત જ બીજલને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી, છાતીમાં દુખાવો અને ગભરામણ થવા માંડી. પરિવારજનો તરત જ ગભરાઈ ગયા અને તેને સૌપ્રથ મેઢાસણ ગામની સરકારી હોસ્પિટલ લઈ ગયા. • ત્યાં સ્થિતિ વધુ ગંભીર જણાતાં તેને હિંમતનગરની હોસ્પિટલ ખસેડવામાં આવી. પરંતુ ત્યાં પણ પીન કાઢવામાં મુશ્કેલી પડતાં, ડોક્ટર્સે અત્યંત નાજુક હાલતમાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરી દીધી. • સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ENT વિભાગના ડો. કલ્પેશ પટેલ અને ડો. શૈલી મહેતાની ટીમે તાત્કાલિક કેસ હાથમાં લીધો. • એક્સ-રે અને અન્ય તપાસમાં જાણવા મળ્યું કે અણીદાર સેફ્ટી પીન શ્વાસનળીમાં ઊંડે સુધી અને ફેફસાંની ખૂબ જ નજીક ફસાયેલી છે. આ સ્થિતિ અત્યંત જોખમી હતી કારણ કે પીન વધુ આગળ વધી ગઈ હોત તો ફેફસાંને નુકસાન પહોંચી શકે તેમ હતું અથવા તો જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હતી. • ડોક્ટરોએ મળીને વિગતવાર પરામર્શ કર્યા પછી બ્રોન્કોસ્કોપી (દૂરબીન વડે) કરવાનું નક્કી કરવામાં આવ્યું. • તબીબોની આ ટીમે અસાધારણ ચોકસાઈ અને સાવધાની સાથે માત્ર 2 મિનિટના ટૂંકા સમયમાં જ ફેફસાં પાસે ફસાયેલી તીક્ષ્ણ પીનને સફળતાપૂર્વક બહાર કાઢી લીધી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Safety thumb push cupboard pin civil hospital ENT department surgery reciprocal system ]
Postsમોરબીમાં સિરામિક કારખાનામાં દેવું થઈ જતા યુવકે અમદાવાદના મિત્રો સાથે મળીને નકલી નોટ છાપવાનું કારસ્તાન ઘડ્યું. • SOG એ બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાંથી નકલી ચલણી નોટ સાથે 3 ઇસમોની ઝડપી પાડ્યા. • લાખો રૂપિયાના દેવા ઉતારવા અને રાતોરાત લખપતિ બનવાના સપના સાથે નકલી 500 રૂપિયાની નોટો છાપવા માટે એકઠા થયેલા ત્રણ મિત્રોને અમદાવાદ શહેરના SOG ઝડપી પાડ્યા છે. • પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની કુલ 133 નકલી નોટો, ત્રણ પ્રિન્ટેડ સીટ, પેપર કટર, કાતર સહિતનો સામાન અને પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા છે. • ઝડપાયેલા આરોપીઓમાં અનિલ અશ્વાર (૩૧, મોરબી), જીતેન્દ્ર પ્રજાપતિ ઉર્ફે જીતુ (૪૩, વટવા) અને ભાવેશ મકવાણા (૨૮, બાપુનગર)નો સમાવેશ થાય છે. • અનિલના દેવા ઉતારવા માટે જીતુએ જ આ નકલી નોટોનો પ્લાન બનાવ્યો હતો. નકલી નોટો બજારમાં ફેલાવતા પહેલાં જ પોલીસે તેમને પકડી પાડ્યા છે. નોટો છાપનાર રાહુલ કાલીયા હજુ ફરાર છે, તેની પોલીસે તપાસ હાથ ધરી, આ સિવાય અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fake currencies Bapunagar gujarat housing society ]
15 Apr 2026
Reelsદેવડીએ દંડાય છે ચોર મુઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે! • ચૂંટણી આવી એટલે શહેરમાં દબાણનો દૂર થયા પણ સામે બીજા ઘણા બધા દબાણો કરવામાં આવ્યા. • કોણે કર્યા તો એ જ રાજકીય પાર્ટીઓએ!! કે જે વિકાસ ના મોટા મોટા વાયદાઓ કરે છે અને પોતે જ નિયમોના ધજાગરા ઉડાડે છે. • જ્યારે કોઈ લારી, પાથરણા અને ગલ્લાવાળા દબાણ કરે ત્યારે તેમના પર ખૂબ જ આકરી કાર્યવાહી થાય, અને દબાણ પર કાર્યવાહી થવી જ જોઈએ દબાણનું કોઈ સમર્થન નથી. • પણ આ જ કાર્યવાહી તમામને લાગુ પડવી જોઈએ, હાલ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રાજકીય પક્ષોના સ્ટોલ રસ્તો રોકીને લગાવવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં કયા સ્ટોલને હટાવવામાં આવ્યો અને કેટલી કાર્યવાહી થઈ? • શું આ સ્ટોલ જે અડધો રસ્તો રોકે છે તેને દબાણ ન કહી શકાય? • આ રાજકીય પક્ષોને કયા નિયમોના આધારે છૂટછાટ આપવામાં આવે?? Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Political parties election AMC 2026]
15 Apr 2026
Postsએલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં B બ્લોકમાં મોડી રાત્રિના એક રૂમમાં સૂતા વિધાર્થી પર છતની સ્લેબમાંથી પોપડો પડ્યો હતો. • છતનો પોપડો વિધાર્થી પર પડતાં તે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. • હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજના અનેક બ્લોક જર્જરિત હાલતમાં છે જેને લઈને વિધાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. • કારકિર્દી બનાવવા આવતા વિધાર્થીઓ હાલ જાનના જોખમે કોલેજની હોસ્ટેલમાં રહેવા મજબૂર. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ LD engineering college hostel slab collapse students ]
15 Apr 2026
Postsશહેરમાં ડામરની સપ્લાયમાં ખૂબ મોટો ઘટાડો થતા અને રોડ રસ્તાઓની કામગીરી ધીમી પડી અથવા તો અટકી પડી. • હાલ ખાડી દેશોમાં ચાલતી તણાવની વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી ડામરની સપ્લાયમાં જંગી કાપ જોવા મળ્યો છે, જેના કારણે શહેરમાં અનેક રોડ રસ્તાના રિપેરિંગ કામ કે નવા રોડ બનવાના કામ અટકી પડ્યા છે. • શહેરમાં દૈનિક 5000 ટનને બદલે હાલ માંડ 500 ટનનો ડામરનો જથ્થો મળતા શહેરમાં અનેક રોડ રસ્તાની કામગીરી હાલ અટકી પડી છે. • દર વર્ષે ચોમાસા પહેલા ઉનાળામાં રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આ વર્ષે ડામરનો જથ્થો ન મળતા અનેક કામ અટકશે અને ચોમાસા પહેલા ઘણા ખરા કામો ન થતા ચોમાસામાં ખાડાવાળા રોડ જોવા મળી શકે છે. • આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવીને ઉભી છે ત્યારે શહેરમાં રોડ-રસ્તાઓને લઈને અનેક વિસ્તારોમાં શહેરીજનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેમણે રીઝવવા સારા રોડ રસ્તાની વાયદો તો આપી રહ્યા છે પરંતુ હાલ અટકી પડેલા કાર્યોથી લોકો નારાજ પણ દેખાઈ રહ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bitumin damar road reparing resurface petrolium product ]
14 Apr 2026
Reels🚨 Gujarat students, are you ready? The biggest education festival Shubharambh 2026 by Physics Wallah Gujarati is here! 🎓 If you’re preparing for NEET, JEE, GUJCET or Board exams, this is the perfect time to start smart preparation. 📚 Live + Recorded Classes 📝 Daily Practice & Tests ❓ 24×7 Doubt Solving 📖 Notes & PYQs with Solutions – all in easy Gujarati 💥 Special Offers: NEET / JEE – ₹4500 Class 9 & 10 – ₹2500 Boards & GUJCET – ₹2500 🎁 Use Code ABM100 to get ₹100 OFF on enrollment. ⏳ Limited time! Enroll now and start your success journey. 🔗 Enroll Here: Lakshya NEET 2027 – https://physicswallah.onelink.me/ZAZB/q6r1sjh9 Lakshya JEE 2027 – https://physicswallah.onelink.me/ZAZB/x8idpirm Arjuna NEET 2027 – https://physicswallah.onelink.me/ZAZB/xtqtkcan Arjuna JEE 2027 – https://physicswallah.onelink.me/ZAZB/akc583gk Yakeen NEET 2027 – https://physicswallah.onelink.me/ZAZB/febo27u1 Udaan (Class 10) – https://physicswallah.onelink.me/ZAZB/nybyhg7k NEEV (Class 9) – https://physicswallah.onelink.me/ZAZB/tch95ka1 #PWGujarati #Shubharambh2026 #NEETPreparation #JEEPreparation #GUJCET
14 Apr 2026
Postsકાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ વિન્ડોએ બેસી ટિકિટ સાથેના વધુ પૈસાની માંગણી કરતા એક રેલવે કર્મચારીની ધરપકડ! • ACB ને એક જાગૃત નાગરિકે આ અંગે ફરિયાદ કરી હતી કે કાલુપુર રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યોમાં જતા પેસેન્જરો પાસે ટિકિટ ઇસ્યુ કરનાર રેલ્વેના કર્મચારી દ્વારા ટિકિટના કાયદેસરના પૈસા સિવાય વધારાના રૂપિયા 10 થી 500 સુધીની લાંચની માંગણી કરી પેસેન્જરોને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે છે. • ચોક્કસ અને આધારભૂત માહિતી મળતાં, ACB દ્વારા ગોઠવેલ ડીકોય લાંચના છટકામાં કાલુપુર રેલ્વે સ્ટેશનની બુકિંગ વિન્ડો ખાતે ફરજ બજાવતા શીવકુમાર ગયાપ્રસાદ યાદવ, ચીફ કોમર્શીયલ ક્લાર્ક (વર્ગ-૩) એ ડીકોયરશ્રીની કાયદેસરની ટિકિટના રૂપિયા ઉપરાંત વધારાના રૂપિયા 100/-ની લાંચ સ્વરૂપે માંગણી કરી અને સ્વીકારી લીધી. ત્યારબાદ તેને સ્થળ ઉપર જ રંગે હાથે પકડી પાડવામાં આવ્યો હતો. • આરોપી શીવકુમાર ગયાપ્રસાદ યાદવ ગુજરાત હાઉસિંગ બોર્ડ, સર્વોદયનગર, ખોખરા ખાતે રહે છે, અને ઘણા સમયથી આવી રીતે પરપ્રાંતિય લોકો પાસેથી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના વધારાના ચાર્જ ચૂકવણીનું જણાવી ટિકિટના નિયત પૈસા કરતા વધુ પૈસા ઉઘરાવતો હતો. • ગુજરાત લાંચરુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ આ કાર્યવાહી કરીને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kalupur railway station officer taking bribe ticket counter ]
14 Apr 2026
Postsવટવા GIDC વિસ્તારમાંથી એક એવી ગેંગ ઝડપાઈ જે વે બ્રિજના કાંટામાં ચિપ ફિટ કરી વજન ઓછી દર્શાવી કંપનીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ લૂંટતી! • વટવા GIDC વિસ્તારમાં લોખંડના સળિયા કે સ્ક્રેપનો વેપાર કરતી કંપનીઓમાં પહેલા ઊંચી બોલી (બિડ) ભરી ટેન્ડર મેળવી લેતી હતી આ ગેંગ • ત્યારબાદ કંપનીમાંથી લોખંડ ભરેલી ટ્રક વે-બ્રિજ પર વજન માટે આવે ત્યારે, કંપનીના અંદર કે બહાર આવેલા વે-બ્રિજ સાથે ગેંગ સેટિંગ કરતી હતી. • તેઓ વે-બ્રિજના ઇલેક્ટ્રોનિક મીટરમાં ચીપ ફિટ કરીને તેને રિમોટથી નિયંત્રિત કરતા હતા. ત્યારબાદ, ટ્રકમાં ગમે તેટલું વજન ભરેલું હોવા છતાં, રિમોટથી 5થી 10 ટન ઓછું વજન સેટ કરીને ખોટી ચિઠ્ઠી કાઢી સ્ક્રેપની ચોરી કરતા હતા. • આ ગેંગે છેલ્લા ચાર વર્ષથી અનેક વે-બ્રિજમાં ચીપ ફિટ કરીને કરોડોના લોખંડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. • પકડાયેલો સંકેત અગાઉ વે-બ્રિજ રિપેરિંગનું કામ કરતો હોવાથી તે સરળતાથી વે-બ્રિજમાં કોઈપણ રીતે મીટરમાં ચીપ ફિટ કરાવતો હતો. જેમાં તેને હેમંત રાવલ મદદ કરતો. • વિજય અને મનીષ ટેન્ડર સંબંધિત ગોઠવણ કરતા અને ચોરીનો માલ સગેવગે કરવાની જવાબદારી વિનોદ, મુકેશ અને સુનિલ પટણી સંભાળતા હતા. • આ ગેંગનો માસ્ટરમાઇન્ડ રજનીશ કશ્યપ મધ્યપ્રદેશનો વતની છે, જ્યારે દિલ્હી અને નોઇડાના લોકો ચીપ અને રિમોટ સપ્લાય કરતા હતા, હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 7 આરોપીની ધરપકડ કરી છે અને 5 આરોપીની શોધખોળ હાથ ધરી. • જો કે હાલ કોઈ ચોક્કસ આંકડો નથી આવ્યો પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના અન્ય સ્થળોએ તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આવું કૌભાંડ આચરતા હતા, જેમાં કુલ 200-300 કરોડનું કૌભાંડ કર્યા હોવાની આશંકા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Way bridge vatva GIDC scrap chip fraud ]
Reelsકોર્પોરેશનની ચૂંટણી ટાણે ખાડિયાની પ્રજાના પ્રશ્નોની નેતાઓની અવગણના, પ્રજાએ કીધું આવીને જોવો શું હાલત છે! • ખાડિયા વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા પ્રજા ત્રસ્ત! પૂર્વ કોર્પોરેટર હાલના ઉમેદવારોને પ્રશ્નો દેખાતા જ નથી! • લોકોએ કીધું વ્યાપારીકરણ થયું છે, પોળો ખાલી થઈ પણ નેતાઓ માને છે આને વિકાસ કહેવાય! • ખાડિયાના લોકોએ કીધું પાણીની સમસ્યા છે તો પૂર્વ કોર્પોરેટર કહે છે કઇ નથી, પાણી આવે છે! લોકોએ કીધું આવો સવારે રિયાલિટી બતાવીએ! • ચૂંટણી ટાણે ખાડિયામાં પ્રશ્નો બાબતે લોકો ગરમ મિઝાઝમાં! Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Khadiya BJP Congress ahemdabad AMC corporation Election 2026 ]
13 Apr 2026
Postsચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પાસે બનાવવામાં આવી રહી છે વાય કનેક્ટિવિટી જેના કારણે ભાવનગર, ધંધુકા, ધોળકા તરફની ટ્રેનો સીધી ઉત્તર ભારત તરફ જઈ શકશે. • હાલ આ તરફની ટ્રેનો પહેલા સાબરમતી કે કાલુપુર થઈ પછી રિવર્સ માધ્યમમાં સાબરમતીથી ચાંદખેડા રોડ થઈ પાલનપુર તરફ થઈને ઉત્તર ભારત તરફ જાય છે. • આ સાથે જ ચાંદખેડા રોડ રેલવે સ્ટેશનને ટર્મિનલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે, જેથી અમદાવાદમાં કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર વધતા ટ્રાફિકને હળવો કરવા મદદરૂપ થશે. • આ બન્ને પ્રોજેક્ટના કારણે ઉત્તર ગુજરાત અને ભાવનગર ધોળકા ધંધુકા વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે. • મુસાફરી સમયમાં 30થી 40 મિનિટની બચત થશે. • કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર ટ્રાફિકનો ભાર ઘટશે. • વાય-કનેક્ટિવિટી (Y-connectivity) થી ડાયરેક્ટ રૂટ બનશે, મહેસાણા-દિલ્હી રૂટ સીધો ગાંધીગ્રામ, સરખેજ થઈને બોટાદ સાથે જોડાશે. • ટ્રેનોને સાબરમતી કે અમદાવાદ (કાલુપુર) સ્ટેશન આવવાની જરૂર રહેશે નહીં. તેઓ સીધી ચાંદખેડા રોડ સ્ટેશન પરથી પસાર થશે. ઈંધણની બચત અને વ્યાપારી વિકાસને પણ વેગ મળશે. • ભવિષ્યમાં નવી ડાયરેક્ટ ટ્રેનો શરૂ કરવાની શક્યતા વધશે. • લાંબા અંતરની 22થી 24 કોચવાળી ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે ચાંદખેડા રોડ સ્ટેશનની પ્લેટફોર્મની લંબાઈ 600 મીટર સુધી વધારવામાં આવી રહી છે. • પ્લેટફોર્મ નંબર-1: મહેસાણા તરફ 148 મીટર તેમજ પ્લેટફોર્મ નંબર-2: 238 મીટર લંબાવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Chandkheda road railway station terminal y junction ]
13 Apr 2026
Reelsસૈજપુર બોઘાની ગિરીવૃંદ સોસાયટી પાસે અસમાજિક તત્વોના આંતકથી સ્થાનિકો ત્રસ્ત, ધરણાના માર્ગે ઉતર્યા! • સૈજપુર મેમ્કો રોડ પાસે આવેલી ગીરી વૃંદ સોસાયટી આસપાસમાં અસામાજિક તત્વોના આતંક થી સ્થાનિકો હેરાન થયા છે! • સ્થાનિકો મુજબ અહીંયા રહેતા અમુક ખરાબ વૃતિના ઇસમો દ્વારા મહિલાઓની છેડતી, લૂંટ અને ધાક ધમકીથી આખા વિસ્તારને બાનમાં લીધો છે! • આજ અઠવાડિયા દરમિયાન આ વિસ્તારની એક દુકાન પર હુમલો પણ કરવામાં આવ્યો હતો! આવી અનેક ઘટનાઓ બાદ સ્થાનિકોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી છે પરંતુ એફઆઇઆર હજુ સુધી થઈ નથી. • સ્થાનિકો મુજબ પોલીસ સત્વરે આવા તત્વોને પકડી પાડે માટે અમે બે દિવસનું બંધ એલાન આપી ધરણા પર બેઠા છે. • આ વિસ્તારમાં મોટાભાગે રાજસ્થાનથી આવેલા જિનગર સમાજના લોકો ઘણા લાંબા સમયથી રહે છે તે તમામ લોકોએ સાથે મળીને ધરણા ધરી ન્યાયની માંગણી કરી હતી. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad police anty social group ahmedabad crime rate saijpur bogha ahmedabad ]
13 Apr 2026
Postsમધ્ય ઝોનમાં પીવાના પાણીનો વેડફાટ કરતા ૨૫ કોમર્શિયલ એકમોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા. • કોમર્શિયલ એકમો દ્વારા નળ વાટે પાણી વેડફીને જાહેર રોડ પર વહેતું મૂકવાની વ્યાપક ફરિયાદો મળતાં તંત્રે લાલ આંખ કરી છે. આ ઝુંબેશમાં સૌથી વધુ અસર અસર શાહપુર અને દરિયાપુર વોર્ડમાં જોવા મળી છે, જ્યાં ૭-૭ એકમોના કનેક્શન કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાડિયામાં ૬, અસારવામાં ૩, જમાલપુરમાં ૧ અને શાહીબાગમાં ૧ એકમ સામે પગલાં લેવાયા છે. • મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે પીવાના પાણીનો કોઈપણ પ્રકારનો બગાડ સહન કરવામાં આવશે નહીં. જે વ્યાપારી એકમો પોતાની દુકાનોની બહાર પાણી છોડે છે તેમના પાણીના કનેક્શન કોઈ પૂર્વ સૂચના વગર કાપી નાખવામાં આવશે. તંત્રે આગામી દિવસોમાં આ ઝુંબેશને વધુ તેજ બનાવવાની જાહેરાત પણ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Drinking watel connection cut AMC commercial shahpur dariyapur ]
13 Apr 2026
Postsસ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રામોલ ટોલ નાકા પાસેથી દારૂથી ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. તપાસ કરતા ટ્રકમાંથી ૧૯,૮૪૮ બોટલ વિદેશી દારૂ (IMFL) મળી આવ્યો, જેની કિંમત ₹૧.૦૬ કરોડ, આ તમામ દારૂની બોટલ પેન્સિલ બનાવવાની ગ્રેફાઇટમાં વપરાતો ગન પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ હતો. - ટ્રક સહિત કુલ ₹૧.૩૪ કરોડનો મુદ્દામાલ કબજે લીધો. - ટ્રક ડ્રાઈવર ચુનારામ ઉર્ફે સુનિલ જાટ (રાજસ્થાનના બારમેરનો)ને અટકાયતમાં લીધો. - પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ખેડા જિલ્લાના એક બૂટલેગરે દારૂ મંગાવ્યો હતો. રાજસ્થાનના બારમેરના સપ્લાયર દેદારામ જાટએ પંજાબના પટીયાલાથી ટ્રકમાં લોડ કરીને મોકલ્યો હતો. - હાલ પોલીસે કુલ ૫ વોન્ટેડ આરોપીઓ જાહેર કરીને શોધખોળ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Liquor ramol SMC butleger ]
13 Apr 2026
Postsઆગામી 26 એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે, શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જો કે પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર નહોતા કરવામાં આવ્યા ત્યારે શુક્રવાર મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા માટે આવતા ખૂબ ભીડ પણ જામી હતી. • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 10,005 બેઠકોમાં ચૂંટણી થવાની છે ત્યારે તેમના માટે 39,346 જેટલા ઉમેદવારી ફોર્મ આવ્યા હતા. • હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 48 વૉર્ડની 192 બેઠકો માટે 1553 ઉમેદવારી ફોર્મ આવ્યા છે. • આજે ફોર્મની ચકાસણી કરાશે, જેમાં ગેરલાયક ફોર્મ રદ કરવામાં આવશે. • આ સાથે જ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ અને સમય બપોરે 3 વાગ્યા સુધીનો છે. • અત્યાર સુધીમાં 135 બેઠકો પર માત્ર એક જ ઉમેદવાર મળતા આ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, આગામી સમયમાં ફોર્મ રદ અને ઉમેદવારી પરત ખેંચતા વધારે બિનહરીફ બેઠકો મળવાની પણ શક્યતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Corporation election form ]
13 Apr 2026
Postsશું પ્રસિદ્ધ બોલીવુડ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન. ૮૦ વર્ષથી વધુના કાર્યકાળમાં ૨૦થી વધુ ભાષામાં ૧૨,૦૦૦થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા, જન્મ: ૮ સપ્ટેમ્બર ૧૯૩૩, ગોર (સાંગલી), મહારાષ્ટ્ર (તત્કાલીન બ્રિટિશ ઈન્ડિયા). પરિવાર: પિતા — દીનાનાથ મંગેશકર (મરાઠી રંગમંચના અભિનેતા અને ક્લાસિકલ ગાયક). માતા — શેવંતી મંગેશકર (ગુજરાતી). તેઓ લતા મંગેશકરની નાની બહેન હતા. ૯ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું, જેના કારણે પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમણે બાળપણથી જ સંગીતની દુનિયામાં પગ મૂક્યો. ૧૯૪૩માં મરાઠી ફિલ્મ માઝા બાળમાં પ્રથમ ગીત ગાયું. હિન્દીમાં ૧૯૪૮માં ચુનરિયામાં ડેબ્યુ. ૧૬ વર્ષની ઉંમરે ગણપતરાવ ભોંસલે (લતા મંગેશકરના સેક્રેટરી) સાથે ઘર છોડીને લગ્ન કર્યા. આ લગ્ન ૧૯૬૦માં અલગ થયા. બીજા લગ્ન (૧૯૮૦): સંગીતકાર આર.ડી. બર્મન સાથે. આર.ડી.નું ૧૯૯૪માં અવસાન થયું. તેમણે ઓ.પી. નાય્યર, એસ.ડી. બર્મન, આર.ડી. બર્મન જેવા સંગીતકારો સાથે કામ કરીને અમર ગીતો આપ્યા. પ્રસિદ્ધ ગીતો: પિયા તુ અબ તો આજા (કારવાં) ડમ મારો ડમ (હરે રામ હરે કૃષ્ણ) ચુરા લિયા હૈ તુમને (યાદોં કી બારાત) જુમકા ગિરા રે (મેરા સાયા) ઈન આંખોં કી મસ્તી (ઉમરાવ જાન) અભી ના જાઓ છોડ કર (હમ દોનો) તેમની અવાજમાં વર્સેટિલિટી હતી — કેબરે, ઘઝલ, પોપ, ભક્તિ, ક્લાસિકલ વગેરે બધા જ ઘરાણામાં તેઓ સફળ રહ્યા. તેમણે ફિલ્મોમાં અભિનય પણ કર્યો (જેમ કે મરાઠી ફિલ્મ માઈમાં ૨૦૧૩માં). તેમને ત્રણ સંતાન: હેમંત, વર્ષા અને આનંદ ભોંસલે.હેમંત ભોંસલે (મ્યુઝિક ડિરેક્ટર) — ૨૦૧૫માં કેન્સરથી અવસાન. વર્ષા ભોંસલે (કોલમ્નિસ્ટ) — ૨૦૧૨માં આત્મહત્યા. આનંદ ભોંસલે: તેમની કારકિર્દી સંભાળે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ: સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ્સ (૧૧,૦૦૦+). અન્ય: મહારાષ્ટ્ર ભૂષણ, બંગા બિભૂષણ, ગ્રેમી નોમિનેશન (બે વખત). આશા ભોંસલેને "આશા તાઈ" તરીકે ઓળખવામાં આવતા. તેમની અવાજે બોલીવુડને અનેક અમર ગીતો આપ્યા અને સ્ત્રી અવાજની અભિવ્યક્તિને વિસ્તાર આપ્યો. તેમના અવસાનથી ભારતીય સંગીત જગતમાં એક યુગનો અંત આવ્યો છે. ઉંમરના કારણે છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને મુંબઈની એક હોસ્પિટલમાં આજે અવસાન થયું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Asha Bhosle Bollywood singer]
Reelsશું તમે પણ જાણવા માંગો છો કે સોલાર ઇન્સ્ટોલેશન માટે સે સોલર કઈ રીતે બેસ્ટ છે? તો જાણો Say solar કઈ સર્વિસ આપે છે .. 1.Say solar દરેક ગ્રાહક સાથે એકદમ ટ્રાન્સપરંસી થી બધીજ માહિતી પુરી પડે છે. 2.Say solar ક્યારેય હીડન ચાર્જ માં માનતું નથી . 3.ઇન્ડસ્ટ્રી ના બેસ્ટ સોલાર કમ્પોનન્ટ અને ગુણવત્તા વાળી વસ્તુ પુરી પાડે છે. 4.એકજ દિવસ માં બધુજ મટીરીઅલ પહોંચાડી એ છે. 5.એકજ દિવસ માં સોલાર નું ઇન્સ્ટોલેશન પણ કરી આપે છે . તો આજેજ સંપર્ક કરો Say Solar ટિમ નો અને જાણો કેટલી સરળતાથી તમે પણ સોલાર ઇન્સ્ટોલ કરાવી શકો છો. Contact Number : +91 8160676453 / +91 9510215816 Email : suryagujarat@ailisenergy.com #SaySolar #SolarEnergy #CleanEnergy #GreenFuture #solarinstallation
12 Apr 2026
Reelsખાડિયા વિસ્તારને લઈ ત્યાના સ્થાનિક BJP નેતાઓ સાથે સંવાદ! • આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયા ને લગતા કયા મુદ્દા ચર્ચામાં છે, તેમજ ખાડિયામાં વધતા વ્યાપારીકરણ અને દૂષણ તેમજ પોળો ઉપર વધતા સંકટને લઈ ચૂંટણીનો માહોલ કેવો રહેશે એ જાણવા અમદાવાદ મીડિયાનો ખાડિયાને લઈ આ વિશેષ સંવાદ. • ખાડિયામાં અનિયંત્રિત વ્યાપારીકરણ, અને તેનાથી થતા દુષણો તેમજ પીવાનું પાણી ન આવવાની સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી ઊભી થઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેને સાફ રીતે નકારી છે! ખરેખરમાં ઘણી ખરી પોળમાં પાણી ન આવવાની સમસ્યાથી ખાડિયા વાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. • આ સાથે જ ખાડિયામાં ટ્રાફિક પણ એક મોટો પ્રશ્ન બની જાય છે આવા તમામ મુદ્દાઓને લઈ ખાડીયા ના પ્રજાજનોનો મિજાજ કેવો રહેશે તે આગામી ચૂંટણીમાં જોવા મળશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Khadiya bjp corporation election 2026 AMC corporation ]
12 Apr 2026
Reelsશું ગુજરાતમાં હવે ડીજીટલ તાનાશાહી? લોકોના અવાજને કચડવાનો પ્રયાસ! હાં, નેતાઓ અને રાજકીય પક્ષો દ્વારા જે પ્રકારે પોલીસને આગળ કરી સરકાર સામે પ્રજાપક્ષના યોગ્ય પ્રશ્નો ઉઠાવતા સોશિયલ મિડિયા પેજ, મીડિયા હાઉસ, તેમજ ઈન્ફ્લુએન્સરોને આડકતરી રીતે ડરાવવામાં આવી રહ્યા છે! એ સીધી રીતે ડિજિટલ તાનાશાહી બતાવી રહી છે. • આવી ઘણી વિગતો મીડિયા વર્તુળોમાં ચર્ચામાં હતી ત્યારે આજે રાજ્યના પ્રતિષ્ઠિત અખબાર ગુજરાત સમાચારમાં પણ આ સબંધિત એક લેખ છપાયો છે જે દાવો કરી રહ્યું છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સોશિયલ મીડિયા સંચાલકોને ડરાવી ધમકાવી સરકાર તેમજ પોલીસ વિરુદ્ધ કન્ટેન્ટ ન બનાવવા જણાવાયુ હતું! • આવી ઘટનાઓ ખરેખર ડિજિટલ તાનાશાહીને દર્શાવી રહી છે. જે લોકો અવાજ ઉઠાવે છે એમને આ પ્રકારે આડકતરી રીતે ડરાવી માત્ર સરકારનું સારું બતાવવા જણવામાં આવે એ તાનાશાહી નહી તો બીજું હોય શું? • પોલીસ વિભાગના અમુક ઉચ્ચ અધિકારીઓ સરકારની ગુડ બુકમાં આવવા આ પ્રકારના અસંવેધાનિક કાર્યો નાના કર્મચારીઓ જોડે કરાવતા હોય છે. અને નાના કર્મચારીઓ પણ મૂંગા મોઢે આવા કામ કરી લેતા હોય છે. સામે બોલતું કોઈ નથી કારણકે બધાને ડર છે કે અમને નુકશાન થશે! • ચૂંટણી સમયે સરકારની છબી સારી કરવા તેમજ વધુ ન બગડવા દેવા આ પ્રકારના ગતકડા કરવામાં આવી રહ્યાં છે એવી મીડિયા વર્તુળોમાં ચર્ચા છે. Studio Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Truth ahmedabad Media police ministers Government digital dictatorship ]
Postsરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં ડિજિટલ ફ્રોડ અટકાવવા નવા નિયમો માટે જનતા પાસે સૂચનો મંગાવ્યા. • આ મામલે RB દ્વારા હાલ ₹10,000 થી વધુના પેમેન્ટમાં 1 કલાકનો વિલંબ RBI એ પ્રસ્તાવ મૂક્યો છે કે જો તમે કોઈ વ્યક્તિને ₹10,000 થી વધુની રકમ મોકલો છો, તો તે રકમ સામેવાળી વ્યક્તિના ખાતામાં તરત જમા નહીં થાય. • તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે, પરંતુ બેંક તેને 1 કલાક સુધી હોલ્ડ પર રાખશે, આ 1 કલાક દરમિયાન જો તમને ખબર પડે કે તમે ભૂલથી કોઈ ખોટી વ્યક્તિ કે છેતરપિંડી કરનારને પૈસા મોકલ્યા છે, તો તમે તે ટ્રાન્ઝેક્શન કેન્સલ (રદ) કરી શકશો. • જો કે આ નિયમ તમામ જગ્યાએ નહીં લાગુ પડે જેમ કે વેપારીઓને કરેલા પેમેન્ટ ( દુકાન પર QR કોડ સ્કેન કરીને ચૂકવણી) માં આ નિયમ લાગુ પડશે નહીં, જેથી રોજિંદા વેપારમાં તકલીફ ન પડે. • સિનિયર સિટીઝન માટે 'ટ્રસ્ટેડ પર્સન' ઓથેન્ટિકેશન, જેમ 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જો ₹50,000 થી વધુનું પેમેન્ટ કરે, તો તેમના દ્વારા નક્કી કરાયેલા કોઈ 'વિશ્વાસુ વ્યક્તિ' ની મંજૂરી લેવી પડશે. • તેમજ બેંકોને સૂચના આપી છે કે ગ્રાહકો માટે એક 'કિલ સ્વિચ' સુવિધા હોવી જોઈએ. જેમાં તમને શંકા જાય કે તમારું ખાતું હેક થયું છે અથવા મોબાઈલ ચોરાઈ ગયો છે, તો તમે એક જ ક્લિકથી તમારા તમામ ડિજિટલ પેમેન્ટ મોડ (UPI, Net Banking વગેરે) તાત્કાલિક બંધ કરી શકશો. • હાલ RBI દ્વારા તમામ મુદ્દે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, આગામી સમયમાં RBI આ સૂચનોને ધ્યાને રાખીને લોકોને મદદરૂપ થાય તેવા નિયમો લાવી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ RBI online payment froud kill switch money transfer freeze ]
ReelsCelebrate the auspicious occasion of Akshaya Tritiya with a special jewellery offer! ✨ At Lavina Jewellers, enjoy 0% Making Charges from 15th to 20th April on your favourite jewellery. 💍 This Akhatrij, bring home beautiful gold and diamond designs without the extra making cost. From elegant everyday jewellery to stunning pieces for weddings and special occasions — you’ll find the perfect match here. Don’t miss this limited-time festive offer. Visit today and make your Akshaya Tritiya shopping even more special! ✨ 📍 87/2 Near Jhulelal Mandir, Sardar Nagar Circle, Ahmedabad 📞 +91 91064 08211 #LavinaJewellers #AkshayaTritiya #JewelleryOffer #AhmedabadJewellers #GoldJewellery 💛
11 Apr 2026
Reelsઉમેદવારો પોતાના સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યા! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે વિવિધ પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે વિવિધ સરકારી કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. • ઉમેદવારો ઢોલ નગારા સાથે ભારે ઉત્સાહમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. • આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને મોટા રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો ગઈકાલ મોડી રાત સુધી જાહેર કર્યા અને ઘણા પક્ષો દ્વારા તો આજે સવારે પણ ઉમેદવારો જાહેર કરાયા જેથી છેલ્લી ઘડીએ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે સંખ્યામાં પહોંચ્યા હતા. • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ગમે તેવી સેન્સ પ્રક્રિયા થઈ જાય પરંતુ ટિકિટ માટે ધમાસણ દરેક પક્ષમાં રહે છે જેથી કોઈ પણ પ્રકારનો બળવો ન મુકાય તેમજ સ્થિતિ વણસે નહીં માટે રાજકીય પક્ષો બહુ જોખી જોખી આગળ વધી રહ્યા છે. • આજે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરીને આવતીકાલથી પ્રચાર પ્રસારમાં જોડાશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC elections 2026 ahmedabad municipal corporation AMC corporater BJP Congress AAP AIMIM ]
11 Apr 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પાર્કિંગ ગાઈડલાઈન્સ જાહેર! આ નવા નિયમો શહેરમાં વધતી ટ્રાફિક અને રોડ પરના અનધિકૃત પાર્કિંગ (દબાણ)ની સમસ્યાને રોકવા માટે તેમજ સોસાયટી પાસે રહેલી વધારાની જગ્યા પર કમાણી માટે છે. 1. દબાણ પર સખત કાર્યવાહી - જો સોસાયટી કે કોમર્શિયલ બિલ્ડિંગના માર્જિન/પાર્કિંગ જગ્યામાં દબાણ (સામાન મૂકવું, કોઈ અન્ય કામગીરી વગેરે) જોવા મળે તો Building Use (BU) પરમિશન રદ થઈ શકે છે અથવા બિલ્ડિંગ સીલ કરી શકાય છે. - રસ્તા પર અથવા ફૂટપાથ પર પાર્કિંગ કરવા પર પણ નોટિસ અને દંડની જોગવાઈ છે. 2. વિઝિટર્સ પાર્કિંગની વ્યવસ્થા - દરેક બિલ્ડિંગે પોતાની અંદર જ વિઝિટર્સ માટે પાર્કિંગ વ્યવસ્થા કરવી ફરજિયાત છે. - બિલ્ડિંગની આગળના માર્જિનમાં કોઈપણ પ્રકારનું દબાણ કરી શકાશે નહીં. 3. સેલ્ફ-ડેક્લેરેશન સર્ટિફિકેટ - દર વર્ષે સોસાયટી/બિલ્ડિંગે પોતાના વિસ્તારમાં પાર્કિંગમાં કોઈ દબાણ નથી તેનું સેલ્ફ-ડેક્લેરેશન ઝોનલ ઓફિસમાં જમા કરાવવું પડશે. - ભવિષ્યમાં આ ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ થશે. 4. વધારાની જગ્યામાંથી કમાણીની તક - જો સોસાયટી પાસે જરૂરિયાત કરતાં વધારાની પાર્કિંગ જગ્યા હોય તો તેને AMC મારફતે ભાડે આપી શકાશે. - આ માટે AMCની વેબસાઈટ પર “Parking Availability and Sharing Consent Form” ભરવાનું રહેશે. - ભાડાની રકમ સોસાયટી પોતે જ નક્કી કરી શકશે. - નાગરિકો માટે AMDAPARK એપ દ્વારા આવી ઉપલબ્ધ જગ્યાઓની માહિતી મળી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC corporation parking policy traffic issue building use permission cancel ]
PostsCRPF વિવિધ ટ્રેડસમેન અને ટેકનિકલને લગતી દેશભરમાં કુલ 9096 જગ્યાઓ પર ભરતી! • ગુજરાતમાં કુલ 449 પુરુષ અને 3 મહિલાઓ માટે જગ્યા. • આ ભરતી માટે 20 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત, 19 મે સુધી ચાલશે. • લાયકાતમાં ધોરણ 10 પાસ સાથે સબંધિત ટ્રેડનું પ્રમાણપત્ર જરૂરી. • ફિઝિકલ ટેસ્ટ સાથે કમ્પ્યુટર બેઇઝ્ડ ટેસ્ટથી ઉમેદવારીની પસંદગી કરાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CRPF government job recruitment ]
11 Apr 2026
ReelsAcidity troubling you? Constipation not going away? Two different issues, one common need—right care. Our specialized Ayurvedic programs target each concern at its root for lasting relief. 📞 Book your consultation today at our- JOGI Ayurved Digital Care: +91 88 00 11 8053
11 Apr 2026
Postsમેટ્રોમાં મુસાફરી માટે દિન પ્રતિદિન મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 12 મહિનામાં મેટ્રોમાં મુસાફરોની સંખ્યા 5 કરોડને પાર. • વર્ષ 2025-26 વર્ષમાં મેટ્રોમાં કુલ 5.10 કરોડ મુસાફરો નોંધાયા, આ આંકડો ગત વર્ષ કરતા એક કરોડ મુસાફરીનો વધુ છે. વર્ષ 2024-25 માં 4.01 કરોડ મુસાફરી નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2023-24 માં 2.93 કરોડ મુસાફરોએ મુસાફરી કરી. • આંકડાઓ જોઈએ તો પ્રત્યેક દિવસ દોઢ લાખથી વધુ મુસાફરો મેટ્રોની મુસાફરી કરી રહ્યા છે. • સૌથી વધુ મુસાફરો વસ્ત્રાલ થલતેજ રૂટ પર જોવા મળ્યા છે, જેમાં કુલ મુસાફરીના 70 ટકા પેસેન્જર આ રૂટ પર જ જોવા મળે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Metro passenger route ]
11 Apr 2026
Postsહવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના ઉચ્ચતમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. • ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમીની અસર વધુ વર્તાશે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. • જ્યારે રાજ્યના આંતરિક ભાગોમાં સૂકી ગરમી પડશે, ત્યારે દરિયાકિનારાના જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે અસહ્ય બફારો રહેવાની શક્યતા છે. સુરત, વલસાડ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં તાપમાન ભલે ઓછું દેખાય, પણ બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થશે. • રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. તેને કારણે આગામી 72 કલાકમાં તાપમાન 2-3 ડિગ્રી વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજને કારણે બફારો અનુભવાશે, જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ IMD atmosphere prediction tempreture high ]
10 Apr 2026
Postsઆજે બપોરે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડનો એલિવેશન ભાગ અચાનકથી ધરાશાઈ થતા એક અમદાવાદના વ્યક્તિનું મોત! • આજે બપોરના સમયે રેલવે સ્ટેશનની સામે આવેલું સેન્ટ્રલ બસ સ્ટેશનમાં બસની એન્ટ્રી અને એક્ઝિટ તરફના રસ્તાનું એલિવેશન અચાનક ધરાશાઈ થયું હતું. • આ દુર્ઘટનામાં અમદાવાદના એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. • હાલ તમામ બસોની અવરજવર અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવી. • આ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન વર્ષ 2014માં ફેબ્રુઆરી મહિનામાં હાલના પ્રધાનમંત્રી તેમજ ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. • ₹114 કરોડના ખર્ચે આ બસ સ્ટેશન ત્યારે બનાવવામાં આવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Baroda Vadodara central bus station elevation collapse ]
10 Apr 2026
Postsચાંદખેડામાં 2 બાળકીઓના મોતનો મામલો! ઢોસાનું ખીરું, પુત્ર ઘેલછા કે પછી ઘરકાંકાસ! તમામ પાસાઓમાં પોલીસ દ્વારા તપાસ • ચાંદખેડામાં 2 બાળકીઓના મોતને મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી તપાસ બાદ નિવેદન જાહેર કરવામાં આવ્યું જેમાં અલગ અલગ એંગલો સામે આવતા. • હાલ બંને બાળકીઓના રિપોર્ટ બાકી જ્યારે હાલ હોસ્પિટલમાં દાખલ તેના માતા પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંક ધાતુનું વધુ પડતું પ્રમાણ મળી આવ્યું. • પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે ઘટનાક્રમ શરૂ થયો તેના થોડા દિવસો પહેલા ઘઉંમાં મૂકવાની દવા ( એલ્યુમિનિયમ ફોસ્ફેટની ગોળીઓ જે સામાન્ય રીતે ઘઉંને લાંબો સમય સ્ટોર કરવા વપરાતી હોય છે) બાળકીઓના પિતા દ્વારા ઘરે લઈ આવવામાં આવી હતી, કુલ લાવવામાં આવેલી 10 ગોળીઓમાંથી 8 ગોળીઓ ઘઉંમાં મૂકવામાં આવી હતી જ્યારે અન્ય 2 હાલ પોલીસે જપ્ત કરીને તપાસ હાથ ધરી. • આ સિવાય પોલીસને માતાના ઘરેથી એક ડાયરી મળી આવી જે પોતે પ્રેગેન્સી દરમિયાન લખી હોવાની હાલ જાણકારી મળી છે જેમાં લખ્યું છે કે, પ્રથમ પુત્રી બાદ બીજી વખતમાં પુત્ર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જો પુત્ર જન્મ લે તો માનતા રાખી હોવાનું પણ સામે આવ્યું છે. (આ ડાયરી બીજી પુત્રીના જન્મ પહેલાની છે) • હાલ પોલીસ દ્વારા પરિવારના તમામ સભ્યોની પૂછપરછ ચાલી રહી છે, આ સિવાય ખીરું વેચનાર તેમજ તે દિવસે ખીરું લઈ જનાર અન્ય લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા, હાલ સુધીમાં અન્ય કોઈ વ્યક્તિને તકલીફ થઈ હોવાનું સામે આવ્યું નથી. • પોલીસ દ્વારા બાળકીઓના માતા-પિતાના તેમજ પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા એમાં એક જ રટણ, તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ જ તબિયત ખરાબ થઈ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Chandkheda dhosa food poision 2 girl child death ]
ReelsCall For Detail +91 9727166464, +91 8799387607 3BHK– Ready to Move Tp 44 Chandkheda ✨ 🏡 Spacious 205 Sq. Yd. 3BHK designed for comfortable family living 🔑 Ready to Move-In – No waiting, shift immediately 🌿 Well-planned layout with natural light & ventilation 🏢 Multiple Amenities: ✔️ Lift ✔️ Parking ✔️ Security ✔️ Garden ✔️ Children Play Area ✔️ Power Backup 📍 Prime location with great connectivity & daily convenien Tp 44 Chandkheda 📞 Book your dream home today! +91 8799387607 , +91 9925538382 #chandkheda #ahmedabadrealestate #3bhkahmedabad #readytomovehome #ahmedabadhomes
10 Apr 2026
Postsકરોડોની જમીનનો માલિક છતાં પણ ડ્રગ્સના રવાડે ચડતા બનવું પડ્યું ડ્રગ્સ પેડલર! • અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસ.ઓ.જી. ટીમે સાણંદ તાલુકાના લોદરીયાળ ગામે ખેતરની ઓરડીમાં દરોડો પાડીને ૬૪ ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત ૧.૯૨ લાખ રૂપિયા છે. આ કાર્યવાહીમાં નરેશ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. • આરોપી નરેશ પટેલ પોતે ડ્રગ્સનો વ્યસની છે. નશાનો ખર્ચ પૂરો કરવા અને વધુ પૈસા કમાવાની લાલચમાં તેણે પોતાના મિત્રો નિકુલ રાઠોડ, અશ્વિન અને ખેડાભાઈ સાથે મળીને ડ્રગ્સ વેચવાનું આયોજન કર્યું હતું. • આ ચારેય મિત્રો રાજસ્થાનના સાંચોરથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં નશાનું નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતા. પરંતુ પોલીસને બાતમી મળતાં તાત્કાલિક દરોડો પાડીને નરેશને ઝડપી લેવાયો હતો. • ચોંકાવનારી વાત એ છે કે, પકડાયેલા આરોપી નરેશ પાસે લોદરીયાળ ગામમાં અંદાજે ૬ કરોડ રૂપિયાની કિંમતની ૬ વીઘા જમીન છે. આર્થિક રીતે સધ્ધર હોવા છતાં ખરાબ સંગત અને નશાની લતને કારણે તે આ ગુનામાં સંડોવાયો. તે સામાન્ય ખેત મજૂરી કરતો હતો. હાલ પોલીસ ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ કરી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ MD drugs Ahmedabad rural SOG crime branch ]
10 Apr 2026
Postsઢોલ નગારા સાથે પ્રચાર કરવા નીકળેલા સ્થાનિક બીજેપી કોર્પોરેટરના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સામે બોડકદેવ વિસ્તારના લોકો નારાજ! • પાયાની સુવિધાઓમાં અભાવ અને અનેકવાર ફરિયાદ બાદ પણ નિવારણ ન આવ્યું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ કહ્યું કે "પાંચ વર્ષમાં કોઈ દેખાયું નથી, તો અત્યારે અહીં ક્યાંથી આવ્યા?" • આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ ઠેર ઠેર તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ગત ટર્મમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર હાલ પ્રચાર ચાલી રહ્યો છે. • ત્યારે ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ સામે લોકોએ કર્યા પ્રશ્નો. • જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવ્યા, સ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટરો સમક્ષ વિસ્તારની દુર્દશા વર્ણવતા જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં લાઈટના થાંભલા બદલવામાં આવ્યા નથી અને રોડ તોડી નાખવામાં આવ્યા હોવાથી રહીશો પરેશાન છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Corporation election BJP bodakdev ]
10 Apr 2026
Postsરાજુ કરપડા ગુજરાતના એક જાણીતા ખેડૂત નેતા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના રાજુભાઈ મેરામભાઈ કરપડા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતા કરતા હતા. શિક્ષણ: BA, LLB (CU Shah University, ૨૦૨૦). પરિવારમાં ખેડૂત પૃષ્ઠભૂમિ છે.તેઓ ખેડૂત મારો પરિવાર છે, પરિવાર માટે લડવું મારું કર્મ છે એવા મંત્ર સાથે જાણીતા છે. વર્ષ ૨૦૧૮ પછી ખેડૂતોના મુદ્દાઓ (પાક વીમા છેતરપિંડી, જમીન માપણી વગેરે) સાથે જોડાયા. તેઓ ખેડૂત નેતા સાગર રબારીના સંગઠન સાથે કામ કરતા હતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સક્રિય બન્યા. AAPમાં પ્રવેશ: ૨૦૨૧-૨૨માં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા. તેઓ AAPના કિસાન સેલ (ખેડૂત વિંગ)ના પ્રદેશ અધ્યક્ષ બન્યા. ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી: ચોટીલા (સુરેન્દ્રનગર) બેઠક પરથી AAP તરફથી ઉમેદવારી કરી. આશરે ૪૫,૯૩૭ મત મેળવીને બીજા ક્રમે રહ્યા. બોટાદ ખેડૂત આંદોલન (૨૦૨૫): બોટાદ APMCમાં કપાસના ભાવ અને કડદા પ્રથા (કમિશન વ્યવસ્થા) સામે આગેવાની કરી. હડદડ ગામે પોલીસ સાથે અથડામણ થઈ, જેમાં તેમની અને અન્યોની ધરપકડ થઈ. તેઓ ૧૦૦+ દિવસ જેલમાં રહ્યા. આ કેસમાં તેમના પર ખૂનના પ્રયાસ (IPC 307) સહિતના આરોપો હતા. AAPમાંથી રાજીનામું (ફેબ્રુઆરી ૨૦૨૬)ફેબ્રુઆરી ૨૦૨૬માં તેમણે AAPના તમામ પદો પરથી રાજીનામું આપ્યું અને અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો. કારણ: જેલમાંથી બહાર આવવામાં પાર્ટીએ પૂરતી મદદ ન કરી, આંતરિક અવગણના અને સંગઠનાત્મક મુદ્દાઓ. તેમણે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ (જેમ કે ગોપાલ ઈટાલિયા) પર આરોપો મૂક્યા. (૯ એપ્રિલ ૨૦૨૬)આજે રાજુ કરપડા અને અન્ય ખેડૂત નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. કમલમમાં જે કેસરિયો ખેસ ધારણ કર્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Raju karpda aap bjp politics ]
Postsછેક ઝારખંડથી ફલાઇટમાં અમદાવાદ ચોરી કરવા આવતા 2 આરોપીઓની ધરપકડ! • ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિત કર્ણાટક સુધી તરખાટ મચાવનાર ઝારખંડની આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગના વધુ બે આરોપીઓની અમદાવાદ શહેર એલસીબી પોલીસ ઝોન-૩એ ધરપકડ કરી છે. • અગાઉ આ ગેંગના અન્ય આરોપીઓને ઝડપી લીધા બાદ હવે વધુ બે આરોપીઓને પકડીને પોલીસે ચોરીના 21 મોબાઈલ ફોન કબજે કર્યા છે. • આ ગેંગ ભીડભાડવાળા વિસ્તારો, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, મેળા અને ક્રિકેટ સ્ટેડિયમમાં લોકોના ફોન ચોરી કરતી હતી. • ગુજરાતના વિવિધ શહેરો તેમજ દેશના અન્ય રાજ્યોમાં ભીડવાળી જગ્યાઓએ મોબાઈલ ફોન ચોરી કરતી આ ઝારખંડની ગેંગ સક્રિય હતી. અગાઉ આ ગેંગના અમિત મહંતો અને બાદલ મહંતોની ધરપકડ કરી હતી. • ત્યારબાદ તપાસ કરતા રઘુ મહંતો અને વિક્રમ મહંતો કાલુપુર વિસ્તારમાંથી ઝડપાઈ ગયા. • તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓએ મોટેરા સ્ટેડિયમમાં ચાલતી ક્રિકેટ મેચ દરમિયાન તેમજ અમદાવાદ, મહેસાણા, આણંદ, બેંગલોર અને કર્ણાટકના વિવિધ ભીડવાળા વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ચોર્યા હતા. • આ ગેંગ ચોરી માટે માત્ર બાળકોનો ઉપયોગ કરતી હતી. આરોપીઓ ઝારખંડથી પ્લેન અને ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં આવીને હોટલમાં રોકાતા. ત્યારબાદ ભીડવાળા વિસ્તારોમાં જઈને ફોન ચોરતા. ચોરેલા ફોનને તેઓ મુંબઈ અને ઝારખંડના ગ્રે માર્કેટમાં વેચી દેતા. • ચોરીના ફોન ટ્રેસ ન થાય અને રિંગ ન વાગે તે માટે આરોપીઓ સિલ્વર ફોઇલમાં ફોન વીંટાળીને ખિસ્સાવાળી બનિયનમાં છુપાવી દેતા અને સહ-આરોપીને આપી દેતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Mobile thief motera stadium LCB local crime branch ]
Postsગોતા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક ટી સ્ટોલ ધારકને નવા રોડ પર ખાડો ખોદવા પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. • શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળો પર કે રસ્તાઓ પર ગંદકી કરનાર સામે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હાલ સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા 8 મહિના પહેલા જ બનેલ નવા રોડ પર ખાડો ખોદનાર તેમજ ગંદકી ફેલાવનાર એક ટી સ્ટોલ ધારકને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. • ગોતામાં વસંતનગર ટાઉનશીપ સુધીનો રોડ 8 મહિના પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો, ત્યારે ત્યાંથી એક બજરંગ ટી સ્ટોલ નામના લારી ધારકે ગટરના ગેરકાયદેસર ડ્રેનેજ માટે રોડ પર ખાડો ખોદ્યો હતો તેમ જ આજુબાજુમાં ગંદકી પણ જોવા મળી હતી ત્યારે સોલિડ વેસ્ટની ટીમ દ્વારા તપાસ કરતા રોડ ખોદેલ તેમજ કચરો જોવા મળતા ટી સ્ટોલ ધારકને ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો. • આજુબાજુમાં તેમજ શહેરમાં એક દાખલો બેસાડવા માટે રસ્તા પર ગેરકાયદે કે પરમિશન વગર ખાડો ખોદનાર સામે કોર્પોરેશનની કડક કાર્યવાહી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gota drainage dig road bajarang tea stall ]
9 Apr 2026
Reels☀️ Solar લગાવ્યા પછી પણ BILL આવ્યું? 🤔 Gyani Baba shock માં 😳 “Solar લગાવ્યું છતાં bill કેમ આવ્યું?!” 👉 Kaushikbhai આપે છે clear સમજણ 👇 ✔ Solar લગાવ્યા પહેલા જે વીજળી વપરાઈ હોય → એનું 1st bill આવી શકે ✔ જો તમે solar generation કરતાં વધારે વીજળી વાપરો છો → તો extra units નું bill આવશે ⚡ 👉 એટલે solar = zero bill નહીં, smart usage + proper understanding જરૂરી છે! 😄 Gyani Lesson: “Solar લગાડવું easy છે… પણ bill સમજવું થોડું tricky છે!” 😜 ⚡ Use wisely = Save maximum 💯 જો તમે પણ solar installation / proper guidance માંગો છો તો આજે જ સંપર્ક કરો 👇 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #SolarBill #SolarTips #SolarIndia #NetMetering #SolarAwareness
9 Apr 2026
PostsLPG સિલિન્ડર લેવા માટે લાઇન તેમજ અછતની અફવાઓ વચ્ચે લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જો કે LPG સિલિન્ડર પરનું ભારણ ઘટાડવા સરકારે લોકોને અપીલ કરી હતી કે PNG કનેક્શન શક્ય હોય તો તેનો વપરાશ મહત્તમ કરવા જણાવ્યું. • તમામ પરિબળો સાથે માર્ચ મહિનામાં શહેરમાં PNG કનેક્શન માટે 3 ગણી અરજીઓ આવી. • સામાન્ય મહિનાઓમાં 6 થી 7 હજાર PNG કનેક્શન માટે અરજીઓ આવતી હોય છે ત્યારે માર્ચ મહિનામાં આશરે 18,000 જેટલી અરજીઓ આવી. • હાલ શહેરમાં 7 લાખ ઘર સુધી PNG લાઇન છે જેમાંથી 5.50 લાખ ઘરોમાં એક્ટિવ જોડાણ છે ત્યારે આગામી સમયમાં આ આંકડો વધી શકે છે, કારણ કે સરકાર દ્વારા અને લોકો દ્વારા પણ PNG કનેક્શનને હવે વધુ મહત્વ અપાઈ રહ્યું છે. • શહેરમાં હાલ 2,000 કિમી લાંબી ગેસલાઇન નેટવર્ક છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ LPG cylinder bottle new PNG connection application ]
9 Apr 2026
Postsશાહઆલમ ટોલ નાકા વિસ્તારમાં ગઇકાલ સાંજે એક અકસ્માત સર્જાયો જેના CCTV વાયરલ થયા! • 2 યુવતીઓએ એકટીવા પર જઈ રહી છે જેનો અકસ્માત AMTS સાથે થાય છે, જો અહીં યુવતીઓ રોડ ક્રોસ કરતી સમયે તકેદારી ન રાખતા અને રોંગ સાઈડમાંથી આવતા આ અકસ્માત સર્જાયો હતો. • રોડની રોંગ સાઇડ તરફથી એકટીવા સાથે યુવતીઓ ચાર રસ્તા પર રોડ ક્રોસ કરવા જાય છે ત્યારે સામેથી આવતી AMTS બસ વળાંક લેતા સમયે ટક્કર મારે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Accident AMTS bus shahalam wrong side traffic rules violation ]
9 Apr 2026
Postsગાંધીનગર એરપોર્ટ રોડ (ભાટ-કોબા-ગાંધીનગર હાઈવે) પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નર્મદા કેનાલ પર અત્યારે જે સાંકડો 6 લેન બ્રિજ છે, તે આગામી સમયમાં 12 લેન બનાવશે. • અત્યારે જે બ્રિજ છે તેની બંને બાજુ નવા બે બ્રિજ બનાવવામાં આવશે. બંને બ્રિજ 3-3 લેનના હશે. • હાલનો રોડ અને નવા બ્રિજ મળીને આ સેક્શન પર કુલ 12 લેન જેટલી વિશાળ જગ્યા ઉપલબ્ધ થશે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા લગભગ ખતમ થઈ જશે. • આ પ્રોજેક્ટથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે, ખાસ કરીને ગિફ્ટ સિટી (GIFT City) અને એરપોર્ટ તરફ જતા લોકો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. • આ પ્રોજેક્ટ માટે ₹37.33 કરોડ ખર્ચ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gandhinagar narmada canal bridge ]
9 Apr 2026
ReelsCall Now : +918799387607 , +919925438382 🌿 Spacious 3BHK Living in Chandkheda Where comfort meets nature and every day feels peaceful. ✨ 3BHK Premium Apartments ✨ Green open spaces & fresh surroundings ✨ Well-planned community living ✨ Perfect for families seeking space & a healthier lifestyle 📐 Available Sizes: ▪ 183 sq. yards – ₹75 Lakh* ▪ 186 sq. yards – ₹76 Lakh* BPO last Offer Price is : 72.50 Lack All Inclusive Your dream home in TP44, Chandkheda is waiting. 📞 Call Trushal Prajapati: +91 99255 38382 📍 Book your site visit today! #ThePropertyDeal #3BHKChandkheda #ChandkhedaHomes #AhmedabadRealEstate #PremiumLivingu
8 Apr 2026
Postsઅમદાવાદમાં એક AMTS બસનો ડ્રાઈવર મોહસીનમાંથી મોહિત બનીને યુવતી સાથે આચર્યું દુષ્કર્મ! • 29 વર્ષીય વિધવા યુવતી, જે મૂળ મહીસાગર જિલ્લાની છે અને તેના પતિનું કોરોના કાળ દરમિયાન અવસાન થયા બાદ હાલ ઓઢવમાં તેના માતા-પિતા સાથે રહે છે, સાથે જ તેનું તથા તેના 5 વર્ષના પુત્રનું ભરપોષણ કરવા એક ગર્લ્સ હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા તે રોજ AMTS બસમાં અવરજવર કરતી હતી. • આ દરમિયાન બસ ડ્રાઈવર મોહસીનખાન અહેમદખાન પઠાણ (ગોધરા વતની) એ પોતાને મોહિત પટેલ તરીકે ઓળખ આપીને યુવતી સાથે મિત્રતા કેળવી. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ ગઈ. આરોપીએ પોતે હિન્દુ હોવાનો ભાસ કરીને લગ્નની લાલચ આપી અને સોનીની ચાલી પાસેની એક હોટેલમાં યુવતીને લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. તેણે ખોટું આધારકાર્ડ પણ બનાવ્યું હતું. • જ્યારે યુવતીએ આરોપીનો મોબાઈલ તપાસ્યો ત્યારે સત્ય બહાર આવ્યું કે તે મોહિત પટેલ નહીં પરંતુ મોહસીનખાન પઠાણ છે, જે પહેલેથી જ પરિણીત છે અને ત્રણ સંતાનોનો પિતા છે. આ જાણ્યા પછી યુવતીએ તેની સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા. • ત્યારબાદ આરોપીએ યુવતીને સંબંધ રાખવા માટે દબાણ કરવા માંડ્યું. અને એક વાર ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં યુવતીએ 181 અભયમ લાઈનની મદદ માંગી અને આરોપીએ લેખિતમાં માફી માંગી હતી. પરંતુ ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આરોપી યુવતીના ઓઢવ ખાતેના ઘરે આવીને સંબંધ રાખવા દબાણ કરીની ધમકી આપતો રહ્યો. • આખરે યુવતી અને તેના પરિવારે કંટાળીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી મોહસીનખાન અહેમદખાન પઠાણની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Odhav mohsin mohit love angle AMTS bus driver ]
Postsઅમરાઈવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે શ્રી રામ રો હાઉસ સોસાયટીના બે મકાનોના તાળા તૂટ્યા! • વાસણનો ધંધો કરતા ભાવેશભાઈ જૈન નામના મકાન માલિકનો પરિવાર ધાબા પર સૂતો હતો ત્યારે વહેલી સવારે 3:44 કલાકે તેમના બંધ મકાનનું મેન ગેટ તોડી અંદરનો દરવાજો તોડી ત્યારબાદ ઘરમાં 3 ચોરી ઘૂસી આવ્યા હતા. • આ 3 ચોર બાઈક પર આવી ત્યારબાદ ઘરના તાળા તોડી તિજોરીમાંથી 10 તોલા સોનું 350 ગ્રામ ચાંદી તેમજ એક લાખ રોકડ સહિતની કુલ ₹16-17 લાખ કિંમતનો મુદ્દામાલની ચોરી કરી હતી. • આ ઘટનામાં ભાવેશભાઈના ઘરની બાજુના ઘરના તાળા પણ તોડવામાં આવ્યા હતા પરંતુ તે ઘર છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાલી હોવાથી તેમાંથી ચોરને કશું મળ્યું નહતું! • મકાન માલિકે આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Amraiwadi thief shree ram raw house 3 masked man ]
8 Apr 2026
Postsહાલ અનેક વેપારીઓ પોતાની કમાણી માટે લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય છે ત્યારે શહેરમાં રેસ્ટોરન્ટ અને ડેરી પ્રોડક્ટ પર હેલ્થ વિભાગની તવાઈ. • AMC ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન વસ્ત્રાલમાં આવેલી 'ભૈરવનાથ પંજાબી તડકા' નામના એકમમાં પનીરના પ્રકાર અંગેનું ફરજિયાત ડિસ્પ્લે કાર્ડ નહોતું અને તેની પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ પણ ઉપલબ્ધ નહોતું જેથી આ એકમ સીલ કરવામાં આવ્યું. બીજી તરફ, નવરંગપુરા પોલિટેકનિક પાસે આવેલી 'પંજાબ દી મહેક' રેસ્ટોરન્ટના રસોડામાં અત્યંત ગંદકી અને જીવાત જોવા મળતા, અનહાઇજેનિક કન્ડિશનને કારણે તેને પણ તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું. • ગોતા વિસ્તારમાં વિશ્વાસ સીટી-6 માં આવેલી ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડાની રાધે ડેરીમાંથી 104 કિલો મળી કુલ 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. • છેલ્લા પાંચ દિવસમાં (3 થી 7 એપ્રિલ દરમિયાન) ફૂડ વિભાગે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું: - કુલ તપાસ: 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી. - પનીરના 69 સહિત કુલ 188 ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા. - નિયમોનું ઉલ્લંઘન કરનાર 235 એકમોને નોટિસ ફટકારાઈ. - 199 કિલો ઘન પદાર્થ અને 318 લિટર અખાધ પ્રવાહીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Health analogue paneer corporation seal naroda gota Vastral navarangpura hotel restaurant ]
8 Apr 2026
Postsછેલ્લા 40 દિવસથી ચાલી રહેલા અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વર્તમાન સંઘર્ષમાં બે સપ્તાહ માટે યુદ્ધવિરામ! • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેની સંભવિત સૈન્ય કાર્યવાહી અને બોમ્બિંગને બે અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. • યુદ્ધવિરામની મુખ્ય શરત એ છે કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને તમામ જહાજો માટે ખુલ્લો મુકશે. ઈરાને સંમતિ આપી છે કે આ બે અઠવાડિયા દરમિયાન તેના સૈન્યના સંચાલન હેઠળ સુરક્ષિત અવરજવર શક્ય બનશે. • આ યુદ્ધવિરામમાં પાકિસ્તાન (વડાપ્રધાન શહબાઝ શરીફ) એ મહત્વની ભૂમિકા ભજવી છે. ચીને પણ ઈરાનને આ સમજૂતી માટે પ્રોત્સાહિત કર્યું હોવાનું મનાય છે. • હાલ 2 સપ્તાહ યુદ્ધવિરામ રહેશે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી તમામ દેશના જહાજો પસાર થવાની પરવાનગી ઈરાને આપી છે. • આગામી સમયમાં ઈરાન અને ઈઝરાયેલ, અમેરિકા વચ્ચે વાટાઘાટો થવાની શક્યતાઓ, ઈરાને પોતાના 10 પોઇન્ટ પ્લાન અમેરિકાને જણાવ્યા. • યુદ્ધવિરામ બાદ વૈશ્વિક સાથે ભારતની માર્કેટમાં પણ તેજી જોવા મળી આ સાથે જ ક્રૂડ ઓઈલના બેરલમાં પણ જંગી ભાવ ઘટાડો જોવા મળ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Iran israel america USA war situation hormuza straight ceasefire pakistan pm Shehbaz Sharif Donald Trump ]
8 Apr 2026
ReelsIf you're running a business… If you're building a startup… Or if you're truly serious about growth… 👉 This event is for YOU. VIBES 2.0 🚀 After the massive success of VIBES 1.0, we’re coming back bigger, stronger & more impactful! 🎤 Industry leaders, AI experts & top motivational speakers 🤝 Real networking opportunities 💡 Fresh ideas, powerful connections & business growth 📍 Science City, Ahmedabad 📅 18–19 April 👉 Entry is FREE… But the value? Absolutely priceless. Don’t just attend. Be part of something bigger. #VIBES2.0 #BusinessExpo #AhmedabadEvents #StartupIndia #entrepreneurlifestyles
7 Apr 2026
Postsઢોંસા ખાધા બાદ 2 બાળકીના મોત? આક્ષેપોમાં સત્ય કેટલું? ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં રહેતા વિમલ પ્રજાપતિ, ભાવના પ્રજાપતિ અને તેમની બે દીકરી મિષ્ટી (ઉંમર 3વર્ષ) અને બીજી દીકરી રાહા (ઉમર અઢી મહિના) તેમને ચાંદખેડાની ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લઈ તેના ઢોંસા બનાવ્યા બાદ તેને ખાતા ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપો થયા હતા. • આ ઘટનામાં અમદાવાદ મીડિયાએ ડેરી માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એજ દિવસે વેચાણમાં લીધેલા જથ્થામાં બીજા કોઈ ગ્રાહકને આવી ફરિયાદ આવી નથી ખાલી આ પરિવાર આવા આક્ષેપ સાથે લીધેલા ૩ કિલો ખીરામાંથી 2કિલો 700 ગ્રામ કિલો પરત કરી ગયા હતા જે મેં પરત લીધું હતું. પરત લીધા બાદ મેં ખુદ એ ચાખીને જોયું હતું પણ એમાં કોઈ તકલીફ જણાઈ ન હતી. • પરિવારના આક્ષેપ છે કે આ ખાધા બાદ તેમની એક પછી એક તબિયત ખરાબ થઈ અને બન્ને દીકરીના 4 અને 5 એપ્રિલના રોજ મૃત્યુ થયા. • નાની દીકરીનું મોત થયું ત્યારે પોલીસને જાણ કર્યા વગર તેની દફન વિધિ કરી હોવાથી આજે 7 એપ્રિલે પોલીસે સ્મશાનગૃહમાંથી તેનો મૃતદેહ બહાર કાઢીને તપાસ અર્થે મોકલી આપ્યો છે. • ચાંદખેડા PI અને ACP L ડિવિઝન તરફથી જણાવ્યા મુજબ હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે, જેમાં બન્ને દીકરીના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરી રિપોર્ટ મેળવાશે, અને એ ડેરીમાંથી અન્ય ગ્રાહકોએ ખીરું ખરીદ્યું હતું તેમના નિવેદનો પણ નોંધાઈ રહ્યા છે. • આ સમગ્રઘટનાને પરિવાર તરફથી જાણવા અમદાવાદ મીડિયા દ્વારા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમને કેમેરા સામે આવ્યા વગર એટલી માહિતી આપી હતી કે અમને શંકા છે કે ખીરું ખાવાથી આવું થયું છે સાચી માહિતી તો પોલીસ તપાસમાં સામે આવશે. • હવે ઘટનાની સત્યતા FSL રિપોર્ટ બાદ જ સામે આવશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dhonsa khiru Chandkheda police ahmedabad police FSL ]
Postsચારધામ યાત્રાના કપાટ ખુલવાની તારીખ આવી ગઈ છે ત્યારે હાલ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. • ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા 19 એપ્રિલે, અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ખુલશે. કેદારનાથ મંદિરના દરવાજા 22 એપ્રિલે સવારે 8 વાગ્યે ખુલશે અને બદ્રીનાથ મંદિરના દરવાજા 23 એપ્રિલે સવારે 6:15 વાગ્યે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ખુલશે. શ્રી હેમકુંડ સાહિબના દરવાજા ખોલવાની તારીખ મે મહિનાની આસપાસ અલગથી જાહેર કરવામાં આવશે. • ચારધામમાં બિન-સનાતનવાદીઓના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. મોબાઇલ ફોન અને કેમેરાનો ઉપયોગ કરીને ફોટા, વીડિયો અને રેકોર્ડિંગ પણ પ્રતિબંધિત રહેશે. • ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન, ઓફલાઈન, મોબાઇલ એપ્લિકેશન તેમજ whatsapp ચેટ અને ટોલ ફ્રી નંબરથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Chardham yatra registration online offline uttarakhand badrinath kedarnath temple religious ]
7 Apr 2026
Postsઅમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નહેરુ બ્રિજ અને એલિસબ્રિજની વચ્ચે તૈયાર કરવામાં આવશે "રિવર સાઇડ સેવરીઝ" • કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે 132.54 કરોડનું ટેન્ડર જાહેર કર્યું છે, આ પ્રોજેક્ટમાં રિવરફ્રન્ટ પર શહેરની પહેલી ટનલ તૈયાર કરવામાં આવશે, હાલનો આ બંને બ્રિજ વચ્ચેનો રિવરફ્રન્ટ રોડ ટનલમાંથી પસાર થશે. • ટ્રાફિક ટનલમાંથી પસાર થશે જ્યારે તેની ઉપર ફરવા ફરવા માટે બાગ બગીચા, ખરીદી માટે શોપિંગ સેન્ટર તેમજ ખાણીપીણી માટે કાફેટેરીયા અને રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. • મુલાકાતઓ માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટેની પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે. • અહીં ઉપર બનતા મોલને આંતરરાષ્ટ્રીય સ્તરનો લુક આપવામાં આવશે અને કાચની આકર્ષક વોલ ડિઝાઇન તૈયાર કરાશે. • મુલાકાતઓના મનોરંજન માટે દીવાલ પર વિશાળ આઉટડોર એલઇડી ડિજિટલ સ્ક્રીન ઇન્સ્ટોલ કરવામાં આવશે, આ સહિત દિવ્યાંગજનો માટે લિફ્ટ મહિલાઓ માટે સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન તેમજ તમામ લોકો માટે શૌચાલયની સગવડતા પણ ઊભી કરાશે. • લોકો ખુલ્લા વાતાવરણમાં બેસીને જમવાની મજા માણી શકે તે માટે "ઓપન ટેરેસ સિટિંગ" ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Riverside Savouries sabarmati riverfront garden tunnel road elisbridge nehru bridge ]
7 Apr 2026
Postsમાર્કેટમાં હવે સાયબર ગઠિયાઓ દ્વારા ચાલતો રોમાન્સ સ્કેમ! • સુંદર યુવતીઓ દ્વારા લગ્નઇચ્છુક કે ડેટિંગ માટે તૈયાર એવા મુરતિયાઓ જોડે મીઠી વાતો કરી રોકાણ કરવાના બહાને ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતું સાયબર ફ્રોડ. • પહેલા સેક્સટોર્શન બાદમાં હવે ડેટિંગ સ્કેમ, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી ચાલતો આ સ્કેમ, ચાઈનીઝ ગેંગનો નવી મોડ્સ ઓપરેન્ડી. • યુવતીઓ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ડેટિંગ એપ પર યુવકોને ફસાવી તેના જોડે લગ્ન કરવાની કે ડેટિંગ કરવાની લાલચ આપે છે, થોડા સમયમાં ઓનલાઈન ચેટિંગમાં નિકટતા કેળવ્યા બાદ રોકાણમાં સારા વળતર માટેની સ્કીમ બતાવે છે અને તેના સાગરીતો ચાઇનીઝ ગેંગના ખોટા બનાવેલ એપ અને વેબસાઇટ પર પૈસાનું રોકાણ કરાવે છે. • શરૂઆતમાં વધુ નફો દેખાડે છે અને વધુ રોકાણ કરવા કહી કટકે કટકે લૂટ કરે છે, જો કે જરૂર પડ્યે પૈસા ઉપાડવા જાય ત્યારે તેમના જોડે સાયબર ફ્રોડ થયો હોવાનો ખ્યાલ આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cyber froud dating romance scam ]
7 Apr 2026
Postsઅમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્યમાં પણ ડ્રગ્સનું વધતું દૂષણ, સાણંદ પોલીસે ડ્રગ્સનો વેપલો કરતા સ્પામાં કામ કરતી એક યુવતી સહિત 4 લોકોની ધરપકડ કરી • સાણંદ પોલીસને બાતમી મળી હતી કે ધવલ ઉર્ફે લવલી મનુભાઇ દરજી પોતાની બાબા ફેશન નામની કપડાંની દુકાનમાં MD ડ્રગ્સનું વેચાણ કરે છે. આ માહિતીના આધારે પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો, જેમાં આરોપી ધવલ રંગેહાથે ઝડપાઈ ગયો હતો. • પોલીસની તપાસમાં ખુલાસો થયો કે ધવલ આ ડ્રગ્સ રાજસ્થાનના ઉદેપુરની ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ, બનાસકાંઠાના ડીસાના વીકીકુમાર ઠાકોર અને અમદાવાદના બાપુનગરના જય પટેલ પાસેથી લાવતો હતો. પોલીસે આ ત્રણેય સપ્લાયરોને પણ ઝડપી પાડ્યા છે. • રેડ દરમિયાન દુકાનમાંથી 21.48 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 2,14,800 છે. આ ઉપરાંત ખાલી પ્લાસ્ટિકની ઝીપલોક પડીકીઓ અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 2,44,800 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. • સાણંદ પોલીસે આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમના નામ ધવલ ઉર્ફે લવલી દરજી, ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ, વીકી ઠાકોર અને જય પટેલ છે. આ ચારેય આરોપીઓ એકબીજા સાથે મળીને સાણંદ અને બોપલના આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા હતા. • આરોપી ધવલ પોતાની કપડાંની દુકાનમાં ડ્રગ્સનો જથ્થો છુપાવીને વેચાણ કરતો હતો. ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ બોપલના સોબો સેન્ટર ખાતે આવેલા ધ-વન સ્પામાં કામ કરે છે અને તે MD ડ્રગ્સ મુંબઈ તેમજ રાજસ્થાનથી મેળવીને અમદાવાદમાં વેચાણ કરાવતી હતી. મુસ્કાનનો બોયફ્રેન્ડ વીકી ઠાકોર અને જય પટેલ અવારનવાર તેના સ્પામાં જઈને ડ્રગ્સનો જથ્થો લઈ જતા હતા. • તપાસમાં સામે આવ્યું છે કે વીકી ઠાકોર અગાઉ હત્યાના ગુનામાં પાંચ વર્ષ જેલમાં રહી ચૂક્યો છે અને જેલમાંથી છૂટ્યા બાદ તે ડ્રગ્સના રેકેટ સાથે જોડાયો હતો. પોલીસને શંકા છે કે આ ડ્રગ્સના રેકેટના તાર બોપલના સ્પા સેન્ટર સાથે પણ જોડાયેલા હોઈ શકે છે, જેથી તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Drugs spa Ahmedabad rural ]
Postsઅમદાવાદ એરપોર્ટ પરથી ફરી ઝડપાયો હાઈબ્રિડ ગાંજો! • અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમી આધારે બેંકોકથી આવી રહેલી VietJet Airની ફ્લાઇટ નંબર VZ-750માં એક મુસાફર હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યો. • ફ્લાઇટ લેન્ડ થતાં ચોક્કસ બાતમીવાળા મુસાફરને અટકાવી અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી, જોકે તેણે પોતાની પાસે કંઈ વાંધાજનક ન હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ તેની બેગ ચેક કરતાં તેમાંથી ચાર વેક્યૂમ-સીલ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. • તપાસ કરતાં આ બેગમાં હાઇબ્રિડ ગાંજો હોવાનું જણાયું હતું. અધિકારીઓએ 1.05 કરોડ રૂપિયાનો 1.10 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે લઈ મુંબઈના ઉલ્હાસનગરના મુસાફરની ધરપકડ કરી છે. • આ ગાંજો કોના માટે લાવવામાં આવતો હતો તેની તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા પણ ડિપાર્ટમેન્ટ દ્વારા એરપોર્ટ પરથી બે મુસાફરોને સવા બે કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Hybrid weed drugs smuggle Ahmedabad SVPI airport costom officers ]
6 Apr 2026
Postsગુજરાત ATS અને બનાસકાંઠા SOGની સંયુક્ત કાર્યવાહીમાં પંજાબના અમૃતસરના નંગલ પનુઆલના રહેવાસી બિક્રમજિતસિંહ ઉર્ફે વિક્કી કશ્મીરસિંહને ડીસા (બનાસકાંઠા)ના એક ઢાબામાંથી મજૂરી કરતા ઝડપી પાડ્યો છે. • તે પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ (શહેઝાદ) ભટ્ટીની ગેંગનો સક્રિય સાગરીત હતો અને ISI સાથે જોડાયેલા નેટવર્ક માટે કામ કરતો હતો. • પંજાબ પોલીસના ચોક્કસ ઇનપુટ પર આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે તે પંજાબમાં ગ્રેનેડ સ્મગલિંગ અને પોલીસ સ્ટેશન તેમજ સુરક્ષા એજન્સીઓ પર હુમલાની યોજનાઓમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે સ્થાનિક યુવકોને ગેંગમાં જોડતો અને ભટ્ટી તેમજ આબિદ જટની સૂચના મુજબ કામ કરતો હતો. • આ કેસમાં બિક્રમજિતસિંહને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ધરપકડ પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ક્રોસ-બોર્ડર ગ્રેનેડ સપ્લાય નેટવર્કને રોકવામાં મોટી સફળતા માનવામાં આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Punjab Pakistan gangster squad bikramjitsinh gujarat ATS ]
6 Apr 2026
Postsમિરઝાપુર કોર્ટની રિનોવેશન કામગીરીમાં જ નિયમોના ઉલાળ્યા! છેલ્લા કેટલાક દિવસોથી કોર્ટની રિનોવેશન કામગીરી શરૂ કરી છે જેમાં હાલ બાંધકામ તોડવાની પ્રકિયા ચાલી રહી છે પરંતુ તેની કામગીરી દરમિયાન કોઈ પ્રકારનો ગ્રીન નેટ બાંધવામાં આવી નથી જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભારે ધૂળ ફેલાય છે. • ધૂળની ડમરીઓ રોજ વાહનચાલકો તેમજ આજુબાજુમાં રહેતા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. • વળી એક સપ્તાહ પહેલા પણ મીડિયા અહેવાલોમાં આ મુદ્દો ચગ્યો હતો છતાં પણ જવાબદારો દ્વારા કોઇ ચોક્કસ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જો કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગમાં આ પ્રકારે કામગીરી થતી હોય તો મસમોટો દંડ ફટકારવામાં આવે છે પરંતુ આવી જગ્યાએ કોર્પોરેશનનું અસાધ્ય મૌન પ્રશ્ન ઊભુ કરે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Mirzapur court demolition air pollutants ]
6 Apr 2026
Postsસરખેજ પોલીસે બોપલથી મુમતપુરા તરફ જતા એસપી રિંગ રોડ પર આવેલા બાઇકર્સ કાફેની સામે અવાવરૂ પ્લોટમાં ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાંથી 456 બોટલ દારૂ-બિયરનો જથ્થો કબ્જે કર્યો છે. • પકડાયેલો આરોપી: શાંતિલાલ ચૌધરી (રહે. ઘાટલોડિયા, મૂળ રાજસ્થાન) • સરખેજ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા એક ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાં તપાસ કરતા કુલ 456 બોટલ બિયર અને દારૂની મળી આવી. • કારમાંથી શાંતિલાલ નામનો માણસ મળી આવ્યો જેની પૂછપરછ કરતા તે આ દારૂ ઉદેપુરથી ખેમરાજ પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું • આ દારૂ બોપલ, સાણંદ અને શેલા જેવા વિસ્તારોના બૂટલેગરને સપ્લાય કરવાનો હતો. • આરોપી અગાઉ વર્ષ 2018માં સોલા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન કેસમાં પકડાયો હતો. • પોલીસે ₹1.95 લાખના દારૂ સાથે કુલ ₹4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Liquor SP ring road mumatpura Bopal shela wrong RTO number plate ]
6 Apr 2026
Postsઅમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 60 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર! • વિધાર્થિનીઓને શુક્રવારથી પેટમાં દુખાવો શરૂ થયો હતો અને રવિવારે અચાનક ઝાડા, ઉલટી, તાવ અને અશક્તિના લક્ષણો વધતાં તમામને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. • હાલની સ્થિતિ (સોમવાર સુધીની) - કુલ 60 જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્પિટલ પહોંચી. - 21ને ગંભીર લક્ષણોને કારણે દાખલ કરવામાં આવી. - તેમાંથી 3ને તબિયત સુધરતાં રજા આપી દેવાઈ. - હાલમાં 18 વિદ્યાર્થીનીઓ હજુ ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલમાં છે. કેટલીકનું બ્લડ પ્રેશર ફ્લક્ચુએટ થઈ રહ્યું છે તેનું મોનિટરિંગ ચાલુ છે. - બાકીની 36ને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે. • ક્યાં કારણે ફૂડ પોઇઝનિંગ થયું? વિદ્યાર્થીનીઓએ બહારથી દાબેલી અને પાણીપુરી ખાધી હતી. હોસ્ટેલમાં તેઓએ ઈદડા, સેવ ખમણી અને ખીચડી ખાધી હતી. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગ જ હોવાનું સામે આવ્યું છે. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક હોસ્ટેલે પહોંચી ગઈ હતી. ત્યાંથી પાણી અને ખોરાકના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હોસ્ટેલના રસોડાની પણ તપાસ કરવામાં આવી છે. હોસ્ટેલમાં 900 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Saurastra patel girls hostel food poision ]
6 Apr 2026
ReelsAhmedabad, shopping just got more exciting! 🔥👕 At Kilo Kulture, fashion is measured differently. Simply choose the clothes you love, place them on the billing counter scale, and shop stylish outfits by weight. And the best part? Show this reel at the billing counter, follow Kilo Kulture Instagram page, and get 10% OFF on your total bill. 🛍️ More fashion. Better value. Smarter shopping. 📍 Chandkheda, Ahmedabad #KiloKulture #AhmedabadShopping #FashionDeals #ShopByWeight #AhmedabadFashion
5 Apr 2026
Posts"સિંધુથી સાબરમતી" સુધીની સફર, છેલ્લા 9 વર્ષમાં અમદાવાદમાં 1295 પાકિસ્તાની લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ મળ્યું છે. • પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર થતી સતામણી અથવા ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતમાં આવીને સ્થાયી થયા હતા. • છેલ્લા 10 વર્ષમાં કુલ 2049 અરજીઓ મળી હતી, જેમાંથી હજુ 500 થી 700 જેટલી અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. • અમદાવાદના મેઘાણીનગર, સરદારનગર, બાપુનગર અને નરોડા જેવા વિસ્તારોમાં આ પરિવારો મુખ્યત્વે વસવાટ કરે છે. • 2016 અને 2018થી અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના કલેક્ટરને સીધી નાગરિકતા આપવાની સત્તા સોંપવામાં આવી છે. • CAA (2019) ની અસર: નાગરિકતા સુધારા કાયદા હેઠળ રહેઠાણનો સમયગાળો 11 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો છે (31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા લોકો માટે). • ઓનલાઇન અરજી બાદ કેન્દ્રીય અને રાજ્ય આઈબી (IB) દ્વારા તપાસ કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે 6 થી 8 મહિનાનો સમય લાગે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Pakistani indian citizen CAA ]
4 Apr 2026
Postsઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા IPL 2026ની સિઝન દરમિયાન મેમનગર તળાવ સામેના આનંદ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલતા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રેકેટને ઝડપી પાડવામાં આવ્યો છે. • 3 એપ્રિલ 2026 (શુક્રવાર), રાત્રે 11:15 વાગ્યે આનંદ પાર્ક એપાર્ટમેન્ટનો એક ફ્લેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) vs પંજાબ કિંગ્સ (PBKS) લાઈવ રમાઈ રહી હતી, જેના પર હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હતો. • સટ્ટો રમતા કુલ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તમામ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને અમદાવાદમાં રહે છે અને ખાનગી નોકરી/વ્યવસાય સાથે જોડાયેલા છે. • જપ્ત મુદ્દામાલ: - 16 મોબાઈલ ફોન - રોકડ ₹50,110 - અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો સહિત કુલ ₹3.10 લાખનો મુદ્દામાલ • ધરપકડ પામેલા આરોપીઓ: - કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર (24 વર્ષ, ચાંદલોડિયા) - અભય પ્રવીણભાઈ ઠક્કર (30 વર્ષ, મેમનગર) - યશકુમાર મહેશકુમાર અખાણી (30 વર્ષ, મેમનગર) - મીત પ્રકાશભાઈ જયસ્વાલ (25 વર્ષ) - કલ્પેશભાઈ ટેકચંદભાઈ ઠક્કર (35 વર્ષ) - ધ્રુવ દિલીપભાઈ ઠક્કર (27 વર્ષ) • મુખ્ય સૂત્રધારો: પૂછપરછમાં અભય ઠક્કર અને યશકુમાર અખાણીએ ભાડે લીધેલા ફ્લેટમાં આ પ્રવૃત્તિ ચાલતી હતી. મોટા માથાઓ તરીકે સાયન્સ સિટીના કિશન ઠક્કર, પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કરની સંડોવણી સામે આવી છે. તેઓ બેટિંગ આઈડી સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ તેમને પકડવા માટે તપાસ ચાલુ રાખી છે. • આરોપીઓએ pdm999, dollar365 અને allpanelexch9 જેવી વિદેશી વેબસાઈટ્સ/એપ્સ પર મલ્ટિપલ યુઝર આઈડી બનાવીને ઓડ્સ જોઈને સટ્ટો લગાવતા હતા. તપાસમાં આ એકાઉન્ટ્સમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ipl cricket gambling match memnagar crime branch police ]
Postsલોકસભામાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, હવે નાની ટેકનિકલ ભૂલોમાં સજાના બદલે સુધારા પર ભાર મૂકાશે! • હવે ઘણા બધા જોગવાઈઓમાંથી જેલની સજા બાદ કરીને માત્ર દંડ જ રાખવામાં આવ્યો. • "ભૂલ" અને "ગુના" વચ્ચેનો તફાવત આ બિલનો પાયો એ છે કે સામાન્ય માણસ કે વેપારી દ્વારા થતી નાની, અજાણતા કે પ્રક્રિયાગત ભૂલને 'ફોજદારી ગુનો' ન ગણવો જોઈએ. આવી ભૂલો માટે હવે જેલની સજા નહીં, પણ માત્ર આર્થિક દંડ થશે. • ઇન્સ્પેક્ટર રાજની સમાપ્તિ પહેલા નાના ઉલ્લંઘનો માટે જેલની બીક બતાવીને ભ્રષ્ટાચાર કે કનડગત થતી હતી. હવે જેલની જોગવાઈ નીકળી જવાથી અધિકારીઓની મનસ્વી સત્તા ઘટશે. • 79 કાયદાઓમાં એકસાથે સુધારો આ કોઈ એક કાયદો નથી, પણ એક સુધારા બિલ' છે. જેણે પર્યાવરણ, ખેતી, ઉદ્યોગ, આઈટી અને પોસ્ટ જેવા 23 મંત્રાલયોના 79 જેટલા જૂના અને જટિલ કાયદાઓની 784 જોગવાઈઓને આધુનિક અને ઉદાર બનાવી છે. • કોર્ટનું ભારણ ઓછું કરવું નાના-નાના કેસો માટે હવે વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. મોટાભાગના કેસોનો નિકાલ 'એડજ્યુડિકેટિંગ ઓફિસર' દ્વારા વહીવટી સ્તરે જ થઈ જશે, જેથી ન્યાયતંત્ર ગંભીર ગુનાઓ પર ધ્યાન આપી શકશે. • ઈઝ ઓફ ડુઈંગ એન્ડ લિવિંગ આ બિલનો અંતિમ હેતુ ભારતમાં વેપાર કરવો સરળ બનાવવાનો અને સામાન્ય નાગરિકના જીવનમાંથી બિનજરૂરી કાનૂની ગૂંચવણો દૂર કરવાનો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Amendment bill Jan vishvash bill Decriminalization penalty ]
4 Apr 2026
Reelsભરબપોરે ખાખીની શાન, પણ શું તમે રાખ્યું છે તબિયતનું ધ્યાન? ટ્રાફિક પોલીસ મિત્રો, આ કાળઝાળ ગરમીમાં ફક્ત પાણી પૂરતું નથી. પરસેવા સાથે શરીરના જરૂરી મિનરલ્સ પણ નીકળી જાય છે. ટ્રાફિકના ધુમાડા અને ગરમી વચ્ચે તમારી એનર્જી જાળવી રાખવા માટે Puriteo Electrolyte Effervescent Tablet છે સૌથી સરળ ઉપાય સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ahmedabad_traffic_police @puriteonutrition Website: www.puriteo.in #puriteo #ahmedabadtrafficpolice #ahmedabadpolice #puriteoelectrolyteeffervescenttablets #puriteoelectrolyte
4 Apr 2026
Postsહોટલ કે રેસ્ટોરન્ટમાં વપરાતું પનીર અસલી છે કે એનાલોગ તેનું સ્પષ્ટ બોર્ડ લગાવવું ફરજિયાત! • રાજ્યમાં અનેક સ્થળોએથી પકડાયેલ નકલી પનીરને પગલે હવે બજાર કે રેસ્ટોરન્ટમાં અસલી પનીર કે એનાલોગ પનીરનો વપરાશ થાય છે તે ગ્રાહકને જણાવવું ફરજિયાત. • માહિતી છુપાવનાર એકમને રૂપિયા બે લાખ સુધીનો દંડ કરવામાં આવશે. • અસલી પનીરની નામે એનાલોગ પનીરથી બનતી વાનગીઓ ગ્રાહકોને પીરસવા પર એકમોને ફટકારશે દંડ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Real analogue paneer hotel restaurant health food ]
4 Apr 2026
Postsજનતાનું કામ “કરી નાખવા” કાર્યકારો આતુર અને ઉત્સાહી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMC election 2026 corporation ]
4 Apr 2026
Postsઆજે અમદાવાદમાં IPL મેચ! • મેટ્રો રાત્રિના મોડે સુધી દોડશે, સ્પેશિયલ પેપર ટિકિટ સાથે ભીડને નિયંત્રિત કરાશે. • જનપથ ટી થી સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને મોટેરા ગામ ટી સુધીનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે, લોકો વૈકલ્પિક રસ્તે અવરજવર કરી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cricket IPL match Gujarat Titans narendra modi stadium motera sabarmati metro road close notification ]
4 Apr 2026
Reelsઅમદાવાદ શહેરમાં વાતાવરણ અચાનકથી પલટો! • સાંજના 6 વાગ્યા બાદ ભારે ગતિએ પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી, વાહનચાલકો થયા પરેશાન! • હવામાન વિભાગ દ્વારા રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી, અમદાવાદ આસપાસના વિસ્તારોમાં અમુક સ્થળોએ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Rain thunderstorm warning windy ]
3 Apr 2026
PostsAMC દ્વારા શહેરના લગભગ 70 તળાવોમાં ઓક્સિજન લેવલ વધારવા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે ₹3.75 કરોડના ખર્ચે જેટ અરેટર લગાવાશે. • આ પ્રોજેક્ટમાં શું થશે? - જેટ અરેટર, ફ્લોટિંગ ફાઉન્ટેન અને પેડલ વ્હીલ અરેટર લગાવવામાં આવશે. - પેડલ વ્હીલ અરેટર તળાવના પાણીને ઉપર-નીચે ફેરવશે, જેથી નીચેનું ગંદુ પાણી ઉપર આવે અને ઓક્સિજન સમાન રીતે વહેંચાય. - હાનિકારક વાયુઓ જેવા કે એમોનિયા, હાઈડ્રોજન સલ્ફાઈડ અને મીથેન બહાર નીકળી જશે. - ડિઝોલ્વ્ડ ઓક્સિજન (DO) વધશે, જે માછલીઓ અને અન્ય જળચર જીવો માટે અત્યંત જરૂરી છે. • કયા વિસ્તારમાં શરૂ થયું છે? ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમ કે: - આંબલી તળાવ - આર.એમ.એસ. તળાવ - બોડકદેવ તળાવ - સોલા ગામ તળાવ - ઉગતી લેક (ગોતા) - ઝાંઝરીયું અને કચરીયું તળાવ (ગોતા વોર્ડ) - ગુલમહોર, દેવસિટી, કોપરણ તળાવ - ઓગણજનું કાળી તળાવ વગેરે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Lake aerators jet gota ambali bodakdev oxygen level dissolve oxygen ]
3 Apr 2026
Posts🏏 The excitement of the Indian Premier League 2026 continues as Gujarat Titans take on Rajasthan Royals at the iconic Narendra Modi Stadium on 4th April 2026! Planning to attend the match? Skip the parking stress and book your parking slot in advance with the ShowMyParking app. 🚗 Secure your parking now and enjoy the game without any hassle. 🔗 Book here: https://showmyparking.onelink.me/789G/ndmafark #IPL2026 #ShowMyParking #AhmedabadEvents #GTvsRR #MatchDayReady
3 Apr 2026
Postsઅમદાવાદના સોલા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ટાટા હેરિયર કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. • 2 એપ્રિલની સાંજે હેતાર્થ પાર્ટી પ્લોટ નજીક વિહત બંગલોઝ પાસેના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી કારમાંથી લાશ હોવાની જાણ થતાં સોલા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પોલીસે કાર ખોલીને તપાસ કરતાં અંદર ડ્રાઈવિંગ સીટ પર સીટબેલ્ટ બાંધેલી હાલતમાં આશરે 45 વર્ષીય હર્ષદભાઈ પ્રજાપતિ (રહે. શેલા ગામ)નો મૃતદેહ મળી આવ્યો હતો. • મૃતક શેરબજાર સાથે સંકળાયેલો વ્યવસાય કરતા હતા. પ્રાથમિક તપાસમાં તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જેથી હાર્ટ એટેક જેવા સ્વાભાવિક કારણસર મોત નીપજ્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. • સોલા પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે કે મૃતક કારમાં કેવી રીતે પહોંચ્યા, કાર કોની માલિકીની છે અને મોત પહેલાં તેઓ કોને મળ્યા હતા કે નહીં. પોસ્ટમોર્ટમ અહેવાલ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Shela gota science City road ]
3 Apr 2026
Postsગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પડતી અસુવિધાઓને કારણે વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું • હાલ હોસ્ટેલમાં છતના પોપડા પડવા, રૂમનું જર્જરિત હોવું, બાથરૂમ અને ટોયલેટમાં તેમજ સાથે પીવાના પાણીની તંગી તેમજ અન્ય સમસ્યાઓનું વહેલી તકે સમાધાન લાવવા માટે વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આવેદન આપવામાં આવ્યું હતું. • હાલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં અનેક વિધાર્થીઓ રહે છે ત્યારે પાયાની સુવિધાના અભાવે અનેક વિધાર્થીઓના અભ્યાસક્રમમાં પણ ખલેલ પહોંચે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat University hostel drinking water bathroom toilet washbasin gutter issue ]
3 Apr 2026
Postsશાહીબાગ અંડરપાસ આગામી 5 દિવસ આંશીક રીતે બંધ! • 3 એપ્રિલથી 7 એપ્રિલ સુધી દિવસ દરમિયાન બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. • આ સમય દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગે મુસાફરી કરવાની રહેશે. • અંડરપાસ ઉપર આવેલા રેલવે ટ્રેકની મરામતના લીધે અંડરપાસ બંધ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Shahibaug underpass close during day time railway track maintenance traffic alternative route ]
3 Apr 2026
ReelsESIC જનરલ હોસ્પિટલના હાઉસકીપિંગ મહિલા સ્ટાફ સાથે અભદ્ર માંગણી! • અમદાવાદમાં બાપુનગર રખિયાલ સ્થિત ESIC હોસ્પિટલમાં નવા આવેલા કોન્ટ્રાકટરે જૂના કર્મચારીઓને અચાનક કોઈ અગાઉ નોટિસ આપ્યા વગર કાઢી મૂક્યા અને ફરી રાખવા માટે અભદ્ર માંગણી કર્યાના મહિલા કર્મચારીઓ દ્વારા આક્ષેપ! • મહિલા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં હાઉસકીપિંગ માટે નવા આવેલા કોન્ટ્રાક્ટરે તેના સુપરવાઇઝર મારફતે અમને ફરી એકવાર નોકરી રાખવા માટે અભદ્ર માંગણી કરી હતી તેમજ ₹20,000 પણ માંગ્યા હતા. • હાલ હાઉસ કીપિંગ સ્ટાફમાં 70 થી વધારે કર્મચારીઓ ફરજ બજાવતા હતા જેમાંથી 50% સ્ટાફને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર કાઢી મૂકવામાં આવ્યા અને ફરી એકવાર નોકરી રાખવા માટે પૈસા તેમજ અભદ્ર માંગણી કર્યાના આક્ષેપો ઉઠ્યા છે. • આ સમગ્ર મામલે રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા જાણવાજોગ અરજી લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. • હાઉસ કીપિંગ સ્ટાફમાં નોકરી રાખવા બાબતે અગાઉ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા પૈસા માંગવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં ફરિયાદો પણ થઈ હતી. પરંતુ આ વખતે મહિલા કર્મચારીઓ દ્વારા અભદ્ર માંગણી થઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે જેની સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ! Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ House keeping staff ESIC hospital bapunagar rakhiyal police station ahmedabad police hospital staff ]
2 Apr 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ નાણાકીય વર્ષ 2025-26માં ટેક્સની આવકમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. કુલ ટેક્સ આવક ₹2373.17 કરોડ સુધી પહોંચી છે, જે AMCના ઈતિહાસમાં એક વર્ષમાં થયેલી સૌથી વધુ આવક છે. • વર્ષવાર સરખામણી - ચાલુ વર્ષ (2025-26): ₹2373.17 કરોડ - ગત વર્ષ (2024-25): ₹2254.15 કરોડ - વધારો: ₹119.03 કરોડ (લગભગ 5.28% વધારો) • વિભાગવાર આવક (2025-26) - પ્રોપર્ટી ટેક્સ — ₹1833.24 કરોડ (સૌથી મોટો હિસ્સો) - પ્રોફેશનલ ટેક્સ — ₹274.79 કરોડ - વ્હીકલ ટેક્સ (વાહન વેરો) — ₹238.87 કરોડ - ટ્રાન્સફર ફી / TSF Charges — ₹26.27 કરોડ • કુલ આવક — ₹2373.17 કરોડ • ગત વર્ષની સરખામણીમાં વૃદ્ધિ - પ્રોપર્ટી ટેક્સ: ₹1745.61 કરોડથી વધીને ₹1833.24 કરોડ - પ્રોફેશનલ ટેક્સ: ₹270.15 કરોડથી વધીને ₹274.79 કરોડ - વ્હીકલ ટેક્સ: ₹224.84 કરોડથી વધીને ₹238.87 કરોડ - ટ્રાન્સફર ફી: ₹21.94 કરોડથી વધીને ₹26.27 કરોડ • 31 માર્ચ (નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ)ની સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ પેટે જ લગભગ ₹40.07 કરોડની આવક થઈ હતી. અધિકારીઓના અંદાજ મુજબ રાત સુધીમાં વધુ ₹5 કરોડનો વધારો થયો હશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Amdabad municipal corporation income Property professional vehicle tax ]
2 Apr 2026
Postsઅમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે 31 માર્ચની રાત્રે યોજાયેલા એક લગ્ન સમારંભમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર! • રાત્રે લગભગ 10 વાગ્યે પીરસવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાં ચિકન/મટન બિરયાની, ફિશ, ડ્રાયફ્રૂટ હલવો, દહીં વડા, છાશ અને મોકટેલનો સમાવેશ થતો હતો. ખોરાક ખાધાના ત્રણથી ચાર કલાકની અંદર જ ઘણા લોકોને ઝાડા, ઉલટી અને પેટમાં તીવ્ર દુખાવાની અસર થવા લાગી હતી. • આ ઘટનામાં અંદાજે 70 થી 80 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમને ચેપી રોગ હોસ્પિટલ, શિફા હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. ફૂડ વિભાગે મટન બિરયાની, હલવો, માછલી અને માવાના નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. તેમજ સપ્લાયર અને યજમાનના નિવાસસ્થાનેથી પાણીના નમૂના પણ એકત્રિત કરવામાં આવ્યા છે. જવાબદાર કેટરિંગ સેવા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. • AMCની રોગચાળા શાખાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય સર્વેલન્સ, ORS પેકેટ અને ક્લોરિન ગોળીઓનું વિતરણ તેમજ આરોગ્ય જાગૃતિના પગલાં શરૂ કર્યા છે. લેબોરેટરી અહેવાલો આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે કયા ખાદ્ય પદાર્થ અથવા પાણીને કારણે આ ઘટના બની હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Food poision kankariya picnic house function health doctor hospital ]
2 Apr 2026
Postsસાસણગીરના જંગલોમાંથી પસાર થતી સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધરોહર સમાન મીટર ગેજ ટ્રેનમાં હવે વિસ્ટાડોમ કોચ લગાવવામાં આવશે. • હાલ ગાઢ જંગલોમાંથી પસાર થતી જુનાગઢ-દેલવાડા ટ્રેનમાં આ કોચ લગાવવાનું આયોજન • 360 ડિગ્રી ફરી શકે તેવી સીટમાં બેસીને જંગલની હરિયાળી અને ખુલ્લા આકાશનો નજારો માણી શકાશે, આ સાથે જ જંગલી પ્રાણી-પક્ષીઓ પણ જોઈ શકાશે. • ભાવનગર રેલવે ડિવિઝનમાં આવતી આ ટ્રેન આગામી સમયમાં શરૂ કરવામાં આવશે, હાલ આ રૂટ પર સામાન્ય કોચવાળી ટ્રેન ચાલી રહી છે, આગામી ચાર-પાંચ મહિનામાં આ વિસ્ટાડોમ કોચ સાથે ટ્રેન શરૂ કરતા પ્રવાસના ક્ષેત્રે વધુ વેગ મળશે. • આ ટ્રેન જંગલમાંથી પસાર થતી હોય તેના કારણે વન્યપ્રાણી જીવોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે આ ટ્રેનની મહત્તમ ઝડપ 30 કિમી પ્રતિ કલાક સુધી જ સીમિત રાખવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Train vistadom sasan gir jungle safari junagadh delvada ]
2 Apr 2026
Postsહવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તાપમાન અને હીટવેવનું પૂર્વાનુમાન ચોક્કસાઈથી કરી શકશે! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ માર્ચ 2026માં જ સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સેટલિઓ લેબ્સ (SatLeo Labs) સાથે આ જોડાણ જાહેર કર્યું છે. આ સ્ટાર્ટઅપમાં ISROના પૂર્વ વૈજ્ઞાનિકો સામેલ છે અને તેઓ ઉચ્ચ-રીઝોલ્યુશન થર્મલ સેટેલાઇટ ડેટા + AI/MLનો ઉપયોગ કરીને શહેરના હીટ હોટસ્પોટનું 3 દિવસ અગાઉ ચોક્કસ લોકેશનનું પૂર્વાનુમાન આપે છે. • કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ? - સેટેલાઇટથી લેન્ડ સરફેસ ટેમ્પરેચર (LST) ડેટા લેવામાં આવે છે. - 30x30 મીટરના સ્પેશિયલ રિઝોલ્યુશન સાથે ચોક્કસ તાપમાનની આગાહી કરવામાં આવે છે. - AI અને મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સથી હોટસ્પોટ ઓળખાય છે. - હાલમાં 46 જેટલા હીટ હોટસ્પોટની યાદી તૈયાર કરવામાં આવી છે (જેમાં પૂર્વ ઝોનમાં 17, દક્ષિણમાં 14, ઉત્તરમાં 8 વગેરે વિસ્તારો સામેલ છે). આ હોટસ્પોટની આસપાસ 1-2 કિમી વિસ્તારમાં વધુ ગરમી અનુભવાઈ શકે છે. - ચોકસાઈમાં ±2-3°Cનો ફેરફાર હોઈ શકે છે, પરંતુ આ પૂર્વસૂચના નાગરિકોને સમયસર સાવચેતી રાખવા માટે ખૂબ જ મદદરૂપ છે. • કેવી રીતે જાણી શકો? AMCએ વિશેષ પોર્ટલ બનાવ્યું છે જ્યાં તમે તમારા વિસ્તારનું 3 દિવસ અગાઉનું તાપમાન અને હોટસ્પોટ પૂર્વાનુમાન જોઈ શકો છો. • લિંક: https://amc.satleolabs.com/view આ પગલું અમદાવાદના હીટ એક્શન પ્લાનને વધુ મજબૂત બનાવે છે અને તાપમાન 5 ડિગ્રી વધવાની આગાહી વચ્ચે નાગરિકોને આગોતરી માહિતી આપીને હીટ સ્ટ્રોક જેવા જોખમો ઘટાડવામાં મદદ કરશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Hwatwave setleo temperature summer ]
Postsઅમદાવાદ સિવિલ હોસ્પિટલ (અસારવા) ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ માટે અત્યાધુનિક 'રેનબસેરા' ની સુવિધા શરૂ, આ સુવિધા ખાસ કરીને એવા પરિવારો માટે આશીર્વાદરૂપ છે જેઓ દૂરથી સારવાર માટે આવે છે. ₹60 કરોડના ખર્ચે 8 માળની અત્યાધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ. • દૈનિક ચાર્જ: અહીં રહેવા માટેનો ચાર્જ ₹80 પ્રતિ 24 કલાક જેવો રાખવામાં આવ્યો છે. • મુખ્ય સુવિધાઓ 60 કરોડના ખર્ચે બનેલા આ 8 માળના અત્યાધુનિક બિલ્ડિંગમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ: - આ રેનબસેરામાં કુલ 858 બેડની વ્યવસ્થા છે. - સ્વચ્છ ડોર્મિટરી રૂમ્સ અને સુરક્ષિત વાતાવરણ. - ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું. - સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની વ્યવસ્થા - બેઝમેન્ટમાં 58 ફોર-વ્હીલર અને 91 ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા. - બેંક (ATM), દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે 8 દુકાનો, ટીવી રૂમ અને રિસેપ્શન એરિયા, પર્યાપ્ત શૌચાલય અને સફાઈની વ્યવસ્થા. • આ સુવિધાને કારણે દર્દીઓના સગાએ હોસ્પિટલના કોરિડોર કે ફૂટપાથ પર રાત વિતાવવી પડશે નહીં, અને તેઓ સુરક્ષિત રીતે હોસ્પિટલના કેમ્પસમાં જ રહી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Renbasera civil hospital asarva medicity ]
1 Apr 2026
Reels☀️ ખાલી Panel & Inverter જોઈને Solar લેશો? 🤔 ઘણા લોકો price જોઈને decision લઈ લે છે… 😄 Gyani Baba કહે છે: • “સસ્તું છે તો લઈ લઈએ!” 👉 Kaushikbhai સમજાવે છે 👇 • Solar system માત્ર panel + inverter નથી ❌ • Cables, Structure, ACDB, DCDB, Switchgear પણ equally important છે ✔️ 👉 Reality 👇 ✔ Low quality components = Future problems ✔ Poor Materials = Low performance ✔ Cheap system = Hidden loss 💸 🚗 Example: • સસ્તી ગાડી લઈએ પણ engine weak હોય તો? 👉 Same logic solar માં પણ લાગુ પડે છે! 👉 Complete system quality check કરવું જ જરૂરી છે 💯 ⚡ Smart Decision = Long-term Saving 📞 +91 816 067 6453 📞 +91 95102 15816 #SolarTips #SolarInstallation #SolarIndia #SolarSystem #SmartDecision SolarKnowledge RenewableEnergy Heatwell SolarAwareness QualityMatters
1 Apr 2026
Postsઅમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીનો જંગ જામશે! તારીખ જાહેર! • રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં અમદાવાદ સહિતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીનો સમાવેશ થાય છે. • અમદાવાદ સહિત ગુજરાત ભરમાં 26 એપ્રિલ રવિવારે મતદાન યોજાશે. 28 એપ્રિલે મતગણતરી થશે. • અમદાવાદમાં પણ આ વખતે મહાનગરપાલિકા જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારશે. એટલે ત્રિપાંખો જંગ થશે. • મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર AIMIM પોતાના ઉમેદવારો ઉતારશે. • અમદાવાદ શહેરમાં છેલ્લા સમયમાં ઊભી થયેલી પાણી, ગટર, અને રોડ રસ્તા જેવી જરૂરી બાબતોને લઈને લોકોનો મિજાજ કેવો રહે છે તે આ ચૂંટણીમાં દેખાઈ શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Municipal corporation Election AMC local body election Ahmedabad Election commission ]
1 Apr 2026
Postsમાધુપુરા વિસ્તારમાં હત્યાના આરોપીએ પેરોલ જંપ કરી મૃતક યુવકના ઘરની બહાર રહેલી ગાડીના કાચ તોડ્યા! • અમદાવાદના માધુપુરા વિસ્તારમાં જૈમિન ઠાકોર નામ યુવકની ઘરની બહાર પાર્ક કરેલી ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ હત્યાના આરોપી કરણ રાજપૂત અને તેના સાગરિતો રાજ ઠાકોર તથા દિપક ઠાકોરે કરી છે. • 31 માર્ચની રાતે જૈમિન ઠાકોર પરિવાર સાથે ખાટુશ્યામ મંદિરથી દર્શન કરીને પરત આવ્યો હતા. ગાડી ઘરની બહાર પાર્ક કરીને તેઓ સૂઈ ગયા હતા. સવારે જ્યારે તેઓ ઊઠ્યા ત્યારે જોયું તો ગાડીનો આગળ અને પાછળનો કાચ તૂટેલો હતો અને દરવાજા પર પણ નુકસાન થયું હતું. આસપાસના CCTV કેમેરામાં આ પૂરી ઘટના કેદ થઈ છે. • CCTV માં જોવા મળ્યું કે એક એક્ટિવા પર ત્રણ યુવકો આવ્યા હતા. તેઓએ પાઇપ અને દંડા વડે ગાડીમાં તોડફોડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેયમાં કરણ રાજપૂત બે વર્ષ પહેલા જૈમિન ઠાકોરના પરિવારના એક યુવકની હત્યાનો આરોપી છે. તે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો, અને હાલ પેરોલ જંપ કરીને નાસતો ફરી રહ્યો છે. • ફરિયાદી જૈમિન ઠાકોરે જણાવ્યું કે આ આરોપીએ અત્યાર સુધીમાં ત્રીજી વખત તેમના પર હુમલો કર્યો છે. તેઓએ ફરિયાદ કરી ત્યારથી તેમના પર આતંક મચાવવામાં આવી રહ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Madhupura police station ]
1 Apr 2026
Postsસૈજપુર બોઘા વોર્ડના પૂર્વ કોર્પોરેટરના ઘરે સ્થાનિકો દ્વારા બબાલ, કોર્પોરેટરની પાંચ વર્ષની ટર્મ દરમિયાન ધૂપસિંહ ચાલીમાં ગટરનું કાયમી સમાધાન ન કર્યા હોવાના આક્ષેપો સાથે લોકોનું ટોળું પૂર્વ કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરીના ઘરે ઘેરાવો. • જો કે સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટરના પરિવાર વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. • હાલ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં આવવાની છે ત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદાર શાસન લાગુ છે, લોકોએ ચૂંટેલા જનપ્રતિનિધિ એ કરેલા વાયદાઓ પૂરા ન થતા સૈજપુર બોઘા વોર્ડમાં આવેલ ઘૂપસિંહ ચાલીના લોકો પૂર્વ કોર્પોરેટર પાસે સમસ્યા લઈને પહોંચ્યા હતા. • સ્થાનિકોનો આક્ષેપ છે કે 5-6 વર્ષથી તેમની ચાલીમાં ગટરની અવારનવાર સમસ્યા સર્જાઈ છે, કોર્પોરેશન દ્વારા માત્ર કામચલાઉ સમાધાન કરવામાં આવે છે. જ્યારે છેલ્લા 6 મહિનાથી સમસ્યા વધુ વકરી છે અને હાલ ગટર ચોક થઈ ગઈ છે. • સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરી હતી તેઓએ નવી ગટર લાઇન નાખી આપવા માટે વાત કરી હતી જો કે ટર્મ પૂરી થઈ ગયા સુધીમાં કશું કામ ન થતા હાલ સ્થાનિકો દ્વારા પૂર્વ કોર્પોરેટના ઘરે સ્થાનિકો પહોંચ્યા હતા. • કોર્પોરેટરે પણ જણાવ્યું હતું કે "તેમણે આ વિશે કોર્પોરેશનમાં માંગ કરી હતી" જો કે ત્યારબાદ સ્થાનિકો અને કોર્પોરેટરના પરિવારજનો વચ્ચે ભારે બોલાચાલી પણ સર્જાઈ હતી. • અત્યારસુધીમાં કોઈપણ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Saijpur bodha ward corporater sewer line problem ]
ReelsNot just another CBSE school… an International CBSE experience. At SWS, learning goes beyond textbooks. Classrooms are filled with discussions, presentations, collaboration, and curiosity — helping students become confident thinkers and communicators. While the strong CBSE academic framework ensures discipline and solid fundamentals, the teaching approach focuses on understanding, application, and global exposure. It’s the balance parents truly look for — strong academics with an international mindset. Because results may matter for a year, but confidence, thinking, and habits shape a lifetime. SWS – The International CBSE School. “Aa CBSE nathi… International CBSE che.” 📍 75–76, N Bopal Rd, behind Raj Thaal B1, off Sardar Patel Ring Road, Bopal, Ahmedabad #SWS #InternationalCBSE #AhmedabadSchools #FutureReadyLearning #EducationWithConfidence
1 Apr 2026
Postsનિકોલ સિવિક સેન્ટરના ધાબા પર રવિવારના રોજ 7 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા. • સિવિક સેન્ટરના પહેલા માળના ધાબા પર રવિવારે રજાનો લાભ લઈને ગોળ કુંડાળી કરીને જુગાર રમતા સાત જણાને પોલીસે ઝડપી પાડ્યા છે. • ઝડપાયેલા આરોપીઓ: - નીતિન ધામેલિયા - વિપુલ પટેલ - હાર્દિક પટેલ - અમિત શર્મા - વિશાલ સાવલિયા - જયમીન ત્રિવેદી - અજય ડોબરીયા • કુલ ₹15 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. • જો કે કોર્પોરેશન કચેરીમાં ચાલતા આ જુગારને લઈને કોર્પોરેશનની સિકયુરિટી અંગે સવાલ, કરોડોના ખર્ચ બાદ પણ સિવિક સેન્ટરમાં આ 7 લોકો કેમ ઘૂસી આવ્યા અને શું આ વિશે કોઈને જાણ હતી કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gambling nikol city civic center ]
31 Mar 2026
Postsઅમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રોડ પર આગામી સમયમાં 250 જેટલી દુકાનો 10 ફૂટ સુધી કપાતમાં જશે • હાલનો 80 ફૂટનો સ્ટેશન રોડ આવનાર સમયમાં 100 ફૂટનો થશે ભવિષ્યમાં થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના ભાગરૂપે કાલુપુર સ્ટેશન રોડ પર ત્રિકોણીય વિસ્તારમાં આવેલ એકમો કપાતમાં જશે જેમાં તેલ બજાર ગુજરાત હાઉસની આગ માં આવેલ દુકાનો, ગેસ્ટ હાઉસ તેમજ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. • હાલ આ રોડ પર સર્વે કરીને રોડની બંને તરફની દુકાનો 10-10 ફૂટની કપાતમાં લેવામાં આવશે, આ માટે આગામી સમયમાં નિયત વળતર આપી દુકાનો કપાતમાં લેવાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kalupur railway station redevelopment road cut ]
31 Mar 2026
ReelsPricing in real estate has always been structured in favour of the developer. Kavisha group asked a simple question: Can this work differently? Downwards is not an offer. It’s a shift in approach. One where the customer finally holds the advantage. #KavishaGroup #DownwardsPricing #AhmedabadRealEstate #HomeBuyingReimagined #RealEstateInnovation
31 Mar 2026
Postsઅમદાવાદ એરપોર્ટ પર એક મહિલા ગુપ્તાંગમાં સોનુ છુપાવીને લાવતા અટકાયત! • અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમે એક મહિલા મુસાફરને ઝડપી પાડી છે. • કુઆલાલમ્પુરથી ફ્લાઈટ નંબર AK-91 દ્વારા 30 માર્ચે અમદાવાદ આવેલી આ મહિલાએ પોતાના ગુપ્ત ભાગમાં કાળી ટેપથી વીંટાળેલી બે લંબગોળ કેપ્સ્યુલ્સમાં સોનાની પેસ્ટ છુપાવી હતી. • ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે કસ્ટમ્સ અધિકારીઓને તેના પર શંકા જતાં તેને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના શરીરના ગુપ્ત ભાગમાંથી કુલ 643 ગ્રામ વજનની સોનાની પેસ્ટ મળી આવી હતી. શુદ્ધિકરણ કરતાં 24 કેરેટનું 553 ગ્રામ સોનું પ્રાપ્ત થયું હતું. • જપ્ત કરવામાં આવેલા આ સોનાની બજાર કિંમત 83 લાખ રૂપિયા છે, મહિલાએ કસ્ટમ્સને જાણ કર્યા વિના ડ્યુટી ચોરી કરવાના ઈરાદે આ દાણચોરીનો પ્રયાસ કર્યો હોવાથી કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ તેની સામે ગુનો નોંધી સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Costom Gold paste private part SVPI Airport smuggle ]
31 Mar 2026
Postsનારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં આજેવહેલી સવારે એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. • ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે મકાનમાં મોટું નુકસાન થયું છે. ધડાકો એટલો જોરદાર હતો કે • ફાયર બ્રિગેડની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેસ લીકેજ થવાથી ઘરમાં ગેસ ભરાયેલો હતો અને વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. નાની ઓરડી જેવા મકાનના પોપડા ઉખડી ગયા હતા અને આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોના નામ: 1. રાજુભાઈ (35) 2. હીરાભાઈ (45) 3. મણિલાલ (50) 4. સોહનભાઈ (ઉંમર ૫૦ વર્ષ) • મકાનમાં પાંચેય વ્યક્તિઓ રહેતી હતી. બ્લાસ્ટ થતાં તેઓ દોડીને બહાર આવ્યા હતા અને સ્થાનિકોની મદદથી તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gas cylinder ghtlodia ]
31 Mar 2026
Reelsસત્તાધાર ફ્લાયઓવર બનીને તૈયાર, લોકો માટે ખુલ્લો મૂકાયો! • ઘાટલોડીયા વિસ્તારમાં પાવાપુરીથી થલતેજ તરફ જતા લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે જેના ભાગરૂપે આ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. • અંદાજિત 103 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. • 29 માર્ચે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બ્રિજનું લોકાપર્ણ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. • આ બ્રિજનું ઉદ્ઘાટન કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવવાના હતા ઉદ્ઘાટનની તકતીમાં પણ તેમનું નામ રાખવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર તેઓ ન આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બ્રિજનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. • આ બ્રિજ બની જતા પશ્ચિમના હજારો વાહનચાલકોને લાંબા ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sattadhar bridge fly over Sattadhar junction Ghatlodia CM bhupendra patel ]
30 Mar 2026
Postsકુબેરનગરમાં એક યુવકે એક વેપારીના ઘરે રાખેલા કૂલરની ચોરી કરી! • કુબેરનગરમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા એક વેપારીએ વેચવા માટે લઈ આવેલા કુલરનો અમુક સ્ટોક ઘરની ગેલેરીમાં રાખ્યો હતો. • એક અજાણ્યા યુવક દ્વારા તેમાંથી એક કુલરની ચોરી કરી, કૂલર લઈ ગયો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cooler thief kubernagar ]
30 Mar 2026
Postsઆધાર અને પાન કાર્ડમાં નામમાં તફાવત હશે, 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ નિષ્ક્રીય થઈ જશે. • જો બન્નેમાં તફાવત હશે તો બન્ને વસ્તુ લિંક નહીં થાય અને જો પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય, તો તે નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય પાન કાર્ડ હોવાને કારણે તમે બેંક એકાઉન્ટ ખોલાવી શકશો નહીં કે બેંકિંગ માટેના મોટા વ્યવહારો કરી શકશો નહીં. • જો વિગતો મેચ નહીં થાય, તો તમારું ઈન્કમ ટેક્સ રિફંડ અટકી શકે છે. જેના લીધે TDS ચૂકવવો પડી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Addhar pan name mismatch income tax TDS ]
30 Mar 2026
Reelsઘણા students ને ખબર નથી… 👇 After Study in UK માં core engineering salary £30K–£40K સુધી જાય છે 💼 પણ ખોટો course પસંદ કરશો તો low-paying job માં અટકી જશો ❌ ⚠️ Right guidance જ success ની key છે 📩 UK માં સાચી career માટે આજે જ PFEC Global Ahmedabad ને DM કરો #StudyInUK #UKEngineering #Fact #StudyAbroadIndia #PFECGlobalAhmedabad
30 Mar 2026
Posts1 એપ્રિલથી દેશના એક્સપ્રેસ-વે અને નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા ભાવમાં વધારો. • 5 ટકા જેટલો ભાવ વધારો થતાં ₹5 થી લઈને ₹25 સુધીનો ભાવ વધારો. • અમદાવાદ-વડોદરા વચ્ચે એક્સપ્રેસ-વેમાં તેમજ વડોદરા-સુરત એક્સપ્રેસ વે સહિત અન્ય ટોલ પ્લાઝામાં પણ ભાવ વધારો. • આ સહિત વાર્ષિક પાસમાં પણ રૂપિયા 75નો ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે કે નવો વાર્ષિક પાસ ₹3,075 માં મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ toll plaza price hike ]
30 Mar 2026
Postsઅમદાવાદમાં 18 બેંકોમાં ₹5.67 લાખ સુધીની નકલી નોટો કેશ ડિપોઝીટ મશીન (CDM) દ્વારા જમા કરવામાં આવી હતી. • RBIની શાખા સહિત અમદાવાદની 17-18 વિવિધ બેંકોના CDM મશીનોમાં આ નકલી નોટો ઘુસાડવામાં આવી હતી. • જેમ મુખ્યત્વે ₹500ની નકલી નોટોનો સમાવેશ થાય છે. • આ નકલી નોટો બેંકોના સેન્સર અને વેરિફિકેશનમાં પકડાઈ ગઈ, જેના કારણે બેંકોએ RBIને જાણ કરી અને પોલીસ તપાસ શરૂ થઈ. આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે. નકલી નોટો જમા કરનાર વ્યક્તિ અથવા ટોળકીની ઓળખ અને ધરપકડ માટે CCTV ફૂટેજ, ટ્રાન્ઝેક્શન ડિટેઈલ્સ અને ખાતા વિગતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આવા કેસમાં બેંકોને 5 કે તેથી વધુ નકલી નોટો મળે તો ફરજિયાત FIR નોંધાવવી પડે છે. • આવા કૃત્ય માટે BNS કલમ 179, 180 (પહેલાં IPC 489B, 489C) હેઠળ કાર્યવાહી થાય છે — 7 વર્ષ સુધીની જેલ + દંડ. જો મોટા પાયે હોય તો સજા વધી શકે છે. • આ ઘટના બેંકોના CDM મશીનોની સુરક્ષા અને નકલી નોટોના વધતા જતા જોખમને રેખાંકિત કરે છે. • પોલીસ તપાસ હજુ ચાલુ છે અને વધુ આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahemdabad cash deposit machine fake currency note scam]
30 Mar 2026
Postsનામ સાંભળતાં જ ઓળખાઈ જાય એવી ઓળખ…, હવે પસંદ કરો તમારી ઓળખનું યોગ્ય નવું સરનામું ✨ Saamarth Heritage Ville – 4 BHK Luxury Villas, Koba Circle, Gandhinagar અહીં લક્ઝરી માત્ર દેખાતી નથી… તે દરેક ક્ષણે અનુભવી શકાય છે. Step into a world of premium 4 BHK villas, private gated community living, prime Gandhinagar location, and an exclusive show house experience — crafted for those who live with vision and legacy. 📞 98250 50341 @saamarthgroup 🌐 www.saamarthgroup.com 🏡 Show House Tour: https://youtu.be/xGSkmK9JQKk?si=RmKFaYLq56RKQcKV For More Info: http://heritageville.saamarthgroup.com/ ( 4bhkvillasgandhinagar, luxuryvillasgujarat, kobacircleproperty, premiumvilla, gatedcommunityliving, highendliving, saamarthheritageville, primegandhinagar ) #HeritageVille #SaamarthGroup #KobaCircle #LuxuryVillas #GandhinagarHomes
30 Mar 2026
Posts૨૯ માર્ચ ૨૦૨૬ કેન્દ્ર સરકારે કેરોસીન વેચાણ અને વિતરણ અંગે જે મંજૂરી/છૂટ આપી છે, • યુએસ-ઇઝરાયેલ-ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન સાથે સંબંધિત તણાવને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. • આનાથી LPG (રસોઈ ગેસ)ના પુરવઠામાં અછત અને કિંમતોમાં વધારો થયો છે. • ઘરેલુ રસોઈ અને લાઇટિંગ માટે વૈકલ્પિક તરીકે કેરોસીનની માંગ વધી છે. • કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ આ સ્થિતિને જોતા Petroleum Rules, 2002 અને સુરક્ષા નિયમોમાં કામચલાઉ છૂટ આપી છે. ૬૦ દિવસ માટે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પંપ પર કેરોસીન વિતરણની છૂટ અપાઈ છે. • આ રાજ્યોમાં અગાઉ કેરોસીન વિતરણ ઘટાડીને "kerosene-free" બનાવવામાં આવ્યા હતા. • પણ હવે સ્થિતિ ને જોતા જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (IOC, BPCL, HPCL)ના પસંદ કરેલા પેટ્રોલ પંપો પર PDS (Public Distribution System) Superior Kerosene Oil (SKO) વેચાણ કરી શકાશે. • દરેક જિલ્લામાં મહત્તમ ૨ પેટ્રોલ પંપ પસંદ કરી શકાશે. • એક પંપ પર મહત્તમ ૫,૦૦૦ લિટર સુધી સ્ટોરેજ અને વેચાણની મંજૂરી. ઉપયોગનો હેતુ: માત્ર ઘરેલુ રસોઈ અને લાઇટિંગ માટે. અન્ય વપરાશ (જેમ કે વાહન અથવા ઔદ્યોગિક) માટે નહીં. • કેરોસીન ડીલર્સ અને એજન્ટ્સને અમુક લાયસન્સની જરૂરિયાતમાં છૂટ. • ટેન્કરમાંથી કેરોસીન ઉતારવા (unloading) અને ટ્રાન્સપોર્ટના નિયમોમાં સરળતા. • PESO (Petroleum and Explosives Safety Organisation)ના સુરક્ષા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત રહેશે. • સબસિડાઇઝ્ડ કેરોસીનના દુરુપયોગ અથવા કાળાબજારને રોકવા માટે સુરક્ષા પ્રોટોકોલ અને મોનિટરિંગ વ્યવસ્થા રાખવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [LPG gas iran israel was kerosene petrol pump]
ReelsIf you keep spotting the same name everywhere… there’s a reason behind it 👀 From every hoarding to every kitchen — Haathi Masala stands out for its purity, aroma, and consistent taste. 🌶️ Processed at -150°C cold grinding to preserve natural color, rich aroma & essential oils — so you get authentic flavor in every bite. Use up to 20% less masala, yet enjoy the same strong taste! With a 9-step purification process, 3-layer protective packaging, 20+ lab tests, and zero chemicals or artificial colors — it’s quality you can trust. That’s why people say… Many brands exist, but — Masala means Haathi… baaki charcha. #HaathiMasala #AuthenticTaste #PureSpices #KitchenEssentials #TasteOfIndia
29 Mar 2026
Postsજ્યાં PNG (પાઇપલાઇન ગેસ) શક્ય છે તે વિસ્તારમાં કે ઘરમાં જો ગેસલાઇન અરજી નહીં કરો તો 3 મહિના બાદ LPG સિલિન્ડર બંધ કરી દેવામાં આવશે! • પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના "કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ આદેશ, 2026" આ આદેશ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ જારી કરવામાં આવ્યો છે, • જો તમારા વિસ્તારમાં PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) લાઇન નખાયેલી હોય અને જો તમે PNG કનેક્શન માટે અરજી નહીં કરો, તો 3 મહિના પછી તે સરનામે LPG સિલિન્ડરનો પુરવઠો બંધ કરી દેવામાં આવશે. • જો કે ટેકનિકલ કારણોસર તમારા ઘરે PNG કનેક્શન આપવું શક્ય ન હોય ત્યારે અધિકૃત ગેસ કંપનીએ NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવું પડશે, તેવા કિસ્સામાં LPG સિલિન્ડર ચાલુ રહેશે. • જો કે ગેસ કંપનીઓએ ગ્રાહકોને PNG કનેક્શન મેળવવા નોટિસ મોકલવી પડશે ત્યારબાદ જો ગ્રાહક કનેકશન લેવા અરજી નહીં કરે તો 3 માસ બાદ ગેસ સિલિન્ડર બેન્ડ કરી દેવામાં આવશે. • જો કે ગ્રાહકો માટે જ નહીં ગેસલાઇન કંપનીઓ માટે પણ સરકારે કડક નિયમો જાહેર કર્યા! - ગેસ કંપનીઓએ છેલ્લી લાઇનનું PNG કનેક્શન 48 કલાકમાં પૂરું કરવાનું રહેશે (જ્યાં ઘર સુધી લાઇન નાખેલી છે) - રહેણાંક સંકુલોએ કામ માટે 3 દિવસમાં પ્રવેશ આપવો પડશે. - નવા વિસ્તારોમાં લાઇન નાખવાની મંજૂરી મળ્યાના 4 મહિનામાં કંપનીએ કામ શરૂ કરવું પડશે, અન્યથા તેમનું લાયસન્સ રદ થઈ શકે છે અથવા દંડ થઈ શકે છે. - ગ્રાહકો પાસેથી કોઈ વધારાના શુલ્ક ન લેવા તાકીદ • સરકાર હાલ પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ અને પુરવઠાની અનિશ્ચિતતાને કારણે ઇંધણના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા પગલાં લઈ રહી છે જ્યાં પાઇપલાઇન નથી ત્યાં LPG મોકલી શકાય અને જ્યાં લાઇન છે ત્યાં PNG નો ઉપયોગ વધારી શકાય તે માટે નવા નિયમો લગાવ્યા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ PNG LPG gas cylinder bottle pipeline surrender ]
ReelsUCC બહુમતીથી પસાર થયા બાદ વિપક્ષી ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને આદિવાસી સમુદાયના ધારાસભ્ય અનંત પટેલ સાથે વાતચીત. • ગઈકાલે 24 માર્ચે ગુજરાત વિધાનસભામાં Uniform civil code “સમાન નાગરિક સંહિતા” બિલ બહુમતીથી પસાર થયું છે. UCC બાબતે ગૃહમાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ સતત વિરોધ નોંધાયો હતો અને આ બિલને મુસ્લિમ વિરોધી બિલ ગણાવ્યુ હતું. • ધારાસભ્ય ઇમરાન ખેડા વાલા સાથે સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ગઈકાલે બિલ જ્યારે ગૃહમાં રજૂ થયું ત્યારે તેમને ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ બિલને મુસ્લિમ સમુદાય વિરોધી બિલ ગણાઈને પણ તેનો વિરોધ કર્યો હતો. • ઉલ્લેખનીય છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતા હાલમાં હયાત તમામ પર્સનલ લો નાબૂદ થઈ જશે અને તમામ ધર્મના લોકો માટે સિવિલ કાયદા, અર્થાત લગ્ન નોંધણી, વારસાહક, છુટાછેડા તેમજ દત્તક લેવું અને લીવ ઇન રિલેશનશિપ સહિતના મુદ્દાઓમાં એક જ કાયદો લાગુ થશે. • તમામ લોકોને એક જ કાયદાથી ન્યાય મળશે અને એક જ કાયદાથી જોવામાં આવશે જેથી હાલ મુસ્લિમ સમુદાય એવું માની રહ્યા છે કે તેમનો પર્સનલ લો નાબૂદ થતાં તેમની સંસ્કૃતિને હાની પહોંચશે જેથી તેઓ સતત વિરોધ કરી રહ્યા છે. • બીજી તરફથી સરકાર પક્ષેથી એવું જણાવવામાં આવ્યું છે આ બિલ મહિલાઓના હિતમાં છે, આ બિલ લાગુ થતા ગુજરાતની કરોડો મહિલાઓને તિરસ્કાર માંથી મુક્તિ મળશે • આ સાથે જ યુનિફોર્મ સિવિલ કોડ માંથી બાકાત રખાયેલ આદિવાસી સમાજના ધારાસભ્ય અનંત પટેલ સાથે પણ આ વિષય પર વાત કરી. જેમાં તેઓએ ચૂંટણીનો લાભ લેવા અને આદિવાસી સમાજ વિરોધ પર ન ઉતરે માટે આદિવાસી સમાજને બાકાત રખાયો હોવાનું જણાવ્યું. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ UCC in Gujarat Uniform civil code gujrat assembly vidhansbha MLA imran khedavala MLA Anant Patel aadivasi Ucc ]
Postsગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જેન્ડર ચેન્જ (લિંગ પરિવર્તન) સર્જરી કરાવવાના ટ્રેન્ડમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. • અમદાવાદ સિવિલ હોસ્પિટલના રિપોર્ટ મુજબ, છેલ્લા 7 વર્ષમાં 50થી વધુ લોકોએ લિંગ પરિવર્તન માટે જરૂરી 'રેફરલ લેટર' મેળવ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આ સંખ્યા સતત વધી રહી છે. • નિષ્ણાતોના મતે, પુરુષમાંથી સ્ત્રી (MTF) બનવાનું પ્રમાણ સ્ત્રીમાંથી પુરુષ (FTM) બનવા કરતા વધારે જોવા મળે છે. • 'જેન્ડર ડિસ્ફોરિયા' (પોતાના જન્મજાત લિંગ કરતા વિરૂદ્ધ જાતિના પાત્ર જેવું વર્તવું) જેવી માનસિક-જૈવિક સ્થિતિને કારણે લોકો આ નિર્ણય લેતા હોય છે. • સર્જરીના પ્રકારો (મુખ્યત્વે બે પ્રકારની પ્રક્રિયાઓ) 1. પુરુષમાંથી સ્ત્રી (MTF): હોર્મોન થેરાપી, લેઝર હેર રિમૂવલ, બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન, ફેસિયલ ફેમિનાઈઝેશન અને વેજીનોપ્લાસ્ટી. 2. સ્ત્રીમાંથી પુરુષ (FTM): બ્રેસ્ટ રિમૂવલ, ગર્ભાશય અને ઓવરી દૂર કરવી અને પેનોપ્લાસ્ટી (લિંગ બેસાડવું) • સર્જરી કોણ કરવી શકે અને કેવી રીતે થાય? સૌ પ્રથમ વ્યક્તિની માનસિક સ્થિતિ તપાસવામાં આવે છે, સિવિલ હોસ્પિટલના સાયકિયાટ્રી વિભાગમાંથી રેફરલ લેટર મેળવવો ફરજિયાત છે, સર્જરી પહેલા વ્યક્તિએ લગભગ એક વર્ષ સુધી તે લિંગમાં જીવીને સેટલ થવું પડે છે. અંતિમ સર્જરી સિવિલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવે છે. • ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો કુલ ખર્ચ ₹3 લાખથી ₹10 લાખ સુધીનો હોઈ શકે છે, જે સર્જરીની જટિલતા અને તબક્કાઓ પર આધાર રાખે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gender change civil hospital surgery ]
Postsછેલ્લા 2 વર્ષમાં અમદાવાદીઓએ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા ₹134 કરોડ, જો કે અત્યાર સુધીમાં વિવિધ ગુન્હાઓ ઉકેલી ₹46 કરોડ પરત પણ મેળવ્યા છે. • હાલ ઠગાઈમાં સૌથી વધુ સાયબર ફ્રોડ થઈ રહ્યા છે જેમાં લોકોને વિવિધ સ્કીમો, ડિજિટલ એરેસ્ટ, લોભામણી જાહેરાતો, ખોટા વાયદાઓ આપીને કરોડોની લૂંટ ચલાવતા હોય છે. • જો કે સાયબર ક્રાઈમ મામલે વિધાનસભામાં જાહેર કરાયેલ અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષના આંકડાઓ ચોંકાવનારા, કુલ ₹134 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ. • 2 વર્ષમાં વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશન તેમજ સાયબર ક્રાઈમમાં થઈને કુલ 513 સાયબર ફ્રોડના ગુન્હાઓ નોંધાયા છે. • જો કે અત્યારસુધીમાં પોલીસ 315 ગુન્હાઓ ઉકેલવામાં સફળ રહી છે જેમાં કુલ 664 અપરાધીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cyber crime fraud Ahmedabad city ]
25 Mar 2026
Reelsશિવરાજનની BRTS સ્ટેન્ડમાં આગ લાગી! • આજે બપોરે અચાનક બસ સ્ટેન્ડમાં આગ લાગતા અફરાતફરી, મુસાફરોને તાત્કાલિક બસ સ્ટેશનની બહાર કાઢવામાં આવ્યા, કોઈ જાનહાનિ નહીં. • હાલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, આગ પર કાબુ મેળવવા પ્રયાસ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની હાલ પ્રાથમિક માહિતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Shivaranjani BRTS bus stand fire firefighter ]
25 Mar 2026
Postsવાડજ સર્કલ પાસે વહેલી સવારે ડમ્પર ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત! • વાડજ વિસ્તારમાં હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે ચા પીવા માટે બહાર ગયા હતા, ચા પીને તેઓ ચાલતા-ચાલતા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. • ધીરજભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. • અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત સર્જ્યા પછી વાહન લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. • સ્થાનિકોમાંથી કેટલાક લોકોએ ટુ-વ્હીલર લઈને તેનો પીછો પણ કર્યો, પરંતુ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે ડમ્પર દોડાવી ભાગી છૂટ્યો હતો. • ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ડમ્પરનો નંબર નોંધાઈ ગયો છે અને તેના આધારે ચાલક સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vadaj accident dumper truck death ]
25 Mar 2026
Postsઅફવાઓથી દૂર રહો! LPG રિફિલ બુકિંગ માટે લાગુ પડેલા જૂના નિયમોમાં હજુ સુધી કોઈ ફેરફાર નહીં! • નિયમો બદલાયાની અફવાઓ ફેલાતા હાલ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા! • હાલ શહેરી વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનો નિયમ યથાવત રહેશે આ સિવાય નિયમો માટે કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. • 2 સિલિન્ડરવાળા ગ્રાહકો માટે 35 દિવસ કરાયાની વાત ખોટી. • અફવાથી ગભરાઈને બુકિંગ માટે પડાપડી ન કરશો, LPGનો પૂરતો જથ્થો છે, ચિંતા ન કરોઃ પેટ્રોલિયમ મંત્રાલય વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ LPG gas cylinder bottle booking rules change rumor ]
25 Mar 2026
Postsરાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં અચાનક પેટ્રોલ ડિઝલનું panic buying થતાં સામાન્ય કરતા પેટ્રોલ અને ડીઝલનું ડબલ જેવું વેચાણ! • અમદાવાદ શહેરમાં છેલ્લાં 2 દિવસમાં 32 થી 35 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થયું, સામાન્ય દિવસોમાં 10 થી 12 લાખ લિટરનું વેચાણ થતું હોય છે. • જો કે ત્રીજા દિવસે સ્થિતિમાં સુધાર થયો છે, અને લોકોની ભીડ ઓછી જોવા મળી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Petrol diesel pump sell hike ]
25 Mar 2026
Posts6:30 કલાકની ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં UCC બિલ પાસ, બધા જ ધર્મો માટે હવે એક નિયમ. જુઓ જરૂરી માહિતી 👉 વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ UCC gujarat vidhansabha uniform civil code]
24 Mar 2026
Postsગઈકાલે લોકસભા બાદ આજે રાજ્યસભામાં પીએમ મોદીનું નિવેદન! • ખાડી દેશોમાં ચાલી રહેલ યુદ્ધના કારણે ભારત પણ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. • હોર્મુઝ ખાડીમાં ફસાયેલા જહાજોના પગલે વિશ્વભરમાં ઉર્જાનું સંકટ, ભારતમાં પણ ઘણી અસરો! • ભારત ડિપ્લોમેટ રહીને પોતાની એનર્જી ડાઇવર્સિફિકેશન કરી રહ્યું છે, એનર્જી જરૂરિયાત માટે 27 દેશોમાંથી આયાતના બદલે હવે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ. • ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ક્ષમતા પણ વધારવામાં આવી અને રિફાઇનરીઓમાં પણ સુધારો કરવામાં આવ્યો. • LPG ની બદલે PNG પર ભારણ મૂકવા કહ્યું! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ PM MODI energy crisis speech ]
24 Mar 2026
ReelsLooking for a luxurious 2BHK that feels like a spacious 3BHK? Your search ends here! Welcome to Sarthi Heights, Naroda — where smart planning meets elegant living. Thoughtfully designed 2BHK homes that offer comfort, space, and a premium lifestyle for modern families. From a stylish living room to a functional kitchen, cozy bedrooms, and a relaxing balcony — every corner is crafted with care. Enjoy top-class amenities like 24×7 security, CCTV, children’s play area, senior citizen sitting, gazebo, ample parking space, and a drop-off zone. With schools, colleges, malls, and theatres nearby, convenience is always around you. Don’t wait — book your dream home today! 📞 9265474890 / 9512794955 📍 Sarthi Heights, Near Hiloni 444, Near Canal VIP Road, Naroda, Ahmedabad #AhmedabadHomes #LuxuryLiving #2BHKHomes #NarodaProperty #DreamHome
24 Mar 2026
Reelsસારંગપુર પાસે આવેલા સફલ 1 માં વાયરીંગ બળતા આગ લાગી! • ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા, આજે સાંજે 6 વાગ્યા આસપાસ સારંગપુર પાસે આવેલા સફલ 1 માં અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. • આગ લાગતા જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા જેના પગલે હાલ આગ લગભગ કાબુમા આવી ગઈ છે. • શોર્ટ સર્કિટથી વાયરોમાં આગ લાગતા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી ઉડ્યા હતા. • સફલ 1 માં હજારો લોકો કામ કરતા હોવાથી અફરાતરી અને દોડાદોડી જેવા માહોલ પણ જોવા મળ્યા હતાં • સમગ્ર ઘટનામાં જાનહાનિની કોઈ માહિતી નહીં. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Aag Fire indicent Sarangpur safal 1 Fire fighter ]
24 Mar 2026
Postsઅમદાવાદના હિમાલયા મોલમાં આવેલા 'બુદ્ધા સ્પા'માં મસાજના બહાને ચાલતી દેહવ્યાપાર પ્રવૃત્તિઓનો પશ્ચિમ મહિલા પોલીસે પર્દાફાશ કર્યો છે. • ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલ્યો હતો, જ્યાં તેને મસાજની સાથે દેહવેપારની ઓફર કરવામાં આવી હતી. પોલીસ ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. • તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી નોર્થ ઈસ્ટની ત્રણ યુવતીઓ મળી આવી હતી, જેમને આ કૂટણખાનામાંથી મુક્ત કરાવવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે સ્પાનો માલિક ઇરશાદ સૈયદ અને મેનેજર સની સંતોષ આ યુવતીઓ પાસે બળજબરીથી દેહવેપાર કરાવતા હતા અને પ્રત્યેક ગ્રાહક દીઠ તેમને 1000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vastrapur himaliya mall buddha luxurious spa ]
21 Mar 2026
ReelsYou don’t have to face surgery alone—we’re here for you with complete care and support. #HospitalCare #SurgeryJourney #PatientFirst #CareAndComfort #MedicalSupport
21 Mar 2026
Posts2 દિવસ પહેલા થલતેજ મેટ્રો સ્ટેશનના ટ્રેક પર અચાનક એક શ્વાન દેખાઈ આવ્યું હતું. • આ ઘટના સામે આવતા તરત જ મેટ્રો સ્ટેશનની સિક્યુરિટી સ્ટાફને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. • મેટ્રો સિક્યુરિટી તેમજ એક NGO સંસ્થા દ્વારા આ શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. • મેટ્રો ટ્રેક નજીક મેટ્રોને સંચાલન માટે હાઇટેન્સન ઇલેક્ટ્રિક લાઇન પણ આવેલી હોય છે જો કે તાત્કાલિક આ હાઈટેન્શન લાઈન બંધ કરી સ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. • જોકે આ શ્વાન અહીં કેવી રીતે આવ્યું, તે પણ ચર્ચાનો વિષય જગાવ્યો, જોકે હાલ સિક્યુરિટી સ્ટાફ તેમજ NGO સંસ્થા દ્વારા આ સ્વાનનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Metro Train dog rescue high tension electric line ]
21 Mar 2026
Reels🔥 જલ્દી રજીસ્ટ્રેશન કરાવી દેજો! Limited Seats Available 🔥 🚀 એક જબરદસ્ત અનુભવ માટે તૈયાર થઈ જાઓ! 🏁 9th Season of ATVC – એક National Level Event hosted by Monark University and organized by Infi League Motor Sports 💥 💯 Registration FREE છે… પણ કરાવવું ફરજિયાત છે! ⏳ તો આજે જ તમારો slot બુક કરો અને LIVE thrill નો અનુભવ લો મોનાર્ક યુનિવર્સિટી ખાતે! 🎯 “આવો અને એ નજારો જુઓ જે તમને યાદગાર બની જશે!” #ATVC #MonarkUniversity #InfiLeague #NationalEvent #Motorsports
21 Mar 2026
Reelsકાંકરિયા ટોય ટ્રેનના દ્રશ્યો સામે આવ્યા જેમાં આજે રમઝાનના તહેવાર નિમિતે મારે માત્રામાં ભીડ જોવા મળી. • સાથે જ કેટલાક બાળકો કાકરિયાની ટોય ટ્રેનમાં જોખમી રીતે લટકતા જોવા મળ્યા. • જે સુવિધાનો ઉપયોગ જે રીતે કરવાનો હોય, તેના બદલે બાળકો દ્વારા બેજવાબદારી પૂર્વક વર્તન કરવામાં આવ્યું. • શું આ બાળકોના માતાપિતાની ફરજ ન બને કે કોઈ દુર્ઘટના થાય તે પહેલા તેમને સમજાવવામાં આવે. • દુર્ઘટના થાય ત્યારે દર વખતે તંત્રને દોષ દેવો તે કેટલો યોગ્ય? વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kankariya Lakefront festival toy train ]
21 Mar 2026
Postsબાપુનગર, ખોડિયારનગર પાસે આવેલા ટોરેન્ટ પાવર બિલ ચૂકવણી કેન્દ્રમાં બબાલ, ટોરેન્ટ પાવર બિલ ચૂકવણી કેન્દ્રનો સંચાલક ગ્રાહકોના પૈસા લઈને ફરાર! • બિલ ચૂકવણી કેન્દ્ર ચલાવનાર ઇસમ હાલ 400 થી વધુ ઘરોની જાન્યુઆરી માસની બિલની રકમ લઈને રફુચક્કર! • લોકોને ઘરે જ્યારે માર્ચ મહિનામાં બિલમાં જાન્યુઆરીનો ઓવર ડયુ પણ તેમાં ઉમેરાઈને આવતા તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. • આ બિલ ચુકવણી કેન્દ્ર 17 માર્ચના બપોર બાદ જ બંધ કરી દેવામાં આવ્યું હતું, જોકે હાલ સંચાલક વિશે કોઈ જાણકારી બહાર આવી નથી, લોકો દ્વારા આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bapunagar torrent power bill collection centre january march month overdue ]
21 Mar 2026
Postsફ્રીમાં થાઇલેન્ડ ટ્રીપના નામે ગાંજાની સપ્લાય કરનારા 2 પેડલર અને 2 સપ્લાયરની ધરપકડ! • થોડા દિવસ અગાઉ સરદાર નગર પોલીસ સ્ટેશન નજીક એક પિતરાઈ ભાઈ બહેનની તપાસ કરતા તેમની પાસેથી ₹8 કરોડ કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, SOG દ્વારા સઘન પૂછપરછ કરતા આ ગાંજો થાઇલેન્ડથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. • SOG ટીમ દ્વારા વધુ તપાસમાં સામે આવ્યું કે અમન જોશી અને મિલન વઘાસિયા નામના 2 સપ્લાયર યુવકો આ ગાંજો થાઇલેન્ડ અને બેંગકોક જેવા દેશોમાંથી આ ગાંજો મંગાવતા હતા. • આ બંને સપ્લાયરો બેરોજગાર હોય તેવા યુવક યુવતીઓને થાઇલેન્ડની મફત ટ્રિપ આપવાનું કહીને રિટર્નમાં તેમની સાથે ગાંજો મોકલતા હતા. • થાઇલેન્ડની મફત ટ્રિપ તેમજ કમિશન અને મસાજ, હરવા ફરવાના રૂપિયા પણ આપીને યુવકોને લાલચ આપતા હતા, અને ગાંજાની હેરાફેરી કરાવતા હતા. • હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Hyponic hybrid weed drugs smuggle airport sardarnagar free trip bangkok thailand ]
21 Mar 2026
Reelsઅમદાવાદના કેટલાક વિષયો પર વિપક્ષના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gopal Italia vidhansabha interview]
20 Mar 2026
Postsશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોતા-ગોધાવી કેનાલ ઢાંકવાની 85 ટકા કામગીરી પૂર્ણ! • હાલ આ કેનાલ બોક્સ કલ્વર્ટથી સંપૂર્ણપણે ઢાંકવામાં આવી છે આગામી સમયમાં તેના પર રોડ બનવાથી લોકોને અવરજવરમાં વધુ એક વિકલ્પ મળશે. • સોલા સિવિલની પાછળથી શરૂ થઈને આગળ જતા સાયન્સ સિટી તેમજ ઘુમા, શેલા, બોપલ સહિતના વિસ્તારોના લોકોને અવર જવા માટે થશે ફાયદો. • અંદાજિત ₹150 કરોડના ખર્ચે આ કામગીરી પૂર્ણ થશે, વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gota godhavi canal redevelopment box culvert sola science City shela ghuma Bopal ]
20 Mar 2026
ReelsUpgrade your shooting setup without stressing about the budget 🎥✨ Whether you’re a videographer, vlogger, or content creator — finding the right gear matters. From cameras, mics, lights, green screens to tripods, everything you need for a perfect setup is available at one place. Plus, you get the flexibility to buy, sell, or rent — making it easier and more affordable to create high-quality content. Genuine products, easy access, and complete convenience — all in one spot. Visit today: 2nd Floor, Om Sailabh Complex, Opp. Sanjivani Hospital, Near Lake, Vastrapur, Ahmedabad 📞 9099606519 #ContentCreators #VideographySetup #AhmedabadCreators #CameraGear #ShootSmart
20 Mar 2026
Reelsઅમદાવાદમાં ચેટીચંડની સિંધી સમુદાય દ્વારા ઉત્સાહભેર ઉજવણી! • અમદાવાદમાં વસતા સિંધી સમુદાય દ્વારા આજે નરોડા પાટિયાથી સરદાર નગર સુધી શાહી સરઘસ કાઢી ચેટીચંડની ઉજવણી કરવામાં આવી. • આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અને આ વિસ્તારના ધારાસભ્ય પાયલ કૂકરાની સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતાં. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Jhulelal chetichand Jhulelal sai Sindhi community Sindhi ]
20 Mar 2026
Postsઅમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા મોબાઈલ ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ! • ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે 105 મોબાઈલ ફોન સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ફોન ઉત્તર પ્રદેશ મોકલવામાં આવે તે પહેલા જ પોલીસની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. • પકડાયેલા આરોપીઓ: રણજીતસિંગ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારૂ અને સુમન દંતાણી. • માસ્ટર માઈન્ડ: રણજીતસિંગ તોમર (મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે). • ફરાર આરોપીઓ: આશા દંતાણી અને અજય દંતાણી, આશુ (ઉત્તર પ્રદેશમાં મોબાઈલ ડિલિવરી લેનાર) • ચોરી કરવાની પદ્ધતિ - આ ટોળકી અત્યંત આયોજનબદ્ધ રીતે ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવતી હતી, જેમ રિવરફ્રન્ટ ફ્લાવર શો, લાંભા મંદિર, કાંકરિયા કાર્નિવલ, સિંગરવા મેળો, પાલજ હોળી, વસંત મહોત્સવ, દ્વારકા અને રાજસ્થાનનું ખાટુશ્યામ મંદિર. - કામ કરવાની રીત: મહેશ, હર્ષદ અને સુમન જેવા સભ્યો ભીડમાં જઈ મોબાઈલ ચોરી કરતા અને તે રણજીતસિંગને સોંપી દેતા. - જે ફોન અનલોક ન થાય તેના સ્પેરપાર્ટ્સ કાઢીને વેચવામાં આવતા અથવા રીપેરિંગમાં વાપરવામાં આવતા, તપાસમાં સામે આવ્યું છે કે રણજીતસિંગ વર્ષ 2022 થી અત્યાર સુધીમાં 400 થી વધુ મોબાઈલ વેચી ચૂક્યો છે: • આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે ચોરાયેલા ફોનનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો હતો. રણજીતસિંગે ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેતા આશુસિંગ નામના વ્યક્તિને 60 ફોન મોકલ્યા હતા. આશુસિંગ આ ફોનનો ઉપયોગ સાયબર ઠગાઈ કરવા માટે કરતો હતો. હાલમાં પકડાયેલા 105 ફોન પણ તેને જ મોકલવાની તૈયારી હતી. • આ ધરપકડ સાથે પોલીસ ચોપડે નોંધાયેલા 16 ગુનાઓ અને 10 અરજીઓનો નિકાલ થયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Mobile thief cyber crime branch ]
Postsબોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને વિધાર્થીઓ વેકેશન માણી રહ્યા છે ત્યારે શહેરમાં વિવિધ 40 જેટલા સ્થળોએ વિધાર્થીઓએ આપેલા જવાબોની ઉત્તરવહીની ચકાસણી શિક્ષકો દ્વારા તપાસવામાં આવી રહી છે. • આગામી 10 દિવસ સુધી ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસવામાં આવશે, આ તમામ ઉત્તરવહીના ગુણ બોર્ડની વેબસાઈટમાં ભરવામાં આવશે ત્યારબાદ આગામી સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે. • હાલ શહેરમાં 40 જેટલા સ્ટ્રોંગ રૂમમાં અનેક શિક્ષકો દ્વારા ઉત્તરવહી તપાસી રહ્યા છે ત્યારે સુરક્ષામાં CCTV તેમજ પોલીસ ફાળવવામાં આવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SSC HSC exam students answer sheet checking ]
20 Mar 2026
Postsગુજરાતમાં હવે સરકારી શાળાઓમાં શાળા છોડ્યા પ્રમાણપત્ર (લિવિંગ સર્ટિફિકેટ) હવે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં આપવું પડશે! • ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ મુજબ હવે સરકારી શાળામાંથી જતા વિધાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવશે. • રાજ્યમાં ડોક્યુમેન્ટના એકસૂત્રતા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat education board school leaving certificate gujarati english language ]
20 Mar 2026
PostsCTM નજીક BRTS ટ્રેકમાં અકસ્માત, એક મોપેડ અને BRTS બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જતા મોપેડ ચાલક 50 ફૂટ દૂર ફંગોળાયો! • આજે 9:30 કલાક આસપાસ એક મોપેડ ચાલક જશોદાનગરથી CTM તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો તે દરમિયાન BRTS ટ્રેકમાં આવી રહેલી બસ સાથે અચાનક ટક્કર વાગી હતી. • ટક્કર એટલી જોરદાર હતી કે યુવક અને મોપેડ બંને 50 60 ફૂટ દૂર ફંગોળાયા હતા. • યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે યુવકની હાલત હાલ ગંભીર છે. • BRTS ટ્રેકમાં સામાન્ય વાહનચાલકોને પ્રતિબંધ હોવા છતાં પૂર્વ વિસ્તારના અનેક BRTS કોરીડોરમાં લોકો વાહનો ચલાવે છે, જેના પગલે અનેકવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CTM jashodanagar BRTS bus corridor accident ]
20 Mar 2026
Postsવિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવામાં પણ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ બ્રિજના મુખ્ય સ્પાનને તોડવા માટેની કામગીરી હવે આગામી દિવસોમાં કરવામાં આવશે ત્યારે અમરાઈવાડીથી ગુરુજી બ્રિજ તરફ જતો ટ્રાફિક અને ગુરુજી બ્રિજથી અમરાઈવાડી તરફ આવતો ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું. • હાલ મુખ્ય સ્પાન નીચેથી પસાર થતો ટ્રાફિક હવે બાજુના તરફના અગાઉ તોડી નાખેલ સ્પાનથી પસાર કરવામાં આવશે. • આગામી 17 દિવસની અંદર આ મુખ્ય સ્પાન તોડવા માટે ટ્રાફિકનો ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Hatkeswar bridge demolition traffic diversion ]
20 Mar 2026
Postsશહેરના 7 રોડ ₹110 કરોડના ખર્ચે મોડલ રોડ તરીકે વિકસાવવામાં આવશે! • પૂર્વ વિસ્તારના નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, નાના ચિલોડા સહિતના વિસ્તારોના કુલ 8 કિમી રોડની મોડલ રોડ તરીકે વિકાસ કરવામાં આવશે. • આ રોડ પર બન્ને તરફ 2 મીટરના ફૂટપાથ સહિત રોડના ડીવાઈડર પર ઝાડ અને ફૂલછોડ ઉગાડવામાં આવશે. • રોડની ભવિષ્યમાં તોડવો ન પડે તે માટે ગટર, ઇલેક્ટ્રિક સહિતની લાઇન માટે સાઈડમાં યુટિલિટી ડક્ટ મૂકવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Iconic model road transportation devider naroda Odhav Vastral nana chiloda ]
20 Mar 2026
Postsઅમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો! અચાનક કાળજાળ ગરમી બાદ રાજ્યમાં વરસાદી માહોલ! • 18, 19 અને 20 માર્ચના રોજ રાજ્યભરના વિવિધ સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી હતી જેમાં આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો જોકે ત્યારબાદ સ્થિતી સામાન્ય હતી પરંતુ સાંજ દરમિયાન અચાનક ભારે પવન બાદ વરસાદી ઝાપટા પણ આવ્યા. • રાજ્યમાં અન્ય સ્થળોએ પણ આજે વરસાદ સાથે કરા પણ પડ્યા! • શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને અનેક જગ્યાએ વૃક્ષો તેમજ લાઈટના થાંભલા પડી જવાની પણ ઘટનાઓ સામે આવી • આ સહિત ખરાબ વાતાવરણના કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ અસર દેખાઈ હતી જેમાં અનેક ફ્લાઈટો મોડી પડી હતી તેમજ અમુક ફ્લાયટો ડાઈવર્ટ કરવાની પણ ફરજ પાડવામાં આવી. • આવતીકાલે પણ રાજ્યમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Climate summer rain thunderstorm ]
19 Mar 2026
Reelsકાળઝાળ ગરમીથી ટ્રાફિક કર્મીઓને બચાવવા અનોખો પ્રયોગ! કુલિંગ જેકેટનો પાયલોટ પ્રોજેક્ટ. • અમદાવાદ ટ્રાફિક વિભાગ અને સામાજિક સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભર ઉનાળે ટ્રાફિક કંટ્રોલ કરતા જવાનોને ગરમી અને હિટ સ્ટ્રોકથી બચાવવા કુલિંગ જેકેટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો. • આ કુલિંગ જેકેટ ખાસ પ્રકારના લાઇટ વેઇટ મટીરિયલમાંથી બનેલું છે, જેમાં બે ફેન નાખેલા છે જે જેકેટ પહેરતા જ ટ્રાફિક કર્મીઓને ઠંડકનો અહેસાસ થશે અને ગરમી તેમજ હિટ સ્ટ્રોકથી રાહત મળશે. • હાલ મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળી આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે જો પ્રોજેક્ટ સફળ જશે તો આગામી સમયમાં શહેરના ટ્રાફિક જવાનોને આ જેકેટ ફાળવવામાં આવી શકે છે. • ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં અન્ય જગ્યાએ કુલિંગ હેલ્મેટ અપાય છે જ્યારે અમદાવાદમાં કુલિંગ જેકેટનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cooling jacket traffic police traffic brigade ahmedabad traffic police traffic control traffic ahmedabad ]
19 Mar 2026
ReelsStudy in New Zealand – Shape your career, not just your qualification🇳🇿 🇳🇿 વિદેશમાં અભ્યાસ કરવાનો વિચાર છે પણ Confusion છે? 🤔 Right guidance હોય તો તમારું dream reality બની શકે છે ✈️ ✔ 1 Year Master’s ✔ No Age Limit ✔ Spouse Option ✔ PR Opportunities તમારું career next level પર લઇ જવાનું હોય તો Right Decision આજે જ લો 💼✨ 📩 DM કરો “STUDY ABROAD” અને અમારા Expert તમને Proper Guidance આપશે. Join PFEC Global’s Study Abroad Application Day and explore options in: 🇦🇪 Dubai | 🇳🇿 New Zealand | 🇩🇪 Germany 📍 PFEC Global, Ahmedabad 🗓 27th March 2026 | 11 AM – 2 PM #studyabroad #studyinnewzealand #studyingermany #studentvisa #studyineurope
19 Mar 2026
Postsગયા વર્ષે જૂન મહિનામાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની જર્જરિત બિલ્ડીંગ બંધ કરી દેવામાં આવી હતી. • અતુલ્યમ તરીકે ઓળખાતી આ બિલ્ડિંગમાં 4 વિભાગ હતા જે ગયા વર્ષે 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર) ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ હતી અને તેના અવશેષો બીજે મેડિકલ કોલેજના અતુલ્યમ સંકુલ અને એમબીબીએસ વિદ્યાર્થીઓની છોકરાઓની હોસ્ટેલ મેસ પર પડ્યા હતા. આથી હોસ્ટેલ અસુરક્ષિત જાહેર થઈ અને ખાલી કરવામાં આવી હતી. • હવે આ બિલ્ડિંગ રાજ્ય સરકાર અને ટાટા ગ્રુપના સહયોગથી 103 કરોડના ખર્ચે નવી બનશે, ટાટા ગ્રુપ (એર ઇન્ડિયાના માલિક) તરફથી 53 કરોડ અને ગુજરાત સરકાર તરફથી 50 કરોડ ખર્ચ કરવામાં આવશે • જૂની ઇમારત (5 માળ, 96 વિદ્યાર્થીઓની ક્ષમતા) તોડી પાડીને નવી ૧૧ માળની ઇમારત બનાવવામાં આવશે, જેમાં ૨૯૨ વિદ્યાર્થીઓ (ત્રણ ગણી ક્ષમતા) રહી શકશે, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. વહીવટી મંજૂરી મળ્યા પછી ટેન્ડર બહાર પાડવામાં આવશે. • કામ 3 મહિનામાં (આશરે જૂન 2026 સુધીમાં) શરૂ થવાની અપેક્ષા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Plane crash site atulyam BJ medical College ghoda camp hostel new building TATA ]
19 Mar 2026
Reelsઅમદાવાદમાં ફરી આંગણવાડી બહેનો મેદાને! • છેલ્લા ઘણા મહિનાથી આંગણવાડી બહેનો અને તેડાગરોને હાઇકોર્ટે પગાર વધારવા માટે જણાવ્યું છે પરંતુ સરકાર દ્વારા પગાર વધારો ન અપાતા આંગણવાડી વર્કરોમાં રોષ! • અમદાવાદમાં આજે લાલદરવાજા સરદારબાગ પાસે હજારોની સંખ્યામાં આંગણવાડી બહેનો અને તેડાગરોએ ભેગા થઈ વિરોધ કર્યો હતો સાથે જ બહેનો એ તમામ કામગીરી બંધ કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે. • હાઇકોર્ટ થોડા મહિના અગાઉ આંગણવાડી બહેનોના તેમજ તેડાઘરોના પગારમાં વધારો કરવાનું જણાવ્યું હતું પરંતુ સરકાર પગાર વધારો ન કરી હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરતા આંગણવાડી વર્કરો અને તેડાઘરોમાં રોષ. • આંગણવાડી બહેનોના આક્ષેપ છે કે સરકાર તેમને વધારાના કામ ઘણા કરાવી જાણે છે પણ પગાર વધારવાની વાતમાં મૌન થઈ જાય છે! Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Aanganvadi worker tedaghar anganbadi aanganvadi high court gujarat supreme court salary ]
19 Mar 2026
Postsગઇકાલ રાત્રીએ અમરાઈવાડી વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, સુરતના એક આશ્રમની ગાડીમાંથી પકડાઈ 2.10 કરોડ કિંમતની નકલી ચલણી નોટો! • ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એક ફોન્ચ્યુનર ગાડી રોકતા તેમાંથી એક મહિલા સહિત 6 લોકો સવાર હતા તપાસ કરતા ગાડીમાંથી નકલી નોટો મળી આવી તે ગાડી પર 'સત્યમ યોગ ફાઉન્ડેશન' લખેલું સાથે જ આરોપીઓએ આ ગાડી પર 'ભારત સરકાર' અને 'આયુષ મંત્રાલય' ના નામના સ્ટીકરો અને બોર્ડ લગાવીને ફરતા હતા, જેથી ટોલ નાકા કે પોલીસ ચેકિંગમાં કોઈ રોકે નહીં. • પોલીસે સુરતમાં તપાસ કરતા વધુ 80 લાખની નકલી ચલણી નોટો કબજે કરવામાં આવી. • તપાસમાં ખુલ્યું કે તાપી નદી નજીક કામરેજમાં સ્થિત સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમ આ ઘટના સાથે સંકળાયેલ છે જેથી ત્યાં દરોડા પાડીને તપાસ કરતા અનેક સંદિગ્ધ દસ્તાવેજો મળી આવ્યા, નકલી નોટો ત્યાં છપાતી હતી કે કેમ તે તપાસ શરૂ. • આશ્રમના સ્થાપક પ્રદીપ ગુરુજી પહેલા રાજકોટ હતા અને ત્યારબાદ વર્ષ 2008માં સુરત આવીને તાપી નદી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી, વર્ષ 2018 ડિસેમ્બરમાં તેઓ વિવાદમાં આવ્યા હતા જ્યારે તેઓએ પોતાનું જીવન ટૂંકાવવા માટે ઝેરી દવા પીધી હતી, જો કે તેમાં તેમનો બચાવ થયો હતો. • તેઓ અહીં આશ્રમમાં યોગ શિબિર, ધ્યાન શિબિર, શરીર શુધ્ધિકરણ, ગર્ભ સંસ્કાર સહિતના માર્ગદર્શન અપાતું • પ્રદીપ ગુરુજીના સોશિયલ મીડિયા પેજ પર અનેક દિગ્ગજો જેમ કે ગુજરાતના હાલના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ તેમજ સામાજિક કાર્યકરો અને ઘણા અગ્રણી લોકો સાથેના ફોટાઓ પણ મૂકવામાં આવેલા છે. • હાલ પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fake currencies note amraiwadi surat pradip guruji satyam yoga foundation ]
Postsભર ઉનાળામાં શહેરના મોટા જંક્શનોના 78 જેટલા ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે! • ઉનાળામાં પડતી ગરમીને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા 78 જેટલા ટ્રાફિક સિગ્નલનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું જે બપોર દરમિયાન બ્લિંક (યલો) મોડમાં રાખવા સૂચન કરાયું. • હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી ચેતવણીઓ યલો, ઓરેન્જ, રેડ એલર્ટ દરમિયાન બપોરના સમયે આ સિગ્નલો બંધ કરવામાં આવશે. • જો કે સામાન્ય દિવસોમાં જ્યારે તાપમાન ઓછું હશે ત્યારે ટ્રાફિક સમસ્યા મુજબ સિગ્નલો ચાલુ કે બંધ રાખવામાં આવશે. • ટ્રાફિક પોલીસે સિગ્નલ વિભાગને નિર્દેશ આપ્યો છે કે જ્યારે પણ ગરમીના વેવની ચેતવણી જારી કરવામાં આવે ત્યારે તાત્કાલિક ફેરફારો લાગુ કરવામાં આવે જેથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થાય. ડ્રાઇવરોને બ્લિંકર મોડ પર જંકશન ક્રોસ કરતી વખતે સાવધાની રાખવા અને મધ્યમ ગતિ જાળવવાની સલાહ આપવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Traffic junction heat wave signal yellow blinking mode ]
18 Mar 2026
ReelsUpgrade your home interior before Ramzan and give it a fresh new look in just 1 day ✨ Transform your home or office with WhiteRock Interiors — premium designs at up to 50% lower cost. Choose from 300+ designs including PVC, WPC, Charcoal panels, UV marble sheets, fluted panels, and more — all under one roof. Starting at just ₹40/sq.ft, these panels are waterproof, fire-resistant, termite-proof, and applied directly on walls — no extra cost, no hassle. Trusted by 45,000+ homes & offices — one installation, years of peace. This Ramzan, upgrade your home or office interior smartly. Call or visit WhiteRock today. #AhmedabadInteriors #HomeUpgrade #InteriorDesignIndia #BudgetInteriors #RamzanReady ✨
18 Mar 2026
Postsરાજ્યમાં શાળા અને કોર્ટ બાદ આજે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા તાત્કાલિક વિધાનસભા પરિસરને ખાલી કરવામાં આવ્યું. • આજે સવારે ગાંધીનગરમાં વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક ધારાસભ્યો મંત્રીઓને ગૃહની બહાર કાઢીને પરિસર ખાલી કરાવ્યું! • હાલ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. • હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જે આવનાર 25 માર્ચ સુધી ચાલશે, ત્યારે આજે સવારે 9 વાગ્યે શરૂ થનારી ગૃહની બેઠક હાલ સ્થગિત કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gandhinagar Vidhansabha legislative assembly bomb threat email ]
18 Mar 2026
Reelsવિધાનસભા લાઇવ કરો, AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની @ahmedabadmedia સાથેની વાતચીત. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા વારંવાર વિધાનસભા સત્રને લાઈવ કરવા માંગણી કરવામાં આવી રહી છે, આ અંગે આપનું શું મંતવ્ય છે કમેન્ટ કરીને જણાવો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vidhansabha live Gopal Italia AAP ]
17 Mar 2026
Postsભારતમાં હોર્મુઝ ખાડી પાર કરીને ગેસ ભરેલા બે જહાજો ભારતમાં આવતા ગેસ સિલિન્ડરને લઈને ચાલતી હાલ મુશ્કેલીઓમાં રાહત! • પ્રત્યેક જહાજમાં 46,000 મેટ્રિક ટન ગેસની સપ્લાય ભારતમાં આવી વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gas cylinder LPG PNG Strait of Hormuz ]
17 Mar 2026
Postsઅમદાવાદ-નાથદ્વારા માટે વોલ્વો બસ સેવા બાદ એસટીની નવી એસી પ્રીમિયમ બસ સેવા શરૂ, • વોલ્વો કરતા 30 ટકા ઓછા ભાડે આ એસી પ્રીમિયમ બસ હિંમતનગર, શામળાજી, ઉદયપુર થઈને નાથદ્વારા જશે. • 2X2 પ્રીમિયમ એસી લક્ઝરી બસ શરૂ કરવામાં આવી, અમદાવાદથી વહેલી સવારે બસ 5 વાગ્યે ઉપડી 12:30 વાગે નાથદ્વારા પહોંચશે ત્યારબાદ પરત બપોરે 2:30 કલાકે નાથદ્વારાથી ઉપડશે અને અમદાવાદ આવશે. • આ બસમાં ભાડું અમદાવા થી નાથદ્વારાનું ₹541 રહેશે તેમજ અમદાવાદથી ઉદયપુરનું ભાડું ₹459 લેવામાં આવશે, જો કે આની સાપેક્ષમાં અમદાવાદથી નાથદ્વારાનું વોલ્વો બસમાં ભાડું 783 રૂપિયા છે, જે એસી લક્ઝરી બસ કરતા ₹242 વધુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ GSRTC AC VOLVO luxury bus Udaipur Nathdwara Himmatnagar transportation ]
17 Mar 2026
Postsઠક્કરનગરની આશારામ નગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા! દોઢ મહિનાથી સ્થાનિકો ત્રસ્ત! ફરિયાદ કરીને થાક્યા પણ નિરાકરણ નહીં. • લાંબા સમયથી ગંદા પાણીનો ભરાવો હોવાથી રોગચાળાની ભીતિ. લોકોમાં માંદગીનો ડર. • કોર્પોરેશનમાંથી આવીને માત્ર ટેમ્પરરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે, કાયમી સોલ્યુશન ન આવતા સ્થાનિકોમાં રોષ. • ચૂંટણી સમયે વોટ માંગવા આવતા નેતાઓ આવા સમયે ન દેખાતા હોવાનો આરોપ. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad AMC corporation sewage problem ]
17 Mar 2026
Postsફરી એકવાર શહેર પોલીસની નાકની નીચેથી અન્ય એજન્સી દ્વારા દારૂ પકડવામાં આવ્યો. • અમદાવાદ શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ નરોડા વિસ્તારમાં સુતરના કારખાના નજીકથી વિદેશી દારૂથી ભરેલું કન્ટેનર પકડ્યું છે, જેમાં અંદાજિત ₹1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો હતો • બાતમીના આધારે PCBની ટીમે વોચ ગોઠવીને હરિયાણાથી અસલાલી તરફ લઈ જવામાં આવી રહેલા કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી. • પોલીસે ડ્રાયવરને રોકીને કન્ટેનરમાં શું છે પૂછતા તેમાં સાઇકલ અને સાઇકલના પાર્ટ હોવાનું અને તેમના બિલ પણ રજૂ કર્યા હતા, જોકે ચોક્કસ બાતમીથી પોલીસે કન્ટેનરની તપાસ કરતા વિદેશી દારૂની બોટલ ભરેલા 892 બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ 23,232 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી. • આટલો જથ્થો ગણતા પોલીસને મોડી રાતથી સવાર થઈ ગઈ હતી, ડ્રાયવરને અને ટ્રકને નરોડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. • પોલીસે કન્ટેનરના ડ્રાઈવરને અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ દારૂ કોણે મંગાવ્યો હતો અને તેના મુખ્ય સૂત્રધારો કોણ છે તે જાણવા તપાસ તેજ કરવામાં આવી રહી છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Naroda PCB liquor prohibition alcohol bottle police station asalali railway overbridge sutarna kharkhana ]
17 Mar 2026
Postsઅમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં એક સગીરે તેમના ટ્યુશન ક્લાસમેટ પર છરી હુલાળી! • અમદાવાદમાં સગીર વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસાની ઘટના ચિંતાજનક બની છે, થોડા મહિના પહેલા મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલમાં ઘટના બાદ ઘાટલોડીયા અને હવે બાપુનગરમાં રવિવારના દિવસે જાહેરમાં સગીર વચ્ચે છરીબાજી • બાપુનગરમાં બનેલી ઘટનાની વિગત: - સ્થળ: બાપુનગર, હીરાવાડી વિસ્તાર (તુલસી ફ્લેટ પાસે). - મુખ્ય કારણ: ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી. - હુમલો: ધોરણ 11માં ભણતા સગીરે તેના જ સાથી મિત્રના પેટના ભાગે છરીના ઘા ઝીંક્યા. - ઇજાગ્રસ્ત સગીર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે. • બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી સગીરની અટકાયત કરી તેમના માતા પિતાને સાથે રાખીને પૂછપરછ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bapunagar hirawadi minor child student tution class ]
17 Mar 2026
Postsગુજરાત સરકારે નાગરિકોને આદેશ આપ્યો છે કે જે લોકો પાસે ગેસ લાઇન કનેક્શન (PNG) અને ગેસ સિલિન્ડર (LPG) બન્ને કનેક્શન છે તેમણે એક કનેક્શન સરેન્ડર કરવું પડશે! • ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, રાજ્ય સરકાર હાલ LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) ના સ્થાને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ના વપરાશને વધુ પ્રાથમિકતા આપી રહી છે. • જે ગ્રાહકો પાસે LPG અને PNG બંને કનેક્શન છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન ફરજિયાતપણે સરેન્ડર (પરત) કરવાનું રહેશે. • સરકાર દ્વારા ઘરેલુ અને કોમર્શિયલ વપરાશકર્તાઓને પાઈપલાઈન ગેસ તરફ વાળવાનો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ PNG LPG cylinder gas connection pipeline surrender ]
17 Mar 2026
Postsભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા વધારવા માટે અપનાવવામાં આવી રહેલી 'સ્માર્ટ' ટેકનોલોજી • રેલવે હવે ડ્રોન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને ટ્રેનના પાટા અને પૈડાંનું લાઈવ મોનિટરિંગ કરશે. • આગામી સમયમાં રેલવેમાં કઈ રીતે નવી ટેક્નોલોજી વપરાશે: - રેલવેના પાટા અને ટ્રેનના પૈડાંની સ્થિતિ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, રાયપુર ડિવિઝનમાં ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનોના નિરીક્ષણ માટે થર્મલ મોનિટરિંગ સિસ્ટમનો પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ થયો છે. - ચાલતી ટ્રેનમાં ઢીલા પડેલા અથવા તૂટેલા ભાગોને ઓળખવા માટે AI સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. તે ખામી શોધીને તરત જ એલર્ટ આપે છે. - ટ્રાઈ-નેત્ર (Tri-Netra) સિસ્ટમ: IIT મદ્રાસ સાથે મળીને આ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. જેમાં ઓપ્ટિકલ કેમેરા, ઈન્ફ્રારેડ કેમેરા અને લિડાર (LiDAR) ટેકનોલોજીનો ઉપયોગ થશે. - રેલવે હવે માત્ર નિરીક્ષણ માટે જ નહીં, પણ પ્રોજેક્ટના મોનિટરિંગ અને પૂર જેવી આપત્તિઓ વખતે નુકસાનના આંકલન માટે પણ ડ્રોન વાપરશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Train railway drone artificial intelligence ]
16 Mar 2026
PostsAnother happy student sharing his success story! 🎓 Congratulations to Aryan Kataria for successfully starting his study abroad journey in Australia 🇦🇺 We’re proud that PFEC Global could support him throughout the student visa process, from counselling to final approval. A big thank you for trusting our team and sharing your experience. Your success motivates us to continue guiding more students toward their global education dreams. 🌍✈️ If you’re also planning to study in Australia, our certified counsellors are ready to help you at every step. 📩 DM us “AUSTRALIA” or comment AUSTRALIA to get expert guidance. Study in Australia, Australia student visa, overseas education consultant, Australia university admission, study abroad guidance #StudyInAustralia #StudentVisaSuccess #StudyAbroadConsultant #InternationalStudents
16 Mar 2026
ReelsBig news for fashion lovers in Ahmedabad! 🔥 Introducing KILO KULTURE – Gujarat’s #1 Bulk Fashion Hub, where you can shop branded clothing by the weight and save big on style. From fresh unused stock to a massive variety under one roof, fashion just got smarter and more affordable. - Clothing starting from just ₹9 - Location: Ground Floor, Anand Skylyf, Zundal–Tragad Rd, Chandkheda, Ahmedabad. - Grand Opening: 14 March 2026 Shop more. Pay less. Style by the kilo! #KiloKulture #ShopByWeight #AhmedabadShopping #FashionDeals BulkFashion AhmedabadFashion
13 Mar 2026
Reelsબાટલા માટે વિધાનસભામાં બબાલ, વિપક્ષના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો! • આજે 13 માર્ચે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ બાટલા બાબતે હુરિયો બોલાવ્યો હતો. • હાથમાં ગેસના બાટલા, ચૂલાના લાકડા અને બેનર સાથે પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. • વિપક્ષ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર આવનારી પરિસ્થિતિથી અવગત હતી તો શા માટે અગમચેતીના પગલાં ન લેવામાં આવ્યા? • દેશભરમાં હાલ ગેસની એજન્સીઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે સરકાર એમ કહે છે કે અમારા તરફથી જથ્થો પૂરતો ઉપલબ્ધ છે! • આ તમામ સર્જાયેલી પરિસ્થિતિ બાબતે વિપક્ષે વિધાનસભામાં વિરોધ નોંધાવ્યો હતો. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vidhansbha protests congress MLA Gandhinagar gas crysis LPG LNG ]
13 Mar 2026
Reelsઅમદાવાદ શહેરમાં હવે ગેસના બાટલાની “માથાકૂટ” • દ્રશ્યો નરોડા વિસ્તારની ગેસ એજન્સીની બહારના છે જ્યાં લોકોની લાંબી કતાર લાગી, લોકો સવારે 6:00 વાગ્યાથી લાઈનમાં ઊભા રહી ગયા. • લોકોનું કહેવું છે કે ઓનલાઇન બુકિંગ થઈ નથી રહ્યું માટે અમે અહીં લાઈનમાં ઊભા છીએ. • એજન્સીનું કહેવું એવું છે કે સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઇન બુકિંગમાં તકલીફ થઈ રહી છે, બુકિંગ વગર અમે બાટલો આપી શકીએ નહીં. • ઘણા બધા લોકો માત્ર ભવિષ્યના ડરને કારણે બાટલો લેવા ઊભા છે જ્યારે ઘણા બધાને ખરેખર સમસ્યા છે. • એક સાથે આટલા બધા બુકિંગ આવી જવાને કારણે ઓનલાઇન બુકિંગ સિસ્ટમમાં વારંવાર સમસ્યા થઈ રહી છે. • જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gas cylinder baatla line Iran Israel war lpg cylinder crisis ]
13 Mar 2026
Postsઉનાળાની શરૂઆતની સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનામાં પણ વધારો! આજે 2 અલગ અલગ જગ્યાએ 2 AMTS માં આગ લાગ્યાની ઘટના! • આજે સવારે પાલડીના મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે એક ચાલુ AMTS બસમાં આગ લાગી હતી, જો કે ડ્રાઇવર અને કંડક્ટરે સમસુચકતા વાપરીને તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી, લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો. • અન્ય એક બનાવમાં જુના વાડજ AMTS સ્ટેન્ડમાં રહેલી 70/2 નંબરની બસમાં બેટરી નજીક અચાનક ધૂમાડો નીકળતા ત્યાં રહેલા AMTS કર્મચારીએ તાત્કાલિક અગ્નિશામક સિલિન્ડર દ્વારા આગને ફેલાતી અટકાવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fire paldi mahalakshmi cross road AMTS juna vadaj fire bridged ]
13 Mar 2026
Postsવધતા અકસ્માતના લીધે ટ્રાફિક પોલીસ દ્વારા અનેકવાર ટ્રાફિક નિયમો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હોય છે. • ગત 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જે અંતર્ગત અમદાવાદ ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહીમાં કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. • જોકે આ મામલે નાગરિકોએ પણ રોષ ઠાલવ્યો છે, એક તરફ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ રોડ, રસ્તા, બ્રીજના અધૂરા કામ અથવા નબળા કામને લઈને પણ વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસના આ કડક વલણને પગલે શહેરીજનો બંને તરફથી મુશ્કેલીઓ! • ટ્રાફિક પોલીસએ સૌથી વધુ હેલ્મેટના ન પહેરનાર તેમજ અનઅધિકૃત રીતે પાર્ક કરેલ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Traffic police special drive helmet wrong side ]
13 Mar 2026
Reelsસિંધુભવનમાં AMTS નું મોર્ડન બસ સ્ટેશન. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના AMTS બસ સ્ટેશનને લોખંડમાંથી રૂપાંતરિત કરી સ્ટેઇનલેસ સ્ટીલનું અત્યાધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. • શહેરમાં આગામી સમયમાં આવા 100 જેટલા અને લોખંડના નવા 700 જેટલા બસ સ્ટેન્ડ બનાવવાનું કોર્પોરેશનનું આયોજન છે. • આ બસ સ્ટેશનની અંદર, CCTv Wi-Fi કેમેરા, આકર્ષક બેઠક વ્યવસ્થા, અમદાવાદની ઝાંખી દર્શાવતી કોતરણી, ડિજિટલ ડિસ્પ્લે જેવી વ્યવસ્થા સાથે રાત્રે અંધારું ન પડે તે માટે લાઇટ પણ મૂકવામાં આવેલી છે. • આ નવા બસ સ્ટેશનથી સુરક્ષા અને સુવિધા બન્ને મળી રહેશે એવો કોર્પોરેશનનો દાવો છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [AMTS station cctv ahmedabad transportation AMC corporation]
12 Mar 2026
Posts🎉 From Anand to UK🇬🇧🇬🇧🇬🇧🇬🇧 Dreams Turning Into Reality!🎉 🎉 🎉 Congratulations to Aashiyanabanu Pathan on successfully securing a student visa to study in the United Kingdom 🇬🇧 She will be pursuing MSc International Management at Regent College London for the April 2026 intake, along with an impressive £5000 scholarship. 🎓✨ Your dedication and hard work have paid off, and we are proud to be part of your study abroad journey. 🌍 Wishing you great success and an amazing future in the UK! 🚀 If you also want to study in the United Kingdom, our expert counsellors at PFEC Global are here to guide you. 📩 DM us “UK” or comment UK to start your study abroad journey. #VisaGranted #UKStudentVisa #StudyInUK #PFECGlobal #ScholarshipSuccess
12 Mar 2026
Postsગિફ્ટ સીટી તેમજ તેની આસપાસ ગાંજો વેચવા આવેલા એક ઈસમને ભાડે રાખેલા ફલેટમાંથી ગાંજા સાથે ધરપકડ! • ગિફ્ટ સિટીમાં આવેલા શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23માં માળેથી ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કુલ 26.11 લાખની કિમતનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. • આરોપી અંકિત કક્કડ એક દિવસ પહેલા જ આ ફ્લેટમાં 'Airbnb'એપ્લિકેશનનો ઉપયોગ કરીને દૈનિક 3,000 રુપિયા ભાડા પેટે ચૂકવીને રહેતો હતો. ત્યારે આરોપી મહિને કુલ 90 હજાર ભાડું ચૂકવવાનો હતો. • બાતમીના આધારે SOG ટીમ 11 માર્ચના રોજ ફલેટમાં રેઇડ કરી હતી. પોલીસને રેઇડ દરમિયાન ફ્લેટના બેડરુમમાં રાખેલ બેગમાંથી 0.746 કિ.ગ્રા ગાંજો મળી આવ્યો હતો. • આ સાથે જ 2 આઇફોન, 4000 રોકડા,એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને આધાર કાર્ડ સહિતનો કુલ 26,65,500ની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. • આરોપી ગાંજાનો જથ્થો 2 દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસેથી અનિકેત રબારી નામના શખ્સ પાસેથી લીધો હતો, હાલ તેની સામે પણ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gift city weed Airbnb rent ]
12 Mar 2026
Postsરઝળતા પશુને પકડતી ટીમના કર્મચારી પર લાકડી વડે હુમલો! અમદાવાદમાં રઝળતા પશુને પકડવા માટે CNCD ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે 10 માર્ચના રોજ નરોડાના ભરવાડ વાસ પાસે ત્રણ ગાયોને CNCD ટીમ દ્વારા પકડવામાં આવી હતી. • જો કે આ ગાયોને પકડીને ટીમ પોતાનું કામ કરી તમામ કર્મચારીઓ પોત પોતાના ઘરે જવા નીકળ્યા હતા જેમાંથી એક કોન્ટ્રાક્ટ કર્મચારી રજનીકાંત વાઘેલા કૃષ્ણનગરમાં મધુવન ગ્લોરી ફ્લેટ ખાતે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે 4 પશુ માલિકો ત્યાં તેની પાછળ આવી અને લાકડી વડે હુમલો કર્યો હતો. • 2 બાઇકમાં આવેલા 4 લોકોએ કોન્ટ્રાક્ટ કર્મચારી પર હુમલો કરીને ધમકી પણ આપી હતી કે, "જો નરોડામાં ફરી ગાયો પકડવા આવ્યો તો જાનથી મારી નાખીશું" • ઘાયલ કર્મચારીને આસપાસના ફ્લેટધારકોએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, ત્યારબાદ કર્મચારીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 4 ઇસમો સામે ફરિયાદ નોંધાવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CNCD no cattle zone naroda krishnangar ]
12 Mar 2026
Reelsઆજે ૧૨ માર્ચ ૨૦૨૬ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા વિસ્તાર અને અપના બજાર પરિસર)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ મારફતે મળી હતી, અને તેને કારણે કોર્ટ સંકુલમાં હલચલ મચી ગઈ હતી. સ્થળ: અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ, ઘી કાંટા (જેને મેટ્રો કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે). ઘટના: આજે સવાર/દિવસ દરમિયાન ધમકીભર્યો ઈ-મેલ મળ્યો, જેમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પ્રતિસાદ: કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું. ન્યાયાધીશો, વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ, પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક સ્થળે પહોંચી અને સઘન તપાસ શરૂ કરી. પહેલી વખત: અત્યાર સુધી મુખ્યત્વે હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને આવી ધમકીઓ મળી હતી, પરંતુ આ મેટ્રોપોલિટન કોર્ટને પહેલી વખત આવી ધમકી મળી છે. હાલની સ્થિતિ: તપાસ ચાલુ છે, અને મોટા ભાગની આવી ધમકીઓ અગાઉ hoax (ખોટી) જાહેર થઈ હતી. અને અહીં પણ કઈ શંકાસ્પદ મળી આવેલ નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Bomb threat metropolitan court gheekanta police fire brigade team search operation]
12 Mar 2026
ReelsPower, Presence ane Performance — હવે એક જ SUV માં. 🔥 Renault Duster સાથે મેળવો bold design, powerful stance ane next-level comfort. City drive હોય કે highway trip — દરેક સફર બને confident ane powerful. Renault Duster — The Legend Returns. 📍 હવે ઉપલબ્ધ છે Karnavati Renault ખાતે. 🚗 Visit your nearest Renault Karnavati Showroom today or give a call at, Renault Karnavati West : Bodakdev- +91 96627 48166 (West), Renault Karnavati East : Odhav - +91 90549 89360 ( RenaultDusterAhmedabad, NewRenaultDusterIndia, PremiumSUVIndia, ADASSUVFeatures, CompactSUVIndia, SUVwith360 Camera, AdaptiveCruiseControlSUV, KarnavatiRenaultShowroom ) #RenaultDuster #LegendReturns #KarnavatiRenault #PremiumSUV #ADAS SUVLife AhmedabadCars RenaultIndia
12 Mar 2026
Postsઅમદાવાદ મેટ્રોપોલિયન કોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ફરીથી ધમકી મળી! • વિવિધ સરકારી કચેરી તેમજ કોર્ટને ધમકી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, આજે 13 માર્ચે ફરી એકવાર ઘી કાંટા ખાતે આવેલી અમદાવાદ મેટ્રોપોલિયન કોર્ટને ગોમતી ઉડાવી દેવાની ધમકી મળતા ફાયર બ્રિગેડ, પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડ્યો હતો. • હાલ સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવીને તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. • ફાયરની 3 જેટલી ગાડીઓ કોર્ટ ખાતે પહોંચી છે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gheekanta Metropolitan Court bomb threat police fire bomb squad checking ]
12 Mar 2026
Postsઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધતા ડેવલોપમેન્ટની સાથે સાથે વધતી ગુનાખોરી, ચોરી, લૂંટફાટના પગલે પોલીસ વિભાગ દ્વારા વધુ એક DCP ઝોન 8 બનાવવામાં આવ્યો. • ઝોન 5 અને ઝોન 6 માંથી કુલ 5 પોલીસ સ્ટેશન હવે ઝોન 8માં ઉમેરવામાં આવ્યા. • પોલીસના ઝોન-4 અને 5માં પણ ફેરફારો કરી નવા ઝોન 8માં ઓઢવ, નિકોલ, રામોલ, વટવા, વટવા GIDC અને નવનિર્મિત વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે. • શહેરમાં રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારનું વિભાજન કરીને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે. • આગામી સમયમાં શહેરમાં નવા ત્રણ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે. જેમાં ઝોન 8માં વસ્ત્રાલ, ઝોન 4માં હંસપુરા અને ઝોન 2માં મોટેરા પોલીસ સ્ટેશન અમલી બનશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Police DCP zone 5 zone 6 zone 8 mayur patil hanspura Vastral ramol station ]
11 Mar 2026
Postsઅમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાયો છે, શરૂઆતમાં જ તાપમાન 40° પાર પહોચતા કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં! • આ વર્ષે કોર્પોરેશન દ્વારા વિવિધ 350 થી વધુ સ્થળોએ પીવાના પાણીની પરબ મૂકવામાં આવશે, તેમજ વિવિધ સંસ્થાઓ અને NGO સાથે મળીને 1000 થી વધુ સ્થળે પીવાના પાણીની સુવિધા ઉભી કરશે. • આ સિવાય તમામ BRTS તેમજ AMTS સ્ટેશનો પર પણ પીવાના પાણીની સુવિધા મૂકશે, અને મુખ્ય સ્ટેશનો પર ORS પેકેટનું વિતરણ પણ કરવામાં આવશે. • આ સિવાય 70 જેટલા જંક્શનો પર બપોરે સિગ્નલો બંધ રાખવામાં આવશે, તેમજ 24 જેટલા મોટા સિગ્નલો પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. • શહેરના તમામ કોર્પોરેશનના બગીચાઓ રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. • સિવિલ હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Heat action plan garden drinking water signal off AMTS BRTS ORS packet ]
11 Mar 2026
Reelsભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ તોડવામાં પણ તંત્રની લાલીયાવાડી! સમયમર્યાદામાં બ્રિજ તોડવાનું કામ પૂરું ન થતા સ્થાનિકોમાં રોષ. • કોર્પોરેશનના ભ્રષ્ટાચારની ચરમસીમા જેવા ઉદાહરણ હાટકેશ્વર બ્રિજને આખરે તોડવાનો નિર્ણય લેવાયા બાદ વર્ષ 2025 ઓગસ્ટથી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી પણ આજે 2026માર્ચ સુધીમાં બ્રિજ સંપૂર્ણ તૂટ્યો નથી. વચ્ચેના બે સ્પાન હજુ બાકી છે જેને કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા તોડી પાડવા સ્થાનિકોની માંગ. • આ વીડિયો આપ જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં હાટકેશ્વર બ્રિજ નીચે તોડવા માટે સપોર્ટ મૂકવા મુકેલા રેતીના ઠેલા ધસી પડતા નીચે દબાઈ જતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આવી અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા તોડી નાખવા માંગ ઉઠી. • કોર્પોરેશન સાથે અમે વાતચીત કરી તો એમનું કહેવું છે ટ્રાફિક ડાયવર્ઝન પરમિશન મળતા જ અમે કામ પૂર્ણ કરીશું જ્યારે સ્થાનિકોને તેમજ અન્ય વહેતી થયેલી વાતો મુજબ તોડનાર કોન્ટ્રાક્ટ કંપનીનું પેમેન્ટ પૂરું ન થતા આ કામ બંધ થયું છે.પણ ખરી સ્થિતિ મુજબ બ્રિજને તાત્કાલિક દૂર કરવો જરૂરી. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad City corporation hatkeshwar bridge amc corruption ]
11 Mar 2026
Reelsહાટકેશ્વર બ્રિજ પર તોડવાની કામગીરી દરમિયાન અકસ્માત, બે લોકો દટાયા, બંનેને ગંભીર ઈજાઓ. • હાટકેશ્વર બ્રિજના લાંબા વકરેલા વિવાદ બાદ બ્રિજ તોડવાની કામગીરી ઓગસ્ટ 2025 થી શરૂ કરવામાં આવી પણ માર્ચ 2026 સુધીમાં પણ વચ્ચેના બે સ્પાન લટકેલી હાલતમાં! દુર્ઘટનાનો ખતરો સેવી સ્થાનિકોએ વારંવાર વિરોધ કર્યો પણ જલ્દી કામગીરી શરૂ થઈ નહીં અને આ અકસ્માત થયો. • હાલ અહીંયા રેતી કોંક્રિટ ભરેલી બેગો બ્રિજને તોડતા સમયે ટેકો આપવા ગોઠવાઈ હતી જે ધસી પડતા તેના પાસે ફ્રૂટની લારી ચલાવતા મહિલા સહિત અન્ય એક વ્યક્તિ દટાયા હતા. • બન્નેને ગંભીર ઇજાઓ થતા તત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. • હવે આવી અન્ય કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા આખો બ્રિજ ઉતારી લેવામાં આવે એવી સ્થાનિકોની માંગ. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad City corporation hatkeshwar bridge amc corruption lady injured ]
10 Mar 2026
Postsકોર્પોરેશનમાં કરવામાં આવતી ફરિયાદ અનેકવાર નિવારણ વગર જ બંધ કરી દેવાનું તેમજ ફરીયાદોનું તાત્કાલિક નિવારણ ન આવતી હોવાની રજૂઆત બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વહીવટને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે CCRS 2.0 (Comprehensive Complaint Redressal System) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, આ પ્રોજેક્ટ AI આધારિત છે. • આ સિસ્ટમ જૂની ફરિયાદ નિવારણ પદ્ધતિનું અપગ્રેડેડ વર્ઝન છે, જેનો મુખ્ય હેતુ પારદર્શિતા અને ઝડપ લાવવાનો છે. • નાગરિકો ફોનથી, 'AMC Seva' એપ દ્વારા, વોટ્સએપ ચેટબોટ, AMCની સત્તાવાર પોર્ટલ, સહિત સોશિયલ મીડિયા X પર ફરિયાદ કરી શકશે. • આ તમામ ફરિયાદો એક પોર્ટલ પર સ્ટોર થશે, દરેક ફરિયાદ માટે એક યુનિક ટોકન નંબર મળશે, તેમજ ફરિયાદ કયા ટેબલ પર છે અને કયા અધિકારી પાસે છે તેની જાણકારી SMS દ્વારા મળશે. • જ્યાં સુધી નાગરિક સંતુષ્ટ ન થાય ત્યાં સુધી ફરિયાદને 'Close' કરવા માટે ઓટીપી (OTP) સિસ્ટમ અથવા ફીડબેક લેવામાં આવશે, CCRS 2.0 માં ફોટોગ્રાફ્સ અને લોકેશનનો ઉપયોગ અનિવાર્ય બનાવ્યો છે: • અધિકારીએ કામ પૂરું થયા પછી તે જ સ્થળનો 'Before' અને 'After' ફોટો અપલોડ કરવો પડે છે, જે જીઓ-ટેગ થયેલ હોય છે. તેમજ આ તમામ ફોટા પર AI ની નજર રહેશે. • જો કોઈ ફરિયાદ નિર્ધારિત સમય મર્યાદા (SLA) માં ઉકેલાતી નથી, તો તે આપમેળે તેનાથી ઉપરના અધિકારી (દા.ત. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરથી ડેપ્યુટી સિટી એન્જિનિયર) પાસે ટ્રાન્સફર થઈ જાય છે. આનાથી અધિકારીઓની જવાબદારી નક્કી થાય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ complain CCRS 2.0 corporation before after 155303 ]
Postsઅમદાવાદ-ધોલેરા વચ્ચે હાલ એક્સપ્રેસવે બનીને તૈયાર છે ત્યારે ભવિષ્યમાં ધોલેરા સાથે વધુ કનેક્ટિવિટી માટે સેમી હાઈસ્પીડ રેલવે માટેનો DPR પણ તૈયાર. • હાલ રેલવેની મંજૂરી માટે મોકલવામાં આવ્યો, મંજૂરી બાદ 3 વર્ષમાં સરખેજથી ધોલેરા થઈ બાવલિયારી સુધી સેમી હાઈસ્પીડ ટ્રેન ટ્રેક નાખવામાં આવશે. • આ પ્રોજેક્ટ માટે ખુલ ખર્ચ ₹6,000 કરોડ થશે, નવી રેલવે લાઇન સરખેજથી વાસણા, ચાચરવાડી, ધોળકા, રૂપગઢ, લોથલ રોડ, ધોલેરા એરપોર્ટ, ધોલેરા SIR, મૂંડી, હેબતપુર થઈ બાવલિયારી જશે. જો કે ભવિષ્યમાં આ રૂટ ભાવનગર સુધી પણ લંબાવવાનું આયોજન છે. • આ બ્રોડગેજ લાઈન 1676 મીમી ઉપર વિકસાવવામાં આવશે જે વિશ્વની પહેલી સેમી હાઈ સ્પીડ જેલ પ્રોજેક્ટ સિસ્ટમ હશે, અહીં મિક્સ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરાશે જે રૂટ પર માલગાડી 100 કિલોમીટર પ્રતિ કલાક તેમજ પેસેન્જર ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ semi high-speed rail network Sarkhej to Dholera railway passenger goods train ]
10 Mar 2026
Postsરવિવારે અમદાવાદમાં આયોજિત ટી0 વર્લ્ડ કપ મેચમાં અનેક રેકોર્ડ તૂટ્યા, ત્યારે અમદાવાદ મેટ્રો અને રેલવે દ્વારા પણ ખાસ ટ્રેનો દોડાવી વધુ કમાણી કરી હતી. • લોકોને અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવવા રેલવેમાં તેમજ શહેરમાં કોઈપણ સ્થળેથી સ્ટેડિયમ સુધી પહોંચવા મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. • અમદાવાદમાં સામાન્ય રવિવારના દિવસે મેટ્રોમાં એક લાખ લોકો મુસાફરી કરે છે પરંતુ આ રવિવારે વર્લ્ડ કપના લીધે મેટ્રોમાં નોંધાયા 1.62 લાખ પેસેન્જર. • આ સાથે જ સ્પેશિયલ ₹50ની ટિકિટ પણ 20,000થી વધુ વેચાઈ હતી, જેમાં કુલ કમાણી 10.45 લાખની થઈ હતી. • અન્ય અમદાવાદમાં રમાયેલી મેચના લીધે કુલ 6 મેચના દિવસોમાં મળીને કુલ 11.26 લાખ મુસાફરો નોંધાયા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ T20I cricket match india vs newzealand final match metro railway income passenger ]
10 Mar 2026
Postsગુજરાત વિધાનસભામાં હાલ પ્રશ્નોત્તરી ચાલી રહી છે ત્યારે રવિવારે યોજાયેલ વર્લ્ડ કપ મેચની ટિકિટને લઈને કોંગ્રેસ તેમજ ભાજપના ધારાસભ્યોએ ટિકિટ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં રમાનારી મેચમાં ધારાસભ્યોને પણ મેચ નિહાળવા માટે ટિકિટ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેમની સામે ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ આશ્વાસન આપ્યું હતું કે આગામી સમયમાં આવી ટક્કરવાળી મેચમાં ધારાસભ્ય માટે ટિકિટનું આયોજન કરાશે. • જોકે હાલ પ્રશ્નોત્તરીમાં આ ટિકિટના મુદ્દા લેવામાં આવતા APP ના નેતા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે અહીં લોકોની સુવિધા અને સમસ્યાના લગતા પ્રશ્નો કરવાના હોય છે, લોકોને પાયાની સુવિધા નથી મળી રહી અને અહીં કરોડોના ખર્ચે વિધાનસભા ચાલે છે ત્યારે ગુજરાતની જનતાએ ગંભીર નોંધ લેવી જોઈએ કે વિધાનસભામાં કેવા મુદ્દા આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ World Cup ticket vidhansabha legislative assembly jitu vaghani gopal italiya ]
10 Mar 2026
Postsશહેરમાં પોલીસ કમિશનર દ્વારા DJ તેમજ ઉચ્ચ અવાજ કરતા લાઉડ સ્પીકરને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું! • પોલીસ કમિશનર દ્વારા આગામી 60 દિવસ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં વિસ્તાર મુજબ અવાજની ડેસીબલ (dB) મર્યાદા નક્કી કરવામાં આવી છે. • આ સિવાય અન્ય પ્રતિબંધ અને નિયમો પણ લાગુ પાડવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Loud speaker DJ jahernama ]
10 Mar 2026
Postsશહેરમાં આજથી આગામી 2 દિવસ હીટવેવ! • હવામાન વિભાગ દ્વારા અમદાવાદ રાજકોટ ભુજ સહિતના વિસ્તારોમાં હીટવેવની આગાહી, તાપમાન 40° પાર જશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Temperature summer season peak hit wave ]
10 Mar 2026
Postsગઈકાલે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને દર્શકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જો કે આ ઉત્સાહ અને ભીડનો તેમજ અન્ય લાભો અનેક લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. • સૌથી વધુ તો ટિકિટની કાળાબજારી જોવા મળી હતી જેમાં ₹2000 કિંમતની ટિકિટ બ્લેકમાં ₹8 હજારથી લઈને ₹15 હજાર સુધીમાં વેચાઈ રહી હતી, જો કે પોલીસ દ્વારા કુલ 6 કેસમાં 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. • ટિકિટની આમ જોઈએ તો ખુલ્લે આમ સોશિયલ મીડિયા તેમજ અન્ય સ્થળોએ કાળાબજારી ધૂમ જોવા મળી. • આ સિવાય અનેક ગઠિયાઓએ તકનો લાભ ઉઠાવી ડુપ્લીકેટ ટિકિટ બનાવીને લોકોને મોંઘા ભાવે પધરાવી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા જેમાં 500 જેટલા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી લેતી સમયે ખબર પડી કે તેમની ટિકિટ નકલી છે. • આ સિવાય સ્ટેડિયમ બહાર પણ પાણી અને અન્ય વસ્તુઓના વેચાણમાં પણ ડબલ ભાવ વસૂલવામાં આવ્યા જેમાં ₹10ની પાણીની બોટલો ₹20માં વેચતા જોવા મળ્યા. • ભીડનો લાભ ઉઠાવી ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા જેમાં 100 જેટલા મોબાઈલ પર્સ ચોરાયા હોવાનું સામે આવ્યું. • આ સિવાય અનેક જગ્યાએ લોકોએ તકના લાભ ઉઠાવી પાર્કિંગ સહિત અનેક વસ્તુઓમાં દર્શકો પાસેથી ડબલ ભાવ લૂંટ્યા હોવાનું આવ્યું સામે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad narendr modi stadium motera sabarmati parking duplicate ticket black market ]
9 Mar 2026
PostsAnother success story! 🎓✨ Congratulations to Franjo Pious for securing admission to Chemnitz University of Technology and receiving his student visa to Germany. 🇩🇪 Thank you for trusting PFEC Global with your study abroad journey. We are proud to support students in achieving their international education dreams. 🌍 #StudyInGermany #StudentSuccess #Studentvisa #StudyAbroadJourney #PFECGlobal
9 Mar 2026
Postsનરોડા પોલીસે નાના ચિલોડા સર્કલ પાસે આવેલા એટલાન્ટા બિઝનેસ હાઉસના બીજા માળેથી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું. • એન્જલ લકઝરી સ્પા નામે ચાલતા સ્પા હાઉસમાં બાતમીના આધારે પોલીસે નકલી ગ્રાહક મોકલી દરોડા પાડતા 2 યુવતીઓ ઝડપાઈ હતી, જેની પૂછપરછ કરતા તેઓને નિખિલ ગુલાબવાણી અને અરવિંદ નામના શખ્સ દ્વારા અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. • પોલીસે હાલ સ્થળ પરથી DVR કબ્જે લઈને બંને સામે ફરિયાદ દાખલ કરી, જો કે આ બન્ને સ્થળ પર ન હોવાથી નરોડા પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Spa nana chiloda naroda police atlanta business hub angle luxury spa ]
9 Mar 2026
Postsધમકીભર્યા ઇમેઇલ મળવાનો સિલસિલો યથાવત્! • ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિત ગ્રાહક કોર્ટ તેમજ અમરેલી અને દાહોદ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ • સ્કૂલો અને કોર્ટને અગાઉ પણ અનેકવાર મળી ચૂકી છે ધમકીઓ હાલ પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે તમામ ઘમકી મળેલી કોર્ટના પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું છે અને તપાસ એજન્સીઓ દ્વારા બોમ્બ સ્ક્વોડ બોલાવી તપાસ હાથ ધરવામાં આવી. • જો કે થોડા દિવસો પહેલા જ આવા ધમકીભર્યા ઇમેઇલ મોકલનાર એક યુવકને પશ્વિમ બંગાળથી પકડવામાં આવ્યો હતો. • જો કે સતત મળતી ધમકીઓના લીધે કોર્ટની કાર્યવાહીમાં પણ રૂકાવટ થઈ રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bomb threats court gujarat highcourt session court ]
9 Mar 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા શહેરમાં બનાવાશે 'ટ્રી બસ સ્ટેશન' આ પ્રોજેક્ટ વિકાસ અને કુદરતી સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનું કરશે કામ! • પ્રોજેક્ટ વિશેની મુખ્ય વિગતો - અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રથમ 'ટ્રી બસ સ્ટોપ' બનાવવામાં આવશે. આ દેશનું અનોખું અને પ્રથમ આવું પ્રયોગાત્મક પ્રોજેક્ટ છે. - હાલના ઘટાદાર વૃક્ષને કાપવાને બદલે તેની આસપાસ જ આધુનિક બસ સ્ટોપ ડિઝાઇન કરવામાં આવશે. વૃક્ષની ડાળીઓ જ કુદરતી છત તરીકે કામ કરશે, જેથી વૃક્ષના વિકાસમાં કોઈ અવરોધ ન આવે. - આ એક સ્ટેશન માટે અંદાજે ₹5.72 લાખનો ખર્ચ થશે. • બસ સ્ટેન્ડમાં સુવિધાઓ: - મિસ્ટ સ્પ્રિંકલર: ઉનાળાની તીવ્ર ગરમીમાં પાણીની બારીક બુંદો છોડીને વાતાવરણને ઠંડું રાખશે, જેથી મુસાફરોને ઠંડક મળે અને પરસેવો ન થાય. - આરામદાયક બેઠક વ્યવસ્થા: ચેર અને બાંકડા, ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે સરળતા. • આ પાયલોટ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં દરેક ઝોનમાં 2-2 એવા સ્ટેશન બનાવવામાં આવશે. જો સફળ થશે તો આખા શહેરમાં વિસ્તારવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMTS tree bus station transportation nature concept pilot project ]
9 Mar 2026
ReelsTradition hits different when it’s a jam session. 🔥 High energy, soulful rhythms, and a crowd that feels like family. If you haven't been to the OG Bhajan Jamming yet, you’re missing out on the real Ahmedabad night life. It's the kind of night that turns into a core memory with your best people. No fancy clubs, just pure energy and good vibes. Plan your Saturday: M K Farm, Ahmedabad March 21 | 8:30 PM Passes: ₹499 onwards Link for passes: https://allevents.in/ahmedabad/og-bhajan-jamming-tickets/80003184802968 Tag the squad you’re bringing! 👇 #BhajanJamming #AhmedabadEvents #TheOG #AmdavadNiRaat #LiveSoulfulMusic
9 Mar 2026
Reelsગઈકાલે ભારતની જીત બાદ શહેરમાં ઠેર ઠેર ઉજવણી થઈ ત્યારે નિકોલમાં રાજહંસ સિનેમા સર્કલ પર લગાવેલા મોનાર્ક યુનિવર્સિટીના સ્કલ્પચરને નાગરિકો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું. • ભેગી થયેલી ભીડમાં અમુક લોકો દ્વારા સર્કલના સ્કલ્પચરને નુકશાન પહોંચાડી તોડી નાખવામાં આવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ India win celebration nikol rajhans cinema circle monark university ]
9 Mar 2026
Reelsમોટેરા સ્ટેડિયમ બહાર દર્શકો ખુશ! જુઓ માહોલ વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [India New Zealand world cup cricket match final T20 world cup motera narendra modi stadium]
8 Mar 2026
Reelsભારતની જીત પર અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ India cricket ICC T20I world cup champion narendra modi motera stadium suryakumar yadav sanju samson ishan kishan abhishek sharma celebration ]
8 Mar 2026
Reelsમોદી સ્ટેડિયમ બહાર લોકો દ્વારા ભારતની જીત પર સેલિબ્રેશન શરૂ! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ India cricket ICC T20I world cup champion narendra modi motera stadium suryakumar yadav sanju samson ishan kishan abhishek sharma ]
8 Mar 2026
Postsભારત ફરી ચેમ્પિયન!!! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ India cricket ICC T20I world cup champion narendra modi motera stadium suryakumar yadav sanju samson ishan kishan abhishek sharma ]
8 Mar 2026
Reelsમોટેરા સ્ટેડિયમ બહાર ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ! 1,30,000+ લોકો t20 વર્લ્ડ કપ 2026 ફાઈનલ મેચ જોવા એકત્રિત થયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [India New Zealand world cup cricket match final T20 world cup motera narendra modi stadium]
8 Mar 2026
Reelsમોટેરામાં ક્રિકેટનો “મહામેળો”! દેશ વિદેશથી દર્શકો ઉમટી પડ્યા! દર્શકોને પ્રવેશ આપવાની શરૂઆત. 5:30 એ ક્લોઝિંગ સેરેમની, 6:30એ ટોસ થશે અને 7 વાગે મેચ શરૂ થશે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [India New Zealand world cup cricket match final T20 world cup motera narendra modi stadium]
8 Mar 2026
Postsઆજની મેચ અંગે તમામ માહિતી, મેચનો ટાઈમ ટેબલ, મેટ્રો, BRTS, AMTS અને પાર્કિંગ સહિત તમામ માહિતી 👉 વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cricket T20 world cup india new zealand final motera narendra modi stadium]
8 Mar 2026
Postsઅમદાવાદ એરપોર્ટ પર ₹63 લાખ કિંમતના વિદેશી ચલણ સાથે યુવક અને યુવતીની અટકાયત. • અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બેંગકોક જતી ફ્લાઈટ નંબર FD145 (થાઈ એરએશિયા)માં વલસાડના એક પુરુષ અને એક મહિલા મુસાફરને અટકાવ્યા હતા. • તેમની ટ્રોલી બેગની તલાશી દરમિયાન મોટી માત્રામાં અમેરિકી ડોલર મળી આવ્યા. પુરુષ મુસાફર પાસેથી 35,300 USD અને મહિલા મુસાફર પાસેથી 35,040 USD મળ્યા, આ રકમનું ભારતીય રૂપિયામાં મૂલ્ય આશરે ₹63 લાખથાય છે. આ નોટો વેક્યુમ પેક કરીને ટ્રોલી બેગમાં છુપાવવામાં આવી હતી. • મુસાફરોને આટલી મોટી વિદેશી ચલણી નોટો લઈ જતા પૂછપરછમાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો. • આ રકમને કસ્ટમ્સ એક્ટ 1962, FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) 1999 અને વિદેશી ચલણના નિકાસ/આયાત નિયમો હેઠળ જપ્ત કરવામાં આવી છે. બંને મુસાફરો વલસાડના રહેવાસી છે, એમ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. • હાલ કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે જેમાં આ રકમ કોને આપી હતી અને બેંગકોકમાં કોને આપવાની હતી, તેમજ આટલી મોટી રકમ ક્યાંથી આવી, અને ક્યાં વપરાશમાં લેવામાં હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SVPI Airport costom officers dollars currency Bangkok flight seized ]
7 Mar 2026
Postsઆવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે હાલ ટિકિટને લઈને કાળાબજારી શરૂ! • અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં LCB ઝોન-2ની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મોટેરા સ્ટેડિયમ પાસે એક શખ્સ ઓનલાઇન બુક કરેલી ટિકિટો અત્યંત ઊંચા ભાવે વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને સ્ટેડિયમ બહારથી જ આરોપીને કાળાબજાર કરતા રંગેહાથ ઝડપી લીધો હતો. • પોલીસે તપાસ કરતા વાસણામાં રહેતા વંશ હિરલકુમાર શાહ પાસેથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચની કુલ 2 ટિકિટો મળી આવી હતી, આ શખ્સ માત્ર 2,000ની મૂળ કિંમત ધરાવતી એક ટિકિટ 11,000ની કિંમતે વેચવાનો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ ICC T20I world cup match cricket final ticket black market motera stadium sabarmati LCB police ]
7 Mar 2026
ReelsNothing speaks louder than a patient’s experience. Another happy patient sharing their journey and trust in Dr. Alpesh Patel and the team at Tirtham Surgical Hospital. 📞 Free Helpline: 99744 16665 #PatientTestimonial #TirthamSurgicalHospital #DrAlpeshPatel #HappyPatient #HealthcareExcellence
7 Mar 2026
Postsવટવા વિસ્તારમાં નકલી ઠંડા પીણાં બનાવતી ફેક્ટરી ઝડપાઈ! 2₹ માં પાઉચમાં વેચતા નકલી મેંગો જ્યુસની ફેક્ટરીમાં પોલીસની રેડ! • બાતમીના આધારે પોલીસે નવાપુરા મેદાન નજીકની ગલીમાં રહેણાંક મકાનમાં તપાસ કરતા સ્થળ પરથી 'લાજવાબ મેંગો પેપ્સી' નામના ડુપ્લીકેટ પાઉચનો મોટો જથ્થો મળી આવ્યો હતો. • તપાસમાં કુલ 15,450 નકલી પાઉચ મળ્યા. આ ઉપરાંત, પાઉચ બનાવવાની ત્રણ મશીનો, પાઉચની થેલીઓ અને પેકિંગ માટેના રોલ પણ જપ્ત કરી અંદાજે 2.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. • આ મામલે નવાપુરા વિસ્તારના રહેવાસી મુમતાજ અહેમદ અંસારી (ઉંમર 33 વર્ષ, રહે. નવાપુરા જૈન આશ્રમની પાછળ, વટવા)ની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે તે ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ પેપ્સી પાઉચ બનાવીને વેચાણ કરતો હતો. તે છેલ્લા 2થી અઢી વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. • હાલ આ ગુનામાં કોપીરાઈટ એક્ટની કલમ 63 અને 64 મુજબ વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Duplicate mango juice pouch vatva health copyright police ]
7 Mar 2026
Postsઆજથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો, હવે ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ ₹920 • મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલની આયાતની અછત વચ્ચે હાલ સરકારે ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કર્યો, ઘરેલું બાટલા દીઠ ₹60 અને કોમર્શિયલ 19 કિલોના બાટલામાં ₹115 નો વધારો. • હાલ સરકારે રિફાઇનરીઓને પ્રોપેન અને બ્યુટેનને માત્ર ઘરેલું ગેસ વપરાશ માટે વાપરવા આદેશ કર્યા છે. • સપ્લાયમાં સંકટના કારણે હાલ ફેક્ટરીઓમાં આપતો ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. • જો કે હાલ સરકારે મિડલ ઇસ્ટના દેશો પર નિર્ભરતા ઘટાડી રશિયા પાસેથી તેલની ખરીદી કરી રહ્યું છે. • ભારત સરકારના કહેવા મુજબ હાલ પેટ્રોલિયમ પ્રોડક્ટનો પૂરતો જથ્થો છે, કોઈ સંગ્રહખોરી કરવાની લોકોને જરૂર નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gas cylinder indane bharat gas domestic comercial price hike ]
7 Mar 2026
ReelsUpgrade your wardrobe without spending extra! 👗👕 At Tywist Store, fashion just got more exciting with the Opening Offer – Buy 1 Get 1 FREE on branded clothes! 🎉 Now open at Ved Arcade Mall, Vastral, Tywist brings a stylish collection for both men and women. From trendy one pieces, co-ord sets, jeans, T-shirts, denim, shirts, shorts to jackets — everything you need to refresh your look is right here. Why wait? Grab your favorite outfits and enjoy the Buy 1 Get 1 FREE opening offer today. Visit the store and shop your style now! 🛍️✨ #Tywist #VastralShopping #AhmedabadFashion #Buy1Get1 #OpeningOffer
6 Mar 2026
Postsઅમેરિકાએ ભારતને રશિયા ઓઈલ ખરીદી માટે છૂટછાટ આપી! • મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં અવરોધોને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ ઊભું થતા અમેરિકાએ ભારતને મોટી રાહત આપી છે. • અમેરિકા દ્વારા 30 દિવસની વિશેષ છૂટ - અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ એ જાહેરાત કરી છે કે ભારતની રિફાઇનરી કંપનીઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદી શકશે. - આ છૂટ મુખ્યત્વે 30 દિવસ માટે છે. યુએસ ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) ના જણાવ્યા અનુસાર, 5 માર્ચ 2026 સુધીમાં જે ઓઈલ જહાજોમાં લોડ થઈ ગયું હતું, તેને ભારત ખરીદી અને અનલોડ કરી શકશે. - ભારતે છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયન ઓઈલની આયાત ઘટાડી હતી, પરંતુ વર્તમાન કટોકટીમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. - જાન્યુઆરી 2026 માં રશિયાનો ભારતની કુલ તેલ આયાતમાં હિસ્સો ઘટીને 20% થી નીચે (લગભગ 19.3%) આવી ગયો હતો, જે છેલ્લા 44 મહિનામાં સૌથી ઓછો હતો. - અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયન તેલ ખરીદવા બદલ 25% વધારાની ડ્યુટી (ટેરિફ) લાદવાની ચેતવણી આપી હતી. જોકે, ફેબ્રુઆરી 2026 માં આ ટેરિફ હટાવી લેવામાં આવ્યા હતા કારણ કે ભારતે અમેરિકા પાસેથી વધુ ઉર્જા ખરીદવાની અને રશિયા પર નિર્ભરતા ઘટાડવાની ખાતરી આપી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Oil Russia america tariff purchase ]
6 Mar 2026
Postsઅમદાવાદમાં આવનારી T20I વર્લ્ડ કપ ફાઇનલને લઈને ભારે ઉત્સાહ વચ્ચે હાલ અમદાવાદમાં હોટલના ભાડા આસમાને, આ સાથે જ રવિવારે અન્ય રાજ્યોમાંથી આવતી અમદાવાદની ફલાઈટના ભાડામાં પણ ધરખમ વધારો જોવા મળ્યો. • સેમિફાઇનલમાં ભારતની જીત થતા હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રવિવારે સાંજે ફાઈનલ મેચ રમાશે. • સામાન્ય દિવસોમાં હોટલમાં અને ફલાઇટમાં લેવાતા ભાડાના ભાવ હાલ વધીને પાંચથી લઈને દસ ગણા થઈ ગયા છે. • આ સાથે જ અમદાવાદ આવતી તમામ ટ્રેનો પણ હાઉસફુલ છે, દર્શકોની સુવિધા માટે અમદાવાદ મુંબઈ વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવાનું રેલવે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Motera stadium final cricket match world cup icc T20 Flight hotel price fare hike train ]
6 Mar 2026
Postsકર્ણાટક સરકારે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઇન સુરક્ષાને ધ્યાનમાં રાખીને 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો! • મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે રાજ્યનું બજેટ (2026-27) રજૂ કરતી વખતે જાહેરાત કરી છે કે કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. • ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ આ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યા બાદ ભારતમાં આ પ્રકારનો પ્રતિબંધ લાદનાર કર્ણાટક પ્રથમ રાજ્ય બનશે. • આ નિર્ણય લેતા પહેલા મુખ્યમંત્રીએ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. • નિર્ણય વિશેની મુખ્ય ઉદ્દેશ્યો - માનસિક સ્વાસ્થ્ય: બાળકોમાં સોશિયલ મીડિયાના કારણે વધતી ડિજિટલ લત (addiction) અને માનસિક તણાવને ઘટાડવો. - શિક્ષણ પર ધ્યાન: સતત મોબાઈલના વપરાશથી બાળકોની શીખવાની ક્ષમતા અને એકાગ્રતામાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને અટકાવવો. - ઓનલાઇન સુરક્ષા: સાયબર બુલિંગ, અશ્લીલ સામગ્રી અને ઓનલાઇન છેતરપિંડી જેવા જોખમોથી સગીરોને સુરક્ષિત રાખવા. મહત્વની બાબતો વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Karnataka social media ban under age 16 instagram facebook twitter X ]
6 Mar 2026
Posts🎉🏆 અમદાવાદનાં @insightinstitute.ahmedabad માં ભણતી અનિશા કેશવાણીએ ભારતમાં પહેલાં નંબર સાથે ઈતિહાસ રચ્યો! ICSI દ્રારા લેવાયેલી Company Secretary ની Dec’25 Examમાં 14 વર્ષ પછી અમદાવાદમાંથી AIR 1 ! 🎉 ✅ Insight Institute – Your Companion for CS Success. 📚✨ ▶️ For more information we are always there for you at, 📞 : 9974545456 | 7778050578 ✉️ : leads.iips@gmail.com 🌐 : https://insightinstitute.co #companysecretary #csexecutive #csprofessional #csexecutiveresults #ahmedabad csresults companysecretaryexams csinstitute csexam csexamination csaspirants professionalcourses csinstituteahmedabad cs csexecutive csinstitutegujrat csprofessional ahmdabad_institude companysecretarystudents companysecretarylife companysecretarycourse companysecretaryupdate ahmdabadnews amdavadnews commercecollegeahmedabad ahmedbadstudents ahmedabad amdavad gujarat (Sponsored)
6 Mar 2026
Postsકોઈપણ આપદા સમયે નાગરિકોને ચેતવણી આપવા માટે શહેરના વિવિધ સ્થળોએ એર રેડ સાયરન ઇન્સ્ટોલ કરવાના હોય જે ખરીદી પહેલા ટેસ્ટીંગ કરવાના હોવાથી આવતીકાલ 7 માર્ચના રોજ હોમગાર્ડ ભવન, લાલ દરવાજા ખાતે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી એર રેડ સાયરનનું ટેસ્ટીંગ! • આ સાયરનના અનેક ટેસ્ટ કરવાના હોવાથી અવારનવાર સાયરન વાગશે, આ માત્ર ટેસ્ટિંગ છે એટલે નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Air raid Siren trial testing homeguard bhawan laal darwaja ]
6 Mar 2026
Postsગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર! 37 IPS અધિકારીઓની જાહેર હિતમાં બદલી! • અમદાવાદના રેન્જ IG, JCP ટ્રાફિક બદલાયા! • શહેરમાં એક નવા DCP ઝોનની રચના, DCP ઝોન-8 તરીકે SP મયુર પાટીલની નિમણૂક! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Polic IPS officer transfer IG DCP ]
6 Mar 2026
Postsઅમરાઈવાડીમાં માનવતાને શર્મનાક કરે તેવી ઘટના સામે આવી, ગટરની સફાઈ દરમિયાન મળી આવ્યું મૃત ભ્રૂણ! • અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો પિલર નંબર 54 અને 55 વચ્ચે આવેલ શીતલનગર બળિયા નગર સોસાયટીમાં ગટર બ્લોક થઈ હતી, જેની ફરિયાદ કોર્પોરેશને કરવામાં આવી. • કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્વારા ગટરની સફાઈ કરતા તેમાંથી એક મૃત ભ્રૂણ મળી આવ્યું હતું. • ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Embryo gutter sewer line amraiwadi sheetal nagar baliya nagar metro station crime ]
5 Mar 2026
Postsવેડિંગ ફોટોશૂટ પર લાખોની કમાણી કરી, ટેક્સ ન ભરતા એકમો સામે SGST દ્વારા કડક કાર્યવાહી! • શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિ વેડિંગ, વેડિંગ, ડેસ્ટીનેશન વેડિંગ, ડ્રોન શૂટ, લાઇવ વેડિંગ કવરેજ સહિતના કામો કરતા એકમો અને સ્ટુડિયો પર SGST દ્વારા દરોડા પાડવામાં આવ્યા. • આ કામમાં લાખોની ફી વસૂલી કોઈ ઇનવોઇસ કે બિલ વગરના કામ કરતા એકમો/લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. • પેમેન્ટ રેકોર્ડ, બેંક રેકોર્ડ સહિત વિવિધ સ્થળોએથી હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવતા આ કામગીરી કરતા લોકોમાં ફફડાટ! • પ્રીમિયમ વેડિંગ ફોટોશૂટ, પ્રિ વેડિંગ ફોટોશૂટ અને ડેસ્ટિનેશન વેડિંગના નામે ₹1 લાખથી લઈને ₹25 લાખ સુધીની ફી વસૂલવામાં આવે છે, જો કે કરચોરીથી બચવા માટે કોઈ બિલ કે ઇનવોઇસ ન આપતા એકમો સામે હવે SGST ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ pre wedding destination wedding photoshoot videography videographer SGST tax ]
5 Mar 2026
Postsગઇકાલ 4 માર્ચ, ધૂળેટીના પર્વના દિવસે અનેક પરિવારમાં માતમ છવાયો, રાજ્યભરમાં વિવિધ સ્થળોએ નદીમાં ડૂબી જવાની ઘટનામાં 25થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો! • એક ઘટનામાં ગઈકાલે કુબેરનગર વિસ્તારમાં રહેતા 4 મિત્રો કોતરપુર નજીક નદીમાં નહાવા પડ્યા હતા જેમાં ચારેય મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, આ ઘટનાના પગલે પરિવારજનોનું હૈયાફાટ રુદન! મૃતકોમાં દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સન્ની યાદવ અને પીયૂષ મહેરચંદા નામના યુવકોનો સમાવેશ થાય છે. • આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામે પણ દુર્ઘટના બની હતી. ઝોલાસર તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા છે. ધુળેટીની ઉજવણી બાદ બાળકો તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. બાદમાં ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. • આ સિવાય સુરતમાં પણ કુલ 2 બનાવમાં 7 લોકોના મોત, મહીસાગરમાં 5 લોકોના મોત, અરવલ્લીમાં 2 બનાવમાં 4 લોકોના મોત, તેમજ અન્ય પણ ઘટનાઓ સામે આવી હતી • આમ રાજ્યમાં અલગ અલગ ઘટનાઓમાં 25થી વધુ લોકોના મોતના બનાવો સામે આવ્યા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sabarmati river drown incident kotarpur kubernagar gujarat lake ponds river canal surat mahisagar dhuleti ]
5 Mar 2026
Reelsગઇકાલ મોડી રાત્રીના કાલુપુર બ્રિજ પાસે, શહેરકોટડા પોલીસ સ્ટેશન સામે સરસપુર ઇંટવાડામાં સેવ બનાવતી 3 ફેક્ટરીમાં આગ લાગી! • મોડી રાત્રિના 3 વાગ્યા આસપાસ ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી, ફાયર બ્રિગેડને ફોન કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. • જો કે આગનું વિકરાળ સ્વરૂપ જોઈને ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. • ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રીથી વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. • આ ઘટનામાં કારખાનાના ધાબે સૂતા 2 વ્યક્તિઓ બચવા માટે બહાર કૂદ્યા હતા, જેમાં સામાન્ય ઇજાઓ થતા તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. • જો કે આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, આગ કેવી રીતે લાગી તેની તપાસ ચાલુ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kalupur bridge fire bridged saherkotda police station rescue ]
5 Mar 2026
Reelsનિકોલમાં SHE teamની વાન ચાલકે ચિક્કાર નશામાં અકસ્માત સર્જ્યો! • નિકોલમાં આવેલા ભવાની ચોક પાસે આજે રાત્રે 9.30 વાગે આસપાસ નિકોલ પોલીસ સ્ટેશનની she ટીમની ગાડીના ચાલકે ચિક્કાર નશામાં અકસ્માત સર્જ્યો, પોલીસ વાન ડીવાઈડર પર ચડી ગઈ! • પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અને જોયા અનુસાર પોલીસની વાનમાં દારૂની બોટલ, દારૂ ભરેલો ગ્લાસ મળી આવી હતી. • ઘટના થતા આસપાસના સ્થાનિકોએ ટોળે વળીને પોલીસ વાન ચાલકને ઉતારી ઘેરી લીધો હતો ત્યારબાદ પોલીસને જાણ કરતા નિકોલ પોલીસ D સ્ટાફ ઘટના સ્થળ પર આવ્યું હતું. • નિકોલ પોલીસે આ ડીવાઈડર પર ચઢાવેલી વાન ઉતારી વાન ચાલક સહિતને નિકોલ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. • નિકોલ પોલીસ D સ્ટાફનાં જણાવ્યા અનુસાર આ વાન નિકોલ પોલીસ she ટીમની હતી અને આ ચાલક આઉટ સોર્સિંગનો ડ્રાઈવર હતો. • નિકોલ પોલીસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરશે તેવું જણાવાયું હતું. • પરંતુ પ્રશ્ન ઊભો થાય છે જો મહિલા સુરક્ષાની વાન જ આવા નશેડીઓ ચલાવશે તો મહિલાઓની સુરક્ષા કોણ કરશે? Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Police daru nikol police station ahmedabad police Gujaratpolice constable darubandhi drystate ]
4 Mar 2026
Reelsબોપલ વિસ્તારમાં ધુળેટી પાર્ટીના એક આયોજનમાં તોડફોડ, આયોજકોના અસંતોષકારક આયોજનથી ટિકિટ ખર્ચીને આવેલા લોકો રોષે ભરાયાં! • મામલો બોપલ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Bopal dhuleti party vraj vibes Bopal police green place ]
4 Mar 2026
Reelsશહેરમાં આજે ધુળેટી પર્વની ઉજવણી, કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાતા રંગોત્સવ અને ફૂલદોલત્સવના દ્રશ્યો! Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Holi dhuleti Kalupur swaminarayan mandir fuldolotsav festival of colours]
4 Mar 2026
Reelsપપ્પા પાસે માંગ્યા… ₹5 લાખ 💭 પપ્પાની ‘ના’ એ જ મારી શક્તિ બની. એક સપનાથી શરૂ થયેલી સફર આજે બની સફળતાની કહાની ☀️ Risk, Faith & Hard Work – એ જ સાચી Energy. સોલર પેનલ લગાવવા માટે સંપર્ક કરો: 📞 95102 15816 📌 સંપૂર્ણ પોડકાસ્ટ જુઓ @ahmedabadmedia ની YouTube ચેનલ પર – (🔗 Link in Bio) #podcast #entrepreneurjourney #saysolar #ahmedabadmedia #successstory
4 Mar 2026
Postsસ્કૂલોમાં ધમકીભર્યા મેઈલ મોકલનાર ઝડપાયો! અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિ સૌરવ બિસ્વાસને પકડ્યો છે. તેણે ગુજરાતની અનેક શાળાઓ અને કોર્ટમાં બોમ્બ ધમકીના હોક્સ ઇમેઇલ મોકલ્યા હતા. આ ધમકીઓ ખોટી હતી, પરંતુ તેમણે જાહેર સુરક્ષાને અસર કરી હતી. • આ વ્યક્તિ મૂળ બાંગ્લાદેશનો રહેવાસી! • તેની સાથે સંડોવાયેલા વધુ લોકોની તપાસ હજુ હાથ હરાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ School bomb threat mail bangladesh west bangal ]
3 Mar 2026
Postsકોર્પોરેશન દ્વારા કરેલા કામને લઈને અનેકવાર ફરિયાદો આવતી હોય છે ત્યારે હાલ હજુ વિધિવત રીતે ઉનાળો બેઠો છે ત્યારે શહેરના માર્ગો પર ડામર ઓગળવાની ઘટનાઓ સામે આવી રહી છે. • ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે બનાવેલ 2 મહિના પહેલાનો રોડ પીગળવા લાગ્યો, હજુ તો તડકા પડવાની શરૂઆત થઈ રહી છે ત્યારે આવી હાલત વચ્ચે આગામી સમયમાં શું પડકારો આવે તે કોર્પોરેશનને જોવાનું રહ્યું. • હાલ મહતમ તાપમાન હજુ 35-37° સુધી જ છે ત્યારે આગામી સમયમાં મહત્તમ તાપમાનનો આંકડો 45° ઉપર પહોચશે ત્યારે શું હાલત!. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Road bituminous summer khokhra AMC ]
3 Mar 2026
Postsઆજે, 3 માર્ચ 2026 ના રોજ, વર્ષનું પ્રથમ અને ખૂબ જ મહત્વપૂર્ણ ખગ્રાસ ચંદ્રગ્રહણ! • આ ગ્રહણના પગલે હોળીના પર્વને એક દિવસ પહેલા ઉજવણી કરવામાં આવી, રાજ્યમાં ઠેર ઠેર 2 માર્ચના રોજ હોળી પ્રગટાવવામાં આવી હતી. • ગ્રહણ વિશેની માહિતી - ગ્રહણનો પ્રારંભ: બપોરે 03:20 PM - ખગ્રાસ (પૂર્ણતઃ ગ્રહણ ) પ્રારંભ: સાંજે 04:34 PM - ખગ્રાસ (પૂર્ણતઃ ગ્રહણ) અંત: સાંજે 05:33 PM - ગ્રહણ સંપૂર્ણપણે પૂરું: સાંજે 06:47 PM - ભારતમાં મોટાભાગના શહેરોમાં ચંદ્રોદય સમયે ગ્રહણ ચાલુ હશે. એટલે છેલ્લી ઘડીએ ગ્રહણ જોવા મળશે - અમદાવાદ સહિતના રાજ્યમાં આ ગ્રહણ માત્ર અમુક મિનિટો જ જોવા મળી શકે છે, જે 6:15 આસપાસ જો શકાશે. • ધાર્મિક સ્થળોએ સુતક કાળ ભારતીય શાસ્ત્રો મુજબ ચંદ્રગ્રહણને સુતક કાળ પણ કહે છે, ઘણીવાર ગ્રહણના 9 કલાક પહેલાથી સૂતક કાળ બેસે છે જેમાં પૂજા-પાઠ, સારા કાર્યો વગેરે ટાળવામાં આવે છે • ચંદ્રગ્રહણ જોવા માટે સૂર્યગ્રહણની જેમ કોઈ ખાસ ચશ્માની જરૂર હોતી નથી, તમે તેને નરી આંખે સુરક્ષિત રીતે જોઈ શકો છો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Red blood moon india religious sutak holi dhuleti festival ]
3 Mar 2026
Postsગેલેક્સી ચાર રસ્તા પાસેથી જૂની બંધ કરાયેલ 500-1000 કિંમતની કુલ ₹89 લાખની 13450 નંગ નોટો એક ગાડીમાંથી ઝડપાઈ. • નરોડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતા એક વેગનઆર કાર ત્યાંથી પસાર થઈ રહી હતી તેમાં 4 ઇસમો સવાર હતા, પોલીસે ગાડી ઉભી રાખવા જતા 2 ઇસમો ભાગી ગયા હતા અને બાકીના 2 ઇસમો ભાગે તે પેહેલા જ પોલીસે પકડી પાડ્યા. • પોલીસે ગાડીની તપાસ કરતા એક ડ્રાઇવરની બાજુની સીટ નીચેથી બોક્સ મળી આવ્યું હતું જેને ખોલતા તેમાંથી જૂની ₹500ના દરની 9100 નંગ તેમજ જુની ₹1000 દરની 4350 નંગ નોટ મળી આવી હતી. • પોલીસે પૂછપરછ કરતા એક યુવક કૃષ્ણનગરનો રહેવાસી 22 વર્ષીય અનિલ દેસાઈ અને બીજો પાટણના હારીજના એક ગામનો રહેવાસી 28 વર્ષીય કૃપાલસિંહ સોઢા હોવાનું જાણવા મળ્યું હતું. • જો કે આ 500 અને 1000ના દરની નોટ વર્ષ 2016 થી જ ચલણમાં નથી ત્યારે આટલા માત્રામાં જૂની ચલણી નોટ મળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી. • પોલીસે હાલ બન્ને આરોપીની અટકાયત કરી છે જ્યારે ફરાર 2 ઇસમોની શોધખોળ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Indian old Currency 500 1000 naroda galaxy ]
3 Mar 2026
Postsઈરાન - ઇઝરાયેલ તકરાર! 1 માર્ચે બપોરે 12 વાગ્યા સુધીની તમામ જરૂરી અપડેટ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Iran Israel America USA war middle East Dubai UAE India ]
1 Mar 2026
Postsચાલુ ટ્રેનમાં ચડવું હંમેશા જોખમભર્યું હોય છે, તેમજ ચાલુ ટ્રેનમાં ચડવું એક અપરાધ પણ છે, તેમ છતાં અનેકવાર લોકો ચાલુ ટ્રેનમાં ચડતા કે ઉતરતા હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. • ગઇકાલે(27 ફેબ્રુઆરી) અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા એક મુસાફરનો પગ લપસી ગયો હતો. આ મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ફસાઈ ગયો હતો. સદનસીબે ત્યાં હાજર RPFના જવાનોની સમયસૂચકતાએ તેને બચાવી લીધો હતો. • પ્લેટફોર્મ નંબર 5 પર ગઇકાલ સાંજે 10:30 કલાકે ટ્રેન નંબર 12297 રવાના થઈ રહી હતી, ત્યારે ચન્ના ગોવિંદભાઈ નામના 36 વર્ષીય એક મુસાફર ચાલુ ટ્રેને જનરલ કોચમાં ચઢવા જતાં તેનું બેલેન્સ ગુમાવ્યું હતું. • બેલેન્સ અચાનક ગુમાવતા તેઓ ટ્રેન પરથી પ્લેટફોર્મ પર પટકાયા હતા ત્યારે તાત્કાલિક ત્યાં હાજર RPFના જવાનોની નજર પડતાં તરત જ દોડીને તેને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી દૂર ખેંચી અને તેનો જીવ બચાવ્યો હતો. • CPDS ટીમના કોન્સ્ટેબલ પુરનમલ સમોતા અને છોટુલાલે પોતાની સતર્કતાથી આ મુસાફરને બચાવી લીધો હતો. • મુસાફરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુસાફરનો પુત્ર પુણેની હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાથી તેઓ ઉતાવળમાં હતા અને ટ્રેનમાં ચઢવા જતાં પડી ગયા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Railway station Kalupur train Accident CCTV RPF life saving rescue from platform duranto pune express ]
28 Feb 2026
Reels**POOL WALI HOLI – RADHE KI HOLI** 💦🌈 Presented by **Radhe Events** Ahmedabad, get ready to celebrate Holi like never before! 🎧🔥 Colors in the air, beats on the deck, and masti in the pool 💃🕺 📅 **Date:** **4th March 2026** ⏰ **Time:** **9:00 AM onwards** 📍 **Venue:** **Pleasure Club, Bopal – Ahmedabad** 🎶 Live DJ with Dj Triss, Dj Monu & Dj Sonu 💦 Ultimate Pool Party With Rain Dance 🌈 Limited Colors & Foam Dance 📸 Insta-worthy vibes 🍹 Food & Refreshments Put on your whites, gather your squad, and dive into the most colorful splash of the season 🌈💦 This Holi, don’t just play… **SPLASH IT!** 📞 **For Passes & Details:** +91 98983 17185 | 9712607185
28 Feb 2026
Postsવિશ્વ શાંતિના તળાવમાં વધુ એક મોટો “પથ્થર”! હવે ઇઝરાયલે અને અમેરિકાએ મળીને ઈરાન પર હુમલો બોલ્યો. આજે 28 ફેબ્રુઆરી 2026ના રોજ મધ્ય પૂર્વમાં ભયાનક હુમલા! ઇઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર પ્રી-એમ્પ્ટિવ (પૂર્વરક્ષાત્મક) હુમલો શરૂ કર્યો છે. • તેહેરાન સહિત અનેક શહેરોમાં વિસ્ફોટો, ધૂમાડો અને ન્યુક્લિયર/મિસાઈલ સાઇટ્સ પર એરસ્ટ્રાઇક્સ! • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ Truth Social પર વીડિયોમાં જાહેરાત કરી: "મેજર કોમ્બેટ ઓપરેશન્સ શરૂ થયા છે... ઈરાનને ન્યુક્લિયર હથિયાર ક્યારેય નહીં મળે... ઈરાની લોકો, તમારી સરકારને પોતાના હાથમાં લઈ લો!" • ઇઝરાયેલના PM નેતન્યાહુ અને રક્ષા મંત્રી કાત્ઝએ કહ્યું: "આ ઓપરેશન ઇઝરાયેલ પરના અસ્તિત્વના ખતરાને દૂર કરવા માટે છે! "ઈરાનનો પલટવાર તરત જ શરૂ! ઇઝરાયેલ તરફ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન લોન્ચ. અમેરિકન બેઝ પર હુમલા: બહેરીન (5th Fleet HQ), કતાર (Al Udeid), યુએઈ, કુવૈત, સાઉદી અરેબિયામાં વિસ્ફોટો અને ઇન્ટરસેપ્શન. IRGCએ કહ્યું: "વિનાશક પલટવાર ચાલુ રહેશે જ્યાં સુધી દુશ્મનને પરાજિત ન કરીએ!" ઇઝરાયેલમાં નેશનલ ઇમરજન્સી જાહેર, સાયરન વાગી રહ્યા છે. આખો પ્રદેશ યુદ્ધની કિનારે છે... જૂન 2025ના 12-દિવસના એર વોર પછી આ બીજું મોટું એસ્કેલેશન! મિડલ ઇસ્ટમાં રહેલ ભારતીયોને દૂતાવાસ દ્વારા એલર્ટ કરાયાં! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Iran ]
28 Feb 2026
Postsઆવનાર હોળી અને ધૂળેટીના તહેવારોમાં શહેરમાં શાંતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું! • હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન કોઈને અડચણરૂપ ન થાય, જાહેર રસ્તામાં કોઈને હેરાનગતિ ન થાય તે રીતે ધૂળેટીની ઉજવણી કરવી. • તહેવારમાં કોઇપણ વ્યક્તિ કે ઈસમોએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો/ વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શખ્સો ઉપર કાદવ, કિચડ, રંગ, સીન્થેટીક રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ અથવા હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહિ અથવા બીજા કોઇ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહિ. • જો કોઈ વ્યક્તિ કે ઇસમો નિયમ ભંગ કરશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Holi dhuleti colors jahernama police festival crime ]
28 Feb 2026
Postsખારીકટ કેનાલ રોડ હજુ સંપૂર્ણપણે ચાલુ પણ નથી થયો તે પહેલા જ શાકભાજી લારી અને ફેરિયાઓએ દબાણમાં લીધો! • 12 કિમીના ખારીકટ પટ્ટાને કરોડો રૂપિયાના ખર્ચે ઢાંકીને તેના પર રોડ બનાવી લોકોની અવરજવર તેમજ ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે બનાવ્યો હતો. • જો કે હજુ આ કેનાલનું કામ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો, તેમજ અનેક જગ્યાએ કામગીરી પણ ચાલી રહી છે જેના પગલે આ રોડ સંપૂર્ણપણે કાર્યરત નથી, પરંતુ અનેક જગ્યાએ રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં લોકો અવરજવર કરી રહ્યા છે. • જો કે હાલ ઠક્કરનગર અને ઓઢવ વિસ્તારના રોડ પર લારી અને ફેરિયાઓએ પોતાનો અડ્ડો જમાવી લીધો છે, ઠેર ઠેર રેકડીઓ ઊભી રાખીને રોડની બાનમાં લઈ લીધો છે. • રોડ સંપૂર્ણપણે ચાલુ થાય તે પહેલા જ દબાણકારોએ રસ્તાને દબાણમાં લીધો છે. • કોર્પોરેશન હાલ અનેક જગ્યાએ દબાણો વિરોધી કામગીરી કરી રહી છે ત્યારે નવા બનેલા આ રસ્તા પર ક્યારે કામગીરી થશે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kharikat canal road corporation encroachment thakkarnagar Odhav vegitable market ]
28 Feb 2026
Postsઓઢવ GIDC વિસ્તારમાં ગઇકાલ રાત્રીના મધુમાલતી આવાસ યોજના નજીકના રોડ રસ્તાઓ ગટરના પાણીની ઉભરાઈ આવ્યા હતા. • અચાનકથી ગટર ઓવરફ્લો થવાથી રોડ પર ગોઠણસમાં પાણી ભરાયા હતા, જો કે વર્ષોથી અહીં ગટર ઉભરાવાની સમસ્યા છે, ત્યારે ગઈકાલે અચાનકથી ખૂબ મોટા પ્રમાણમાં ગટર ઉભરતા રોડ પર પાણી ભરાઈ ગયું હતું. • હાલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના રીંગ રોડ પટ્ટામાં પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યાનો અંત લાવવા ઇસ્ટર્ન મેઈન ટ્રન્કલાઈન નાખી હતી જેનું લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે, કરોડોની કામગીરીના લોકાર્પણ બાદ પણ સામાન્ય જનતાને વેઠવી પડતી સમસ્યાનો ક્યારે અંત? વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Waste water gutter overflow Odhav GIDC madhumalti awas ]
28 Feb 2026
Postsરાજસ્થાન સરકારે પ્રખ્યાત હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુનું નામ બદલીને આબુરાજ કરવાની જાહેરાત કરી છે. • રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. આ નિર્ણય રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને માન આપવા અને સ્થાનિક લાગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. • સાથે જ અન્ય બે સ્થળોના નામ પણ બદલાયા છે: - કામાં → કામવન - જહાજપુર → યજ્ઞપુર વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Mount Abu Abu raaj name change rajasthan kaama kamvan jahajpur yagyapur bhajanlal sharma ]
28 Feb 2026
Postsમંત્રી અને ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નથી? સરકારે પરિપત્ર જાહેર કર્યો ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને અધિકારીઓ માન આપે! • રાજ્યમાં ઘણા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વારંવાર ફરિયાદ કરતા આવ્યા છે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી અમારા વિસ્તારની કોઈ સમસ્યા લઈને જઈએ છે તો સરખું સાંભળતા નથી! સમય નથી આપતા આ તમામ બાબતો પર રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી સરકારી અધિકારીઓને ટકોર કરી છે કે જન પ્રતિનિધિઓને તેમનું માન જળવાય એમ સન્માન આપો, પ્રોટોકોલ જાળવો, જે તે વિસ્તારના કાર્યક્રમોમાં જે તે વિસ્તારના જન પ્રતિનિધિઓનું પત્રિકામાં નામ લખો. • આ પરિપત્રથી એ સવાલ ઉભો થાય છે કે જો અધિકારીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને ગણતા નથી તો સામાન્ય લોકો રજૂઆત કોને કરશે? વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Officer politician MLA parliament ]
27 Feb 2026
Reelsશું અમદાવાદના AQI માં ગોલમાલ કરવામાં આવી રહી છે? • તાજેતરમાં સામે આવેલા અહેવાલોમાં અમદાવાદની હવાની ગુણવત્તા માપવા મુકવામાં આવેલા AQI ડિટેકટ સેંસરોમાં કુત્રિમ સારું વાતાવરણ ઊભું કરી ખોટા આંક દર્શાવતા હોવાની માહિતી સામે આવી હતી. • અમદાવાદમાં Safar (System of Air Quality and Weather Forecasting And Research) દ્વારા વિવિધ સ્થળો પર હવાની ગુણવત્તા માપવાના સેન્સર મુકવામાં આવ્યા છે આ સેન્સરની આજુ બાજુમાં દર કલાકે પાણી છાંટી તેમજ કુત્રિમ સારું વાતાવરણ ઊભું કરી હવાની ગુણવત્તા એટલા વિસ્તારપૂરતી સારી કરી સમગ્ર અમદાવાદના આંકડા ખોટા દર્શાવાય છે! • SAFAR વિવિધ મોનિટરિંગ સ્ટેશન્સના નેટવર્ક દ્વારા કાર્ય કરે છે, જે શહેરના વિવિધ માઇક્રો-એન્વાયર્નમેન્ટ્સ જેમ કે ઔદ્યોગિક, રહેણાંક, શહેરી વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ હાલ આ સેન્સર્સ જ્યાં મુકવામાં આવ્યા છે એ જગ્યાઓ વૃક્ષ આચ્છાદિત બગીચાઓમાં આવેલી છે. એટલે અહીંયાના કુત્રિમ રીતે ઊભા થયેલા સારા વાતાવરણને આખા અમદાવના સરેરાશ વાતાવરણ સાથે જોડીને ઓછો AQI છે અને હવા સારી છે એવું દર્શાવાય છે. • પણ ખરી હકીકત શહેરના તમામ લોકો નરી આંખે જોઈ રહ્યા છે અમદાવાદના ઘણા ખરા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ નીચલા સ્તરે છે! જે જીવલેણ પણ છે. • અમદાવાદમાં રખિયાલ ક્રાંતિ બાગ, લાલદરવાજા વિકટોરીયા ગાર્ડન, sp સ્ટેડિયમ, પીરાણા, ચાંદખેડા, બોપલ જેવા વિસ્તારોમાં AQI ડિટેકટ કરવા સેન્સર મૂકવામાં આવેલા છે. જેમાં ઘણા સેન્સરની આજુબાજુ દર કલાકે પાણી છાંટી કુત્રિમ વાતાવરણ ઊભું કરવાનો ખેલ સામે આવ્યો છે! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ચાલુ વર્ષના બજેટમાં AQIનો આંક સુધારવા મોટી ફાળવણી કરી છે પણ જો Safar અને કોર્પોરેશન આવી સંલગ્નતા સાધ્યા વગર અંધારામાં કામ કરશે અને રાખશે તો AQI કેમ કરી સુધરશે? Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Aqi air quality index ahmedabad municipal corporation Safar air quality industries pollution ]
Postsદરિયાપુરમાં જુનો જર્જરિત કમ્યુનિટી હોલ બનશે નવો! • દરિયાપુર દરવાજા નજીક આવેલો કોમ્યુનિટી હોલ અત્યંત જર્જરિત અવસ્થામાં લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ કોમ્યુનિટી હોલને તોડી પાડી તેના સ્થાને નવો કોમ્યુનિટી હોલ બનાવવા માટે મ્યુનિ.એ આર્કિયોલોજી સરવે ઓફ ઈન્ડિયા (ASI) પાસે મંજૂરી માંગી હતી. • નિયમ પ્રમાણે કોઇપણ ઐતિહાસિક ઇમારતની 100 મીટરની ત્રિજ્યામાં કોઇપણ પ્રકારના બાંધકામને ASI દ્વારા મંજૂરી મળતી નથી. જોકે કોમ્યુનિટી હોલ બનાવવાની કામગીરી પ્રજાહિતમાં બનાવવાની હોવાથી તેમજ તેના માટે તમામ ધોરણોનું પાલન કરવાની મ્યુનિ.એ તૈયારી દર્શાવી હતી. જેથી કરીને દેશના ઇતિહાસમાં પ્રથમ વખત દરિયાપુર દરવાજા જે ઐતિહાસિક ધરોહર છે તેની માત્ર 30 મીટર દૂર આવેલા કોમ્યુનિટી હોલને તોડી પાડી તેને સ્થાને નવો હોલ બનાવવાની NOC આર્કિયોલોજી વિભાગે આપી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dariyapur community hall archeological survey of India dariyapur darwaja ]
27 Feb 2026
ReelsFrom seamless access to operational efficiency, from intelligent planning to enhanced productivity - this is a commercial tower designed to eliminate everyday business hurdles, so you can focus on what truly matters: GROWTH. Introducing BRILLIA - The Problem Solver Tower. Built for modern enterprises that value smart infrastructure, strategic location, and future-ready commercial spaces in Vaishnodevi, Ahmedabad. (commercialtower, premiumoffices, smartinfrastructure, businessgrowth, corporateworkspace, ahmedabadrealestate, vaishnodeviproperty, investmentopportunity, moderncommercial) #Pravish #Brillia #ProblemSolverTower #CommercialSpaces #Ahmedabad Vaishnodevi
27 Feb 2026
Postsગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસટી સ્ટેન્ડ અને બસોમાં સ્વચ્છતા જાળવવા માટે કડક નિયમોની અમલવારી. • હવે નાગરિકો કે કર્મચારીઓ જો બસમાં કે બસ સ્ટેન્ડમાં ગંદકી ફેલાવશે તો થશે કડક કાર્યવાહી, ગંદકી ફેલાવનાર સામે ₹100 થી લઈને 500 સુધીનો દંડ ફટકારવામાં આવશે. • જો કે એસટી નિગમમાં પહેલેથી જ આ નિયમ છે પરંતુ આ અંગેની કડક કાર્યવાહી કરવામાં નહોતી આવતી, પરંતુ સ્વચ્છતાને લઈને વધતી ફરિયાદો બાદ હવે કડક પગલા લેવા નિર્ણય. • હાલ અમદાવાદમાં ગીતામંદિર, રાણીપ, કૃષ્ણનગર, નહેરુનગર સહિત અનેક નાના મોટા બસ સ્ટેન્ડ સહિત પિક અપ સ્ટેશન છે, જેમાં વારંવાર ગંદકીને લઈને ફરિયાદો સામે આવતી હતી. • એસટી સ્ટેન્ડના પ્લેટફોર્મ, વેઇટિંગ એરિયા કે બસની અંદર થૂંકવા અથવા કચરો ફેંકવા બદલ સ્થળ પર જ દંડ વસૂલવાની સત્તા સિક્યુરિટી ગાર્ડ કે એસટીના સત્તાધિકારીઓને આપવામાં આવી છે. • જો ગંદકી ગંભીર પ્રકારની હોય અથવા વારંવાર કરવામાં આવે, તો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. • હાલ મોટાભાગના આધુનિક એસટી પોર્ટ અને બસ સ્ટેન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેના આધારે ગંદકી કરનાર વ્યક્તિની ઓળખ કરીને પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat state road transportation GSRTC clean waste spiting challan fine ]
27 Feb 2026
Postsકોર્પોરેશન દ્વારા શહેરમાં નેટ ઝીરો કાર્બન પ્રોગ્રામ હેઠળ આગમી વર્ષોમાં પરંપરાગત રીતે થતા વીજળીના ઉત્પાદનના વપરાશને ઘટાડી રિન્યુએબલ એનર્જીના વપરાશ પરનું ભારણ વધારવા અને તેનું ઉત્પાદન વધારવા હવે સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. • હાલ આગામી સમયમાં કોર્પોરેશનના તમામ બિલ્ડિંગ પર સોલર રુફટોપ પેનલ લગાવવાની કામગીરી ચાલી રહી છે, આ સિવાય કોર્પોરેશન દ્વારા આગામી વર્ષોમાં સાબરમતી નદી તેમજ તળાવો પર ફ્લોટિંગ સોલાર પેનલ લગાવવાનું આયોજન પણ છે. • હાલ કોર્પોરેશનના મળેલી બેઠકમાં આગામી વર્ષોમાં ફ્લોટિંગ સોલાર પેનલ લગાવવામાં માટેના જરૂરી સર્વે માટે 2 કન્સલ્ટન્ટને મંજૂરી આપવામાં આવી છે. • હાલ AMC વાર્ષિક ₹350 કરોડનું લાઇટબીલ ભરે છે, કોર્પોરેશનના આ ભારણને ઘટાડવા અને ત્યારબાદ ઝીરો કરવા માટે વિવિધ સ્થળોએ તેમજ નદી/તળાવો ઉપર સોલર પેનલ લગાવવાનું આયોજન. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Floating solar panel on sabarmati river corporation light bill ]
27 Feb 2026
Postsઅમદાવાદમાં વર્ષ 2026-27 માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકોને કુલ 15% સુધીનું રિબેટની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત! • આ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના 9 એપ્રિલથી 31 મે સુધી લાગુ રહેશે, જેમાં ઓનલાઇન પેમેન્ટ પર તેમજ અગાઉ ભરેલા એડવાન્સ ટેક્સ ધારકોને વધુ ફાયદો મળશે. • આ યોજના હેઠળ કોર્પોરેશન હેઠળ આવતા તમામ મિલકતધારકો કે જેનું અત્યાર સુધીનું લેણું સંપૂર્ણપણે ચૂકતું છે અને જો તેઓ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રોકડથી ભરે છે તો તેમને 12% રિબેટ આપશે, જો તેઓ ઓનલાઈનથી ભરે છે તો તેમને વધુ એક ટકા એટલે કુલ 13% રિબેટ આપશે, અને જે મિલકત ધારક છેલ્લા 3 વર્ષથી એડવાન્સ ટેક્સ ભરે છે તેમને વધુ બે ટકા એટલે કે કુલ 15 ટકા સુધીનું વળતર મેળવી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Advance property Tax AMC corporation residency industrial ]
26 Feb 2026
Postsગુજરાત હાઈકોર્ટ દ્વારા રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન ('ગોગો પેપર') ના પ્રતિબંધ પર તાજેતરમાં સ્ટે આપવામાં આવ્યો છે. • રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડિસેમ્બરમાં સ્મોકિંગ પેપર પર પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારબાદ સ્મોકિંગ પેપર વેચનારા કે સંગ્રહ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં અનેક વેપારીઓ સામે FIR ની કાર્યવાહી હાથ ધરી હતી. • જો કે આ બાબતોમાં અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી • હાઈકોર્ટનો સ્ટે અને મહત્વની ટિપ્પણીઓ - વચગાળાની રાહત: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રતિબંધના જાહેરનામાના અમલ પર સ્ટે આપ્યો છે. - FIR પર રોક: હાઈકોર્ટે આ પ્રતિબંધના આધારે વેપારીઓ સામે નોંધાયેલી FIR ની આગળની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. - સરકારની સત્તા સામે સવાલ: અરજદારો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, રાજ્યના ગૃહ વિભાગ પાસે 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS) ની કલમ ૧૬૩ હેઠળ આવો કાયમી કે વ્યાપક પ્રતિબંધ લાદવાની સત્તા નથી - સરકારી પક્ષનો પ્રતિસાદ: સરકારી વકીલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, જ્યાં સુધી આ બાબતે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે FIR પર સ્ટે મૂકવામાં આવે તો વાંધો નથી. • પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો હતો? ગુજરાત સરકારના ડિસેમ્બર 2025ના જાહેરનામામાં આ કારણો દર્શાવવામાં આવ્યા હતા: - યુવાધનમાં નશાનું પ્રમાણ: રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો ઉપયોગ ચરસ, ગાંજા જેવા માદક પદાર્થોના સેવન માટે થતો હોવાથી પ્રતિબંધ મુકાયો હતો. - ઝેરી તત્વો: આ પેપરમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને ક્લોરીન બ્લીચ જેવા કેમિકલ્સ હોવાનું જણાવાયું હતું, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Smoking rolling paper gogo perfect paper highcourt sarkar government ]
Postsડાકોરમાં આવતી ફાગણ પૂનમના તહેવારને લઈને પ્રશાસન સજ્જ! • ડાકોરમાં પદયાત્રા કરીને આવતા ભક્તોની સુવિધા અને સુરક્ષાને લઈને બેઠક યોજાઈ હતી જેમાં હાઈવે પર ચાલતા સેવા કેમ્પોના ચાલકો સાથે પોલીસ અને પ્રશાસને ચર્ચા કરી. • આ વર્ષે પદયાત્રાના રૂટમાં આવતા સેવાકીય સંસ્થાઓ દ્વારા DJ કે લાઉડસ્પીકર ન વગાડવા સૂચના, તેમજ રોડ પર સ્ટેજ બનાવવા પણ મનાઈ કરી. • આ સહિત ગંદકી ન ફેલાઈ તે માટે સેવાકીય સંસ્થાઓને ધ્યાન રાખવા માટે જણાવાયું છે જેમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ અને અન્ય કચરો કરે તેવી વસ્તુઓના ઉપયોગને ટાળવા માટે સૂચનો કર્યા. • પદયાત્રીઓની સુરક્ષા માટે ડાકોરને જોડતા માર્ગો પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dakor padyatra Devine holi festival religious ]
26 Feb 2026
Reels✨ Rajgharana x Divya Milan – Royalty Meets Divinity 👑🛕 A dreamy royal stage & a grand Ram Mandir–inspired masterpiece — both designed and fabricated in-house with pure elegance and devotion. Gujarat witnessed true grandeur. ✨ 📩 DM us or call 8009001949 to create your next iconic setup. #Rajgharana #DivyaMilan #LuxurySetDesign #GujaratEvents #RamMandirSet (luxury event set design, grand fabrication work, custom stage backdrop, in-house event fabrication, cultural event decor Gujarat, premium wedding decor India, traditional royal theme setup, mandir theme event design, designer stage installation, luxury event production Gujarat)
26 Feb 2026
Reelsઆજે અમદાવાદ દિવસ! આવો અમદાવાદની જાજરમાન અસ્મિતાને યાદ કરીએ. • આશાવલ, કર્ણાવતી, અને હવે અમદાવાદ. ઇતિહાસથી આધુનિકતા સુધી ગમે ત્યાં નજર નાખીને જોઈએ તો હંમેશા ભાગતું પણ કદી ન હાંફતું શહેર! અમદાવાદ. • સાબરમતી નદીના તટે વિકસ્યું, ઋષિ દધીચિ, માણેક નાથ બાબા જેવા સંતના આશીર્વાદ મળ્યા.... ભીલ સમુદાય વખતે આશાવલ કહેવાયું, કર્ણદેવ સોલંકીએ અહીં શાસન સ્થાપ્યું ત્યારે કર્ણાવતી કહેવાયું અને ત્યાર પછી મોઘલ શાસન શરૂ થયું જેમાં અહમદશાહ બાદશાહે નામ આપ્યું અમદાવાદ. • અમદાવાદ વખતો વખત વિકસતું રહ્યું છે. અમદાવાદની પોળો, અમદાવાદના લોકો અમદાવાદના સ્થાપત્યો અને અમદાવાદના વારસાએ અમદાવાદને 2017 માં વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું. જેવું નામ એવું જ કામ અમદાવાદની દરેક ગલીઓમાં ધંધો અને ધંધાદારી દોડે છે. • અમદાવાદની ખાસિયત પહેલાથી એ રહી છે કે આ શહેર ક્યારેય કોઈ બહારથી આવેલાને અજાણ્યું લાગવા નથી દેતુ! તે સૌને પોતાના બનાવી લે છે. • આજે પણ અમદાવાદની પોળોમાં હેરિટેજને જાણવા લોકોના ટોળા ઉમટી પડે છે ત્યારે જ અમદાવાદના હેરિટેજ જાજરમાન વારસાનો અંદાજો લગાવી શકાય છે. પોળોના મકાનો બનાવતા સમયે વાપરેલી કોઠા સૂઝ આજે પણ મંત્રમુગ્ધ કરી દે છે. • આજે પણ કાંકરિયા તળાવ પાસે અમદાવાદની ખુમારી એ જ રહી છે, અમદાવાદના દરવાજાઓ આજે પણ બધાને એટલા જ હેતથી આવકારે છે, સાબરમતી તટે ગાંધી આશ્રમ આજે પણ અહિંસાથી ક્રાંતિની સાક્ષી પૂરે છે, માણેક ચોકમાં દરરોજ સવારે કરોડોનો વેપાર અને રાત્રે ખાણીપીણીની જ્યાફતો ઉડે છે, અમદાવાદ આજે પણ એટલી જ ગતિથી વિકસી રહ્યું છે આ દિવસે અમદાવાદના રક્ષિતા દેવી માં ભદ્રકાળીના આશીર્વાદ સદાય રહે એવી અભ્યર્થના! અમદાવાદ દિવસની શુભકામનાઓ. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ahmedabad amdavad heritage city ahmedabad day અમદાવાદ ahmedabad foundation day ]
Postsઆગામી હોળી ધૂળેટીના પર્વની તારીખોની લઈને રાજ્યભરમાં અનેક અસમંજસ બાદ હવે હોલિકા દહન 2 માર્ચ સોમવારે રાત્રિના કરવા માટે રાજ્યના મોટા ભાગના મંદિરો અને ધાર્મિક સ્થળોએ નિર્ણય લીધો. • 3 માર્ચના રોજ પૂનમ છે પરંતુ ચંદ્રગ્રહણના કારણે હોળી પ્રગટાવી ન શકવાથી હોલિકા દહન 2 માર્ચ અને સોમવાર નક્કી કરવામાં આવ્યું. • અમદાવાદ શહેરમાં મુખ્ય મંદિરો જેમ કે કેમ્પ હનુમાન મંદિર, રણછોડરાયજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, ભદ્રકાળી માતા મંદિર, જગન્નાથ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, ઇસ્કોન મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ હોલિકા દહન માટે 2 માર્ચના સમય નક્કી કર્યો છે. • હોળી બાદ ધૂળેટી પર્વ સામાન્ય લોકો અને જાહેર રજા મુજબ 4 માર્ચના રોજ છે (અમુક ધાર્મિક સ્થળોએ 2 માર્ચ હોલિકા દહન બાદ 3 માર્ચે ધૂળેટી પર્વની ઉજવણી માટેના આયોજન કર્યા છે) • ધૂળેટી માટે આયોજન કરવામાં આવેલા અનેક પાર્ટી પ્લોટ દ્વારા 4 માર્ચના રોજ પર્વની ઉજવણી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Holi dhuleti colour rang holika dahan hindu festivals temple religious ]
26 Feb 2026
Postsશહેરમાં રઝળતા શ્વાનનો દિવસેને દિવસે ત્રાસ વધતો જાય છે, ત્યારે વિધાનસભા દરમિયાન રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 3.41 લાખ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. • વર્ષ 2021 થી લઈને જાન્યુઆરી 2026 સુધીમાં 3.41 લાખ શ્વાન કરડવાના કેસ, એટલે કે દરરોજના સરેરાશ 184 બનાવો! • હાલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને રઝળતા શ્વાન માટે ખસીકરણ અને રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે. • આ 5 વર્ષોમાં કોર્પોરેશન ₹13 કરોડ ખસીકરણ માટે ખર્ચ કર્યો છતાં પણ શ્વાન કરડવાના કેસમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dog bite rabies corporation ]
26 Feb 2026
Postsશું માતાજીની આરાધના કરવા માટે યાત્રામાં આ રીતે ગાડીમાં લટકવું પડે?! • જ્યારે કોઈ ચાર પૈડાંવાળા વાહન (ફોરવ્હીલર/કાર) ની બહાર લટકીને (જેમ કે દરવાજા પર અથવા સાઈડ પર) અથવા ઉપર બેસીને (જેમ કે બોનેટ, છત કે ટોપ પર) વાહન ચલાવવામાં આવે ત્યારે મોટર વાહન અધિનિયમ, 1988 (Motor Vehicles Act, 1988) ની કલમ 123 (Section 123) નો ભંગ થાય છે. • તો શું અહીંયા કાર્યવાહી થવી જોઈએ કે નહીં? વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bhadrakali yatra car driving violation of law nagaryatra]
26 Feb 2026
Posts🚨 Dubai Intake Always Open? હા… પરંતુ બધાં માટે નથી ❗ Ahmedabad માં ઘણા students માને છે 👉 “Dubai toh open che” પણ real truth આ છે 👇 🎓 Strong profile = fast process ⚡ Early action = better intake ⏳ Seats limited che 📉 Late decision = lost intake 💡 Guess ન કરો. 👨👩👧 Parents, pehla proper guidance લો 📄 Eligibility clear થયા પછી decision લો 👉 Check Your Profile Now Study in Dubai Ahmedabad, Dubai Intake 2026 Gujarat, Dubai Student Visa Ahmedabad, Study Abroad Gujarat, Dubai Masters, PFEC Global Ahmedabad #ahmedabad #studyindubai #pfecglobalahmedabad #dubaiintake2026 #studyabroadgujarat
26 Feb 2026
Postsઅમદાવાદ મેટ્રોનો વિસ્તાર ખૂબ મોટો થઈ ચૂક્યો છે ત્યારે તે શહેરની અનેક પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળે છે, જેમાં ક્યારેક મેટ્રો ટ્રેનમાં થતા ગંભીર ગુન્હાઓ જેમ કે ચોરી, લુંટફાટ, મારામારી, અભદ્ર વર્તન, છેડતી, ઠગાઈ, જાહેર સંપતિને નુકશાન સહિતના ગુનાઓમાં ફરિયાદી દ્વારા ક્યાં પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવો તેને લઈને અનેકવાર અસમંજસ થતી હતી. • આ સિવાય અનેક વાર મેટ્રોની પ્રોપર્ટીને નુકશાન કે વાયરો કાપી જવા જેવી બાબતોની ફરિયાદ પણ વિવિધ પોલીસ સ્ટેશનની હદ મુજબ કરવામાં આવતી હતી જે હવે માત્ર બે જ પોલીસ સ્ટેશનમાં કરી શકાશે. • લોકોને હદને લઈને પોલીસ ધક્કા ન ખાવા પડે તે માટે પૂર્વ વિસ્તારમાં આવતા સ્ટેશનો માટે ખોખરા પોલીસ સ્ટેશન તેમજ પશ્વિમમાં આવતા મેટ્રો સ્ટેશન માટે પાલડી પોલીસ ચોકી નિર્ધારિત કરવામાં આવી. • જો કે અપવાદ રૂપે કોઈ મેટ્રો સ્ટેશન પર થયેલી મારામારી, લૂંટ, છેડતી બાબતેની ફરિયાદ ત્યાં લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Police complaint metro station rail khokhra paladi ]
20 Feb 2026
Postsભાગીને અને પ્રેમ લગ્નને લઈને અનેક સમાજ સરકારને લગ્ન નોંધણી લઈને કડક નિયમો બનાવવાની રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ-2006ના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી કરી છે. • નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં નિયમ 44 હેઠળ આ નવા નિયમોની જાહેરાત કરી છે. હાલ આ પ્રસ્તાવિત નિયમોનો જાહેરમાં 30 દિવસ સુધી વાંધા-સૂચનો મંગાવવામાં આવશે, ત્યારબાદ કમિટી તેની સમીક્ષા કરીને અંતિમ નિયમો લાગુ કરશે. • નવા પ્રસ્તાવિત નિયમોમાં લગ્ન નોંધણીની અરજીમાં વર-વધૂએ જણાવવું પડશે કે માતા-પિતાને ખબર છે કે નહીં. અરજીમાં માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું, મોબાઇલ નંબર આપવા પડશે. • અરજી થયા પછી 10 કામના દિવસોમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરફથી માતા-પિતાને સત્તાવાર જાણ (નોટિસ) મોકલવામાં આવશે. • અરજી થયા પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર તરત જ નહીં મળે, 30 દિવસનો ફરજિયાત વેઇટિંગ પીરિયડ રહેશે. આ દરમિયાન માતા-પિતા અથવા અન્ય કોઈ વાંધો ઉઠાવી શકશે, જેની તપાસ થશે. • જો કે હાલ આ નિયમો લાગુ નથી પડ્યા, પ્રસ્તાવિત નિયમો છે જે વિધાનસભામાં ચર્ચા વિચારની કરી આગામી 30 દિવસમાં નવા સુધારા વધારા સાથે નવા નિયમો લાગુ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Love Marriage certificate new rules implementation husband wife father mother ]
20 Feb 2026
Postsઅમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર શરૂ કરાયેલ એસી વેઇટિંગ રૂમમાં 3 મહિમાં ₹25 લાખની આવક. • મુસાફરો માટે પ્રતિ કલાક ₹20 ચાર્જ વસૂલી લોકોને આરામયક સુવિધા માટે રેલવે દ્વારા આ એસી વેઇટિંગ હૉલની 26 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. • આ એસી હોલમાં વયસ્ક માટે પ્રતિ કલાક ₹20 અને 5 થી 12 વર્ષના બાળકો માટે ₹10 ચાર્જ નક્કી કરાયો હતો. • અત્યાર સુધીમાં 1 લાખથી વધુ મુસાફરોએ આ સુવિધાનો લાભ લીધો હતો જેમાંથી ₹25 લાખ જેટલી આવક સર્જાઈ. • આ એસી વેઇટિંગ રૂમમાં ટોયલેટ, બાથરૂમ, ન્યૂઝપેપર, બેબી કેર એરિયા સહિત કેન્ટિનની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Railway Ahmedabad railway station AC waiting hall Kalupur chargeable ]
20 Feb 2026
Postsઅમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અવારનવાર રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની ફરિયાદ અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નિવૃત્ત SRP PI સાથે થયેલી ચોરી સહિત અન્ય ગુનાઓની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી! • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિક્ષામાં મુસાફરી કરતા સિનિયર સિટીઝન્સને નિશાન બનાવી ચોરી કરતી ટોળકીને બાતમીના આધારે જમાલપુર બ્રિજ નીચેથી ઝડપી પાડી છે. • પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને કુલ ₹15.38 લાખનો મુદ્દામાલ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. • આ ટોળકી ખાસ કરીને સિનિયર સિટીઝન્સને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડતી હતી. આ દરમિયાન મુસાફરની નજર ચૂકવીને તેમના થેલામાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરતાં હતા. ઘટનાને અંજામ આપી આરોપી દ્વારા પેસેન્જરને થોડે દૂર ઉતારી દેવાની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવામાં આવતી હતી. • ઝડપાયેલા આરોપીઓ 1. મોહમદ યુનુસ ઉર્ફે "ચાચા" (ઉંમર 46, દાણીલીમડા) 2. ઈમ્તિયાઝ ઉર્ફે "કુલી" (ઉંમર 36, સરસપુર) 3. સકીલ સલીમભાઈ અંસારી (ઉંમર 38, દાણીલીમડા) • સમગ્ર મામલે પોલીસે આરોપી પાસે સોનાની મગમાળા, સોનાનો હાર, સોનાની ચેઈન અને આશરે 8 તોલાની 2 સોનાની વીંટીઓ, રોકડ, ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા અને 2 મોબાઈલ ફોન મળીને કુલ 15.38 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. • ઉકેલાયેલા ગુનાઓ 1. સરદારનગર, નિવૃત્ત SRP PI સાથે થયેલી ચોરી 2. વાસણા, એક દંપતીના થેલામાંથી 2 તોલાનું મંગળસૂત્રની ચોરી. 3. નરોડા પાટિયા, એક મહિલાની સોનાની બુટ્ટી અને વીંટીની ચોરી. 4. નરોડા પાટિયા,એક મહિલાના બેગમાંથી ₹1 લાખ રોકડાની ચોરી. 5. જશોદાનગર, એક મુસાફરના ₹50 હજાર રોકડાની ચોરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Narol naroda police thief riksha gang ]
Reelsકોર્પોરેશન સામે પીજી સંચાલકો મેદાને, ચોક્કસ નિયમો બનાવવા PG એસોસિયેશનની માંગ. • આજે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 25 થી વધારે PG સીલ કરવામાં આવ્યા. જેના વિરોધમાં PG એસોસિયેશન દ્વારા કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે વિરોધ કરવાના આવ્યો. • PG સંચાલકોની માંગ છે કે બધા PG માં ન્યૂસન્સ ચાલતું નથી, જેથી બધાને એક સરખા ન જોઈ સરકાર ચોક્કસ નિયમોનું ગઠન કરે જેમાં PG વ્યવસાયનો સમાવેશ થાય. • હાલ હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે જેમાં પી જી સંચાલકોએ બિલ્ડીંગ યુઝ પરમિશન, જો પી જી રેસીડેન્સીયલ વિસ્તારમાં ચાલતું હોય તો સોસાયટીની NOC, પોલીસ વેરિફિકેશન, તેમજ ફાયર સેફ્ટી સહિતની પરમિશન મેળવવાની રહેશે. હવે આ તમામ ગાઇડલાઇન દરેક એકમે વિસ્તાર અને જગ્યા પ્રમાણે બંધ બેસતી ન હોવાથી PG સંચાલકોની સરકાર સમક્ષ કોઈ ચોક્કસ નિયમો બનાવવાની માંગ. • સંચાલકો મુજબ તેઓ તમામ નિયમો માનવા તૈયાર છે પરંતુ સરકાર આવી કોઈ તૈયારી બતાવે અને પીજી બાબતે કોઈ ચોક્કસ નિયમો ઘડે જેથી આવી કામચલાઉ ગાઈડલાઈનથી હાલાકી ન પડે. • અમદાવાદમાં લાખો લોકો પીજી પર રહે છે એવામાં અચાનક સીલ થતા તેઓને પણ અડચણ આવે છે અને બીજી બાજુ પીજીમાં ચાલતા ન્યુસન્સની પણ વારંવાર ફરિયાદો સામે આવી છે. • ખરેખર જોવા જઈએ તો પી.જી બાબતે કોઈ ચોક્કસ નિયમો સરકારે ઘડવા એટલા માટે જરૂરી થઈ જાય છે કારણ કે પીજીમાં બહારથી આવતા વિદ્યાર્થીઓ, નોકરી પરથી આવતા લોકો તેમજ મહિલાઓ પણ રહેતી હોય છે જેથી સરકારના ચોક્કસ નિયમોથી આ તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થશે. પીજી સંચાલકોના પ્રશ્નોનો પણ નિવેડો આવશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ PG association PG ahmedabad corporation paying guest government ]
Reels💙 From Dream ➝ Destination 🇦🇺✈️ Another Australia Student Visa SUCCESS story! 🎓 Vishwa Patel shares how the right guidance made her journey smooth, stress-free, and successful — from counselling to visa approval. ✨ Why students trust PFEC Global: ✔ Honest & transparent process ✔ Personalised counselling ✔ Complete visa support — start to finish If studying abroad is your dream, start it the right way 🌍 👉 Your success story could be next! [ Australia student visa, study abroad success story, student visa approval, study in Australia 2026, overseas education consultant, Ahmedabad study abroad, PFEC Global reviews ] #visagranted #studyinaustralia #studyabroadsuccess #pfecglobalahmedabad #studyabroadconsultant
19 Feb 2026
Postsગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને ત્યાંના સ્થાનિકો દ્વારા જનાક્રોશ સાથે ગઇકાલ રાત્રીના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ભીડ એકઠી થઈ હતી અને ત્યાંના પોલીસ અધિકારીને દારૂના અડ્ડા બંધ કરાવવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું. • સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ત્યાં અનેક જગ્યાઓ પર દેશી અને વિલાયતી દારૂની ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે, અને ત્યાંના ગેરકાયદેસર ધંધો કરનારા ઇસમોનો ત્રાસ પણ વધી રહ્યો છે. • પોલીસ દ્વારા સ્થાનિકોને આશ્વાશન આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આગામી 2 દિવસમાં કડક કાર્યવાહી કરીને દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવશે. • જો કે લોકોના કહેવા મુજબ અહીં અનેક દારૂના અડ્ડાઓ ચાલે છે અને આ અડ્ડાઓ ચલાવવા માટે ઉપર સુધી ભરણ ભરવામાં આવે છે, જેના પગલે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી. • લોકો દ્વારા અનેકવાર રજૂઆતો છતાં કોઈ ચોક્કસ કાર્યવાહી ન થતા આજુબાજુના સ્થાનિકોએ એકઠા થઈ ગઇકાલ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવા પહોંચ્યા હતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gomtipur liquor prohibition business police station people gathering ]
19 Feb 2026
Postsશાળાઓમાં મળતી ધમકીઓ વચ્ચે આગામી દિવસોમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. ત્યારે આગોતરૂં આયોજન કરવા મુખ્ય સચિવની તમામ જિલ્લા કલેકટર, પોલીસ વડાઓ, ડીડીઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજાઇ • ગુજરાતમાં મોટા શહેરોમાં શાળાઓને વારંવાર મળી રહેલા ધમકીભર્યા ઇમેઇલ વચ્ચે હવે ખાસ કરીને પરીક્ષાઓ સમયે જો આ પ્રકારની ધમકી મળે તો શું કરવું તે અંગે એક તાત્કાલીક પ્રક્રિયા ઘડી કાઢવાની સુચના અધિકારીઓને આપવામાં આવી છે. • અમદાવાદ, વડોદરા સહિતની શાળાઓમાં છેલ્લા બે દિવસમાં ધમકીભર્યા ઇમેઇલ મળતા રાજયના મુખ્ય સચિવ સંજીવકુમારે આજે અમદાવાદ સહિત રાજયના તમામ પોલીસ કમિશ્ર્નર તેમજ કલેકટર તથા ડીડીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી! • આ કોન્ફરન્સમાં અનેક સૂચનો આપ્યા હતા જેમાં પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષામાં વધારો, પરીક્ષાઓના પ્રારંભે જ દરેક પરીક્ષા સેન્ટરની અગાઉથી પુરી રીતે ચકાસણી થશે. વિદ્યાર્થીઓને પણ ચકાસીને અંદર જવા દેવાશે અને શાળાઓની બહાર પોલીસ તેમજ એમ્બ્યુલન્સ પણ ગોઠવાશે અને બોમ્બ સ્કોવડ અને ડોગ સ્કવોડ પણ પરીક્ષા પૂર્વે જે તે કેન્દ્રોની ચકાસણી કરીને સબ સલામતનો સંદેશો આપશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ School students exam bomb threat bomb squad board exam ]
19 Feb 2026
Postsકઠવાડા GIDC માં થોડા દિવસો પહેલા અંદરના રસ્તાઓ રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવતા આસપાસ વસતા અનેક લોકોને સિંગરવા હાઈવે થઈને કઠવાડા સિંગરવા તરફ જવું પડતું હતું જેના લીધે ટ્રાફિકની સમસ્યા તેમજ વધુ ચારથી પાંચ કિમી લંબાવું પડતું હતું. • સ્થાનિકોએ GIDC ને રસ્તાઓ ખોલી નાખવા રજૂઆત કરી હતી, પરંતુ GIDC એ પોતાના માલિકીના રોડ નંબર 5, 8 અને 11ના ગેટ પર માટી નાખીને રસ્તાઓ બંધ કરી દીધા. • આ રસ્તાઓ રીંગ રોડથી સીધા સિંગરવા કઠવાડા રસ્તાને જોડતા હતા જેમાં લોકો અવરજવર કરતા હતા, • આ ત્રણે મુખ્ય રસ્તાઓ બંધ કરતા ત્યાં અગવડતા પડતી હતી, સિંગરવા હાઈવે ફરવા જવું પડતું હતું જે 4 થી 5 કિમી લાગતું તેમજ સિંગરવા હાઈવે પર ટ્રાફિકની સમસ્યા પણ વકરતી હતી. • રજૂઆત છતાં રસ્તાઓ ન ખોલતા આખરે સ્થાનિકો ભેગા મળીને આજે બપોરે ક્રેન, પાવડા લઈને આવી પહોચ્યા હતા અને રોડ પર આડસ મૂકેલી વસ્તુઓ અને માટીને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. • મોટા પ્રમાણમાં લોકો ત્યાં એકઠા થયા છે અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kathwada GIDC gate number 5 8 11 road closed people gathering ]
19 Feb 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મોટી ફરસાણ અને રેસ્ટોરન્ટને તેલની ગુણવતા ચકાસવા TPC મશીન ફરજિયાત રાખવા માટે જણાવાયું. • લોકોના સ્વાસ્થ માટે અને વારંવાર ઉપયોગમાં લેવાતા તેલનો વપરાશ ઘટાડવા કોર્પોરેશન દ્વારા કડક પગલાઓ. નવા નિયમો: - કોને લાગુ પડશે: જે એકમો (ફરસાણ માર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ) દરરોજ ૫૦ કિલોથી વધુ તેલનો ઉપયોગ કરે છે. - TPC ટેસ્ટ મશીન: દરેક મોટા એકમે પોતાની પાસે ટોટલ પોલાર કમ્પાઉન્ડ (TPC) ચેક કરવાનું મશીન રાખવું ફરજિયાત છે. - રેકોર્ડ જાળવણી: તેલના વપરાશ અને મશીનના રીડિંગનું રજીસ્ટર નિભાવવું પડશે. - બળેલા તેલનો નિકાલ: વધેલું કે બળેલું તેલ ગમે ત્યાં ફેંકી શકાશે નહીં. તેને સરકાર માન્ય ૫૩ એજન્સીઓ પૈકી કોઈ એકને જ આપવું પડશે, જેમાંથી બાયોડિઝલ બનાવવામાં આવશે. • વપરાયેલા તેલથી થતા નુકસાન (સ્વાસ્થ્ય જોખમો) વારંવાર ગરમ કરેલું તેલ ઝેરી બની જાય છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને લીવરની સમસ્યાઓ, અલ્ઝાઇમર, એથરોસ્કલેરોસિસ જેવી ગંભીર બીમારીઓ લાગી શકે છે. • અમદાવાદમાં અત્યારે આવા 43 મોટા એકમોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી માત્ર 13 પાસે જ હાલમાં આ મશીન ઉપલબ્ધ છે. બાકીના એકમોએ પણ હવે મશીન ફરજિયાત વસાવવું પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Farsan restaurant factory edible oil TPC total polar compaund ]
19 Feb 2026
Postsઅમદાવાદમાં આ વર્ષે હોળીના પર્વ પર પર્યાવરણની જાળવણી અને પરંપરાના સંગમ સાથે 'વૈદિક હોળી'ની ઉજવણી • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ વખતે શહેરના 101 સ્થળોએ વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. • પરંપરાગત રીતે હોળીમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, તેના બદલે વૈદિક હોળીમાં ગાયના છાણમાંથી બનેલી 'ગો-સ્ટિક' અને છાણાંનો ઉપયોગ જેનાથી હવાનું પ્રદૂષણ ઘટશે અને લાકડાનો ઉપયોગ ઓછો થશે. • AMC ના CNCD વિભાગ દ્વારા ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે ₹2,500 રાખવામાં આવી છે. આમાં ગો-સ્ટિક, છાણાં અને પૂજન સામગ્રીનો સમાવેશ થાય છે. • આ સિવાય રસ્તા પર ખાડા ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે, જેથી ડામરના રોડને નુકસાન ન થાય. • શહેરના તમામ 7 ઝોનમાં સૌથી સ્વચ્છ સોસાયટીઓ અને મહત્વની ધાર્મિક સંસ્થાઓ મળીને કુલ 101 જગ્યાઓ પર વૈદિક હોળીની ઉજવણી • આ પહેલની શરૂઆત વર્ષ 2024 માં 11 સ્થળોએ વૈદિક હોળીની શરૂઆત સાથે થઈ હતી જે વર્ષ 2025 માં 46 સ્થળોએ અને આ વર્ષે 101 સ્થળોએ ઉજવાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CNCD corporation AMC vaidik holika holi go stick cow dig ]
19 Feb 2026
Postsકલા રસિક અમદાવાદીઓ માટે આ વિકેન્ડ રહેશે ખાસ, LD એન્જિનિયરિંગ કોલેજના ખાતે “સાહિત્ય સરિતા 2026”નું આયોજન. 20, 21, અને 22 ફેબ્રુઆરી. જુઓ સમગ્ર કાર્યક્રમ 👉 વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ LD engineering College sahitya sarita 2026 artist competition]
18 Feb 2026
Reelsનારોલ પીપળજ પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ! મેજર કોલ જાહેર! • 25 થી વધારે ગાડીઓ અને 100 થી વધારે ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગને કાબુમા લેવાના પ્રયત્નો. • અંદાજિત સાડા પાંચ વાગે આગ લાગવાની શરૂઆત થઈ હતી, 6:00 વાગે આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. • હર્ષ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગવાનું મુખ્ય કારણ કેમિકલ અને ઓઇલ હોવાનું સામે આવ્યું છે. • આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આજુ બાજુની જગ્યાઓ માં પણ આગ પ્રસરી હતી. બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ બ્લાસ્ટ થઈને સળગવા લાગ્યા હતાં. • આ સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ સામે આવી નથી. હાલ પોલીસ, એમ્બ્યુલન્સ અને બચાવ કાર્ય કરતા જવાનો હાજર છે. • આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગયા બાદ કુલિંગ પ્રક્રિયા કરીને ફાયર જવાનો અંદર પ્રવેશી તપાસ કરે ત્યારબાદ આગ લાગવાનું કારણ અને કયા પ્રકારનો કેમિકલ કે ઓઇલ હતું તેની જાણકારી મળશે. • આ કંપનીમાં શું બનતું હતું, કેટલા લોકો કામ કરતા હતા, તેના માલિક કોણ છે તે સહિતની તમામ તપાસ ચાલી રહી છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fire aag ahmedabad fire department pipalaj narol gidc oil fire chemical ]
17 Feb 2026
Reelsઅમદાવાદમાં બન્યા 2 અત્યાધુનિક C&D Waste Collection Centre! કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ નાગરિકો ગમે ત્યાં નાંખી પ્રદૂષણ તેમજ ગંદકી ન ફેલાવે માટે કોર્પોરેશને અત્યાધુનિક કલેક્શન સેન્ટર બનાવ્યા. • અત્યાર સુધી વિવિધ ઝોનમાં 26 જેટલા ખુલ્લા પ્લોટમાં આ પ્રકારનો કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખવા માટે કોર્પોરેશનને વ્યવસ્થા કરી આપી હતી પણ તે પ્લોટ ખુલ્લામાં અને રેસીડેન્સીયલ વિસ્તારની બાજુમાં આવેલા છે જેથી તે પણ એક સમસ્યા સર્જે છે જેના ભાગરૂપે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે બંધ બોડીના શેડમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ સેન્ટર બનાવ્યા છે. જેથી હાલ કાર્યરત 26 ખુલ્લા પ્લોટનું ભારણ ઘટાડી શકાય. • હાલ આ બે નવા વેસ્ટ કલેક્શન સેન્ટર પૂર્વ ઝોનમાં નિકોલ અને દક્ષિણ ઝોનમાં વટવામાં બનાવવામાં આવ્યા છે. • આ આધુનિક વેસ્ટ કલેક્શન સેન્ટરમાં mist system થી સતત પાણીનો છંટકાવ કરી ધૂળને બેસાડવામાં આવે છે જેથી પ્રદૂષણ થતું અટકાવી શકાય. વધુમાં આખું સેન્ટર બંધ બોડીનું હોવાથી બહાર ધૂળ જતી નથી અને શહેરનું AQI પણ જળવાઈ રહેશે. • કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારનો કન્સ્ટ્રક્શન વેસ્ટ ગમે ત્યાં ન નાખી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવો. • જો કોઈ નાગરિક પોતાનો કન્સ્ટ્રક્શન વેસ્ટ આ પ્રકારના સેન્ટર પર સ્વખર્ચે પહોંચાડે છે તો તેનો કોર્પોરેશન દ્વારા કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવતો નથી, પરંતુ જો કોઈ નાગરિક કોર્પોરેશનને જાહેર કરેલા નંબર પર સંપર્ક કરી કોર્પોરેશનની ગાડી બોલાવી આ પ્રકારનો કચરો નાખવા ઈચ્છે તો નક્કી કરેલો વહીવટી ચાર્જ ભરીને કન્સ્ટ્રક્શન વેસ્ટનો નિકાલ કરી શકે છે. • જો કોઈ નાગરિક પોતાની રીતે આ નક્કી કરેલા 26 પ્લોટ અથવા અત્યાધુનિક બનેલા સીએનડી વેસ્ટ કલેક્શન સેન્ટર પર વેસ્ટ આપે છે તો તેને કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. • આમ આ પહેલથી કોર્પોરેશન અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા, પ્રદૂષણ મુક્ત બનાવવા તેમજ શહેરના AQI ને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને નાગરિકોને તેમાં ભાગીદાર થવા અપીલ કરી રહ્યું છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Construction waste AMC Solid waste management demolition waste nikol vatva pirana dumping site processing plant ahmedabad corporation ]
PostsSIR કામગીરીની પ્રક્રિયા પૂર્ણ, ગુજરાતમાં હવે 4.40 કરોડ શુધ્ધ મતદારો! • 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી • ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો થયો, સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા મતદારો, સૌથી ઓછા ડાંગમાં મતદારો નોંધાયા, સુરેન્દ્રનગરમાં 99 મતદારોનો ઘટાડો થયો. • 50,963 BLOએ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ આપી મતદારોના મેપિંગ-મેચિંગની કામગીરી કરી. • 1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં. 6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતોવખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો પણ ફોર્મ નં 6,7 અને 8 ભરી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SIR election commission BLO draft final ]
17 Feb 2026
Postsગઈકાલે સ્કૂલોમાં બાદ આજે રાજ્યની અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા! • ગઈકાલે અમદાવાદ અને વડોદરાની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તમામ સ્કૂલોમાં તપાસ હાથ ધરી હતી પરંતુ કંઈપણ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી નહોતી. • જો કે આજે ફરી રાજ્યની અમદાવાદ સેશન્સ કોર્ટ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, મહેસાણા અને વલસાડની કોર્ટને ધમકીભર્યા ઇમેઇલ મળતા કોર્ટની કાર્યવાહીઓ સ્થગિત કરવામાં આવી, તપાસ હાથ ધરી હતી. • કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા કોર્ટ પરિસરમાં ફફડાટ સર્જાયો, જે બાદ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. • વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી, જેમાં કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત જુદાજુદા સ્થળે તપાસ શરૂ કરાઈ. • આ સાથે જ ગાંધીનગર કોર્ટમાં બોમ્બની અફવા બાદ વિધાનસભામાં પણ સલામતીનું નિરીક્ષણ વધુ સઘન કરાયું. • SRP અને પોલીસને ચેકીંગ વધુ સઘન બનાવવાની સૂચના આપી દેવામાં આવી છે, હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે સુરક્ષાને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ bomb squad court vadodara rajkot gandhinagar mahesana ]
17 Feb 2026
ReelsEverything was in place. Yet something felt missing. Turns out, it wasn’t décor. It was protection. Because when a home offers wide spaces, modern architecture, prime connectivity near Ognaj Circle, and 4 BHK lavish living at a remarkable value, admiration is inevitable. Toh dekhne wala bolega hi… Nazar Na Lage. 🧿 The Evara - 4 BHK Lavish Living near Ognaj Circle. For More Information: +91 97233 31144.
17 Feb 2026
Postsઆગામી મહિનાની શરૂઆતમાં જ આવતા હોળી ધૂળેટી પર્વને લઈને અમદાવાદ GSRTC દ્વારા તૈયારીઓ, વતને જતા લોકોને અગવડતા ન પડે તે માટે અમદાવાદથી અનેક શહેર અને ગ્રામ્ય સ્થળો માટે 200 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. • જો કે હાલ અનેક બસોના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે જેનું ઓનલાઈન બુકિંગ GSRTC વેબસાઇટ અને એપ્લિકેશન પર શરૂ કરી દેવામાં આવ્યું છે. • હાલ અનેક ધંધાર્થી, નોકરિયાતો અને શ્રમિક વર્ગ પોતાના વતને જતા હોય છે ત્યારે ટ્રાફિકની જોતા આગામી સમયમાં વધુ એક્સ્ટ્રા બસો ઉમેરવામાં આવી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Holi dhuleti GSRTC extra bus transportation festival journey ]
17 Feb 2026
Postsશહેરમાં વધતા જતા શ્વાન કરડવાના કેસને લઈને મ્યુનિસિપલ હેલ્થ વિભાગનો નિર્ણય, હવે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં હડકવા રસીનો પ્રથમ ડોઝ અપાશે. • અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ, સિવાયની મુખ્ય હોસ્પિટલ અને અમુક સીએચસી સેન્ટરમાં જ હડકવા રસી આપવામાં આવતી હતી પરંતુ હવે હડકવા રસીનો પ્રથમ ડોઝ તમામ હેલ્થ સેન્ટરમાં આપવામાં આવશે. • પ્રથમ ડોઝ બાદના અન્ય ડોઝ અન્ય સ્થળોએથી કે મુખ્ય હોસ્પિટલો અને સિવિલમાં લઈ શકાશે. • હાલ હડકવા મુક્ત માટે કોર્પોરેશન અનેક પ્રયાસો કરી રહી છે જેમાં અમુક ચોક્કસ સ્થળોએ ડોગ ફીડિંગ સ્પોટ નક્કી કરવામાં આવ્યા તેમજ રઝળતા શ્વાનના ખસીકરણ માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dog Anti-Rabies Vaccine health centre hospital civil ]
17 Feb 2026
Postsજો આપને પણ આપની આજુબાજુમાં આ સમસ્યા જણાઈ રહી છે તો લોકેશન સાથે કમેન્ટ કરો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Amc amts parking bus road ]
16 Feb 2026
Reels🇦🇺 From “What if?” to “VISA GRANTED!” ✅ One right decision. One clear plan. And now—Australia 2026 is confirmed ✨ 🎉 Huge congratulations to Hitakshi Vishal Malhotra on securing her Australia Student Visa for Feb 2026 intake! 🎓 Master of Business Analytics 🏫 La Trobe University 💰 20% Scholarship achieved This is what happens when dreams meet the right guidance 🚀 No confusion. No shortcuts. Just smart planning. 👉 Planning Australia 2026? Your success story could be next. 📩 DM PFEC Global today [ Australia student visa granted, Study in Australia 2026, Master of Business Analytics Australia, La Trobe University scholarship, Australia Feb 2026 intake, PFEC Global success story, Overseas education consultancy ] #visagrantedaustralia #studyinaustralia2026 #australiastudentvisa #pfecglobalahmedabad #studyabroadsuccess
16 Feb 2026
Postsસિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને લઈને કોર્પોરેશન હવે કડક પાણીએ થવા તૈયારીઓ અને નિયમો બનાવી લીધા છે. • મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવા નવા નિયમો લાગુ કર્યા. • હાલ રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ શાકભાજી અને ક્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો છે. • હવે શહેરમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર ફેક્ટરીમાં જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હશે તો 15 દિવસ માટે સીલ કરવામાં આવશે. જો કોઈ દુકાન કે ગોડાઉનમાં 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાશે તો 10 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે. • આ સિવાય નાના વેપારીઓ અને ફેરિયાઓ જો પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ઝડપાસે તો પ્રથમ વખત ₹1000 બીજી વખત ₹3000 અને ત્યારબાદ ₹5000 દંડની વસૂલાત લેવામાં આવશે. • વિવિધ સ્થળોએ આવેલા શાકભાજી માર્કેટ તથા ફુટ માર્કેટમાં તથા અન્યત્ર ધંધો-વેપાર કરતા તમામ ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સ - 2016 અંતર્ગત 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની થેલીઓ કે 60 ગ્રામ પર સ્કવેર મીટર(GSM)થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગનો વપરાશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Restricted Plastic non woowen solid waste management ]
16 Feb 2026
Postsનારોલ વિસ્તારમાં દારૂ/ડ્રગ્સની હેરાફેરી અને સ્થાનિક પોલીસની બેદરકારી! છેલ્લા 10 દિવસમા નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અન્ય એજન્સીઓ દ્વારા 5 રેડ પાડવામાં આવી. • અમદાવાદ પીસીબીની ટીમે મોડી રાત્રે નારોલ દેવ હોટલ નજીક (પીરાણા ચાર રસ્તા પાસે) એક કારને ફિલ્મી અંદાજમાં ઝડપી લીધી. ડ્રાઇવર રવિ ગોપાલ વછેટા (રહે. નારોલ, મૂળ રાજસ્થાન, ઉંમર 35) ને અટકાવ્યો અને કારમાંથી 863 બોટલ વિલાયતી દારૂ ઝડપી લીધી, જેની કિંમત આશરે ₹4.6 લાખ છે. કાર અને મોબાઇલ સહિત કુલ જપ્તીનું મૂલ્ય ₹9.60 લાખ જેટલું છે. • ડ્રાઇવરે દારૂનો જથ્થો નરોડાના વિપુલ (બારેજા) પાસેથી લીધો હતો. અને આ જથ્થો શાહીબાગના બૂટલેગરો વિકો ઝાલા*l, અમીયા (ઉર્ફે ગરુ) અને લાલા ને પહોંચાડવાનો હતો, પોલીસે આ ત્રણેયને વોન્ટેડ જાહેર કરી ધરપકડ માટે કવાયત શરૂ કરી છે. • જો કે આ પાંચમી વખત અન્ય એજન્સી દ્વારા નારોલ પોલીસની હદમાં રેડ પાડી, દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે આવી છે ત્યારે હાલ માહિતી મુજબ તપાસ કમિશનર ઓફિસ અને DGP ઓફિસથી શરૂ થઈ છે, જેમાં પોલીસની સંડોવણીની તપાસ ચાલી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Narol police station PCB liquor prohibition act ]
16 Feb 2026
Postsઅસારવા (અમદાવાદ) અને ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આજથી શરૂઆત! • માત્ર 4 કલાક 15 મિનિટમાં 296 કિમીનું અંતર કાપશે. • ટ્રેન નંબર: 26963 (ઉદયપુર સિટી → અસારવા) અને 26964 (અસારવા → ઉદયપુર સિટી), અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડશે. • આ ટ્રેન અન્ય 3 મુખ્ય સ્ટેશનો જાવર, ડુંગરપુર, હિંમતનગર ઊભી રહેશે. • ઉદયપુર સિટીથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને અસારવા (અમદાવાદ) એ જ દિવસે સવારે 10:25 વાગ્યે પહોચશે • અસારવાથીસાંજે 5:45 વાગ્યે ઉપડશે અને ઉદયપુર સિટી રાત્રે 10:00 વાગ્યે પહોચશે • આ ટ્રેનમાં AC Chair Car અને Executive Chair Car ક્લાસ છે, જેમાં આધુનિક સુવિધાઓ જેમ કે Wi-Fi, GPS-based systems, આરામદાયક સીટ્સ વગેરે છે. ટિકિટ બુકિંગ IRCTC વેબસાઈટ અથવા એપ પર ઉપલબ્ધ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Asarwa Udaipur vande Bharat train express railway ]
16 Feb 2026
Postsગુજરાત સરકારના શિક્ષણ વિભાગ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં શિક્ષકોને તેમની શાળા કેમ્પસ અને આસપાસના વિસ્તારના શેરી કૂતરાઓ (શ્વાનો)ની ગણતરી કરીને સચોટ માહિતી મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. • સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર સ્થળો (શાળા, હોસ્પિટલ, બસ/રેલવે સ્ટેશન વગેરે)માં રઝળતા શ્વાનની સંખ્યા અંગે સચોટ ડેટા રાખવો જરૂરી છે જે આદેશને ધ્યાનમાં રાખીને રાજ્યના નાયબ શિક્ષક નિયામક દ્વારા આ આદેશ કરાયો છે. • શિક્ષકોએ શાળાની અંદર + આસપાસ કેટલા કૂતરા છે તેની વિગતો (શાળાનું નામ, સંખ્યા વગેરે) આપવાની છે. • વિપક્ષ (ખાસ કરીને કોંગ્રેસ)એ આ પરિપત્રને તાત્કાલિક રદ કરવાની માગ કરી છે. વિપક્ષે કહ્યું છે કે શિક્ષકો પાસેથી પહેલેથી જ ૬૦+ બિન-શૈક્ષણિક કામો (ચૂંટણી, શૌચાલય ગણતરી, તીડ/ભૂંડ ભગાડવા, લાઇનમાં ઊભા રહેવા વગેરે) લેવામાં આવે છે, તો હવે "કૂતરા ગણવા" પણ? • જ્યારે શિક્ષણ મંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે આ માત્ર બાળકોની સુરક્ષાનો મુદ્દો છે આ બાબતે રાજનીતિ ન કરો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Street dog, government teachers , dog calculation]
13 Feb 2026
Posts🎉 Visa Granted! 🇦🇺🇦🇺 Dreams DO come true! 🇦🇺🇦🇺 ✨Big congratulations to Hitakshi Vishal Malhotra on securing her Australia Student Visa for Feb 2026 Intake ✨ 🎓 Master of Business Analytics 🏫 La Trobe University, Australia 💰 20% Scholarship Secured Dreams turn into destinations with the right guidance. Your study abroad journey starts here with PFEC Global 🚀 👉 Planning for Australia 2026? Let’s make it happen. 📩 DM us now! Australia student visa, Visa granted Australia, Study in Australia 2026, La Trobe University, Master of Business Analytics, Australia scholarship, 2026 intake, PFEC Global success, overseas education, study abroad consultants ✅ Right planning = Visa Granted 🇦🇺 #visagranted #studyinaustralia #ahmedabad #australiastudentvisa #pfecglobal feb2026intake studyabroadsuccess
12 Feb 2026
Postsહવે અમદાવાદમાં પણ જાહેર રસ્તાઓ એર પ્યોરીફાયર લગાવવામાં આવશે! • કોર્પોરેશન દ્વારા શહેરમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા જયપુરમાં લાગેલા એર પ્યોરીફાયરની જેમ જ અમદાવાદમાં પણ એર પ્યોરીફાયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. • અગાઉ જયપુરમાં લાગલા મીની એર પ્યોરીફાયર જર્મન ટેકનોલોજીથી બનેલાં છે અને ડેન્માર્કની કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. • એર પ્યોરીફાયર હવામાં રહેલ ધૂળ-સિમેન્ટનાં રજકણો અને ધુમાડાને ખેંચીને સ્વચ્છ હવા છોડવાનું કામ કરશે. • જયપુરમાં નવેમ્બર 2025માં આ પ્રકારના એર પ્યોરીફાયર લગાવવામાં આવ્યા હતા જેનાથી વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનો દાવો કરાય છે. • જેને ધ્યાનમાં લઈને હવે અમદાવાદ પણ એર પ્યોરીફાયર લગાવવામાં આવશે તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર દ્વારા આગામી સમયમાં જયપુર નું અનુકરણ કરીને અમદાવાદમાં પણ આ પ્રકારે એર પ્યુરીફાયર લગાવવા માટે નિર્ણય લેવાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Air purifier amc Ahmedabad municipal corporation on road amdavad]
12 Feb 2026
Postsએક RTIમાં ચોંકાવનારી બાબત સામે આવી, છેલ્લા 5 વર્ષમાં 483 ફાઇલો ગાયબ થયાની ખબર. 2020થી 2024 સુધીના સમયગાળામાં વિવિધ વિભાગોની હિસાબ-કિતાબ સંબંધિત 483 ફાઇલો ઓડિટ વિભાગને સુપરત જ નથી કરવામાં આવી, અને તે "missing" અથવા "not received" તરીકે નોંધાઈ છે. આ ફાઇલોમાં રોડ, પાણી પુરવઠો, ગટર જોડાણ, બ્રિજ, ડ્રેનેજ, ગાર્ડન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ, એસ્ટેટ, એડમિનિસ્ટ્રેશન વગેરે વિભાગોના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ અને ખર્ચના હિસાબનો સમાવેશ થાય છે. વર્ષવાર વિગત (આશરે): 2020: 71 ફાઇલો 2021: 101 ફાઇલો 2022: 116 ફાઇલો 2023: 97 ફાઇલો 2024: 98 ફાઇલો કુલ: 483 AMCમાં પારદર્શિતા અને ઓડિટ પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે આ ફાઇલો ન હોવાથી કરોડોના ખર્ચનું ઓડિટ થઈ શક્યું વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Amc files missing corruption Ahmedabad municipal corporation ]
12 Feb 2026
Postsઅમદાવાદ શહેર બન્યું લોહિયાળ: માત્ર 24 કલાકમાં 3 હત્યાઓ • બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસે યુવકની હત્યા થઈ, તો 11 ફેબ્રુઆરીએ એક જ રાતમાં શહેરમાં બે હત્યાના બનાવ, વટવામાં ચાર માળિયા આગળ જૂની અદાલતમાં એક યુવકની ઈંટ મારીને હત્યા. તો મણીનગર વિસ્તારમાં કાંકરિયા નજીક એક સગીરાની હત્યા. જુઓ સમગ્ર માહિતી 👉 વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Maninagar kankariya girl vatva south bopal vakeel saheb bridge ]
12 Feb 2026
ReelsMcKINGSTOWN – Precision. Style. Confidence. Here’s how a low tapered fade instantly elevates your look — clean, sharp, and effortlessly cool. Whether it’s for work or the weekend, this fade keeps it fresh every single day. Step in for the cut, walk out with the vibe. 📍 Address: Unit No: 06, Saral Sky Suites, T.P Scheme No: 22, Chandkheda, Ahmedabad, Gujarat – 382424 Opp. Saran Residency 📲 Outlet Number– Only WhatsApp: +91 7742608299 🌐 Salon Locations: www.mckingstown.com� 150+ Outlets | 2 Countries #McKingstown #LowTaperFade #MensGrooming #AhmedabadSalon #barberlife
12 Feb 2026
Postsકેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' અંગે નવી માર્ગદર્શિકા (guidelines) જાહેર કરી છે. • આ નવા નિયમો ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026ના આદેશમાં જાહેર થયા છે. આનો હેતુ 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સમકક્ષ સન્માન અને એકરૂપતા આપવાનો છે. • અત્યાર સુધી આ ગીત માટે કોઈ સત્તાવાર પ્રોટોકોલ નહોતો. • મુખ્ય નવા નિયમો: • સંપૂર્ણ 6 અંતરા (stanzas/chhand) ફરજિયાત: અત્યાર સુધી માત્ર પહેલા 1-2 અંતરા જ ગાવાતા હતા, પરંતુ હવે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના મૂળ ગીતના તમામ 6 અંતરા ગાવા/વગાડવા અનિવાર્ય છે. • સમયગાળો: આ સંપૂર્ણ સંસ્કરણ 3 મિનિટ 10 સેકન્ડ (3:10)નું છે. ક્રમ: જો કોઈ સરકારી/સત્તાવાર કાર્યક્રમમાં 'વંદે માતરમ્' અને 'જન ગણ મન' બંને હોય, તો પહેલા 'વંદે માતરમ્' ગાવું/વગાડવું ફરજિયાત છે, ત્યારબાદ રાષ્ટ્રગાન. • ઊભા રહેવું ફરજિયાત: 'વંદે માતરમ્' ગાતી/વગાડતી વખતે તમામ લોકોએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું પડશે (જેમ રાષ્ટ્રગાન વખતે થાય છે). • હાલ આ અંગે માટે ગાઇડલાઇન આપવામાં આવી છે કોઈ કાનૂની સજાની જોગવાઈ નથી. અપવાદ: આ ફિલ્મ/ડોક્યુમેન્ટરીમાં ભાગ તરીકે વાગે તો ઊભા ન રહેવું પડે (કારણ કે તે વિક્ષેપ પેદા કરે). ક્યાં લાગુ પડે છે?: તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ (દિવસની શરૂઆતમાં). • રાષ્ટ્રધ્વજ ફરકાવવાના સમયે. • રાષ્ટ્રપતિ/રાજ્યપાલના આગમન-પ્રસ્થાન, ભાષણ સમયે. • પદ્મ પુરસ્કારો જેવા નાગરિક સન્માન સમારોહમાં. • અન્ય સત્તાવાર/સરકારી આયોજિત કાર્યક્રમોમાં. શાળાઓમાં: દિવસની શરૂઆત 'વંદે માતરમ્'થી થશે. આ નિયમો વર્ષ 2026થી અમલમાં આવ્યા છે અને તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો તથા સંસ્થાઓને તેનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા “વંદે માતરમ્” રચના કરવામાં આવી હતી, અને 24 ફેબ્રુઆરી 1950ના રોજ બંધારણ સભાએ તેને “રાષ્ટ્રગીતનો” દરજ્જો આપ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vande Matram india national song new guidline]
Postsગુજરાતમાં અમદાવાદની કોર્ટમાં ચેક બાઉન્સ મુદ્દે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી, હવે ઑનલાઇન ડિજિટલ માધ્યમથી કોર્ટમાં પેમેન્ટ સ્વીકારાશે, જેથી ત્યાં તાત્કાલિક કેસનો નિકાલ કરી શકશે. • ગુજરાતમાં ચેક બાઉન્સ સંબંધિત કાયદો મુખ્યત્વે Negotiable Instruments Act, 1881ની કલમ 138 હેઠળ આવે છે, જે કેન્દ્રીય કાયદો છે. 2025-2026માં RBIની ગાઈડલાઈન્સ, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ગુજરાતની કોર્ટોમાં કેટલીક વ્યવહારિક નવી વ્યવસ્થાઓ લાગુ થઈ છે. • મુખ્ય કાયદાકીય જોગવાઈઓ (Section 138 NI Act) - જો ચેક અપૂરતા ભંડોળ (insufficient funds), એકાઉન્ટ બંધ અથવા અન્ય કારણોસર બાઉન્સ થાય, તો તે ગુનો ગણાય છે, જેમાં 2 વર્ષની સજા અને ચેકની રકમ કરતા બમણો દંડ. • ગુજરાતમાં ચેક બાઉન્સ કોર્ટમાં નવા નિયમો (ફેબ્રુઆરી 2026 થી લાગુ) - ચેક બાઉન્સ કેસમાં આરોપી સીધું કોર્ટના બેંક એકાઉન્ટમાં (SBI Collect અથવા QR/UPI દ્વારા) રકમ ચૂકવી શકે છે. આનાથી કેસ તરત નિકાલ થઈ જાય છે અને લાંબી કાર્યવાહી ટળે છે. આ ગુજરાતમાં પહેલી વખત અમદાવાદની 25 ચેક રિટર્ન કોર્ટોમાં શરૂ થયું છે, જેથી કેસોનો ભરાવો ઘટે. - આ નિયમોનો હેતુ કેસોનો ઝડપી નિકાલ અને નાણાકીય શિસ્ત જાળવવાનો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cheque bounce case digital payment UPI QR ]
11 Feb 2026
Postsનરોડા રીંગ રોડ પર એક હોટલમાં ચાલતું દેહવ્યાપારનો પર્દાફાશ! • નરોડા રીંગ રોડ, મુઠીયા ટોલ પ્લાઝા નજીક આવેલ પરિસર પ્લાઝામાં આવેલી જે. ડી. હોટલમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. તેવી બાતમી નરોડા પોલીસને મળી હતી. • હોટેલના માલિક અને એક દલાલ બહારથી સ્ત્રીઓને લાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું જાણવા મળતા પોલીસે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો, ડમી ગ્રાહક દલાલ મયુર પાનખનિયા સાથે ₹3000 UPI અને બાકીના 10,000 રોકડની વહીવટ કરે છે ત્યારબાદ હોટલ જે ડી હોટેલના રૂમ નંબર 309 માં જવાનું જણાવે છે, પોલીસને પાક્કી માહિતીનો સિગ્નલ મળતા તાત્કાલિક દરોડા પાડતા આ રૂમમાંથી એક યુવતી મળી આવે છે. • પોલીસે હોટલ માલિક ભાવેશ ચીનુભાઈ દવે અને દલાલ મયુર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Naroda muthiya tall plaza scandal hotel ]
11 Feb 2026
Reels@saysolar.in સાથે તમારું લાઇટ બિલ “Zero” કરો! સોલર પેનલ લગાવવા માટે સંપર્ક કરો: 📞 95102 15816 📌 સંપૂર્ણ પોડકાસ્ટ જુઓ @ahmedabadmedia ની YouTube ચેનલ પર – (🔗 Link in bio) #poscast #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Solar panel say solar green energy saving podcast interview best service in solar installation, zero, light bill, ]
11 Feb 2026
Postsભારત સરકારે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ) જનરેટેડ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે માહિતી ટેક્નોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021માં સુધારા કર્યા છે. આ સુધારા 20 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. • નવા નિયમોમાં AI જનરેટેડ કન્ટેન્ટ હવે AI લેબલ લગાવીને અપલોડ કરવા માટેનું જણાવવામાં આવ્યું. • AI અંગેની નવી વ્યાખ્યાઓ અને પરિભાષાને સમજાવવામાં આવી. • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AI gerarated content social media deep fake new information technology rules 2021 ]
11 Feb 2026
Postsઆગામી ફેબ્રુઆરી માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને રાજ્ય બોર્ડ વિભાગ દ્વારા વાલીઓ, વિધાર્થીઓ અને સ્કૂલ સંચાલકોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી. • 1800 233 5500 ટોલ ફ્રી નંબર પર કોઈપણ પ્રકારની બોર્ડની પરીક્ષાને લગતી માહિતી મેળવી શકાશે. • આ હેલ્પલાઇન 13 ફેબ્રુઆરીથી કાર્યરત થશે અને 18 માર્ચ સુધી કાર્યરત રહેશે, સવારે 11 વાગ્યાથી રાત્રિના 6 વાગ્યા સુધી પરીક્ષાને લગતી કોઈપણ માહિતી મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ student board exam GSEB helpline number ]
11 Feb 2026
Postsઅમરાઈવાડી વિસ્તાર સુખરામ નગરમાં આવેલા સંત વિનોબા ભાવે નગર ક્વાર્ટરના 8 જેટલા મકાનોની બાલ્કની આજે સવારે ધરાશાયી! • વર્ષોથી જર્જરિત મકાનોની બાલ્કની અચાનકથી ધરાશાયી થતા રહેવાસીઓ સફાળા જાગી ગયા હતા, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. • ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી મકાનમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. • રહીશોએ જણાવ્યું કે ઘણા સમયથી કોર્પોરેશનમાં રિડેવલમેન્ટ કામગીરી માટે જણાવવામાં આવ્યું, જો કે કોઈ બિલ્ડર તૈયાર ન થતા કામગીરી હજુ ચાલુ થઈ શકી નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Rakhiyal road amraiwadi sant vinoba bhave nagar balcony collapse ]
11 Feb 2026
ReelsStory of “ગોમતીપુર” : દારૂના અડ્ડાનું હબ • નાના બાળકો પણ ત્રસ્ત, ભવિષ્ય નશાના અંધકારમાં.. Full video on YouTube (link in bio 🔗) વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Gomtipur daaru adda police]
10 Feb 2026
Postsહવે કિચન અને ગાર્ડન વેસ્ટના નિકાલ માટે AMC સોસાયટીમાં જ લગાવશે એરોબિન, • કિચનમાંથી નીકળતા વેસ્ટ તેમજ ગાર્ડન વેસ્ટ સોસાયટીના જ રહીશો જાતે નિકાલ કરી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવા માટે હાલ દક્ષિણ પશ્વિમ ઝોનની 6 સોસાયટીમાં પ્રાયોગિક ધોરણે એરોબિન લગાવવામાં આવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kitchen waste society garden ]
10 Feb 2026
ReelsMauk hai mast. Visit must! 70+ Families have already booked their favourite property at The Saanvi Fest. What about you? Visit today before it ends! For more information, call on 96960 07000
10 Feb 2026
Reelsઇસનપુરમાં મોની હોટલ પાછળ આવેલા ગુરુકૃપા કોમ્પલેક્ષની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ! • ઇસનપુરમાં આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલની ફેક્ટરીમાં આજે બપોરે 3 વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. જે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. • ફાયર બ્રિગેડે પાણીનો સતત મારો ચલાવ્યા બાદ એક કલાકે આગને કાબુમા લીધી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમય સૂચકતા દાખવી અંદર રહેલા લોકો બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનિ ટળી છે. • આગ કયા કારણસર લાગી હતી તે માહિતી હજુ સામે આવી નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ કાબુમા આવ્યા બાદની કુલિંગ પ્રકિયા થઈ ગયા બાદ તપાસ કરવામાં આવશે અને આગનું કારણ જાણવામાં આવશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Aag Fire indicent ahemdabad fire brigade bolier ishanpur police aag ]
10 Feb 2026
Posts25 વર્ષથી વધુ જૂના અમદાવાદના 6 મહત્વના રેલવે ઓવરબ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવશે. • સુભાષ બ્રિજની ઘટના બાદ તંત્ર દ્વારા શહેરના 6 રેલવે ઓવર બ્રિજના સ્પાનના બેરિંગ રીપેરીંગની કામગીરી માટે નિર્ણય લેવામાં આવ્યો છે • બ્રિજના કુલ 152 સ્પાનને ઊંચકીને જૂના બેરિંગ બદલીને નવા બેરિંગ નાખવામાં આવશે, આ સાથે જ બ્રિજને ભૂકંપ સામે સુરક્ષિત કરવા માટે 'સિસ્મિક એરિએસ્ટર' પણ લગાવવામાં આવશે. • આ તમામ કાગિરી માટે બ્રિજ નીચે આવેલા ગોડાઉનો અને દુકાનો જે સુપર સ્ટ્રક્ચરને નડતરરૂપ છે, તેને તોડી પાડવામાં આવશે. રિપેર થનારા 6 બ્રિજની યાદી 1. ગિરધરનગર રેલવે ઓવરબ્રિજ ૧૯૮૫ 2. ચામુંડા રેલવે ઓવરબ્રિજ ૧૯૯૦ 3. કેડીલા રેલવે ઓવરબ્રિજ ૧૯૯૨ 4. ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ ૧૯૯૪ 5. નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ ૧૯૯૮ 6. ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ ૨૦૦૦ • હાલ શહેરમાં ઘણા મુખ્ય જૂના બ્રિજ તોડી નવા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ તમામ બ્રિજ રિપેરિંગ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે નાના વાહનોની અવરજવરને કોઈ અસર નહીં પડે જ્યારે ભારે અને મધ્યમ વાહનોની અવરજવર બંધ રાખવામાં આવશે. • આગામી સમયમાં સ્પાન ઊંચકવાની ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવીને કામગીરી કરવામાં આવશે. પિયરકેપ અને પેડેસ્ટલની સફાઈ કરી લાઈન લેવલ જાળવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Railway overbridge repairing girdharnagar chamunda Ambedkar cadila chimanbhai patel nathalal zagada bridge span bearing ]
10 Feb 2026
Reelsઘાટલોડીયા, પાવાપુરી ચાર રસ્તા પાસે આજે અચાનકથી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતા અચાનકથી હજારો લિટર પાણીનો જથ્થો રોડ પર! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Pavapuri ghatlodiya water line leakage ]
10 Feb 2026
Postsઅમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ સ્ટ્રીપ (રોલિંગ પેપર)ના આશરે દોઢ લાખથી વધુ નંગ ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું છે. • વટવાના રઘુવીર પ્લેટિનિયમ એસ્ટેટમાં આવેલા એક શેડ/ગોડાઉનમાં પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. • પોલીસે તપાસ કરતા આશરે ₹9.94 લાખ કિંમતના રોલિંગ પેપર કે જે વસ્તુઓ મુખ્યત્વે સિન્થેટિક ડ્રગ્સ અથવા નશીલા પદાર્થો (જેમ કે ગાંજા વગેરે)ને રોલ કરીને સેવન કરવા માટે વપરાય છે. • ગુજરાત સરકારે ડિસેમ્બર 2025માં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો હતો. • તપાસમાં જાણવા મળ્યું કે આ ગોડાઉન અતુલ ચૌહાણ (મણિનગર વિસ્તારનો રહેવાસી)ની માલિકીનું છે. તેની ધરપકડ કરવામાં આવી છે. • આરોપીએ આ જથ્થાના વેચાણ માટે જ ગોડાઉન ખરીદ્યું હતું. ગોડાઉનની બહાર પાનનો ગલ્લો ચલાવીને ગ્રાહકોને સરળતાથી આ વસ્તુઓ ઉપલબ્ધ કરાવતો હતો. પોલીસને શંકા છે કે તે ગુજરાત બહાર પણ હોલસેલ વેચાણ કરતો હશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Weed smoking rolling paper gogo perfect paper vatva police ]
10 Feb 2026
ReelsWhen was the last time you had a FREE health check-up? 🤔 Sindhu Hospital brings you a FREE Mega Medical Camp on 12th, 13th & 14th February from 10:00 AM to 1:30 PM. Get zero consultation across Dental, Orthopedic, Physiotherapy, General Physician, ENT, Gynecology, and Naturopathy departments. Also avail FREE tests for Diabetes, BP & ECG. Don’t ignore your health in 2026 — take action today. 📞 Prior registration is compulsory. Call or WhatsApp now: 9227088766 #SindhuHospital #FreeMedicalCamp #HealthCheckup #preventivecare
10 Feb 2026
Postsહાલ સોના, ચાંદી સાથે અન્ય ધાતુઓની કિંમતમાં વધારો થયો છે ત્યારે ચોરીના બનાવોમાં પણ વધારો! • સોના, ચાંદી બાદ કોપરમાં પણ તેજી આવતા અનેક ચોર હવે સોના-ચાંદી કરતા કોપર તરફ વળ્યા છે ત્યારે નવરંગપુરામાં BSNLના કોપર કેબલો ચોરી થયાની ઘટના સામે આવી. • નવરંગપુરા અને આસપાસના વિસ્તારોમાં BSNL ની વિવિધ લાઇનો ઠપ થઇ હોવાની અનેક ફરિયાદોને પગલે ટીમોએ તપાસ કરતા આશ્રમ રોડ પર ખાડા ખોદીને 9 લાખના અંડરગ્રાઉન્ડ કોપર કેબલ ચોરી થઈ હોવાનું સામે આવ્યું. • CG રોડ પર આવેલી BSNLની કચેરીમાં જાન્યુઆરી માસથી નવરંગપુરા, એલિસબ્રિજ અને ગુલબાઇ ટેકરા વિસ્તારોમાંથી ટેલિફોન લાઇન બંધ હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેને લઇને કચેરીથી એન્જિનિયરને જાણ કરી હતી. • વિવિધ ટીમોએ આ અંગે તપાસ કરતા આશ્રમ રોડ પરની જૂની રિઝર્વ બેન્કના ગેટ પાસે અંડરગ્રાઉન્ડ નાખેલા કેબલના ડકના ઢાકણાં ખુલ્લા મળ્યા હતા તપાસ કરાવતા અંડરગ્રાઉન્ડ નાખેલા બે લાખની કિંમતના કોપર કેબલ ચોરી થયા હતા. • આ સાથે આશ્રમ રોડ પરની બહેરામુગાની શાળાની બહાર ખાડો હોવાથી ફાયબર લાઇન કપાઇ હોવા મામલે જાણ થતા તપાસ કરાવતા 7 લાખના કોપર કેબલોની ચોરી થઇ હોવાનું સામે આવ્યું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ thief copper cable navarangpura BSNL office ]
10 Feb 2026
Postsકોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સની કામગીરીને કારણે આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ શહેરના પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીકાપ! • મેન્ટેનન્સનો સમય: 10 ફેબ્રુઆરી, સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી (8 કલાક). • અસરની તારીખ: 11 ફેબ્રુઆરી, બુધવાર સવારે પાણી ઓછા પ્રેશરથી આવશે. • કારણ: GETCO દ્વારા પાવર ફીડરમાં પ્રી-મોન્સુન મેન્ટેનન્સની કામગીરી. • સ્થિતિ સુધારણા: 12 ફેબ્રુઆરીથી પાણી પુરવઠો રાબેતા મુજબ થઈ જશે. • આ શટડાઉનની અસર શહેરના મુખ્ય 5 ઝોન પર જોવા મળશે: - ઉત્તર અને પૂર્વ: નરોડા, સૈજપુર, ઓઢવ, નિકોલ, વિરાટનગર, ઠક્કરબાપાનગર, બાપુનગર. - મધ્ય: શાહીબાગ, અસારવા, શાહપુર, દરિયાપુર, જમાલપુર, ખાડિયા. - પશ્ચિમ: મોટેરા, ચાંદખેડા, સાબરમતી, સરદાર પટેલ સ્ટેડિયમ. - દક્ષિણ: નારોલ અને તેની આસપાસના વિસ્તારો. • પાણીના જથ્થા મુજબ આવતીકાલે સવારે પાણી ખૂબ ઓછા પ્રેશરથી આપવામાં આવી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kotarpur Water distribution cut maintenance ]
10 Feb 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના CNCD (Cattle Nuisance Control Department) વિભાગ દ્વારા શરૂ કરાયું ગુજરાતનું પ્રથમ CNG આધારિત પેટ ડોગ ક્રિમેટોરિયમ, જે ભારતમાં પણ શહેરી કોર્પોરેશન દ્વારા સંચાલિત પ્રથમ આવી સુવિધા છે. • મુખ્ય વિગતો: - સ્થળ: CNCD એબીસી સેન્ટર, બહેરામપુરા (જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર રોડ પર, સુએઝ પંપીંગ સ્ટેશન કેમ્પસ). - ખર્ચ: 30 લાખ - ક્ષમતા: એક સમયે 3 ડોગના અંતિમ સંસ્કાર • તકનીકી વિશેષતાઓ: - CNG ગેસ આધારિત, પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર સિસ્ટમ. - તાપમાન: 800–900°C - સ્મોક-ફ્રી, ઓડર-લેસ, કલર-લેસ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. - ઓટોમેટિક ટ્રોલી સિસ્ટમથી મૃત પ્રાણીને અડ્યા વગર લોડ કરવાની સુવિધા. - CCTV કેમેરા: માલિક ઘરે બેઠા લાઇવ જોઈ શકે છે. - એક ડોગ માટે આશરે ₹700 જેટલો ખર્ચ આવશે • અન્ય સુવિધાઓ: - 6 સીટિંગની વ્યવસ્થા પરિવાર માટે. - અસ્થિ-રાખને માટલીમાં ભરી લાલ કપડામાં સન્માનપૂર્વક સોંપવાની વ્યવસ્થા. - પ્રમાણપત્ર, ફોટો/વીડિયો, વાર્ષિક પુણ્યતિથિ યાદગીરી. - જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે ઘરેથી લાવવાની સેવા. • કેવી રીતે ઉપયોગ કરવો? - મૃત્યુની જાણ: હેલ્પલાઇન 155303 પર ફોન કરો. - પેટ ડોગ રજિસ્ટ્રેશન રસીદ મોકલો (જો ન હોય તો ઓનલાઇન રજિસ્ટ્રેશન/ડોનેશનની સુવિધા). - માલિક ઇચ્છે તો વિધિમાં હાજર રહી શકે છે. આ સુવિધાથી શું ફાયદો થશે? - દફનાવવાથી જમીન પ્રદૂષણ અને રોગો (જેમ કે કેનાઇન ડિસ્ટેમ્પર, રેબીઝ) ફેલાવાનો ભય. - શહેરમાં જગ્યાની અછત. - પેટ ડોગને પરિવારના સભ્ય તરીકે જોતા માલિકો માટે સન્માનજનક વિદાય. - ABC Rules 2023 અને NAPRE 2030ના અનુસંધાને પેટ વેલ્ફેરને પ્રોત્સાહન. અમદાવાદમાં હાલ 19,162 પેટ ડોગ્સની રજિસ્ટ્રેશન છે, આ પહેલની સફળતા બાદ વધુ બે ક્રિમેટોરિયમ બનાવવાનું આયોજન છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Pet dog cremation CNCD department AMC CNG ]
Reelsગઇકાલ રાત્રીના 8 વાગ્યાની આસપાસ અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા નજીક અકસ્માત સર્જાયો! • અચાનક કોઈ કારણોસર કાર પલટી જતા, કારમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત, જેમાંથી 2 લોકોને વધુ વાગ્યું હોવાની હાલ જાણકારી. • રાત્રિના 8 વાગ્યાના અરસામાં એક હરિયાણાની પાસિંગની કાર કોઈ કારણોસર અચાનક હાઈવે પર પલટી મારી હતી, આ કારમાં ચાર લોકો સવાર હતા જેને ત્યાં પસાર થતા લોકોએ તાત્કાલિક બહાર કાઢ્યા હતા, જો કે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. • પલટી મારેલી કારને લોકોએ સીધી કરી હતી, કારની તપાસ કરતા તેમાંથી એક વિલાયતી બનાવટની દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. • જો કે અકસ્માત થતા થોડીવાર માટે ટ્રાફિક સર્જાયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bavla rajkot highway road accident hariyana car drink and drive alcohol ]
9 Feb 2026
Postsહાલમાં ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં રમાઈ રહેલ ICC T20I વર્લ્ડ કપની આગામી મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, ત્યારે દર્શકોને તકલીફ ન પડે તે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીકના રસ્તાઓ વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે! • આવતી 9, 11, 14 અને 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મેચનું આયોજન છે, મેચ ચાલુ થયાની થોડી કલાકો પહેલાથી મેચ પૂરી થયા બાદની અમુક કલાકો સુધી મોદી સ્ટેડિયમ સામેનો રોડ વાહનચાલકો માટે બંધ રહેશે. • પ્રતિબંધિત માર્ગ: જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે • વૈકલ્પિક માર્ગ: તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ ICC T20I world cup match cricket narendra modi stadium sabarmati motera road closures notification ]
9 Feb 2026
Postsપાલડીમાં ક્લિનિક ચલાવતા એક ડોક્ટર સાથે હનિટ્રેપ આચરવાનું ષડયંત્ર! • ક્લિનિકના કેમેરા હેક કરી તેમાં મોર્ફ વિડિઓ, ડોક્ટર કોઈ યુવતી જોડે મસાજ કરાવતા હોવાનો વિડીયો બનાવી ડોક્ટરને બ્લેકમેઇલ કરીને પૈસાની ખંડણી માંગી! • ડોક્ટર પાસેથી શરૂઆતમાં 5 હજાર પડાવ્યા બાદ વધુ 40 હજારની માંગણી કરી હતી, • ઘટનામાં પાલડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને 11 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે વોટ્સએપ પર એક વીડિયો મળ્યો. તેમાં તેઓ ક્લિનિકની પર્સનલ કેબિનમાં એક યુવતી પાસે બોડી મસાજ કરાવતા દેખાતા હતા. • વીડિયો સાથે મેસેજ હતો કે તેમના ઘણા એવા ન્યૂડ વીડિયો/ક્લિપ્સ છે. વીડિયો ડિલીટ કરવા પૈસા માંગ્યા અને QR કોડ પણ મોકલ્યો. • શરૂઆતમાં ડોક્ટરે મજાક સમજીને પૈસા ન મોકલ્યા, પરંતુ ધમકીઓથી ગભરાઈને 5000 મોકલ્યા. ત્યારબાદ વધુ રૂપિયાની માંગણી થઈ, રોજની ધમકીઓથી ત્રાસીને ડોક્ટરે મિત્રોની મદદથી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. • પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે, આરોપીએ ક્લિનિકના CCTV કેમેરા હેક કર્યા હતા અને અસલ વીડિયોમાં એડિટિંગ/ચેડાં કરીને ડોક્ટરને બોડી મસાજ કરાવતો દેખાડતો ફેક વીડિયો બનાવ્યો હતો. • આરોપીએ ડોક્ટરને ફેસબુક પેજનો ફોટો મોકલીને ત્યાં વિઝિટ કરવા કહ્યું હતું, જ્યાં ક્લિનિકનું નામ, મોબાઇલ નંબર અને 3 વીડિયો પણ અપલોડ કરેલા હતા. • પોલીસ હવે તપાસ કરી રહી છે કે કેમેરા કેવી રીતે હેક થયા, વીડિયોમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવ્યો અને આ ષડયંત્રમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Paladi clinic deep fake video Honey trap CCTV hack massage viral video ]
Postsજમાલપુર વિસ્તારમાં એક હેવાન યુવકે ધાર્મિક જગ્યાએ પોતાની વિકૃતતાની હદ વટાવી, નમાઝ શીખવવાના બહાને 8 વર્ષના સગીરને દરગાહના ધાબે લઈ જઈ હવસનો શિકાર બનાવ્યો. • આરોપી શુક્રવારે નમાજ પઢવા ગયો ત્યારે ત્યાં આવેલા સગીરને નમાઝ શીખવવાના બહાને ધાબા પર લઇ ગયો હતો. જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. • જમાલપુરમાં રહેતો એક સગીર શુક્રવારે તે જ વિસ્તારમાં આવેલી મગદુમ સાબની દરગાહમાં નમાજ પઢવા ગયો હતો. ત્યારે 23 વર્ષિય યુવક મળ્યો તેણે નમાઝ કઈ રીતે પઢવી જોઈએ તેવું શિખવાડવાના બહાને સગીર સાથે વાતો કરીને ફોસલાવ્યો હતો. • બાદમાં આરોપી આ સગીરને મસ્જિદના ધાબે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. • આ ઘટનાથી ડરી ગયેલો સગીર પોતાના ઘરે ગયો હતો અને તેની માતાને સમગ્ર બાબતે જાણ કરી હતી. બાદમાં માતાએ દીકરાને જોતા તેના શરીરના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. • આ અંગે બાળકના પિતાને જાણ થતા તેમણે મસ્જિદના CCTV તપાસતા બાળકે આરોપીને ઓળખી બતાવ્યો હતો. અંતે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. • પોલીસે આ મામલે ગુનો નોંધી નૌમાન શેખ નામના આરોપીને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે નરાધમ આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે, તેની પત્ની પણ તેને છોડીને જતી રહી છે. અગાઉ તે ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો હતો અને થોડા સમયથી અન્ય વિસ્તારમાં રહે છે. આરોપી સામે અગાઉ મારામારીનો પણ એક ગુનો નોંધાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Jamalpur minor dargah ]
Postsસાઉથ બોપલમાં બાઈક સવાર 2 ઈસમોએ કારનો કાચ તોડી 2 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી! • ગઇકાલ સાંજના સમયે સફલ પરિસર રોડ પર સ્થિત સાન્વી સ્ટેલા ફ્લોરા બિલ્ડીંગ નજીકમાં એક i10 કાર પાર્ક કરેલી હતી જેમાં 2 લાખ ભરેલી રોકડ રકમની બેગ હતી. • સાંજના 8 વાગ્યાના અરસામાં 2 બાઈકસવાર કારની નજીક આવી કારનો કાચ તોડી આ બેગની ઉઠાંતરી કરી ગયા હતા. • આ મામલે સાઉથ બોપલના રહેવાસી અને કારના માલિક પ્રિન્સભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં 2 અજાણ્યા શખ્સ સામે ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ South Bopal i10 car thief window glass break ]
8 Feb 2026
Posts15 દિવસ પહેલા SP રીંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ વચ્ચે હોટલ હિલ્લોક સામે આવેલ ત્રાગડ ગામ કટને બંધ કરવામાં આવ્યો હતો, જેના પગલે ત્યાંના સ્થાનિકોને વૈષ્ણોદેવીથી ન્યૂ ત્રાગડ અને ચાંદખેડામાં આવવા માટે 5 કિમી દૂર ફરવું પડી રહ્યું છે. • હાલ આ કટ ખોલાવવા માટે સ્થાનિકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે ભાજપના સાંસદ નરહરિ અમીન દ્વારા રજૂઆત કરીને આ કટ બંધ કરાવ્યો હતો, તેઓએ રજૂઆત કરી હતી કે SP રીંગ રોડ પર VIP મૂવમેન્ટ અને અકસ્માત નિવારવા આ કટ બંધ કરવો જરૂરી છે. • સ્થાનિકોએ હાલ વૈષ્ણોદેવીથી ન્યૂ ત્રાગડ આવવા માટે ઝુંડાલ સર્કલ ફરવા જવું પડે છે, જેમાં 5 કિમી ફરવા માટે પિક અવર્સમાં અડધો કલાક જેવો સમય લાગી જાય છે. • સ્થાનિકો દ્વારા પોલીસને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્થાનિકો એકઠા થઈને રીંગ રોડ પર ચક્કાજામ કરી રહ્યા છે. • રવિવારના રોજ સવારે 10 કલાકે લોકો એકઠા થઈને રોડને ચક્કાજામ કર્યો હતો સાથે જ લોકોએ સિગ્નેચર ડે ઉજવી આ કટ બંધ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ tragad cut SP ring road traffic police jam hotel hillock closer ]
8 Feb 2026
Postsઅમદાવાદનો શાસ્ત્રી બ્રિજ (પીરાણા-વિશાલા વચ્ચે સાબરમતી નદી પર આવેલો જૂનો બ્રિજ) ફરીથી લાંબા સમય માટે બંધ! • જૂના બ્રિજને રિપેરિંગ માટેની કામગીરી કરવામાં આવતી હોવાથી આ બ્રિજ ભારે અને મધ્યમ વાહનો માટે બંધ રહેશે, જ્યારે ટુ વ્હીલર, કાર, રિક્ષા જેવા વાહનો માટે ચાલુ રહેશે. • બંધની તારીખ અને સમયગાળો: 9 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈને આગામી 11 મહિના સુધી (એટલે કે આશરે 8 જાન્યુઆરી 2027 સુધી) ભારે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. - કારણ: બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત અને ખરાબ થયા હોવાથી વ્યાપક સમારકામ (રિપેરિંગ) કરવાની જરૂર પડી છે. આ નિર્ણય માળખાગત મજબૂતી અને સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ અને NHAIની તપાસ પછી આ પગલું ભરાયું છે. - ભારે અને મધ્યમ વાહનો SP રીંગ રોડ તેમજ શહેરમાં આવતા વાહનો માટે આંબેડકર બ્રિજ વૈકલ્પિક માર્ગ તરીકે વપરાશમાં લઈ શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ shastri bridge vishala narol Sarkhej pirana ishanpur heave vehicle restrictions ]
8 Feb 2026
Reelsસોલર પેનલ લગાવો અને તમારી આવનારી પેઢી માટે પર્યાવરણને સુરક્ષિત રાખો. સોલર પેનલ ઇન્સ્ટલેશન માટે સંપર્ક કરો: 📞 95102 15816 📌 સંપૂર્ણ પોડકાસ્ટ જુઓ @ahmedabadmedia ની YouTube ચેનલ પર – (🔗 Link in bio) #poscast #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Solar panel say solar green energy saving podcast interview best service in solar installation environmental benifits trees carbon emissions]
8 Feb 2026
Postsકઠવાડા GIDCમાંથી 3 ટન સડેલા અને જીવાતવાળા કાજુનો જથ્થો મળી આવ્યો! • અમદાવાદના કઠવાડા GIDC (દેવ આઈલેન્ડ એસ્ટેટ)માં આવેલ 'અભિનંદન ટ્રેડિંગ' નામના એકમ પર મ્યુનિસિપલ ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. આ એકમમાં અન્ય રાજ્યોમાંથી સેકન્ડ ગ્રેડના સડેલા અને જીવાતવાળા કાજુ લાવી, તેને પ્રોસેસ કરી બજારમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. • તપાસ દરમિયાન આશરે 3000 કિલો (૩ ટન) કાજુના ટુકડા અને ભૂકાનો જથ્થો મળી આવ્યો હતો, પ્લાસ્ટિકની બેગમાં ભરેલા કાજુમાં મોટા પ્રમાણમાં જીવાત ફરતી જોવા મળી હતી. • આ યુનિટ FSSAI એક્ટ હેઠળના કોઈ પણ લાઈસન્સ કે રજિસ્ટ્રેશન વગર ચાલતું હતું, માલિકોએ દાવો કર્યો હતો કે કાજુનો ભૂકો 'કેટલ ફીડિંગ' (પશુ આહાર) માટે અપાય છે, પરંતુ તેઓ તેનો કોઈ પુરાવો આપી શક્યા નહોતા. • સડેલા કાજુને સોર્ટિંગ અને હિટિંગ પ્રોસેસ કરી આખા કે ટુકડા સ્વરૂપે બજારમાં વેચવામાં આવતા હતા, કાજુનો આ નબળો ભૂકો નાના વેપારીઓ લઈ જતા હતા, જેનો ઉપયોગ કાજુ કતરી જેવી મીઠાઈઓ બનાવવા માટે કરવામાં આવતો હતો. • મ્યુનિ. ફૂડ વિભાગે કાજુનો તમામ જથ્થો જપ્ત કર્યો છે અને એકમને જીપીએમસી એક્ટ હેઠળ સીલ મારી દીધું છે. હવે માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Cashew kathwada GIDC ]
8 Feb 2026
Postsભારત ટેક્સી (Bharat Taxi) એ ભારતની પ્રથમ સહકારી-આધારિત (Cooperative-based) રાષ્ટ્રીય ટેક્સી સેવા છે, જેનું સત્તાવાર લોન્ચિંગ 5 ફેબ્રુઆરી 2026 માં કરવામાં આવ્યું છે. • આ સેવા 'સહકાર સે સમૃદ્ધિ' ના વિઝન હેઠળ કેન્દ્રીય સહકાર મંત્રાલયના સમર્થનથી શરૂ કરવામાં આવી છે. • આ એપ્લિકેશન ખાસ કરીને ઓલા (Ola) અને ઉબેર (Uber) જેવી ખાનગી કંપનીઓની સામે એક સરકારી અને સહકારી વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી છે. • મુખ્ય લાક્ષણિકતાઓ અને સુવિધાઓ - ઝીરો કમિશન મોડેલ: આ સેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેતું નથી. મુસાફરો દ્વારા ચૂકવવામાં આવેલું પૂરેપૂરું ભાડું સીધું ડ્રાઇવર (સારથી) ના ખાતામાં જાય છે. - સર્જ પ્રાઇસિંગથી મુક્તિ: પીક અવર્સ (ટ્રાફિકના સમય) અથવા ખરાબ હવામાનમાં ખાનગી કંપનીઓ જે રીતે ભાડું વધારે છે, તેવું ભારત ટેક્સીમાં નહીં થાય. અહીં ભાડાં પારદર્શક અને નિયંત્રિત રહેશે. - સારથી જ માલિક: આ પ્લેટફોર્મ પર ડ્રાઇવરોને 'સારથી' કહેવામાં આવે છે અને તેઓ આ સહકારી સંસ્થાના શેરધારક અને માલિક ગણાય છે. - વિવિધ વાહનોના વિકલ્પ: મુસાફરો પોતાની જરૂરિયાત મુજબ બાઇક ટેક્સી, ઓટો રિક્ષા, ઇકોનોમી કેબ, સેડાન અને XL (મોટી ગાડી) બુક કરી શકે છે. - સુરક્ષા સુવિધાઓ: એપ્લિકેશનમાં લાઈવ લોકેશન શેરિંગ, SOS બટન અને પોલીસ કંટ્રોલ રૂમ સાથે સીધું જોડાણ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. • ભાડાનું માળખું (અંદાજિત) - ભારત ટેક્સીના ભાડા અન્ય ખાનગી એપ કરતા સસ્તા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. - પ્રથમ 4 કિમી માટે બેઝ ભાડું આશરે ₹30 થી શરૂ થઈ શકે છે. - ત્યારબાદ કિલોમીટર દીઠ નિર્ધારિત પારદર્શક ભાવ લાગુ પડે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bharat taxi service ola uber rapido transportation goverment co operative ]
PostsICC T20I વર્લ્ડ કપનું ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક મેચો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પણ રમાવાની છે, રાત્રિ દરમિયાન દર્શકોને કોઈ તકલીફ ના પડે તે માટે અમદાવાદ મેટ્રો દ્વારા રાત્રિના મોડે સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. • 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરી તેમજ જો ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે તો 8 માર્ચ દરમિયાન રાત્રિના મોડે સુધી દોડશે મેટ્રો ટ્રેન! • મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી લોકો રિટર્ન એન્ટ્રી લઈ શકશે, 10 વાગ્યા બાદ અન્ય સ્ટેશનો પર એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે માત્ર એક્ઝીટ ગેટ ખુલ્લા રહેશે! • રાત્રિના 10 વાગ્યા બાદ માત્ર 50₹ની સ્પેશિયલ પેપર ટિકિટનો ઉપયોગ કરવાનો રહેશે, જે ટિકિટ એડવાન્સમાં પણ મેટ્રો સ્ટેશનથી મળી રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ ICC T20I world cup match cricket narendr modi stadium motera sabarmati metro late night running special paper tickets ]
7 Feb 2026
Postsએસપી રીંગ રોડ પર હોટલ હિલલોક પાસે 15 દિવસ પહેલા ત્રાગડ કટ બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે ત્યાં આજુબાજુમાં રહીશોને વૈષ્ણોદેવીથી ચાંદખેડા કે ન્યુ ત્રાગળ જવા માટે ચાર કિલોમીટર દૂર ઝુંડાલ સર્કલ સુધી ફરવા જવું પડી રહ્યું હતું. • એસપી રીંગ રોડ પર VIP મૂવમેન્ટ તેમજ અકસ્માતનું જોખમ જણાવી ભાજપના રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીન દ્વારા આ કટ બંધ કરવાનું સૂચન કર્યું હતું. • જો કે આ કટ બંધ કરતા અનેક લોકોને 4 કિમી દૂર સુધી ફરવા જવું પડી રહ્યું છે, જો કે 2.5 કિમી દૂર એક ગરનાળું છે પરંતુ આ ગરનાળું ખૂબ સાંકડું હોવાથી અનેકવાર બે મોટા વાહનો સામ સામે આવી જતા ગરનાળામાં જામની સ્થિતિ સર્જાઈ છે. • આ સિવાય વૈષ્ણોદેવી સર્કલથી ઝાયડસ થઈને ત્રાગડ ગામ થઈને આવતા વૈકલ્પિક રૂટમાં પણ ત્રાડ ગામ ફાટક અને ખરાબ રસ્તાઓથી લોકો પરેશાન. • આ તમામ તકલીફોની રજૂઆત સ્થાનિકોએ પોલીસ, ટ્રાફિક અને તંત્રને જણાવી હતી પરંતુ તેમ છતાં કોઈ નક્કોર પગલા ન લેવામાં આવતા સ્થાનિકોએ ગુરૂવારની રાત્રીએ SP રીંગ રોડ ચક્કાજામ કર્યો હતો, તેના કારણે એસપી રીંગ રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ટૂંક સમયમાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોને સમજાવી ટ્રાફિકને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો. • જોકે બીજા દિવસે શુક્રવારની રાત્રીએ પણ સ્થાનિકો દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Hotel hillock tragad cut vaishnodevi underpass SP ring road traffic police ]
7 Feb 2026
Postsઅમદાવાદ, ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાઈ સેકન્ડરી સ્કૂલમાં ફરી એક વિવાદાસ્પદ ઘટના! • 7મા ધોરણમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ એક અન્ય વિદ્યાર્થીનો શર્ટ ફાડી નાખ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. • ગઈકાલે બનેલી ઘટનામાં ભોગ બનનાર વિધાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 3 વિધાર્થીઓએ તેના દીકરાને વોશરૂમમાં માર માર્યો અને શર્ટ ફાડી નાખ્યો હોવાનું જણાવ્યું. • 2 દિવસ અગાઉ ક્લાસરૂમમાં મોનીટર રહેલા વિધાર્થીએ અન્ય વિધાર્થીને લાઇનમાં રહેવાનું જણાવતા આ અંગેની અદાવત રાખીને ગઈકાલે વોશરૂમમાં જ્યારે મોનીટર વિધાર્થી જતો હતો ત્યારે તેના ક્લાસરૂમના એક વિધાર્થી સહિત અન્ય ક્લાસના 2 વિધાર્થીઓ સાથે મળીને મોનીટરના શર્ટને બ્લેડ મારીને ફાડી નાખ્યો હતો. • જો કે થોડા સમય પહેલા જ એક ધોરણ 10 ના વિધાર્થિની હત્યા કરવામાં આવી હતી જે બાદ સરકારે ડિસેમ્બર 2025માં સ્કૂલનું વહીવટ સ્વીકારી લીધું હતું, અને સુરક્ષા વધારવામાં આવી હતી. • તમામ સુરક્ષા છતાં ફરી હિંસાની ઘટના સામે આવતા સ્કૂલ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. • હાલ પોલીસ અને શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને 3 વિધાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Seventh day school khokhra maninagar class monitor student fight ]
6 Feb 2026
Reelsગઇકાલ રાત્રીના નરોડા મુક્તિધામ નજીક અમરનાથ એસ્ટેટમાં એક ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, ફાયરની ટીમની ભારે જહેમત બાદ 4 કલાક પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. • રાત્રિના 12 વાગ્યા આસપાસ એક અગરબત્તીના કારખાનામાં અચાનક આગ લાગતા ફાયરની ટીમને જાણ કરતા ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. • 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, અગરબત્તીના કારખાનામાં અગરબત્તીનો ભારે જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. • હાલ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આગ લાગવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. • એસ્ટેટ વિસ્તારની આસપાસ 25 જેટલી સોસાયટીઓ આવેલી છે, અચાનક ભયાનક આગથી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Naroda GIDC estet muktidham amarnath fire brigade agarbatti ]
6 Feb 2026
PostsZero civic sence! • વસ્ત્રાલ SP રીંગ રોડ પર બનાવવામાં આવેલ ફૂટ ઓવર બ્રિજ પર લોકો દ્વારા ગંદકી અને જ્યાં ત્યાં પાનની પિચકારી મારવામાં આવી રહી છે. • કોર્પોરેશન દ્વારા લાખો કરોડોના ખર્ચે બનાવેલ લોકોને ઉપયોગી વસ્તુઓને ગંદી કરતા અમુક અમદાવાદીઓ! • ઠેર ઠેર ગુટખા પાન મસાલા ખાઈને નાખી દેવામાં આવતી પડીકી અને ત્યારબાદ થૂંકવાની કામગીરી કરતા અમુક શહેરીજનો! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vastral SP ring road footover bridge paan masala spiting ]
5 Feb 2026
Postsકઠવાડા GIDC વિસ્તારમાં રસ્તાઓની હાલત બિસ્મારથી ત્યાં કામ કરતા કારીગરો/કર્મચારીઓ અને કારખાનેદારોને રોજની પારાવાર પડતી તકલીફો! • હાલ એસ્ટેટના મુખ્ય ત્રણ રસ્તાઓ રોડ નંબર 5, 8 અને 11ના ગેટ બંધ કરતા નિકોલ તરફથી કઠવાડા ગામ તરફ જવા માટે સિંગરવા હાઈવે સુધી ફરવા જવું પડે છે જેના કારણે 5 કિમી વધુ લોકોએ ફરવું પડી રહ્યું છે. • હાલ આ તમામ રોડ GIDC હદમાં આવે છે, જેની કામગીરી GIDC દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ મંથર ગતિએ ચાલતી કામગીરીથી GIDC ના લોકો જ હેરાન પરેશાન અનેક જગ્યાએ રોડ ખોદી નાખવામાં આવ્યા છે તો અનેક રસ્તાઓ ડાયવર્ઝન કરી દેતા પારાવાર મુશ્કેલીઓ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Kathwada GIDC Road patch work gate close diversion singarva highway traffic jam ]
5 Feb 2026
Posts🚨 ફક્ત 2 દિવસ બાકી છે! 🚨 2026 માં વિદેશમાં અભ્યાસ કરવાની તમારી તક નજીક આવી ગઈ છે 🌍🎓 Meet top Universities, get On-Spot Guidance, Scholarships, and Visa Clarity — all under one roof at the PFEC Global Education Fair 2026. 📅 7th February 2026 ⏰ 11:00 AM – 4:00 PM 📍 PFEC Global, Ahmedabad ⚡ Miss this, and you wait another year. 👉 Secure your future. 🔗 Link in Bio [ Study Abroad 2026, Scholarship, Student Visa, Global Education Fair, Study Abroad Ahmedabad, Overseas Education Consultants, PFEC Global ] #studyinaustralia #studyindubai #studyinuk #studyabroad #educationfair pfecglobal
5 Feb 2026
Postsઅમદાવાદ SG હાઇવે પર સોલા સિવિલ નજીક આજે વહેલી સવારે એક BRTS બ્રિજના પીલર સાથે અથડાઈ હતી • ટક્કર એટલી જોરદાર હતી કે BRTS નો આગળનો ભાગ બૂકડો બોલાઈ ગયો હતો જેમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો, ડ્રાઈવરનો પગ ત્યાં બ્રેક અને એક્સેલેટર વચ્ચે ફસાઈ જતા તે નીકળી શકે તેમ નહોતો. • સ્થાનિકો અકસ્માતનો અવાજ સાંભળીને ત્યાં દોડી આવ્યા હતા અને ડ્રાઇવરને ફસાયેલો જોઈને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાઇવરને બચાવવા માટે ભારે જહેમત કરી હતી જેમાં ફાયરના જવાનોએ એક કલાક સુધી બસનો આગળનો ભાગ કટરથી કાપીને ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો. • જો કે અકસ્માતનું મૂળ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, આ ઘટના વહેલી સવારે 6:30 આસપાસ ઘટી હતી. ડ્રાયવરને કોઈ ગંભીર ઇજાઓ નહીં, હાલ સામાન્ય ઈજાઓની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SG highway BRTS accident rescue fire department ]
5 Feb 2026
Posts1 એપ્રિલ 2026થી આવક અને જાતિ સહિત કુલ 18 પ્રમાણપત્રો સંપૂર્ણ ફેસલેસ અને ઓનલાઈન મળશે. • અરજદારે કોઈ પણ ઓફિસમાં જવાની જરૂર નહીં પડે - આધાર-લિંક્ડ ડેટા અને ડિજિટલ વેરિફિકેશનથી આપમેળે પ્રમાણપત્ર જનરેટ થશે. - ખાસ કરીને શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓ/વાલીઓને ખૂબ રાહત મળશે. - અંદાજે 75-80 લાખ પરિવારોને સીધો લાભ થશે. • 1 એપ્રિલ પછી Digital Gujarat પોર્ટલ પર આ સુવિધા વધુ સરળ બની જશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gujarat government office mamaltdar TDO cast income certificate online ]
5 Feb 2026
Postsગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 ની 5,370 પોસ્ટ પર ભરતીની જાહેરાત, સ્નાતક ઉમેદવાર 20 ફેબ્રુઆરી સુધી ojas વેબસાઈટ પર આવેદન કરી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ GSSSB exam students goverment preparation ojas ]
5 Feb 2026
ReelsPower ki baat chal rahi thi… baat nazar tak pahunch gayi. Ahmedabad ke fastest growing area mein, Ognaj Circle ke paas, rise karta hai ek address jo sirf dekha nahi jaata, mehsoos hota hai. Thoughtfully planned 4 BHK lavish residences with wide balconies, open views, and expansive living spaces, backed by 20+ club-class amenities, seamless connectivity, aur ek like-minded community. Ghar aisa… ki sab kahenge - Nazar Na Lage 🧿 The Evara - 4 BHK Lavish Living near Ognaj Circle. For More Information: +91 97233 31144
5 Feb 2026
Postsઅમદાવાદના વાસણા વિસ્તારમાં ચંદ્રનગર BRTS કોરીડોરમાં ગૌવંશ ભરેલી કારનો અકસ્માત સર્જાયો! • વાસણા-ચંદ્રનગર વિસ્તારના BRTS ટ્રેક/કોરીડોર પર ગઇકાલ મોડી રાત્રિના 2 વાગ્યા આસપાસ કારમાં ગૌવંશ ભરીને લઈ જવામાં આવી રહી હતી, અને તે બેફામ સ્પીડ (લગભગ 100 km/h જેટલી)થી ચાલી રહી હતી. • કાર ચાલકને પકડાઈ જવાની બીકના લીધે તેણે ગાડીને BRTS ટ્રેક પર લઈ જઈને ભાગવાનો પ્રયાસ કર્યો, જોકે આ પ્રયાસમાં કાર બીઆરટીએસ રેલીંગ સાથે અથડાઈ હતી અને ત્યાં લાઈટના પોલ તેમજ બીઆરટીએસ રેલી તોડી નાખી હતી • અકસ્માતમાં કારના એરબેગ ખુલી ગયા, કારમાં સવાર 4 લોકોમાંથી 3 લોકો ફરાર થઈ ગયા હતા • સ્થાનિક લોકોએ એક વ્યક્તિને ઝડપી લીધો (નામ મકબૂલ જણાવાયું છે). • હાલ વાસણા પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને તપાસ કરવામાં આવી રહી છે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Chandrnagar BRTS vasana accident cow gauvansh ]
5 Feb 2026
Postsઅમદાવાદના સાણંદ પાસે આવેલા નિર્વાણા ગ્રીન્સમાં હાઈ પ્રોફાઇલ મહેફિલમાં પોલીસના દરોડા, કુલ 81 લોકોની અટકાયત, દારૂ હુક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે! • ઘટનાની મુખ્ય વિગતો ગોરજ ગામની સીમમાં આવેલું 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ', ખાતે આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિની 25મી લગ્ન એનિવર્સરીમાં તેમના મુંબઈના રહેવાસી સાઢુભાઈ અમિત પચેરીવાલ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરી ત્યારે ત્યાંથી કુલ 81 વ્યક્તિઓ (43 પુરુષો અને 38 મહિલાઓ), જેમાં શહેરના જાણીતા બિલ્ડરો, વેપારીઓ અને ડોક્ટરો આ પાર્ટીમાં સામેલ જોવા મળ્યા, પોલીસને ઘટનાસ્થળેથી હુક્કા અને દારૂ મળી આવતા તમામ લોકોની અટકાયત કરી હાલ સાણંદ ખાતે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. • પાર્ટીમાં 11 ટેબલ પર દારૂ અને હુક્કા પીરસવાની વ્યવસ્થા હતી, 20થી વધુ લક્ઝરીયસ ગાડીઓ જપ્ત કરવામાં આવી, કુલ 2.91 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. • ઝડપાયેલા તમામ 81 લોકોના બ્લડ સેમ્પલ લઈને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Sanand weekend home villa liquor party marriage anniversary high profile ]
5 Feb 2026
Postsકોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરનું વર્ષ 2026-27 માટેનો બજેટ ડ્રાફ્ટ તૈયાર હવે ફાઈનલ બજેટ જાહેર થશે. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ નજીક છે અને વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમની જાહેરાત બંનેને ધ્યાનમાં લઈને આ બજેટમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. • વિકાસ કાર્યોની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. • 17018 કરોડનું જંગી બજેટ જાહેર કરાયું છે, હવે જોવાનું એ રહ્યું કે કામ કેટલું થાય છે! • આ વર્ષે કરવેરામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. • હવે ટૂંક સમયમાં ફાઇનલ બજેટ પણ જાહેર કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Budget, Corporation , AMC Ahmedabad municipal corporation 2026 ]
4 Feb 2026
ReelsAhmedabad is a heritage city — and its heritage art is just as timeless. ✨ From 5th to 10th February, Fakira Fab Exhibition is here with UP TO 60% OFF — happening only once a year! Ahmedabad’s one & only unit working with natural dyes in authentic block printing, proudly reviving the lost Saudagari Print. Shop beautiful Banjara, Fakira, Saudagari, Anokhi prints in suits, sarees, dupattas, fabrics & bedsheets. 📍 Ashapura Nagar, Khodiyar Nagar, near chandranage fly over Ahmedabad 🕙 10 AM to 9 PM #fakirafab #ahmedabadexhibitions #blockprintin #naturaldye #ahmedabadshopping
4 Feb 2026
PostsAMTSના 2026-27ના અંતિમ બજેટના કેપિટલ સુધારા (₹20 કરોડ વધારો) સાથે ₹1,011 કરોડ મંજૂર (ડ્રાફ્ટ ₹991 કરોડ) • અમદાવાદની જીવાદોરી ગણાતી લાલ બસનું બજેટ જાહેર કરાયું જેમાં , - 4 નવી ઇલેક્ટ્રિક એ.સી. ડબલડેકર બસ - ટ્રી-સ્ટાઇલ બસ શેલ્ટર્સ: દરેક ઝોનમાં 5 શેલ્ટર્સ - જમાલપુર ડેપોમાં નવી સ્ટોર બિલ્ડિંગ - ઇન-કેબિન એર પ્યોરિફિકેશન સિસ્ટમ: પ્રથમ તબક્કામાં 70 એ.સી. બસોમાં રેટ્રોફિટ - AI આધારિત ડાયનેમિક શેડ્યુલિંગ - સ્ટાફ બીહેવિયર ટ્રેનિંગ પ્રોગ્રામ • કુલ 1600 જેટલી બસો આગામી સમયમાં રસ્તાઓ પર દોડશે. - શહેરનો વિસ્તાર 505 ચો. કિમી થયો છે, જેથી નવા ગામોમાં પણ AMTS દોડાવાશે તેમજ અન્ય GIDC વિસ્તારોમાં પણ બસ સુવિધામાં વધારો કરાશે. - 2030 સુધીમાં 100% ઇલેક્ટ્રિક અને AC ફ્લીટ બસ કરવાનો સંકલ્પ • જો કે હાલ AMTS બસ ખોટમાં ચાલી રહી છે ત્યારે આ વર્ષે પણ AMTS, AMC પાસેથી ₹600 કરોડની લોન લેશે જેથી AMTS પર હાલ ₹5000 કરોડથી વધુનું દેવું થયું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMTS budget new AC bus air purifier transportation route ]
4 Feb 2026
Postsઅમદાવાદના અસારવા વિસ્તારમાં સોમવાર રાત્રિના (2 ફેબ્રુઆરી 2026) એ એક આધેડ યુવકે પોતાના પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગચંપી! • માહિતી મુજબ કેન્સરથી પીડાતા એક આધેડ વ્યક્તિએ બીમારીના અસહ્ય દુઃખ અને માનસિક કંટાળાને કારણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. • સોમવાર રાત્રિના 10 વાગ્યાના અરસામાં અસારવા ચકલા પાસે જાહેરમાં તેમણે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળીથી આગ ચાંપી દીધી હતી. • આસપાસના લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી અને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. • ગંભીર દાઝેલા હોવાથી સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. • મૃતકનું નામ આકાશભાઈ ચીમનલાલ ઠક્કર (ઉંમર આશરે 50 વર્ષ) હતું. તેમની પત્ની 6 વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી અને તેઓ લાંબા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. • શાહીબાગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બીમારીને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Asarwa fire death cancer patient ]
4 Feb 2026
Reelsસાયન્સ સિટીના શિવાલિક હાઇટ્સમાં સગીર કાર ચાલકે એક યુવકને ઉડાવ્યો! સદનસીબે મોટી જાનહાનિ ટળી. • ગત 28 જાન્યુઆરીએ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા શિવાલિક હાઈટ્સમાં વિરમ રબારી નામના યુવક મુલાકાત અર્થે આવ્યા હતા ત્યારે શિવાલિક હાઇટ્સમાં રહેતા એક 15 વર્ષીય સગીર કારચાલકે કાબુ ગુમાવતા તેમને અડફેટે લીધા હતા. • પૂરપાટ ઝડપે આવેલી કાર ત્યાંથી પસાર થતા વિરામ રબારી નામના યુવક પર ત્રાટકી હતી. જેમાં યુવકને નાની મોટી ઈજાઓ પહોંચી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી. • આ ઘટનામાં સગીર વાહન ચાલકોની મનમાની અને બેફામ ડ્રાઇવિંગ પર નિયંત્રણ લાદવા કાયદેસરની કાર્યવાહીની જરૂર. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Car accident science city ahmedabad traffic accident ]
3 Feb 2026
ReelsConfused about what to gift this Valentine’s Day? Flowers fade. Chocolates disappear. But silver lasts forever. ✨ Celebrate love with Minous and enjoy 14 Days – 14% OFF on our Valentine’s Special Collection (1st–14th February). Discover 925 certified silver jewellery with 5000+ stunning designs — perfect for daily wear, romantic dates, sweet surprises, and even self-love. 📍Now open in Ahmedabad! Visit us at Akshar Square Shopping Center, Bodakdev or call us at 9586925925 and make this Valentine truly unforgettable. #ValentinesGift #SilverJewellery #AhmedabadShopping #MinousJewels #valentinesoffer
3 Feb 2026
Postsબોપલ અને સાણંદ વચ્ચે 12 કિમીનો 45 મીટર પહોળો 4 લેન રોડ બનશે. • AUDA દ્વારા આ રોડ બનાવવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે, સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. • જે અંતર કાપવામાં હાલ 30 મિનિટ લાગે છે તે અંતર લગભગ અડધાથી ઓછા સમયમાં કપાઈ જશે. • આ રોડનું કામ આગામી છ મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતા. • આ રોડ પર બંને તરફ ફૂટપાથ સહિતની વ્યવસ્થા હશે સાથે જ ગ્રીન કવર પણ કરાશે. • બોપલ, ઘુમા, શેલા, ગોતા અને સાયન્સ સીટીથી આવતા લોકોને SG હાઈવેના બદલે વકીલ સાહેબ બ્રીજથી સાણંદ તરફ સીધું સાણંદ-વિરમગામ નેશનલ હાઈવેની કનેક્ટિવિટી મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vakil saheb bridge bopal sanand road 4 lane ]
3 Feb 2026
Postsબહેરામપુરામાં અડધું બાંધકામ કર્યા પછી કોર્પોરેશન વિચારવા બેઠું, આંગણવાડી બનાવવી કે શૌચાલય! • બહેરામપુરા વિસ્તારમાં સંતોષનગર પાસે વર્ષો જૂનું શૌચાલય આવેલું હતું જે ખંડેર હાલતમાં અને અન્ય વિવાદોમાં આવતા તોડી પાડ્યું હતું. બાદમાં ત્યાંના સ્થાનિકો દ્વારા આ શૌચાલયની જગ્યા ઉપર આંગણવાડી બનાવવા માંગ કરવામાં આવી હતી • સ્થાનિકોની માંગના પગલે આ વિસ્તારમાં આંગણવાડી મંજૂર કરવામાં આવી અને કામગીરી શરૂ થઈ. કામગીરી 30% જેટલી પૂરી પણ થઈ ગઈ અને પછી કોર્પોરેશનને તૂત સૂઝે છે ને કામગીરી બંધ કરી દેવાઈ. • જ્યારે વિસ્તારના સ્થાનિકો કોર્પોરેશનમાં આ કામગીરી બંધ કેમ કરાઈ એ અંગે પ્રશ્ન કરવા જાય છે તો જવાબ મળે છે કે અહીંયા ભલે અડધું કામ આંગણવાડીનું થયું હોય પણ બનશે તો પાછું શૌચાલય જ. • પરંતુ સ્થાનિકોની માંગ છે આ વિસ્તારમાં કોઈ આંગણવાડી નથી અને જે આંગણવાડી ચાલે છે એ ભાડાના જર્જરીત ઘરમાં ચાલે છે એટલે જો અહીંયા આંગણવાડી બને તો એ વધુ ઉપયોગી નીવડે. શૌચાલય હવે ઘરે ઘરે છે એથી શૌચાલય બનાવવાની જરૂર નથી. • એટલે હવે શૌચાલય બનાવવું કે આંગણવાડી એનો વિવાદ થયો છે ને આંગણવાડી બનાવવાની કામગીરી અટકી પડી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન ઓળખાણ અને દબાણના જોરે અહીંયા ચોક્કસ લોકોને ફાયદો કરાવવા શૌચાલય બનાવવા વધુ આતુર છે. "કોર્પોરેશના એડિશનલ સીટી એન્જિનિયર દક્ષિણ ઝોન મુજબ, અહીંયા બે પક્ષો તરફથી અલગ અલગ માંગ થઈ હોવાને લીધે આંગણવાડી બનાવવાનું કામ પડતું મૂકી હવે ઘરે ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે! સર્વે પૂરો થયાબાદ નિર્ણય લેવામાં આવશે કે આંગણવાડી બનાવવી કે શૌચાલય." Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AMC baherampura corporation aanganvadi toilet pay and use ahmedabad ]
Postsઅમેરિકા અને ભારત ટ્રેડ ડીલ: જેમાં અમેરિકાએ ભારતીય માલ પરના ટેરિફ (આયાત શુલ્ક) ને નોંધપાત્ર રીતે ઘટાડ્યા છે. અગાઉ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ હતા (જેમાં 25% reciprocal tariff + 25% punitive tariff રશિયન તેલ ખરીદીને કારણે), જે હવે 18% થઈ ગયા છે. આ ટેરિફ ઘટાડવાના મુખ્ય કારણો નીચે મુજબ છે: રશિયન તેલ ખરીદી બંધ કરવાની સહમતિ — અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાના 25% punitive tariff લગાવ્યા હતા કારણ કે ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદતું હતું (જે યુક્રેન યુદ્ધને ફંડ કરવામાં મદદ કરે છે એમ અમેરિકા માનતું હતું). ડીલમાં ભારતે રશિયન તેલ ખરીદી બંધ કરવાનું સ્વીકાર્યું છે અને તેના બદલે અમેરિકા અને સંભવિત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનું કહ્યું છે. આના બદલામાં punitive tariff હટાવી દેવામાં આવ્યો છે. • ભારતે અમેરિકી માલ પર ટેરિફ અને અવરોધો ઘટાડવાનું વચન ભારત અમેરિકી ઉત્પાદનો પરના પોતાના ટેરિફ અને non-tariff barriers ને શૂન્ય (zero) તરફ લઈ જવાની દિશામાં કામ કરશે. • આનાથી અમેરિકાને ભારતીય બજારમાં વધુ પહોંચ મળશે. • ભારત અમેરિકી વસ્તુઓ વધુ ખરીદશે — ટ્રમ્પના જણાવ્યા અનુસાર ભારત અમેરિકા પાસેથી $500 બિલિયનથી વધુની એનર્જી (તેલ, કોલસો), ટેક્નોલોજી, કૃષિ અને અન્ય પ્રોડક્ટ્સ ખરીદશે ("Buy American" પર ભાર). • બંને દેશોના સંબંધો સુધારવા અને વ્યૂહાત્મક કારણો — આ ડીલથી અમેરિકા-ભારતના સંબંધોમાં તણાવ ઘટશે (ખાસ કરીને રશિયા-યુક્રેન મુદ્દે). ભારતને પણ ટેક્સટાઈલ, જ્વેલરી, સીફૂડ જેવા સેક્ટરમાં નિર્યાત વધારવાની તક મળશે, અને ભારતીય શેરબજારમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આ ડીલ તાત્કાલિક અમલમાં મૂકાઈ છે અને ભારતીય નિર્યાતકારો માટે મોટી રાહત છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [America India trade deal tarrif modi Trump exports]
Posts• વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! બાળકોને રમકડા આપતી સમયે ધ્યાન રાખવા જેવું. • અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકનો જીવ બચાવ્યો, દોઢ વર્ષનો બાળક હલ્કનું રમકડું ગળી ગયો અને સુરક્ષિત રીતે એન્ડોસ્કોપી કરીને રમકડું બહાર કઢાયું. • બાળક હાલ બિલકુલ સુરક્ષિત વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Civil hospital kid child hulk endoscopy Doctors]
2 Feb 2026
Reelsઓઢવ રીંગરોડ પાસે ભુવો પડ્યો! એક વર્ષથી વધારે સમયથી માત્ર બે બેરીકેડિંગ કરીને સંતોષ મેળવી લેવાયો. • ઓઢવ રીંગરોડ પર ઓઢવ જંકશને બનેલા બ્રિજ નીચેના સર્વિસ રોડ પર સ્થાનિકો મુજબ છેલ્લા એક વર્ષથી વધારે સમયથી ભુવો પડ્યો હતો જેની વારંવાર ફરિયાદ કરવામાં આવી પણ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નહીં. • સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશન જ ફરિયાદ કરવામાં આવે તો કોર્પોરેશન ત્યાં આવીને માત્ર પતરા લગાવી જાય છે. કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવાતું નથી. જેથી અહીંયા થી પસાર થતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. • એક તરફ એસપી રીંગ રોડ પર બ્રિજ નિર્માણ સહિતની અન્ય કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રાફિક મોટી સમસ્યા બની રહી છે એવામાં આવા ઉપયોગમાં આવતા સર્વિસ રોડ ઉપર એક વર્ષથી વધારે સમયથી પડેલા ભુવાના નિરાકરણમાં તંત્ર નીરસ જોવા મળી રહ્યું છે. • સર્વિસ રોડના 15 થી 20 ફૂટ નો ભાગ પતરાથી ઢંકાઈ જાય છે. જેના લીધે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે. • વળી ભુવો પણ મોટો હોવાથી રાતના સમયે અકસ્માત થવાનો પણ ભય રહે છે. એટલે વાહન ચાલકો અને સ્થાનિકોની તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની માંગ ઉઠી છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Odhav sp ring road Bhuvo ahmedabad ring road AMC Corporation traffic ]
2 Feb 2026
Postsસોશિયલ મીડિયા પર સેક્સ રેકેટ ચલાવતા લોકો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી! • એસ્કોર્ટ સર્વિસના નામે એકાઉન્ટ બનાવીને યુવતીઓના બીભત્સ ફોટા, વિડિઓ મૂકીને , કલાક તેમજ નાઇટના ભાવ મૂકવામાં આવતા અને UPI ID એડવાન્સ પૈસા પણ લેવામાં આવે છે. • આવા કુલ 120 જેટલા એકાઉન્ટ હાલ ધ્યાને ચડ્યા બાદ તમામ સામે કાર્યવાહી કરવાના આવી છે, ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી કઢાવીને તેમના સુધી પહોંચવામાં આવશે. • 15 જેટલા UPI આઈડી પણ મળ્યા છે જે કયા બેંકના છે તે દિશામાં પણ આગળ તપાસ હાથ ધરાઈ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Online sex racket exposed crime branch Ahmedabad police Instagram Facebook Twitter]
2 Feb 2026
PostsAI & Tech careers are booming worldwide 🚀 If you’re planning CS / IT / AI abroad, this event is for you. 🌍 Australia | UK | Germany | NZ | Dubai & more 🎓 On-spot guidance | Faster decisions 🚀 Future Careers Start with AI, IT & Computer Science 🤖💻 🌍 Meet experts at Global Education Fair 2026 💰 Get 100% Cashback on IELTS / PTE / TOEFL Exam Fees* 📅 7th Feb 2026 | 11 AM – 4 PM 📍 PFEC Global Office, Ahmedabad 👉 Book Your Seat Now #studycomputerscience #studyAI #artificialIntelligence #ITcoursesabroad #techcareers globaleducationfair2026 studyabroad2026 PFECGlobal [ Study Computer Science Abroad, Study AI Abroad, Artificial Intelligence Courses, IT Courses Abroad, Computer Science 2026 Intake, Global Education Fair, PFEC Global Ahmedabad, AI Career Abroad ]
2 Feb 2026
Reelsકોર્પોરેશન હવે ગાય પકડવા AI વપરાશે! • અમદાવાદ શહેરમાં પશુ નિયંત્રણ કાયદો આવ્યા બાદ જાહેર રસ્તા પર ગાયને રઝળતી મૂકવા બદલ તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવે છે. • અત્યાર સુધી આ કાર્યવાહી મેન્યુઅલ હતી, પરંતુ હવે આ કાર્યવાહી કરવા માટે ડીપ લર્નિંગ AI મોડેલનો ઉપયોગ કરાશે. • ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ દ્વારા પુણેની એક કંપનીનો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે જેનો ઉપયોગ કોર્પોરેશન દ્વારા થશે. • કોર્પોરેશન દ્વારા જંકશન પર લગાવેલા સર્વેલાન્સ કેમેરામાં જ્યારે પણ કોઈ ગાય દેખાશે ત્યારે તરત જ આ કેમેરામાં લાગેલું સ્કેનર તે ગાયને સ્કેન કરીને તેના માલિકની માહિતી પૂરી પાડશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. • માણસની ફિંગર પ્રિન્ટની માફક ગાયના પણ મોઢાની રચના અલગ અલગ હોય છે અને તે તમામ ડેટા એકત્રિત કરી લગભગ 1 લાખ કરતા વધારે ગાયનો ડેટા લેવાશે અને નજર રાખવામાં આવશે. • હાલ પાયલેટ પ્રોજેક્ટના ભાગરૂપે નજીકના ભવિષ્યમાં અમુક જંક્શન પર આ રીતે સર્વેન્સ શરૂ થશે અને પછી સમગ્ર અમદાવાદ શહેરમાં આનો અમલ થશે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ AI cow cattle AMC cncd department deep learning ai model for cow and cattle in the city ]
25 Jan 2026
Posts🇮🇳 આ રિપબ્લિક ડે, દેશની સાથે તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવો ☀️ બેંકની લોનની ચિંતા? ભારે બિલથી કંટાળ્યા છો? હવે સમય છે સ્માર્ટ નિર્ણય લેવાનો 💡 ઘરે બેઠા 100% ડિજિટલ સોલર લોન, No Down Payment, અને EMI એટલી ઓછી કે તમારું માસિક બજેટ પણ ખુશ 😊 ⚡ આજે વીજળીનું બિલ ભરો અથવા ☀️ કાલથી તમારી પોતાની ઊર્જા બનાવો 👉 પસંદગી તમારી… બિલ ભરશો કે રોકાણ કરશો? 📞 Call Now: +91 81606 76453 / +919510215816 🌐 www.saysolar.in #SaySolar #RepublicDayOffer #GoSolarGoGreen #SolarEnergy #SolarIndia DigitalLoan NoDownPayment SaveElectricity GreenFuture SmartInvestment SolarForHome GujaratiBusiness
25 Jan 2026
Posts77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના બે દિવસ પૂર્વે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આર્મી બેન્ડ દ્વારા વિશેષ પ્રસ્તુતિ! • વંદે માતરમના 150 વર્ષ ઉજવાઈ રહ્યા છે ત્યારે આ વર્ષના પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા 24 અને 25 મી જાન્યુઆરીએ અટલ બ્રિજ ખાતે આર્મી બેન્ડ દ્વારા આર્મીના સંગઠન અને શક્તિને સંગીત મારફતે પ્રસ્તુત કરી ઉજવણી થઈ રહી છે. • આ કાર્યક્રમ વંદે માતરમના 150 વર્ષને સમર્પિત કરવામાં આવ્યો છે જેમાં આર્મી બેન્ડ દ્વારા વિશેષ સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી છે • તારીખ 24 અને 25 મી જાન્યુઆરીએ સાંજે 6 થી 8:00 વાગ્યા સુધી અટલબિજ ખાતે આર્મી બેન્ડ દ્વારા આ વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. • આ કાર્યક્રમ દેશભક્તિ, વંદેમાતરમ ૧૫૦ વર્ષ અને સેનાને સમર્પિત છે. જે લોકો નિહાળવા પણ જઈ શકે છે. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [26 January armyband deshbhakti riverfront ahmedabad ]
24 Jan 2026
Posts77મા પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતની વિશિષ્ટ ઝાંખી કર્તવ્યપથ પર ઉતરશે, ભારતની આઝાદીની લડત અને સાંસ્કૃતિક વારસાનો અદભૂત સમન્વય રજૂ કરશે. • ઝાંખીના મુખ્ય આકર્ષણો - વંદે માતરમ્ @ 150: 'વંદે માતરમ્' ગીતના 150 વર્ષની ઉજવણી નિમિત્તે આ વિષયની પસંદગી ખૂબ જ પ્રસ્તુત છે. તે રાષ્ટ્રભક્તિના એ જુવાળને ફરી જીવંત કરશે જેણે આઝાદીના લડવૈયાઓને પ્રેરણા આપી હતી. - મેડમ ભિખાઈજી કામા: વિદેશી ધરતી પર સૌપ્રથમ ભારતીય ધ્વજ ફરકાવનાર ક્રાંતિવીર મેડમ કામાનું યોગદાન અને આપણા ત્રિરંગાની વિકાસયાત્રા જોવા મળશે - ગાંધીજીથી આત્મનિર્ભર ભારત: સાબરમતીના સંતના 'સ્વદેશી' આંદોલનથી શરૂ કરીને આજની 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' સુધીની સફર ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસનું પ્રતિબિંબ પાડશે. - સાંસ્કૃતિક ગરિમા: જ્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અમર ગીત 'કસુંબીનો રંગ'ના સૂર રેલાશે, ત્યારે કર્તવ્યપથ પર ગુજરાતના ખમીર અને સૌર્યની સાચી પ્રતીતિ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Republic Day new delhi kartavya path gujarat teblo vande mataram ]
24 Jan 2026
ReelsReal stories. Real recovery. Our patient shares his experience after successful Phimosis (tight foreskin) treatment at Tirtham Surgical Hospital. With expert care, advanced treatment, and complete privacy, recovery is faster and stress-free. If you or someone you know is facing similar issues, help is just a call away. 📞 Call Now: 99744 16665 #TirthamSurgicalHospital #PatientReview #PhimosisTreatment #TrustedCare #HealthyRecovery
24 Jan 2026
Postsઅમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા) ના પરિસરમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઇન આગામી સમયમાં ખસેડવા ₹31 કરોડનો ખર્ચ થશે. • ભવિષ્યમાં આ લાઇન અડચણરૂપ બને નહીં તે માટે પાણીની જૂની મુખ્ય લાઇનને ખસેડવાની જરૂર પડી છે. • આ લાઇન વર્ષો પહેલાં (લગભગ 1968માં) કોતરપુર વોટર વર્ક્સથી નાખવામાં આવી હતી. તે 1600 mm વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇન છે, જે કેન્ટોમેન્ટ, મોટેરા ફ્રેન્ચવેલ અને સ્ટેડિયમ પરિસરની નીચેથી પસાર થઈને પશ્ચિમ ઝોનના 27 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને આશરે 200 MLD (મિલિયન લીટર પ્રતિ દિવસ) પાણી પૂરું પાડે છે. • તે સમયે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ ફાઇનલ થઈ નહોતી, તેથી આ લાઇન સ્ટેડિયમ નીચેથી પસાર થઈ ગઈ હતી. • નવી લાઇનને કોતરપુરથી એરપોર્ટ સર્કલ થઈને ડફનાળા તરફ ખસેડવામાં આવશે. આ માટે સાબરમતી નદી પર નવો બરાજ કમ બ્રિજ બનાવવાનું કામ હાથ ધરાશે. આ બ્રિજની ડાયાફ્રામ વોલની અંદર 2200 mm વ્યાસની નવી લાઇન નાખવામાં આવશે. • આશરે ₹31 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. • ભવિષ્યમાં મેઇન્ટેનન્સની જરૂર પડે તો પાણી પુરવઠો ખોરવાય નહીં તે માટે બરાજ કમ બ્રિજ નીચેથી બે લાઇન નાખવામાં આવશે, જેમાં એક વર્કિંગ લાઇન (મુખ્ય) અને એક સ્ટેન્ડબાય લાઇન (બેકઅપ) વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Water treatment narendr modi stadium ]
24 Jan 2026
Postsરઝળતાં શ્વાનોના વધતા ત્રાસ અને કરડવાના કિસ્સાઓને રોકવા માટે AMCના CNCD વિભાગે શહેરની 100 થી વધુ જગ્યાઓ ડોગ ફીડિંગ સ્પોટ નક્કી કરાયાં, આ સિવાય જ્યાં ta શ્વાનને ખવડાવવા પર પ્રતિબંધ કર્યો છે. • હવેથી શહેરના રોડ-રસ્તા કે જાહેર સ્થળો પર શ્વાન કે અન્ય પશુઓને ખોરાક નાખી શકાશે નહીં. AMC દ્વારા શહેરના તમામ 7 ઝોનમાં મળીને કુલ 100 જેટલા ચોક્કસ 'ડૉગ ફીડિંગ સ્પોટ' નક્કી કરવામાં આવ્યા છે. • જાહેરમાં ખોરાક નાખવાને કારણે શ્વાનોના ટોળા એકઠા થાય છે અને ઘણીવાર શ્વાન વચ્ચે થયેલ ઝગડાઓમાં નજીકમાં ચાલ્યા જતા રાહદારીઓ કે વાહનચાલકો પાછળ દોડે છે. • હવે પશુ પ્રેમીઓએ માત્ર નક્કી કરેલા સ્થળોએ જઈને જ શ્વાનને ખોરાક આપવાનો રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગો કે રહેણાંક વિસ્તારોના નાકા પર ખોરાક નાખતા ઝડપાશે, તો તેની સામે વહીવટી તંત્ર દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. • આ નિર્ણયથી શહેરના જાહેર રસ્તાઓ પર ગંદકી ઘટશે અને શ્વાન દ્વારા થતા હુમલાઓના પ્રમાણમાં પણ ઘટાડો થઈ શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Stray Dog feeding spot CNCD AMC ]
24 Jan 2026
Postsવાસણા વિસ્તારમાં પ્રવીણનગર પાસે ગઇકાલ રાત્રીએ રોડ વચ્ચે એક કારને અન્ય કારથી આંતરી 4 લોકોએ તોડફોડ કરી આતંક મચાવ્યો! • ગઇકાલ શુક્રવારના રાત્રિના સમયે એક કાળી મહિન્દ્રા થાર SUV રસ્તા પર ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક એક સફેદ કારે તેને આગળથી રોકી. સફેદ કારમાંથી ચાર યુવાનો નીચે ઉતર્યા અને થાર ચાલક સાથે બોલાચાલી શરૂ કરી. હુમલાખોરોએ પોતાની કારમાંથી દંડા જેવા હથિયારો કાઢીને થારની આગળની કાચ, બારણાં અને બોડી પર ભારે તોડફોડ કરી. • હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vasna road CCTV Thar collision ]
24 Jan 2026
Postsઅમદાવાદના વાસણા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે હાઇબ્રીડ ગાંજાના વેપારમાં સંડોવાયેલા બે પેડલરોને ઝડપી લીધા છે. • તેમની પાસેથી 42 લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. • હાઇબ્રીડ ગાંજા (જેને હાઇડ્રોપોનિક અથવા પ્રીમિયમ સ્ટ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે) ની માંગ યુવાનોમાં ખૂબ વધી છે. જેથી પેડલરોને આ ગાંજાના મોંઘા ભાવ મળી રહ્યા છે. - પેડલરો કોલેજના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા હતા, ખાસ કરીને વાસણા વિસ્તારની નજીકની કોલેજના યુવાનોને. • પકડાયેલા આરોપીઓ: - દર્શિલ ભરતભાઈ વાછાણી રહેવાસ: જય ફ્લેટ, પ્રતાપકુંજ સોસાયટી પાસે, વાસણા, અમદાવાદ, મૂળ: ભેસાણ, જૂનાગઢ - હરિકૃષ્ણ કિશોરભાઈ રૈયાણી રહેવાસ: ચોકસી નગર, ગોંડલ બંને હાલ અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે અને લાંબા સમયથી આ વેપાર કરી રહ્યા હતા. સપ્લાયર્સ (વોન્ટેડ આરોપીઓ): તપાસમાં ખબર પડી કે આ હાઇબ્રીડ ગાંજો તેઓ રાજકોટ અને અમરેલીના ત્રણ સપ્લાયરો પાસેથી લાવતા હતા: - દિગ્વિજય બગસરિયા (જેતપુર, રાજકોટ) - ઉમંગ હીરપરા (ખડખડ, અમરેલી) - બાપુ વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Vasana collage student Hybrid weed marijuana SMC police arrested rajkot ]
24 Jan 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરના વિવિધ સ્મશાનગૃહોમાં હવે ભજન અને રામધૂન સાંભળવા મળશે. • કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા ₹25 લાખના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ નાખવામાં આવી • મૃતકના પરિવારજનો પોતાની આ દુઃખની ઘડીઓમાં થોડી ક્ષણ માટે મનની શાંતિ અનુભવે અને ભજનની ધૂન વચ્ચે પોતાના પરિવારજનોને શ્રદ્ધાભરી અંતિમ વિદાય આપી શકશે. • એલિસ બ્રિજ સ્મશાનગૃહ, દુધેશ્વર સ્મશાનગૃહ, લીલાનગર સ્મશાનગૃહ, થલતેજ સ્મશાનગૃહ, ચામુંડા સ્મશાનગૃહ, વેજલપુર સ્મશાનગૃહ તેમજ સરખેજ સ્મશાનગૃહ ખાતે આ સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. • સ્મશાનગૃહમાં લગાવેલ સાઉન્ડ સિસ્ટમ દ્વારા સતત સંભળાતી ભજનની સુમધુર ધૂન અંતિમ વિદાયની પળોને વધુ શાંતિમય અને આધ્યાત્મિક બનાવશે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ramdhun smashan cemetery spiritual death bhajan dhun speaker elisbridge dudheswar lilanagar thaltej chamnunda Vejalpur thaltej ]
24 Jan 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 27 હજાર ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા પૂરી પાડવા ₹3 કરોડ ખર્ચ કરવામાં આવશે. • પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનની આ ચાલીઓમાં 9 મીટર ઊંચા લાઈટ પોલ સ્થાપિત કરવામાં આવશે, જેના માટે AMC 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને અંદાજે અઢીથી ત્રણ લાખ નગરજનોને સીધો લાભ મળશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Street light chali east North south pole ]
23 Jan 2026
Posts🚨 Ahmedabad Students – Future Doctors & Healthcare Professionals! 🩺🌍 Dreaming of studying Health & Medicine Abroad? Meet top universities from Australia, UK, New Zealand, Germany, Dubai & more under one roof at the Global Education Fair 2026. 🎓 Nursing | MBBS Pathways | Public Health 💰 100% Cashback on IELTS / PTE / TOEFL Exam Fee* 📍 PFEC Global Office, Ahmedabad 📅 7th Feb 2026 | ⏰ 11 AM – 4 PM ⚠️ Seats are limited. Serious aspirants only. 👉 Register now & secure your global medical career! Study Medicine Abroad, Health Science Abroad, Nursing Abroad, Medical Courses Abroad, Study Abroad Ahmedabad, Australia Study Visa, UK Study Visa, New Zealand Study Visa, Germany Education, Dubai Education #StudyAbroad #Ahmedabad #MedicalAbroad #HealthScienceAbroad #GlobalEducationFair
23 Jan 2026
Postsઅમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે ગઇકાલ(21 જાન્યુઆરી) મોડી રાત્રિના એક યુવકની હત્યા! • મૃતક યુવક આકાશ ઓડ (રતનપોળ વિસ્તારમાં સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો). તેમના લગ્ન 4 વર્ષ પહેલાં મમતા ઓડ સાથે થયા હતા. તેઓ જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતા હતા. • આકાશનો 2 દિવસ પહેલા ગેમ રમવા બાબતે નજીકમાં જ રહેતા લાલો રાઠોડ સાથે ઝગડો થયો હતો, જો કે બન્ને પક્ષના અન્ય લોકોએ આવીને આ બન્ને વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. - જો કે આ સમાધાન માત્ર દેખાવા પૂરતું હોય તે રીતે લાલો રાઠોડે આ ઝગડાની અદાવત રાખીને બીજા દિવસે પોતાના સાગરીતોને સાથે રાખી આકાશને છરીના ઘા મારીને ક્રૂર હત્યા કરવામાં આવી. હુમલો એટલો ખતરનાક હતો કે મૃતકના આંતરડાં બહાર આવી ગયા અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. - ઘટના બાદ આકાશના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમજ તેને આક્ષેપો લગાવ્યા હતા કે લાલો અને તેના સાગરીતો MD ડ્રગ્સ લઈને આવ્યા હતા અને તેના ભાઈની હત્યા કરી નાખી - ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમજ વધુ તપાસ ચાલુ છે, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gaykwad police choki murder akash od ]
22 Jan 2026
Postsઅમદાવાદમાં દિન પ્રતિદિન શ્વાન કરડવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે રઝળતા શ્વાન સાથે હવે પાલતુ શ્વાનના હુમલાના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે. • શીલજમાં 20 જાન્યુઆરીના રોજ કાવેરી સંગમ નામના ફ્લેટમાં એક પાલતુ શ્વાને એક મહિલા પર હુમલો કર્યો, મહિલા નિવૃત પ્રિન્સિપાલ છે જે મૂળ અરવલ્લીના છે અને તેમનો દીકરો અહીં રહે છે જેથી અવારનવાર તેમના ઘરે આવતા જતા હોય છે. • મહિલા જ્યારે નીચેથી ઉપર જવા સીડી ચડતા હોય છે ત્યારે તેમના ફલેટની ઉપરના માળે રહેતા એક પરિવારના પાલતુ શ્વાન યુવતી સાથે આવી રહ્યું હોય છે અને અચાનકથી ઉપર આવતી મહિલા પર હુમલો કરી દે છે. • આ હુમલામાં મહિલાના પગમાં શ્વાનના નખ વાગે છે, જો કે મહિલાને પોતાને વતન જવાનું હોવાથી તેઓ આગળની સારવાર પોતાના વતને કરાવે છે અને તેમના પતિ દ્વારા ઇમેઇલ મારફતે ઓનલાઈન ફરિયાદ AMC ના CNCD વિભાગ તેમજ બોપલ પોલીસને કરે છે. • જો કે તેઓ જણાવે છે કે અવારનવાર આ પરિવારનું પાલતુ શ્વાન લોકોને કરડવા માટે દોડે છે છતાં પરિવારજનો દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા. • હાલ આ નિવૃત પ્રિન્સિપાલ મહિલાને શ્વાન કરડવાથી 4 ઇન્જેક્શન ડોઝ માટે તબીબોએ સલાહ કરતા એક ડોઝ ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેવડાવવામાં આવ્યો, અન્ય 3 ડોઝ આગામી સમયમાં લેવાનું જણાવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Pet dog bite Rabies shilaj CNCD complain ]
22 Jan 2026
Postsરાજ્યભરમાં રસ્તાઓ પર અનધિકૃત વ્હાઈટ LED સાથેના વાહનો પર કાર્યવાહી કરવા તમામ RTO ને આદેશ! • અનધિકૃત રીતે લગાવેલી આ હેડલાઇટોના લીધે સામે આવતા વાહનચાલકોની આંખોમાં તીવ્ર પ્રકાશના લીધે ટૂંક સમય માટે અંધાપો આવે છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે. • હાલ રાત્રી દરમિયાન રસ્તા પર અનેક વાહનો આ તીવ્ર LED લાઈટ સાથે દોડી રહ્યા છે, જેને અનુસંધાને રાજ્યભરમાં આ વિરુદ્ધ ડ્રાઇવ યોજવા RTO કચેરીને આદેશ. • માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ તેમને વેચનાર અને મોડીફાય કરનાર ડીલરો સામે પણ કાર્યવાહી હાથ ધરવા આદેશ. • આગામી સમયમાં મોટા શહેરો સાથે રાજ્યભરમાં ડ્રાઇવ યોજાશે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ White LED headlights traffic RTO special drive ]
22 Jan 2026
Reelsઅસારવામાં કોર્પોરેશનની સ્કૂલ બહાર જ ગટરના ગંદા પાણીના રેલા, વિધાર્થીઓ અને સ્થાનિકો ત્રાહીમામ! • અસારવા વિસ્તારમાં ઓમનગર પાસે આવેલી વીર શહીદ ગોપાલસિંહ મુનિમ સિંહ ભાદોરિયા સ્કૂલની બહાર છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવવાથી ગંદા પાણીના રેલે રેલા થયા છે પણ કોર્પોરેશનને કાયમી નિરાકરણ લાવવામાં કોઈ રસ જ નહીં! • બે મહિનાથી વારંવાર ફરિયાદ કરતા ખાલી ટેમ્પરેરી રેમ્પ બનાવવામાં આવ્યો પણ બાજુમાં ગંદા પાણીના રેલા યથાવત! • ગંદા પાણીને લીધે બાળકો તેમજ જાહેર સ્વાસ્થ્યને નુકશાન થવાની ભીતિ! પણ તાત્કાલિક નિવારણમાં તંત્ર નીરસ જોવા મળી રહ્યું છે. • આ વિસ્તારમાં હેવી ડી વોટરિંગ વાન મૂકવામાં તો આવી છે પણ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન! જેવી કામગીરી જોઈએ એવી થતી ન હોવાથી સ્થાનિકોમાં રોષ. • આ ગટરના પાણીથી જલ્દી રાહત મળે એવી સ્થાનિકોની માંગ. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Asarwa corporation school AMC ahmedabad school board untreated water problem]
22 Jan 2026
Postsહવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં હોય તેવા માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા નવા નિયમો સાથેની SOP તૈયાર કરવામાં આવી રહી છે. • આગામી દિવસોમાં રજિસ્ટ્રેશન વગરના પાલતુ શ્વાન માલિકો સામે ₹50,000 સુધીની દંડાત્મક કાર્યવાહી કરવાની SOP તૈયાર કરવામાં આવી રહી છે. • હાલ રઝળતા શ્વાન તેમજ પાલતુ શ્વાનની હિંસક પ્રવૃતિઓ અનેકવાર સામે આવી છે જેના પગલે કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન હાથ ધરાયું હતું. • અનેકવાર રજિસ્ટ્રેશન માટે અપીલ કરાયા બાદ પણ ઘણા શ્વાન માલિકોએ રજિસ્ટ્રેશન ન કરાવતા હવે કડક પગલા લેવા તાકીદે • હાલ AMC વેબસાઇટ પર પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન માટે ₹2,000 ફી વસૂલવામાં આવે છે. • આગામી દિવસોમાં SOP તૈયાર થયા બાદ કડક નિયમો લાગુ પાડી દેવામાં આવશે, જેમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં હોય અને પકડાય તો ફરિયાદ સાથે પ્રથમવાર ₹25,000 અને બીજીવાર માટે ₹50,000 દંડ વસૂલવામાં આવશે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ stray pet dog registration amdabad municipal corporation SOP ]
22 Jan 2026
Postsઅમદાવાદના મોટેરા (સાબરમતી વિસ્તાર)માં આવેલા આસારામ આશ્રમમાં 32 ગેરકાયદેસર બાંધકામોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તાજેતરમાં નોટિસ જારી કરવામાં આવી છે. - આશ્રમમાં કુલ 32 ગેરકાયદેસર બાંધકામો છે, જેને તોડી પાડવા માટે પશ્ચિમ ઝોન અને એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. - આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો છે અને તેમાં લગભગ 15,778 ચોરસ મીટર જગ્યા ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવી છે (જેમાં સર્વે નંબર 282-A, ગામ તળ અને સાબરમતી નદીકિનારાનો સમાવેશ થાય છે), જો કે સંપૂર્ણ આશ્રમ 49,758 ચો. મીટર જગ્યામાં ફેલાયેલ છે, જો કે ગેરકાયદેસર કબ્જે કરાયેલ જમીનનું મૂલ્ય આશરે 500 કરોડ રૂપિયા છે. - આશ્રમે આ ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરી હતી, પરંતુ AMCએ તેને નામંજૂર કરી દીધી છે (ઑક્ટોબર 2025માં નકારાઈ, અને અપીલ પેન્ડિંગ છે). - આ કાર્યવાહી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં સ્પોર્ટ્સ સંકુલ ડેવલપમેન્ટ (ફેઝ-2), સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને 2036 ઓલિમ્પિક્સની તૈયારીઓના ભાગરૂપે કરવામાં આવી રહી છે. - AMCના લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે આ અંગે જણાવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે નોટિસ જારી થઈ છે અને કાનૂની પ્રક્રિયા ચાલુ છે. જરૂર પડે તો બુલડોઝર દ્વારા તોડફોડ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Asaram Asharam motera modi stadium sabarmati encroachment demolition notice olympic 2036 sports complex ]
22 Jan 2026
Reelsકોર્પોરેશનના અધિકારીઓનું CG રોડ પાસે ફૂટપાથ બનાવવાના કામમાં ભોપાળું! મીઠાખળીથી તરફ જતા CG રોડ તરફના ઉમાશંકર જોશી માર્ગ પર કોર્પોરેશન દ્વારા ડક નાખી તેના પર ફૂટપાથ અને ઓન સ્ટ્રીટ કાર પાર્કિંગ બનાવવાનું શરૂ કરાયું પણ તેના લીધે મૂળ રોડની સાઇઝ જ ઘણી નાની થઈ જતા વિવાદ ઉભો થયો. • અડધી કામગીરી થયા બાદ અચાનક હવે કોર્પોરેશનને સફાળુ જ્ઞાન થતા કામગીરી અટકાવી દેવાઈ! હવે જે કામગીરીમાં ખર્ચ થયો છે એ કોનાં ખિસ્સામાંથી જશે? Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ CG road Ahmedabad corporation, AMC, footpath]
21 Jan 2026
Reelsસોલર પેનલમાં ઇન્વેસ્ટ કરીએ તો કેટલા સમયમાં ઇન્વેસ્ટમેન્ટની રિકવરી થાય? જુઓ સીધી ગણતરી. સોલર પેનલ ઇન્સ્ટલેશન માટે સંપર્ક કરો: 📞 95102 15816 📌 સંપૂર્ણ પોડકાસ્ટ જુઓ @ahmedabadmedia ની YouTube ચેનલ પર – (🔗 Link in bio) #poscast #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SolarPodcast Ahmedabad SolarBusiness EntrepreneurJourney GreenEnergy SolarIndia StartupStory PodcastClip CleanEnergy ReelHighlights ]
21 Jan 2026
Postsઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ચાર વર્ષથી ફરાર રહેલી લુટેરી દુલ્હનને ઝડપી! • મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવી મીણાને ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈ.પી. મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે. • છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપીને ફરાર રહેલી આ મહિલા લગ્ન માટે ઉંમરલાયક પરંતુ હજુ લગ્ન ન થયા હોય એવા યુવાનોને ટાર્ગેટ બનાવતી હતી. લગ્નની વાત પાકી થતાં જ તે યુવક અને તેના પરિવારનો વિશ્વાસ જીતી લેતી. લગ્ન પછી માત્ર થોડા જ દિવસમાં જ રોકડ અને દાગીના લઈને રફૂચક્કર થઈ જતી. • વર્ષ 2022ના એક કેસમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. માનવીએ યુવક સાથે લગ્ન કર્યા અને લગ્ન માટે 1.50 લાખ રોકડ + આશરે 30,000 ના દાગીના લીધા. પણ લગ્નના માત્ર 2 દિવસમાં જ તે બધું લઈને ગાયબ થઈ ગઈ હતી. • તપાસ દરમિયાન ખબર પડી કે આ કેવળ એકલી માનવીનું કામ નહોતું, પરંતુ આખું એક ટોળકું સક્રિય હતું. અગાઉ પોલીસે માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને સાથીદાર યોગેશ પરમારને પકડી લીધા હતા. પણ મુખ્ય આરોપી માનવી લાંબા સમયથી ફરાર હતી. • ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે માનવી અમદાવાદમાં છે. તેથી ટીમ બનાવીને લાલ દરવાજા વિસ્તારમાં ચોકી ગોઠવી અને આઈ.પી. મિશન ચર્ચ પાસેથી તેને ઝડપી લેવામાં આવી. ધરપકડ બાદ તેને માધુપુરા પોલીસને સોંપી દેવામાં આવી છે. • પોલીસે હાલ અન્ય કોઈ ગુન્હા આચર્યા કે નહીં તે વિશેની તપાસ હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Thief, marriage, luteri dulhan, bride, bhadra, police, madhupura ]
Postsવિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના માર્ગને 'અર્બન લંગ્સ રોડ' તરીકે વિકસાવવામાં આવશે! • આ પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયો છે અને તે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના એક મહત્વપૂર્ણ કનેક્ટિંગ રોડને ગ્રીન, પ્રદૂષણમુક્ત અને ટ્રાફિક જામમુક્ત બનાવવા માટેનો છે. • વિસત સર્કલ (ચાંદખેડા, અમદાવાદ)થી તપોવન સર્કલ સુધીના 3.5 કિલોમીટર લંબાઈના રોડને આશરે ₹80 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે. • આ રોડને શહેરના 'લંગ્સ' તરીકે વિકસાવવાનો છે, જે પ્રદૂષણમુક્ત અને ટ્રાફિક જામમુક્ત હશે. તે પર્યાવરણની ગુણવત્તા સુધારશે, ટ્રાફિકની સુવિધા વધારશે અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એક સીમલેસ ગ્રીન કોરિડોર બનાવશે. તે ઝીરો પોલ્યુશન અને ઝીરો ટ્રાફિક કોન્સેપ્ટ પર આધારિત છે. • આ રોડ પરનો રાઇટ ઓફ વે (ROW) 90થી 108 મીટરની વચ્ચે હશે અને તે જીઓમેટ્રિક ડિઝાઇન પર આધારિત છે. - મુખ્ય કેરેજવે: બંને બાજુ 14.75 મીટર પહોળો (4 લેન). - સર્વિસ રોડ: બંને બાજુ 7 મીટર પહોળા. - સેન્ટ્રલ મીડિયન: 4 મીટર પહોળું ગ્રીન મીડિયન, જેમાં સ્કલ્પ્ચરલ વૃક્ષો અને વાવેતર હશે. - ગ્રીન બફર ઝોન્સ: રોડની બંને બાજુ ગ્રીન બફર ઝોન્સ. - આશરે 1,200 હાલના વૃક્ષોનું સંરક્ષણ કરાશે અને 81,500 ચોરસ મીટર વિસ્તારમાં મોટા પાયે વાવેતર કરાશે. - 3.5 મીટર પહોળું જોગિંગ ટ્રેક. - બંને બાજુ 2.1 મીટર પહોળા સમર્પિત સાયકલ ટ્રેક. - ઓછામાં ઓછા 2 મીટર પહોળા ફૂટપાથ, જેમાં દર 5 મીટર વૃક્ષ વાવેતર હશે. - અન્ય સુવિધાઓ: સીટિંગ એરિયા, ફૂડ કિઓસ્ક, પ્લાઝા, રિક્રિએશનલ ઝોન્સ, જંક્શન સુધારા, થીમ આધારિત ડિઝાઇન, આધુનિક લાઇટિંગ, સાઇનેજ, સ્ટ્રીટ ફર્નિચર અને વિકલાંગ વ્યક્તિઓ માટે સુવિધાઓ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Gandhinagar, visat, tapovan, Chandkheda, iconic road, garden, urban lungs ]
Postsઅમદાવાદ, (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પશ્ચિમ ઝોનમાં હાથ ધરાયેલી તપાસમાં 99 એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 72ને નોટિસ આપવામાં આવી અને 7 એકમોને સીલ કરી દેવામાં આવ્યા. • પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા તેમજ ગંદકી કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. • આંબલી રોડ પરના ડોમિનોઝ પિત્ઝા અને ઘુમા રોડ પરના પિત્ઝા હટ જેવા જાણીતા બ્રાન્ડેડ ફૂડ આઉટલેટ્સ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. • આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ આવી ઝુંબેશ ચલુ રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Dominos, Pizza Hut, cleanliness, solid waste management ]
21 Jan 2026
Postsપીરાણા જંકશન બન્યું સિગ્નલ ફ્રી! • હાલ પીરાણા જંકશન પર હજારો વાહનોની અવરજવર અને સાથે જ બ્રિજનું કામ પણ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા વધી હતી ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજના કામમાં અડચણ ન પડે તેમજ એક નવા કોન્સેપ્ટ (સિગ્નલ ફ્રી રોડ) વિશે પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ કરી છે. • પહેલા પીરાણા પર ટ્રાફિક સિગ્નલના લીધે અનેકવાર વાહનોની લાંબી લાઇન લાગતી હતી જેથી ટ્રાફિકની સમસ્યા વકરતી હાલ પોલીસે આ સમસ્યાનું નિવારણ માટે સિગ્નલ ફ્રી કોન્સેપ્ટ અપનાવ્યો છે. • હાલ પીરાણા પીપલજ રોડના કટને બંધ કરવામાં આવ્યો છે હવે લોકોએ રોડ ક્રોસ કરવા માટે નારોલ સરખેજ રોડ પર 100 મીટર આગળ કટથી યુ ટર્ન લેવો પડશે. • હાલ પીરાણા જંકશન પર આ સિગ્નલ ફ્રી રોડની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરવામાં આવી છે, આગામી દિવસોમાં અન્ય રસ્તાઓ પર પણ આવી રીતે સિગ્નલ ફ્રી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. • જો કે પીરાણા જંકશન પર હાલ બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે ભવિષ્યમાં બ્રિજ બની ગયા બાદ ટ્રાફિકની સમસ્યામાંથી મહદઅંશે રાહત મળશે. • આ સિવાય આ રોડ પર કોઝી હોટલ પાસે પણ બ્રિજ બનશે જેથી નારોલ સરખેજ રોડમાં ટ્રાફિકની સમસ્યા અનેક હદે નિવારી શકાશે, આ સિવાય વિશાલા સરખેજ હાઈવે પર એલિવેટેડ કોરીડોરની કામગીરી પણ ચાલી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Pirana, junction, traffic, signal, free, cross road ]
21 Jan 2026
Postsસ્કૂલની બહાર વિધાર્થીઓ વચ્ચે ચપ્પુ અને લાકડીઓથી મારામારી! અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ હાઇસ્કુલની બહાર 19 જાન્યુઆરી, 2026ના રોજ એક ગંભીર હુમલાની ઘટના બની હતી. • ઓગસ્ટ 2025માં મણિનગરની સેવન્થ-ડે સ્કૂલમાં બનેલી જીવલેણ હુમલાની ઘટનાની માફક જ આ ઘટનામાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે ઘાતકી મારામારી થઈ. • 19 જાન્યુઆરી, 2026 (સોમવાર), સવારના સમયે. વિદ્યાર્થીઓ શાળામાંથી પરીક્ષા આપીને બહાર નીકળ્યા ત્યારે ધોરણ 10 ના એક ગ્રુપ સાથે બહારના કેટલાક લોકો અને સ્કૂલના જ વિદ્યાર્થી ગ્રુપ વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી થઈ. • લાકડી, પટ્ટા, ચપ્પુથી હુમલા થયા, CCTV ફૂટેજ મુજબ 9 થી વધારે લોકો હથિયારોથી હુમલા કરતા નજરે ચડે છે. • પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે વિદ્યાર્થી વચ્ચે ત્રણ-ચાર મહિના પહેલા મજાક મસ્તીમાં મામલો ગરમાયો હતો, પરંતુ હવે એ અદાવત રાખીને એક સગીર વિદ્યાર્થી અને તેના મોટાભાઈ અને સાગરીતોએ મળીને બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો છે. • મારામારીમાં એક વિદ્યાર્થીને માથામાં કડું મારવામાં આવતા 7 ટાંકા આવ્યા છે અને એક વિદ્યાર્થીને ડાબા હાથમાં છરી વાગી છે ત્યારે એક વિદ્યાર્થીને મુંઢમાર વાગ્યો છે. • આ મારામારીમાં નેશનલ હાઈસ્કૂલના 5 વિદ્યાર્થીઓ, કે.આર વર્મા સ્કૂલના 2 વિદ્યાર્થી અને 2 બહારના સગીર એમ કુલ 9 સગીર અને એક પુખ્ત વયનો આરોપી દેવ વણઝારા નું આરોપી તરીકે નામ સામે આવ્યું છે. • સીસીટીવીના આધારે પોલીસ દ્વારા 9-10 લોકોને રાઉન્ડ અપ કરાયા છે. આ ઘટના બહાર ન આવે તે માટે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પ્રયાસ કરાયા પરંતુ CCTV બહાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Ghatlodia national school students fight police case]
Reelsકોર્પોરેશનની લાઇબ્રેરીમાં પણ ચોરી! • દાણીલીમડામાં બે મહિના પહેલા જ નવનિર્મિત લાઇબ્રેરીમાંથી ગઠીયાઓ ચાર પંખા, ટ્યુબલાઇટ, બહાર એલિવેશનમાં લાગેલી 38 જેટલી LED લાઇટ અને સ્વિચબોર્ડ પણ ચોરી ગયા! • હજુ 2 માસ પહેલા જ 18 નવેમ્બરે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન અમદાવાદના મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. 2 માસમાં તો લાગેલી નવી જ ચીજ વસ્તુઓ ચોરી લેવામાં આવી. • હાલ ત્યાંના ઈનચાર્જ લાઇબ્રેરીયને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. • આવી ઘટનામાં કોર્પોરેશનની લાઇબ્રેરી સહિતની અન્ય બિલ્ડિંગોમાં સિક્યુરિટીની તાતી જરૂરિયાત ઉભી થાય છે. • આ લાઇબ્રેરી બનીને તૈયાર થઈ ત્યારે ઉદ્ઘાટન બાબતે પણ વિવાદ થયો હતો કેમ કે બનેલી લાઇબ્રેરીનું જલ્દી ઉદ્ઘાટન ન થતા અહીંની બિલ્ડિંગમાં નાશાકીય પ્રવૃતિઓ થવા માંડી હતી. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Danilimda library, ahmedabad police, ahmedabad corporation, chori, ]
19 Jan 2026
Postsઅમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રવિવારની રાત્રીએ એક ગંભીર ઘટના ઘટી, ચિક્કાર નશાની હાલતમાં એક કાર ચાલકે એની 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી. • યુવક એટલો નશામાં હતો કે કારમાંથી બહાર આવવાની કહેતા યુવક રોડ પર લથડિયા ખાતો ઢળી પડ્યો હતો, અને ઊભા થવાની હોશ પણ નહોતી. • અકસ્માત બાદ સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી આરોપીને ભાગવા દીધો ન હતો અને પોલીસને સોંપ્યો હતો. • M-ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી નિતિન શાહ (કિયા કારનો ચાલક)ની અટકાયત કરી છે અને તેની મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. • જો કે રવિવારના દિવસે સવારે વૈષ્ણોદેવી અકસ્માતમાં એક 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું, જ્યાર બાદ રાત્રિના શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Shilaj, thaltej, accident, liquor, prohibition ]
19 Jan 2026
Reelsઆજે 4 વાગ્યા આસપાસ ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ સન રિયલ હોમ સામે ચાલી રહેલ RCC રોડની કામગીરી દરમિયાન અદાણી ગેસની લાઇનમાં લીકેજ થતા અફરાતફરી સર્જાઈ! • JCB થી ખોદકામ દરમિયાન અચાનકથી હાઈ પ્રેશર લાઇનમાં ભંગાણ થયું હતું, ગેસની તીવ્ર વાસથી આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. • તંત્રને જાણ કરતા ફાયર, એબ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગેસનો પુરવઠો બંધ કરાવ્યો હતો. • જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી! કે કોઈ આગનો બનાવ બન્યો નહોતો! • અહીંના રહીશોની ફરિયાદ છે કે છેલ્લા ઘણા સમયથી અહીં રોડની કામગીરી ચાલી રહી છે જેને લઈને અગવડતા પડી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Adani gas, new ranip, road, leakage, fire, police, ambulance ]
19 Jan 2026
Postsટેલી માનસ (Tele MANAS) એ ભારત સરકારની એક મહત્વકાંક્ષી પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને મફત અને ચોવીસ કલાક (24/7) માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. • ટેલી માનસ શું છે? - પૂરું નામ: Tele Mental Health Assistance and Networking Across States. - હેલ્પલાઇન નંબર: 14416 અથવા 1800-891-4416. - સેવાઓ: તણાવ, ચિંતા (Anxiety), હતાશા (Depression), અને અન્ય માનસિક સમસ્યાઓ માટે નિષ્ણાત કાઉન્સેલર્સ દ્વારા પરામર્શ આપવામાં આવે છે. - ભાષા: આ સેવા ગુજરાતી સહિત 20 થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. • ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા ટેલી માનસનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ગુજરાતમાં મુખ્યત્વે અમદાવાદ (સિવિલ હોસ્પિટલ/BM ઇન્સ્ટિટ્યૂટ) ખાતે સ્ટેટ ટેલી માનસ સેલ કાર્યરત છે. સિવિલ હોસ્પિટલના સાયકિયાટ્રી વિભાગ દ્વારા આ પ્રોજેક્ટનું મોનિટરિંગ થાય છે, જ્યાં તાલીમબદ્ધ કાઉન્સેલર્સ 24 કલાક હાજર રહે છે. • રાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં 29.82 લાખથી વધુ કોલ્સ નોંધાયા છે, ગુજરાતમાંથી દર મહિને સરેરાશ 4,000 થી 5,000 જેટલા લોકો આ હેલ્પલાઇનનો સંપર્ક કરે છે. • સૌથી વધુ કોલ્સ પરીક્ષાનો તણાવ (વિદ્યાર્થીઓ), પારિવારિક વિખવાદ અને ઊંઘની સમસ્યાઓ માટે હોય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Anxiety, depression, tele MANAS, helpline ]
19 Jan 2026
Reelsમણીનગર વિસ્તારમાં આજે ધોળા દિવસે એપાર્ટમેન્ટમાં ઘૂસીને મહિલાની ચેઈન ખેંચાણી! • અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં ગોરના કુવા પાસે જીવન એપાર્ટમેન્ટમાં રહેતા 47 વર્ષીય સ્વાતિબેન જરૂરિયાતની વસ્તુ લેવા માટે આજે 19 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા વાગ્યા આસપાસ નીચે એપાર્ટમેન્ટની બહાર ગયા હતા. • એવે સમયે બાઇક પર સવાર આ બુકાની ધારી લૂંટારૂઓ સ્વાતિબેનનો પીછો કરતા કરતા તેમના અપાર્ટમેન્ટ સુધી પહોંચે છે, અને તેમાંથી એક લૂંટારૂ તેમની પાછળ પાછળ અપાર્ટમેન્ટના પગથિયા સુધી પહોંચીને તેમના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી લે છે. • સ્વાતિબેન બચાવ માટે બૂમો પાડે છે એટલામાંએ લૂંટારૂઓ ત્યાંથી પલાયન જાય છે. • ભાગતા સમયે ચેઇન હાથમાંથી પડી જાય છે જ્યારે સોનાનું પેન્ડલ લૂંટારૂઓ દ્વારા લઈ જવામાં આવે છે તેવી પ્રાથમિક માહિતી છે. • હાલ આ અંગે પોલીસ તપાસ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Maninagar lady chain snatching bike thief robbery jivan apartment police ]
19 Jan 2026
Postsચાંદીના ભાવ 3 લાખને પાર! આજે બુલિયન માર્કેટમાં પ્રતિ કિલો ચાંદીના ભાવ ₹3 લાખને આંબી ગયા! • ગુજરાતમાં જાન્યુઆરી 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન ચાંદીના ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો. • જાન્યુઆરી 2025ની શરૂઆતમાં 86,000 પ્રતિ કિલો, જાન્યુઆરીના મધ્યમાં ₹92,000 થી ₹95,000 પ્રતિ કિલો, જાન્યુઆરીના અંતમાં ₹90,000 થી ₹93,000 (ભાવમાં થોડો ઘટાડો થયો હતો). • જો કે જાન્યુઆરી 2026 ના હાલના ભાવ 3 લાખ રૂપિયા પાર પહોંચી ગયા છે. • જાન્યુઆરી 2026માં ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક માંગ અને ઔદ્યોગિક વપરાશ વધવાને કારણે ભાવ હવે રેકોર્ડ સ્તરે છે. • ભાવ વધવાના મુખ્ય કારણો: - ઔદ્યોગિક માંગ: સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) માં ચાંદીનો વપરાશ ખૂબ જ વધ્યો છે. - વૈશ્વિક અસ્થિરતા: આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના પુરવઠામાં અછત અને ડોલરના મૂલ્યમાં ફેરફાર. - રોકાણ: સલામત રોકાણ તરીકે સોનાની સાથે ચાંદીમાં પણ લોકોનું આકર્ષણ વધ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Silver, bullion, comodity, jwellery, market, hike, metal ]
19 Jan 2026
Postsગાંધીનગરમાં એક મહિલાને પાલતુ શ્વાન કરડ્યાના 4 માસ બાદ હડકવા થયો, 19 દિવસની સારવાર બાદ મહિલાનું મોત! • ગાંધીનગરના એક નિવૃત્ત IAS અધિકારીના પુત્રી, જેઓ વ્યવસાયે શિક્ષિકા હતા, આશરે ચાર મહિના પહેલાં, તેઓ શાળામાં હતા ત્યારે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ પાસે રહેલા 'બિગલ' (Beagle) બ્રીડના શ્વાનને પંપાળી રહ્યા હતા. તે સમયે શ્વાને તેમને બચકું ભર્યું હતું. • તે પાલતુ શ્વાન હોવાથી અને ઘા બહુ ઊંડો ન હોવાથી, તેમણે હડકવા વિરોધી રસી લીધી નહીં. • ડિસેમ્બરના અંતમાં અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને પાણીથી ડર લાગવો (હાઇડ્રોફોબિયા) જેવા લક્ષણો દેખાયા હતા. • 31 ડિસેમ્બરે ભાટ નજીક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ હડકવાની પુષ્ટિ કરી હતી, લગભગ 19 દિવસની લાંબી અને પીડાદાયક સારવાર બાદ, 17 જાન્યુઆરી, 2026 ના રોજ તેમનું અવસાન થયું હતું. • મૃતકના અંતિમ સંસ્કાર પણ પ્રોટોકોલ મુજબ સેક્ટર-30 ના સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કરવામાં આવ્યા હતા. • નોંધનીય છે કે, તે બિગલ શ્વાનને પણ ઓક્ટોબર 2025માં હડકવા ઉપડ્યો હતો અને તેનું મોત થયું હતું. શાળા દ્વારા ત્યારે પણ રસી મુકાવવા સૂચના અપાઈ હતી, પરંતુ સમય વધુ વીતી ગયો હોવાથી તે વાત ટાળવામાં આવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Beagle, Rabies, pet dog, bite, gandhinagar, death ]
19 Jan 2026
Postsઆજે SG હાઈવે પર સોલા ભાગવત નજીક વહેલી સવારે એક AMTS બસમાં અચાનકથી આગ ભભૂકી ઉઠી! • AMTS બસમાં કોઈ કારણોસર એન્જિનમાં આગળના ભાગે આગ લાગી હતી, મુસાફરોને તાત્કાલિક પાછળના દરવાજેથી બહાર ઉતારી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી. • ઘટનાની જાણ ફાયરવિભાગને કરતા ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Fire, AMTS bus, sola bhagvat, SG highway ]
19 Jan 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની ટર્મ આવનાર 9 માર્ચના રોજ પૂર્ણ થવાની છે, જો કે હાલ રાજ્યમાં ચાલતી SIR કામગીરીના પગલે ચૂંટણીમાં જો વિલંબ આવે તો અમદાવાદમાં વહીવટદાર શાસન લાગુ પડી શકે છે. • શું હોય છે વહીવટદાર સાશન? મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 'વહીવટદાર શાસન' (Administrator Rule) એ એક એવી સ્થિતિ છે જેમાં ચૂંટાયેલી પાંખ (મેયર, ડેપ્યુટી મેયર અને કાઉન્સિલરો) પાસે સત્તા હોતી નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામેલા એક વહીવટી અધિકારી (સામાન્ય રીતે IAS) પાસે બધી સત્તાઓ આવી જાય છે. • વહીવટદાર શાસન ક્યારે અમલી આવે છે? - ટર્મ પૂરી થવી: જ્યારે કોર્પોરેશનની 5 વર્ષની મુદ્દત પૂરી થઈ જાય અને કોઈ કારણસર (જેમ કે ચૂંટણીમાં વિલંબ) નવી ચૂંટણી યોજાઈ ન હોય. - કોર્પોરેશનનું વિસર્જન: જો રાજ્ય સરકારને લાગે કે કોર્પોરેશન પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે અથવા સત્તાનો દુરુપયોગ કરી રહી છે, તો તેને બરખાસ્ત કરીને વહીવટદાર મૂકી શકાય છે. - સીમાંકન કે કાયદાકીય ફેરફાર: જ્યારે નવા વિસ્તારો શહેરમાં ભળતા હોય અને વોર્ડની પુનઃરચના બાકી હોય, ત્યારે વચગાળાના સમય માટે વહીવટદારની નિમણૂક થાય છે. ડિસેમ્બર 2020 માં અમદાવાદ કોર્પોરેશનની 5 વર્ષની મુદ્દત પૂરી થઈ ગઈ હતી. પરંતુ તે સમયે કોરોના મહામારી (COVID-19) ને કારણે ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. તે સમયે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જ 'વહીવટદાર' તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Administrative rule, SIR, election, mayor, Corporate, municipal, corporation ]
Reelsએક કારચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આઠ કાર અથડાઈ, વિચિત્ર દ્રશ્ય સર્જાયું. IIM નજીક 132 ફૂટ રીંગ રોડ પાસેની ઘટના. આજે રવિવારે સાંજે 5:00 વાગે આસપાસની ઘટના. • ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, 9 વાહનોને નુકસાન. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [Multiple cars accident 9 car iim road]
18 Jan 2026
Postsશહેરમાં છેલ્લા ઘણા સમયથી વધતા પાણીજન્ય રોગચાળાને ધ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ અને એસ્ટેટ વિભાગે સાથે કામગીરી કરીને અખાદ્ય પાણીપુરી વેચતા લારીધારકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. • શહેરમાં અનેક ભીડભાડવાળી જગ્યાએ તો રસ્તામાં ઊભીને પાણીપુરી વેચતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. • આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને એસ્ટેટ વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા અનેક પાણીપુરી લારીઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. • ગઈકાલે સૈજપુર ટાવરથી કૃષ્ણનગર ચાર રસ્તા ઉપરાંત બાપાસીતારામ ચોક, હીરાવાડી સહિતના વિસ્તારોમાં ઊભા રહેતા પાણીપુરી ચાલકો તેમજ પશ્ચિમ વિસ્તારના બોડકદેવ, થલતેજ, ઘાટલોડીયા, ચાંદલોડિયા તેમજ ગોતા વોર્ડમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. • ચેકીંગ કરતા અનેક લારીધારકોએ સ્વચ્છતાનું ધ્યાન ન રાખતા તેમજ ગંદકી કરતા નોટિસ ફટકારવામાં આવી હતી. • જો કે અમુક જગ્યાએ સડેલા બટેટા, ચણા, ગંદા પાણીનો વપરાશ અને રગડામાં વાપરતા નોન પરમિટેડ ફૂડ કલરનો વપરાશ જોવા મળ્યો હતો, આ તમામ લારીધારકોની લારીઓ જપ્ત કરવામાં આવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Panipuri, street, food, golgappe, thaltej, bodkdev, gota, Ghatlodia, hirawadi, saijpur ]
18 Jan 2026
Postsબાપુનગર વિસ્તારમાં ધાર્મિક ક્રિયા માટે બકરીની બલી આપતા પોલીસ ફરિયાદ! • ભીડભંજન નજીક રહેતા યુવકે માતાજીની માનતા પૂરી કરવા માટે બકરાની બલી ચઢાવવામાં આવતા એનીમલ વેલ્ફેર સંસ્થાએ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. • બાપુનગરમાં રહેતા નરેશ પટણી નામના શખ્સે પોતાના ઘરે માતાજીની માનતા પૂરી કરવા માટે પશુ બલીનું આયોજન કર્યું હતું. • નરેશ નામના યુવકે બંધ બારણે બકરાની બળી આપી હતી, જો કે કોઈને જાણ થતા તેમણે પશુપ્રેમી એક સંસ્થાને જાણ કરતા તેમણે બાપુનગર પોલીસને સાથે રાખીને તપાસ કરતા ઘરમાંથી એક બકરાનું મૃત શરીર મળી આવ્યું હતું. • આરોપી નરેશ પટણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, બાપુનગર પોલીસે આ મામલે પુરાવા એકત્ર કરી અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Bakri, bali, Animal, death, rituals, Bapunagar, police ]
18 Jan 2026
Postsસરદારનગર વિસ્તારમાં ચાલતા મહિલા જુગારધામ પર પોલીસની રેડ! • ઘણા સમયથી ચાલી રહેલા આ જુગારધામની એરપોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી • સરદારનગર તાજ હોટલ પાછળ આવેલી સતનામ રેસીડેન્સીના બ્લોક નંબર બી-303માં પોલીસે વોરંટ મેળવી પંચોની હાજરીમાં શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યે મકાનમાં દરોડો પાડ્યો હતો. • પોલીસ જ્યારે મકાનમાં પ્રવેશી ત્યારે હોલમાં સીમાબેન મદનાણી નામની મહિલા અન્ય સાત મહિલાઓ સાથે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી અને રમાડી રહી હતી. • તપાસમાં ખુલાસો થયો છે કે મકાન માલિક સીમાબેન પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવીને જુગારનો અડ્ડો ચલાવતી હતી. • પોલીસે કુલ ₹21,410ની રોકડ રકમ જપ્ત કરી છે. ઝડપાયેલી મહિલાઓ 1. સીમાબેન રાજકુમાર મદનાણી (મકાન માલિક) 2. નીલમબેન રવિભાઈ મનવાણી 3. કંચનબેન અશોકકુમાર મુલચંદાણી 4. સોનિયાબેન ઘનશ્યામભાઈ ગુનનાણી 5. દિપાબેન જયકિશન મોટવાણી 6. પ્રિયાબેન વિનોદકુમાર રામચંદાણી 7. કવિતાબેન કેતનદાસ સેવલાણી 8. બબીતાબેન ઉર્ફે પૂજા વિજયકુમાર પાનવાણી • ઝડપાયેલી મહિલાઓમાં ન્યૂ શાહીબાગ, નાના ચિલોડા, નોબલનગર અને કુબેરનગર જેવા વિસ્તારોની મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ મહિલાઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Women, gambling, sardarnagar, airport, police ]
18 Jan 2026
ReelsDrama, dialogues, and daily chaos belong on screen. Your home should feel nothing like it. Ananta Storeys is a premium 3 BHK high-rise residential address at Bhuyangdev Cross Road, created for those who want city convenience without city noise. With open surroundings, modern amenities, smooth connectivity, and thoughtfully planned living spaces, it offers an address that simplifies life instead of complicating it. Because identity comes from your address, not the drama around it. शहर में रहो, पर शोर में नहीं… stress में नहीं।
18 Jan 2026
Postsઅમદાવાદના થલતેજ-ભાડજ વિસ્તારમાં ઓપન પાર્ટી પ્લોટ વિકસાવશે. • થલતેજ વોર્ડમાં AMC એ ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) 301, ફાઇનલ પ્લોટ નંબર 247 માં એક ખુલ્લો પાર્ટી પ્લોટ વિકસાવવાનું નક્કી કર્યું છે. સામાજિક માળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવેલ આ પ્લોટ 10,772.18 ચોરસ મીટરનો છે. • ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજ, ભાડજ, શીલજ, હેબતપુર, ઘુમા અને બોપલ સહિતનાં વિસ્તારોનાં નાગરિકોની સુવિધા મળશે. • આ પાર્ટી પ્લોટમાં સુવિધાઓ ઉભી કરવા માટે 4.27 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું છે. • પાર્ટી પ્લોટમાં 177 ચોરસ મીટરના બિલ્ટ-અપ એરિયા સાથે કિચન બ્લોક, 104 ચોરસ મીટરના ટોયલેટ બ્લોક અને 97 ચોરસ મીટરના દુલ્હન અને વરરાજાના રૂમનો સમાવેશ થશે. • કુલ બિલ્ટ-અપ એરિયા 458 ચોરસ મીટર હશે. વધુમાં, 600 જેટલા ટુ-વ્હીલર અને 100 જેટલા ફોર-વ્હીલરને સમાવવા માટે 5454 ચોરસ મીટરનો પાર્કિંગ એરિયા વિકસાવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Thaltej, bhadaj, ghuma, Bopal, party plot, marriage ]
18 Jan 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પૂર્વ ઝોનમાં આવેલા વસ્ત્રાલ અને રામોલ વિસ્તારમાં ડ્રેનેજની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે ₹31.24 કરોડના ખર્ચે નવી ટ્રંક લાઇન નાખવાની યોજના મંજૂર કરવામાં આવી છે. • અંદાજિત ₹31.24 કરોડના ખર્ચે 4.10 કિમી લાંબી ડ્રેનેજ ટ્રંક મેઈન લાઇન નાખવામાં આવશે. • લાઇનનો વ્યાસ 1600 મીમી (ડાયા) રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં વધતા લોડને પહોંચી શકાય. • આ કામગીરી માઈક્રો ટનલીંગ (ટ્રેન્ચલેસ) પદ્ધતિથી કરવામાં આવશે. આનાથી રસ્તાઓ ખોદ્યા વગર જ જમીનની અંદર ટનલ બનાવીને લાઇન નાખવામાં આવશે, જેથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા ન થાય. • અત્યાર સુધી ડ્રેનેજ લાઇન વસ્ત્રાલના અંદરના રહેણાંક રોડ પરથી પસાર થતી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, નવી લાઇન પાંજરાપોળ ચાર રસ્તાથી શરૂ થઈ વસ્ત્રાલ મેટ્રો જંકશન થઈને રામોલ ટોલ પ્લાઝા પાસે આવેલ મઢુલી પાન પાર્લર સુધી સીધી કનેક્ટ કરવામાં આવશે. • આ લાઇનને આગળ જઈને ઓઢવ 310 પમ્પિંગ સ્ટેશન કે વિંઝોલ STP સાથે જોડવાનું આયોજન હોઈ શકે છે. • નિકોલ, વસ્ત્રાલ અને રામોલની ઘણી સોસાયટીઓમાં ગટરના પાણી બેક મારવાની જે જૂની સમસ્યા હતી, તેનો કાયમી ઉકેલ આવશે. • હાલ ઇસ્ટર્ન ટ્રંક લાઇન પર પડતું ભારણ અને ઉભરાતા ગટરની સમસ્યાનું નિવારણ આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Trunk line, ramol, Vastral, nikol, drainage, micro tunneling ]
17 Jan 2026
Postsહાટકેશ્વર વિસ્તારમાં જ્વેલરી શોપમાં બાકોરું પાડીને થયેલી ચોરીના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે એક યુવકની ધરપકડ કરી. • હાટકેશ્વર વિસ્તારમાં 8 જાન્યુઆરીના રોજ એક જ્વેલરીની દુકાનમાં તસ્કરોએ દુકાનની પાછળની દીવાલમાં બાકોરું (ગાબડું) પાડીને અંદર પ્રવેશ કર્યો હતો, દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. • પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના રસ્તાઓ પર લાગેલા CCTV કેમેરાની તપાસ કરી હતી, મોબાઈલ લોકેશન અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. • પોલીસે જામફળવાડી ચાર રસ્તા પાસેથી મુખ્ય આરોપી અશ્વિન ખડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે, પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા દાગીના અને અન્ય કિંમતી સામાન રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Thief, crime branch, hatkeswar, jwellery shop, police ]
17 Jan 2026
Reelsઅમદાવાદની જાણીતી સોલર ઇન્સ્ટોલેશન કંપની @saysolar.in ના સ્થાપક સાથે વાતચીત! • સ્થાપક મેહુલ પ્રજાપતિની ઉદ્યોગસાહસિક સફર • ટીમ વર્ક અને ડેડિકેશન • સોલર ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય • સોલરથી પૈસા અને પર્યાવરણનો કેટલો ફાયદો? • સોલર પેનલ લગાવવા માટે સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રશ્નોના સમાધાન. 📌 સંપૂર્ણ પોડકાસ્ટ જુઓ @ahmedabadmedia ની YouTube ચેનલ પર – (🔗 Link in bio) #poscast #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ SolarPodcast Ahmedabad SolarBusiness EntrepreneurJourney GreenEnergy SolarIndia StartupStory PodcastClip CleanEnergy ReelHighlights ]
17 Jan 2026
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી શોપિંગ કોમ્પલેક્ષોના પાર્કિંગમાં જોવા મળેલી ગંદકી અને અસ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી • શહેરના 46 જેટલા શોપિંગ કોમ્પલેક્ષ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ કોમ્પલેક્ષો પાસેથી કુલ ₹૧1.11 લાખ નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલવામાં આવ્યો છે • ગંદકી જણાતા ૪૬ 46 સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી અને ભવિષ્યમાં સ્વચ્છતા જાળવવા તાકીદ કરવામાં આવી છે. • સામાન્ય રીતે AMC દ્વારા વ્યક્તિગત દુકાનો સામે પગલાં લેવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર સમગ્ર શોપિંગ કોમ્પલેક્ષ સામે સામુદાયિક રીતે કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે પાર્કિંગ જેવા કોમન એરિયાની જવાબદારી સોસાયટી કે એસોસિએશનની હોય છે. • AMCની ટીમોએ શહેરના તમામ સાત ઝોનમાં તપાસ હાથ ધરી હતી, જેમાં મુખ્યત્વે - દક્ષિણ પશ્ચિમ ઝોન: સોબો સેન્ટર (બોપલ) - પશ્ચિમ ઝોન: અશ્વમેઘ કોમ્પલેક્ષ, એચ.આઈ.વી. હોસ્ટેલ - ઉત્તર પશ્ચિમ ઝોન: સ્ટેલર કોમ્પલેક્ષ, શિલ્પ સચદેવ - મધ્ય ઝોન: સુમેલ બિઝનેસ પાર્ક-૧૧, શુભ કોમ્પલેક્ષ - દક્ષિણ ઝોન: પ્લેટિનમ પ્લાઝા, પેવેલિયન મોલ, વિશાલા લેન્ડમાર્ક, કર્ણાવતી મેગા મોલ વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ solid waste management, AMC, complex, parking, sobo center, Bopal, sumel, karnavati ]
17 Jan 2026
Postsસતાધાર ચાર રસ્તા પાસે બનતા બ્રિજ પર કામગીરી કરતા કારીગરો વગર કોઈ સેફ્ટી સાથે કામ કરતા નજરે આવ્યા! • બ્રિજની પારાપેટ પર કોઈપણ સેફ્ટી સાથે આ કારીગરો કામગીરી કરતા હતા, આ સાથે જ નીચે વાહનવ્યવહાર પણ ચાલુ હતો, જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો નીચે ચાલતા વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. • કન્સ્ટ્રકશન સાઇટ પર સેફ્ટી અને સુરક્ષાના અભાવે અનેકવાર શ્રમિકોના મોત પણ થયા છે છતાં પણ કોઈ કડક કાર્યવાહી નહીં. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Satadhar char rasta, bridge, construction, safety, rules, regulations ]
17 Jan 2026
Postsસવારે 9 થી 10 અને રાત્રિના 9 થી 10 ફ્લાવર શોમાં ચાલતા VIP સ્લોટમાં રાત્રિનો સ્લોટ હવે બંધ કરી સામાન્ય ટિકિટમાં જોઈ શકાશે. • સામાન્ય લોકો રાત્રિના મોડે સુધી ફ્લાવર શોની મુલાકાત લઈ શકે તે માટે વીઆઈપી સ્લોટ બંધ કરી હવે તમામ નાગરિકો માટે રાત્રિના દસ વાગ્યા સુધી ફ્લાવર શોની મુલાકાત લઇ શકશે. • ગત ઉતરાયણમાં 1.32 લાખ મુલાકાતઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે માત્ર 78,000 મુલાકાતીઓ જ ફ્લાવર શોની મુલાકાત લેવા માટે આવ્યા હતા. • વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લે તે માટે રાત્રીનો વીઆઈપી સ્લોટ બંધ કરવામાં આવ્યો જોકે સવારનો વીઆઈપી સ્લોટ રાબેતા મુજબ ચાલુ રહેશે. • જોકે ટિકિટ બારી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવશે અને મુલાકાતઓ 10:00 વાગ્યા સુધી આ ફ્લાવર શોની મુલાકાત લઇ શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ flower show, sabarmati, riverfront, night slot, amdabad municipal corporation, VIP ]
16 Jan 2026
Postsપાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બંગલાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્વિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કાર્યવાહી! • નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યા હોવા અંગેની એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, તેમજ અશાંતધારાનો ઉલ્લંઘન પણ કર્યા હોવાના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, • આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંતધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી. • બંગલાનું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતું. આ કિસ્સામાં માત્ર ગેરકાયદે બાંધકામ જ નહીં, પણ અશાંતધારાનો ગંભીર ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. • દિલીપ મોદી નામના વ્યક્તિએ અશાંતધારાની મંજૂરી વિના આ મિલકત મુસ્તફા માણેકચંદ (મુસ્તફા શેખ) ને વેચી હતી, આ સોસાયટીમાં માત્ર એક નહીં, પરંતુ કુલ નવ બંગલાઓ અશાંતધારાના નિયમોનું ઉલ્લંઘન કરીને વેચાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. • અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોમાં મિલકતની લે-વેચ માટે કલેક્ટરની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. જો આવી મંજૂરી વિના સોદો કરવામાં આવે અથવા ગેરકાયદે બાંધકામ ઊભું કરવામાં આવે, તો તંત્ર ગમે ત્યારે કડક પગલાં લઈ શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ nutan, Disturbed Areas Act, mustafa, manekchand, paladi, demolition ]
16 Jan 2026
ReelsTransforming spaces with thoughtful design, quality execution, and attention to every detail. From concept to completion, we create interiors that reflect your style and purpose. ✨ Design charges and transportation charges will be discounted if the complete project is assigned to us. #InteriorDesign #HomeInteriors #moderninterior #turnkeyprojects #designgoals
16 Jan 2026
Postsઅમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણ (15 જાન્યુઆરી, 2026) ના દિવસે એક હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. • ઘટના અને સ્થળ - સ્થળ: પંચવટી વિસ્તાર, ગુલબાઈ ટેકરા પાસે આવેલી 'સેન્ટેરિયલ વિસ્ટા' (Centennial Vista) બિલ્ડિંગનું ધાબું (ટેરેસ). - સમય: વાસી ઉત્તરાયણની રાત્રે, જ્યારે ડીજેના તાલે મોટી પાર્ટી ચાલી રહી હતી. - પોલીસ સ્ટેશન: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આ બિલ્ડિંગ આવેલી છે. • પોલીસ કાર્યવાહી અને ધરપકડ રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ ડીજેના ઊંચા અવાજ અને નબીરાઓના શોરબકોરથી પરેશાન થઈને સ્થાનિક રહીશોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી, પોલીસે સ્થળ પરથી કુલ 21 લોકોની અટકાયત કરી છે, જેમાં 4 યુવતીઓ અને અન્ય યુવકોનો સમાવેશ થાય છે. • પ્રાથમિક માહિતી મુજબ, આ પાર્ટીનું આયોજન એક જાણીતા બિલ્ડરનો પુત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. એવી પણ ચર્ચા છે કે પોલીસ પહોંચી તે પહેલાં એક મુખ્ય વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. • પોલીસે ધાબા પરથી હાઈપ્રોફાઈલ પાર્ટીની શાન-ઓ-શૌકત માટેની મોંઘી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન, વિવિધ ફ્લેવરના હુક્કા, દારૂ સાથે નાસ્તા તરીકે લીચી, કાચી કેરી, એલચી, ખારેક અને બિસ્કિટ જેવા વિવિધ કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા. • જો કે આ પકડાયેલ તમામ લોકો મોટી વગ ધરાવતા હોવાથી અનેક જગ્યાએ ભલામણો ચાલુ કરી દેવામાં આવી હતી તેમ છતાં તમામ પકડાયેલા વ્યક્તિઓને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને 'ગુજરાત પ્રોહિબિશન એક્ટ' હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ panchavati, alcohol, uttarayan, builders, party, prohibition gulbai tekra ]
Postsશહેરમાં ઉત્તરાયણના 2 દિવસમાં ઇમરજન્સી કેસમાં 41 ટકા ઉછાળો આવ્યો હતો, સિવિલ, સોલા સિવિલ, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 150 ઘાયલ તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલમાં 125થી વધુ ઘાયલ લોકોને સારવાર કરવામાં આવી. • ઇમરજન્સી માટે કુલ 1,176 કોલ મળ્યા હતા જેમાં દોરી વાગવાના, ધાબેથી પડવાના સહિત ગંભીર અકસ્માતના મળીને કુલ 270 થી વધુ કેસ નોંધાયા હતા, જો કે આ વર્ષે કોઈ મોતના સમાચાર હજુ સુધી આવ્યા નથી. • ગંભીર ઇજાઓના બે દિવસમાં 67 કેસ ત્યારે મારામારીના 150 કેસ તેમજ માર્ગ અકસ્માતના 200 જેટલા કેસ સામે આવ્યા હતા. • ગંભીર ઈજા સાત દર્દીઓને વેન્ટિલેટરી પર રાખવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #uttarayan #accident #emergency
16 Jan 2026
Reels🚨 Hello Ahmedabad -- Get 100% Cashback on IELTS / PTE Exam Fees 🚨 Visa approval usually costs you lakhs. This one gives you money back. Yes, you read that right 👇 🎉 100% IELTS / PTE Exam Fee CASHBACK 💥 Only after your Student Visa is approved ❌ No lucky draw ❌ No fake promises ❌ No hidden conditions This is not an offer. This is a reward for making the right decision. Why no one else offers this? Because not everyone has direct tie-ups with world top universities & end-to-end control from admission to visa approval. 📍 PFEC Global 🎯 One decision. One process. One guaranteed benefit. T&C Apply*** 💬 Comment CASHBACK or DM us now (Before someone else takes your seat) #VisaApproved #IELTSCashback #PTECashback #StudyAbroadReality #PFECGlobal StudentVisa2026 StudyAbroadIndia AhmedabadStudents NoHiddenConditions DirectUniversityTieUps StudyAbroadOffer StudentLifeIndia VisaSuccess AbroadDream Ielts Pte Gre Sat Ahmedabad Kolkata Cashback
15 Jan 2026
Reels🪁 ઉતરાયણ + ટીમ = યાદગાર મોમેન્ટ્સ! 😄 સોલરનું કામ રોજનું છે, પણ ઉતરાયણ આવે ત્યારે છત પર કામ કરતાં કરતા હસવું, મજા કરવી અને એકબીજાની ટાંગ ખેંચવી પણ જરૂરી છે 😜 આ છે અમારી ટીમની સાચી ઉતરાયણની ઝલક કામ પણ, કોમેડી પણ, અને સૌથી મહત્વનું… એકબીજાની સાથે! ❤️ આ રીલ એ દરેક માટે છે જે માને છે કે 👉 “કામ સાથે મજા પણ જરૂરી છે” તમને પણ આવી ટીમ જોઈતી હોય તો આ રીલ share કરજો 🪁😄 #UttarayanVibes #TeamSaySolar #WorkWithFun #OfficeComedy #SolarLife TeamBonding
14 Jan 2026
Reelsમકરસંક્રાંતિની આગલી રાત્રે શહેરના બજારોમાં ભારે ભીડ. • રાયપુર, આસ્ટોડિયા, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ અને પતંગ રસિયાઓ ખરીદી કરવા ઉમટ્યા. • રાયપુર બજારમાં ભારે માત્રામાં ભીડ. Ground Report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad #news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad [ Raipur katal ni raat uttrayan makarsankranti khadiya ]
13 Jan 2026
Postsઅમદાવાદ પોલીસની ઝોન-5 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ તાજેતરમાં એક મોટી OLX છેતરપિંડી અને ચોરીની ગેંગનો ભેદ ઉકેલ્યો છે. આરોપી સુરેશકુમાર નથાલાલ ઠુમ્મર (પટેલ), 42 વર્ષીય, નવા મણિનગર (રામોલ વિસ્તાર)નો રહેવાસી છે. • આરોપીની કાર્યપદ્ધતિ - OLX પર જૂની વસ્તુઓ (જેમ કે લેપટોપ, મોબાઇલ, ડ્રોન, હેડફોન વગેરે) વેચવા મૂકનારા લોકોને નિશાન બનાવતો. - ડુપ્લિકેટ અથવા ફેક નંબરથી ફોન કરીને ખરીદદાર તરીકે સંપર્ક કરતો. - રૂબરૂ મળીને વસ્તુ જોવા જતો અને વેચનારની ઘરની માહિતી, રૂટિન વગેરે એકત્ર કરતો. - જ્યારે વેચનાર ઘરે ન હોય ત્યારે ઘરમાં ઘૂસીને ચોરી કરી લેતો, અથવા કેટલીક વખત ઓનલાઈન પેમેન્ટની વાત કરીને નજર ચૂકવીને ભાગી જતો. - ચોરેલી વસ્તુઓ દિલ્હીના ગ્રે-માર્કેટમાં એજન્ટો મારફતે વેચી નાખતો. - તેની પાસેથી ₹15.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં સામેલ છે: - 3 લેપટોપ - 2 મોબાઇલ ફોન - 1 ડ્રોન સિસ્ટમ - 17 હેડફોન અને સાઉન્ડ સિસ્ટમ (વિવિધ કંપનીના) - આ ધરપકડથી ગુજરાતભરમાં કુલ 6 ગુના (છેતરપિંડી, વિશ્વાસઘાત અને ચોરીના) ઉકેલાયા છે. - આરોપી વિરુદ્ધ અગાઉ પણ કેટલાક કેસ નોંધાયેલા છે (જેમ કે 2020માં દહેગામ અને 2024માં નસવાડી પોલીસ સ્ટેશનમાં). વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #OLX #scammer
13 Jan 2026
ReelsDon’t compromise your study abroad future due to global uncertainty. Planning to study abroad in 2026 but confused about country, course, budget, or visa chances❓ Get all your answers at one place. Meet direct university representatives from Australia, UK, USA, Canada, Germany, Europe, Dubai, New Zealand, Ireland, Malaysia & more at the Global Education Fair by PFEC Global – Ahmedabad. ✔ No agents ✔ No confusion ✔ Clear guidance for students & parents 📍 PFEC Global, Ahmedabad 🗓 7 February 2026 | ⏰ 11:00 AM – 4:00 PM 🔔 Registration is compulsory – apply now. "Link in Bio". [Study abroad 2026, Global Education Fair Ahmedabad, study abroad Ahmedabad, overseas education, student visa guidance, scholarships abroad, PFEC Global] #IELTSCashback #PTECashback #StudyAbroadReality #PFECGlobal #StudentVisa2026
13 Jan 2026
Postsશહેરમાં ઉત્તરાયણના પર્વમાં દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે અનેક જીવદયા સંસ્થાઓ દ્વારા કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા, રાજ્ય સરકાર દ્વારા માહિતી માટે 1926 અને 1962 નંબર જાહેર કરવામાં આવ્યો, આ સિવાય અન્ય જીવદયા પ્રેમી સંસ્થાઓ પણ કાર્યરત રહેશે. • જો કોઈ દોરીથી ઘાયલ પક્ષી જોવા મળે તો તુરંત આ સંસ્થાઓને જાણ કરો • "સૃષ્ટિ પરના દરેક જીવ છે અમૂલ્ય", વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #uttarayan #karuna #bird #helpline
13 Jan 2026
Postsગઇકાલ રાત્રીના અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મુઠિયા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મેળવી કે પ્રોહિબિશન (દારૂબંધી)ના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાલી બળદેવભાઈ સોલંકી ત્યાં હાજર છે. • પોલીસે તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે કાફલો લઈને અનિલને પકડવા મુઠીયા ગામ પહોંચી હતી જ્યાં તે ભાગવાની ફિરાકમાં હતો, જો કે પોલીસે તેને પકડવા જાય તે પહેલ તેના બન્ને ભાઈઓ આવીને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. • ઘટનાનો ક્રમ - પોલીસ ટીમ પંચો સાથે મુઠીયા ગામ પહોંચી. - આરોપી અનિલ (કાલી) તેની ગાડીમાંથી ભાગવા લાગ્યો અને પછી ગલીઓમાં છૂપાઈ ગયો. - તેના બે ભાઈઓ જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદિપ ઉર્ફે પદીયો (બંને બળદેવભાઈ સોલંકીના પુત્રો) ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. - આ પથ્થરમારાથી સ્થાનિક રહેવાસીઓની પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન થયું. - ઝપાઝપી બાદ પોલીસે જીગ્નેશ અને પ્રદિપને ધરપકડ કરી. - પકડાયેલા આરોપીઓએ પોલીસને ધમકી આપી કે તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે, તેમને પોલીસનો કોઈ ડર નથી, અને તેમની ઉપર સુધી સાંઠગાંઠ છે. - પોલીસે સ્થળ પરથી આરોપીઓની ગાડી અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા. - મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી અને તેના સાથેનો એક અજાણ્યો વ્યક્તિ ભાગી ગયા. - નરોડા પોલીસે હાલ બન્ને વ્યક્તિઓને ઝડપી પાડી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital Global study partner: @pfec_ahmedabad ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #naroda #muthiya #police #stone #pelting
13 Jan 2026
ReelsAhmedabadis don’t just go out to eat — we go out to feel. ✨ From open, calming spaces to multiple dining vibes under one roof, The Primo on Rajpath–Ambli Road is where moments are made. Asian–Peruvian at Sora, North African & Levantine flavours at Sahtain, a modern take on Indian cuisine at Vyanj, and celebrations at M&S Banquet — all in one destination. Tag your group, share this reel, and plan your next visit. 📍 The Primo by Mann & Salwa Ambli Rd, behind Dev Petrol Pump, near Kali Bari Temple, Rajpat, Ambli, Ahmedabad #ThePrimo #AhmedabadFoodies #RajpathAmbliRoad #MannandSalwa #Sora Vyanj Sahtain
10 Jan 2026
Postsવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (10 જાન્યુઆરી) ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. તેમના આ પ્રવાસમાં સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમો સામેલ છે. અમદાવાદ અને ગાંધીનગર માટેનો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ • 11 જાન્યુઆરી, (રવિવાર) - રવિવારે સાંજે વડાપ્રધાન રાજકોટથી અમદાવાદ પહોંચશે: - સાંજે 5 કલાકે: મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના બાકી રહેલા રૂટ (સેક્ટર-10A થી મહાત્મા મંદિર સુધી) નું ઉદ્ઘાટન કરશે. • 12 જાન્યુઆરી, (સોમવાર) - સોમવારે વડાપ્રધાનની સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ જોડાશે - સવારે 9:30 કલાકે: વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. - સવારે 10:00 કલાકે: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 નો પ્રારંભ કરાવશે અને ત્યાં ઉપસ્થિત રહેશે. - સવારે 11:15 કલાકે: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થશે. ત્યારબાદ સાંજે PM મોદી દિલ્હી માટે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #PM #modi #germen #kite #festival metro Gandhinagar
10 Jan 2026
Postsપાલડી ચાર રસ્તા પાસે આજે બપોરે 2 વાગ્યા આસપાસ ગાડી હંકારવાની બાબતમાં એક ટેક્સીચાલક અને ટુ વ્હીલર ચાલક વચ્ચે રકઝક થઈ હતી, આ રકઝકમાં કાર ચાલકે ટુ વ્હીલર ચાલક પર છરી ઉગામી હતી. • જો કે જાહેર રસ્તા પર અને ગાડીમાં છરી લઈને ઘૂમતા કારચાલકે ટુ વ્હીલર ચાલકને "લાલ દરવાજા આવી જા, મર્ડર કરી નાખીશ" તેવી ધાકધમકીઓ પણ આપી હતી. • આ અંગે ટુ વ્હીલર ચાલકે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #elisbridge #paldi #police
10 Jan 2026
Postsઅમદાવાદના જાણીતા એક બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવીને 10 કરોડ રૂપિયાની માંગણી કરનાર ગુજરાત NCP ઉપપ્રમુખ/કથિત પત્રકાર અશ્વિન ચૌહાણની ધરપકડ. • ઘટનાની મુખ્ય વિગતો - મુખ્ય આરોપીઓ: અશ્વિન ચૌહાણ (કથિત પત્રકાર) અને સુનિતા રાજપૂત. - ભોગ બનનાર: અમદાવાદના એક પ્રતિષ્ઠિત બિલ્ડર. - ખંડણીની રકમ: શરૂઆતમાં 10 કરોડ માંગણી કરવામાં આવી હતી, જે બાદમાં 7 કરોડ પર અટકી હતી. • કેવી રીતે રચાયું ષડયંત્ર? - સંપર્કની શરૂઆત: માહિતી મુજબ, સુનિતા રાજપૂત નામની મહિલાએ બિલ્ડરનો સંપર્ક કર્યો હતો. ધીરે ધીરે પરિચય વધારીને બિલ્ડરને પોતાની જાળમાં ફસાવ્યા હતા, જે બાદ તેમની એક સહેલીને સંપર્ક કરાવ્યો હતો. - સંપર્ક કરાવેલી સહેલી અને બિલ્ડર વચ્ચે શારીરિક સંબંધો બંધાવા લાગ્યા, ત્યારે એક વખત સુનીતાએ પોતાની નક્કી કરેલી જગ્યા પર હિડન કેમેરા લગાવી સેટઅપ કરીને આયોજનબદ્ધ રીતે બિલ્ડરના અંગત પળોના વાંધાજનક વીડિયો ઉતારી લીધા હતા - બ્લેકમેલિંગ અને પત્રકારની ભૂમિકા: વીડિયો ઉતાર્યા બાદ 'પત્રકાર' તરીકે ઓળખ આપતા અશ્વિન ચૌહાણની એન્ટ્રી થઈ હતી. તેણે બિલ્ડરને ડરાવ્યા હતા કે જો તેઓ માંગેલી રકમ નહીં આપે, તો આ વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ કરી દેવામાં આવશે. • ધમકીઓ આપવામાં આવી: બિલ્ડરની સામાજિક પ્રતિષ્ઠા દાવ પર હોવાથી, આરોપીઓએ લાખો-કરોડો રૂપિયા પડાવવા માટે દબાણ કર્યું હતું. જ્યારે ખંડણીની રકમ અસહ્ય બની ગઈ અને ધમકીઓ વધી, ત્યારે બિલ્ડરે હિંમત બતાવીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. • કેવી રીતે ટોળકીને પકડી પાડવામાં આવી પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું, જ્યારે આ ટોળકી નાણાં સ્વીકારવા અથવા સોદો નક્કી કરવા આવી ત્યારે પોલીસે અશ્વિન ચૌહાણ અને સુનિતા રાજપૂતની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ટોળકી આ રીતે અગાઉ પણ અન્ય લોકોને ટાર્ગેટ કરી ચૂકી હોવાની શક્યતા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #honeytrap #builder
Postsઅમદાવાદના વિવિધ વિસ્તારોમાં જ્વેલર્સની દુકાનોમાંથી સોનાની વીંટીઓની ચોરી કરનાર મહિલાની ધરપકડ • આરોપીની ઓળખ ધરપકડ કરવામાં આવેલી મહિલાનું નામ પ્રવિણાબેન ઉર્ફે ટીની મહેન્દ્રભાઈ સેનવા (ઉંમર 45 વર્ષ) છે. તે મૂળ ખેડાની વતની છે અને હાલ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં મકાનમાં રહે છે. • ચોરી કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) આ મહિલા જ્વેલર્સની દુકાનમાં જઈ સોનાની જેન્ટ્સ વીંટીઓ જોવાનું કહી સેલ્સમેન પાસે અલગ-અલગ વીંટીઓ કઢાવતી હતી. જ્યારે સેલ્સમેનની નજર ચૂકવી દેતી ત્યારે પોતાની પાસે રહેલી નકલી (બગસરાની) વીંટી અસલી વીંટી સાથે બદલી નાખીને ચોરી કરતી હતી. • પકડાયેલા ગુના અને રિકવર કરેલો મુદ્દામાલ પોલીસે આ મહિલા પાસેથી કુલ ₹2.90 લાખની કિંમતની ચાર સોનાની વીંટીઓ કબજે કરી છે: • નરોડા પોલીસે બાતમીના આધારે નરોડા સ્મશાન પાસેથી મહિલાની ધરપકડ કરી હતી આ મહિલાની ધરપકડથી અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના 2 ગુના, ઓઢવનો 1 ગુનો અને સાબરમતી પોલીસ સ્ટેશનનો 1 ગુનો એમ કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. • ગુનાહિત ઇતિહાસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ મહિલા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે: - વડોદરાના લક્ષ્મીપુરા, ગોત્રી અને વાડી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયેલા છે. - ખેડા જિલ્લાના કઠલાલ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ચોરીના કેસ નોંધાયેલા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #naroda #thief #police #jwellery
10 Jan 2026
Posts@edugetglobalindia ની ઓફિસ પર Uniget Global 2026 ચાલુ થઇ ગયું છે. ફ્રી એન્ટ્રી છે, પહોંચી જજો જો તમારે UK માં ભણવા જવું હોય તો ૨૦+ UK યુનિવર્સિટી રાહ જોવે છે તમારી જે તમને મદદ કરશે સરળ એડમિશન માં અને સ્કોલરશીપ માં એડયુકેશન લોન માં પણ સહાય મળશે બેંક થી અને એકોમોડેશન માટે પણ સહાય મળશે ઘણા ફાયદા તમારી રાહ જોવે છે હવે પહોંચી જાઓ Date: 10th January 2026 Time: 11:00 AM to 4:00 PM Venue: 111, Shivalik Shilp, Iscon Cross Road, Ahmedabad.
10 Jan 2026
Postsઅમદાવાદમાં બહારથી આવતા વિધાર્થીઓ કે ધંધાર્થીઓ માટે રહેવા માટે સૌથી સરળ PG હાલ અમદાવાદમાં ઠેર ઠેર ચાલી રહ્યા છે, જો કે આ PG ચલાવવા માટે પોલીસ વેરિફિકેશન, સોસાયટી કે ફ્લેટની NOC તેમજ ફાયર NOC લેવી ફરજીયાત હોય છે. • જોકે અમુક પીજી સંચાલકો દ્વારા આ એનઓસી મેળવવામાં આવી નહોતી જેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં મેમનગર સ્થિત ત્રણ પીજીને સીલ મારવામાં આવી જોકે આ પહેલા પણ તેમને બે નોટિસ મોકલીને આ એનઓસી મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. • હાલ શહેરમાં અનેક પીજી તેમજ હોસ્ટેલો ધમધમી રહી છે ત્યારે તેઓએ NOC મેળવેલી નહિ હોય તો તેમની સામે એસ્ટર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. • અમુક સોસાયટીમાં રહીશો દ્વારા આ બીજી સંચાલકોનો વિરોધ કરવામાં આવે છે જેના લીધે ભૂતકાળમાં અનેક કિસ્સાઓ થઈ ચૂક્યા છે જેમાં પીજીમાં રહેતા છોકરા છોકરીઓ સામે સોસાયટીના લોકો વચ્ચે બોલાચાલી સર્જાઈ હોય. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #NOC #pg #hostel #fire #estate
10 Jan 2026
Postsઅમદાવાદમાં ભાડજ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાના પ્રયાસની ઘટના - એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ભાડજ ચાર રસ્તા બ્રિજ નીચે વાહન ચેકિંગ કરતી હતી. - સાંજના આસપાસ સાયન્સ સિટી રોડ તરફથી નંબર પ્લેટ વગરની સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવી. - પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહએ કાર રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ડ્રાઇવરે કાર ધીમી કરીને આગળ વધારી. - કારમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓએ ડ્રાઇવરને ભગાડવાનો ઇશારો કર્યો, જેથી ડ્રાઇવરે પૂરપાટ ઝડપે કાર હંકારી અને કોન્સ્ટેબલ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો. - કોન્સ્ટેબલ બોનેટ પર પડી ગયા, અને ડ્રાઇવરે કાર રોક્યા વગર SP રિંગ રોડ તરફ શિલજની દિશામાં 1 થી 1.5 કિમી સુધી કાર ચલાવી. - હેબતપુર બ્રિજ પહેલાં ટ્રાફિક જામને કારણે કાર ધીમી પડતાં કોન્સ્ટેબલ નીચે પટકાયા. - સદનસીબે કોન્સ્ટેબલને ગંભીર ઇજા નહીં થઈ. - પોલીસ કાર્યવાહી: - સોલા પોલીસ સ્ટેશને હત્યાના પ્રયાસ (IPC 307)નો ગુનો નોંધ્યો. - ત્રણ આરોપીઓ સામે કેસ દાખલ: - મુખ્ય ડ્રાઇવર: ઇન્દ્રેશખાન પઠાણ (પાટણના હારીજનો રહેવાસી, કાર સીઝિંગનું કામ કરે છે, ભૂતકાળમાં બે ગુના નોંધાયેલા). - ઝડપાયેલ આરોપી: પ્રભુજી ઠાકોર ઉર્ફે ભોલો (મૂળ બનાસકાંઠાના થરા વતની, દારૂનો એક કેસ નોંધાયેલ). - ત્રીજો આરોપી ફરાર - કાર કબજે કરવામાં આવી, વધુ તપાસ ચાલુ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #bhadaj #shilaj #police
9 Jan 2026
Postsઅમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના જવાનો ખરેખર 'સાયલન્ટ હીરોઝ' છે! વર્ષ 2024-25માં 678 લોકોના જીવ બચાવવા, 6441 ઈમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી અને તેમાંથી 2835 આગની ઘટનાઓ તથા 3606 બચાવ કાર્યવાહીઓ કરી છે. • જો કે હાલ શહેરની વસ્તી મુજબ ફાયર સ્ટેશન અને ફાયર વિભાગના જવાનોની સંખ્યા ઘણી ઓછી છે જેની આપૂર્તિ કરવા માટે ભવિષ્યમાં કોર્પોરેશન દ્વારા નવા ફાયર સ્ટેશન તેમજ નવા ફાયર જવાનોની ભરતી કરવામાં આવશે - શહેરમાં દર 10 કિલોમીટરના ત્રિજ્યામાં એક ફાયર સ્ટેશન સ્થાપવાનો લક્ષ્યાંક. - સરદારનગર, હાથીજણ અને રાણીપમાં ત્રણ નવા ફાયર સ્ટેશનનું નિર્માણ પૂર્ણ થયું છે, જેનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થશે. - લગભગ 200 નવા કર્મચારીઓ (ફાયર ઓફિસરથી લઈને ફાયરમેન સુધી)ની ભરતીને મંજૂરી. - આ સિવાય આગામી 5 વર્ષમાં નવા 15 વાયરસ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #fire #fighter #corporation
9 Jan 2026
Postsનર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધરમેશ્વર મહાદેવ મંદિરમાંથી વાઘના ચામડા અને નખ મળી આવવાની ઘટના 8 જાન્યુઆરી, 2026ના રોજ બની છે, જે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી વન્યજીવ અપરાધની ઘટના માનવામાં આવે છે. આ ઘટનામાં અંદાજે 40 વાઘના ચામડા (37 આખા અને 3-4 ટુકડા) તથા 133 નખ જપ્ત કરવામાં આવ્યા છે. ઘટના રાજપીપળા શહેર નજીક આવેલા ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાં બની છે. મંદિરના મહારાજ (પુરોહિત)ના રૂમમાંથી, જેમાં એક જર્જરિત લોખંડની પેટી હતી, આ વસ્તુઓ મળી આવી. મહારાજનું નિધન થયા પછી મંદિરના રિનોવેશન અને સાફસફાઈ દરમિયાન દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમે તપાસ કરી અને પંચનામું કરીને આ વસ્તુઓ જપ્ત કરી. • જપ્ત વસ્તુઓની વિગતો - ચામડા: અંદાજે 37 આખા વાઘના ચામડા અને 4 ટુકડા, કુલ 40 જેટલા. - નખ: 133 જેટલા વાઘના નખ - ચામડા 1992-93ના અખબારોમાં વીંટળાયેલા હતા, જેથી તેમની ઉંમર 33-35 વર્ષ જૂની હોવાનું અનુમાન છે. • મહારાજ માધવાનંદની નિધન સમયે ઉમર આશરે 90 વર્ષથી વધુ હતી જેઓ મધ્યપ્રદેશના વતની. તેઓ મૌની હતા, અમેરિકા ગયા હતા અને પાસપોર્ટ ધરાવતા હતા. તેમના રૂમમાં કોઈને પ્રવેશ આપતા નહોતા, અને તેમના અનુયાયીઓની તપાસ ચાલુ છે. • વસ્તુઓ વાઘની છે કે નહીં તેની પુષ્ટિ માટે FSLમાં મોકલાઈ છે. કેટલાક અહેવાલોમાં તેમને નકલી જણાયા છે, અને વધુ તપાસ માટે હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીમાં મોકલાયા છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તપાસમાં મહારાજના સંપર્કો અને વન્યજીવ તસ્કરીના નેટવર્કની શોધ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #wild #tiger #skin #Narmada
ReelsStop right there… don’t scroll! 🚫 You might miss the most pocket-friendly fashion deals in Ahmedabad! 👔✨ L & J Denim House is here with a trendy and royal collection for every occasion. From stylish blazers starting at just ₹890, to royal Jodhpuri sets from ₹1,399 and formal suits starting at only ₹1,499 — they’ve got it all! Looking for complete ethnic or formal wear? You’ll also find 4-piece suits, kurta sets, koti kurtas, Indo-western styles, designer shirts, formal shirts, pants, and a full range of jeans — all under one roof. Upgrade your style today without waiting! 📍 L & J Denim House, Gomtipur, Ahmedabad #ahmedabadfashion #menswear #budgetfashion #weddingwears #shoplocalahmedabad
9 Jan 2026
Postsસાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી હાઈ સિક્યુરિટી ઝોનની ખોલીમાંથી એક આઈફોન, એક કીપેડ ફોન, સિમકાર્ડ, અન્ય એક તૂટેલું સિમકાર્ડ, ચાર્જર અને મેમરી કાર્ડ મળી આવ્યા છે. ઘટનાની વિગતો: - જેલના ઇન્ચાર્જ જેલર અને તપાસ ટીમે હાઈ સિક્યુરિટી વિભાગમાં તપાસ કરતી વખતે ખોલી નંબર 1માં વિશાલની ખોલીની છતમાં તૂટેલો ભાગ જોવા મળ્યો. - શંકા થતાં ખોલી સીલ કરીને વિશાલને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો. - ઝડતી સ્ક્વોડે તપાસ કરતાં છતના તૂટેલા ભાગમાંથી બાખું (છિદ્ર) પડેલું મળ્યું અને ત્યાંથી મોબાઈલ તથા અન્ય વસ્તુઓ ઝડપાઈ. - આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ છે. - જેલ પ્રશાસને આંતરિક તપાસ શરૂ કરી છે કે મોબાઈલ કેવી રીતે અંદર પહોંચ્યા અને કોઈ જેલ કર્મચારીઓ સંડોવાયેલા છે કે નહીં. • વિશાલ ગોસ્વામીનો ગુનાહિત ઈતિહાસ: વિશાલ ગોસ્વામી ગુજરાતમાં ગુજસીટોક (GujCTOC) કાયદા હેઠળ પ્રથમ કેસમાં આરોપી છે (2020માં). તેના ગુનાઓમાં બેંક લૂંટ, જ્વેલર્સ પર ફાયરિંગ, ખંડણી અને અન્ય ગંભીર અપરાધોનો સમાવેશ થાય છે. • મુખ્ય ઘટનાઓ: - 2011માં ભુજમાં બેંક ઓફ ઈન્ડિયા પર લૂંટ (12 લાખ રૂપિયા). - વટવામાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી 5.50 લાખ લૂંટ. - બાલકૃષ્ણ જ્વેલર્સના માલિક પંકજ સોની પર ગોળીબાર કરી 2.50 લાખ લૂંટ. - ગોલ્ડ પેલેસ જ્વેલર્સના માલિક પ્રકાશ પટેલ પર હુમલો - વસ્ત્રાપુરમાં પ્રકાશ સોની પાસેથી 2 લાખ લૂંટ. - ઘાટલોડિયામાં નંદ જ્વેલર્સ પર નિષ્ફળ હુમલો (સાથી પકડાયો). - સોલામાં હોલમાર્ક જ્વેલર્સ પાસેથી 10 લાખની ખંડણી માંગ. - 2023માં એક કેસમાં 21 વર્ષની સજા થઈ (ખંડણી અને હત્યાના પ્રયાસ સહિત). વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #vishal #gauswami #sabarmati #Central #jail mobile phone ]
Postsવર્ષ 2003માં દેશનો સૌથી પહેલો ખુલ્લો મુકવામાં આવેલ એક્સપ્રેસવે અમદાવાદ વડોદરા વચ્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, આ એક્સપ્રેસ વે હાલ ચાર માર્ગીય છે અને રોજના હજારો વાહનો તેમાંથી પસાર થઈ રહ્યા છે. • આ એક્સપ્રેસ વે પર રોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં આ ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે આ ચાર માર્ગી એક્સપ્રેસવે અને છ માર્ગ કે આઠ માર્ગ બનાવવા માટે કેન્દ્ર સમક્ષ માંગણી કરવામાં આવશે. • આજથી શરૂ થતી દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલિંગની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, હાલના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી નીતિન ગડકરી સાથે બેઠક યોજશે, જેમાં ગુજરાતના મંત્રીઓ બેઠક યોજશે. • અમદાવાદથી મુંબઈ વચ્ચે આ પહેલો નેશનલ એક્સપ્રેસવે 93 કિલોમીટર લાંબો છે જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે રોડની બંને બાજુ 50 50 મીટરની જમીન પણ સંપાદન કરવામાં આવી હતી જેના પગલે આગામી સમયમાં જો આ 6/8 માર્ગીય રોડ માટેનો પ્રસ્તાવ મંજૂર થાય તો જમીન સંપાદન કરવાની કાર્યવાહીની જરૂર નહીં પડે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #NHAI #expressway #highway #vadodara
7 Jan 2026
Posts@edugetglobalindia ના bio માં આપેલી લિંક પર થી તમારી ફ્રી ટિકિટ હાલ જ બુક કરો ભવ્ય "Uniget Global 2026" - Ahmedabad નું સૌથી મોટું UK Education Fair આવી રહ્યું છે! અહીં હાજર રહેશે UK ની ૨૦ થી વધુ ટોપ યુનિવર્સિટીઓ, જે આપશે તમને: ✅ Scholarship Opportunities ✅ IELTS / PTE Coaching પર Special Discount ✅ Admission Guidance & Direct Counseling જો તમે ૨૦૨૬માં UK માં ભણવા જવાનું સપનું જુઓ છો, તો આ ઈવેન્ટ તમારા માટે છે! હાલ જ તમારી Free Ticket બુક કરો! Date: 10th January 2026 Time: 11: 00 AM to 4:00 PM Venue: 111, Shivalik Shilp, Iscon cross road, Ahmedabad - 015
7 Jan 2026
Postsએસઓજી (Special Operations Group)ની ટીમે ચરસના હેરાફેરીના કેસમાં બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં એક પોલીસ કર્મચારીની સંડોવણી પણ સામે આવી છે. • સ્થળ અને ઘટના: નરોડા રોડ, મૂઠિયા ગામ, શંખેશ્વર ટાઉનશિપ નજીક એક યુવક ચરસનો જથ્થો લઈને ઊભો હોવાની બાતમી મળી. એસઓજીની ટીમ (રાહુલ ત્રિપાઠી અને બી.સી. સોલંકીની ટીમ) પેટ્રોલિંગ દરમિયાન હતી, જ્યારે ઇન્સ્પેક્ટર દેસાઈ અને જોશીને આ માહિતી મળી. - ધરપકડ: અજય ઉર્ફે બાદશાહ મહેશભાઈ બગેલ નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો. તેની પાસેથી 1.872 કિલોગ્રામ ચરસ મળી, જેની અંદાજિત કિંમત ₹4.72 લાખ છે, આ યુવક દિવ્યાંગ કેબિન ધારક છે અને ₹25,000ના કમિશનમાં આ ધંધો કરતો હોવાનું સામે આવ્યું હતું - પોલીસ કર્મચારીની સંડોવણી: પ્રાથમિક પૂછપરછમાં અજય બગેલે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ ચૌહાણની સંડોવણી હોવાનું જણાવ્યું. આ પછી એસઓજી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી. - આરોપીઓનો ઇરાદો: સૂત્રો અનુસાર, આરોપીઓ મોટા પ્રમાણમાં ચરસનો સ્ટોક કરીને અમદાવાદ શહેરમાં સપ્લાય કરવાની યોજના ધરાવતા હતા, જો કે આ સ્ટોક ક્યાંથી આવ્યો ને કોની પાસેથી મંગાવ્યો તે અંગેની હાલ કોઈ જાણકારી સામે આવી નહોતી, SOG દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #SOG #charas #drugs #police
7 Jan 2026
Postsઆજે સવારથી સરકારી ઓફિસો બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા સરકારી કર્મચારીઓ સામે કડક પગલા લેવામાં આવશે. • સરકારી ઓફિસો બહાર સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાવ્યા સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ યોજાશે જેમાં, હેલ્મેટ ન પહેરનાર, ગાડીમાં કાળા કાચ લગાવનાર, નંબર પ્લેટ વગરના કે તેની સાથે ચેડા કરનાર સામે કડક પગલા લેવા પોલીસ કમિશનરનો આદેશ. • આ પહેલા પણ 2 જાન્યુઆરીના રોજ આ પ્રકારની ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં 1330 કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #traffic #goverment #helmet #violance
7 Jan 2026
Postsઅમદાવાદ પોલીસના ઝોન 5 દ્વારા શરૂ કરવામાં આવેલ "દાનપુણ્ય કેન્દ્ર" એ પોલીસના માનવીય અભિગમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પહેલ મુખ્યત્વે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. આ કેન્દ્ર વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે: ૧. ઉદ્દેશ્ય અને પ્રેરણા આ કેન્દ્રની શરૂઆત ઝોન 5 ના DCP જીતેન્દ્ર અગ્રવાલની પ્રેરણાથી કરવામાં આવી છે. સામાન્ય રીતે પોલીસની છબી કડક શિસ્ત વાળી હોય છે, પરંતુ આ પહેલ પાછળનો મુખ્ય હેતુ સમાજના સદ્ધર લોકો પાસે રહેલી વધારાની વસ્તુઓને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો છે. ૨. મુખ્ય સ્થળ આ દાનપુણ્ય કેન્દ્ર અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્થિત 'I' ડિવિઝન ACP ઓફિસ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. ૩. શું દાન કરી શકાય? નાગરિકો પોતાના ઘરમાં પડી રહેલી અને ઉપયોગમાં ન આવતી હોય તેવી નીચે મુજબની વસ્તુઓ અહીં આપી શકે છે: - કપડાં: નવા અથવા જૂના (પરંતુ પહેરી શકાય તેવી સ્થિતિમાં હોય તેવા). - પગરખાં: ચંપલ કે બૂટ. - જીવનજરૂરી ચીજવસ્તુઓ: રમકડાં, વાસણો અથવા અન્ય ઘરગથ્થુ વસ્તુઓ જે કોઈના કામમાં આવી શકે. ૪. કેવી રીતે કાર્ય કરે છે? - દાતાઓ માટે: કોઈપણ નાગરિક ગમે ત્યારે આ કેન્દ્ર પર જઈને પોતાની વસ્તુઓ જમા કરાવી શકે છે. - જરૂરિયાતમંદો માટે: જે લોકોને આ વસ્તુઓની જરૂર હોય, તેઓ કોઈપણ ખચકાટ વગર અહીં આવીને પોતાની પસંદગીની વસ્તુઓ મફતમાં મેળવી શકે છે. - પોલીસ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવી રહી છે, આ અભિગમ સાથે કામગીરી કરવામાં આવી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #danpuny #police #khokhra #humanity
Reelsરેવડી બજાર પાસે ગેરકાયદે બાંધકામોનો ખડકલો દૂર કરવામાં આવ્યો. • પાંચકુવા દરવાજા પાસે આવેલા રેવડી બજારમાં સરકારી જમીન પર ૩ જેટલી દુકાનો તાણી બાંધવામાં આવી હતી જેને આજે સવારે 11 વાગ્યાથી કોર્પોરેશનની મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી હતી. • આ ત્રણ પાકી દુકાનો સિવાય અન્ય ચારથી પાંચ જેટલી કાચી દુકાનો પણ રસ્તાને અડચણ રૂપ બાંધવામાં આવી હતી જે તમામ દુકાનો અને અન્ય દુકાનોએ કરેલ ફૂટપાથના નડતરરૂપ બાંધકામને દૂર કરવામાં આવ્યાં • આ સાથે જ સમગ્ર અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાંથી દબાણ કરીને ઊભા રહેતા લારી ગલ્લા વાળાઓને પણ હટાવવામાં આવ્યા હતાં. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #demolition #AMC #corporation #kalupur #revdibajar [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india ]
6 Jan 2026
Postsઅમદાવાદના રાણીપ વિસ્તારમાં નારાયણ રેસીડેન્સી (સુંદરવન ફ્લેટ્સ) ખાતે એક કારચાલકે એક ગુડિયાને કચડી નાખ્યું. • ત્યાં રહેતા 58 વર્ષીય જયપ્રકાશ નામના વ્યક્તિએ પોતાની મારુતિ ઓમ્ની કાર પાર્કિંગમાંથી બહાર કાઢતી વખતે આજુબાજુ ન જોઈને બેદરકારી દાખવી હતી. પાર્કિંગમાં સૂતેલા ગલુડિયા (પપી/સ્ટ્રે ડોગ) પર કાર ચઢાવી દીધી, જેના કારણે ગંભીર ઈજાઓથી તેનું કરુણ મોત થયું. • આ ઘટનાની જાણ થતા જ સોસાયટીના જાગૃત નાગરિકે રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે અબોલ પશુઓ સાથે આવી ક્રૂરતા કરવાનો કોઈને અધિકાર નથી અને આરોપીને કડક સજા થવી જોઈએ. • પોલીસે CCTV ફૂટેજ તપાસીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: - ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 (reckless/negligent act endangering life/safety) અને 325 (mischief by killing or maiming animal). - પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960ની કલમ 11(1)(a) અને 11(1)(i) (causing unnecessary pain/suffering to animal, including beating, kicking, over-riding, over-driving, or causing death by negligence). વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #animal #ranip #dog #accident
6 Jan 2026
Postsગુજરાત પોલીસ દ્વારા 1 માર્ચ, 2025ના રોજ શરૂ કરાયેલ GP-SMASH (Gujarat Police - Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા 10 મહિનામાં ખરેખર નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા (ખાસ કરીને X પ્લેટફોર્મ) દ્વારા નાગરિકોની ફરિયાદો, રજૂઆતો અને સમસ્યાઓને તાત્કાલિક અને વ્યવસ્થિત રીતે નિરાકરણ કરવાનો છે, જેથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત અને પારદર્શક બને. • મુખ્ય આંકડા અને સફળતા - શરૂઆતથી મળેલી ફરિયાદોની કેટેગરી: - કાયદો અને વ્યવસ્થા સંબંધિત: 71 - સાયબર ક્રાઇમ: 233 - શારીરિક ગુના: 71 - પોલીસ ગેરવર્તણૂક: 30 - પ્રતિબંધ સંબંધિત: 83 - ટ્રાફિક સમસ્યાઓ: 377 - ચોરી, લૂંટ અથવા ગુમ થયેલા વ્યક્તિઓ: 109 - રેલ્વે સંબંધિત: 2 - અન્ય વિવિધ ફરિયાદો - નિરાકરણ: 1,150થી વધુ ફરિયાદોનું નિરાકરણ નિયત સમયમર્યાદામાં શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. આ પહેલના પરિણામે નાગરિકોને પોલીસ સિંગલ ક્લિક દૂર લાગે છે. પ્રોજેક્ટનું માળખું - રાજ્ય સ્તરીય ડેડિકેટેડ ટીમ: 24x7 સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરે છે અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ફરિયાદોને ટ્રેસ કરે છે. - સ્થાનિક સ્તર: તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં અલગ ટીમો કાર્યરત છે, જેથી તાત્કાલિક કાર્યવાહી થઈ શકે. - ઉપયોગ: નાગરિકો ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ને ટેગ કરીને ફરિયાદ કરી શકે છે, અને ટીમ મિનિટોમાં પ્રતિસાદ આપે છે. આ પહેલ ગુજરાત પોલીસને વધુ પારદર્શક, જવાબદાર અને ટેક્નોલોજી-આધારિત બનાવી છે, જેણે નાગરિકોમાં વિશ્વાસ વધાર્યો છે અને સુરક્ષાની ભાવના મજબૂત કરી છે. આવી ડિજિટલ પહેલો અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #smash #police #complain #social #media
Postsઆજે પીરાણા ડમ્પિંગ સાઇટ પર મોટી દુર્ઘટના થતા ટળી, એક ડમ્પર બેકાબૂ બનીને બાજુમાં દુકાનમાં ઘૂસી ગયું. • કચરાના ઢગલા પર ન્યુટ્રલમાં મૂકેલું ડમ્પર અચાનકથી ગબડીને નીચે આવી ગયું હતું જે બાદ ત્યાં દુકાન સાથે અથડાયું, • સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #pirana #dumping #site #dumper #accident
6 Jan 2026
Reels@edugetglobalindia ના bio માં આપેલી લિંક પર થી તમારી ફ્રી ટિકિટ હાલ જ બુક કરો ભવ્ય "Uniget Global 2026" - Ahmedabad નું સૌથી મોટું UK Education Fair આવી રહ્યું છે! અહીં હાજર રહેશે UK ની ૨૦ થી વધુ ટોપ યુનિવર્સિટીઓ, જે આપશે તમને: ✅ Scholarship Opportunities ✅ IELTS / PTE Coaching પર Special Discount ✅ Admission Guidance & Direct Counseling જો તમે ૨૦૨૬માં UK માં ભણવા જવાનું સપનું જુઓ છો, તો આ ઈવેન્ટ તમારા માટે છે! હાલ જ તમારી Free Ticket બુક કરો! Date: 10th January 2026 Time: 11: 00 AM to 4:00 PM Venue: 111, Shivalik Shilp, Iscon cross road, Ahmedabad - 015
6 Jan 2026
Postsગાંધીનગર મેટ્રો ફેઝ-2 ની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે આગામી 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. • માહિતી મુજબ 12 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગર મેટ્રોનું અંતિમ ચરણ એટલે કે મહાત્મા મંદિર સુધીનો રૂટનું લોકાર્પણ કરવામાં આવશે, એટલે કે ગાંધીનગર સુધીની મેટ્રો લાઇન સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. • હાલ મેટ્રો મોટરથી સીધી સેક્ટર-1 અને સચિવાલય સુધી પહોંચી ગઈ છે, જે હવે મહાત્મા મંદિર સુધી દોડશે. ટૂંક સમયમાં શરૂ થનાર સ્ટેશનો 1. અક્ષરધામ 2. જૂના સચિવાલય 3. સેક્ટર-16 4. સેક્ટર-24 5. મહાત્મા મંદિર - આ લાઇનનું અંતિમ સ્ટેશન રહેશે. • આ તમામ સ્ટેશનો કાર્યરત થતા 20 જેટલા સેક્ટર અને આસપાસના 3 ગામના લોકોને સીધો ફાયદો થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #gandhinagar #metro #mahatma #mandir #transportation
6 Jan 2026
Postsઅમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર માર્ગો, ફૂટપાથ અને સંકુલોમાં કચરો નાખીને ગંદકી ફેલાવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કમિશનરના આદેશ બાદ ત્રણ ઝોનમાં કાર્યવાહીમાં કુલ ૧૨ કોમર્શિયલ એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં મોટેરા વિસ્તારની જાણીતી ફાસ્ટફૂડ ચેઇન્સ સહિત અન્ય વ્યવસાયિક એકમો સામેલ છે. સીલ કરાયેલા એકમોની વિગતવાર યાદી (ઝોનવાર): પશ્ચિમ ઝોન (મુખ્યત્વે સાબરમતી વોર્ડ, મોટેરા વિસ્તાર) આ ઝોનમાં ૬ એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ એકમો જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવવા બદલ સીલ થયા છે. - મેકડોનાલ્ડ - કેએફસી - ફેશન ફેક્ટરી - વેક ફિટ - બીબા ફેશન - એડ્રાઇન ટોની આ ઝોનમાં સોમવારે સઘન ચેકિંગ દરમિયાન ૨૩૪ એકમોની તપાસ કરવામાં આવી, જેમાંથી ૧૪૪ એકમોને ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ નોટિસ આપવામાં આવી. ₹૨.૭૫ લાખથી વધુનો દંડ વસૂલાયો, અને સીલ કરાયેલા ૬ એકમો પાસેથી ₹૨.૫૩ લાખથી વધુ વહીવટી ચાર્જ વસૂલ કરાયો. ઉત્તર-પશ્ચિમ ઝોન (થલતેજ અને બોડકદેવ વિસ્તાર) આ ઝોનમાં ૨ એકમોને સીલ કરવામાં આવ્યા છે. - ક્રિષ્ના પાન પાર્લર - પ્રકાશ પાન પાર્લર • આ ઝોનમાં ૧૨૦ એકમોની તપાસ કરવામાં આવી, ૧૦૬ એકમોને નોટિસ આપવામાં આવી અને ₹૫૧ હજારનો દંડ વસૂલાયો. ઉત્તર ઝોન આ ઝોનમાં ૪ એકમોને સીલ કરવામાં આવ્યા છે. ૨૬૫ એકમોને નોટિસ આપવામાં આવી અને રૂ. ૮૨ હજારનો દંડ વસૂલાયો. • સામાન્ય વેપારીઓ ઉપરાંત મોટી બ્રાન્ડ્સ અને કન્સ્ટ્રક્શન એજન્સીઓ (જેમ કે ગરીબ આવાસ યોજનાનું કામ કરતી એજન્સીને ₹૨ લાખનો દંડ) પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવી તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #SWM #MCD #KFC #seal #garbage
Postsગુજરાત સરકાર દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 (આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ) રાજ્યના વિવિધ શહેરોમાં ઉજવણી કરવામાં આવશે. • આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરી શકે છે, કારણ કે PM મોદી 11 અને 12 જાન્યુઆરીના ગુજરાતની મુલાકાતે છે. ક્યાં શહેરમાં ક્યારે ઉજવાશે પતંગ મહોત્સવ: - 10 જાન્યુઆરી 2026: રાજકોટ, સુરત અને ધોળાવીરા - 11 જાન્યુઆરી 2026: શિવરાજપુર બીચ, એકતા નગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) અને વડનગર - 12 થી 14 જાન્યુઆરી 2026: અમદાવાદ (મુખ્ય આયોજન - સાબરમતી રિવરફ્રન્ટ) - 13 જાન્યુઆરી 2026: વડોદરા - 14 જાન્યુઆરી 2026: હનોલ (પાલીતાણા) • આ વર્ષે 50થી વધુ દેશોના પતંગબાજો પોતાની અનોખી ડિઝાઇન અને વિશાળ કદના પતંગો સાથે ભાગ લેશે. જેમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, અમેરિકા, જાપાન અને ચીન જેવા દેશોના પતંગો મુખ્ય આકર્ષણ રહેશે. • થીમ પેવેલિયન: પતંગોના ઇતિહાસ અને ગુજરાતના પ્રવાસન ધામોને દર્શાવતું ખાસ પેવેલિયન બનાવવામાં આવશે. • હસ્તકલા અને ફૂડ સ્ટોલ: મુલાકાતીઓ માટે ગુજરાતી હસ્તકલાના બજાર અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ પણ હશે. • સાંસ્કૃતિક કાર્યક્રમો: સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું પણ આયોજન કરવામાં આવે છે. • સમય: સામાન્યતઃ તમામ સ્થળોએ સવારે 10:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીનો સમય રહેશે તેમજ મુલાકાતીઓ માટે ફ્રી એન્ટ્રી રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #kite #festival #uttarayan #rajkot #surat vadodara ]
5 Jan 2026
Postsઅમદાવાદ શહેરમાં નવા વર્ષની સાથે ગંભીર અકસ્માતનો વણઝાર! • નવા વર્ષના પ્રથમ 4 દિવસમાં 5 ગંભીર અકસ્માતોમાં 5 લોકોના મોત નીપજ્યા, ભૂયંગદેવ, ઓઢવ, આસ્ટોડિયા, સીજી રોડ અને ગુજરાત કોલેજ નજીકમાં સર્જાયેલા અકસ્માતોમાં 5 લોકોના મોત નીપજ્યા છે. • ઘટના 1: ભૂયંગદેવ - સોલા વિસ્તારમાં રહેતા નાગજીભાઈ(68) ટુ વ્હીલર પર ભૂયંગદેવથી પસાર થઈ રહ્યા હતા ત્યારે BRTS બસે ટક્કર મારતા તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી, સારવાર બાદ શનિવારે તેમનું મોત નીપજ્યું. • ઘટના 2: એલિસબ્રીજ, ગુજરાત કોલેજ - નવા વર્ષની સાંજે ગુજરાત કોલેજ નજીક પૂરઝડપે દોડતી એક અજાણી કારે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઈક ચાલક ચંદ્રકાંતભાઈ પંચાલને(45) ગંભીર ઇજા પહોંચી હતી, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું. • ઘટના 3: ઓઢવ - ઓઢવામાં રહેતા સાગર યાદવ(28) વેપારી મહામંડળ કટ પાસેથી ટુ વ્હીલર લઈને નીકળ્યા હતા ત્યારે એક ટ્રકે ટક્કર મારી કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. • ઘટના 4: આસ્ટોડિયા દરવાજા - શનિવાર રાત્રિના GSRTC બસે આસ્ટોડિયા દરવાજા પાસે એક યુવકને ટક્કર મારીને કચડી નાખતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, ડ્રાઈવર બસ મુકીને ફરાર થઈ જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી. • ઘટના 5: CG રોડ - 4 જાન્યુઆરી મોડી રાત્રિના એક સ્પોર્ટ બાઇક ચાલકે 2 રાહદારી યુવકોને ટક્કર મારતા એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, અન્ય એક સાથી યુવક અને બાઈકચાલક બન્નેને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #accident #Odhav #Astoria #bhuyangdev
Postsઆજે વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં સાઉથ બોપલ સ્થિત સોબો સેન્ટર નજીક પતરાના શેડમાં રહેલી ફટાકડા અને પતંગના સ્ટોલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. • આગની ઘટનામાં ત્યાં રહેલા એક ગેસ સિલિન્ડરમાં પણ આગ લાગી હતી જેના પરિણામે બ્લાસ્ટ થતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. • વહેલી સવારે બ્લાસ્ટના અવાજથી લોકો ગભરાયા હતા, જો કે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. • સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #sobo #south #Bopal #fire
5 Jan 2026
Posts@edugetglobalindia ના bio માં આપેલી લિંક પર થી તમારી ફ્રી ટિકિટ હાલ જ બુક કરો ભવ્ય "Uniget Global 2026" - Ahmedabad નું સૌથી મોટું UK Education Fair આવી રહ્યું છે! અહીં હાજર રહેશે UK ની ૨૦ થી વધુ ટોપ યુનિવર્સિટીઓ, જે આપશે તમને: ✅ Scholarship Opportunities ✅ IELTS / PTE Coaching પર Special Discount ✅ Admission Guidance & Direct Counseling જો તમે ૨૦૨૬માં UK માં ભણવા જવાનું સપનું જુઓ છો, તો આ ઈવેન્ટ તમારા માટે છે! હાલ જ તમારી Free Ticket બુક કરો! Date: 10th January 2026 Time: 11: 00 AM to 4:00 PM Venue: 111, Shivalik Shilp, Iscon cross road, Ahmedabad - 015
4 Jan 2026
Postsપાટનગરનું પાણી દૂષિત, ટાઈફોઈડ વકર્યો! ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા થોડા દિવસોમાં ટાઈફોઈડના કેસમાં અચાનક વધારો થયો છે. • ઈન્દોર (મધ્યપ્રદેશ)માં તાજેતરના પાણીજન્ય રોગચાળા પછી હવે ગાંધીનગમાં પણ તેવી એક બાબત સામે આવી છે, છેલ્લા 2-3 દિવસમાં 104 ટાઈફોઈડ કેસ નોંધાયા છે. આમાં મોટા ભાગના બાળકો છે. • ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં 104 દર્દીઓ (મોટેભાગે બાળકો) સારવાર હેઠળ છે. કેટલાક અન્ય હોસ્પિટલમાં પણ સારવાર ચાલી રહી છે. • મુખ્યત્વે સેક્ટર 24, 25, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં કેસ વધુ છે. • પીવાના પાણીમાં ગટરનું મિશ્રણ (sewage mixing) થવાના કારણે આવું થયું હોવાનું મનાય છે. પાઈપલાઈનમાં 7-10 લીકેજ મળ્યા છે. ડ્રેનેજ રિપેર વર્કના કારણે પાણી દૂષિત થયું હોવાનું અધિકારીઓ કહે છે. વોટર સેમ્પલમાં અસુરક્ષિત પાણીની પુષ્ટિ થઈ છે. • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 3 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, દર્દીઓને મળ્યા અને સમીક્ષા બેઠક યોજી. તેઓએ કહ્યું કે સારવાર અને મોનિટરિંગ વધારવામાં આવી રહ્યું છે. • 40+ ટીમો (સર્વે અને સારવાર માટે) તૈનાત. ડોર-ટુ-ડોર સર્વે શરૂ, હજારો ઘરો તપાસાયા. લોકોને ઉકાળેલું પાણી પીવા અને ઘરે બનાવેલું ખાવાની સલાહ. ક્લોરિન ટેબ્લેટ વહેંચણી અને સુપર-ક્લોરિનેશન શરૂ. હોસ્પિટલમાં 30-બેડ વોર્ડ ખોલવામાં આવ્યો. • હાલની સ્થિતિદર્દીઓની હાલત સ્થિર છે. તંત્ર દોડતું થયું છે અને રોગ ફેલાતો અટકાવવા માટે તાકીદના પગલાં લેવાઈ રહ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india ] #gabdhingar #typhoid #water #polluted #hospital
Postsગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ વર્ષ 2025માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મજબૂત કાર્યવાહી કરી છે. માહિતી મુજબ ACBએ કુલ 213 ગુના નોંધ્યા છે, જેમાં 310 વ્યક્તિઓ સામેલ છે. આ કાર્યવાહીમાં લાંચની રકમ આશરે 1.72 કરોડ રૂપિયા (ટ્રેપ કેસમાંથી) અને 16.59 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી છે. • મુખ્ય આંકડા (2025માં): - કુલ ગુના: 213 (2024ની તુલનામાં 15% વધુ) - ગુનાના પ્રકાર: - ટ્રેપ કેસ: 174 - ડીકોય કેસ: 19 - અપ્રમાણસર મિલકત (DA): 16 - સત્તાનો દુરુપયોગ: 4 - આરોપીઓની સંખ્યા: 310 - વર્ગ-1 અધિકારીઓ: 13 - વર્ગ-2: 35 - વર્ગ-3: 134 - વર્ગ-4: 5 - ખાનગી વ્યક્તિઓ: 123 (જેમને અધિકારીઓ વતી લાંચ આપતા/લેતા પકડાયા) - સૌથી વધુ ગુના નોંધાયા તે વિભાગો: - ગૃહ વિભાગ: 62 - પંચાયત, ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ: 26 - મહેસૂલ વિભાગ: 32 • ભ્રષ્ટાચારમાં ગૃહ અને મહેસૂલ વિભાગ સૌથી વધુ સંડોવાયેલા રહ્યા છે. ખાસ વાત એ છે કે ACBએ 123 ખાનગી વ્યક્તિઓને પણ પકડી છે, જે દર્શાવે છે કે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ખાનગી લોકોની મદદ લે છે અને તેમને પણ કડક કાર્યવાહીનો સામનો કરવો પડે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #ACB #corruption #government #officer
3 Jan 2026
ReelsYour health deserves expert care and compassionate guidance. At Tirtham Surgical Hospital, we combine advanced surgical expertise with holistic healing to ensure you’re supported at every step. Have a question or need guidance? Our SurgiMitra helpline is always here for you. 📞 Call: 99744 16665 Trusted care. Proven experience. Healing with confidence. #TirthamSurgicalHospital #TrustedHealthcare #ExpertSurgicalCare #PatientFirst
3 Jan 2026
Postsગઇકાલ(02/01/2026)ના રોજ શહેરની સરકારી કચેરીઓના એન્ટ્રી-એક્ઝિટ ગેટ પર ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી, જેમાં સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા. • મુખ્ય આંકડા એક નજરે: - કુલ 1330+ કેસ નોંધાયા. - સિવિલ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ: 1250 કેસ, ₹5,77,400નો દંડ વસૂલાયો, 10 વાહનો ડિટેઈન. - પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ: 80 કેસ, ₹38,800નો દંડ. - સૌથી વધુ કેસ: હેલ્મેટ વગર વાહન ચલાવવાના (1200 જેટલા), આ સિવાય અન્ય જેવા કે ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ વગેરે સહિતના નિયમ ભંગ • "કાયદો સૌના માટે સમાન છે" એ ઉદ્દેશ્યથી પોલીસ કમિશનર દ્વારા આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. • આ પગલાથી શહેરની સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાયો છે અને ઘણા સરકારી કર્મચારીઓ હવે નિયમોનું પાલન કરવા મજબૂર થયા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #traffic #goverment #office #helmet ]
3 Jan 2026
Postsશહેરમાં વારંવાર ખોદવામાં આવતા રોડ રસ્તા અને નવા બનનાર રોડને ટૂંકા ગાળામાં કોઈ કારણોસર ફરી ખોદવામાં આવતા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા નવી SOP (Standard Operating Procedure) જાહેર કરવામાં આવી. • નવી ખોલવામાં આવેલ ટી.પી. (TP) સ્કીમના કાચા રસ્તાઓને પાકા કરતી વખતે ભવિષ્યની જરૂરિયાત મુજબ ડ્રેનેજ, પાણી, સ્ટ્રોમ વોટર અને અન્ય સર્વિસ લાઈનો નાખવાનું આયોજન ફરજિયાતપણે કરવાનું રહેશે. • ફૂટપાથ નીચે યુટિલિટી લાઇન: આ તમામ સર્વિસ લાઈનો મહત્તમ ફૂટપાથની નીચેના ભાગમાં અથવા બિલ્ડીંગ લાઈન તરફના ફૂટપાથના ભાગમાં જ નાખવાની રહેશે, જેથી મુખ્ય રસ્તો ખોદવો ન પડે. • યુટિલિટી ડક્ટની જોગવાઈ: 36 મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા ટી.પી. રસ્તાઓ નવા બનાવવા અથવા રિસરફેસ કરતી વખતે વિવિધ એજન્સીઓ માટે કેબલ નાખવા માટે અગાઉથી જ 'યુટિલિટી ડક્ટ'નું પ્રોવિઝન રાખવાનું રહેશે. • ચાર્જ વસૂલાત: જ્યારે પણ કોઈ એજન્સીને કેબલ નાખવાની પરમીશન આપવામાં આવે, ત્યારે નિયમ અનુસારના ચાર્જ વસૂલવાના રહેશે. • ગુણવત્તા અને મજબૂતી: આ SOPનો મુખ્ય હેતુ ઝોન અને પ્રોજેક્ટના રસ્તાઓના કામમાં એકસૂત્રતા જળવાય અને રસ્તાઓ મજબૂત તથા ગુણવત્તાસભર બને તે છે. • આ નિયમો કાચા રસ્તા પાકા કરવા, માઈક્રો સરફેસિંગ, રોડ રિસરફેસ કરવા, રોડ રીગ્રેડ કરવા અને વાઈડનીંગ (પહોળા) કરવાના કામોને લાગુ પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #municipal #commissner #road #drainage #SOP
3 Jan 2026
Postsઓડા અને કોર્પોરેશન દ્વારા મુમતપુરાથી સંસ્કારધામ સુધીના 5.8 કિલોમીટર લાંબા રોડને VIP રોડ તરીકે વિકસાવવામાં આવશે. ગોધાવી ઓલમ્પિક વિલેજ સુધી લઈ આ VIP રોડ લઇ જવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. • હાલના સાઉથ બોપલના VIP રોડને અધ્યતન બનાવી તેમાં અલગ અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે જેમ કે લોકોને ચાલવા માટે અલગ ટ્રેક બેસવા માટે નાનકડું ગાર્ડન કાર પાર્કિંગ માટે અલગથી જગ્યા રખાશે આ સિવાય રસ્તાની બંને તરફ એક સરખા ડિઝાઇન અને ટ્રિમ કરાયેલા વૃક્ષો ઉગાડવામાં આવશે • સામાન્ય રસ્તાની લંબાઈ 36 મીટરની જગ્યાએ આ VIP રોડ ની લંબાઈ 45 મીટરની રાખવામાં આવશે • આ રોડને વિકસિત કરવા માટે ₹80 કરોડનો ખર્ચ કરવામાં આવશે આ રસ્તામાં 2.5 km રોડનું કામ AMC અને 3.3 કિલોમીટરનું કામ AUDA દ્વારા કરવામાં આવશે આગામી 1.5 વર્ષમાં આ રસ્તાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #mumtpura #sanskardham #godhavi #VIP #southbopal
3 Jan 2026
Reels🔌 શું દર મહિને વીજળીના બિલ વધતા જ આવે છે? 😓 📹 આ વિડીયો તમારા માટે છે! આજે અમે UGVCL (જીઈબી) નું સોલાર લાઈટ બિલ સરળ શબ્દોમાં સમજાવીશું, જેથી તમે બિનજરૂરી ખર્ચને ઓળખી શકો. 💡 🌞 જો તમે હજી સોલર પાવર વિશે વિચાર નથી કર્યો, તો હવે સાચો સમય છે. દર મહિને વધતા બિલ અને ચિંતાને અલવિદા કહો. સોલર લગાવનારા હજારો પરિવારોની જેમ તમારું પણ બિલ 📉 શૂન્ય થઈ શકે છે! ✔️ Say Solar તમારા ભવિષ્ય માટે બેસ્ટ ચોઈસ કારણ કે અમારી પાસે છે: 🫰78,000 Rs સુધીની સબસીડી 🚀 ઝડપી પ્રોસેસ ⚡ ફાસ્ટ ઇન્સ્ટોલેશન 🔝 બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ 💸 7% વ્યાજ દર સુધીની લોન 📞 Contact: 8160676453 / 9510215816 ✉️ Email: Sales@ailisenergy.com 👉 વિડિયો જુઓ અને અમને ઇન્કવાયરી કરો. આજથી જ બચત શરૂ કરો! 🏡💰 #SaySolar #UGVCLBill #SolarSavings #SwitchToSolar #GujaratSolar CleanEnergy BillZero SolarForFuture
3 Jan 2026
Postsઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર એરપોર્ટ ઓથોરિટીની સિક્યોરિટીમાં ખામી! એરપોર્ટમાં વિમાન સિવાય વપરાતા અન્ય વાહનોમાં ઉપયોગમાં લેવાતા ડીઝલની ચોરી કરતા 2 આરોપીની ધરપકડ. • LCB ની ટીમ દ્વારા બાતમીના આધારે ફ્યુઅલ બ્રાઉઝરને હાંસોલ વિસ્તારમાં રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઊભી રાખીને તેમાંથી ડીઝલની ચોરી કરતા 2 આરોપીને ઝડપી પાડ્યા. • મુખ્ય વિગતો - એક વ્યક્તિ (ભરતભાઈ પટણી) એ ફ્યુઅલ બ્રાઉઝર (ડીઝલ/ફ્યુઅલ ટેન્કર)ને એરપોર્ટની સિક્યોરિટીમાંથી બહાર લઈ જવામાં સફળ રહ્યો, અને એરપોર્ટ ઓથોરિટીને તેની ખબર પણ ન પડી. - આ ફ્યુઅલ બ્રાઉઝરને હાંસોલ વિસ્તારમાં રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઊભી રાખીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. - ઝોન-4 LCB સ્ક્વોડને બાતમી મળતાં તાત્કાલિક કાર્યવાહી કરી, બે આરોપીઓ – ભરતભાઈ પટણી અને કલ્પેશ પટણી – ની ધરપકડ કરી. - પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે ભરત પટણી જ ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટમાંથી બહાર લઈ આવ્યો હતો. - એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. - નોંધનીય છે કે આ પહેલાં પણ આવી જ ચોરીના ગેંગની ઝોન-4 LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. • એરપોર્ટની વ્યવસ્થા અને નિયમો: અમદાવાદ એરપોર્ટ પર પ્લેનો સિવાયના અન્ય વાહનો (ગ્રાઉન્ડ સપોર્ટ વાહનો) માટે ડીઝલ ભરવાની ખાસ વ્યવસ્થા છે. ફ્યુઅલ બ્રાઉઝર દ્વારા જ ડીઝલ પૂરવાનો નિયમ છે અને તેને એરપોર્ટની હદમાંથી બહાર લઈ જવા માટે સિક્યોરિટી ઓફિસરની હાજરી જરૂરી છે. આ બધા નિયમોનું ઉલ્લંઘન થયું છે, જે સિક્યોરિટી લેપ્સ દર્શાવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #airport #fuel #thief
Postsનરોડા ગેલેક્સી અંડરપાસ સ્થિત ITI માં ચાલતી કાચાં ડ્રાઇવિંગ લાઇસન્સની કામગીરી છેલ્લા એક સપ્તાહથી ખોરંભે, સર્વરના ધાંધિયાના પગલે અરજદારો છેલ્લા એક સપ્તાહથી ધક્કાઓ ખાઇ રહ્યા છે. • અરજદારો જ્યારે પોતાના લર્નિંગ લાઇસન્સ માટે ITI ટેસ્ટ આપવા જાય છે ત્યારે સર્વર ન હોવાના કારણે ધક્કો ખાઇ રહ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #RTO #server #driving #licence #learning
2 Jan 2026
Postsવર્ષ 2025 દરમિયાન પોલીસ કમિશનરનાં સીધા તાબામાં આવતી PCB વિભાગની કડક કાર્યવાહી, 1107ને PASA હેઠળ જેલ ભેગા અને 258ને તડીપાર કરાયા! • શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે તે માટે વર્ષ 2025 દરમિયાન શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. • શહેરમાંથી શરીર સંબંધી, મિલ્કત સંબંધી, દારૂ અને અન્ય ગુનાહિત પ્રવૃતિ કરનારા 1107 આરોપીઓને PASA (ગુજરાત પ્રિવેનશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીસ એક્ટ) હેઠળ કાર્યવાહી કરીને રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલવામાં આવ્યા છે. • જ્યારે 258 ગુનેગારોને શહેરમાંથી તડીપાર કરી દેવામાં આવ્યા છે. • પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા દારૂ અને જુગારને લઈને રેડ કરવામાં આવી હતી. • આ દરમિયાન એક વર્ષમાં દારૂનાં 400 કેસ કરી 407 આરોપીઓને પકડીને કુલ ₹5.74 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. • જ્યારે જુગારનાં 70 કેસ કરી 245 જુગારીઓને પકડીને ₹83.63લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. • આગામી સમયમાં પણ આવા ગુનેગારો સામે કડક કાર્યવાહીનાં આદેશ પોલીસ કમિશનર દ્વારા અપાયા છે. • PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) એ ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસની એક શાખા છે. • PCB સીધી રીતે પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ કામ કરે છે. • PCB નું મુખ્ય કામ ગુનાઓને બનતા અટકાવવા અને શહેરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવાનું છે. • DGP દ્વારા રાજ્યભરના રીઢા આરોપીની પ્રોફાઈલ 100 કલાકમાં તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં લેતા શહેરના 4 હજારથી વધુ ગુનેગારોની પ્રોફાઈલ તૈયાર કરાઈ છે અને તેમની તમામ ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #PCB #crime #commisioner #police
Reelsદિલ્હી દરવાજા પાસે આવેલી 40 થી વધુ સિઝનબેલ દુકાનોએ કરેલ દબાણો દૂર કરાયા! • દિલ્હી દરવાજા પાસે ફટાકડા, દોરી પતંગ તેમજ પ્લાસ્ટિક ચીજ વસ્તુઓની સીઝનેબલ દુકાનો આવેલી છે જે દુકાન માલિકોએ રાહદારીઓને ચાલવાના ફૂટપાથ પર કરેલા વધારાના દબાણને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું. • સામાન્ય રીતે આ બજારમાં દિવાળી અને ઉત્તરાયણના તહેવારમાં ભારે ભીડ થાય છે અને ટ્રાફિક સર્જાતો હોય છે જે સમસ્યાના નિવારણમાં amc દ્રારા આ વધારાના ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે. • આ જ દુકાનોની સામેની તરફ ભરાતા જૂના કાપડ બજારમાં કોર્પોરેશનની નિષ્ક્રિયતા દેખાઈ છે ત્યાં ખાલી દેખીતી કાર્યવાહી થાય છે પણ તેની નકકર અસર થતી નથી. • આ બધા ગેરકાયદે બજાર અને બાંધકામને પગલે દિલ્હી દરવાજા પાસે લોકોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવાનો વારો આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #encroachment #AMC #delhidaravja #corporation #ahmedabad [ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india]
2 Jan 2026
Postsરાજ્યમાં ફાટકમુક્ત યોજના હેઠળ મણિનગરમાં બનેલા દક્ષિણી રેલવે ક્રોસિંગ(મણિનગર ક્રોસિંગ) પર હવે ઓવરબ્રિજ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. • AMC અને અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે 3 ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો જેમાં મણિનગર ક્રોસિંગ નં.308, પુનિતનગર ક્રોસિંગ નં.307 અને વીંઝોલ ક્રોસિંગ નં.305નો આ યોજનામાં સમાવેશ થાય છે. • રેલવે ટ્રેક ઉપરનો બ્રિજનો ભાગ રેલવે વિભાગ બનાવશે, જ્યારે એપ્રોચ રોડ અને બાકીનો ભાગ AMC દ્વારા તૈયાર કરાશે. • ઓવરબ્રિજ બનતાં પહેલાં જરૂરી સર્વે અને અન્ય વહીવટી પ્રક્રિયા AMC દ્વારા શરૂ કરવામાં આવશે, આ યોજનાથી મણિનગર ક્રોસિંગ પર પૂર્વ સાઈડમાં સૌથી વધુ મિલકતો કપાતમાં જશે. • મણિનગર ક્રોસિંગ પર સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા રહે છે, અહીંથી રોજ અંદાજે 270 થી 280 ટ્રેનો પસાર થતી હોવાથી દર 6 થી 8 મિનિટે એક ટ્રેન આવે છે તેના લીધે આ ત્રણેય ક્રોસિંગ દર 5 થી 10 મિનિટ બંધ રહે છે. • ટ્રેનોની અવરજવરના લીધે ક્રોસિંગ વારંવાર બંધ થવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો અને અન્ય આવશ્યક સેવાઓ ફસાઈ જાય છે. • ઓવરબ્રિજ બનવાથી ઘોડાસર, ઈસનપુર, વટવા અને મણિનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. • યોજના કેમ જરૂરી:– – ક્રોસિંગ દૂર થતા ટ્રાફિકમાં લોકો લાંબા સમય સુધી રોકાશે નહિ. – દૈનિક લાખો લોકો માટે સરળ યાત્રા પૂરી પાડે છે. – શહેર વચ્ચેના મહત્ત્વના જોડાણને વધુ સુરક્ષિત બનાવે છે. – વાહનટ્રાફિકમાં ઘટાડો થાય છે અને અકસ્માત ઘટે છે. • પ્રોજેક્ટ અંગેની મુખ્ય વિગતો:– – આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 300 કરોડથી વધુ છે અને 2027ના અંત સુધીમાં ત્રણેય બ્રિજ બનાવવાનો લક્ષ્યાંક સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. – આ ત્રણેય બ્રિજની બાંધકામ પદ્ધતિમાં સ્ટીલ ગર્ડર અને આધુનિક RCC ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. – આ બ્રિજ ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાશે ઉપરાંત આ બ્રિજ ફોરલેન બનાવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #maninagar #punitnagar #vinzol #railway #crossing
Postsઅમદાવાદ ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. • આ વર્ષે (2026) શો દરમિયાન બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયા છે, જેનાથી અમદાવાદ ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે હેટ્રિક પૂર્ણ કરી છે: • અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 (14મી આવૃત્તિ) સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરી 2026થી શરૂ થયો છે અને 22 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ શોની થીમ "ભારત એક ગાથા" છે, જે ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય એકતા અને વિકાસને ફૂલો દ્વારા દર્શાવે છે. 1. વિશ્વનું સૌથી મોટું ફ્લાવર મંડલા: વ્યાસ લગભગ 33.6 મીટર અને કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર. DGPS ટેક્નોલોજીથી માપવામાં આવ્યું છે. 2. વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ - સરદાર વલ્લભભાઈ પટેલનું ફ્લાવર પોર્ટ્રેટ (લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર). આ પહેલાંના બેન્ચમાર્ક (50 ચોરસ મીટર) કરતાં ઘણું મોટું છે અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે બનાવવામાં આવ્યું છે. • ગત બે વર્ષના રેકોર્ડ વિશે માહિતી - 2024માં વિશ્વનું સૌથી લાંબું ફ્લાવર સ્ટ્રક્ચર 221 મીટર લંબાઈ (પહેલાંનો રેકોર્ડ 166.15 મીટર હતો). આને "લોંગેસ્ટ ફ્લાવર વોલ" તરીકે પણ ઓળખવામાં આવ્યું. - 2025માં વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે (સાઇઝ આધારિત) ઊંચાઈ 10.24 મીટર અને ત્રિજ્યા 10.84 મીટર. આગળનો રેકોર્ડ UAEના Al Ain Municipalityનો હતો (7.7 મીટર). આમ, અમદાવાદ ફ્લાવર શોએ 2024થી 2026 સુધી સતત ત્રણ વર્ષે ગિનિસમાં સ્થાન મેળવીને અમદાવાદને વૈશ્વિક સ્તરે અલગ ઓળખ આપી છે. આ શોમાં લાખો ફૂલો અને 170થી વધુ ફ્લોરલ સ્કલ્પ્ચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #flower #show #guinness #world #record portrait Mandala ]
Reels👍 Share with All 12th Students!! 🙌 For Support in Registration or Free Counselling, Contact @insightinstitute.ahmedabad Today… Last Date of Registration : 15th Feb ( For June Attempt ) - Save your 4 Months 👉INSIGHT INSTITUTE OF PROFESSIONAL STUDIES👈 The Best & Leading Company Secretary Institute in Ahmedabad💫 ▶️ For more information, we are always there for you at, 📞 : 9974545456 | 7778050578 ✉️ : leads.iips@gmail.com 🌐 : https://insightinstitute.co 📍 : 201, Ratna High Street, beside CROMA, Naranpura, Ahmedabad #cs #csenterance #professionalcourse #bestcareer #careeroptions csprofessional cseet csprofessionalcourse csprofessionalresults csprofessionalstudents professional csinstitute csexamination csaspirants professionalcourses csinstituteahmedabad cs csexecutivecourse csprofessional ahmdabad_institude companysecretary companysecretarystudents companysecretarylife companysecretarycourse companysecretaryupdate ahmdabadnews amdavadnews commercecollegeahmedabad ahmedbadstudents ahmedabad amdavad gujarat Join the leading CS coaching classes in Ahmedabad for CS Executive, Professional, and Foundation levels - Expert mentors, result-oriented guidance, and 100% career support
2 Jan 2026
Postsગઈકાલે સવારે(1 જાન્યુઆરી,2026) આંબાવાડી વિસ્તારમાં એક બાંધકામ સાઈટ પર પાલખ તૂટી પડવાની દુર્ઘટનામાં બે મજૂરોના મોત • આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે નવા વર્ષ સાથે દુર્ઘટના સામે આવી છે. અહીં કલ્યાણ જ્વેલર્સની પાછળ વર્ધમાન ડેવલપર્સની 'નંદીની' નામના બોર્ડ લાગેલ કન્સ્ટ્રક્શન સાઇટના પર કામ કરી રહેલા ત્રણ શ્રમિકો સેન્ટિંગના પાટ પરથી અચાનક નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. • મૂળ રાજસ્થાન રાજ્યના દેવીવાવા ગમાર(48) અને શંતિતાવ મનાત(32) ચોથા માળે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સેન્ટ્રિંગ કામ માટે બાંધેલ પાલખ નીચે પડતા શ્રમિકો નીચે પટકાયા હતા, જેમાં આ બન્ને શ્રમિકોના મોત નીપજ્યા હતા. • જો કે આ દુર્ઘટના બાદ પોલીસને જાણ કરવામાં નહોતી આવી, ઘટના સવારે 9:30 આસપાસ બની હતી, પોલીસને અન્ય દ્વારા બપોરે 11 વાગ્યે જાણ થતા એલિસબ્રીજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. • પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો બિલ્ડર કે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #ambawadi #construction #nandini #worker
2 Jan 2026
Reelsઅમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો આજથી ખુલ્લો મુકાયો! •ભારત એક ગાથા થીમ પર આયોજિત ફ્લાવર શો આજે 1 જાન્યુઆરીથી મુખ્યમંત્રી શ્રી દ્વારા ખુલ્લો મુકાયો છે જે આગામી 22તારીખ સુધી ચાલનાર છે. • આ થીમમાં ભારતના પૌરાણિક વારસાથી લઈને આધુનિક ભારતની પ્રગતિની ગાથા ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. • આ વર્ષના ફ્લાવર શોમાં વિવિધ 5 અલગ અલગ ઝોન આવેલા છે જેમાં પૌરાણિક ભારતથી આધુનિક ભારતની પ્રગતિ ફૂલોના માધ્યમથી બતાવવામાં આવી છે. • બાળકો માટે આકર્ષક કાર્ટૂન કેરેક્ટરની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે એ સિવાય મુલાકાતીઓ પ્રાચીન ભારતની સિદ્ધિઓથી વાકેફ થઈ શકે માટે સમુદ્રમંથન, રામ સેતુ, ગીતા સાર જેવી કૃતિઓ પણ ફૂલોથી બનાવવામાં આવી છે એ સિવાય ભારતના નૃત્યો અને તહેવારો તેમજ આધુનિક ભારતની પ્રગતિ રોકેટ અને અવકાશ યાન, બુલેટ ટ્રેન જેવી પ્રતિકૃતિઓ પણ ફૂલોથી બનાવવામાં આવી છે. • અને એક આખો ઝોન ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે પણ બનાવામાં આવ્યો છે જેમાં વિશાળ રંગોળી ફૂલોનું મંડળ અને સરદાર પટેલની પ્રતિકૃતિનો સમાવેશ છે. • ફ્લાવર શો આગામી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે ચાલનાર છે. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india ] #flowershow #riverfront #flowerpark #bharataekgatha #indianculture
1 Jan 2026
Postsગઇકાલ 31st ની રાત્રિના મોડે 11:30 વાગ્યા આસપાસ ઠક્કરનગર વિસ્તારમાં ચામુંડાની ચાલીમાં જૂની અદાવત રાખીને આવેલ એક ટોળાએ સોસાયટી બહાર બીભત્સ ગાળો બોલી વાહનોમાં તોડફોડ કરી! • ચાલીમાં રહેતા એક યુવક સાથે વર્ષ પહેલા કોઈ બાબતે ઝગડો થયો હતો જેની પોલીસ ફરિયાદ કરતા આ અંગેની અદાવત રાખી 7 થી 8 લોકો ગઇકાલ મોડી રાત્રીએ સોસાયટીમાં ઘૂસીને વાહનોમાં તોડફોડ કરી હતી, જે બાદ ત્યાં લગાવેલા CCTV કેમેરાની pn તોડફોડ કરી. • આ અંગે યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #krishnanagar #police #thakkarnagar #hirawadi
1 Jan 2026
Posts15 ઓગસ્ટ 2027ના રોજ ભારતમાં પહેલી બૂલેટ ટ્રેન સુરત-બીલીમોરા વચ્ચે દોડશે! કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બૂલેટ ટ્રેનને લઈને કરી મોટી જાહેરાત! • અશ્વિની વૈષ્ણવ દ્વારા મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે જાહેરાત કરતા કહ્યું કે: 15 ઓગસ્ટ 2027ના રોજ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે જેની તૈયારીઓ ઝડપી ચાલી રહી છે, વધુમાં કહ્યું કે, સૌથી પહેલા સુરત-બીલીમોરા રૂટ પર દોડશે બુલેટ ટ્રેન. • ત્યારબાદ અલગ અલગ ફેઝ દરમિયાન, - ફેઝ 2માં વાપીથી સુરત સુધી - ફેઝ 3માં વાપી-અમદાવાદ, - ફેઝ 4માં થાણે-અમદાવાદ, અને અંતે 2029 સુધીમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેનો સંપૂર્ણ રૂટ શરૂ થશે. • બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય વિગતો: - લંબાઈ: 508 કિમી (લગભગ 352 કિમી ગુજરાતમાં, 156 કિમી મહારાષ્ટ્રમાં) - સ્ટેશનો કુલ 12 સ્ટેશન – સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, થાણે, બોઈસર, વિરાર અને મુંબઈ (BKC) - ઝડપ: મહત્તમ 320 km/h, સામાન્ય ઓપરેશનલ ઝડપ 300+ km/h - મુસાફરીનો સમય: સંપૂર્ણ કોરિડોર પૂર્ણ થતાં મુંબઈથી અમદાવાદ માત્ર 1 કલાક 58 મિનિટમાં (લગભગ 2 કલાક) - ટેક્નોલોજી: જાપાનની Shinkansen (E5 સિરીઝ) આધારિત, જાપાનથી 80% ફંડિંગ અને ટેકનિકલ સહાય - અંદાજિત ખર્ચ: ₹1.08 લાખ કરોડ (જેમાં મોટો ભાગ જાપાની લોન છે) - એજન્સી: National High Speed Rail Corporation Limited (NHSRCL) હાલની સ્થિતિ (જાન્યુઆરી 2026): - પ્રોજેક્ટમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. ગુજરાતમાં વાયડક્ટ, બ્રિજ અને સ્ટેશનોનું કામ અંતિમ તબક્કામાં છે. - ગુજરાતમાં 16થી વધુ રિવર બ્રિજ પૂર્ણ થયા છે, સુરત સ્ટેશનના 3 માળ તૈયાર છે અને ઇન્ટિરિયર/સિસ્ટમ વર્ક ચાલુ છે. - મુંબઈમાં BKC-શિલફાટા વચ્ચે 21 km ટનલમાંથી 2.7 km સતત ટનલ પૂર્ણ થઈ છે. આ પ્રોજેક્ટ ભારતમાં હાઈ-સ્પીડ રેલની શરૂઆત કરશે અને ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે આર્થિક વિકાસને વેગ આપશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #NHSRCL #bullet #train #Ashwini vaishnav #rail bilimora vapi surat
Postsસુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરીને AMC દ્વારા 1 જાન્યુઆરી 2025થી ઓનલાઈન શ્વાન રજીસ્ટ્રેશન ફરજ પાડવામાં આવ્યુ છે જેમાં દરેક પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ પ્રક્રિયા શહેરને રેેબીઝ મુક્ત બનવા માટે 2030ના લક્ષ્ય હેઠળ ચાલુ છે. • જો કે શહેરમાં અનેક શ્વાન માલિકો દ્વારા હજુ પણ રજિસ્ટ્રેશન બાકી હોવાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે આગામી 31 માર્ચ 2026 સુધી શ્વાન માલિકો તેમના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. • પ્રતિ શ્વાન ₹200ના દરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને આરંભ કરવામાં આવી હતી, સમય જતા રજીસ્ટ્રેશનના દર વધીને પ્રતિ પાલતુ શ્વાન દીઠ હાલ ₹2000 રજીસ્ટ્રેશન ફ્રી ચુકવી પડશે. • અત્યાર સુધીમાં શહેરમાં કુલ 16,674 ડોગ ઓનર્સ દ્વારા કુલ 18,962 શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, સરકારનો અંદાજ છે કે શહેરમાં લગભગ 50 હજાર પાલતુ શ્વાન છે એટલે હજુ ઘણાં શ્વાનનું રજીસ્ટ્રેશન બાકી છે. • રજીસ્ટ્રેશન માટે સામાન્ય રીતે જરૂરિયાત પુરાવા:– - માલિકનું આધાર કે વોટર આઈડી કાર્ડ - રહેઠાણનો પુરાવો - માલિક અને શ્વાનનો ફોટો - શ્વાનનું રસીકરણ કાર્ડ - ઓનલાઇન અરજી AMCની સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in દ્વારા કરવાની હોય છે. • AMC દ્વારા શહેરમાં શ્વાનની વસ્તી ગણતરી માટે 4 નવેમ્બર, 2025 ના રોજ ટેન્ડર બહાર પડાયુ હતું આ ટેન્ડર ની મુદત 29 ડિસેમ્બર,2025 સુધી લંબાવવામાં આવી હોવા છતાં કોઈ બીડરે ભાગ નહીં લેતા ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. • અમદાવાદમાં અલગ અલગ બ્રીડ પૈકી મુખ્ય 10 બ્રીડના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ લેબ્રાડોર રીટ્રીવરનું રજીસ્ટ્રેશન કરાયું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #pet #dog #registration #AMC #vaccination
Reelsઅમદાવાદમાં નવી ઈલેક્ટ્રીક AMTS બસોનું આગમન! • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તબક્કાવાર 225 નવી AC ઇલેક્ટ્રિક બસો ઉમેરવામાં આવી રહી છે, • • જેમાંથી હાલમાં 15 બસો અમદાવાદ પહોંચી ચૂકી છે. આ બસો પુણેની Arrow Eagle (અથવા Aeroegle) કંપની દ્વારા પૂરી પાડવામાં આવી છે. • આ નવી બસો પરંપરાગત CNG બસોના બદલે સંપૂર્ણ ઇલેક્ટ્રિક અને એર-કન્ડિશન્ડ છે. • આ બસોનું સંચાલન પણ Arrow Eagle કંપની દ્વારા કરવામાં આવશે, જેમાં AMTS દ્વારા પ્રતિ કિલોમીટર ચલાવવા મુજબ ચુકવણી કરવામાં આવશે (બસ ખરીદીનો કોઈ સીધો ખર્ચ નહીં). • પરંપરાગત લાલ રંગની સાથે હવે ઘેરો વાદળી અને સફેદ રંગનો સમાવેશ થશે, જે અમદાવાદની લાલ બસોની ઓળખમાં કાયાપલટ લાવશે. • 23 બેઠકો અને સાથે ઊભા રહેવાની પૂરતી જગ્યા. • BRTS રૂટને અનુરૂપ ત્રણ ઓટોમેટિક દરવાજા, જેમાં સેન્સર સિસ્ટમથી જો કોઈ વસ્તુ અડચણરૂપ આવે તો દરવાજો ખુલ્લો રહેશે અને બસ આગળ વધી શકશે નહીં. સુરક્ષા સુવિધાઓ: SOS બટન: મુસાફરને તકલીફ પડે તો દબાવતાં જ ડ્રાઇવર અને AMTS કંટ્રોલ રૂમને તાત્કાલિક જાણ થશે. VTS (વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ) અને ITS (ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ): બસનું લાઇવ લોકેશન ટ્રેકિંગ. • 3 CCTV કેમેરા: રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ઘટના રેકોર્ડિંગ. ઇમરજન્સી એક્ઝિટ: તમામ બારીઓમાં હેમરથી તોડી શકાય તેવી વ્યવસ્થા. Low alarm સિસ્ટમ: ઇલેક્ટ્રિક બસમાં અવાજ ઓછો હોવાથી રાહદારીઓ અને નાના વાહનોને ચેતવણી આપવા માટે. ઓટોમેટિક ફાયર એક્સ્ટિંગ્વિશર સિસ્ટમ: બેટરીમાં આગ લાગે તો આપમેળે અગ્નિશામક દ્રવ્ય છોડાશે. • એન્ટી-હેકિંગ સિસ્ટમ: ડિજિટલ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે એન્ટિવાયરસ સુરક્ષા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #amts #newbus #electric #amc #ahmedabad [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india ]
Postsવટવા GIDC ઔદ્યોગિક વસાહતમાં ખારીકટ કેનાલ પર આવેલ મચ્છુનગર બ્રિજ જર્જરીત હોવાના કારણે તેને તોડી પાડી ગુજરાત ઇડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નવું બનાવવામાં આવશે. • જેથી આ બ્રિજ ઉપર રામોલ ચાર રસ્તાથી ત્રિકમપુરા પાટિયા સુધી આશરે 200 મીટર તરફ જતા તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે આજથી આગામી 6 મહિના માટે બંધ રહેશે. • વાહન ચાલકો વૈકલ્પિક માર્ગથી અવરજવર કરી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #vatva #GIDC #kharikat #bridge #machchhunagar
1 Jan 2026
Posts31st ના દિવસે જ જમાલપુરમાંથી MDMA ડ્રગ્સ સાથે મુંબઈનો પેડલર ઝડપાયો! • શહેરમાં 31મી ડિસેમ્બરના સાંજે ગાયકવાડ હવેલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મુંબઈના સૌરભ જોશી નામના ડ્રગ પેડલરને 7.7 ગ્રામ MDMA ડ્રગ સાથે જમાલપુરથી ઝડપી પાડ્યો છે. • આરોપીની તપાસ કરતા એક સિગારેટના બોક્સમાંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા FSL ની ટીમ બોલાવ્યા બાદ એમડીએમએ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. • પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે આ જથ્થો મુંબઇમાં કેકશોપ ધરાવતા સંતોષ ભોઇતે (રહે. મુલુડ, મુંબઇ) પાસેથી લાવ્યો હતો. • તેની પાસેથી મળી આવેલા સિગારેટના પેકેટમાં પ્લાસ્ટિકની કોથળીમાં MDMA ડ્રગ્સની બે ગોળીના ચાર ટુકડા હતા. • પોલીસે વધુ તપાસ કરતા તે જે કલ્યાણ હોટલમાં રોકાયો હતો ત્યાં પણ કેટલોક જથ્થો હોવાનું સામે આવતા પોલીસે ત્યાંથી પણ ડ્રગ્સ કબજે કર્યું છે. • આરોપી ટ્રેન મારફતે ડ્રગ્સ લઈને મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. ડિલિવરીનું આખું નેટવર્ક ટેલિફોન દ્વારા નિયંત્રિત થતું હતું. • પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. • પોલીસનું મુખ્ય ધ્યાન હવે આ ડ્રગ્સ અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું, તે રિસીવરને ઝડપી પાડવા અને સપ્લાયર સંતોષ ભોઈતેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #MDMA #drugs #31st #MD
1 Jan 2026
Postsગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC / ST બસ) એ નવા વર્ષ 2026 (1 જાન્યુઆરી 2026) થી બસના ભાડામાં 3% વધારો કર્યો છે. • આ વધારો 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિથી જ અમલમાં આવી ગયો છે. મુખ્ય વિગતો: - લોકલ અને એક્સપ્રેસ બસોમાં 3% ભાડા વધારો લાગુ થયો છે. - 9 કિલોમીટર સુધીના અંતરમાં કોઈ વધારો નથી (ભાડું જેમ છે તેમ રહેશે). - 10 થી 60 કિલોમીટરના અંતરમાં માત્ર ₹1નો નજીવો વધારો થયો છે. - GSRTCનો દાવો છે કે આ વધારા પછી પણ ગુજરાતના બસ ભાડા અન્ય રાજ્યો (મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન) કરતાં ઓછા જ રહેશે. - દૈનિક ગુજરાત એસટીની 8,000થી વધુ બસો 32 લાખ કિમી અંતર કાપે છે, જેમાં 27 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે. આ વધારો નિગમની આર્થિક સ્થિતિ સુધારવા અને સેવાઓમાં સુધારા માટે કરવામાં આવ્યો છે. તાજેતરમાં GSRTC નવી BS-6 બસો, સ્માર્ટ ટિકિટિંગ અને બસ સ્ટેશનોના નવીનીકરણ જેવા કાર્યો પણ કરી રહ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #GSRTC #fare #hike #STbus #state transportation ]
1 Jan 2026
Reelsઅમદાવાદ શહેરમાં 31 ને લઈ પોલીસનું સઘન ચેકીંગ! શહેરના મહત્વના જંક્શન અને માર્ગો પર પોલીસ દ્વારા તપાસ. • 31 એ ઉજવણીના નામે નશાબાજી કરતા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અડચણ રૂપ બનતા તત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. • બ્રેથ એનાલાઈઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ સહિતની તપાસ અમદાવાદના જાહેરમાર્ગો પર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #newyear #ahmedabadpolice #ahmedabad #drugs #police
31 Dec 2025
Reelsઅમદાવાદ શહેરમાં કમોસમી વરસાદની અસર! વર્ષના છેલ્લા દિવસે જુદા જુદા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #2025 #rain #end #year #ahmedabad [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india ]
31 Dec 2025
Postsગુજરાત પોલીસનું સૌથી ઊંચું પદ એટલે કે DGP (director general of police) પર હાલ સૌનું ધ્યાન કેન્દ્રિત! • ગુજરાત પોલીસના વડા (DGP) વિકાસ સહાયનો કાર્યકાળ આજે (31 ડિસેમ્બર 2025) પૂર્ણ થયો છે. તેમને જૂન 2025માં નિવૃત્તિના સમયે 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે સમાપ્ત થયું છે. ડૉ. કે.એલ.એન. રાવ (Dr. K.L.N. Rao)ને ગુજરાતના ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ હાલમાં CID ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમની નિમણૂક નવા વર્ષની શરૂઆત સાથે જ થઈ છે. આ ફેરફાર ગુજરાત પોલીસ બેડામાં મોટો બદલાવ ગણાય છે. વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને માર્ચ 2023થી DGP તરીકે ફરજ બજાવતા હતા. • DGPના પદ અંગે હજુ પણ અંતિમ નિર્ણય બાકી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #dgp #gujarat #police #vikassahay #klnrao ]
31 Dec 2025
Postsઅમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. • આ સરકારી હોસ્પિટલે માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ દેશમાં કોઈપણ જાહેર (પબ્લિક) હોસ્પિટલ દ્વારા એક વર્ષમાં આટલા ટ્રાન્સપ્લાન્ટનો નવો રેકોર્ડ છે. મુખ્ય વિગતો: કીડની ટ્રાન્સપ્લાન્ટનો મુખ્ય ડેટા પુરુષો: 367 મહિલાઓ: 133 ગુજરાતના દર્દીઓ: 330 અન્ય રાજ્યોના દર્દીઓ: 170 વિશેષ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ: કેડેવર (મૃત દાતામાંથી): 157 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ: 90 બાળકોના (પીડિયાટ્રિક): 49 રોબોટિક: 43 આમાંથી કુલ 318 ટ્રાન્સપ્લાન્ટ PMJAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ કરવામાં આવ્યા. • જ્યારે શાળાઓમાં હેલ્થ પ્રોગ્રામ હેઠળ 29, SC વર્ગના 24, ST વર્ગના 7, તેમજ CAPFના 4 અને CGHS હેઠળ 5 ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ Ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #kidney #hospital #civil #transplant #2025]
31 Dec 2025
Postsવેરાવળથી અમદાવાદ આવતી ખાનગી બસમાં ચોરી! 7 થી 8 પેસેન્જરનો સમાન ગાયબ, ચોર ઝડપાયો. • ટ્રાવેલ કંપનીઓ અને મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો. • ખાનગી પટેલ ટ્રાવેલ્સ ની બસ વેરાવળ થી અમદાવાદ આવતી હોય છે ત્યારે કથિત રીતે ડ્રાઇવર દ્વારા જુનાગઢ થી એક વ્યક્તિને 400₹ લઈને બેસાડવામાં આવે છે. • રાત્રે પેસેન્જર સૂઈ રહ્યા હોય છે ત્યારે આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ હાથ સાફ કરે છે. • જ્યારે તે ચોરી કરી રહ્યો હોય છે ત્યારે એક પેસેન્જર યુવતી જાગે છે ત્યારે આ વ્યક્તિ તેનું પર્સ અડી રહ્યો હોય છે. • ત્યારે યુવતીને જાણ થાય છે અને તે અન્ય પેસેન્જરને પણ આ અંગે માહિતગાર કરે છે. • અન્ય મુસાફરો પણ પોતાનો સામાન ચેક કરે ત્યારે ખબર પડે છે કે અલગ અલગ 7 થી 8 મુસાફરોની ઘણી બધી ચીજ વસ્તુઓ અને સામાન ગાયબ છે. • કોઈક ના પૈસા, કોઈકના ડોક્યુમેન્ટ ભરેલું બેગ તો અન્ય સામાનની ચોરી થઈ હોવાનું જણાય છે. • રાજકોટ પછી કુવાડવા પાસે પોલીસને જાણ કરાતા પોલીસ આવે છે, વધારે તપાસ કરતા આ વ્યક્તિના જેકેટ અને પગના મોજામાંથી રોકડ રકમ મળી આવે છે. આ સિવાય આ વ્યક્તિ દ્વારા બસમાં પણ સીટ નીચે કેટલાક સામાન છુપાવવામાં આવ્યો હતો જે મળી આવે છે. • બસ ઊભી રાખીને મુસાફરો દ્વારા આ વ્યક્તિને પોલીસને આવાલે કરવામાં આવે છે વધારે તપાસ કરીને પોલીસ દ્વારા આ વ્યક્તિ પાસે રહેલ મુસાફરોનો સામાન મુસાફરોને પરત કરવામાં આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #bus #chori #patel #travels #theif ]
31 Dec 2025
Reelsસોલર વિશે લોકોને સાચી માર્ગદર્શન આપવાનું કામ અને એની સાથે સારી કમાણી — આ બન્ને એકસાથે શક્ય છે. 💡 Say Solar Solar Advisor Program 👉 Training અમે આપશું. 👉 Execution અમારી ટીમ કરશે. 👉 કમિશન તમારું.... જો તમે Gujarat માં છો તો આ તક ચૂકી જશો નહીં! 📲 Contact Say Solar Today +91 78638 05035
31 Dec 2025
Postsપશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં 7 જાન્યુઆરીએ પાણીનો પુરવઠો ઓછો મળશે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર લાઈન તેમજ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં કેટલીક કામગીરીના કારણે બોપલ, શીલજ, ઘાટલોડિયા અને ભાડજ વિસ્તારમાં તેની અસર થશે. • 6 જાન્યુઆરીના રોજ સવારે સપ્લાય બંધ રહેશે 7 જાન્યુઆરીએ પૂરતું પાણી નહીં મળે પરંતુ 8 જાન્યુઆરીથી રાબેતા મુજબ પાણીની સપ્લાય ચાલુ થશે. • કુલ 11 સ્થાનો પર કામગીરી હોવાના કારણે પાણીના સપ્લાયમાં અસર થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #watercut #bhadaj #ghatlodia #bopal #shilaj ]
31 Dec 2025
Postsશાહીબાગ અંડરપાસ 7 દિવસ બંધ રહેશે. • બુલેટ ટ્રેન ની કામગીરીના ભાગ રૂપે ત્યાં બનાવેલ પિલર પર સેગમેન્ટ લગાવવાના હોવાને લીધે 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન શાહીબાગ અંડરપાસ બંધ રહેશે. • વાહન ચાલકોને રિવરફ્રન્ટ તરફ, ડફનાળા તરફ તેમજ નમસ્તે સર્કલથી શાહીબાગ રેલવે ઓવરબ્રિજ તરફ ડાયવર્ઝન અપાશે. • એક તરફ જ્યારે સુભાષ બ્રિજ બંધ છે ત્યારે હવે શાહીબાગ અંડરપાસ પણ 7 દિવસ માટે બંધ રહેશે ત્યારે એ ચોક્કસ વિસ્તારમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #shahibaug #underpass #close #traffic #diversion]
30 Dec 2025
ReelsRTO સર્કલ પરથી પસાર થતી હાઇટેનશન લાઇનનો વાયર અચાનક તૂટતા નીચેથી પસાર થતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત! • ગત 28 ડિસેમ્બરે રવિવારે બપોરના સમયે rto સર્કલ પાસેથી એકટીવા લઈને પસાર થતા યુવતી અને તેના પિતા ઉપર અચાનક ઉપરથી પસાર થતા હાઇટેનશન લાઇનનો 66 kv નો તાર તૂટીને પડતા બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. • યુવતીના પિતાને ગળા અને પીઠના ભાગ પર હાઈ ટેન્શન વાયરનો ભાગ પડતા ગંભીર રીતે દાજી ગયા હતા અને પડી જતા પાંસળીનો ભાગ તૂટ્યો હતો. જ્યારે યુવતીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. યુવતી અને તેના પિતાને શાહીબાગની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. • પીડિત મુજબ અધિકારીઓ મળીને ખાલી સાંત્વના આપીને ગયા પણ જ્યારે કંઈ સહાય આપવાની વાત આવી ત્યારે કોઈ પોલિસી નથી એવું રટણ ચલાવ્યું હતું. • આ ઘટનામાં ભોગબનનાર દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. • આ ઘટનાની ગંભીરતા લઈ કાર્યવાહી કરવી જોઈએ. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news
30 Dec 2025
Reels@edugetglobalindia ના bio માં આપેલી લિંક પર થી તમારી ફ્રી ટિકિટ હાલ જ બુક કરો ભવ્ય "Uniget Global 2026" - Ahmedabad નું સૌથી મોટું UK Education Fair આવી રહ્યું છે! અહીં હાજર રહેશે UK ની ૨૦ થી વધુ ટોપ યુનિવર્સિટીઓ, જે આપશે તમને: ✅ Scholarship Opportunities ✅ IELTS / PTE Coaching પર Special Discount ✅ Admission Guidance & Direct Counseling જો તમે ૨૦૨૬માં UK માં ભણવા જવાનું સપનું જુઓ છો, તો આ ઈવેન્ટ તમારા માટે છે! હાલ જ તમારી Free Ticket બુક કરો! Date: 10th January 2026 Time: 11: 00 AM to 4:00 PM Venue: 111, Shivalik Shilp, Iscon cross road, Ahmedabad - 015
30 Dec 2025
Postsરવિવારે બપોરે RTO સર્કલ પાસે એક હાઇટેન્શન 66KV વીજ વાયર નીચે પડ્યો હતો, આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. • જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી, એક પિતા પુત્રી 2 વ્હીલર લઈને નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર આ વીજ વાયર પડ્યો હતો, વીજ વાયર માથે પડતાં પિતાને ફ્રેકચર થયું હતું, હાલ તેઓ સારવાર હેઠળ છે. • ત્યારબાદ પાવર સપ્લાય બંધ કરીને તાત્કાલિક વીજ વાયર હટાવી લેવાની કામગીરી શરૂ કરી હતી. • ભોગ બનનાર પરિવારે આ ઘટનાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #66kV #power #supply #electric #RTO
30 Dec 2025
Postsનવા વર્ષને હવે એક દિવસ જ બાકી રહ્યો છે ત્યારે પોલીસ અને સ્પેશિયલ સેલ દ્વારા નશા કરનારા અને વેચનારા સામે તવાઈ હાથ ધરાઈ છે. • સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બાતમીના આધારે બોપલમાં સ્થિત એપલવુડ નજીક રેડ પાડતા ત્યાં એકટીવા લઈને ઉભેલા એક વ્યક્તિ અને તેની આસપાસ ઊભેલા અન્ય બે વ્યક્તિઓની તપાસ કરતા આ લોકો પાસેથી હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. • SMC ને બાતમી મળી હતી કે પોશ વિસ્તારમાં રહેતા લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળા નશાનો સામાન વેચનાર અને વૈભવી વિસ્તારમાં રહેનારા અર્ચિત અગ્રવાલ હાઈબ્રિડ ગાંજો વિદેશમાંથી મંગાવી અહીં પોતાની મર્સિડીઝ સાથે ડ્રાયવરને મોકલી ડિલિવરી કરે છે. • જોકે લોકલ પોલીસ દ્વારા આ વિશે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી ત્યારે SMC દ્વારા બાતમીના આધારે રેડ પાડતા અર્ચિતની મર્સિડીઝ ગાડીનો ડ્રાઈવર રાહુલ ત્યાં પેમેન્ટ અને પાર્સલ આપવા માટે ઉભો હતો જેની પાસે 2 યુવકો (રવિ અને દર્શન) આવ્યા હતા આ ત્રણેની પૂછપરછ અને તપાસ કરતા 432 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. • મુખ્ય વિગતો: - સ્થળ: બોપલ-શેલા રોડ પર એપલવુડ વિલા કોમ્પ્લેક્સ નજીક - પકડાયેલા ત્રણ વ્યક્તિઓને એક્ટિવા સ્કૂટર પરથી ઝડપાયા. - રવિ બાબુભાઈ મારકણા (વસ્ત્રાપુર, અમદાવાદ) - દર્શન નરેન્દ્રભાઈ પારેખ (બોડકદેવ, અમદાવાદ) - રાહુલ સ્વરૂપસિંહ ભદૌરિયા (અડાલજ, અર્ચિત અગ્રવાલનો ડ્રાઇવર) - કબજે થયેલ: એક્ટિવાની ડીકીમાંથી 432 ગ્રામ હાઇબ્રીડ ગાંજો (લગભગ ₹15 લાખની કિંમત). - મુખ્ય આરોપીઓ: - અર્ચિત સંજય અગ્રવાલ (એપલવુડ વિલા, શેલા) - ચિન્મય ઉર્ફે લાલો સોની (સાઉથ બોપલ) આ બંને મર્સિડીઝ કારમાં ગાંજાનો જથ્થો ડિલિવરી આપીને ભાગી ગયા છે, તેથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. - વધુ વિગતો: પૂછપરછમાં જાણવા મળ્યું કે અર્ચિત અને ચિન્મય મર્સિડીઝ કારમાં જથ્થો લઈને આવ્યા હતા. રાહુલ (ડ્રાઇવર) પેમેન્ટ લેવા માટે ત્યાં હાજર હતો. અર્ચિત મોટા કન્સાઇનમેન્ટમાં પોતે કાર લઈને ડિલિવરી આપતો હતો, અર્ચિત 2 વર્ષ પહેલાં પણ હાઇબ્રીડ ગાંજાના કેસમાં પકડાયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #hybrid #weed #marijuana #Bopal #SMC ]
Postsપેલેડિયમ મોલમાં તોડફોડ મુદ્દે 5 તત્વો સામે FIR! 27 ડિસેમ્બરે શનિવારે ભગવા સેના નામક સંગઠનના કેટલાક કાર્યકતાઓ દ્વારા ક્રિસમસનો વિરોધ કરવા માટે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ પેલેડિયમ મોલમાં કરવામાં આવેલ ક્રિસમસ ના ડેકોરેશન મુદ્દે મોલમાં તોડફોડ કરી અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલા ચાલી કરી. • શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવા બદલ 5 વ્યક્તિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. • જેમાં ~ રાહુલ રજનીશભાઇ વર્મા, ~ અનુપસિંહ આનંદકુમાર રાજપુત, ~ ધ્રુવ સિંહ રણજીત સિંહ રાજપુત, ~ પ્રજવલ્લ ભાવેશભાઈ ઝા, ~ બોબીસિંહ ધર્મેન્દ્ર સિંહ રાજપુત આ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #palladium #mall #Christmas #FIR #bhagvasena ]
29 Dec 2025
Postsકોર્પોરેશનની શહેરમાં જાહેર રસ્તા પર કરાતા ગેરકાયદે વાહન પાર્કિંગ સામે કાર્યવાહી! • વાહનચાલકો દ્વારા જાહેર રસ્તાઓ પર કરવામાં આવતા ગેરકાયદે પાર્કિંગના લીધે ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. • આ કાર્યવાહી દરમિયાન માત્ર બે દિવસમાં આશરે 384 નોટિસો આપવામાં આવી છે. • શહેરના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગોમાં પ્લોટની અંદર જરૂરી પાર્કિંગ વ્યવસ્થા ન રાખી, જાહેર ટી.પી. રોડ, ફૂટપાથ તથા અન્ય જાહેર જગ્યાઓ પર પરમિશન વગર વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. • આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સંબંધિત તમામ માલિકો, હાઉસિંગ એસોસિએશન, ચેરમેન, સેક્રેટરી, બિલ્ડીંગ માલિકો, કબજેદારો તથા વપરાશકર્તાઓને નીતિ-નિયમો અનુસાર ફરજિયાત રીતે પોતાના વાહનોનું પાર્કિંગ પ્લોટ અથવા પ્રિમાઇસીસની અંદર જ કરવા સૂચના આપવામાં આવી હતી • આ સૂચનાઓનું પાલન ન કરનારો સામે કાર્યવાહી કરી નોટિસ પણ આપવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #parking #corporation #estate
29 Dec 2025
Postsસુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણને લગતા પોતાના જ જૂના ચુકાદા પર રોક (Stay) લગાવી દીધી છે. • શું હતો મામલો? (નવેમ્બર ૨૦૨૫નો ચુકાદો) થોડા સમય પહેલાં (નવેમ્બર ૨૦, ૨૦૨૫), સુપ્રીમ કોર્ટની એક બેંચે અરવલ્લી પહાડોની નવી વ્યાખ્યા સ્વીકારી હતી. આ વ્યાખ્યા મુજબ: - જે પહાડની ઊંચાઈ આસપાસની જમીનથી ૧૦૦ મીટર કે તેથી વધુ હોય, તેને જ "અરવલ્લી હિલ્સ" ગણવામાં આવે. - આ નિર્ણયને કારણે અરવલ્લીના લગભગ ૯૦% જેટલા નાના પહાડો અને ટેકરીઓ કાયદાકીય રક્ષણમાંથી બહાર થઈ જવાના હતા. - પરિણામે, આ વિસ્તારોમાં ખાણકામ અને બાંધકામની છૂટ મળવાની ભીતિ હતી, જેનો પર્યાવરણવાદીઓ ભારે વિરોધ કરી રહ્યા હતા. • સુપ્રીમ કોર્ટે શું નવો આદેશ આપ્યો? (ડિસેમ્બર ૨૯, ૨૦૨૫) આજે સોમવારે સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચે (જેમાં ચીફ જસ્ટિસ સૂર્ય કાન્ત પણ સામેલ હતા) આ જૂના ચુકાદાના અમલ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે: - નવેમ્બર ૨૦નો આદેશ હાલ પૂરતો લાગુ નહીં પડે. - માત્ર ૧૦૦ મીટરની ઊંચાઈને માપદંડ માનવો યોગ્ય નથી. આ માટે પર્યાવરણ પર શું અસર થશે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે. - કોર્ટે હવે આ માટે નિષ્ણાતોની એક નવી કમિટી બનાવવાનું સૂચન કર્યું છે, જે માત્ર સરકારી અધિકારીઓની નહીં પણ પર્યાવરણના જાણકારોની બનેલી હશે. • આ નિર્ણયની શું અસર થશે? આ 'સ્ટે' ઓર્ડરને કારણે હાલ પૂરતું અરવલ્લીના નાના પહાડો પર ખાણકામ કે નુકસાન થવાનો ખતરો ટળી ગયો છે. હવે જ્યાં સુધી નવી કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જૂની યથાવત્ સ્થિતિ જાળવી રાખવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #aravali #hills #mountain
Postsહવે સ્કૂલ ફીની વિગતો છુપાવી વધુ ફી વસૂલતી સ્કૂલ સામે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) નો નિર્ણય, હવે ગુજરાતીની ખાનગી સ્કૂલોની ફી વિગતો FRC ની વેબસાઇટ પર મૂકવામાં આવી. • ગુજરાતમાં ખાનગી શાળાઓની ફી નિયમન માટે ગુજરાત સ્વ-નિર્ભર શાળાઓ અધિનિયમ, 2017 અને તેના નિયમો અમલમાં છે, આ અધિનિયમ હેઠળ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા શાળાઓની ફી નક્કી કરવામાં આવે છે. • ત્યારે રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલવાની ફરિયાદો વધતા FRC એ મહત્વનો અને પારદર્શક નિર્ણય લીધો છે. • અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની કુલ 5,780 ખાનગી શાળાઓની મંજૂર ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. • હવે વાલી અને વિદ્યાર્થીઓ ઘર બેઠાં પોતાની શાળાની ધોરણ, માધ્યમ અને બોર્ડ મુજબની નિયત ફી જોઈ શકશે. • અમદાવાદ ઝોનમાં શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી ઓનલાઈન ઉપલબ્ધ કરાઈ છે. • નવા ઓર્ડર મુજબ એડમિશન ફી કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી. • કમિટી દ્વારા ફી જાહેર થયા પછી પણ કેટલીક સ્કૂલો વાલીઓ પાસે વધારાની ફી ઉઘરાવતા હતા આ માહિતી ડીઈઓ કચેરી સુધી પહોંચતા સ્કૂલો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. • FRC દ્વારા દરેક સ્કૂલોને ફીની વિગતો સ્કૂલની નોટિસ બોર્ડ પર મૂકવાની સૂચના આપવામાં આવી છતાં મોટા ભાગની સ્કૂલો તેનું પાલન કરતી ન હોવાથી ઘણી બધી ફરિયાદો ડીઈઓ કચેરીને આવતી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. – FRCની ઓફિશિયલ વેબસાઇટ:– https://www.frcgujarat.org/ પર જઈને તમે શાળાઓની ફી વિગતો ચકાસી શકો છો. – FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની વસૂલાત ગેરકાયદે ગણાશે. – જો કોઈ શાળા નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો વાલીઓ શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકશે. – ભવિષ્યમાં ફી વધારો કરવો હોય તો શાળાઓને FRCની પૂર્વ મંજૂરી લેવી પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #FRC #school #fee #parents
ReelsExperience care that heals both body and mind at Tirtham Surgical Hospital. With expert surgeons, advanced surgical care, calming environments, and thoughtfully designed theme-based rooms, every patient journey is guided with trust, comfort, and compassion. From surgery to recovery, your well-being is always our priority. 📞 Free Helpline: 99744 16665 #TirthamSurgicalHospital #TrustedHealthcare #ExpertSurgeons #PatientCare #HealingWithCare
29 Dec 2025
Postsગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં રાજ્યની તમામ કોર્ટો માટે પેપર સાઇઝ અને ફોન્ટ અંગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો. • હવે કોર્ટમાં લીગલ સાઇઝના પેપરના બદલે A4 સાઈઝના પેપર વાપરવામાં આવશે તેમજ ચોક્કસ ફોન્ટમાં લખાણ કરવાનું રહેશે. • આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટની કાર્યવાહીમાં એકસૂત્રતા લાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે. • ક્યારથી લાગુ થશે? આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2026 થી રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાબાની કોર્ટોમાં ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે. • પેપર સાઇઝ અને ક્વોલિટી અત્યાર સુધી વપરાતા લીગલ (Legal) સાઇઝના પેપરને બદલે હવે A4 સાઇઝના પેપરનો ઉપયોગ કરવાનો રહેશે. - પેપર સાઇઝ: A4 (29.7 cm x 21 cm) - પેપરની ગુણવત્તા: ઓછામાં ઓછું 75 GSM - પ્રિન્ટિંગ: કાગળની બંને બાજુ પ્રિન્ટિંગ કરવાની રહેશે (જેનાથી કાગળનો બચાવ થશે). • ફોન્ટ અને ફોર્મેટિંગના નિયમો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા માટે અલગ-અલગ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે જેથી લખાણમાં સ્પષ્ટતા જળવાઈ રહે. આ નિયમો ગુજરાત રાજ્યની તમામ: - જિલ્લા અદાલતો (District Courts) - ફેમિલી કોર્ટ (Family Courts) - ઇન્ડસ્ટ્રિયલ કોર્ટ અને લેબર કોર્ટ - સ્મોલ કોઝ કોર્ટ - અને અન્ય તમામ તાબાની અદાલતોમાં થતી પિટિશન, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર અને જજમેન્ટ માટે લાગુ પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #court #legal #paper #size #A4
29 Dec 2025
Postsશહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધી રહી છે, હાલ રોડ રસ્તા પહોળા કરવા અને બ્રિજ બનાવવા છતાં અનેક જગ્યાએ રોડ પર આડેધડ રીતે વાહન પાર્ક કરતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ થતી જાય છે. • આડેધડ પાર્કિંગને રોકવા માટે કોર્પોરેશન શહેરમાં વિવિધ જગ્યાઓ પર નવા 62 પાર્કિંગ બનાવશે, આ નવા પાર્કિંગમાં 4,300 કાર અને 12,000 ટુ વ્હીલર પાર્ક થઈ શકશે. • હાલમાં શહેરમાં કોર્પોરેશનના 39 પેઇડ અને 56 ફ્રી મળી કુલ 95 પાર્કિંગ સ્થળો છે, જેમાં કાર માટે 12,459 અને ટુ વ્હીલર માટે 22,716 વાહનો પાર્ક કરવાની ક્ષમતા છે. • આગામી સમયમાં બાપુનગર, રાણીપ બ્રિજની નીચે, અંજલી બ્રિજની નીચે, મકરબા પોલીસ હેડક્વાર્ટર બહાર ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ, એસજી હાઈવે અને સરખેજ રોજા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. • શહેરમાં ઓન-સ્ટ્રીટ, ઓફ-સ્ટ્રીટ, બ્રિજની નીચે તેમજ બે મલ્ટીલેવલ કાર પાર્કિંગનું નિર્માણ ચાલી રહ્યું છે. • જોકે આટલા પાર્કિંગ છતાં પણ અનેક પાર્કિંગો 70% જેટલા ખાલી રહે છે તેનું મુખ્ય કારણ પાર્કિંગના વધુ દર તેમજ કોન્ટ્રાક્ટરની દાદાગીરી જેમાં તેઓ સામાન્ય ભાવ કરતા વધુ ભાવ વસૂલતા હોવાની ફરિયાદો મળી રહી છે. • લોકો રોડ પર જ પાર્કિંગ કરીને જતા રહેતા ટ્રાફિકની સમસ્યા વધે છે. • કુલ 62 પાર્કિંગમાંથી 22 પાર્કિંગની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #parking #paid #AMC
29 Dec 2025
Posts@edugetglobalindia ના bio માં આપેલી લિંક પર થી તમારી ફ્રી ટિકિટ હાલ જ બુક કરો ભવ્ય "Uniget Global 2026" - Ahmedabad નું સૌથી મોટું UK Education Fair આવી રહ્યું છે! અહીં હાજર રહેશે UK ની ૨૦ થી વધુ ટોપ યુનિવર્સિટીઓ, જે આપશે તમને: ✅ Scholarship Opportunities ✅ IELTS / PTE Coaching પર Special Discount ✅ Admission Guidance & Direct Counseling જો તમે ૨૦૨૬માં UK માં ભણવા જવાનું સપનું જુઓ છો, તો આ ઈવેન્ટ તમારા માટે છે! હાલ જ તમારી Free Ticket બુક કરો! Date: 10th January 2026 Time: 11: 00 AM to 4:00 PM Venue: 111, Shivalik Shilp, Iscon cross road, Ahmedabad - 015
28 Dec 2025
Postsવર્ષ 2025માં ચાંદીમાં રોકાણ કરનારાઓની “ચાંદી ચાંદી” • જાન્યુઆરી 2025માં જે ભાવ કિલોએ 90,000₹ હતા તે આજે ₹2.5 લાખને પાર • મુખ્ય કારણ વૈશ્વિક માંગ, આગળ વધી રહેલ 2 મોટી ઇન્ડસ્ટ્રી સોલર અને AI બંનેના કંપોનેન્ટસ્ બનાવવામાં ચાંદીનો બહોળો ઉપયોગ. • તેની સામે ઉત્પાદનમાં સતત ઘટાડો એટલે ભાવ સતત આસમાને. • રોકાણકારોની દુનિયામાં એમ પણ ચાંદીને “ડેવિલ્સ મેટલ” (રાક્ષસી ધાતુ) કહેવાય છે, ઔદ્યોગિક માંગના કારણે ચાંદી ક્યારે કેટલું ઉપર આવે અને ક્યારેક એટલું નીચે જાય તે નક્કી નથી હોતું. • રોકાણકારોને પૈસા કમાઈને પણ આપી શકે છે અને એટલું જ ડુબાડી પણ શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #silver #rate #gold #high #ચાંદી ]
28 Dec 2025
Postsઉત્તરાયણ પહેલા લોકોની સુરક્ષાને ધ્યાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું જાહેર! • અમદાવાદમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ શહેરના જાહેરમાર્ગો પર દોડીને પતંગ પકડી શકશે નહીં. • અને કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ પર અન્ય વ્યક્તિને ઇજા અથવા ભય પહોંચાડે તેવી રીતના પતંગ ઉડાવી શકશે નહીં. • જો કોઈ વ્યક્તિ આ જાહેરનામું પાલન નહીં કરે તો, તેની વિરુધ પોલીસ ગુનો દાખલ કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #uttarayan #kite #festival #police
27 Dec 2025
Postsઅમદાવાદમાં નવા વર્ષ 2026 (31 ડિસેમ્બર 2025ની રાત્રે અને 1 જાન્યુઆરી 2026)ની ઉજવણીને લઈને અમદાવાદ સિટી પોલીસ દ્વારા ટ્રાફિક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. • જનમેદના ભેગી થતી હોવાથી સિંધુભવન રોડ અને CG રોડ રાત્રિના સમયે વાહનચાલકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. • આ પ્રતિબંધો મુખ્યત્વે ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવે છે. 1. CG રોડ (સીજી રોડ): 31 ડિસેમ્બર સાંજના 6 વાગ્યાથી - આ વિસ્તારને પેડીસ્ટ્રિયન-ઓન્લી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. - વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. (સાંજના 6:00 વાગ્યાથી મોડીરાત્રીના 03:00 વાગ્યા સુધી) - બંને બાજુએ વાહન પાર્કિંગ પર પ્રતિબંધ (સાંજના 6 વાગ્યાથી શરૂ). - વૈકલ્પિક માર્ગો: સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ક્રોસરોડ્સ સુધી જઈને ક્રોસ કરી શકાય, અથવા ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ તરફથી સેન્ટ ઝેવિયર્સ કોલેજ તરફ. 2. સિંધુભવન રોડ: 31 ડિસેમ્બર સાંજના 8 વાગ્યાથી - ઝાઝરમાન ક્રોસરોડથી તાજ સ્કાયલાઈન સુધીનો ભાગ પેડીસ્ટ્રિયન-ઓન્લી ઝોન જાહેર. - વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ: 31 ડિસેમ્બરની સાંજે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 3 વાગ્યા સુધી. - વૈકલ્પિક માર્ગો: - ઝાઝરમાન ક્રોસરોડથી અશ્વમેઘ બંગલોઝ વાયા કાલીબારી મંદિર રોડ. - ઝાઝરમાન ક્રોસરોડથી બાગબાન ક્રોસરોડ વાયા આંબલી ઓવરબ્રિજ. SG હાઈવે (સરખેજ-ગાંધીનગર હાઈવે) - ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ: 31 ડિસેમ્બરની સવારે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 3 વાગ્યા સુધી (ખાસ કરીને પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી). - સર્વિસ રોડ પર પાર્કિંગ પર પ્રતિબંધ: સાંજે 7 વાગ્યાથી શરૂ. - આ વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ તપાસ અને વિશેષ પોલીસ તૈનાતી રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #new #year #CG road #sindhubhavan road #diversion
ReelsSome promises are not spoken… they are felt. And when the day comes to fulfill them, a daughter doesn’t say much — she simply smiles and whispers, “Thank you, Papa.” 📜 Chapter 1.0 — Completed with Pride 100 daughters received something that lasts longer than gold — land in their own name. Promises made. Promises delivered. Now the story continues… ✨ Chapter 2.0 is coming soon ✨ And only a limited few families will be part of it. 🌸 Ek Plot Beti Ke Naam 🌸 At Harmony Holidays – Sanand–Nalsarovar Road 💗 Buy 2 Plots → 1 Plot FREE in Daughter’s Name 💰 Starting @ ₹18.75 Lakhs++ 🏝 Bali Theme Resort • 100+ World-class Amenities 🌿 Gated Community • Ready Plots • Weekend Luxury Lifestyle ⚡ Last time, this opportunity was sold out before many could react. This time, access is through priority registration only. 📌 Register your lead today — before this chapter is written without you. 📞 9512102318 | 7043070101 🎥 Project Video: https://crnbry.com/CH5ESX4E (EkPlotBetiKeNaam, PlotInDaughtersName, DaughterFutureInvestment, AhmedabadRealEstate, SanandNalsarovarRoadPlots, GatedCommunityPlots, ReadyResidentialPlots, LuxuryPlotsNearAhmedabad, BaliThemeResortLiving, FamilyLegacyInvestment, SecureLandOwnership, PremiumPlottedDevelopment, WeekendHomeLifestyle, GujaratPropertyInvestment, EmotionalRealEstateStory) #EkPlotBetiKeNaam #BetiKeNaam #AhmedabadRealEstate
Postsવાડજમાં ’ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ સાયબર ક્રાઇમના દરોડા, અનેક ATM કાર્ડ, ચેકબુક, સીમકાર્ડ સાથે બે આરોપીની ધરપકડ. • ગુજરાતમાં વધતી સાયબર ગુનાખોરી અટકાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલતી હતી ત્યારે, • શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટમાં સ્થિત C–1 ફ્લેટમાં દરોડો પાડી મ્યુલ એકાઉન્ટ્સ (ભાડેના બેંક ખાતા) ચલાવતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો. • જ્યાં સ્થિત રોનીત ઉર્ફે ગણેશ મિંદા અને લીના ભાટીયા નામના બે આરોપીઓને ધરપકડ કરી છે. • આ કાર્યવાહી દરમિયાન પોલીસે 153 ફેડરલ બેંકના કાર્ડ સહિત કુલ 162 ATM કાર્ડ, 18 મોબાઇલ ફોન, 41 સિમકાર્ડ, પાસબુક, લેપટોપ સહિત કુલ ₹2.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. • પોલીસે વાડજનાદરોડો પાડી • આ ગેંગ આર્થિક રીતે નબળા અને નિર્દોષ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતી અને આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ તેમજ ઓનલાઇન ગેમ્બલિંગના કાળા નાણાંની હેરફેર માટે થતો હતો. • આરોપીઓ ખોટા રબર સ્ટેમ્પ અને MSME સર્ટિફિકેટનો ઉપયોગ કરીને બોગસ પેઢીઓના નામે કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. • ખાતું ખુલ્યા બાદ ચેકબુક અને ATM કાર્ડ રિષભ જૈન નામના સાગરીત મારફતે મુખ્ય સૂત્રધારોને કુરિયર કરવામાં આવતા હતા, દરેક ખાતા બદલામાં આરોપીઓને ₹10 હજારથી વધુનું કમિશન મળતું હતું. • પોલીસ તપાસમાં આ નેટવર્ક UK અને USA સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે, જ્યાં ‘MEGGIE GROUP’ અને ‘PROFESSOR BANK GROUP’ નામના વોટ્સએપ ગ્રુપો દ્વારા રેકેટ ચલાવવામાં આવતું હતું. • ‘માર્કો’ અને ‘વિન ડીઝલ’ જેવા કોડનેમ ધરાવતા વિદેશ સ્થિત શખ્સોના ઈશારે આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી. • હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે પોતે ફરિયાદી બની બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #cyber #crime #vadaj #myul #account
Postsહવે એસટી બસમાં પણ ટ્રેન અને પ્લેનની માફક મંગાવી શકાશે ઓનલાઇન ફૂડ! • GSRTC દ્વારા મુસાફરો બસમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરી શકે તે માટે 'ઓન ડિમાન્ડ પેક્ડ ફૂડ-ફૂડ ઓન બસ' પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. • આ પ્રોજેક્ટમાં અમદાવાદથી પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ તેમજ અન્ય પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડીલીવરી આપવામાં આવશે. • આ સેવાથી નિગમને નોન ટ્રાફિક આવકમાં પણ વધારો, અને મુસાફરોને પણ આ નવી સુવિધાનો લાભ મળશે. • કેવી રીતે મળશે આ સુવિધા: આ પ્રોજેકટ હેઠળ મુસાફરો ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System) સિસ્ટમ પર બસ ટીકીટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. • એડવાન્સમાં અથવા મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે. • આ સુવિધાઓ પૂરી પાડવા માટે એસ.ટી નિગમ દ્વારા 'એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' થી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે. • આ સુવિધામાં એજન્સી દ્વારા તમાકુ, બિડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં આપી શકશે નહિ અને જો સમયસર ફૂડ ડિલિવરી ન મળે તો એવા કિસ્સામાં ₹5000 થી ₹10,000 રુપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #GSRTC #FOOD #online #bus #ST
26 Dec 2025
Postsસુભાષ બ્રિજનું પુનર્નિર્માણ: ₹250 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે • અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો મહત્વનો સુભાષ બ્રિજ હવે નવા સ્વરૂપે બનશે. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જૂના સુભાષ બ્રિજના સુપરસ્ટ્રક્ચરને તોડી પાડીને તેનું સંપૂર્ણ પુનર્નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. • આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે ₹250 કરોડ છે અને તેનાથી બ્રિજની બંને બાજુએ દરેક તરફ બે-બે નવા લેન ઉમેરવામાં આવશે, જેથી ડબલ બ્રિજ સિસ્ટમ બને. • આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે બ્રિજમાં તાજેતરમાં જોવા મળેલી તિરાડો અને આંશિક સ્પાનનું ધસી જવું. 4 ડિસેમ્બર 2025ના રોજ તિરાડ જોવા મળતાં બ્રિજને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો અને તે 25 ડિસેમ્બર સુધી બંધ રહ્યો. • ત્યારબાદ વિવિધ નિષ્ણાત એજન્સીઓના ઇન્સ્પેક્શનમાં જૂના સુપરસ્ટ્રક્ચરને દૂર કરવાની ભલામણ કરવામાં આવી.બ્રિજની ઉંમર 52 વર્ષથી વધુ છે અને જૂની બાંધકામ પદ્ધતિ તેમજ વધતા ટ્રાફિકના ભારને કારણે તેની સલામતી પર સવાલ ઉભા થયા હતા. • આ માટે IIT રુડકી, IIT મુંબઈ અને SVNIT જેવી ટોચની સંસ્થાઓએ સ્ટ્રક્ચરલ એસેસમેન્ટ કર્યું અને જૂના સુપરસ્ટ્રક્ચરને બદલવાની સલાહ આપી. પ્રોજેક્ટની વિગતો: જૂના પિલરોને મજબૂત કરીને તેમને તોડ્યા વિના જાળવી રાખવામાં આવશે. નવા સ્ટ્રક્ચર માટે 7 નવા પિલર ઉમેરવામાં આવશે. પહેલા મધ્ય ભાગના બ્રિજને ચાલુ કરવામાં આવશે, ત્યારબાદ બંને બાજુના નવા લેન પૂરા થશે. • કામ EPC (Engineering, Procurement, and Construction) મોડલ હેઠળ થશે. આ પુનર્નિર્માણથી બ્રિજની ક્ષમતા વધશે, સલામતી સુનિશ્ચિત થશે અને અમદાવાદને એક આધુનિક આઇકોનિક સ્ટ્રક્ચર મળશે. જોકે, 9 મહિનાના બંધને કારણે ટ્રાફિકમાં અસ્થાયી અસર પડશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ( #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india Shubhash bridge new tender amc 8 lane )
ReelsAmrutam aaj kem? CBSE + Udgamverse. Because real CBSE is not about claims or banners, but about proper approvals, strong infrastructure, and strict academic norms. Amrutam International School, powered by Udgamverse, offers a verified CBSE system with trained teachers, transparent evaluations, and a safe, peaceful campus. Backed by 20+ schools and 18,000+ students, Amrutam focuses on holistic development and academic excellence. Looking for a genuine CBSE school in Naroda – Nana Chiloda? Visit Amrutam and see the difference. #AmrutamInternationalSchool #CBSEPlusUdgamverse #CBSESchoolAhmedabad #Udgamverse #narodaschools
26 Dec 2025
Postsએક્ટિવાની ચોરી કરી મિત્રોને રીલ્સ બનાવવા અને સગા સંબંધીઓને એક્ટિવા વેચનાર બે કિશોર ઝડપાયા! • શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપુનગર, શહેરકોટડા, સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પાર્ક કરેલા જૂના એક્ટિવાની ચોરી અંગેની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 6 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. • જેના પગલે LCB સ્કવોડના PSI કે.કે. જાડેજા અને તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ એક્ટિવા ચોરી કરતી ગેંગના શોધમાં હતી. • આ દરમિયાન પોલીસે બાપુનગરના ભીડભંજન મંદિર રોડ પાસેથી એક્ટિવા લઈને પસાર થતા બે કિશોર આરોપીને પકડી પાડ્યા હતા. • પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે બંને આરોપીઓ જૂના એક્ટિવાની ચોરી કરીને પહેલા મિત્રોને રીલ્સ બનાવવા અને ફોટા પડાવવા માટે આપતા હતા. • જ્યારે સગા-સંબંધીઓને' બેન્કે સીઝ કર્યું છે' તેમ કહીને નાની રકમમાં વેચી દેતા હતા. • આરોપીઓ એક્ટિવા ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે બાપુનગર ખાતે આવેલી સોનેરિયા આવાસ યોજનાના મેદાનના પાર્કિંગમાં વાહનો મૂકીને ઘરે જતા રહેતા હતા. • પોલીસે કુલ 6 એક્ટિવા રિકવર કરીને બંને કિશોરોને બાળ સંરક્ષણગૃહમાં મોકલી દીધા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #activa #thief #minor #Bapunagar #east
26 Dec 2025
Postsઅકસ્માતો રોકવા અમદાવાદ-બગોદરા હાઈવે પર વધુ CCTV કેમેરા લગાવાશે, અને કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. • અમદાવાદ પોલીસ, RTO અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 109 કિ.મી. લાંબા અમદાવાદ-બગોદરા હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા CCTV લગાવી કંટ્રોલ રૂમ બનાવાનો નિર્ણય કરાયો છે. • આ હાઈવે પર છેલ્લા છ મહિનામાં 21 લોકોના અકસ્માતમાં મોત થયા હતા. • હાઈવેના 0 થી 22, 23 થી 48, 49 થી 71 અને 72 થી 109 કિ.મી.ના રસ્તા પર ચાર ભાગમાં કેમેરા, વેરિએબલ ડિસ્પ્લે સ્ક્રીન સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને સતત મોનીટરીંગ કરાશે. • જો વાહનચાલકો ઓવર સ્પીડમાં વાહન ચલાવશે તો તરત જ તેને મેમો મોકલવામાં આવશે. • જ્યારે રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ કરતા હશે તો તરત જ એલર્ટ મેસેજ આપવામાં આવશે. • ચાર ભાગમાં અલગ-અલગ કંટ્રોલ રૂમ બનાવામાં આવશે અને કંટ્રોલરૂમની જવાબદારી પોલીસ વિભાગને સોંપવામાં આવશે. • નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 3 ભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે, જ્યારે છેલ્લા તબક્કાની કામગીરી હાલ ચાલી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #bagodara #NHAI #traffic #accident #contol room
26 Dec 2025
Postsગુજરાતની ધરતી પર વાઘના પગલા! • ગુજરાતમાં તાજેતરમાં વાઘ (ટાઇગર)ની હાજરી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA)એ ૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ગુજરાતને ફરીથી "ટાઇગર સ્ટેટ" જાહેર કર્યું છે. • આનું મુખ્ય કારણ એ છે કે દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક નર વાઘ છેલ્લા ૯ મહિનાથી સ્થાયી રૂપે વસવાટ કરી રહ્યો છે. આ વાઘ મધ્યપ્રદેશથી કુદરતી રીતે આવ્યો હોવાનું માનવામાં આવે છે. • આ સાથે ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું છે જ્યાં એશિયાટિક સિંહ (લાયન), દીપડો (લેપર્ડ) અને વાઘ (ટાઇગર) ત્રણેય મોટા બિલાડી પ્રાણીઓની હાજરી છે. • આ પહેલાં ગુજરાતમાં વાઘની હાજરી ૩૩ વર્ષ પહેલાં (૧૯૯૨ આસપાસ) નોંધાઈ હતી, તેથી આને ઐતિહાસિક ઘટના ગણવામાં આવે છે. વન વિભાગ આ વાઘનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને વસ્તી વધારવા માટે વધુ માદા વાઘ લાવવાની તૈયારીઓ પણ ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india Tiger dahod lion NTCA ]
26 Dec 2025
PostsGoa is ready. Are you? 🌊🔥 This New Year = TWO nights of pure madness at Moon Music Festival ✨🎶 ⚡ 30 Dec – ProBros • TOT • Olly Esse + surprise acts 🎧 🌙 31 Dec – Bismil ki Mehfil | Welcome 2026 🎤✨ 📅 30 & 31 Dec | 9 PM onwards 📍 Dr. Shyama Prasad Mukerjee Indoor Stadium, Panjim, Goa 🎟 Tickets exclusive on BookMyShow 📞 7888110103 / 7888110104 Two nights. One vibe. Goa at its finest 🥂 #MoonMusicFestival #GoaNYE #Welcome2026 #Bismil #2NightsOfMusic GoaVibes BookMyShow 🔥
26 Dec 2025
Postsઅમદાવાદ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગના કર્મચારીઓ માટે ત્રણ લેયરના ફાયરપ્રૂફ શૂટ લેશે, જે ફાયર જવાનને પ્રચંડ આગમાં સુરક્ષિત રાખશે! • અમદાવાદ ફાયર વિભાગમાં પહેલીવાર ત્રણ લેયરના 210 અને સિંગલ લેયરવાળા 700 નંગ આધુનિક ફાયર શૂટ વસાવવામાં આવશે, જે વિકરાળ આગ જેવી ગંભીર ઘટનાઓમાં ફાયર જવાનોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. • આ તમામ સાધનો વસાવવા માટે કોર્પોરેશન ₹3.15 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. • આ ફાયર શૂટ સામાન્ય કપડાં ઉપર માત્ર 2 મિનિટમાં પહેરી શકાય તે રીતે ડિઝાઇન કરાયા છે, ત્રણ લેયરના ખાસ મટિરીયલના કારણે ફાયર જવાનને 8 સેકન્ડથી વધુ સમય સુધી સીધી પ્રચંડ આગ વચ્ચે સુરક્ષા મળે છે • શૂટમાં રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી છે, જેના કારણે અંધારામાં અને ધુમાડામાં પણ ફાયર જવાનોનું લોકેશન સરળતાથી ઓળખી શકાય છે. • બહારનું પડ Nomex IIIAમાંથી બનેલું છે, જેમાં નોમેક્સ, કેવલર અને એન્ટી-સ્ટેટિક ફાઈબરનો સમાવેશ થાય છે અને તેમાં રિપ-સ્ટોપ વણાટ તથા પાણી-તેલ દૂર રાખતી ફ્લોરોકાર્બન ફિનિશ આપવામાં આવી છે. • વચલું પડ નોમેક્સ અને કેવલરના કાપડ પર ePTFE મેમ્બ્રેનથી બનાવવામાં આવ્યું છે, જે બહારના પ્રવાહી અને પાણી અંદર પ્રવેશતા અટકાવે છે. • અંદરનું પડ સૌથી જાડું હોય છે, જેમાં નોમેક્સ અને વિસ્કોસનું મિશ્રણ હોય છે, જે ગરમીને શરીર સુધી પહોંચતી રોકી ફાયર જવાનને દાઝવાથી બચાવે છે. • દરેક ફાયર સ્ટેશનમાં 5થી વધુ થ્રી લેયર ફાયર શૂટ ઉપલબ્ધ કરાશે, ફાયર શૂટ સાથે એન્ટી-ફ્લેશ હૂડ, હેલ્મેટ અને ગમબૂટનો સંપૂર્ણ સેટ આપવામાં આવશે, જેથી જવાનને માથાથી પગ સુધી સંપૂર્ણ સુરક્ષા મળી રહે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #fire #bridged #suit #frieproof ]
ReelsSanta is here to fulfill your study abroad dreams! Get guaranteed* visa approval for Canada, U.K and Finland! Trust us with your immigration process. 100% Record? ✅ Fastest Visa Approval? ✅ Contact Pratham International for a FREE consultation: 📍Vadodara: A/419 Trivia Complex, Natubhai Circle, Race Course Rd, Vadodara 📍Surat: 338, Rajhans Ornate, Athwalines, Surat ☎️ 88088 08666 💬 8808808106 *Conditions Apply. Subject to profile. #Visa #CanadaVisa #UKVisa #FinlandVisa #VisaConsultation OnlineConsultation SpouseVisa SOWP Christmas Santa Christmas2025 StudyVisa StudyAbroadGoals VadodaraIELTSCenter IELTSCoaching CanadaPR Ahmedabad Anand Surat Rajkot VisaConsultancy CanadaImmigration IRCC [ jobs in Canada, Canada immigration , Canada visa , student visa, canada study visa, spouse visa , mba finance , study abroad ]
25 Dec 2025
Postsપાસપોર્ટ પ્રક્રિયામાં 1 જાન્યુઆરીથી નવી સુવિધાઓ! • ગુલબાઇ ટેકરા સ્થિત અમદાવાદના મુખ્ય પાસપોર્ટ કેન્દ્રમાં આવનાર અરજદારો માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવશે. • પાસપોર્ટની અરજીઓના ઝડપી નિકાલ માટે દરરોજ 100 એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવશે. • આ સિવાય સોમવાર અને બુધવારે (રજાના દિવસ સિવાય) સવારે 10 થી 1 વાગ્યા સુધી, કોઈ પણ પ્રિ પ્લાન કે ઓનલાઈન એપાઈન્ટમેન્ટ વગર જ અરજદારો પૂછપરછ માટે અને • આ સિવાય અરજદારો પાસપોર્ટની અરજી અંગેની કોઈ પણ માહિતી માટે આ રીતે સંપર્ક કરી શકે છે. ટેલિફોન નંબર 079-26300603 ઈ મેઈલ: rpo.ahmedabad@mea.gov.in • પાસપોર્ટ કેન્દ્રમાં જતી વખતે આપના તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [#ahmedabad #amdavad #Gujarat #Gujarati #news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india passport application]
25 Dec 2025
Postsઅમદાવાદ મંડળના સાબરમતી રેલવે સ્ટેશનના નવા સ્ટેશન બિલ્ડિંગમાં રિઝર્વેશન ઓફિસ શરૂ કરવામાં આવી. • 25 ડિસેમ્બર એટલે કે આજથી નવી બેડિંગના પ્રથમ માળ (લિફ્ટ તથા સીડીઓની સુવિધા ઉપલબ્ધ) પર આ રિઝર્વેશન વિન્ડો શરૂ કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #railway #reservation #ticket
25 Dec 2025
Postsઅમદાવાદ શહેરમાં ગઈકાલે (24 ડિસેમ્બર) મોડી રાત્રે CTM હાઈવેના ફૂટ ઓવર બ્રિજ પર એક યુવક દ્વારા જીવ ટૂંકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. • ગઈકાલે રાત્રિના સમયે એક યુવક CTM ફૂટ ઓવર બ્રિજની રેલીંગ પર ચડી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો, આ જોઈને નીચે ઉભેલા વાહન ચાલકો તેમજ અન્ય રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું અને યુવકને નીચે ઉતરી જવાનું અને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. • જોકે યુવક તેમ છતાં પણ રેલિંગ નીચે ઉતારવાનું નામ લઇ રહ્યો ન હતો ત્યારે ત્યાં ઉભેલા એક યુવકે કુદવા જતા યુવકને જાણ ન થાય તે રીતે અચાનકથી પાછળથી આવી આ યુવકને પકડી લીધો હતો જોકે તેમ છતાં પણ કુદવાનો પ્રયાસ કરનાર યુવકે પોતાનો શર્ટ કાઢીને કૂદવાની કોશિશ કરી હતી પરંતુ અન્ય લોકો પણ ત્યાં આવી જતા આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. • ત્યારબાદ રામોલ પોલીસ સ્ટેશનને જાણ કરી તપાસ કરતા આ યુવક મૂળ છોટા ઉદેપુરનો રહેવાસી છે અને હાલ અહીં અમદાવાદ સરસપુર તેમના મામાને ત્યાં રહે છે ત્યારે કૌટુંબિક કારણોના સર યુવક જીવન ટૂંકાવવા બ્રિજ પર પહોંચ્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #CTM #footover #bridge ]
25 Dec 2025
Reels🚀 One Test. One Chance. A Life-Changing Career! 🚀 Appear for the upGrad Scholarship & Aptitude Test and get up to 100% scholarship on top career programs in Data Science, AI/ML, Full Stack & more. 🏆 Scholarships up to 100% for top performers 📅 27th Dec (Saturday) ⏰ 11 AM – 1 PM 📍 upGrad Learning Support Centre, Navrangpura, Ahmedabad 📞 Register Now: 7203000902 ✨ Your future deserves this chance. Don’t miss it!
25 Dec 2025
Postsસાબરમતી લોકો શેડ, અમદાવાદ ડિવિઝન, પશ્ચિમ રેલવે દ્વારા વિકસિત કરવામાં આવેલ "વેક્યુમ એસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઈસ" દ્વારા હવે રેલવે ટ્રેક સફાઈ કરવામાં રહેશે સરળતા આ ટ્રેક ક્લિનિંગ સક્શન મશીન કેવી રીતે કાર્ય કરશે - વેક્યુમ ટેક્નોલોજી: આ ડિવાઈસ એક રેલ-માઉન્ટેડ વેક્યુમ સિસ્ટમ છે, જે ટ્રેક પરના કચરા (જેમ કે પ્લાસ્ટિક, કાગળ, અને અન્ય ધૂળ-ધૂસર) ને સક્શન કરીને સાફ કરે છે. મશીનમાં આગળની બાજુ લગાવેલ એક લાંબી હોઝ (નળી), જે ટ્રેક પરના કચરાને એકઠો કરે છે. - બ્લૂ વેગન પર માઉન્ટેડ યુનિટ એ પ્રોટોટાઇપ છે, જે રેલવે વેગન સાથે જોડાઈને કામ કરે છે. - હોઝ દ્વારા સક્શન કચરો એક કલેક્ટરમાં સંગ્રહિત થાય છે, જે પછીથી ખાલી કરી શકાય છે. - આ સાધન હાલમાં પરીક્ષણના તબક્કામાં છે, અને તેની કાર્યક્ષમતાને સુધારવા માટે સતત સુધારા થઈ રહ્યા છે. - ઇન-હાઉસ ડેવલપમેન્ટ: આ સાધન સબરમતી લોકો શેડના ટેકનિશિયનો દ્વારા સ્થાનિક સ્તરે (ઇન-હાઉસ) બનાવવામાં આવ્યું છે, જે "મેક ઇન ઇન્ડિયા" ઉપક્રમ હેઠળ આવે છે. - આ ઉપકરણ પાણીના ઉપયોગ વિના કામ કરે છે, જે પર્યાવરણને લાભ આપે છે અને પરંપરાગત સ્વચ્છતા પદ્ધતિઓ (જેમ કે હાથથી ઝાડૂ લગાવવી) કરતાં વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ છે. - સુરક્ષા: ટ્રેક સફાઈ માટે મજૂરોને રેલવે ટ્રેક પર ઓછું કામ કરવું પડે છે, જે ટ્રેનના ગતિમાં વિક્ષેપ અને અકસ્માતનું જોખમ ઘટાડે છે. - કાર્યક્ષમતા: આ સાધન ટ્રેનની શિડ્યૂલને અવરોધ્યા વિના ઝડપથી ટ્રેક સાફ કરી શકે છે, જે ભારતના 23 મિલિયન દૈનિક રેલ યાત્રીઓ માટે મહત્વપૂર્ણ છે. - ખર્ચ બચત: સ્થાનિક બનાવટને કારણે આયાતી સાધનો પરની નિર્ભરતા ઓછી થાય છે, જે લાંબા ગાળે ખર્ચ ઘટાડે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #railway #suction #cleaning #machine #track
Postsઅમદાવાદમાં ફ્લાવર શો માટે ટિકિટોના ભાવ નક્કી કરાયા! ગત વર્ષ કરતા આ વર્ષે ₹10 વધુ, હવે પ્રતિ વ્યક્તિ 70ના બદલે ₹80 ચૂકવવા પડશે, રજાઓ પર ₹100 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. • AMCની રિક્રિએશનલ કમિટીની મળેલી બેઠક બાદ ફ્લાવર શો 2026 માટે મુલાકાતીઓના પ્રવેશ ફીના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. • જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન ફ્લાવર શો જોવા આવતા 12 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓને ₹80 પ્રવેશ ફી ચૂકવવી પડશે. ગયા વર્ષે આ જ ફી ₹70 હતી, એટલે આ વર્ષે ટિકિટના દરોમાં ₹10નો વધારો કરવામાં આવ્યો છે, જોકે આ ભાવ શનિ-રવિ અને જાહેર રજાઓ પર ₹100 પ્રતિ વ્યક્તિ વ્યક્તિ વસૂલવામાં આવશે. • 12 વર્ષથી નીચેના બાળકો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને સ્વતંત્ર સેનાનીઓ માટે પ્રવેશ ફ્રી રહેશે. • જોકે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 10 પ્રતિ વિદ્યાર્થી ફી વસૂલવામાં આવશે જે માત્ર સોમથી શુક્ર બપોરના સમય દરમિયાન જ પ્રવેશ મેળવી શકશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #flower #show #ticket #fare #riverfront ]
25 Dec 2025
Postsશહેરમાં વધતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે SOG અને ક્રાઈમ બ્રાંચની કાર્યવાહીના ભાગરૂપે એક સપ્તાહમાં NDPS ને લગતા 21 ગુન્હાઓ નોંધી 25 લોકોની ધરપકડ. • અમદાવાદમાંથી ડ્રગ્સની બંદી દૂર કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે DCP ક્રાઈમ અજીત રાજીયાન અને ડીસીપી S0G રાહુલ ત્રિપાઠીને શહેરમાં ડ્રગ્સ પેડલરો પર વોચ રાખી ડ્રગ્સના વેપારને અટકાવવા માટેની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક અઠવાડિયાની ખાસ ડ્રાઈવ યોજી. • ગાંજા અને MD ડ્રગ્સના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 કેસ જ્યારે SOG દ્વાર 7 કેસ કરવામાં આવ્યા. • આ કાર્યવાહીમાં ₹10 લાખની કિંમતનો 20 કિલો ગાંજો, ₹50 લાખની કિંમતનું 500 ગ્રામ જેટલું MD ડ્રગ્સ, વાહનો, ફોન મળીને કુલ ₹1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. • ડ્રગ્સના ધંધાની કમર તોડવા પેડલરોના આર્થિક વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવશે, જેના ભાગરૂપે ડ્રગ્સ સાથે જે પણ વ્યક્તિ પકડાય તેના બેંક એકાઉન્ટ, પ્રોપર્ટી સહિતની તપાસ શરૂ કરવામાં આવશે. • આ કવાયત હેઠળ એજન્સીઓ દ્વારા નાર્કો ફાઈનાન્સ અને નાર્કો ટેરરિઝમ અંતર્ગત પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ ડ્રગ્સના વેચાણથી પ્રાપ્ત થતી રકમની મની ટ્રેલ શોધી રહી છે, જેથી આ ગેરકાયદે નફાને ક્યાં અને કેવી રીતે લોન્ડરિંગ કરવામાં આવે છે તે બહાર લાવી શકાય. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #NDPS #narco #SOG #Crimebranch #drugs
25 Dec 2025
Postsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભાને પેપરલેસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત વિધાનસભાની ડિજિટલ કાર્યપ્રણાલી (e-Vidhan)ના મોડેલ પર આધારિત છે. મુખ્ય વિગતો: - સભ્યો અને અધિકારીઓની બેઠકો પર ટેબલેટ દ્વારા એજન્ડા, નોટિસ અને અન્ય દસ્તાવેજોની ડિજિટલ કોપી ઉપલબ્ધ કરાશે. - હાલમાં દર મહિને એજન્ડાની આશરે 500 નકલો અને નોટિસની 300 નકલો પ્રિન્ટ કરવામાં આવે છે, જેનો ખર્ચ ₹15,000 થી ₹20,000 (પ્રિન્ટિંગ) અને ₹10,000 (પોસ્ટેજ) થાય છે. - વાર્ષિક ખર્ચ 4 લાખ રૂપિયાથી વધુ થાય છે, જે આ ડિજિટલાઇઝેશનથી બચશે. લાભો: - નાણાકીય બચત → વાર્ષિક ૪ લાખથી વધુની બચત. - પર્યાવરણીય → કાગળનો ઉપયોગ ઘટવાથી હજારો વૃક્ષો બચશે, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે અને AMCની ગ્રીન ઇનિશિએટિવ તરીકે પ્રતિષ્ઠા વધશે. - કાર્યક્ષમતા → સભ્યોને ત્વરિત ઍક્સેસ મળશે, વધુ સારી તૈયારી થશે, સભાઓ વધુ ઉત્પાદક બનશે અને ડિજિટલ રેકોર્ડ્સ સરળતાથી સર્ચ તેમજ આર્કાઇવ કરી શકાશે. આ પગલું અમદાવાદને ગુજરાતમાં ડિજિટલ બોર્ડ ધરાવતું પ્રથમ શહેર બનાવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #AMC #standing #commitee #digital #tablet
25 Dec 2025
Postsવિરોધનો વાયરાએ સરકારના કાન ખોલ્યા! • અરવલ્લીને સંરક્ષિત કરવા મહત્વનો નિર્ણય. • ગુજરાતથી દિલ્હી સુધી વિસ્તરેલી અરવલ્લીની ગિરિમાળામાં કોઈ પણ નવા ઉત્ખનન પટ્ટા ન આપવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ કર્યો. • અરવલ્લીનો સંરક્ષિત વિસ્તાર હજુ પણ વધારવા માટે વિચારણા થશે. • ઉત્ખનન અંગેના નિયમો કડક બનાવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ( #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india aravalli hills government mining ban )
24 Dec 2025
Postsઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામોને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં હાલ અનેક મકાનો તોડી પડાયા તેમજ અન્ય મકાનો તોડવાને કામગીરી ચાલી રહી છે. • 23 ડિસેમ્બર સુધીમાં મકાનો ખાલી કરી અને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જોકે હજુ પણ અનેક મકાનમાલિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. • મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગના સંયુક્ત પ્રયાસથી શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ સરદાર પટેલનગરના આવાસોમાં સોસાયટીના રહીશોને મકાનની વૈકલ્પિક સુવિધા માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. • અનેક દિવસોથી AMC દ્વારા સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનોનું ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે • આ મકાનોનું ડિમોલેશન કર્યા બાદ, પ્લોટનો કબજો સબંધિત માલિકને સોંપવામાં આવશે. • વર્ષ 1982/83 મા બિલ્ડર કાંતિલાલ પટેલ દ્વારા 25 બંગલા વેચ્યા હતા જોકે બિલ્ડરે મૂળ ફાળવેલ પ્લોટને બદલે અન્ય પ્લોટમાં આ બાંધકામ કરી દીધું હતું જેનો વિવાદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, આખરે વર્ષોના વિવાદ બાદ કોર્ટ આ તમામ મકાનો તોડી પાડવા માટેનો આદેશ જાહેર કર્યો હતો, અને પ્લોટને તેના મૂળ માલિકને સોંપવા માટે જણાવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #snehanjali #Ghatlodia #demolition #dispute
24 Dec 2025
Reels🤔 3 કિલો સોલર લઉં કે 4 કિલો? આ પ્રશ્ન લગભગ દરેક ઘરમાં આવે છે… 👉 જો તમારું લાઈટ બિલ ₹4,500–₹6,000 આસપાસ છે તો 3kW સોલર તમારું કામ સારી રીતે કરી દેશે ⚡ 👉 પણ જો બિલ ₹7,000–₹9,000 આવે છે, ઘરે AC વધુ ચાલે છે કે આવનારા સમયમાં વપરાશ વધવાનો છે… તો 4kW સોલર વધુ સમજદારીભર્યો નિર્ણય છે ☀️ 📌 સોલર તમે 25 વર્ષ માટે લગાવો છો, એટલે આજે જેટલું નહીં, કાલે કેટલું જોઈએ એ વિચારવું બહુ જરૂરી છે. આ રીલ જુઓ, સમજજો અને ખોટો નિર્ણય લેતા બચી જજો 🙌 📲 હજુ પણ કન્ફ્યુઝન છે? કમેન્ટ કરો અથવા અમને મેસેજ કરો – 📞 8160676453 / 9510215816 ✉ *Sales@ailisenergy.com* અમે સાચું માર્ગદર્શન આપીશું. #3kWSolar #4kWSolar #SolarDecision #GujaratSolar #SaySolar SolarForHome RightSolarSize SolarAwareness
24 Dec 2025
Postsગઇકાલ સોમવારે બપોરના સમય પર મેમ્કો ચાર રસ્તા પાસે પસાર થતા એક બાઇકચાલકના ગળામાં પતંગની દોરી ફસાતા યુવકના ગળાના ભાગે લોહી વહેવા લાગ્યું હતું. • ત્યાં ઊભેલા લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સેવા 108 ને ફોન કરી દીધો હતો જો કે ત્યાંથી પસાર થઈ રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે 108ની રાહ જોયા વગર તુરંત જ પોતાની બાઈક પર યુવાનને બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. • જો કે યુવકને સામાન્ય ઘા વાગતા કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #memko #kite #thread #accident #police constable ]
23 Dec 2025
Postsગુજરાતમાં દારૂ અંગેની 'કડક બંધી' ત્યારે GIFT સિટીમાં દારૂમાં છૂટી, નવા નિયમોથી હવે પરમિટ વગર પણ દારૂ સરળતાથી પી શકાશે. • ગુજરાતની GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં દારૂના સેવન માટે તાજેતરમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું, • નવા લાગુ થતા નિયમો 2023 અને 2025ના અગાઉના આદેશોમાં સુધારા કરે છે અને દારૂના નિયમોને વધુ સરળ બનાવે છે, જેથી GIFT સિટીને વૈશ્વિક બિઝનેસ હબ તરીકે આકર્ષક બનાવી શકાય. • મુખ્ય નવા નિયમો અને છૂટછાટ: - બહારના વ્યક્તિઓ (External Persons) માટે: ગુજરાતના રહેવાસી ન હોય તેવા વ્યક્તિઓ (અન્ય રાજ્યોમાંથી અથવા વિદેશી નાગરિકો) હવે GIFT સિટીની અધિકૃત હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં માત્ર માન્ય ફોટો આઈડી કાર્ડ (જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે) બતાવીને દારૂનું સેવન કરી શકે છે. પરમિટની જરૂર નથી (અગાઉ હંગામી પરમિટ જરૂરી હતી). - સેવનના સ્થળોમાં વિસ્તાર: અગાઉ માત્ર નિયુક્ત "વાઇન એન્ડ ડાઇન" વિસ્તારોમાં જ દારૂ સર્વ કરી શકાતો હતો. હવે લાઇસન્સ ધરાવતી હોટલ્સ અને રેસ્ટોરન્ટના આખા પરિસરમાં સર્વ કરી શકાય છે, જેમાં લૉન, પૂલસાઇડ, ટેરેસ અને અન્ય ફૂડ-બેવરેજ વિસ્તારોનો સમાવેશ થાય છે. - GIFT સિટીના કર્મચારીઓ માટે: લિકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારીઓ એક સાથે 25 મહેમાનોને હોસ્ટ કરી શકે છે (અગાઉની મર્યાદા વધારી દેવામાં આવી છે), અને મહેમાનોને હંગામી પરમિટ મળે છે (કર્મચારીની સાથે હોવા જરૂરી). - અન્ય છૂટ: માત્ર ખાવા આવતા વ્યક્તિઓ પણ વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં બેસી શકે છે. મહત્વની નોંધ: - આ છૂટછાટ માત્ર GIFT સિટીની સીમાઓમાં જ લાગુ પડે છે. અહીંથી દારૂની બોટલ અથવા જથ્થો બહાર લઈ જવો ગેરકાયદેસર છે અને ગુજરાતના દારૂબંધી કાયદા હેઠળ સખત સજા થઈ શકે છે. - ગુજરાત રાજ્ય હજુ પણ "ડ્રાય સ્ટેટ" છે, અને GIFT સિટી સિવાયના વિસ્તારોમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે. - આ ફેરફારોનો હેતુ GIFT સિટીને આંતરરાષ્ટ્રીય ધોરણે સ્પર્ધાત્મક બનાવવાનો છે, જેમાં વૈશ્વિક કંપનીઓ અને પ્રોફેશનલ્સને આકર્ષવા માટે વધુ લવચીક વાતાવરણ પૂરું પાડવામાં આવે. - જો કે ગુજરાતના રહેવાસી દારૂની પરમિટ વગર સેવન કરી શકશે નહીં. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #gift #city #liquor ]
Postsઉત્તરાયણ પહેલા જ ગુજરાતમાંથી ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ₹1.82 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થા સાથે કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જબ્બે! • અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી ₹7.48 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરાયો હતો. • ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. • પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, આ દોરીનો જથ્થો દાદરા નગર હવેલી ખાતેથી વિરેન પટેલ નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. • આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ જથ્થો દાદરા નગર હવેલીમાંથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. • તેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ માટે દાદરાનગર હવેલી પહોંચી હતી અને ત્યાંની લોકલ પોલીસને સાથે રાખી વંદના ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં રેડ કરી હતી. • આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઈનીઝ દોરીનો ₹1.50 કરોડથી વધુનો જથ્થો, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો-મટીરિયલ મળીને કુલ ₹50 લાખ એમ કુલ મળીને ₹2.34 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #chinese #thread #kite #manja #uttarayan ]
23 Dec 2025
Posts@edugetglobalindia ના bio માં આપેલી લિંક પર થી તમારી ફ્રી ટિકિટ હાલ જ બુક કરો UK માં ભણવા જવું હોય તો હવે ચિંતા મુક્ત થઇ ને આગળ વધી શકો છો કેમ કે હવે મદદ કરવા તમને UK થી ૨૦+ યુનિવર્સિટી આવી રહી છે આ યુનિવર્સિટી તમને એડમિશન થી લઇ ને સ્કોલરશીપ સુધી ની માહિતી આપશે તમારે ખાલી તમારી ફ્રી ટિકિટ બુક કરવાની છે અને આ તક તમારી બીજા ઘણા ફાયદા છે જે તમને ત્યાં આવા થી મળશે આ તક નો લાભ જરૂર થી લેજો Date: 10th January 2026 Time: 11:00 AM to 4:00 PM Venue: 111, Shivalik Shilp, Iscon cross road, Ahmedabad - 015
23 Dec 2025
Postsભાટ સર્કલ પર ટ્રાફિકજામ ટાળવા માટે ભાટ જંકશન પણ ડાયવર્ઝન અપાયો, હવે ગાંધીનગરથી એરપોર્ટ અને એરપોર્ટથી ગાંધીનગર આવવા માટે એસપી રીંગ રોડ પર યુટર્ન લેવા પડશે. • ગાંધીનગરથી આવતા વાહનો માટે એસપી રીંગ રોડ પર 200 મીટર આગળ યુ ટર્ન આપવામાં આવ્યો જ્યારે ગાંધીનગરથી અમદાવાદ તરફ જતા વાહનો માટે એસપી રીંગ રોડ પર 300 મીટર આગળની બાજુ યુટર્ન આપવામાં આવ્યો. • સુભાષ બ્રિજ બંધ થતા ઇન્દિરા બ્રિજ તેમજ ભાટ જંકશન પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું જેના પગલે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા ઘણા દિવસોથી સર્જાઈ રહી હતી. • હાલ ભાટ સર્કલ પર બ્રિજની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india gandhinagar bridge construction #Bhat #circle #diversion #traffic ]
23 Dec 2025
Postsઅમદાવાદ ઝોન-7 એલસીબીએ વાહન ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ, આરોપીઓના નામ સાજીદ શેતા અને અહેમદ કુરેશી છે, જેઓ વેજલપુર વિસ્તારમાંથી ચોરીના ટુ-વ્હીલર સાથે ઝડપાયા હતા. • પોલીસ તપાસમાં ખુલ્યું કે આ બન્ને આરોપીઓએ અમદાવાદ (વાસણા, ચાંદખેડા વિસ્તાર સહિત), રાજકોટ, મોરબી તેમજ મહારાષ્ટ્ર (મુંબઈ સહિત)ના વિસ્તારોમાંથી કુલ 10 જેટલા ટુ-વ્હીલરની ચોરી કરી હતી. • ચોરીના વાહનોની કુલ કિંમત આશરે 5.20 લાખ રૂપિયા છે. આ વાહનો વેચીને પૈસા કમાવવાના ઇરાદે તેઓ ફરતા હતા. • પૂછપરછમાં ચોંકાવનારા કારણો સામે આવ્યા: - આરોપી સાજીદ શેતા (મૂળ મહારાષ્ટ્રના વેસ્ટ મુંબઈનો રહેવાસી)ની પત્નીને લાંબા સમયથી કિડનીની ગંભીર બીમારી છે. સતત સારવારનો મોંઘો ખર્ચ ઉપાડવા માટે તેણે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. - બીજા આરોપી અહેમદ કુરેશીએ ઘર લેવા માટે લોકો પાસેથી ઉછીના લીધેલા પૈસાનું દેવું ચૂકવવા વાહન ચોરી કરી વેચવાનું ષડયંત્ર રચ્યું હતું. • આરોપીઓ લગ્ન પ્રસંગો કે અન્ય જાહેર સ્થળોએ મહેમાનો ટુ વ્હીલરને હેન્ડલ લોક કરવાનું ભૂલી જાય તેવા વાહનોને ટાર્ગેટ કરતા હતા અથવા તો ડાયરેક્ટ વાહન ચાલુ કરી ચોરી કરતા હતા. સાજીદ શેતા ભૂતકાળમાં રાજકોટમાં 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #thief #Vejalpur #bike #LCB #police
23 Dec 2025
Postsરવિવાર મોડી રાત્રે ઓઢવના અર્બુદાનગર વિસ્તારમાં આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં એક યુવક છરા(હથિયાર) સાથે ઘુસી આવ્યો હતો. • ત્યારબાદ તે આસપાસ આટા ફેરા કર્યા બાદ પોતાના ખિસ્સામાંથી છરો કાઢી બાજુમાં રહેલ એક ટુ-વ્હીલરમાંથી પેટ્રોલની નળી કાપીને તેમાંથી પેટ્રોલ બોટલમાં કાઢીને, ત્યાં આવેલ તેના સાથે મિત્ર સાથે બાઈકમાં ફરાર થઈ ગયો હતો. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #Odhav #arbudanagar #thief ]
22 Dec 2025
Postsક્રિસમસ અને નવા વર્ષને લઈને ફટાકડા ફોડવા અંગે સમય મર્યાદા નક્કી! 35 મિનિટ માટે ફટાકડા ફોડવાની છૂટ. • માત્ર લાઇસન્સ ધારક દુકાનદારો જ ફટાકડાનું વેચાણ કરી શકશે. • ફટાકડા ફોડવા અને વેચાણ કરવા પર અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડાયું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india fatakda fire crackers police prohibited ]
22 Dec 2025
Reelsમોટા સપનાઓ, રોજિંદા સંઘર્ષો, છુપાયેલા સત્યો અને ગ્રીન કાર્ડનો પીછો જે દાવ વધારતો રહે છે રોમાંચ થી ભરેલી સફર 🍿😆 Vande Bharat Via USA 29 December થી તમારા નજીક ના સીનેમાઘરો માં Presented by @aasmanproductions @sakespectacle @wardwizardentertainment & @spacetimemoviies Cast: @malhar028, @iampoojajhaveri @kiley.nicole.pearson @asitvyas_la #VandeBharatViaUSA #MalharThakar #GujaratiMovie #NewGujaratiFilm
22 Dec 2025
Postsરાજ્યમાં હવે PUC(પોલ્યુશન અંડર કંટ્રોલ) કઢાવવું બન્યું મોંઘુ! • રાજ્યમાં વાહનોનું પ્રદૂષણ પ્રમાણપત્ર(PUC) કઢાવવાના ભાવમાં વધારો કર્યો, રાજ્ય સરકારે ટુ–વ્હીલરથી લઈને ભારે વાહનો સુધીના PUCના દરમાં ₹10થી લઈને ₹50નો વધારો કર્યો છે. • સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દર:– - ટુ-વ્હીલર માટે અગાઉ ₹30 લેવામાં આવતા હતા જેમાં ₹20 નો વધારો કરી હવે ₹50 વસૂલવામાં આવશે. - થ્રી-વ્હીલર(રિક્ષા)માટે અગાઉ ₹50 લેવામાં આવતા હતા જેમાં ₹10 નો વધારો કરી હવે ₹60 વસુલવામાં આવશે. - જ્યારે CNG, LPG અને પેટ્રોલ કાર માટે અગાઉ ₹80 લેવામાં આવતા હતા જેમાં ₹50નો વધારો કરી હવે ₹130 વસુલવામાં આવશે. - ડીઝલ કાર તથા હેવી મોટર(બસ/ટ્રક)વાહનો માટે અગાઉ ₹100 લેવામાં આવતા હતા જેમાં ₹50 નો વધારો કરી હવે ₹150 વસુલવામાં આવશે. • વાહનવ્યવહાર વિભાગ દ્વારા અગાઉ અંદાજે 8 વર્ષ પહેલા PUCના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ 2020 બાદ હવે વર્ષ 2025માં ફરીથી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. • રાજ્યભરના અંદાજે 2,000 PUC સેન્ટરોમાં નવા દરોનો અમલ શરૂ કરી દેવાયો છે. • સાથે જ સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે PUC સેન્ટરના માલિકો નિયત ફી સિવાય એક પણ રૂપિયો વધારાનો વસૂલ કરી શકશે નહીં. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #PUC #pollution #under #control #vehicle ]
22 Dec 2025
Postsવાડજમાં એક ખુલ્લા પ્લોટમાં બિલાડીની ક્રૂરતાપૂર્વક મારી નાખવા મુદ્દે વાડજ પોલીસે ગુનો નોંધીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. • ઘટનાના મુખ્ય આરોપી રાહુલ દંતાણીને ઝડપી પાડવામાં આવ્યો, રાહુલની ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કર્યો હતો. ડોક્ટરે આ હુમલાથી પત્નીના ગર્ભને જોખમ હોવાનું કહ્યું હતું. જેથી પતિએ ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કરતા તેને મારી નાંખી હતી. • વાડજ પોલીસ સ્ટેશનમાં એક જીવદયા પ્રેમીની એનિમલ એક્ટ મુજબની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. • બલોલનગરના ઔડાના મકાનમાં આ આરોપી રહેતો ત્યાંના રહીશોએ બિલાડીને પાળી હતી. આરોપીની પત્ની ગર્ભવતી છે તે બિલાડીને દૂધ પીવડાવવા જતાં બિલાડી અચાનક ભડકી(ડરી ગઈ) હતી અને પત્ની પર હુમલો કર્યો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. ડોક્ટરે ગર્ભમાં જોખમ હોવાનુ કહેતા જ આરોપી ઉશ્કેરાયો હતો. • ત્યારબાદ ભડકાયેલા આરોપીએ બિલાડીને કોથળામાં પૂરીને AMC ના ખાલી પ્લોટમાં લઈ જઈને બિલાડીને ક્રૂરતા પૂર્વક મારી નાંખી હતી, જો કે તેના સાથે અન્ય 2 લોકો પણ હતા જેની હાલ પોલીસે શોધખોળ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india ₹vadaj #cat #balolnagar
22 Dec 2025
Postsશહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા સામે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં: વધતી જતી ટ્રાફિક સમસ્યાને કાબુમાં લેવા માટે AMC રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ દબાણો સામે કડક નિયમો અપનાવ્યા. - હવે શહેરમાં કોઈપણ મોલ, કૉમ્પ્લેક્સ, હોટલ, દુકાન અને રહેણાંક બિલ્ડીંગની સામે રોડ અથવા ફૂટપાથ પર વાહન પાર્ક નહીં કરી શકાય. કૉમ્પ્લેક્સ અને રહેણાંક બિલ્ડિંગના ચેરમેન અથવા સિક્યુરિટી ગાર્ડે આ બાબતનું પુરતુ ધ્યાન રાખવું પડશે. - જો રોડ પર વાહનો પાર્ક થયેલા જોવા મળશે તો વાહનને ટો (લોક) કરવામાં આવશે. તેમજ ધંધાકીય એકમને નોટિસ આપી સિલિંગની કાર્યવાહી હાથધરાશે આ પછી પણ ધંધાકીય એકમમાં કોઈપણ જાતના સુધારા નહીં આવેતો BU(Building Use Permission) રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. - એસ્ટેટ વિભાગ મુજબ લોકો જ્યાં ત્યાં વાહન પાર્ક કરી દે છે જેનાથી વાહનચાલકોને અવરજવરમાં સમસ્યા પડે છે અને ટ્રાફિકમાં વધારો થાય છે. - તમામ વાણિજ્ય અને રહેણાંક વિસ્તારની બિલ્ડિંગો અને જગ્યામાં નીતિ નિયમો અનુસાર વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે પ્લોટ પ્રિમાઈસીસની અંદર કરાવવું ફરજિયાત - પાર્કિંગ અંગેના જરૂરી સાઈનવાળા બોર્ડ પાર્કિંગના પટ્ટા લગાવવા તથા પાર્કિંગનું યોગ્ય રીતે સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. • પાર્કિંગ માટેના નીતિ નિયમો: - GDSR(General Development & Special Regulation)મુજબ દરેક કોમ્પ્લેક્સ અને રહેણાંક બિલ્ડિંગમાં પાર્કિંગ આપવું ફરજિયાત છે જો ફ્લેટનું પ્લિન્થ એરીયા 100 ચોરસ મીટરથી વધુ અને 300 ચોરસ મીટર સુધી હોય તો દરેક ફ્લેટ માટે એક કાર પાર્કિંગ હોવું જરૂરી છે અને - દરેક વધારાના 100 ચોરસ મીટર માટે એક વધારાનું કાર પાર્કિંગ આપવું જરૂરી બને છે. - રેસીડેન્સીમાં 10% અને કોમર્શિયલ કૉમ્પ્લેક્સમાં 20% પાર્કિંગ વિઝિટર માટે રાખવું ફરજિયાત છે. – જો કૉમ્પ્લેક્સ કે બિલ્ડિંગમાં વિઝિટર માટે પાર્કિંગની જગ્યા છે તથા પાર્કિંગ માટેની જગ્યા ખાલી રહેતી હોય છે છતાં જો ચોકીદાર વિઝિટરને અંદર વાહનપાર્ક નહીં કરવા દે તો તે એકમ ઉપર AMC દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #AMC #parking #traffic #building #use permission]
Postsમોર્નિંગ વોક કરવા જતા લોકોના ચેઇન ખેંચતા તત્વો ઝડપાયા! નરોડા, નિકોલ અને રામોલમાં ચેઇન ખેંચ્યા, નરોડા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાયો. • સરદારનગરનો રહેવાસી આરોપી રોનીસ ઉર્ફે જીંગો પરમાર અને તેનો સાથી જે સગીર હોવાનું મનાય છે તે એક બર્ગમન ગાડી પર સવારે નીકળીને નરોડા વિસ્તારમાં મોર્નિંગ વોક કરવા જતા વ્યક્તિનો ચેન ખેંચે છે. • પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈને મુદામાલ રૂપે બર્ગમન ગાડી અને સોનાનો ચેઇન કબજે કરાય છે. • તે સિવાય પૂછપરછ કરતા વધુ બે ગુનાની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital [ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india Chain snatching Naroda ramol nikol]
19 Dec 2025
Postsરાજ્યમાં GST કલેક્શન અમદાવાદ જિલ્લાનો ફાળો સૌથી મોટો, રાજ્યમાં કુલ GST કલેક્શનમાં અમદાવાદનો ફાળો અડધો અડધ, • વર્ષ 2024-25માં રાજ્યમાં કુલ GST કલેકશનમાં 73,277 કરોડમાં અમદાવાદ જિલ્લામાંથી 37,772 કરોડ માત્ર અમદાવાદ જિલ્લામાંથી કલેક્શન કરવામાં આવ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #GST #collection #service #tax
19 Dec 2025
Reels❄️ December = Party Season Vibes! 🎉 From cozy get-togethers to house parties — quick & tasty food is a must! And guess what? MagSon’s Frozen & Chills Festival is here with up to 50% OFF on your fav party foods & beverages! 🍕🥂 Ready-to-eat foods, chips, nuts, snacks, drinks, mixers & more — all in premium international quality! 🛒 Stock up now & plan your perfect party spread with MagSon! Visit your nearest magson store.
19 Dec 2025
Postsઅમદાવાદમાં Building Use (BU) Permissionન હોવાના કારણે AMCએ શહેરના વિવિધ વિસ્તારોમાં (જેમ કે સરખેજ, જુહાપુરા, મકરબા વગેરે) 7થી વધુ પ્રાઇમરી સ્કૂલોને સીલ કરી દીધી છે. • સીલ કરાયેલી સ્કૂલોમાં સમાવેશ થાય છે: - બ્રાઇટન પબ્લિક સ્કૂલ (સરખેજ) - ફારુખ એ આઝમ પ્રાઇમરી સ્કૂલ (જુહાપુરા) - ધ ન્યુ એજ પ્રાઇમરી સ્કૂલ (સરખેજ) - કુવૈસ પ્રાઇમરી સ્કૂલ (સરખેજ) - ક્લાસિક પ્રાઇમરી સ્કૂલ (જુહાપુરા) - નેશનલ પ્રાઇમરી સ્કૂલ (સરખેજ) - ફોર્ચ્યુન સ્કૂલ (મકરબા) - વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે તે માટે આ સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. - અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ની કચેરીએ આ સ્કૂલોને પરિપત્ર મોકલીને તાકીદ કરી છે કે તાત્કાલિક BU પરમિશન મેળવી લેવી. જો નિર્ધારિત સમયમાં આ કરવામાં ન આવે તો સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. - આ કાર્યવાહી બાળકોની સલામતી અને નિયમોનું પાલન કરાવવા માટે કરવામાં આવી છે. સ્કૂલના સંચાલકોને તાત્કાલિક ધોરણે BU પરમિશન મેળવી લેવા જણાવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #school #education #building #use #permission
19 Dec 2025
Postsઅમદાવાદના નારણપુરા વિસ્તારમાં મૈત્રી કરાર કરીને એક યુવક સાથે રહેતી પરિણીત મહિલાના પતિએ પોતાના મિત્રો સાથે મળીને તે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. • મહિલા છેલ્લા આઠ મહિનાથી અજય પઢિયાર નામના યુવક સાથે મૈત્રી કરાર હેઠળ નારણપુરાના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં તેના માતા-પિતા સહિત પરિવાર સાથે રહે છે. મહિલાના પતિ સાથે મનમેળ ન હોવાથી તે અજય સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. • ઘટનાના દિવસે મહિલા ઘાટલોડિયાના કે.કે. નગરમાં આવેલા રત્નમણિ ફ્લેટમાં રસોઈ બનાવવાનું કામ કરવા ગઈ હતી. અજય તેને બાઇક પર મૂકવા ગયો હતો અને ફ્લેટની નીચે બાઇક પર બેસીને મોબાઇલ જોઈ રહ્યો હતો. • આ દરમિયાન પાછળથી આવેલી અજાણી વ્યક્તિએ અજયની બંને આંખમાં મરચાંનો પાવડર નાખી દીધો, જેનાથી તેને તીવ્ર બળતરા થઈ. આંખમાં બળતરા અને માર સહન ન થતાં અજય દોડીને રત્નમણિ ફ્લેટમાં ગયો. • ત્યાં મહિલાનો પતિ અને તેના ચાર મિત્રો (કુલ પાંચ આરોપીઓ) પહોંચી ગયા હતા. પતિએ અજયને માર મારતાં કહ્યું કે, “આજે મારા પિતાએ કહ્યું છે કે તેને પતાવીને જ આવજે, તને જીવતો છોડવાનો નથી.” આમ કહીને તેણે અજય પર છરી વડે વાર કર્યા અને તેના મિત્રોએ પણ માર માર્યો. • લોકોનું ટોળું ભેગું થતાં પાંચેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. ગંભીર રીતે ઘાયલ થયેલા અજયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. • આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #Ghatlodia #Naranpura #relationship
Postsસિંધુભવન રોડ પર બિલ્ડરના બંગલામાં ચાકુની અણીએ લૂંટ! • અમદાવાદના જાણીતા સિંધુભવન રોડ પર આવેલા પટેલ હાઉસ બંગલામાં મોડીરાત્રે ચાર બુકાનીધારી લૂંટારુઓ ઘૂસી આવ્યા. • પટેલ હાઉસમાં નરેશભાઈ પટેલ સ્ટેલા બિલ્ડીંગમાં શ્રી અષ્ટ લક્ષ્મી નામથી કન્સ્ટ્રકશનનો બિઝનેસ કરે છે. • નરેશભાઈ(59) ગત શનિવાર રાત્રે નીચે બેડરૂમમાં સૂઈ ગયા જ્યારે તેમની પત્ની હેમાબહેન અને તેમનો પુત્ર પંથ ઉપરના બેડરૂમમાં સુતા હતા. ત્યારે રાત્રે બે વાગ્યે નરેશભાઈને કોઈ સ્પર્શનો ભાસ થતાં તેમણે જાગીને જોયું તો બુકાની અને પેન્ટ શર્ટ પહેરેલા 4 લૂંટારુ તેમની સામે ઉભા હતા. • બુકાનીધારી પૈકી 1 વ્યક્તિએ ગળા પર છરી મૂકી દઈને "અવાજ કરોગે તો ગલા કાટ દેંગે" તેમ કહ્યું ત્યારબાદ આ લૂંટારોએ નરેશભાઈને મૂઢમાર મારીને કબાટમાંથી ₹1.25 લાખ લીધા. • બાદમાં બેઝમેન્ટના રૂમમાં લઈ જઈ નરેશભાઈને ફિંગરપ્રિન્ટથી લોક ખોલવાનું કહ્યું લોક ન ખુલતાં ચારેય લૂંટારુઓએ નરેશભાઈ પટેલ પર મૂઢમાર કર્યો અને દરવાજો તોડી નાખ્યો. • આટલું જ નહીં લુંટારુએ વધુ રૂપિયાની માંગણી કરી ગભરાયેલા નરેશભાઈએ બીજા દિવસે રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ તેમ કહ્યું તથા ઓનલાઈન ₹10લાખ ટ્રાન્સફર કરવાનું કહી બીજા પૈસા કાલે બંગલા પાછળ થેલીમાં ફેંકી દેવાનું કહ્યું હતું તેમજ લૂંટારુઓએ જાનથી મારી નાખવાની અને પોલીસને જાણ કરશો તો ફરી આવી પરિવારને મારી નાખવાની ધમકી આપી. • નાણાં ટ્રાન્સફર કરવાની વાત પર બીજા દિવસે રૂપિયા મૂકી જવાની શરતે લૂંટારુઓ નાસી ગયા. • ઘટના બાદ નરેશ પટેલે પરિવારને જાણ કરી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ₹1.25 લાખની લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #sindhubhavan #thief #contractor
ReelsDon’t forget to Visit.... Australia PR – Migration Seminar, organized by Aussizz Group Ahmedabad, scheduled as below: 📅 Date: Sunday, 21st December 2025 (Sunday) ⏰ Time: 11:00 AM to 3:00 PM 📍 Location: AMA, Ahmedabad (https://share.google/4dOESrXgPU1Cz3TNp) Aussizz Group – The No.1 Migration Consultants! ✅ MARA Registered & Trusted Firm ✅ Expert Guidance for Skilled Migration ✅ Hassle-Free PR Process *Reg. Link* : form.jotform.com/253372394248059 📞 +91-79-6682-6682/9081102255 📧 info@aussizzgroup.com 🌐 www.aussizzgroup.com
19 Dec 2025
Postsશહેરમાં ખાનગી મિલકત પર લાગેલા અનેક જાહેરાત બોર્ડ કોર્પોરેશન દ્વારા રાતોતર ઉતારી લેવામાં આવ્યા, અને હજુ પણ કાર્યવાહી યથાવત • હોર્ડિંગ્સ દ્વારા જાહેર ખબર મારફતે કરોડો રૂપિયા કમાનાર જાહેરખબર એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો પર લગાવવામાં આવેલા જાહેરાતના હોર્ડિંગ્સ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. • એજન્સીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની લાયસન્સ ફી ચૂકવવામાં ન આવતા કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વિશાળ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. • અત્યાર સુધીમાં 100 થી વધુ હોર્ડિંગ્સ દૂર કરી દેવામાં આવ્યા છે. બાકીના હોર્ડિંગ્સ પણ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરાશે • શહેરમાં ખાનગી મિલકતો પર જાહેર ખબર એજન્સીઓ દ્વારા જાહેરાતના વિશાળ બોર્ડ્સ લગાવવામાં આવતા હોય છે. જેના માટે કોર્પોરેશન પાસે મંજૂરી અને લાયસન્સ મેળવવા માટે જરૂરી ફી ભરવાની હોય છે. • આ લાઇસન્સ ફીની ચૂકવણી દર વર્ષે જાહેર ખબર એજન્સીને કોર્પોરેશનને ચૂકવવાની હોય છે. • છેલ્લા કેટલાય સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજિત 80 કરોડથી વધારેની લાયસન્સ ફીની રકમ ચૂકવવામાં આવી નથી. જેને લઈને અવારનવાર નોટિસો આપવા છતાં પણ કોઈ ફી ચૂકવવામાં આવી નહોતી. આ મામલે કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #corporation #hoarding #AMC
19 Dec 2025
Postsઅમદાવાદમાં આગામી સમયમાં AMTS-BRTS માં એક જ ટિકિટ પર મુસાફરી કરી શકાય તેવી સુવિધાઓ ઉભી કરવાની તૈયારીઓ, • AMC દ્વારા AMTS અને BRTS માટે "સિંગલ મોબિલિટી સિસ્ટમ" એટલે કે એક જ ટિકિટ સિસ્ટમ દ્વારા બંને સેવાઓમાં મુસાફરી કરી શકાય તેવી સિમલેસ ટિકિટિંગ વ્યવસ્થાનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. • ₹470 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ આગામી 12 મહિનામાં પૂરું કરવામાં આવશે, તેમજ 12 વર્ષ સુધી તમામ પ્રકારના મેનપાવર અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. • એક જ ટિકિટ લઈને લોકો બન્ને બસમાં મુસાફરી કરી શકે તે માટે AMC એ ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ (AFCS) પ્રોજેક્ટ શરૂ કર્યા છે. • આ સિસ્ટમ આવ્યા બાદ મુસાફરોએ AMTS અને BRTS માટે અલગ-અલગ ટિકિટ નહીં લેવી પડે. • એક જ QR કોડ, ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા બંને બસ સેવાનો ઉપયોગ કરી શકાશે. • આ સિસ્ટમમાં WhatsApp ચેટબોટની સુવિધા પણ હશે, જેનાથી મુસાફરો ઘરે બેઠા ટિકિટ મેળવી શકશે. • આગામી સમયમાં મેટ્રો, એસટી, ઓલા ઉબેરમાં પણ એક જ ટિકિટ સિસ્ટમમાં મુસાફરી થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity ahmedabadmedia india #AMTS #BRTS #ticket #system #AMC
19 Dec 2025
Reelsગઇકાલ રાત્રીના એક ડમ્પર ચાલકે જૂના વાડજથી લઈને પકવાન ચાર રસ્તા સુધી જોખમી રીતે ડમ્પર ચલાવી અકસ્માતો સર્જ્યા હતા. • પીછો કરનાર લોકોનું જણાવવું હતું કે નવા વાડજમાં વ્યાસવાડી પાસે ડમ્પર ચાલકે વાહનોને ઠોકર માર્યા બાદ ત્યાં ઊભા રહેવાના બદલે ડમ્પર ભયજનક રીતે હંકારી શહેરના રોડ પર દોડાવ્યું હતું. • અનેક વાહનચાલકોએ ડમ્પરનો પીછો કર્યો હતો, થોડી વારમાં એક પોલીસની PCR વાન પણ ડમ્પર પાછળ દોડવા લાગી હતી. • જો કે ડમ્પર ચાલક રોકવાનું નામ લીધા વગર જ દોડાવતો હતો આખરે પકવાન ચાર રસ્તા પાસે 2-3 વાહનોને ટક્કર મારી, ફૂટપાથ પર એક ઝાડને ટક્કર મારતા ઝાડ નીચે પડી ગયું હતું. • લોકોના ટોળાએ મળીને ડ્રાયવરને પકડીને માર માર્યા બાદ પોલીસને સોંપ્યો હતો. • જો કે ગત 8 દિવસમાં ડમ્પરને લીધે અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે ત્યારે બેફામ ચાલતા ડમ્પર સામે કડક કાર્યવાહી થાય તો લોકોમાં થોડીઘણી રાહત થાય, બાકી હાલ સ્થિતિ જોતા લોકોમાં ડમ્પર જોતા જ ભયની ભીતિ જણાઈ આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital ahmedabad amdavad Gujarat Gujarati news Gujaratinews ahmedabadnews amdavadcity ahmedabadcity #ahmedabadmedia india #dumper #pakvan #vadaj #accident
19 Dec 2025
Postsઆજે સાંજે 7 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં પાંચમી T 20 મેચ, પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા @showmyparking દ્વારા. https://showmyparking.onelink.me/789G/ndmafark (Show my parking એપ ડાઉનલોડ કરો) #indvssa #cricket #motera #stadium #parking
19 Dec 2025
Postsઅમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો વિવાદ લગભગ 35-36 વર્ષ જૂનો છે, જે હાલમાં (ડિસેમ્બર 2025) ડિમોલિશન અને રહીશોના વિરોધ સુધી પહોંચ્યો છે. • વિવાદનું મુખ્ય કારણ - સોસાયટીની સ્થાપના 1982-1983માં થઈ હતી. બિલ્ડર કાંતિલાલ પટેલ (અંજના બિલ્ડર્સ)એ 1985-1986માં 25 બંગલા (દરેકની તે સમયે કિંમત આશરે 2 લાખ રૂપિયા) વેચ્યા હતા. - બિલ્ડરે મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય પ્લોટ (સર્વે નં. 113/2, ફાઇનલ પ્લોટ નં. 65) પર બાંધકામ કરીને મકાનો વેચી દીધા. - આ જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમ (થલતેજ ટીપી સ્કીમ) હેઠળ નિધિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને ફાળવવામાં આવી હતી. - વિવાદની શરૂઆત 1989થી થઈ, જે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. • કાનૂની પ્રક્રિયા અને તાજેતરના નિર્ણયો - ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે નિધિ સોસાયટીના હકને માન્ય રાખ્યો. - 2023માં હાઈકોર્ટે સ્નેહાંજલિ સોસાયટીને 79 કરોડ રૂપિયા જમા કરવા અથવા પ્લોટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. - 2024માં સુપ્રીમ કોર્ટે 41 કરોડ રૂપિયા જમા કરવાનો વિકલ્પ આપ્યો, પરંતુ તે પૂર્ણ ન થતાં ડિમોલિશનનો આદેશ થયો. • હાલની સ્થિતિ (ડિસેમ્બર 2025) - ડિસેમ્બર 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 25 બંગલાને ગેરકાયદેસર જાહેર કરી ડિમોલિશન નોટિસ આપી. - 15 ડિસેમ્બરે રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો: ગેટ પર ધરણા, આત્મવિલોપનની ધમકી, કોર્પોરેટરને હાંકી કાઢ્યા. - રહીશોનો દાવો: તેઓ બોના ફાઈડ ખરીદનાર છે, વર્ષોથી ટેક્સ ભરે છે, પ્રોપર્ટી કાર્ડ છે; બિલ્ડરની ભૂલનું ભોગ બન્યા. - 16 ડિસેમ્બરે AMC અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે મીટિંગમાં વિવાદનો અંત આવ્યો. - રહીશોને શાસ્ત્રીનગર (નરણપુરા/સરદાર પટેલ નગર)માં ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમ હેઠળ વૈકલ્પિક ફ્લેટ્સ (3 BHK) હાલ ભાડે રહેવા માટે અપાશે. - રહીશોએ ભાડું અને અન્ય નાણાકીય બાબતોમાં AMC/GHBના નિર્ણયને માન્ય રાખવાની સંમતિ આપી. - 23 ડિસેમ્બર 2025 સુધીમાં સોસાયટી ખાલી કરાવી ડિમોલિશન પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ પ્લોટ મૂળ માલિકો (નિધિ સોસાયટી)ને સોંપવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #snehanjali #thaltej #dispute #society
Postsઅમદાવાદમાં SP રીંગ રોડ પર ભાટ સર્કલ નજીક હોટલના રૂમમાંથી મળ્યો યુવકનો મૃતદેહ! • ભાટ સર્કલ પર સ્થિત ડેઈલી સ્ટે હોટલમાં 24 વર્ષીય યુવક અને યુવતી રાત્રિના સમયે રોકાવા માટે આવ્યા હતા, બીજા દિવસે ચેકઆઉટ સમય બાદ હોટલના સ્ટાફ દ્વારા રૂમ લેનારને અનેકવાર ફોન દ્વારા સંપર્ક કરતા રોકાયેલા યુવક અને યુવતીએ ચેકઆઉટનો ફોન ન ઉપાડતા હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી. • પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને હોટલનો રૂમ નંબર 305 ખોલતા જ યુવકનો મૃતદેહ પડ્યો હતો, અને યુવતી બેભાન અવસ્થામાં મળી આવી હતી, જેમાં બંનેના હાથમાં નસ કાપી હોવાનું સામે આવ્યું હતું. • ત્યારબાદ તાત્કાલિક બેભાન યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરતા યુવકનું નામ રામ ભરવાડ અને યુવતીનું નામ સ્નેહા ભરવાડ હોવાનું સામે આવ્યું હતું અને બંને શેલાના રહેવાસી હોવાનું સામે આવ્યું. • પોલીસે ઘટના વિશે વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #shela #bhat #hotel #daily #stay
18 Dec 2025
Postsલો ગાર્ડનથી CN વિધાલય સુધી 98 કરોડના ખર્ચે 780 મોટર લંબાઈ L આકારનો ફ્લાયઓવર બનાવવામાં આવશે. • લો ગાર્ડન પંચવટી જંકશનથી ગીતા સર્કલ થઈ CN વિધાલય સુધીઆ ફ્લાયઓવર બનશે. ત્રણ તબક્કામાં કામ: હાલ બંને તરફ બેરીકેડિંગ કરીને સર્વિસ રોડ અને ડાયવર્ઝન રૂટ બનાવવાનું કામ ચાલુ છે. ટ્રાફિક નિવારવા માટે ત્રણ તબક્કામાં બ્રિજનું કામ થશે! પ્રથમ તબક્કો: આંબાવાડી સર્કલથી CN વિધાલય તરફ. બીજો તબક્કો: આંબાવાડી સર્કલથી પંચવટી જંક્શન. ત્રીજો તબક્કો: પંચવટી જંક્શનથી લો ગાર્ડન. દૈનિક: 1.5 લાખ વાહનચાલકોને સુધી અસર થશે, ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી છૂટકારો મળશે. ₹98.18 કરોડનું બજેટ. લંબાઈ: 780 મીટર પહોળાઈ: 17 મીટર વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #law #garden #junction #flyover #ambavadi #amc #panjarapol #ellisbridge #bridge
17 Dec 2025
Postsઆજે બપોરે શહેરની 19 જેટલી શાળાઓને ઈમેલ મારફતે કોઈ હુમલાની ધમકી મળી હતી, સુરક્ષા તંત્રએ એલર્ટ થઈને કલાકો સુધી તમામ શાળામાં શોધખોળ આધારિત. • વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાય હતી અને ઘરે મોકલી દેવાયા હતા. • પરંતુ શોધખોળ બાદ કોઈપણ સંદિગ્ધ ચીજ મળી નાથ અને ગભરાવા જેવી કોઈ બાબત સામે નથી આવી. • આવતીકાલે એટલે કે 18 ડિસેમ્બર થી તમામ શાળાઓ ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવા સૂચન અપાયું. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #school #email #threat #bomb #police
17 Dec 2025
Postsઆજે સવારે અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. • શહેરની જાણીતી ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 19 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. • ત્યારબાદ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરાઈ છે અને કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નથી, જેથી તંત્રને હાશકારો મળ્યો હતો. • ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી, વાલીઓને જાણ કરીને તમામ બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. • સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપી હતી. • ધમકી આપનારને પકડવા માટે તપાસ શરૂ, ડેપ્યુટી CM અને રાજ્યના પોલીસ વડા વચ્ચે પણ બેઠક થઈ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! • આવતીકાલથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ રહેશે. Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #school #bomb #email #threat
17 Dec 2025
Reelsવિશ્વાસ શબ્દોમાં નહીં… અનુભવમાં બોલે છે જ્યારે કોઈ ગ્રાહક કેમેરા સામે ઊભા રહીને હસતાં હસતાં કહે છે – “Say Solar પાસેથી સોલાર લગાવ્યા પછી સાચે શાંતિ મળી છે…” ત્યારે અમને લાગે છે કે અમારી મહેનત સાચી દિશામાં છે ❤️ સોલર ફક્ત લાઇટ બિલ બચાવવાનું સાધન નથી, એ એક નિર્ણય છે — વિશ્વાસનો, ભવિષ્યનો અને બચતનો. આવી જ હજારો સ્માઈલ્સ, આવી જ સાચી વાતો Say Solar ને દરરોજ આગળ વધારતી રાખે છે ☀️ જો તમે હજી નિર્ણય નથી લીધો, તો આ રીવ્યુ તમને ચોક્કસ હિંમત આપશે. 📞 8160676453 / 9510215816 #SaySolar #CustomerReview #RealExperience #TrustedSolar #SolarGujarat #HappyCustomer #LightBillZero #gosolar
17 Dec 2025
PostsSG હાઇવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા ઔડાએ ખોડિયાર ટીપી સ્કીમ 60માં રીંગરોડ સમાંતર નવા સર્વિસ રોડનુ આયોજન સૂચવ્યુ છે અને ટીપી સ્કીમ વેરીડ કરી રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવાનો નિર્ણય લીધો છે. • ઔડાની 309મી બોર્ડ બેઠકનુ આયોજન મંગળવારે કરવામાં આવ્યુ હતુ અને તેમાં ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરી રહેલાં વૈષ્ણોદેવી સર્કલ ખાતે ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા ખોડિયાર ટીપી સ્કીમ 60માં રીંગરોડ સમાંતર નવા સર્વિસ રોડનુ આયોજન સૂચવીને ટીપી સ્કીમ વેરીડ કરી રાજ્ય સરકારને સાદર કરવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું. • આ નિર્ણય આગામી સમયમાં લેવાશે અને હાલ રીંગરોડ સિક્સલેન તેમજ સર્વિસ રોડની કામગીરી ચાલુ થશે, આગામી સમયમાં એસપી રીંગ રોડ પર નવા બ્રિજ તેમજ સર્વિસ રોડનું કામકાજ શરૂ થશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #vaishnodevi #service #road #TP #AUDA
17 Dec 2025
Postsઅમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા રિંગ રોડ પરના પ્લોટ્સની ભાડેપટ્ટાની નીતિમાં તાજેતરમાં ફેરફાર, તમામ ફૂડ કોર્ટ બંધ કરી અન્ય કામ માટે ભાડે અપાશે. • ફૂડ કોર્ટ અને કાફે માટે પ્લોટ ભાડે આપવા પર પ્રતિબંધ: - હવે રિંગ રોડ પર ફૂડ કોર્ટ અથવા કાફે એરિયા માટે નવા પ્લોટ્સ ભાડે આપવામાં આવશે નહીં. - અગાઉ આપેલા આવા પ્લોટ્સના કરાર પ્રથમ મંજૂરીથી એક વર્ષ પૂર્ણ થતાં આપોઆપ સમાપ્ત થઈ જશે, અને પ્લોટ્સ ખાલી કરાવવામાં આવશે. - અંદાજે 15-20 જેટલા ફૂડ કોર્ટના પ્લોટ્સ (નિકોલ, ભાટ સર્કલ, થલતેજ, ઝુંડાલ, બોપલ વગેરે વિસ્તારોમાં) એક વર્ષમાં ખાલી કરાવાશે. • કારણ: અનેક ફરિયાદોને પગલે – કેટલાક ભાડુઆતો દ્વારા પ્લોટ્સ પેટા-ભાડે આપવા, ગેરકાયદેસર બાંધકામો કરવા અને નિયમોનું ઉલ્લંઘન થતું હતું. તાજેતરના સર્વેમાં પણ આવા વાયોલેશન્સ (જેમ કે ચાંદખેડા, નિકોલ વગેરેમાં) સામે આવ્યા છે. • સામાન્ય પ્લોટ ભાડેપટ્ટાની નવી નીતિ: - ગાર્ડન સિવાયના તમામ પ્લોટ્સ હવે માત્ર એક વર્ષ માટે હંગામી ધોરણે ભાડે આપવામાં આવશે. - પ્લોટનું કદ ઓછામાં ઓછું 1000 ચો.મી. અથવા તેના ગુણાંકમાં હશે. - ભાડુઆત પેટા-ભાડે આપી શકશે નહીં - મંજૂર હેતુઓ: વાણિજ્યિક, સામાજિક/ધાર્મિક પ્રસંગો, પાર્કિંગ, જાહેર સભા, શૈક્ષણિક, સ્પોર્ટ્સ/ટુર્નામેન્ટ વગેરે (ઔડા દ્વારા વખતોવખત નક્કી કરાય તેમ). નવી ટીપી સ્કીમ્સ: - આગામી કોમનવેલ્થ ગેમ્સ અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને નવી ટીપી સ્કીમ્સ બહાર પાડવામાં આવી છે, જેમાં સાણંદ, મુઠિયા-બિલાસીયા-એણાસણ, સરખેજ-ઓકાફ-ફતેવાડી-સનાથલ, કઠવાડા-ભુવાલડી-સિંગારવા, સનાથલ અને મહેમદાવાદ વિસ્તારોનો સમાવેશ થાય છે. - આનાથી આ વિસ્તારોમાં નવો વિકાસ થશે, રસ્તા, બગીચા, રમતના મેદાનો, શાળા વગેરે સુવિધાઓ વિકસાવાશે. આ નિર્ણયો ઔડાની તાજેતરની બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યા છે, જેનો હેતુ શહેરી વિકાસને વધુ વ્યવસ્થિત અને નિયમિત બનાવવાનો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #AUDA #food #court
Postsરામોલ વિસ્તારમાં આવેલા વડુ તળાવ પાસે સોમવારની રાત્રીના એક નશામાં ધૂત કારચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી ઝૂપડામાં ઘુસાડી દેતા 5 લોકો ઈજાગ્રસ્ત! • મૂળ રાજસ્થાનના મુકેશભાઇ ડામોર એક કન્સ્ટ્રક્શનન કંપનીમાં કામ કરે છે અને ત્યાં તળાવ પાસે કાચા છાપરામાં પત્ની અને બાળકો સહિતના લોકો સાથે રહે છે. ત્યારે સોમવાર રાત્રિના અચાનક એક કાર બેફામ સ્પીડે આવીને તેમના છાપરામાં ઘૂસી ગઈ હતી. • કાર અંદર ઘૂસતા તેઓએ બૂમાબૂમ કરતા નજીકના છાપરામાં રહેતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાર ઊંચી કરીને તમામ લોકોને બહાર કાઢ્યા હતા. • અકસ્માતમાં મુકેશભાઈ સહિત તેમના પત્ની, દીકરા/દીકરીને પણ ઇજા થઈ હતી. અકસ્માતમાં કુલ પાંચ લોકોને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. • આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરાતા તેનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આસપાસ તપાસ કરતા CCTV મળી આવ્યા હતા. પોલીસે કાર કબજે લઇ કારચાલક સામે ગુનો નોંધી આરોપી કારચાલક વીરેન્દ્ર વાલેકર (ઉ.27, રહે. વટવા)ની ધરપકડ કરી છે. • અકસ્માત સર્જનાર આરોપીની પોલીસ સમક્ષ કબૂલાત "તેણે દારૂના નશામાં ગાડી ચલાવીને આ અકસ્માત કર્યો હતો". પોલીસે આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી. • તપાસમાં સામે આવ્યું છે કે વીરેન્દ્ર વાલેકર હાથીજણ પોતાની માતાના ઘરેથી નીકળીને તેના મિત્રને કાર આપવા જઈ રહ્યો હતો. ત્યારે તેણે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 125(A), 125(B), 110(2), તેમજ મોટર વ્હીકલ (MV) એક્ટ 177, 184 મુજબ ગુનો દાખલ કર્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #ramol #vadu #lake #accident
ReelsAhmedabad, witness a soulful evening of devotion and compassion at Shyam Shabad – Krishna Bhakti Charity Event 🌸🎶 Organised by Deshseva Foundation, this special event is more than just bhajans — every contribution supports the education of underprivileged children 📚❤️ Join us on 20th December at Vastrapur Amphitheatre and be a part of Bhakti + Seva. Your presence can help create a brighter future. 🎟 Passes available on District App 📞 Contact: 9898871310 #ShyamShabad #KrishnaBhakti #BhaktiWithPurpose #DeshsevaFoundation #CharityEvent #SevaThroughBhakti #AhmedabadEvents #VastrapurAmphitheatre #SupportEducation #GiveBack #CulturalEvent #DevotionForACause
17 Dec 2025
Postsભારતમાં ચાંદીના ભાવ 2 લાખને પાર! • વૈશ્વિક બજારમાં માંગના લીધે એક જ વર્ષમાં ચાંદીના પ્રતિ કિલો ભાવમાં બમણો વધારો, વર્ષ 2025ની શરૂઆતમાં પ્રતિ કિલો ચાંદીના 80 હજારથી હાલ વર્ષના અંતમાં ચાંદીના ભાવ બે લાખને પાર. • 2025 વર્ષ ચાંદી માટે ઐતિહાસિક રહ્યું છે, જેમાં ભાવમાં લગભગ 120-130% નો વધારો થયો છે. આ વર્ષની શરૂઆતમાં (1 જાન્યુઆરી 2025) ચાંદીનો ભાવ આસપાસ ₹80,000 પ્રતિ કિલો (અંદાજિત, આંતરરાષ્ટ્રીય ભાવ ~$25-26/ઓઝ આધારે) હતો, જ્યારે હાલ (17 ડિસેમ્બર 2025) તે ₹1,99,000 થી ₹2,00,000 પ્રતિ કિલોની આસપાસ છે. • આઝાદી બાદ વર્ષ 1950 માં ₹100 આસપાસ ચાંદી જે 50 વર્ષ બાદ એટલે કે 2000 ના વર્ષમાં 7,500 આસપાસ હતું, ત્યારબાદ વર્ષ 2010 માં ₹35,000 અને વર્ષ 2020 માં ₹60 હજાર અને ત્યારબાદ ભાવમાં ખૂબ ઉછાળો આવ્યો. • હાલ ભાવ વધારાના મુખ્ય પરિબળો: - 2025માં ચાંદીના ભાવમાં આટલો મોટો વધારો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિકબંને પરિબળોને કારણે થયો છે: 1. ઔદ્યોગિક માંગમાં વધારો: - ચાંદીનો 60% થી વધુ ઉપયોગ ઔદ્યોગિક છે (સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, 5G, AI કમ્પોનન્ટ્સ). - ગ્રીન એનર્જી (સોલાર) અને EVના વિકાસને કારણે વૈશ્વિક માંગ રેકોર્ડ હાઈ પર પહોંચી. 2. સપ્લાયની તંગી (ડેફિસિટ): - વૈશ્વિક સપ્લાય માંગ કરતાં ઓછી (સતત 5મા વર્ષે ડેફિસિટ). - ચાંદી મોટે ભાગે અન્ય મેટલ્સ (જસત, લેડ)ના બાય-પ્રોડક્ટ તરીકે મળે છે, તેથી નવી માઇનિંગ મુશ્કેલ. 3. ભારતીય તહેવારો અને માંગ: - દિવાળી, ધનતેરસ પર રેકોર્ડ ખરીદી (સિલ્વર કોઇન્સ, વાસણો). - આયાત 40% થી વધુ ઘટી, જેનાથી સ્થાનિક અછત વધ્યો અને પ્રીમિયમ વધ્યું. 4. આર્થિક અને ભૌગોલિક પરિબળો: - અમેરિકી ફેડના વ્યાજદર ઘટાડા (ડોલર નબળું પડ્યું). - ભૌગોલિક તણાવ (યુદ્ધો, અનિશ્ચિતતા)ને કારણે સેફ-હેવન તરીકે માંગ. - રૂપિયાનું અવમૂલ્યન (આયાત મોંઘી). 5. રોકાણકારોની માંગ: - સિલ્વર ETFમાં રેકોર્ડ ઇનફ્લો. - ગોલ્ડ કરતાં સિલ્વર વધુ ઝડપથી વધ્યું (103%+ વાર્ષિક રિટર્ન કેટલાક અહેવાલોમાં). આ વધારો માત્ર અસ્થાયી નહીં, પરંતુ સ્ટ્રક્ચરલ (લાંબા ગાળાના) છે, જે ગ્રીન એનર્જી અને ટેક્નોલોજી પર આધારિત છે. જોકે, ભાવ હાલ રેકોર્ડ હાઈ પર છે, તેથી ટૂંકા ગાળે કરેક્શન (ઘટાડો) પણ શક્ય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india
Postsઅમદાવાદ, ગાંધીનગર શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ (મેસેજ) મળ્યા, બાળકોને સ્કૂલમાં રજા આપી તપાસ હાથ ધરી. • શહેરની ઝેબર ,ઝાયડસ, અગ્રસેન જેવી સ્કૂલ સહિત 12 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ છે. • પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ રહી છે, શહેર DEO ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. • સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે. • અમદાવાદની કેટલીક સ્કૂલોને ધમકી ન મળી હોવા છતાં તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને છોડી દીધા છે. • આ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ મળ્યા 1. ઝેબર સ્કૂલ, થલતેજ 2. મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ 3. DAV ઈન્ટરનેશલ, મકરબા 4. નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર 5. ઝાયડસ સ્કૂલ, વેજલપુર 6. CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ 7. આવિષ્કાર સ્કૂલ, કલોલ 8. જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર 9.અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર 10. ઉદગમ સ્કૂલ, થલતેજ 11. DPS બોપલ 12. તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ • તમામ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવે તેમ જ આજુબાજુના ઘણી સ્કૂલના રસ્તાઓ પણ નાગરિકો માટે બંધ કરવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #school #threat #email #zydus #zebar #agreshan #DAV #bomb #amit #shah #laurance #bishnoi
Postsફરાર કેદીઓને પકડવા માટે ગુજરાત પોલીસનું “ઓપરેશન કારાવાસ” 26 નવેમ્બર 2025: ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન કારાવાસ નામથી એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર, POCSO જેવા ગંભીર ગુનાઓ આચરનાર ખૂંખાર કેદીઓ, જેમાં ઘણા કેદીઓને જન્મકેદ સુધીની સજા થઈ હોય તેવા કેદીઓ, કે જે પેરોલ કે જામીન પર થોડા સમય માટે જેલની બહાર ગયેલા પરંતુ પછી પાછા ફરવાની બદલે ફરાર હતા તેને હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી દેશભરમાં ટીમ મોકલીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યા. આ ઓપરેશનમાં 41 કેદીઓ જેને સજાની સુનાવણી થઈ ચૂકી હતી જ્યારે 41 આરોપીઓ જેના પર ટ્રાયલ ચાલુ છે, તેને પકડવામાં આવતા અને 25 કેદીઓ જે હાલ હયાત નથી જેના નામ કમી કરવામાં આવશે તેના વિશે માહિતી એકત્રિત કરવામાં આવે. ઝડપાયેલા કેદીઓમાં: 10 વર્ષથી ફરાર : 06 કેદીઓ 5 વર્ષથી ફરાર : 09 કેદીઓ 20 વર્ષથી ફરાર : 03 કેદીઓ DGP ગુજરાત દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ હજુ પણ આ ઓપરેશન આ જ રીતે ચાલુ રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #operation #karavaas #gujarat #police #dgp #prisoners
16 Dec 2025
Postsઅમદાવાદના 16 જેટલા બ્રિજ (રેલવે અને રિવરબ્રિજ) પર હાઇટ બેરિયર લગાવવા માટે ટેન્ડર બહાર પડાયું. • આગામી સમયમાં આ 16 બ્રીજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાશે. • ₹2.49 કરોડ આસપાસના ખર્ચે આ બ્રિજ પર હાઇટ બેરિટર લગાવવામાં આવશે. • ભારે વાહનો માટેના પ્રતિબંધ અંગેના સાઈન બોર્ડ પણ મુકાશે. • સુભાષ બ્રિજ પર ભારે વાહનોની અવરજવરના કારણે બ્રીજની હાલત ખરાબ થઈ હોવાનું AMCનું તારણ. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #height #barrier #bridge #amc #shubhash #bridge
13 Dec 2025
Reels☀️ શિયાળામાં સોલર જનરેશન ઓછું કેમ થાય છે? ઘણા ગ્રાહકો પૂછે છે – “હવે તો ઠંડી છે, સોલર તો સારું કામ કરવું જોઈએ ને?” 🤔 હકીકત એ છે કે શિયાળામાં 🌤️ દિવસ ટૂંકો હોય છે 🌥️ સૂર્યનો એજીમુથ એંગલ બદલાય છે 🌫️ સવારે અને સાંજે ધુમ્મસ/છાંયો રહે છે એટલે જનરેશન થોડું ઓછું દેખાય… પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી! ☀️ ઉનાળામાં જનરેશન વધારે થાય છે ⚖️ આખા વર્ષનું average balance થઈ જાય છે 💡 સોલર સિસ્ટમ design જ આ રીતે કરવામાં આવે છે આ વિડિયો તે બધા માટે છે જેઓ પાસે સોલર છે… અને જેઓ સોલર લગાવવાનો વિચાર કરે છે. 📞 8160676453 / 9510215816 #SaySolar #SolarGeneration #WinterSolar #SolarGujarat #SolarFacts #GoSolar #RenewableEnergy #LightBillZero
13 Dec 2025
Reelsસાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ઓક્સિજન પાર્ક લોકો માટે ખુલ્લો મુકાયો. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડના સાઉથ બોપલમાં મ્યુનિસિપલ કોર્પોરેશને PPP પોરણે 11,600 ચો.મી વિસ્તારમાં આ ઇલેક્ટ્રોથર્મ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. જેનો કુલ ખર્ચ 4.5 કરોડ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા 7 ડિસેમ્બરે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. • આ પાર્કની ખાસ વિશેષતા એનો લેઆઉટ છે. જે પ્રકૃતિથી પ્રેરિત અને નદીના પ્રવાહ આધારિત બનાવવામાં આવ્યો છે. વધુમાં આ પાર્કમાં બાળકો માટે ડિજિટલ દુનિયામાં ભુલાયેલી રમતોને પણ આધુનિક રીતે વિકસાવવામાં આવી છે. જ્યાં બાળકો જ્ઞાન સાથે ગમ્મત કરી શકશે. • બાળકોનો શારીરિક અને માનસિક શ્રમ થાય એ પ્રકારની રમતો આ ગાર્ડનમાં વિકસાવવામાં આવી છે. • સવારે 6 થી બપોરે 12 અને બપોરે 2 થી રાતે 10 વાગ્યા સુધી આ પાર્ક લોકો માટે ખુલ્લો રહેશે. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #oxygenpark #park #sobo #southBopal #bopal #ilectrothermpark #newgarden #amc #ppp
12 Dec 2025
Postsરાજ્યમાં વર્ષ 2022, 2023 અને 2024 દરમિયાન ટ્રાફિક નિયમ ભંગ બદલ મોકલેલા મેમોમાં અત્યાર સુધીમાં ₹442 કરોડની વસૂલાત, • જો કે સમય પસાર થતા ખરાબ રસ્તાઓ અને ટ્રાફિકના પગલે લોકોએ મેમો ભરવામાં નાદુરસ્તી બતાવતા વર્ષ 2024ના અંત સુધીમાં ₹302 કરોડની કિંમતના મેમો હજુ સુધી ભર્યા નથી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #traffic #memo
12 Dec 2025
Posts• અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા આસ્થા બંગલો પાસેના "પરિશ્રમ એલીગન્સ"કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બની. • ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી. • કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવતા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું. • ફાયરબ્રિગેડની 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા. • અત્યાર સુધીમાં લગભગ 50 લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. લિફ્ટમાં ફસાયેલા લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. • હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઉપરના માળે ફસાયેલા લોકોને નીચે ઉતારવામાં આવ્યા. ત્રીજા માળે ફસાયેલા લોકોને કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતાં. • આગ લાગતા આસપાસ મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયું હતું. • આગ કયા કારણોસર લાગી અને તેમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #science #city #parishram #fire
12 Dec 2025
ReelsBusiness sambhalein ya Instagram?” 🤯 Main toh thak gayi thi yaar – caption likhna, post banana, ads chalana, reels edit karna 😩 Phir mila @ydservices_tm – mera Digital Saviour! 💻📱 Call now:- 8401065203 ✅ Social media pura handle ✅ Reels shoot + edit = 🔥 Engagement ✅ Graphics, Ads, Printing, NFC Cards – sab kuch ek jagah 🙌 Ab main sirf apne business pe dhyaan deti hoon, aur baki sab ka tension YD Services ka! 💼✨ 📩 DM karo aur poori branding ka solution ek jagah pao! 💡 #smallbusinessindia #instagrammarketing #socialmediahelp #entrepreneurlife #ahmedabadbusiness #startupsupport #marketingsimplified #instamanagement
12 Dec 2025
Reelsનારોલથી વિશાલા સર્કલને જોડતા શાસ્ત્રી બ્રિજને જાન્યુઆરી 15 તારીખ બાદ એક તરફ બંધ કરવામાં આવશે. • શાસ્ત્રી બ્રિજને ગયા વર્ષે જ પેરાફીટીંગ કરી સમારકામ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ગંભીરા બ્રિજ તૂટતા તમામ બ્રિજના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા જે ઇન્સ્પેક્શન દરમિયાન શાસ્ત્રી બ્રિજના બેરિંગમાં ખામી જણાતા બ્રિજ ઉપરથી બંને તરફ ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. • ત્યારબાદ હવે 2026 જાન્યુઆરી 15 તારીખ બાદ બ્રિજના પીરાણાથી વિશાલા તરફ જતા ભાગને બેરિંગ બદલવા માટે અંદાજિત છ મહિના માટે બંધ કરવામાં આવશે. • વધુમાં શાસ્ત્રી બ્રિજની સમાંતર બીજો સિક્સલેન બ્રિજ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જે કામગીરી લાંબો સમય લઇ શકે છે માટે હાલ તો આજ બ્રિજ કાર્યરત રહેશે જેને લીધે તેના બેરિંગ બદલવામાં આવશે. • બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મળતી માહિતી મુજબ 15 જાન્યુઆરી થી બ્રિજને બંધ થઈ શકે છે. જેના માટે હાલ ટેન્ડર ની પ્રક્રિયા ચાલુ હોવાની વાત સામે આવી છે. • એક તરફ શાસ્ત્રી બ્રિજને રીપેરીંગ કરવામાં અગાઉ પણ ઘણા પૈસા નાખવામાં આવ્યા છે છતાં છેવટે યોગ્ય કામગીરી પર પ્રશ્નો ઊભા થાય છે. એટલે ફરી એકવાર શાસ્ત્રી બ્રિજને બંધ કરવામાં આવશે. • શાસ્ત્રી બીજનો એક તરફનો ભાગ બંધ થતા બીજા એક તરફના ભાગમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #Shastribridge #Shastribridge #vishalacircle #AMC #bridge #newproject
Postsઆજે બપોરે એપરલ પાર્ક પાસે એક બર્ગમન મોપેડ અને GSRTC બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. • અકસ્માત બાદ પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી પંચનામુ કરીને વધુ તપાસ હાથ ધરી! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #Apperal #park
12 Dec 2025
Postsશહેરના રખિયાલ સ્મશાન ગૃહને આધુનિક બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી લોકોની માંગણી હતી ત્યારે તંત્રએ આ ફરિયાદ બાદ સ્મશાનને આધુનિક બનાવવા માટે CNG સંચાલિત બે ભઠ્ઠીઓ તેમજ અન્ય સુવિધાઓ સાથે રૂપિયા 3.30 કરોડના ખર્ચે આગામી દિવસોમાં સ્મશાનની કામગીરી કરશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #Rakhiyal #samsan
12 Dec 2025
Reels🎉 TRIQOS INTERNATIONAL INSTITUTE – GRAND OPENING ON 14TH DECEMBER 🎉 Education that truly builds your future… and this time, the offers are as GRAND as the opening itself! We all know Buy 1 Get 1 offers happen on clothes or pizza… But have you ever heard that you can learn 2 subjects for the price of 1? Or receive an iPad absolutely FREE with your course? 🤯 Sounds unbelievable, right? But it’s REAL — because TRIQOS International Institute is launching its Grand Opening Offer on 14th December! ✨ Buy 1 Course & Get 2 Courses FREE ✨ Buy Any Course & Get a FREE iPad ✨ 0% Interest EMI Available ✨ 100% Placement Guarantee Yes, you heard that right! This celebration is BIG — because TRIQOS International Institute is opening its 2nd branch in Ahmedabad, Gujarat, and everything has been upgraded to the next level. 🔧 Modern, upgraded labs 💻 Advanced technology, safety & hygiene 🧪 Industry-level equipment for real practical training 🎯 Highlight: Nutrition Course With lifestyle and health challenges rising, the demand for certified nutrition experts is growing rapidly. This course gives you the skills and practical training needed to build a strong career in the fitness & health industry. 💻📚 All courses are available in both Online and Offline modes So whether you’re in Ahmedabad or anywhere else — you can learn at your convenience. 📞 Seats are limited. Call us at +91 97262 16767 #TriqosInternationalInstitute #TriqosGrandOpening #14December #AhmedabadInstitute #AhmedabadStudents #GujaratEducation #SkillDevelopment #BeautyCoursesIndia #NutritionCourse #MakeupAcademy #CosmetologyTraining #HairAndBeautyInstitute #CareerCourses #FreeCoursesOffer #iPadOffer #EducationOffers #PlacementGuarantee #StudentOpportunities #SkillUpgrade #JobReadySkills #AhmedabadReels #GujaratStudents #CareerGrowthIndia #OnlineCoursesIndia #OfflineCoursesAhmedabad #LearningJourney #FutureReady #GrandOpening2024 #ProfessionalTraining #ViralReelsIndia
Postsઅમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ: ફાયર સેફ્ટી અને BU પરવાનગીના વગર ચાલતી હોવાથી એસ્ટેટ વિભાગે સીલ કર્યું. • આજે (12 ડિસેમ્બર, 2025) વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી કોર્પોરેશનના તાજા અભિયાનના ભાગરૂપે કરવામાં આવી છે, જેમાં BU (બિલ્ડિંગ યુઝ) પરવાનગી અને ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) વિનાની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે, • કોલેજની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના પગલાંઓ અમલમાં નહોતા મૂકાયા. આ ઉપરાંત, બિલ્ડિંગના બે માળો માટે મંજૂરી પણ નહોતી મળી. તપાસ દરમિયાન બિલ્ડિંગને જર્જરિત અને અસુરક્ષિત જણાવવામાં આવી, જે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે જોખમી હતી. • આ કાર્યવાહીથી સવારે કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓને પાછા ફરવું પડ્યું, અને વર્તમાનમાં ક્લાસરૂમ બંધ રહેશે. કોર્પોરેશનના અધિકારીઓ કહે છે કે આવી કાર્યવાહીથી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે, જોકે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર રહેશે. • ગત 2 દિવસમાં 25 પ્રિ-સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એ જ કારણો જણાવાયા હતા. • આજે પણ શહેરમાં ફૂડ કોર્ટ, સ્કૂલો, કોલેજો અને અન્ય જગ્યાઓ પર તપાસ અને સીલિંગની કાર્યવાહી ચાલુ રહેશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #raipur #vivekanand #collage #BU #fire #noc #permission
12 Dec 2025
Postsમંજૂરી વગર વૃક્ષને ટ્રિમ કરવા બદલ, “ચિત્રા” એજન્સીને 10 લાખનો દંડ! સાયન્સ સિટી રોડ પર ડીવાઈડરની મધ્યમાં આવેલ લાઇટ પોલ પર જે જાહેરત હોય છે તેનું ટેન્ડર ચિત્રા એજન્સી પાસે છે અને ત્યાં વાવેલ વૃક્ષોને કારણે તે જાહેરાત ઢંકાઈ જતા, આ એજન્સીએ AMC પાસથી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જ આ વૃક્ષોને ટ્રિમ કરવાનું શરૂ કરી દીધું. • આ બાબતનો વીડિયો સામે આવતા, કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા. • કોર્પોરેશનના ઠરાવ મુજબ આવું કોઈ પણ ટ્રીમિંગ કરતાં પહેલાં બગીચા ખાતાની મંજૂરી લેવી જરૂરી હોય છે. • પરંતુ ચિત્રા OHH એજન્સી દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા વગર જાતે જ વૃક્ષો કાપવાનું શરૂ કરાતા ડેપ્યુટી કમિશનર દ્વારા એક્શન લેવામાં આવ્યા અને 10 લાખ રૂપિયાનો દંડ કરવાની મ્યુનિસિપલ કમિશનરને તાકીદ કરવામાં આવી. • નવાઈની વાત તો એ છે કે આ કટીંગ કરવા માટે જે વાહન ત્યાં વપરાતું હતું તેમાં પણ AMTSની પ્લેટ લાગેલી હતી, માટે AMTS વિભાગને પણ તેની જાણ કરી ડ્રાઇવર અને તેના માલિક સામે પગલાં લેવા તાકીદ કરવામાં આવી. • અગાઉ પણ વૃક્ષો કાપવા બદલ જાહેરાત કંપનીઓને 50-50 લાખ રૂપિયા સુધીના દંડ કરવામાં આવેલ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #tree #cutting #advertising #amc #chitra #ooh
11 Dec 2025
Reels📞 +91 87993 87607 | +91 99255 38382 BPO Festival Offer – Your First Deal Awaits! Looking for a perfect home in one of Ahmedabad’s rapidly developing areas? Your search ends here! Presenting a well-planned and spacious 2BHK home built on 142 sq. yards, located in the peaceful and fast-growing locality of Tragad, New Chandkheda. Designed for comfort, convenience, and a modern lifestyle, this home is ideal for families, couples, and smart investors. Festival Offer Price: ₹46.50 Lac Only 🚫 Price is non-negotiable 📅 Possession: June 2026 This limited-time BPO offer gives you the chance to own a premium property at an unbeatable price. Why This Property? ✔ Prime and developing location ✔ Peaceful residential surroundings ✔ Ideal for long-term investment ✔ Quality construction and ample space 📌 Don’t miss the opportunity to book your dream home at a festival-only price!
9 Dec 2025
Postsઅમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને અન્ય સમસ્યાઓને લઈને ત્યાંના સ્થાનિકો લોકો દ્વારા એરિયાના મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયા(BJP) સામે રોષ વ્યક્ત કર્યો. • ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકો દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા. રોડ, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખવા મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈને હોબાળો કરી હાય હાયના નારા લગાવ્યા હતા. • સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો આ વિસ્તારમાં દેખાતા જ નથી. આ સાથે સ્થાનિકોએ ચીમકી આપી કે સમસ્યાનું નિવારણ નહીં આવે તો આવતા બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું • સ્થાનિકોએ આક્ષેપો કર્યા કે ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યને અમે રજૂઆત કરીએ છીએ અને લેટર લખીને આપે છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. બસ તેઓ ઘરમાં સૂઈ રહેતા હોય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #MLA #corporators #BJP #thakkarnagar
9 Dec 2025
Postsભવિષ્યમાં અમદાવાદ મેટ્રોનો નકશો કંઈક આવો હશે! 👉 વસ્ત્રાલથી સીધું સાણંદ જઈ શકાશે અને વાસણાથી સીધું મહાત્મા મંદિર! • નારોલ- નરોડા- સિવિલ હોસ્પિટલ -RTO અને જીવરાજ સુધી સર્ક્યુલર રૂટ બનશે. • થલતેજને સનાથલ સુધી કનેક્શન અપાશે. • અમદાવાદ એરપોર્ટે પણ મેટ્રો લાઇન સાથે જોડાશે. • પાલડી થી મણીનગર જવાશે! જુઓ વિગતવાર નકશો @ahmedabadmedia પર! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #metro #new #map #paldi #maninagar #naroda #narol
8 Dec 2025
Postsભાડજમાં મ્યુનિ.ની 35 નવી ઇલેક્ટ્રિક બસનું પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.નવા બસ સ્ટોપ માં 12 ચાર્જિંગ પોઇન્ટ હશે. • હાલમાં શહેરમાં 200 સિટી ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે માર્ચ સુધીમાં આ ઈલેક્ટ્રિક બસોની સંખ્યા વધારી 450 કરાશે. • હાલ મ્યુનિ.પાસે BRTS બસ માટે 12 ચાર્જિંગ સ્ટેશન અને AMTS બસ માટે 14 ચાર્જિંગ સ્ટેશન છે. જે આગામી સમયમાં 40 કરવાનું લક્ષ્ય રખાયું છે. • નવા બનનારા ઇલેક્ટ્રિક બસ સ્ટોપ દ્વારા ભાડજની આસપાસના 20 કિલોમીટર સુધીના વિસ્તારના લોકોને પરિવહનની સુવિધા મળશે. • ભાડજના પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન માટે અંદાજિત 4.62 કરોડ રૂપિયા ખર્ચાશે એનું તેનું કામ એક વર્ષમાં પૂરું કરાશે. • BRTS ના અધિકારીના જણાવ્યા અનુસાર માર્ચ સુધીમાં નવી બસોનો ઉમેરો કરી નવ વિકસિત વિસ્તારોમાં બસ દોડાવાશે.અમુક વિસ્તારમાં બસોના રૂટ વધારાશે. • આગામી 2 વર્ષમાં શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત બનાવી લોકોને સરળ બનાવવાની કામગીરી કરાવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #AMTS #BRTS #charging #station
8 Dec 2025
Reels🎉 WAIT… LADIES, DON’T SCROLL! 🎉 What if we tell you that you can learn NEW skills… Become financially independent… AND get FREE classes too? 👀💥 YES! At Sindhu Kala Kendra, women get the chance to upgrade their life without breaking the bank! 💪✨ 🧵 FREE Stitching Classes – from Basic to Advance! 💄 FREE Demo Class on any course — just show this reel! Christmas 🎄 Fest on 25th December 🎶 Music • Dance • Fashion Show • Exciting Competitions! A perfect place where YOU grow… and your kids enjoy learning safely 💗✨ Choose from 15+ skill-boosting courses: 💄 Makeup & Salon 👗 Fashion Designing 💃🏻 Dance classes 💻 Computer 🎨 Art & Craft 🛼 Skating 🧘 Yoga & Zumba ✍ Content Writing 🗣 Spoken English … and much more at super affordable fees! 🌟 All in ONE place. 🌟 For ALL women. 🌟 At the LOWEST price. If you’re dreaming of becoming skilled, confident, creative or independent… 👉 This is your sign! 📍 Sindhu Vocational Training Centre Opp. Gulshan Party Plot, G-Ward, Kubernagar, Ahmedabad 📞 96870 00766 🕒 10 AM – 7 PM (Mon–Sat) 🔗 Join our WhatsApp Community: https://chat.whatsapp.com/GCeuzIDpNR3JiXiEqsVRGA?mode=wwt — #FreeClasses #WomenOnly #SindhuKalaKendra #SkillForWomen #AhmedabadLearning #FreeStitching #ChristmasFest2025 #WomenEmpowerment #LearnForFree #AffordableCourses #GrowYourSkills #CreativeWomen #KubernagarAhmedabad #SkillDevelopmentForWomen
Postsગુજરાત રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનો માટે મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિની વયમર્યાદા ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ કરવામાં આવી છે. • આ માટે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ-૧૯૫૩ના નિયમ-૯માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારો તાત્કાલિક અમલમાં મૂકાઈ ગયો છે. • નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “હોમગાર્ડના જવાનો પોલીસ દળના પૂરક બળ તરીકે અત્યંત મહત્વની ફરજો બજાવે છે. ચૂંટણી ડ્યુટી, ટ્રાફિક કંટ્રોલ, રાત્રિ પેટ્રોલિંગ, VIP સુરક્ષા, મેળા-તહેવારોનો બંદોબસ્ત વગેરેમાં તેઓ ખૂબ જ ખંત અને નિષ્ઠાથી કામગીરી કરે છે. આ નિર્ણયથી તેમનામાં દેશસેવાનો જુસ્સો વધુ વધશે અને અનુભવી જવાનોને વધુ ત્રણ વર્ષ સુધી પોતાની સેવા આપવાનો મોકો મળશે.” વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #police #homeguard #retirement
8 Dec 2025
Postsઅમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનના ભાગ બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વ્યાપક તપાસ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ થઈ છે, બ્રિજને હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. • આ 52 વર્ષ જૂનો બ્રિજ, જે સાબરમતી નદી પર આવેલો છે અને લગભગ 1 લાખ વાહનો રોજ વહેંચે છે, 4 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો. પિલર નંબર 9 ઉપરના સ્પાનમાં તિરાડ અને નીચે ધસવાનું જોવા મળતાં તાત્કાલિક પગલાં લેવાયા હતા. • તપાસ અને ટેસ્ટિંગની કામગીરી: AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ત્રણ અલગ-અલગ એજન્સીઓ અને કન્સલ્ટન્ટ્સને તપાસ સોંપવામાં આવી છે. આ કામગીરી 15 ડિસેમ્બર સુધી ચાલશે, જેના કારણે બ્રિજ હજુ એક અઠવાડિયા સુધી બંધ રહેશે. - 8 ડિસેમ્બર 2025 (આજે) વડોદરાની જીઓ ડાયનેમિક્સ કંપની દ્વારા તપાસ. બ્રિજના તમામ પિલર્સ અને સ્પાન્સની ઇન્ટીગ્રિટી ટેસ્ટ (જેમ કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી - UPV ટેસ્ટ અને કોંક્રીટ કોર ટેસ્ટ) કરવામાં આવશે. તમામ પાસાઓની તપાસ પછી 10 ડિસેમ્બર (બે દિવસ પછી) રિપોર્ટ આપવામાં આવશે. - આવતીકાલે SVNIT સુરતની ટીમ બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટ માટે આવશે. તેઓ બ્રિજના ઉપર અને નીચેના ભાગોની તપાસ કરશે, જેમાં ડ્રોન અને બોટની મદદથી આંતરિક તિરાડ અને નુકસાનની તપાસનો સમાવેશ થશે. - આ સિવાય IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમો આવશે. તેઓ વધુ વિગતવાર સ્ટ્રક્ચરલ એનાલિસિસ અને ટેસ્ટ કરશે, જેમાં બ્રિજના 6 સ્લેબ્સ પર 5 કરતાં વધુ પ્રકારના ટેસ્ટ કરશે. - આ તમામ ટેસ્ટ પછી, પ્રારંભિક નિર્ણય લેવામાં આવશે. જો તિરાડ અન્ય સ્લેબ્સમાં પણ હોય, તો મરામત કે નવું નિર્માણ જરૂરી પડી શકે છે. તમામ રિપોર્ટ્સના આધારે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લેશે. - શરૂઆતમાં 5 દિવસ માટે (4-8 ડિસેમ્બર) બંધ કરાયો હતો, પરંતુ તપાસમાં અન્ય સ્લેબ્સમાં પણ તિરાડની શંકા હોવાથી 6 મહિના સુધી બંધ રહેવાની શક્યતા છે. આ દરમિયાન વાહનો માટે વૈકલ્પિક માર્ગો (જેમ કે દધીચિ બ્રિજ, ઇન્દિરા બ્રિજ)નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. - બ્રિજની નીચેનો લોઅર પ્રોમિનાડ (પૂર્વ અને પશ્ચિમ તરફ) અને નારાયણ ઘાટથી ગાર્ડન ગેટ 1 સુધીનો રોડ પણ બંધ કરાયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #subhash #bridge
ReelsFree batch of standard 10 , Contact Now- 9898500437
8 Dec 2025
Postsટ્રાફિક નિયમોના ભંગ બદલ લોકોને મેમો આપીને દંડ ફટકારવામાં આવે છે તેમ છતાં અનેક વાહનચાલકોમાં નિયમોના ભંગના આદિ બની ચૂક્યા હોય તે રીતે નિયમોના ભંગ ચાલુ જ રાખતા હોય છે. • જો કે ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં 5થી વધુ મેમો હોય તેવા વાહનચાલકોના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરતો નિયમનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે, ટૂંક સમયમાં આ પરિપત્ર જાહેર કરી નવા નિયમો સાથે 5થી વધુ પેન્ડિંગ મેમોધારકોના લાઇસન્સ 3 મહિનાથી 6 મહિના માટે રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. • હાલ શહેરમાં 5થી વધુ મેમો પેન્ડિંગ હોય તેવા એક લાખથી વધુ વાહનો છે ત્યારે આ નિયમ લાગુ થતા તમામના ટ્રાફિક નિયમોના ભંગ બદલ તમામને નોટિસ પાઠવવામાં આવી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #traffic #licence #suspended
8 Dec 2025
PostsSG હાઈવે પર સોલા ભાગવત વિસ્તારમાં ગઇકાલ રાત્રે અચાનક ક્લોરિન ગેસનો સિલિન્ડર લીક થતા હડકંપ! • સોલા ભાગવતમાં આવેલ માધવ ઔડા ગાર્ડન નજીક કોઈ અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસથી ભરેલી બાટલો પેસેન્જર વાહનમાંથી રોડ પર ફેંકી દીધો અને ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી હતી. • ક્લોરિન ગેસની બાટલો લીક થતા જ તીવ્ર ઝેરી ગેસ ફેલાયો અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો તથા પસાર થતા વાહનચાલકોને આંખોમાં બળતરા, ગળામાં ખરાશ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. • ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ - સોલા અને બોપલ સ્ટેશનની ટીમો - તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ તરત જ ગેસને નિયંત્રણમાં લેવા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો, પરંતુ ગેસની તીવ્રતાને કારણે બે ફાયર જવાનોને પણ અસર થઈ અને તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને જવાનોની હાલત સ્થિર જણાવાઈ રહી છે.. • સોલા પોલીસ સ્ટેશને આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, એક અજાણ્યો શખ્સ કાર કે બાઇકમાંથી બાટલો ફેંકીને ભાગી ગયો હતો. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ બાટલો કોઈ ઔદ્યોગિક એકમમાંથી ચોરયો હોઈ શકે છે અથવા તો જાણીજોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે ફેંકવામાં આવ્યો હોઇ શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #chlorine #gas #SG #highway
8 Dec 2025
Reelsસાબરમતી નદીમાં સંતોના મૂલ્યો રૂપે તરતી નાવડીઓ દેખાઈ! પ્રમુખ વરણી અમૃત મહોત્વ. • BAPS સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજની 104મી જન્મજયંતિ પર સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં એક મહત્વનો કાર્યક્રમ યોજાયો. • આ વર્ષે પ્રમુખસ્વામી મહારાજને પ્રમુખ તરીકે વરણી થયાને 75 વર્ષ પૂર્ણ થયા, અમદાવાદના શાહપુરમાં આવેલી આંબલીની પોળમાં જ પ્રમુખસ્વામી મહારાજની પ્રમુખ તરીકે વરણી થઈ હતી. • BAPS સંસ્થાના 7000 કરતા વધારે સ્વયંસેવકો હાજર રહ્યા. • BAPSના વર્તમાન ગાદીપતિ શ્રી મહંત સ્વામી મહારાજ ની ઉપસ્થિતિ સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી. • પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાળના 75 ગુણો સાબરમતી નદીમાં 75 નાવડીના સ્વરૂપમાં વહેતા કરવામાં આવ્યા જેના ત્રણ દિવસ સુધી લોકો દર્શન કરી શકશે. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #baps #pramukh #varni #mahotsav
7 Dec 2025
Postsહેરિટેજ રૂટના રિ-ડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં! 73 કરોડના ખર્ચે 2.25 કિમીના હેરિટેજ રૂટ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદને ડેવલપ કરાશે. • રોડ, રસ્તા, ગટર, સાઈન બોર્ડ, બેઠક વ્યવસ્થા,સ્ટ્રીટ લાઇટ તેમજ પેવર બ્લોકનું કામ કરાશે. • 2 થી 3 મહિનાથી આ કામ શરૂ કરાયું છે, હાલ શાંતિનાથની પોળ આગળ ઘણું ખરું કામ સંપન્ન થઈ ગયું છે, તાજેતરમાં જ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે દલપતરામ ચોક આગળ કામગીરી શરૂ કરાઈ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #heritage #route #work
7 Dec 2025
Reelsનરોડા-નારોલ હાઇવે “આઇકોનિક રોડ”! હાઇવેને ₹262 કરોડના ખર્ચે ‘એરપોર્ટ રોડ’ જેવો આઇકોનિક બનાવવાની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પૂર્વ વિસ્તારના મહત્વપૂર્ણ માર્ગ નારોડા-નારોલ હાઇવેને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની મોટી યોજના હાથ ધરી છે. • આ 14 કિલોમીટર લાંબા રસ્તાના નવીનીકરણ માટે ₹262 કરોડનું બજેટ જાહેર કરાયું છે. • આ પ્રોજેક્ટ 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, જેનાથી પૂર્વ વિસ્તારના લાંબા ટ્રાફિક જામ અને અનિયંત્રિત દબાણની સમસ્યાઓ હળવી થશે. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં આ પ્રોજેક્ટને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, • જેમાં કુલ 550 કિલોમીટર રોડ્સના વિકાસ માટે ₹14,001 કરોડની યોજના છે. પ્રોજેક્ટની વિગતો: શું થશે નવું? AMCના આઇકોનિક રોડ પ્રોજેક્ટ હેઠળ નારોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના 14 કિમી રસ્તાને પુનઃવિકસિત કરવામાં આવશે. હાલના BRTS રોડ (8 મીટર લેન)ને યથાવત્ રાખીને માત્ર જરૂરી સુધારા કરવામાં આવશે, જેથી જાહેર પરિવહન પર કોઈ અસર ન પડે. રોડની કુલ પહોળાઈ 60 મીટર રહેશે, જેમાં નીચેની વિગતો સામેલ છે: 8 મીટર BRTS લેન: હાલની જેમ રહેશે, માત્ર સુધારા. 10.50 મીટર મિશ્ર લેન: વાહન પ્રવાહ માટે. 1 મીટર મિડિયન ગેપ: રોડ વચ્ચેનું વિભાજન. 10.50 મીટર સર્વિસ રોડ (બંને તરફ): હાલના દબાણગ્રસ્ત સર્વિસ રોડને સંપૂર્ણ રી-ડેવલપ કરીને દબાણો દૂર કરવામાં આવશે. 2-2 મીટર ફૂટપાથ (બંને તરફ): પગપાળા ચાલનારાઓ માટે. આ ઉપરાંત, રોડ પર ગ્રીન ઝોન વિકસાવવામાં આવશે, જેમાં વિવિધ ફૂલો-છોડ અને વનસ્પતિઓ લગાવાશે. બંને તરફ ફૂડ ઝોન, બફર ઝોન અને બસ સ્ટેશન જેવી સુવિધાઓ ઉભી કરાશે, જે એરપોર્ટ રોડની જેમ આકર્ષક અને વપરાશીય બનાવશે. આ પ્રોજેક્ટથી ટ્રાફિક જામમાં 30-40% ઘટાડો થવાની અપેક્ષા છે, અને તે પૂર્વ વિસ્તારને વધુ જીવંત બનાવશે. હાલની સ્થિતિ: .નરોડા પાટિયાથી ગેલેક્સી જંક્શન સુધીનો નવો ફ્લાયઓવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તે નિયત સમય કરતા મોડું ચાલી રહ્યું છે, જેનાથી ટ્રાફિક વધુ વધ્યું છે. તેમજ, નરોડાથી જશોદાનગર સુધીના સર્વિસ રોડ પર ટ્રંક લાઇન લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના કારણે ઘણા સર્વિસ રોડ હજુ પણ બંધ છે. Ground report @ahmedabadmedia Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #naroda #narol #iconic #road
Postsઓઢવ અંબિકાનગર, નવરંગ સ્કૂલ ચાર રસ્તા પાસે આજે સાંજના સમયે એક AMTS બસ કોર્પોરેશને કરેલ ખાડામાં ખૂંપી ગઈ. • AMTS ના રૂટ નંબર 33 ની બસ ખાડામાં ખૂંપી. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #AMTS #corporation
6 Dec 2025
Postsઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા આગામી સમયમાં 50 નવી એસી બસો ઉમેરવામાં આવશે. • હાલ AMTS પાસે માત્ર જૂજ જ ઇલેક્ટ્રિક બસ છે ત્યારે આગામી સમયમાં નવી ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થતા પ્રદૂષણ નિયંત્રણમાં પણ યોગદાન આપશે. • AMC દ્વારા 100 બસો અને 200 CNG બસો દોડાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે ધીમે ધીમે સેવામાં જોડાઈ રહી છે. • આ સિવાય 4 નવી ડબલ ડેકર બસનો પણ ઉમેરો કરવામાં આવશે, જે વધુ ટ્રાફિક ધરાવતા રૂટ પર દોડાવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #AMTS #bus
6 Dec 2025
Reelsગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે વેચાતા દારૂને લઈને મુદ્દો ગરમાયેલ છે, ત્યારે અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ભર બપોરે 12:45 આસપાસ મેંગો સિનેમા રોડ પર એક યુવક હાથમાં દારૂની બોટલ લઈને જતો નજરે આવ્યો. • જાહેર રોડ પર યુવક હાથમાં વિદેશી દારૂ ભરેલી બોટલ લઈને જતા ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરે ઉડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #alcohol #liquor
6 Dec 2025
Reels☀️ હવે Say Solar આખા ગુજરાતમાં તમારું ઘર રોશન કરવા તૈયાર! 8 વર્ષ પહેલાં નરોડાથી શરૂ થયેલી અમારી સફર, આજે Gujarat ના 9 જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે… 📍 Ahmedabad City 📍 Ahmedabad Rural 📍 Gandhinagar 📍 Kheda 📍 Anand 📍 Mahesana 📍 Patan 📍 Sabarkantha 📍 Aravalli 📍 Mahisagar હજારો પરિવારોએ Say Solar પર વિશ્વાસ રાખીને પોતાનું લાઇટ બિલ Zero કર્યું છે… અને હવે તમારી વારો! ✨ Best Quality ✨ Fast Installation ✨ EMI + ₹78,000 Subsidy ✨ Trusted Service in Gujarat જો તમે પણ આ જિલ્લાઓમાં રહો છો, તો આજથી જ તમારા ઘરની બચત શરૂ કરી શકો છો! 📞 8160676453 📱 WhatsApp: 7405011308 📩 sales@ailisenergy.com #SaySolar #SolarGujarat #DistrictsWeServe #SolarSavings #LightBillZero #SolarInstallation #GujaratEnergy #CleanEnergy #RooftopSolar
6 Dec 2025
Postsસુભાષ બ્રિજ પાસે ગઇકાલ સાંજના સમયે એક રિક્ષા અને બાઇક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો, જેના વિવાદ વચ્ચે 5 યુવકો કે જે નશાની હાલતમાં હોય તેવું પ્રત્યક્ષદર્શીઓના મત મુજબ આવીને બબાલ કરવા લાગ્યા હતા. • આ બબાલના લીધે રોડ વચ્ચેનો ટ્રાફિક પણ રોકાઈ ગયો હતો અને આ 5 ઇસમો ત્યાં મારામારી કરવા લાગ્યા હતા, આ ઘટનામાં ત્યાં હાજર અમુક લોકો વચ્ચે પડ્યા હતા પરંતુ નશામાં ચૂર આ પાંચેય લોકોએ લોકો સાથે પણ ઝપાઝપી કરી હતી. • જો કે થોડી વારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં 3 લોકોએ સ્થળ પર પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી અને 2 લોકો પોલીસ જોતા ફરાર થઈ ગયા હતા, હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી, ભાગી છૂટેલા 2 આરોપીની શોધખોળ હાથ ધરી હતી. • જો કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂના કથિત વેચાણના મુદ્દાને લઈને વિપક્ષ દ્વારા પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. • દારૂબંધી છતાં પણ ગેરકાયદેસર રીતે વેચાતા દારૂના ધંધાને લઈને અનેક મુદ્દાઓ હાલ રાજ્યભરમાં ગરમાયા છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #liquor #RTO #police
6 Dec 2025
PostsDGCA દ્વારા એરલાઈન્સ માટે લાગુ કરાયેલા નવા નિયમોના લીધે ઈન્ડિગો એરલાઈન્સ ની છેલ્લા 3 દિવસમાં 1,000 થી વધુ ફ્લાઇટ કેન્સલ થતા પેસેન્જરોમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો. • ડોમેસ્ટિક એરલાઇન્સની અનેક ફ્લાઇટો કેન્સલ થતા મુસાફરોએ એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોયા બાદ હોબાળો મચાવ્યો હતો. • ભારતની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોને પાયલટ અને ક્રૂની અછતને કારણે હજારો ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી છે. આનું મુખ્ય કારણ DGCA (Directorate General of Civil Aviation) દ્વારા ૧ નવેમ્બર ૨૦૨૫થી લાગુ કરાયેલા નવા Flight Duty Time Limitations (FDTL) નિયમો છે. આ નિયમો પાયલટોની થાકને ઘટાડવા માટે બનાવાયા હતા, પરંતુ તેના કારણે ઈન્ડિગો જેવી એરલાઈન્સને ક્રૂની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો, • નવા FDTL નિયમોની મુખ્ય વિગતો - સાપ્તાહિક આરામ: પહેલાં 36 કલાકની જગ્યાએ 48 કલાકનો ફરજિયાત આરામ. - નાઈટ લેન્ડિંગ્સની મર્યાદા: પહેલાં 6ની જગ્યાએ પ્રતિ અઠવાડિયે માત્ર 2 નાઈટ લેન્ડિંગ્સ - નાઈટ ડ્યુટીની મર્યાદા, ડ્યુટી એક્સટેન્શન વગેરે. • આ નિયમોના કારણે ઈન્ડિગોને વધુ પાયલટોની જરૂર પડી, પરંતુ તેઓ તૈયારીમાં નિષ્ફળ રહ્યા. • DGCA દ્વારા આપેલી છૂટછાટ ઈન્ડિગોની વિનંતી પર DGCAએ આ નિયમોમાં અસ્થાયી રાહત આપી છે, જેથી ઓપરેશન્સ સ્થિર થાય. મુખ્ય છૂટછાટ: - વીકલી રેસ્ટમાં રજા ગણવાની મંજૂરી - નાઈટ ડ્યુટી અને લેન્ડિંગ્સ પર છૂટ - DGCAએ હાલ તમામ એરલાઈન્સને આ રાહત આપી છે • મુસાફરોના અધિકારો (DGCA નિયમો અનુસાર) - વિલંબ: 2 કલાકથી વધુમાં મફત ખાવા-પીવાનું; 6 કલાકથી વધુમાં વૈકલ્પિક ફ્લાઈટ અથવા સંપૂર્ણ રિફંડ. - રદ્દ: તાત્કાલિક સંપૂર્ણ રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઈટ - હોટેલ, મીલ અને ટ્રાન્સપોર્ટેશનનું વ્યવસ્થા. ઈન્ડિગો CEO પી.એસ. સુબ્રમણ્યમે મુસાફરોને માફી માંગી છે અને કહ્યું કે આગામી એક બે દિવસો સુધીમાં સ્થિરતા આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #indigo #airlines #airport #SVPI
Postsઅમદાવાદમાં હવે બાંધકામ સાઇટ્સ પર પ્રદૂષણ મામલે સખ્તાઈ દાખવવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની 21 ચાલુ બાંધકામ સાઇટ્સ પર એર ક્વોલિટી સેન્સર્સની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં આ સાઇટ્સ પર મંજૂર મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ (વધુ AQI) જણાતાં તમામ 21 સાઇટ્સના માલિકો/બિલ્ડરોને કુલ ₹9.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. • શહેરનો હાલનો AQI સતત 200ની ઉપર રહેતો હોવાથી રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ઉચ્ચ અદાલત તરફથી પણ મહાનગરપાલિકા પર દબાણ વધ્યું હતું. તેના પગલે પાલિકાએ બાંધકામ સાઇટ્સ પર સ્થાપિત એર ક્વોલિટી મોનિટરિંગ સેન્સર્સના ડેટાના આધારે આ કાર્યવાહી કરી છે. • આ સાઇટ્સ પર ધૂળ નિયંત્રણ માટે પાણીનો છંટકાવ, વ્હીકલ વ્હીલ વોશ, ગ્રીન નેટ, એન્ટી-સ્મોગ ગન વગેરેનો ઉપયોગ ન કરવો તેમજ બાંધકામ સામગ્રી ખુલ્લી મૂકવી જેવા નિયમોના ભંગ માટે આ દંડ કરવામાં આવ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #construction
5 Dec 2025
Reels🎉 Ahmedabad! The biggest Cat Championship of 2025 is here! 😻🐾 Get ready for the most exciting feline event of the year Championship Cat Show 2025 by The Feline Club of India! 📍 Venue: EKA Club, Lake Gate 3, Kankaria, Ahmedabad 📅 Date: 7th December 2025, Sunday ⏰ Time: 10 AM onwards ✨ What’s waiting for you? 🐱 300+ adorable cats 🐾 10+ unique cat breeds 🌍 International judges 🏆 Trophies & gift hampers for winners 📸 Fun photo booth 🇮🇳 Indian native breed cats 🛍️ 80+ pet brands showcasing the best for your fur babies 🎫 Limited tickets! Book now and don’t miss the most paw-some event of the year! 📞 Contact for tickets & registration: 📲 9922624892 / 9130704436 🐾 See you at the show where champions shine and cuteness wins hearts!
5 Dec 2025
Postsઅમદાવાદમાં વિકાસ “ગાંડો” દર 800 મીટરે કઈક કામ ચાલુ છે! ભવિષ્યના વિકાસ માટે હવે અત્યારે આટલું તો સહન કરવું પડશે તેવી સ્થિતિ! • પરંતુ રોડ સસ્તા બંધ થવા અને બ્રિજ બંધ થવા તેમાં સમય અને સંકલનનો અભાવ જોવા મળે છે. • એક સાથે બધું જ્યારે બંધ થવા લાગે ત્યારે લોકો પરેશાન થાય છે. • અચાનક જ સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો એ ખરેખર સારી વાત કહેવાય, દુર્ઘટના થાય એ પહેલાં જ તંત્રએ રોકી દીધી. • પણ એ કરવાથી જ્યારે લોકો 3 કલાક ટ્રાફિકમાં ફસાયા, ઘણાની ટ્રેન અને ફ્લાઇટ ચૂકાઈ ગઈ અને ઘણી બધી ફરિયાદો. • જ્યારે ટ્રાફિકની વાત કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે “તમે ટ્રાફિકમાં ફસાયા નથી, તમે ટ્રાફિકનો ભાગ છો” ખાનગી વાહનો દરરોજને દરરોજ વધતા જ જાય છે અને એને ચલાવવા માટેની જગ્યા સીમિત છે! એટલે આગળ જતાં ટ્રાફિક ઓછો થશે... એવું તો કહેવું ખૂબ અઘરું છે!!! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #traffic #shubhashbridge
5 Dec 2025
Postsસૈજપુરની પ્રેમનગર સિંધી કોલોનીમાં નશાના વેપારમાં પૈસાની લેતીદેતી બાબતે બબાલ! • 10 થી 12 લોકોના ટોળાએ પ્રેમનગર સિંધી કોલોનીમાં ઘૂસી મારામારી કરી જેમાં 3 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત અને 3થી વધારે ગાડીઓને નુકશાન. • સ્થાનિકો મુજબ તેમની સોસાયટીમા નશાનો વેપાર કરતા ઇસમ સાથે તેના સાગરીતોને પૈસાની લેતીદેતી બાબતે કોઈ બબાલ હોવાથી તે સોસાયટીમાં આવ્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો એ દરમિયાન સોસાયટીના લોકોએ કહ્યું કે તમારી બબાલ બહાર કરો અહીં નહીં જેથી ઉશ્કેરાઈને બહારથી ટોળું બોલાઈ ખુલ્લી તલવારો અને દંડાથી મારામારી કરી હતી. • આ ઘટનાથી પોલીસ એકશનમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #saijpur #police
5 Dec 2025
Reelsઆપનું SIRનું ફોર્મ સબમિટ થયું કે નહીં!? જુઓ આ રીતે ચેક કરો.... વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #SIR #election #india
1 Dec 2025
Postsહાલમાં ભારતમાં સાયબર ક્રાઈમ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ વિભાગ (DoT) અને સરકાર દ્વારા આગામી 90 દિવસમાં સોશિયલ મેસેન્જર એપ જેવી કે વોટ્સએપ, સ્નેપચેટ શેરચેટ, ટેલિગ્રામ, સિગ્નલ જેવી એપ્લિકેશન પર એક્ટિવ સીમ હશે તો જ યુઝ કરી શકાશે, ડો સીમકાર્ડ બંધ અથવા તો મોબાઈલમાંથી કાઢી લેવામાં આવશે ત્યારે આ એપ્લિકેશન ઓટોમેટિક બંધ થઈ જશે. 1. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ. સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) સાયબર છેતરપિંડી રોકવા માટે આ પગલાં લઈ રહી છે. - બનાવટી નંબરો: ઘણા સ્કેમર્સ ફેક અથવા બંધ થઈ ગયેલા નંબરો પર વોટ્સએપ, સ્નેપચેટ, શેરચેટ, સિગ્નલ કે ટેલિગ્રામ ચલાવીને લોકો સાથે છેતરપિંડી કરે છે. - સુરક્ષા: જો કોઈ નંબર મોબાઈલ નેટવર્ક પર એક્ટિવ ન હોય, તો તે નંબર પર ચાલતા સોશિયલ મીડિયા એકાઉન્ટને બંધ કરી દેવાની વિચારણા ચાલી રહી છે, જેથી તેનો દુરુપયોગ ન થાય. 2. હાલની પરિસ્થિતિ શું છે? જોકે, હાલમાં તમે Wi-Fi પર મેસેજિંગ એપ્સ વાપરી શકો છો, પરંતુ નીચે મુજબની તકલીફો હવે સામાન્ય થઈ ગઈ છે: - રી-વેરિફિકેશન (Re-verification): વોટ્સએપ જેવી એપ્સ હવે સમયાંતરે વેરિફિકેશન માંગી શકે છે. જો સિમ કાર્ડ એક્ટિવ ન હોય અથવા ફોનમાં ન હોય, તો OTP નહીં આવે અને એકાઉન્ટ બંધ થઈ જશે. - સિમ બંધ તો એકાઉન્ટ બંધ: જો તમે લાંબા સમય સુધી રિચાર્જ ન કરો અને કંપની સિમ કાર્ડ બંધ કરી દે (Deactivate), તો તે નંબર બીજા ગ્રાહકને ફાળવવામાં આવે છે. ત્યારે તમારા જૂના નંબર પર ચાલતું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તમે ગુમાવી શકો છો. 3. બેન્કિંગ અને UPI એપ્સ માટે તો ફરજિયાત છે સોશિયલ મીડિયામાં હજુ થોડી છૂટછાટ હોઈ શકે, પરંતુ Google Pay, PhonePe કે Paytm જેવી UPI એપ્સ માટે તો હવે ફોનમાં તે જ એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે જે બેંક સાથે લિંક હોય. સિમ વગર આ એપ્સ કામ કરતી નથી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એવો નિયમ લાવવાની તૈયારીમાં છે કે જે નંબર ટેલિકોમ નેટવર્ક પર 'ઇનએક્ટિવ' (બંધ) હોય, તે નંબર પર ચાલતી વોટ્સએપ કે અન્ય મેસેજિંગ સર્વિસ પણ ઓટોમેટિક બ્લોક થઈ જવી જોઈએ, જો કે આ તમામ નિયમો આવનાર 90 દિવસ બાદ લાગુ પડી શકે છે, હાલ સરકાર દ્વારા આ અંગે માત્ર જાણકારી આપવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #DoT #telecome ##whatsapp #messenger #application
PostsHIV (હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ) આ એક વાયરસ છે જે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) પર હુમલો કરે છે, તે CD4+ T કોષોનો નાશ કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે. • AIDS (એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ): - આ HIV ચેપનો અંતિમ અને સૌથી ગંભીર તબક્કો છે. - જ્યારે રોગપ્રતિકારક શક્તિ ગંભીર રીતે નબળી પડી જાય છે, ત્યારે વ્યક્તિને વિવિધ 'તકવાદી ચેપ' (Opportunistic Infections) અને કેન્સર થવાની સંભાવના વધી જાય છે. • નોંધ: HIV પોઝિટિવ હોવું એટલે તરત જ AIDS થવો જરૂરી નથી. યોગ્ય અને નિયમિત સારવાર (ART) દ્વારા HIV સાથે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. • સંક્રમણના મુખ્ય કારણો - અસુરક્ષિત જાતીય સંબંધો: ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કોઈપણ પ્રોટેક્શન(નિરોધ) વગર સમાગમ કરવું - લોહી: ચેપગ્રસ્ત લોહી, લોહીના ઉત્પાદનો અથવા દૂષિત સિરીંજ/સોયનો ઉપયોગ. - માતાથી બાળકમાં સંક્રમણ (Parent to Child Transmission - PPTCT): ગર્ભાવસ્થા, બાળજન્મ અથવા સ્તનપાન દરમિયાન ચેપગ્રસ્ત માતા દ્વારા બાળકને HIV. • HIV ક્યારે ફેલાતો નથી: - HIV કેઝ્યુઅલ સંપર્ક, જેમ કે હાથ મિલાવવાથી, ગળે મળવાથી, એક જ શૌચાલયનો ઉપયોગ કરવાથી, વાસણો શેર કરવાથી, અથવા મચ્છરના કરડવાથી ફેલાતો નથી. • ગુજરાતમાં HIV/AIDS ના આંકડા અને સ્થિતિ - રાષ્ટ્રીય સરેરાશ 0.20% ની સામે ગુજરાતનો વ્યાપ દર (Prevalence Rate) 0.18% છે. - 2017 માં દર 1 લાખની વસ્તીએ 7 વ્યક્તિ HIV સંક્રમિત હતા, જે 2023 માં ઘટીને દર 1 લાખની વસ્તીએ 4 વ્યક્તિ થયા છે. - સારવાર હેઠળના દર્દીઓ: રાજ્યમાં હાલમાં 90,000 થી વધુ HIV પોઝિટિવ દર્દીઓ એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) હેઠળ સારવાર લઈ રહ્યા છે. - છેલ્લા પાંચ વર્ષમાં, 74.72 લાખ સગર્ભા મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, તેમાંથી 2,473 મહિલાઓ HIV પોઝિટિવ મળી આવી હતી. • સારવાર (Treatment): એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) એચઆઈવીની સારવારમાં નિર્ણાયક છે. આ દવાઓ વાયરસને નિયંત્રિત કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વ્યક્તિને સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #HIV #AIDS #treatment #hospital #care
Postsગુજરાતમાં આજથી (1 ડિસેમ્બર ૨૦૨૫થી) ગુજરાત RERAએ એક મહત્વપૂર્ણ અને ગ્રાહક-હિતનો નિયમ ફરજિયાત લાગુ કર્યો છે. • મુખ્ય વિગતો - હવે ગુજરાતના દરેક RERA-રજિસ્ટર્ડ ચાલુ પ્રોજેક્ટ (જેમાં ફ્લેટ, દુકાન, પ્લોટિંગ વગેરેનો સમાવેશ થાય)ની બાંધકામ સાઇટ પર મોટું બોર્ડ/બેનર લગાવવું ફરજિયાત છે. - આ બોર્ડ પર QR કોડ સાથે પ્રોજેક્ટની તમામ મહત્વની માહિતી હોવી જ જોઈએ. - QR કોડ સ્કેન કરતાં જ ગ્રાહક સીધા ગુજરાત RERAની વેબસાઇટ પરના તે પ્રોજેક્ટના પેજ પર પહોંચી જશે. • બોર્ડમાં શું શું માહિતી હોવી જરૂરી? - પ્રોજેક્ટનું નામ અને RERA રજિસ્ટ્રેશન નંબર (લાલ રંગમાં) - બિલ્ડર/ડેવલપરનું નામ અને સરનામું - મંજૂર પ્લાન, લેઆઉટ, એમેનિટીઝ, સ્પેસિફિકેશન - પ્રોજેક્ટનું RERA કલેક્શન બેંક એકાઉન્ટ (IFSC, એકાઉન્ટ નંબર સહિત) → આ પણ લાલ રંગમાં - પ્રોજેક્ટ લોનની વિગતો (જો હોય તો) - મોટો QR કોડ (ન્યૂનતમ 15×15 સે.મી.) જે સ્કેન કરતાં RERA વેબસાઇટ પર પ્રોજેક્ટ પેજ ખુલે • બોર્ડનું સાઇઝ અને ડિઝાઇન - ન્યૂનતમ કદ: ૧.૨૦ મી. પહોળાઈ × ૨ મી. ઊંચાઈ - જમીનથી ૧.૫૦ થી ૨ મીટરની ઊંચાઈએ લગાવવું - મુખ્ય પ્રવેશદ્વાર પાસે કે મુખ્ય રોડ પરથી સ્પષ્ટ દેખાય એ રીતે - વોટરપ્રૂફ મટિરિયલ, બેકગ્રાઉન્ડ સફેદ કે પીળો - અક્ષરોની ઊંચાઈ ન્યૂનતમ ૨.૫ સે.મી. • નિયમ ન પાળનારને સજા જો કોઈ બિલ્ડર/ડેવલપર આ બોર્ડ ન લગાવે કે અધૂરી માહિતી આપૂર્ણ બોર્ડ લગાવે તો **RERA દ્વારા દંડ** થઈ શકે છે. • ગ્રાહકો માટે ફાયદો આનાથી હવે કોઈપણ વ્યક્તિ સાઇટ પર જઈને મોબાઇલથી QR કોડ સ્કેન કરીને ૨ મિનિટમાં જાણી શકશે કે: - પ્રોજેક્ટ RERAમાં રજિસ્ટર્ડ છે કે નહીં - બિલ્ડરની પાસ્તી કેટલી છે - પૈસા કઈ બેંકમાં જાય છે - મંજૂર પ્લાન કેવો છે, એમેનિટીઝ મળશે કે નહીં વગેરે વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #RERA #construction #board #devloper #project
Postsચૂંટણી પંચે SIRની તારીખ એક અઠવાડિયુ લંબાવી: 12 રાજ્યોમાં મતદાતાઓને મળશે વધુ સમય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિપક્ષી પાર્ટીઓની રજૂઆતો તથા રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના અહેવાલોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. • મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ BLOને સહકાર આપે અને ૧૧ ડિસેમ્બર સુધી ફોર્મ ભરીને પરત કરે, જેથી તેમનું નામ ૨૦૨૬ની મતદાર યાદીમાં સામેલ થઈ શકે. ઓનલાઇન સુવિધા voters.eci.gov.in પર પણ ઉપલબ્ધ છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #SIR #election #commission #date #extension
1 Dec 2025
ReelsWhy do we get trials for everything… except schools? Clothes, apps, fitness — we try before we choose. But when it comes to our child’s future, parents are expected to decide blindly. Not anymore. SWS brings Gujarat’s 1st ever 2-Day FREE School Trial — where your child can experience real classes, real teachers, and real campus life before admission. No pressure. No risk. Just pure clarity. Let your child feel the vibe, explore, learn, and then decide. Because choosing a school should be based on experience — not guesswork. Experience the school before you choose. Book your child’s FREE 2-Day Trial today! #SchoolTrial #FreeSchoolTrial #TryBeforeYouChoose #SWS #GujaratSchools #SchoolAdmission2025 #ParentingChoices #RightDecision #EducationMatters #RealExperience #NoGuesswork #SchoolHunt #ClarityForParents
30 Nov 2025
Postsતંત્રને એડવાન્સ ટેક્સ આપો એ તમને સુવિધા નહીં “મોત” આપશે! • મોટા ઉપાડે ચૂંટાયેલા કોર્પોરેટરો માત્ર પોતાના ખિસ્સા ભરવામાં અને બાંકડા ઉપર નામ લખાવવામાં જ વ્યસ્ત રહેશે. જનતાને શું મળે તો આ છે પરિણામ! 26 નવેમ્બર રાતની ઘટના, કુબેરનગર વોર્ડ A માં છેલ્લા છ મહિનાથી ગટરનું ઢાંકણું જમીનમાં બેસી ગયેલું હતું. વારંવાર ફરિયાદો કરવા છતાં તેનો કોઈ ઉપાય લાવવામાં ન આવ્યો. • અને આખરે આ અનિચ્છનીય ઘટના બની, નંદલાલ અંબવાણી નામના એકટીવા ચાલક વ્યક્તિ ત્યાંથી નીકલા અને તે તૂટેલી ગટરના કારણે તેમની એકટીવાનો સંતુલન બગડ્યું. • નંદલાલ જમીન પર પડકાયા, તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ગંભીર ઇજાઓ થઈ અને બ્રેઈન હેમરેજ થવાને કારણે તેમનું મૃત્યુ થયું. નુકશાન કોનું? એમના પરિવારને તો કારણ વગર જ આ ભોગવવાનું ને. આજે નંદલાલ છે કાલે શહેરનો અન્ય કોઈ નાગરિક પણ હોઈ શકે. શા માટે આ પ્રકારની બેદરકારી, કુબેરનગર નરોડા વિસ્તારમાંથી હંમેશા સતત રોડ-રસ્તા અને ગટરની ફરિયાદો આવતી જ રહે છે પણ કોર્પોરેશનને પેટમાં પાણી નથી હલતું! વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #kubernagar #gutter #death #accident #nandlal #ambvaani #naroda
30 Nov 2025
Postsપ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે 4 યુવાનો ઝડપાયા, ઝોન 7 એલસીબી દ્વારા બાતમીના આધારે તપાસ કરતા પ્રતિબંધિત એમ્બરગ્રીસનો વેપાર સામે આવતા ચાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. • ચાર શખ્સો પાસેથી 8 કિલો 700 ગ્રામ એમ્બર ગ્રીસ મળી આવ્યું, જે માર્કેટમાં ગેરકાનૂની રીતે 1 કરોડ રૂપિયા કિલોની કિંમતે વેચાય છે. પકડાયેલા યુવાનો: • રિંકુ સિંહ રાજપૂત (રહે. મેમ્કો) • શશાંક પાંડે (રહે. દેવનંદન સંકલ્પ સીટી, હંસપુરા) • એજેક્સ વ્યાસ (રહે. જૈનમ સીટી ન્યુ મણીનગર) • જતીન પાટીલ (રહે. જૈનમ સીટી ન્યુ મણીનગર) અંબરગ્રીસ (Ambergis) વિશે સંપૂર્ણ માહિતી • અંબરગ્રીસ એ સ્પર્મ વ્હેલ (Physeter macrocephalus) ના આંતરડામાંથી નીકળતું એક કુદરતી, મીણ જેવું પદાર્થ છે. તેને અંગ્રેજીમાં “Ambergis” અને અરબીમાં “અન્બર” કહેવામાં આવે છે. • ગુજરાતીમાં તેને સામાન્ય રીતે “અંબરગ્રીસ”, “વ્હેલનો મળ” કે “સમુદ્રી અંબર” કહેવામાં આવે છે. તેની ખાસ વાત એ છે કે તે સમુદ્રમાં વર્ષોથી તરતું રહેવાથી સૂર્યપ્રકાશ, મીઠા પાણી અને હવાના સંપર્કમાં આવીને ધીમે ધીમે સુગંધિત બની જાય છે. અંબરગ્રીસને વિશ્વના સૌથી મોંઘા કુદરતી પરફ્યુમ ઘટકોમાં ગણવામાં આવે છે. તેની સુગંધ ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહે છે (fixative ગુણ). ઉપયોગ: લક્ઝુરી પરફ્યુમ, અરેબિયન અતર (oud-based perfumes) પરંપરાય આયુર્વેદ અને યુનાની દવાઓમાં (હૃદયરોગ, મગજની તકલીફ, શ્વાસની બીમારી) કેટલાક દેશોમાં પાન-મસાલામાં સ્વાદ માટે (ભારતમાં પ્રતિબંધિત) કિંમત : ઉચ્ચ ગુણવત્તાવાળું અંબરગ્રીસ: ₹1 કરોડથી ₹10 કરોડ પ્રતિ કિલો સુધી વેચાય છે. ભારતમાં કાયદાકીય સ્થિતિ: વ્હેલ અને તેના તમામ ઉત્પાદનો Wildlife Protection Act, 1972 હેઠળ Schedule-Iમાં છે. અંબરગ્રીસ રાખવું, વેચવું, ખરીદવું, પરિવહન કરવું ગેરકાયદેસર છે. જો કોઈને દરિયાકિનારે મળે તો તરત વન વિભાગ કે કોસ્ટ ગાર્ડને જાણ કરવી જરૂરી છે. છતાં ગુજરાત (પોરબંદર, વેરાવળ, દ્વારકા, માંગરોળ), મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુના દરિયાકાંઠે દર વર્ષે 50-200 કિલો મળે છે અને ગેરકાયદેસર બજારમાં વેચાય છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #ambergris #naroda #makarba #police
PostsAMTS દ્વારા નવી 4 ડબ્બલ ડેકર બસ: 2023માં AMCએ બજેટમાં 25 ડબલ ડેકર ઇ-બસો ખરીદવાની જાહેરાત કરી. પ્રથમ તબક્કામાં 7 બસો ખરીદવામાં આવી. 3 ફેબ્રુઆરી, 2024ના રોજ મેયર પ્રતિભા જૈન દ્વારા જમાલપુર ડિપોમાંથી પ્રથમ બસ ફ્લેગ-ઑફ કરવામાં આવી હત. હવે વધુ 4 નવી બસો (₹2 કરોડના ખર્ચે) ઉમેરાઈ, જે SP રિંગ રોડ, વૈષ્ણોદેવી અને વસ્ત્રાલ જેવા વિસ્તારોને કવર કરે છે એટલે હવે કુલ 11 બસો કાર્યરત રહશે. તકનીકી વિગતો અને સુવિધાઓ ક્ષમતા: 65 મુસાફરો (નીચલા તળ્ળા પર 29 સીટો, ઉપરના તળ્ળા પર 36 સીટો). ઇંધણ: ઇલેક્ટ્રિક (બેટરીથી ચાલે), પર્યાવરણને અનુકૂળ. એક ચાર્જ પર 250 કિ.મી. ચાલે; સુવિધાઓ:4 CCTV કેમેરા (ડ્રાઇવર કેબિનમાં લાઈવ ફીડ). USB પોર્ટ્સ દરેક સીટ વચ્ચે મોબાઈલ ચાર્જિંગ માટે. ડિજિટલ રૂટ બોર્ડ (આગળ અને પડખે). વોકી-ટોકી સેટ ઇમર્જન્સી માટે. AC અને આરામદાયક સીટિંગ. સલામતી: રૂટ્સ અંડરબ્રિજ વિના પસંદ કરાયા; ડ્રાઇવર માટે સ્પીડ ગવર્નર. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #amts #double #decker #bus
30 Nov 2025
Postsગુજરાતી સિનેમાનો ઇતિહાસ બદલાયો: ‘લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ ₹100 કરોડની સીમા પાર કરી, ગુજરાતી ફિલ્મોમાં પહેલી વખત ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે આજે વર્લ્ડવાઇડ ₹૧૦૦ કરોડથી વધુનો આંકડો પાર કરી દીધો છે. શરૂઆતમાં માત્ર ૩ સ્ક્રીન અને ૩ શોથી શરૂ થયેલી આ ફિલ્મે ચોથા અઠવાડિયાથમાં જબરદસ્ત વર્ડ-ઑફ-માઉથના કારણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ૬૦૦થી વધુ સ્ક્રીનો પર પહોંચી ગઈ હતી. હવે તે મુંબઈ, દિલ્હી, પુણે, બેંગ્લોર સહિત દેશભરના મલ્ટિપ્લેક્સમાં ચાલી રહી છે. મુખ્ય આંકડા (૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી)વર્લ્ડવાઇડ ગ્રોસ: ₹૧૦૨.૪૭ કરોડ ઇન્ડિયા ગ્રોસ: ₹૯૪.૨૦ કરોડ ઓવરસીઝ: ₹૮.૨૭ કરોડ બજેટ: ₹૫૦ લાખ ફિલ્મની ટીમ દિગ્દર્શક: અંકિત સખીયા મુખ્ય કલાકાર: કરણ જોશી (લાલો), રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી (ભગવાન શ્રીકૃષ્ણ) લેખક: કૃષ્ણાંશ વાજા, વિક્કી પૂર્ણિમા અને અંકિત સખીયા વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #laalothefilm #laalo #karanjoshi #reevarachh #shruhad #krishna
30 Nov 2025
Postsગુજરાત પોલીસ ભરતી 2025: (30 નવેમ્બર 2025)ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ વર્ગ-3 હેઠળ કુલ 13,591 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025માં કુલ 14,820 પોલીસ જગ્યાઓ (વર્ગ-3) અને 245 સિવિલિયન સ્ટાફ (સિનિયર/જુનિયર ક્લાર્ક) ભરવામાં આવશે. આ ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. હાલની 12,472 જગ્યાઓની ભરતી પૂર્ણ થયા બાદ આ નવી પ્રક્રિયા શરૂ થશે. • આ જાહેરાત અનુસાર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની ૮૫૮ જગ્યાઓ તથા લોકરક્ષક (LRD) કેડરની ૧૨,૭૩૩ જગ્યાઓ ભરવાની છે. • જેમાં બિન-હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ તથા જેલ સિપાહીનો પણ સમાવેશ થાય છે. મુખ્ય વિગતો: ઓનલાઈન અરજી શરૂઃ ૩ ડિસેમ્બર ૨૦૨૫, બપોરે ૨:૦૦ વાગ્યાથી અરજીની છેલ્લી તારીખઃ ૨૩ ડિસેમ્બર ૨૦૨૫, રાત્રે ૧૧:૫૯ સુધી અરજી કરવાની વેબસાઈટઃ https://ojas.gujarat.gov.in આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ રાજ્યમાં પોલીસ વિભાગની તમાં ખાલી પડેલી તમામ ૨૫,૬૬૦ જગ્યાઓ ૨૦૨૬ સુધીમાં ભરી દેવાની ખાતરી સરકારે આપી છે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #police #exam
30 Nov 2025
Postsરાજ્યમાં અકસ્માત અને મૃત્યુદર ઘટાડવા માટે તાજેતરમાં જ ટ્રાફિક વિભાગની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં વધુ અકસ્માત થતા રસ્તાઓ અને ચોકડીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરમાં 40 થી વધુ સ્પોટની યાદી તૈયાર કરાઈ. • ઓવરસ્પીડના લીધે થતા અકસ્માતો ઘટાડવા માટે શહેરના 41 પોઇન્ટ પર હવે ટ્રાફિક પોલીસ ઓવરસ્પીડના મેમો આપશે. અમદાવાદના 40 થી વધુ બ્લેક સ્પોટના નામ • જૂના વાડજ • વિજય ક્રોસ રોડ • રૂપલ પાટિયા • રામનગર પાટિયા • ભાંગોળિયા કેનાલ • ઠક્કરનગર ચાર રસ્તા • નરોડા પાટિયા • રખિયાલ ચાર રસ્તા • સારંગપુર ચાર રસ્તા • રોપડા ચાર રસ્તા • જશોદાનગર ચાર રસ્તા • પીરાણા ચાર રસ્તા • નારોલ સર્કલ • મીઠાપુર પાટિયા • ભામસરાગામ • બેગવા ચોકડી • ઇસ્કોન ક્રોસ રોડ • અસલાલીના ત્રણ રસ્તા • ભાડજ પાટિયા • પકવાન જંકશનની અંડરપાસ • YMCA કલબથી સરખેજ • મેમકો ક્રોસ રોડથી રાજીવગાંધી ભવન • નેહરુ બ્રિજથી સિદી સૈયદની મસ્જિદ • ગેલેક્સી સિનેમા ક્રોસ રોડ • સારંગપુર બ્રિજ કામદાર મેદાન • અદાણી સર્કલથી રામોલ ટોલ ટેક્સ • ઓઢવ સર્કલથી SP રિંગ રોડ • લાંભા ટર્નિંગ ભમરિયા કૂવા • આકૃતિ ટાઉનશિપ • જેતલપુર હાઇવેથી બારેજડી • જુહાપુરા ક્રોસ રોડથી વિશાલા • શાંતિપુરા ક્રોસ રોડ • ગોપાલ વકીલ સાહેબ બ્રિજ • વિશાળા સર્કલથી શાસ્ત્રી બ્રિજ • નરીમનપુરા સરખેજ ધોળકા સર્કલ • રાજોડા • સાણંદ ચોકડી પાટિયા જતા • બાવળા બ્રિજ તરફ ઉતરતા પાટિયા • 4 આ તમામ સ્થળોએ હવે અકસ્માતો ઘટાડવા માટે ઓવર સ્પીડ પર નજર રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે. • જુદા જુદા સ્થળ પર જુદી જુદી લિમિટ સ્પીડ લગાવવામાં આવશે, આ સ્થળો પર સ્પીડ લિમિટના સાઈન અને બોર્ડ પણ લગાવવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia સાથે જોડાયેલા રહો! Powered by Green Energy Partner @saysolar.in Health Partner @tirthamsurgicalhospital #ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #accident #overspeed #traffic
Follower growth, engagement per post and reach trends — shared with brands once we start a brief.
Unlock with a brief→Gender split, age groups and top cities of this creator's followers — unlocked with a campaign brief.
Unlock with a brief→Ahmedabad Media is a law, media & politics creator from Ahmedabad with 832.9K Instagram followers, a 1.56% engagement rate and about 86.4K average views per post.
We'll handle outreach, pricing and contracts — and share audience data before you commit.
Book this creator→20 Oct 2026
17 Oct 2026
15 Oct 2026
7 Oct 2026
3 Oct 2026
26 Sept 2026
23 Sept 2026
22 Sept 2026
21 Sept 2026
19 Sept 2026
11 Sept 2026
10 Sept 2026
10 Sept 2026
15 Jul 2026
14 May 2026
8 May 2026
6 May 2026
3 May 2026
1 May 2026
1 May 2026
15 Apr 2026
14 Apr 2026
12 Apr 2026
11 Apr 2026
11 Apr 2026
11 Apr 2026
10 Apr 2026
9 Apr 2026
9 Apr 2026
8 Apr 2026
7 Apr 2026
7 Apr 2026
4 Apr 2026
2 Apr 2026
1 Apr 2026
30 Mar 2026
26 Mar 2026
25 Mar 2026
25 Mar 2026
20 Mar 2026
19 Mar 2026
10 Mar 2026
27 Feb 2026
26 Feb 2026
26 Feb 2026
20 Feb 2026
19 Feb 2026
17 Feb 2026
12 Feb 2026
9 Feb 2026
8 Feb 2026
8 Feb 2026
7 Feb 2026
3 Feb 2026
3 Feb 2026
21 Jan 2026
21 Jan 2026
20 Jan 2026
18 Jan 2026
16 Jan 2026
10 Jan 2026
9 Jan 2026
9 Jan 2026
6 Jan 2026
6 Jan 2026
6 Jan 2026
5 Jan 2026
4 Jan 2026
3 Jan 2026
2 Jan 2026
2 Jan 2026
2 Jan 2026
1 Jan 2026
1 Jan 2026
1 Jan 2026
30 Dec 2025
29 Dec 2025
29 Dec 2025
27 Dec 2025
26 Dec 2025
26 Dec 2025
26 Dec 2025
26 Dec 2025
25 Dec 2025
23 Dec 2025
22 Dec 2025
19 Dec 2025
19 Dec 2025
18 Dec 2025
17 Dec 2025
17 Dec 2025
17 Dec 2025
17 Dec 2025
12 Dec 2025
12 Dec 2025
8 Dec 2025
8 Dec 2025
6 Dec 2025
5 Dec 2025
1 Dec 2025
1 Dec 2025
1 Dec 2025
30 Nov 2025
29 Nov 2025
Macro@pappuyadav4india
Politicians · Purnia