

Followers
370K














Live data · updated 13 Oct 2026
49.1K
Avg. views
0.65%
Engagement rate
3K
Avg. likes
12
Avg. comments
119
Posts / month
Reelsજૂનાગઢના નાગરવાડામાં ૭૫ વર્ષથી અકબંધ છે ‘બેઠા ગરબા’ની ઐતિહાસિક પરંપરા! 🪔🙏 . આજના ગ્લેમરસ અને લાઉડ મ્યુઝિકના યુગ વચ્ચે જૂનાગઢના જૂના નાગરવાડામાં નવાબી કાળથી ચાલી આવતી 'બેઠા ગરબા'ની અનોખી પરંપરા આજે પણ એટલી જ આસ્થા સાથે જીવંત છે. સ્વ. પથુભાઈ વૈદ્યના નિવાસસ્થાને અને દુર્ગા માતાના મંદિરે નાગર સમાજના પરિવારો એકત્ર થઈ ઢોલક, ઝાંઝ, મંજીરા અને પખવાજના શાસ્ત્રીય તાલે વલ્લભ ભટ્ટ અને કવિ કલાપી રચિત ગરબાનું એક રાગમાં ગાન કરે છે. એક સાથે ત્રણ પેઢીના સભ્યો આ આરાધનામાં જોડાઈને માતાજીના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરી પવિત્ર વાતાવરણ સર્જે છે અને પ્રાચીન ધરોહરનું ગૌરવભેર જતન કરી રહ્યા છે. . #AJNews #BethaGarba #AapduJunagadh #Navratri #JunagadhUpdate
13 Oct 2026
Postsઆજે તા.13 ઓક્ટોબર, 2026 (મંગળવાર) આજની તિથી: આસો સુદ ત્રીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. . 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh . #AJNews #AapduJunagadh #RegularNewsUpdate #JunagadhUpdate #MorningHeadline
13 Oct 2026
Reelsનવરાત્રીના બીજા નોરતે દર્શન કરો ખામધ્રોળનાં માઁ ખોડિયાર નાં 🌺🚩 . જૂનાગઢના ખામધ્રોળમાં બિરાજતાં માઁ ખોડિયારના આ પવિત્ર સ્થાનક સાથે જોડાયેલી છે એક અલૌકિક કથા અને અતૂટ શ્રદ્ધાની ગાથા. માતાજીના પ્રાગટ્યથી લઈને મંદિરના ઇતિહાસ સુધીની આ દિવ્ય વાત જાણો અને નવરાત્રીના પાવન પર્વે માઁ ખોડિયારના આશીર્વાદ મેળવો. . આવી જ ધાર્મિક અને ઐતિહાસિક વાતો જાણવા માટે જોડાયેલા રહો @AapduJunagadh સાથે. . #AapduJunagadh #Navratri2026 #DivineDarshan #KhodiyarMaa
12 Oct 2026
Postsબીજા નોરતાંના પવિત્ર દિવસે આજે યાદ કરીએ શહેરની સાંસ્કૃતિક ધરોહરનો જીવંત વારસો કહી શકાય તેવી કેટલીક પારંપારિક ગરબીઓને.! જેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હશે તેમની આ ગરબીઓ સાથે એક જ અલગ જ યાદ જોડાયેલી હશે એ વાત નક્કી છે, જણાવો આપની એવી જ કોઈ યાદગાર ક્ષણો વિશે અહીં કોમેન્ટ બોકસમાં! જૂનાગઢની પારંપરિક ગરબીઓ - Part 01 #AJ #AapduJunagadh #Garbi #JunagadhNavratri
12 Oct 2026
Reelsજૂનાગઢમાં પ્રથમવાર ‘પુષ્ટિ નવવિલાસ’ રાસ ઉત્સવની ભવ્ય શરૂઆત: ભક્તિભાવ સાથે રાસની રમઝટ! 🪷✨ . નવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં વૈષ્ણવ સમાજ દ્વારા પુરુષોત્તમરાયજી બાવાશ્રીના રસિક રાસેશ્વર ગ્રુપના નેજા હેઠળ પ્રથમ વખત ‘પુષ્ટિ નવવિલાસ’ રાસ ઉત્સવનું દિવ્ય આયોજન કરાયું છે. ૧૧ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને પુષ્ટિ સંપ્રદાય અને શ્રી ઠાકોરજીની ભક્તિ સાથે જોડવાનો છે. દરરોજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી વૈષ્ણવો ભક્તિભાવપૂર્વક રાસનો આનંદ માણી રહ્યા છે અને કાર્યક્રમ બાદ ભાવિકો માટે વિશેષ કલેવા (પ્રસાદ)ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. . #AJNews #AapduJunagadh #PushtiNavvilas #PushtiSampraday #VaishnavSamaj
12 Oct 2026
Postsઆજે તા.12 ઓક્ટોબર, 2026 (સોમવાર) આજની તિથી: આસો સુદ બીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. . 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh . #AJNews #AapduJunagadh #RegularNewsUpdate #JunagadhUpdate #MorningHeadline
12 Oct 2026
Reelsપ્રથમ નોરતે વાઘેશ્વરી માતાજીના દરબારમાં ભક્તિનો મહાસાગર! 🙏🚩 . વહેલી સવારની મંગળા આરતી, મંદિરનો મનમોહક શણગાર અને ભક્તોના જયઘોષથી ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ. નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ મેળવી ધન્યતાની અનુભૂતિ. . #JunagadhNews #AapduJunagadh #Navratri2026 #VagheshwariMataji
11 Oct 2026
Reelsવર્ષમાં માત્ર 9 દિવસ જ થાય છે આ શક્તિપીઠનાં દર્શન! 🚩✨ . જૂનાગઢના માંગનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન હીરાગીરી માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ.અખંડ જ્યોત, આરતી અને અતૂટ શ્રદ્ધા સાથે ભક્તો માતાજીના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે પોતાની આસ્થા. નવરાત્રી પૂર્ણ થતાં જ મંદિરનાં દ્વાર બંધ થશે. . #JunagadhNews #HiragiriMataji #Shaktipeeth #Navratri2026
11 Oct 2026
Postsઆજથી શરૂ થતાં માતાજીના નવલાં નોરતા દરમિયાન માં નવદુર્ગાના સ્વરૂપને સતત નવ દિવસ સુધી રોજ અલગ અલગ સામગ્રીઓ ભોગ રૂપે ધરવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે, જાણીએ એ વિશે વધુ માહિતી... #AJ #AapduJunagadh #Navratri2026 #Prasad
11 Oct 2026
Reelsનવરાત્રી એટલે શક્તિ... અને જૂનાગઢની ૫૦૦ વર્ષ જૂની પૌરાણિક શક્તિ એટલે હિમજા માતાજી! 🙏🌺 . આ નવરાત્રીએ જૂનાગઢના નરસિંહ મહેતાના ચોરા સામે આવેલા ૫૦૦ વર્ષ જૂના હિંજા માતાજીના ભવ્ય મંદિરે દર્શન જરૂર થી કરજો . #AapduJunagadh #Navratri2026 #MatajiMandir #DivineDarshan
11 Oct 2026
Reelsઘર માત્ર રહેવાની જગ્યા નથી... એ તમારી લાઈફસ્ટાઈલ છે. આ તહેવારોની સિઝનમાં, તમારા પરિવાર માટે એક સુંદર શરૂઆત કરો Vraj Bungalows ની સાથે. જ્યાં તમને મળે છે શાંત વાતાવરણ, ગ્રીન સરાઉન્ડિંગ્સ અને એક મોર્ડન લાઈફસ્ટાઈલ! સરનામું: વ્રજ બંગલોઝ, નોબલ ટાઉનશિપ, મધુરમ, જૂનાગઢ Contact - 99793 86508, 93270 63829 #VrajBungalows #Madhuram #NobleTownship #Junagadh
11 Oct 2026
Postsઆજે તા.11 ઓક્ટોબર, 2026 (રવિવાર) આજની તિથી: આસો સુદ એકમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. . 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh . #AJNews #AapduJunagadh #RegularNewsUpdate #JunagadhUpdate #MorningHeadline
11 Oct 2026
Reels🧹 ગિરનાર પર સ્વચ્છતાનો સંદેશ! સ્વચ્છતા હી સેવા અંતર્ગત JMC, Clean Up Junagadh Team અને Usha Breco Pvt. Ltd. દ્વારા ગિરનાર પર્વત પર મેગા સફાઈ અભિયાન હાથ ધરાયું. અંબાજી મંદિરથી ભવનાથ તળેટી સુધી સફાઈ અભિયાનમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિકો પણ જોડાયા. 🌿 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Girnar #Junagadh #CleanUpJunagadh #SwachhataHiSeva
27 Sept 2026
Reelsજૂનાગઢ… એટલે આપણું જૂનાડું ❤️ જૂની ગલીઓ, એ જ માટીની મહેક, અને દરેક ખૂણામાં વસેલી પોતાની એક લાગણી… 🫶🏻 આ છે આપણું જૂનાડું. ❤️ 🎙️ Voice:- @rj_darshak #Junagadh #Junadu #AapduJunagadh #Gujarat
27 Sept 2026
Postsઆજે તા.27 સપ્ટેમ્બર, 2026 (રવિવાર) આજની તિથી: ભાદરવા વદ એકમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. . 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh . #AJNews #AapduJunagadh #RegularNewsUpdate #JunagadhUpdate #MorningHeadlines
27 Sept 2026
PostsAnd the wait is over!!! Team Aapdu Junagadh અને Rotaract Club of Junagadh ફરી એકવાર લઈને આવી રહ્યાં છે એ જ Ultimate Premium Family Garba Experience... Presenting Artists of AJ Rotaratri 2026, કે જેઓ પોતાના સૂર અને talent થકી આ Pre-Navratri Celebrationને બનાવશે વધુ શાનદાર! તો જલ્દીથી આપના પાસ બુક કરાવો અને જૂનાગઢના આ ભવ્ય આયોજનનો અનુભવ આપને નામ કરો! 📅 03–04 October, 2026 📍 Satyam Party Plot, Zanzarda Chowkdi, Junagadh #AJ #AJRotaratri2026 #PreNavratriCelebration #premiumfamilygarba
26 Sept 2026
Reels💃 SPECIAL NAVRATRI EXHIBITION 💃 Last 2 Days! ⏳ 🛍️ Shopping • Fashion • Festive Vibes • More! 📅 Saturday & Sunday ⏰ 10 AM to 10 PM 📍 Suraj Cineplex Banquet Hall, Junagadh આ નવરાત્રી પહેલાં shopping નો perfect chance — તો આવવાનું ભૂલતા નહીં! ❤️✨ #NavratriExhibition #JunagadhEvents #NavratriShopping #Junagadh
26 Sept 2026
Reelsજૂનાગઢમાં પાંચ દિવસીય ‘સરસ મેળા’નો પ્રારંભ 🛍️ . પ્રી-નવરાત્રીના ભાગરૂપે ઝાંસીની સર્કલ પાસે ‘સરસ મેળા’નો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીએ મેળો ખુલ્લો મૂક્યો હતો. મેળામાં જૂનાગઢ સહિત વિવિધ જિલ્લાની સખી મંડળની બહેનો દ્વારા ૩૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, લેડીઝવેર સહિત ગૃહ સુશોભનની વિવિધ વસ્તુઓ છે.૩૦ સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો. તહેવારોની ખરીદી સાથે સ્થાનિક બહેનોના હુનરને પ્રોત્સાહન આપવા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની અપીલ. . #AJNews #AapduJunagadh #JunagadhNews #SarasMela #JunagadhUpdates
26 Sept 2026
Reels✨ AJ Rotaratri 2K26 — The Countdown Begins! 🪩🔥 🎟️ Passes Are LIVE Now! Book your passes exclusively on BookMyShow 🎫 Get ready for an unforgettable Navratri celebration filled with music, garba, energy & unlimited excitement! 💃🕺 Book My Show link is in Bio. 📍 Satyam Party Plot, Zanzarda Chowkdi, Junagadh 🗓️ 3rd & 4th October 2026 આ વખતે Garba નહીં… AJ Rotaratri ની વાત જ અલગ છે! ❤️🔥 #AJRotaratri #Navratri2026 #JunagadhEvents #GarbaNight
26 Sept 2026
Postsઆજે તા.26 સપ્ટેમ્બર, 2026 (શનિવાર) આજની તિથી: ભાદરવા સુદ પૂનમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. . 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh . #AJNews #AapduJunagadh #RegularNewsUpdate #JunagadhUpdate #MorningHeadlines
26 Sept 2026
Reels✨ Elegance That Shines Beyond Time. ✨ Discover the exquisite Gold Jewellery Collection by Kalyani Jewellers — crafted to add a timeless touch of elegance to every celebration. 💛✨ From traditional charm to contemporary designs, find a piece that feels truly yours. 📍 Shop No. 5, Akshar Commercial Complex, 1st Floor, Giriraj Main Road, Behind Bus Stand, Junagadh 📞 +91 98250 79915 #KalyaniJewellers #GoldJewellery #JunagadhJewellers #JewelleryCollection
25 Sept 2026
PostsWith music that sets the vibe, energy and voices that bring the entire ground to life… Here's the ultimate guide for attending Premium Pre-Navratri Celebration of Junagadh! Save these Top 5 Tips For Attending AJ Rotaratri 2026... #AJ #AJRotaratri2026 #Junagadh #prenavratricelebration
25 Sept 2026
Reelsતમારા Navratri Look ને બનાવો વધુ ખાસ! ❤️ Fashion, Lifestyle & Festive Shopping — બધું એક જ જગ્યાએ! ✨ AJ Fest & Aarambh Events Presents 💃 NAVRATRI EXHIBITION 💃 📅 25, 26 & 27 September 2026 📆 Friday • Saturday • Sunday 📍 Suraj Cineplex Banquet Hall, Junagadh આવો, Shop કરો અને Navratri ની તૈયારી કરો! 🪔✨ #NavratriExhibition #JunagadhEvents #NavratriShopping #AJFest
25 Sept 2026
Reelsમેંદરડા તાલુકાના દેડકીયાળી ગામે છેલ્લા બે દિવસથી ભયનો માહોલ સર્જનાર દીપડી આખરે પાંજરે પુરાઈ. . બે દિવસ પહેલા એક બાળકીને ઉઠાવી ગયેલી દીપડીને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા 10 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા આજે વહેલી સવારે દીપડી પાંજરામાં કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો દીપડીને વધુ તપાસ અને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. . #AJNews #AapduJunagadh #WildlifeNews #ForestDepartment #JunagadhUpdate
25 Sept 2026
Reelsસર્વે પિતૃ અમાસે દામોદર કુંડ ખાતે ભક્તિનો માહોલ. પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે જૂનાગઢ સહિત દૂરદૂરથી ભાવિકો દામોદર કુંડ ખાતે પહોંચ્યા. . આ પવિત્ર દિવસે ભાવિકોએ પિતૃઓના સ્મરણ સાથે તર્પણ કર્યું અને પીપળે પાણી રેડી પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય તથા સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. 🌿🙏 . #AJNews #AapduJunagadh #DamodarKund #SarvePitruAmavasya #JunagadhNews
11 Sept 2026
Reelsઆજે દામોદર કુંડમાં માત્ર ભીડ નથી ઉમટી… ઉમટી છે શ્રદ્ધા, આસ્થા અને પિતૃઓના આશીર્વાદની અપાર લાગણી. 🙏✨ સર્વે પિતૃ અમાસના પાવન અવસરે જૂનાગઢ સહિત દૂરદૂરથી ભાવિકો દામોદર કુંડ ખાતે પહોંચ્યા, પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન કરી પિતૃઓને સ્મરણ કર્યા. 🪔 પીપળે જળ અર્પણ કરી પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ માટે પ્રાર્થના સાથે… આસ્થા અને પરંપરાનો આ પવિત્ર સંગમ દામોદર કુંડ ખાતે જોવા મળ્યો. ❤️ 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #DamodarKund #SarvePitruAmavasya #Junagadh #AapduJunagadh
11 Sept 2026
Postsઆજે તા.11 સપ્ટેમ્બર, 2026 (શુક્રવાર) આજની તિથી: શ્રાવણ વદ અમાસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. . 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh . #AJNews #AapduJunagadh #RegularNewsUpdate #JunagadhUpdate #MorningHeadlines
11 Sept 2026
ReelsFinally, Wait Is Over!✨ . તૈયાર થઈ જાઓ, જૂનાગઢવાસીઓ! તમારા ગમતા પ્રિનવરાત્રિ ફેસ્ટિવલ એટલે કે AJ Rotaratri 2026 ને મનભરીને ઉજવવા માટે… . તારીખ છે; 03-04 ઓક્ટોબર, 2026 . વધુ વિગતો ટૂંક સમયમાં.. . #AJ #AapduJunagadh #AJRotaRatri #ComingSoon #rotractclub
10 Sept 2026
Reelsનર્સિંગ પસંદ કરો, માનવતા પસંદ કરો! આયુષ હોસ્પિટલ સંચાલિત કલ્પ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ, જૂનાગઢ ખાતે શૈક્ષણિક વર્ષ 2026 - 2027 માટે પ્રવેશ શરૂ થઈ ગયા છે! આમારી વિશેષતાઓ: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગ્રૂપમાં નોકરીની ખાતરી (100% પ્લેસમેન્ટ). અત્યાધુનિક લેબ્સ, હોસ્ટેલ અને ડિજિટલ ક્લાસરૂમની સુવિધા. અનુભવી ફેકલ્ટી દ્વારા ઉત્તમ શિક્ષણ અને પ્રેક્ટિકલ તાલીમ. 📞 આજે જ સંપર્ક કરો: 78748 88892 📍 સરનામું: 9મો માળ, આયુષ હોસ્પિટલ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ - ગુજરાત. #KalpNursingInstitute #NursingAdmission #Junagadh #AayushHospital #NursingEducation GujaratNursingCollege
10 Sept 2026
Reelsપોતાની જાતે તૈયાર કરેલી મૂર્તિની સ્થાપના કરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. ગત વર્ષોની જેમ એ જ લાગણીથી આ વર્ષે પણ સાથે મળી Eco-friendly Ganpati બનાવીશું! આગામી તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ ટીમ આપણું જૂનાગઢ અને Raivat Experimental Event Space... AJ Fest અંતર્ગત આપના માટે યોજી રહ્યાં છે "માટીના ગણેશ" - Ganpati Making Workshop કે જ્યાં અનુભવી મેન્ટરના માર્ગદર્શન હેઠળ આપ માટીના ગણેશજીની મૂર્તિ બનાવતાં શીખશો, તેમજ જાતે તૈયાર કરલી મૂર્તિ આપ ઘરે લઈ જઈ શકશો... તારીખ: 12 સપ્ટેમ્બર, 2026 | શનિવાર સમય: બપોરે 3:00 થી સાંજના 7:00 વાગ્યા સુધી સ્થળ: રૈવત રૂફટોપ, કાળવા ચોક, જૂનાગઢ For More Details: 95108 12000 #AJFest #GanpatiMakingWorkshop #EcoFriendlyGanpati #Workshop
10 Sept 2026
Reelsજૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય! . ખેડૂત વિભાગની 10માંથી 10 બેઠકો પર જીત સાથે ભાજપ પ્રેરિત પેનલે મેળવ્યો જનસમર્થન. વિજયની ખુશીમાં કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી અને ડિરેક્ટર કિરીટ પટેલનું હાર પહેરાવી સન્માન કર્યું. . #AJNews #AapduJunagadh #MarketingYard #Election2026 #JunagadhNews
10 Sept 2026
Postsઅરવલ્લી એ ગુજરાત રાજ્યનો એક જિલ્લો તેમજ વિશ્વની સૌથી જૂની પૈકીની એક અરવલ્લી પર્વતમાળા છે, હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય બાદ આ પ્રશ્ન ફરી ચર્ચાનો વિષય બન્યો છે... જાણીએ સમગ્ર ઘટનાક્રમ વિશે વધુ માહિતી! #AJ #AapduJunagadh #aravalli #news
10 Sept 2026
Postsઆજે તા.10 સપ્ટેમ્બર, 2026 (ગુરૂવાર) આજની તિથી: શ્રાવણ વદ ચૌદસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. . 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh . #AJNews #AapduJunagadh #RegularNewsUpdate #JunagadhUpdate #MorningHeadlines
10 Sept 2026
Reelsમેળો પૂરો નથી થયો… 👀 હવે તો ભાદરવી અમાસનો મેળો શરૂ થવાનો છે! 🔥🎉 પાટણવાવની ઓસમ હિલની તળેટીમાં 11, 12 અને 13 સપ્ટેમ્બરે યોજાશે ભવ્ય લોકમેળો! ❤️ ત્રણ દિવસ સુધી મોજ, મસ્તી, લોકસંસ્કૃતિ અને ઉત્સવના રંગો સાથે ઓસમ હિલની તળેટી બનશે મેળાના માહોલથી ઝગમગતી! ✨ તો તૈયાર રહેજો… 📍 ઓસમ હિલ, પાટણવાવ 📅 11–13 સપ્ટેમ્બર #OsamHill #Patanvav #LokMela #aapdujunagadh
9 Sept 2026
Reelsભવનાથથી ગિરનારને જોવાનો નજારો તો અલગ જ છે… ⛰️🌿 લાલ ધોરીની લીલીછમ કુદરત, વચ્ચે નાનકડું કુદરતી તળાવ અને સામે ગિરનારની ભવ્યતા… જૂનાગઢની સુંદરતા માત્ર ગિરનાર સુધી સીમિત નથી, અહીં તો દરેક રસ્તો કંઈક સુંદર બતાવી જાય છે. ❤️ આ નજારો તમને કેવો લાગ્યો? 👇 #aapdujunagadh #Girnar #Bhavnath #NatureLovers
9 Sept 2026
Reels❤️”ॐ नमः शिवाय॥”❤️
9 Sept 2026
Reelsજૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં અચાનક એક મગર આવી ચડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા અને હિંમત દાખવી મગરને પકડી પાડ્યો હતો અને વન વિભાગને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી વન વિભાગની ટીમે મગરનું સફળ રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડ્યો છે, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. . #AJNews #CrocodileRescue #ForestDepartment #WildlifeRescue #JunagadhUpdates
3 Aug 2026
Postsઆજે તા.03 ઓગસ્ટ, 2026 (સોમવાર) આજની તિથી: અષાઢ વદ પાંચમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
3 Aug 2026
Reelsવરસાદ બાદ ગિરનારના જટાશંકર મહાદેવ તરફ જવાના રસ્તે કુદરતનું અદ્ભુત સૌંદર્ય જોવા મળી રહ્યું છે. રસ્તા પર વહેતા ઝરણાં અને હરિયાળી વચ્ચેનો નજારો પ્રવાસીઓ અને ભક્તોનું મન મોહી રહ્યો છે. 🌧️🏞️ 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Junagadh #Girnar #Monsoon #AapduJunagadh
2 Aug 2026
Postsઆજે તા.02 ઓગસ્ટ, 2026 (રવિવાર) આજની તિથી: અષાઢ વદ ચોથ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
2 Aug 2026
PostsWe all outgrow places, routines, even versions of ourselves... But the feeling of being with our hometown friends? They somehow still feel like home. Share કરો જૂનાગઢની આપની best memory અને tag કરો એ friends ને અહીં કોમેન્ટ બોક્સમાં! #AJ #AapduJunagadh #FrienshipDay #Junagadh
2 Aug 2026
Reelsલાલ ધોરી. ⛰️🌿 શાંતિ, હરિયાળી અને મનને તાજગી આપતું આ સ્થળ દરેક પ્રકૃતિપ્રેમીએ એકવાર જરૂરથી જોવું જોઈએ. જો તમે હજુ સુધી લાલ ધોરી નથી ગયા, તો આ વીકએન્ડે જરૂર પ્લાન બનાવો! ✨ 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Junagadh #LalDhori #NatureLovers #AapduJunagadh
1 Aug 2026
Postsકેટલીક success stories ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય છે, જેની પાછળ જવાબદાર હોય છે દ્રઢ વિશ્વાસ અને મનોબળ જે ઉંમરને પણ માત આપે! દિલ્હીની એવી જ એક દીકરી કે જેણે માત્ર 18 વર્ષની વયે નામના મેળવી છે એ છે અનહત સિંહ... જાણીએ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અનહતની આ ઉપલબ્ધિ વિશે! #AJ #AapduJunagadh #worldjuniorchampionship #successtories
1 Aug 2026
Reelsમહિલાઓમાં વધતા સ્તન કેન્સરના જોખમ સામે અગમચેતી રૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ‘બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાયનેક OPD રૂમ નં. ૧૦૧ માં શરૂ કરાયેલા આ ક્લિનિકમાં મહિલા ટીમ દ્વારા જ માત્ર ૧૦ મિનિટમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે અને ગોપનીય રીતે તપાસ કરાશે. સમયસર નિદાન જ કેન્સર સામે શ્રેષ્ઠ ઇલાજ છે, તો તમામ મહિલાઓને આ સુવિધાનો લાભ લેવા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. . #AJNews #AapduJunagadh #JunagadhCivilHospital #BreastCancerAwareness #Healthcare
1 Aug 2026
Reelsઆજે વહેલી સવારે જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં ગેટ કૂદતી વખતે એક નર સિંહનો પગ ફસાઈ જતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સક્કરબાગની ટીમે ત્વરિત પહોંચીને સિંહનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. હાલ સિંહને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ સ્થિર છે. વન તંત્રની સમયસૂચકતાથી વનરાજનો જીવ બચી ગયો છે. . #AJNews #AapduJunagadh #WildlifeRescue #ForestDepartment #SakkarbaugZoo
1 Aug 2026
Reelsવરસાદની આગાહીને પગલે મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિ ચેરમેન સુભાષ રાદડિયા દ્વારા અગમચેતી વાપરી કાળવા નદીના દરવાજા ખોલાવવામાં આવ્યા. ગિરનાર અને દાતારનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ન જાય તે માટે પાણીને તળાવ તરફ ડાઇવર્ટ કરી હજારો નાગરિકોને મોટા નુકસાનથી બચાવી લેવાયા છે. તંત્રની આ સરાહનીય કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. . #AJNews #AapduJunagadh #JunagadhUpdate #PublicSafety #MonsoonUpdate
1 Aug 2026
Postsઆજે તા.01 ઓગસ્ટ, 2026 (શનિવાર) આજની તિથી: અષાઢ વદ ત્રીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
1 Aug 2026
Reelsહવે ₹500 નહીં માત્ર ₹400માં Sasan Gir માં Day Picnic! 🤩🌿 હા, સાચું વાંચ્યું! Aapdu Junagadh ની Reel જોઈને જો તમે 4 અથવા તેથી વધુ લોકોના ગ્રુપ સાથે Camp Leo Resorts આવો છો, તો તમને મળશે 20% Group Discount. એટલે ₹500ના પેકેજમાં વ્યક્તિદીઠ ₹100ની બચત અને હવે Day Picnic માત્ર ₹400માં! 💸 (Limited Time Offer-End On 15 Oct 2026) માત્ર ₹400માં તમને મળશે: 🏊♂️ Covered Swimming Pool Access 🎢 Adventure Activities 🛝 Best Kids Play Area 🍽️ Unlimited Buffet Any One Lunch Or Dinner 🌿 Nature વચ્ચે Relaxing Environment 🚿 Changing Room, Washroom & તમામ જરૂરી સુવિધાઓ Camp Leo નું મુખ્ય ધ્યેય છે લોકોને થોડા કલાકો માટે Technology અને રોજિંદા Stress થી દૂર રાખીને કુદરતની વચ્ચે આનંદભર્યો સમય આપવાનો. ⭐ કેમ પસંદ કરશો Camp Leo? ✅ ECO FRIENDLY Resort ✅ BEST ACTIVITIES ✅ BEST PHOTOGRAPHY SPOTS ✅ BEST FOOD IN GIR ✅ BEST KIDS PLAY AREA 🕛 Day Picnic Timings: • Half Day: 12:00 PM – 5:00 PM • Evening Half Day: 5:00 PM – 10:00 PM 🌿 Family Picnic, Friends Outing કે Weekend Getaway માટે Sasan Gir નું એક Best Budget-Friendly Destination. #SasanGir #CampLeo #AapduJunagadh #DayPicnic
31 Jul 2026
Reelsઆગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. 🟡 હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા અને પૂર્વ મંજૂરી વિના સ્થળ ન છોડવા સૂચના આપવામાં આવી છે. 🚨 જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન ખાતે 24 કલાક સ્ટેન્ડબાય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તાલુકાથી લઈને શહેર સુધી સતત મોનિટરિંગ રાખવા તેમજ જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક નિર્ણય લઈ શકાય તે માટે સમગ્ર તંત્ર સજ્જ કરવામાં આવ્યું છે. 🙏 નાગરિકોને પણ અપીલ છે કે આગામી દિવસોમાં હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે અને બિનજરૂરી મુસાફરી ટાળે. 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Junagadh #RainAlert #WeatherUpdate #AapduJunagadh
31 Jul 2026
Reelsકહેવતો ગમે તે કહે, પણ જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘ ઘાસ ખાતા કેમેરામાં કેદ થતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. જોકે વન વિભાગના જણાવ્યા મુજબ, આ ભૂખને કારણે નહીં પણ શિકારના અપાચ્ય વાળ અને હાડકાં પેટમાંથી બહાર કાઢી પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટેની એક સંપૂર્ણ કુદરતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. . #AJNews #AapduJunagadh #Lion #ViralVideo #Fact
31 Jul 2026
Reelsતમારા પાકને સુરક્ષિત રાખવા માટે આ માહિતી ખાસ મહત્વની છે. 🌧️ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. યાર્ડમાં આવતી તમામ જણસીને શેડની અંદર ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જણસી લઈને આવે ત્યારે તાલપત્રી અથવા પ્લાસ્ટિક સાથે રાખે, જેથી વરસાદથી પાકને નુકસાન ન થાય. તેમજ યાર્ડ તંત્રના માર્ગદર્શનનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Junagadh #RainAlert #Farmers #AapduJunagadh
31 Jul 2026
Postsઆજે તા.31 જુલાઈ, 2026 (શુક્રવાર) આજની તિથી: અષાઢ વદ બીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
31 Jul 2026
PostsLet's find out કે તમે જૂનાગઢને કેટલું ઓળખો છો? અહીં આ પોસ્ટમાં અલગ અલગ places આપેલી છે, જોઈએ તમે એમાંથી કેટલીક જગ્યાઓ ઓળખી શકો છો... Make sure you give wrong answers only, we repeat WRONG ANSWERS only!🔍🤪 #AJ #AapduJunagadh #PlacesofJunagadh #GuessThePlace
30 Jul 2026
Reelsજૂનાગઢ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં વધતા બાઈક ચોરીના બનાવોને અટકાવવા ‘એ’ ડિવિઝન પોલીસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. હોસ્પિટલ પરિસરમાં વિવિધ સ્થળોએ ચેતવણીના સ્ટીકરો લગાવી નાગરિકોને વાહન યોગ્ય રીતે લોક કરવા, કિંમતી સામાન અંદર ન છોડવા અને શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસના આ પ્રયાસથી ચોરીના બનાવો ઘટશે અને લોકો વધુ સતર્ક બનશે. . #AJNews #AapduJunagadh #JunagadhPolice #JunagadhUpdate
30 Jul 2026
Reelsગત 11 જુલાઈના રોજ ગિરનાર પર બાળક પર થયેલા હુમલા મામલે 3 સિંહોના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં બે સિંહોએ બાળકનું માંસ ખાધું હોવાની પુષ્ટિ થતાં તેઓને આજીવન સક્કરબાગ ઝૂમાં કેદ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ત્રીજા સિંહને હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને તેના પરીક્ષણ બાદ જ આખરી નિર્ણય લેવાશે, તેમ જુનાગઢ DCF અક્ષય જોષીએ જણાવ્યું હતું. . 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #AJNews #AapduJunagadh #DCF #SakkarbaugZoo #LionAttack
30 Jul 2026
Reels🏭 વેલસ્પાન ઇન્ડસ્ટ્રિયલ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક • તમારા ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્યનું સાચું સરનામું. આધુનિક સુવિધાઓ અને સુઆયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તમારા ઉદ્યોગને નવી ઊંચાઈ આપો. ✨ મુખ્ય સુવિધાઓ: ✅ ભવ્ય મોર્ડન પ્રવેશદ્વાર ✅ પહોળા RCC આંતરિક રસ્તાઓ ✅ 24×7 CCTV ✅ સ્ટ્રીટ લાઇટ ✅ સુઆયોજિત ડ્રેનેજ સિસ્ટમ ✅ વિકસિત કોમન પ્લોટ્સ ✅ ડ્રાઇવર્સ રેસ્ટ એરિયા ✅ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર • ફેક્ટરી, વેરહાઉસ અથવા લોજિસ્ટિક્સ હબ માટે વેલસ્પાન છે શ્રેષ્ઠ પસંદગી. 📍 સ્થળ: જૂનાગઢ–રાજકોટ નેશનલ હાઇવે, વડાલ, ગુજરાત 📞 Call / WhatsApp: +91 77788 66622 📲 Instagram: @wellspan.group Wellspan — “Where Vision Meets Reality” #industrialassets #business #landforindustry #aapdujunagadh #wellspangroup
30 Jul 2026
Reelsગઈકાલે રાત્રે આશરે 3:00 વાગ્યે ગિરનાર નવી સીડીના 50મા પગથિયા નજીક ત્રણ નર સિંહો જોવા મળ્યા હતા. 🦁 જૂનાગઢ વન વિભાગ, ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ અને સાસણ ટ્રેકર ટીમે સતત સતર્કતા રાખી ત્રણેય સિંહોને કોઈપણ પ્રકારની હેરાનગતિ વિના સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના કર્યા. સમગ્ર કામગીરી દરમિયાન યાત્રાળુઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને કોઈ અપ્રિય ઘટના બની નહોતી. ⚠️ વન વિભાગની અપીલ: • વન્યપ્રાણી દેખાય તો ગભરાશો નહીં. • તેમને હેરાનગતિ કે ઉશ્કેરણી ન કરો. • તાત્કાલિક નજીકના વનકર્મી અથવા ટ્રેકર ટીમને જાણ કરો. • વહેલી સવારે અને મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી જૂથમાં યાત્રા કરો. • ગિરનારની સીડી પર ખાદ્યપદાર્થો કે પ્રસાદ ન ફેંકો. 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Girnar #lion #Wildlife #AapduJunagadh
30 Jul 2026
Reelsજૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. 3ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપના ઉમેદવાર અકરમ કુરેશી 1998 મતની લીડ સાથે વિજેતા બન્યા છે. આ જીત સાથે ભાજપે વોર્ડ નં. 3ની બેઠક યથાવત જાળવી રાખી છે. 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Junagadh #BJP #ElectionResults #AapduJunagadh
30 Jul 2026
Postsઆજે તા.30 જુલાઈ, 2026 (ગુરૂવાર) આજની તિથી: અષાઢ વદ એકમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
30 Jul 2026
Reelsટીમ આપણું જૂનાગઢ દ્વારા યોજવામાં આવેલા "AJ Film Festival" અંતર્ગત Yogesh Vanpariya (Yog Photography) દ્વારા શહેરની સુંદરતા, પ્રાકૃતિક અનુભવ અને ઈતિહાસને આવરી નજારો બહુ જ સુંદર રીતે ફિલ્મ રૂપે તૈયાર કરવામાં આવી... આવો નિહાળીએ! “મારી નજરે જૂનાગઢ” MicroFilm by @yog___photography #AJ #AapduJunagadh #Junagadh #Mircofilm
29 Jul 2026
Reelsગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS પેપર લીક મામલે કોંગ્રેસ અને NSUI દ્વારા આજે જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી. રજૂઆતમાં પેપર સેટર સહિત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના રાજીનામાની પણ માંગ ઉઠાવવામાં આવી. આ દરમિયાન કલેક્ટર કચેરીના પટાંગણમાં રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #aapdujunagadh #Gujarat #Congress #NSUI
29 Jul 2026
Reelsગુરુપૂર્ણિમાના પાવન દિવસે ગિરનારના અધિષ્ઠાતા ભગવાન ગુરુ દત્તાત્રેયના ચરણોમાં કોટિ કોટિ વંદન. 🙏✨ ભગવાન દત્તાત્રેય માત્ર ત્રિદેવનું સ્વરૂપ જ નથી, પરંતુ સમગ્ર વિશ્વના આદિગુરુ છે. જીવનમાં દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ અને પ્રકૃતિમાંથી જ્ઞાન મેળવવાની પ્રેરણા તેઓ આપણને આપે છે. આ પવિત્ર દિવસે ભગવાન ગુરુ દત્તાત્રેયના દિવ્ય દર્શન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને જીવનને સદ્માર્ગે આગળ વધારવાનો સંકલ્પ કરીએ. 🕉️⛰️ 🌼 સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! 🌼 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #GuruPurnima #GuruDattatreya #Girnar #AapduJunagadh
29 Jul 2026
Reelsગરવા ગિરનારની ગોદમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 🙏🪔 વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સાધુ-સંતોનો ભંડારો, મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરી. 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #bhavnath #GuruPurnima #Girnar #AapduJunagadh
29 Jul 2026
Postsઆજે તા.29 જુલાઈ, 2026 (બુધવાર) આજની તિથી: અષાઢ સુદ પૂનમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
29 Jul 2026
Postsજુલાઈ 2026માં ભારતની મુક્ત વેપાર કરાર (FTA) ની વાસ્તવિક સ્થિતિ મુજબ, દૂધ અને ડેરી ઉત્પાદનોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. આ કરારનો મુખ્ય હેતુ Import Duty ઘટાડવાનો છે, ભારત - યુકે (UK) વચ્ચેનો મુક્ત વેપાર કરાર ગત.15 જુલાઈ, 2026થી સત્તાવાર રીતે અમલમાં મુકાયો છે. જેના અનુસંધાને અહીં કેટલીક વિગતો સરળ ભાષામાં કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવો સમજીએ... આ અંગે આપનો શું અભિપ્રાય છે એ જણાવો અહીં કોમેન્ટ બોક્સમાં! #AJ #AapduJunagadh #FTA #July2026
28 Jul 2026
Reelsઉબેન નદીમાં કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીઓના મોત, ખેડૂતોમાં પણ ભારે ચિંતા. પ્રદૂષિત પાણીથી ખેતી અને આરોગ્ય પર ગંભીર અસરની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં રોષ. 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #Junagadh #Gujarat #RiverPollution #AapduJunagadh
28 Jul 2026
Reelsજાંબુડી ગામમાં દીપડાનો આતંક યથાવત… છેલ્લા 10 દિવસમાં 3 જીવલેણ હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂતો હવે જૂથમાં લાકડીઓ સાથે ખેતરમાં જવા મજબૂર બન્યા છે, જ્યારે દીપડો હજુ સુધી પકડાયો નથી. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાયમી કાર્યવાહી કરવાની માંગ કરી છે. #aapdujunagadh #Visavadar #Jambudi #LeopardAttack
28 Jul 2026
Reelsજમીનની ફળદ્રુપતા અને પ્રાકૃતિક ખેતીનું રહસ્ય! 🌱 રાસાયણિક ખેતીની અસર: પેસ્ટિસાઈડ્સ અને રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન કઠણ અને બંજર થઈ જાય છે, જેના કારણે ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાઈ રહે છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા: પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન કુદરતી રીતે પોચી અને છિદ્રાળુ બને છે, જેનાથી પાણી જમીનમાં ઉતરી જાય છે અને ભરાઈ રહેતું નથી. #NaturalFarming #aapdujunagadh #Agriculture #SoilHealth #girveda
28 Jul 2026
Reelsજૂનાગઢમાં વોર્ડ 3 ની પેટા ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. 🗳️ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થતાં 13,919 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. 18 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને 150થી વધુ પોલિંગ સ્ટાફ સાથે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. #Junagadh #Election2026 #VotingDay #AapduJunagadh
28 Jul 2026
Postsઆજે તા.28 જુલાઈ, 2026 (મંગળવાર) આજની તિથી: અષાઢ સુદ ચૌદસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
28 Jul 2026
Reelsજૂનાગઢમાં ‘સંપૂર્ણ ભારત મહાન ગૌ સન્માન અભિયાન’ અંતર્ગત સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી ગૌપૂજન સાથે ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પધારેલા સાધુ-સંતો અને ગૌભક્તોએ દેશમાં ગૌહત્યા બંધ કરવા કડક કાનૂન બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. . #AJNews #AapduJunagadh #Collector #Cow #SaveCow
27 Jul 2026
Postsગિરનારની પ્રકૃતિમાં પ્રાણીઓ માત્ર પગલાં છોડે છે… આપણે પ્રકૃતિ અને ગિરનારમાં પ્લાસ્ટિક કેમ છોડીએ? ચાલો, પ્રકૃતિ અને ગિરનારને સ્વચ્છ રાખીએ. 🌿♻️ #SaveGirnar #CleanGirnar #ProtectNature #AapduJunagadh
27 Jul 2026
Postsઆજે તા.27 જુલાઈ, 2026 (સોમવાર) આજની તિથી: અષાઢ સુદ તેરસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; 📲 Aapdu Junagadh WhatsApp Group માં જોડાવવા માટે Comment કરો: “GROUP” 💬 Link તમારા DM માં મળી જશે. 🔔 વધુ અપડેટ્સ માટે Follow કરો @aapdujunagadh #AJNews #AapduJunagadh #MorningHeadlines
27 Jul 2026
Reelsગુજરાતના ઇતિહાસની બે એવી અજાયબીઓ, જેને જોઈને આજે પણ પ્રશ્ન થાય કે આટલી અદભુત રચના એ સમયના કારીગરોએ કેવી રીતે બનાવી હશે! ❤️ “અડી કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મૂવો.” આ કહેવત પાછળ છુપાયેલી છે બલિદાન, શ્રદ્ધા અને અદભુત પ્રાચીન એન્જિનિયરિંગની અનોખી ગાથા. એકવાર જરૂરથી મુલાકાત લો જૂનાગઢના ઉપરકોટની અને જાણો આપણા વારસાની આ અદ્ભુત કહાની. ✨ #Junagadh #Uparkot #AdiKadiVav #NavghanKuvo
26 Jul 2026
Reelsધુમ્મસ, ઠંડા પવનો અને હરિયાળીની વચ્ચે જાણે ‘મિનિ કાશ્મીર’ સર્જાયું હોય તેવા આહલાદક વાતાવરણમાં વાદળોની વચ્ચે વિહરવા અને દાતારના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડ્યા છે. કઠિન ચઢાણ હોવા છતાં લોકો કુદરતના આ અદભુત સૌંદર્યનો રોમાંચ માણી રહ્યા છે. . #AJNews #AapduJunagadh #Datar #Nature #JunagadhUpdate
26 Jul 2026
Reelsજૂનો Phone હવે Upgrade કરવાનો સમય આવી ગયો! 📱✨ Poojara Telecom ની નવી Branch હવે Zanzarda Road પર Open! 🔥 ✅ OPPO Reno Phones પર 10% Instant Discount ✅ ₹40,000+ ના Smartphone પર Boat Headphones + Power Bank FREE ✅ AC ની ખરીદી પર Cycle બિલકુલ FREE 🚲 ✅ Smartphone, TV, AC, Mobile Accessories અને Top Brands ના અનેક Electronics એક જ જગ્યાએ. 📍 Address: Trident Plaza, Elegance Heights સામે, Zanzarda Road, Junagadh. #PoojaraTelecom #Junagadh #SmartphoneUpgrade #OPPO
26 Jul 2026
Postsઆજે તા.26 જુલાઈ, 2026 (રવિવાર) આજની તિથી: અષાઢ સુદ બારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
26 Jul 2026
Reelsએક સમય હતો જ્યારે જૂનાગઢના છેલ્લા નવાબ 9 નવેમ્બર 1947ના રોજ પાકિસ્તાન ચાલ્યા ગયા… અને તેમની સાથે જોડાયેલી સોના-ચાંદી સહિતની અનેક કિંમતી વસ્તુઓ આજે મ્યુઝિયમમાં ઇતિહાસ બનીને સાચવાઈ છે. પણ આજે… જૂનાગઢની ઓળખ કોઈ નવાબથી નથી… જૂનાગઢની ઓળખ છે ગિરનારની ભવ્યતા, ગીરના સિંહો, કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક વારસો અને અહીંના લોકોનો ગર્વ. ❤️🇮🇳 ઇતિહાસ બદલાયો… પણ આજે જૂનાગઢ ભારતના સૌથી સુંદર શહેરોમાં પોતાની આગવી ઓળખ સાથે ઉભું છે. #Junagadh #Girnar #IncredibleIndia #Gujarat
26 Jun 2026
ReelsJadeBlue Sale શરૂ થઈ ગઈ છે, જેમાં પસંદગીના સ્ટાઇલ્સ પર 50% સુધીની છૂટનો લાભ મેળવો. ફોર્મલ હોય કે કેઝ્યુઅલ, દરેક પ્રસંગ માટેની પ્રીમિયમ મેન્સવેર હવે વધુ સારા ભાવમાં ઉપલબ્ધ છે. 📍 મુલાકાત લો: FULVATIKA, GROUND FLOOR, SHOP NO. 1 TO 4 & 1ST FLOOR 101 TO 104, KRISHNA ARCADE, ZANZARDA ROAD, JUNAGADH 📞 +91 76977 69767 આજે જ આવો અને તમારા મનગમતા લૂક્સ પસંદ કરો. #JadeBlueSale #JadeBlue #Menswear #Junagadh
26 Jun 2026
Postsઆજે તા.26 જૂન, 2026 (શુક્રવાર) આજની તિથી: જેઠ સુદ બારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
26 Jun 2026
Reelsજૂનાગઢમાં મોહરમ પર્વની પરંપરાગત અને કોમી એકતાના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કરબલાના શહીદોની યાદમાં ઉજવાતા આ ગમના તહેવારમાં જૂનાગઢમાં નવાબી કાળની ઐતિહાસિક ચાંદીની સેજ પડમાં આવતા જ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વર્ષો પહેલાં જૂનાગઢના પ્રથમ નવાબની મન્નત પૂરી થતાં આ સેજ પર ચાંદી ચડાવવામાં આવી હતી, જે આજે પણ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું પ્રતીક છે. અહીં હિન્દુ અને મુસ્લિમ બહેનોએ દૂધના બેડા સાથે પરંપરાગત સાત ચક્કર લગાવી પોતાની બાધાઓ પૂર્ણ કરી હતી. શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. . #AJNews #AapduJunagadh #Celebrate #JunagadhUpdate #Muharram
26 Jun 2026
Reelsજૂનાગઢ વન વિભાગની ડુંગર દક્ષિણ રેન્જમાં રબારી નેસ વિસ્તારમાંથી અંદાજે ૭ થી ૮ મહિનાના એક નર સિંહ બાળનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સક્કરબાગ ઝૂમાં ત્રણ વેટરનરી ડોક્ટરો દ્વારા કરાયેલા પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સિંહ બાળના કપાળ અને પાછળના પગના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે, જેથી તેના પર હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે વન વિભાગે શંકાસ્પદ શખ્સ બાવન ચાવડાની શોધખોળ શરૂ કરી છે, જે હાલ પોતાનો મોબાઈલ બંધ કરીને ફરાર છે. શંકાસ્પદને ઝડપી લેવા માટે પોલીસની મદદ મેળવી વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ગિરનાર અભયારણ્યમાં અન્ય તમામ સિંહો સુરક્ષિત છે અને રેવન્યુ વિસ્તારમાં આવતા સિંહો પર સતત પેટ્રોલિંગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. . #AJNews #AapduJunagadh #Lion #Death #JunagadhUpdate
25 Jun 2026
Postsઆજે તા.25 જૂન, 2026 (ગુરૂવાર) આજની તિથી: જેઠ સુદ અગિયારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
25 Jun 2026
Reelsઆવતીકાલથી શરૂ થતી બે દિવસીય મોહરમની ઉજવણીને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ‘શાંતિ સમિતિ’ની ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, DYSP હિતેશ ધાંધલીયા સહિત ત્રણેય ડિવિઝનના PI અને હિન્દુ-મુસ્લિમ સમાજના તેમજ મોહરમ એકતા સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર સુલેહ-શાંતિ અને નિયમોના પાલન સાથે સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શન અપાયું હતું અને સ્થાનિક આગેવાનોએ પણ જરૂરી રજૂઆતો કરી કોમી એકતાનો સૂર વ્યક્ત કર્યો હતો. . #AJNews #AapduJunagadh #JunagadhPolice #Meeting #JunagadhUpdate
24 Jun 2026
Reelsગુમ થયેલું સિંહબાળ મૃત હાલતમાં મળતા અનેક સવાલો ઉભા થયા છે. વન વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 🦁 #Junagadh #LionCub #GirForest #GujaratNews
24 Jun 2026
Reelsજૂનાગઢમાં મોહરમ નિમિત્તે ભવ્ય ‘અલમ’ જુલૂસ, હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ. #Junagadh #Moharram #CommunalHarmony #GujaratNews
24 Jun 2026
Posts“જૂનાગઢની નોબલ યુનિવર્સિટી સીટી કેમ્પસ (જોશીપુરા)ખાતે ૨૫ જૂને “મેગા જોબ ફેર 2.0” નું ભવ્ય આયોજન થશે.” . - ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી (જૂનાગઢ) અને નોબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. - આ મેગા જોબ ફેર આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, આંબાવાડી, જોષીપુરા, જૂનાગઢ ખાતે યોજાશે. - ધોરણ-૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. (ITI), ડિપ્લોમા, સ્નાતક (Graduate), અનુસ્નાતક (Post Graduate) તેમજ વિવિધ વ્યાવસાયિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. - હેલ્થકેર, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, મેન્યુફેક્ચરિંગ, ટેકનિકલ અને સર્વિસ સેક્ટરની અગ્રણી કંપનીઓ આ મેળામાં ઉપસ્થિત રહેશે. - મેડિકલ ઓફિસર, બ્રાન્ચ મેનેજર, એક્ઝિક્યુટિવ, ઇજનેર, ટેકનિશિયન, વેલ્ડર, ફિટર, મશીન ઓપરેટર, તેમજ સેલ્સ અને માર્કેટિંગ જેવા વિવિધ પદો માટે ભરતી કરવામા�
24 Jun 2026
Postsઆજે તા.24 જૂન, 2026 (બુધવાર) આજની તિથી: જેઠ સુદ દસમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
24 Jun 2026
Reelsઆગામી દિવસોમાં નીકળનારા પરંપરાગત તાજીયાના જુલુસ અને ચાંદીની સેજના રૂટ પર જૂનાગઢ એ, બી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આઝાદ ચોકથી લઈને લીમડા ચોક, દિવાન ચોક અને સેજની ટાંકી સહિતના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. . #AJNews #AapduJunagadh #Tajiya #JunagadhPolice #JunagadhUpdate
23 Jun 2026
Postsચિનાઈ માટીના વાસણો, માત્ર વાસણ નહીં, પરંતુ પરંપરા, કળા અને સૌંદર્યનો સંગમ છે એમ કહી શકાય! આ વાસણો સદીઓથી આપણા રસોડામાં વિશેષ સ્થાન ધરાવતા આવ્યાં છે, આધુનિક યુગમાં પણ આજે આ વાસણો એટલાં જ લોકપ્રિય છે... જાણીએ વિશેષ માહિતી... #AJ #AapduJunagadh #ChinaiMati #KitchenEssentials
23 Jun 2026
Reelsકોઈ દવા નહીં, કોઈ કેમિકલ નહીં! તેમ છતા આ ખેડૂત ભાઈ માત્ર પ્રકૃતિના સહારાથી પોતાના ખેતરમાં સોનું પકવી રહ્યા છે… આજે અમે આ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી; જેમણે પ્રકૃતિના નિયમોને સમજીને ‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતી અપનાવી છે… આવો તેના પાસેથી કેટલાક ઉપયોગી વિચારો જાણીએ.. . #AJ #AapduJunagadh #Girveda #NaturalFarming #Farmers
23 Jun 2026
Reelsવાળંદ સોસાયટીના કૂવામાં પડ્યું સિંહબાળ, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ. #Junagadh #LionCub #WildlifeRescue #GirForest
23 Jun 2026
Postsઆજે તા.23 જૂન, 2026 (મંગળવાર) આજની તિથી: જેઠ સુદ નોમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
23 Jun 2026
Reelsએશિયાટિક સિંહોના ઘર ગણાતા વિશ્વપ્રસિદ્ધ ગીર નેશનલ પાર્કના દરવાજા આજથી ચોમાસા અને સિંહોના મેટિંગ પિરિયડને કારણે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. સફારીના અંતિમ દિવસે વનરાજોના પરિવારે રસ્તો રોકીને પ્રવાસીઓને એક અદ્ભુત અને યાદગાર વિદાય આપી હતી. હવે ગીર જંગલ આગામી ૧૬ ઓક્ટોબરે ફરી ખુલશે, જોકે પ્રવાસીઓ માટે સાસણનો ‘દેવળિયા સફારી પાર્ક’ નિયંત્રિત વિસ્તાર તરીકે ચાલુ રહેશે. . #AJNews #AapduJunagadh #GirNationalPark #SasanGir #GirForest
22 Jun 2026
Reelsશાપુર જળપ્રલય; જેની યાદી આજે 43 વર્ષ પછી પણ સૌરઠવાસીઓના હૃદયમાં કોતરાયેલી છે. આ ઘટનાને આજે પણ લોકો ભૂલી શક્યા નથી, ત્યારે આવો જાણીએ એ ગોઝારી ઘટનાની વિસ્તૃત માહિતી… . #AJ #AapduJunagadh #Shapur #Sorath Disaster Flood
22 Jun 2026
Reelsયોગ દિવસ નિમિત્તે Girveda અને Aapdu Junagadh દ્વારા આયોજિત “From Breath To Breakfast” કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. પ્રાકૃતિક વાતાવરણમાં યોગ, પ્રાણાયામ, બ્રેથવર્ક અને સાત્વિક નાસ્તા સાથે સૌએ સ્વાસ્થ્ય અને સકારાત્મકતાનો અનોખો અનુભવ કર્યો. આ સુંદર સવારનો ભાગ બનેલા તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર. 🌿🧘♀️✨ #YogaDay #AapduJunagadh #Girveda #HealthyLifestyle
22 Jun 2026
Reelsજુનાગઢના પરીતળાવ બોટાનીકલ ગાર્ડનમાં ઘૂસેલા દીપડાના બચ્ચાનું વન વિભાગ અને સક્કરબાગ ઝૂની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ, લોકોને સાવચેતી રાખવા અપીલ. #Junagadh #LeopardCub #ForestDepartment #AapduJunagadh
22 Jun 2026
Reelsજૂનાગઢમાં ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અને ડી.જે.ના અવાજ પર નિયંત્રણ લાવવા પોલીસ દ્વારા રિક્ષા એસોસિએશન અને ડી.જે. સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઈ, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. #JunagadhPolice #TrafficRules #GujaratPolice #DJRules #PublicSafety JunagadhNews
22 Jun 2026
Postsઆજે તા.22 જૂન, 2026 (સોમવાર) આજની તિથી: જેઠ સુદ આઠમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
22 Jun 2026
Reelsઘણીવાર જોવા મળતું હોય છે કે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ઓછો થતો જાય છે, ત્યારે જાણીએ આ જ વાતને વધુ સરળ રીતે ઓર્ગેનિક કે પ્રાકૃતિક ફાર્મિંગના રૂપે... In conversation with @Farming_with_Dhruv Watch full episode on our YouTube Channel. https://youtu.be/_aIxgkTdl48?si=-rMYTXqSn5WuFvDe ખેતી, પ્રકૃતિ અને જીવનને એક નવી દ્રષ્ટિથી સમજવા માટે આ એપિસોડ જરૂર જુઓ. #GirvedaPodcast #FromSoilToSoul #aapdujunagadh #AJ
21 Jun 2026
Postsમાને શબ્દોમાં લખી શકાય, પણ પિતાને સમજવા એક આખું'ય જીવતર ટૂંકું પડે... પિતા એટલે ઈશ્વરે પૃથ્વી પર મોકલેલો વિશ્વાસ! આ જગતના દરેક પિતાને ફાધર્સ ડેની અઢળક શુભકામનાઓ... #AJ #AapduJunagadh #FathersDay #DaySpecial
21 Jun 2026
Reelsઆપણી દરેક હાર-જીતમાં એક silent supporter ની ભૂમિકા ભજવનાર એકમાત્ર વ્યક્તિ એટલે પપ્પા... એમનો પ્રેમ શબ્દોમાં નહીં, જીવનની દરેક નાની મોટી વાતોમાં દેખાય છે! Happy Father's Day... #AJ #AapduJunagadh #FathersDay #fatherslove
21 Jun 2026
Reelsખડિયા રોડ પર ફરી જોવા મળ્યો સિંહ પરિવાર એકસાથે 8થી 10 સિંહબાળ, સિંહ અને સિંહણના દર્શન જૂનાગઢના મુખ્ય માર્ગો પર અવારનવાર જોવા મળે છે સિંહોની અવરજવર, વાહનચાલકોમાં કૌતુહલ સાથે ચિંતા પણ વધી. Video Credit:- @dk._._.01 #AapduJunagadh #Junagadh #GirLion #GujaratNews
21 Jun 2026
ReelsJunagadh isn’t just a destination, it’s a feeling of belonging. From the timeless steps of Girnar to the stories hidden in every street, this city always feels like home. A Home Called Junagadh. ❤️ #Junagadh #AapduJunagadh #Gujarat #CityOfStories
20 Jun 2026
Reelsવિશ્વ યોગ દિવસ નિમિત્તે Girveda & Team Aapdu Junagadh લઈને આવી રહી છે એક વિશિષ્ટ વેલનેસ અનુભવ... “From Breath To Breakfast” આ યોગ દિવસની ઉજવણીમાં હશે - - પ્રાકૃતિક વાતાવરણમાં યોગ અનુભવ - પ્રાણાયામ અને બ્રેથવર્ક અંગે માર્ગદર્શન - ફાર્મ ફ્રેશ સાત્વિક નાસ્તાની મજા પ્રાકૃતિક વાતાવરણમાં યોગ દિવસની વિશિષ્ટ ઉજવણીનો ભાગ બનીએ, ઉપરોક્ત ઇમેજમાં આપેલા QR દ્વારા આપનું રજીસ્ટ્રેશન કરાવી આ ઇવેન્ટનો ભાગ બનો. સંપર્ક:-9510812000 *તારીખ:* 21 જૂન, 2026 *સ્થળ:* ગિરવેદા વાટિકા, નોબલ યુનિવર્સિટીની બાજુમાં, બામણગામ, જૂનાગઢ *સમય:* સવારે 6:30 થી 9:30 #YogaDay #Event #Girveda #AapduJunagadh
20 Jun 2026
Reelsગ્રોફેડ નજીક મંદિર પાસે 13 સિંહોનો અદભૂત નજારો 10 સિંહબાળ અને 3 સિંહણોએ શિકારની મિજબાની માણી, જાણ થતાં વન વિભાગે તમામ સિંહોને સલામત રીતે જંગલમાં ખસેડ્યા. જુનાગઢના તમામ મહત્વના સમાચાર અને લાઈવ અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર! WhatsApp ગ્રુપમાં જોડાવા માટે: નીચે કોમેન્ટમાં લખો 👉 " Whatsapp Group " અને લિંક મેળવો સીધા તમારા DM માં! #AapduJunagadh #Gir #JunagadhNews #AsiaticLion
20 Jun 2026
ReelsJadeBlue Sale શરૂ થઈ ગઈ છે, જેમાં પસંદગીના સ્ટાઇલ્સ પર 50% સુધીની છૂટનો લાભ મેળવો. ફોર્મલ હોય કે કેઝ્યુઅલ, દરેક પ્રસંગ માટેની પ્રીમિયમ મેન્સવેર હવે વધુ સારા ભાવમાં ઉપલબ્ધ છે. 📍 મુલાકાત લો: FULVATIKA, GROUND FLOOR, SHOP NO. 1 TO 4 & 1ST FLOOR 101 TO 104, KRISHNA ARCADE, ZANZARDA ROAD, JUNAGADH 📞 7984095255 આજે જ આવો અને તમારા મનગમતા લૂક્સ પસંદ કરો. #JadeBlueSale #JadeBlue #Menswear #Junagadh
20 Jun 2026
Postsઆજે તા.20 જૂન, 2026 (શનિવાર) આજની તિથી: જેઠ સુદ છઠ્ઠ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
20 Jun 2026
Reelsવિશ્વ યોગ દિવસ નિમિત્તે Girveda & Team Aapdu Junagadh લઈને આવી રહી છે એક વિશિષ્ટ વેલનેસ અનુભવ... “From Breath To Breakfast” આ યોગ દિવસની ઉજવણીમાં હશે - - પ્રાકૃતિક વાતાવરણમાં યોગ અનુભવ - પ્રાણાયામ અને બ્રેથવર્ક અંગે માર્ગદર્શન - ફાર્મ ફ્રેશ સાત્વિક નાસ્તાની મજા પ્રાકૃતિક વાતાવરણમાં યોગ દિવસની વિશિષ્ટ ઉજવણીનો ભાગ બનીએ, ઉપરોક્ત ઇમેજમાં આપેલા QR દ્વારા આપનું રજીસ્ટ્રેશન કરાવી આ ઇવેન્ટનો ભાગ બનો. *તારીખ:* 21 જૂન, 2026 *સ્થળ:* ગિરવેદા વાટિકા, નોબલ યુનિવર્સિટીની બાજુમાં, બામણગામ, જૂનાગઢ *સમય:* સવારે 6:30 થી 9:30 સંપર્ક:-9510812000 #YogaDay #Event #Girveda #AapduJunagadh
19 Jun 2026
Postsમોટાભાગે આપણે ફળ ખાઈને ઠળીયા અથવા બીજને કચરો સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણોસર આ ફળોના ઠળીયા અનેક ઔષધીય ગુણો ધરાવે છે. જાણીએ આજે એવા જ પાંચ અતિ ઉપયોગી ફળોના ઠળીયા વિશે... #AJ #AapduJunagadh #HealthBenefits #Seeds
19 Jun 2026
Reelsગિરનાર જંગલ બોર્ડર પાસે આવેલા દુબળી વિસ્તારને વન વિભાગે અભયારણ્યનો ભાગ ગણાવી 2 દિવસમાં પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે. બીજી તરફ, છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતા સ્થાનિકોએ લાઈટ બિલ અને નગરપાલિકાની વેરા પાવતીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો છે અને અગાઉના સરકારી ઠરાવોના આધારે જમીન નિયમિત કરવાની માંગ કરી છે. હવે દસ્તાવેજોની ચકાસણી બાદ સેંકડો લોકોના ભવિષ્યનો નિર્ણય થશે. . #AJnews #AapduJunagadh #Forest #JunagadhUpdate #GaneshNagar
19 Jun 2026
Reelsશહેરની મધ્યમાં આવેલા છાયા બજાર ગાંધ્રપ વાળા વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસથી દુર્ગંધ મારતું અને ગટરના મિશ્રણ વાળું દૂષિત પાણી વિતરણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતાં આખરે રોગચાળાની ભીતિ વચ્ચે કંટાળેલા લોકોએ મીડિયાના માધ્યમથી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે આ ગંભીર સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવી શુદ્ધ અને પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે. . #AJnews #AapduJunagadh #Water #JunagadhUpdate #Problem
19 Jun 2026
Reelsભવનાથદાદાના ચરણોમાં કાયમી સમર્પણ, શાંતિ અને શિવભક્તિનો અનુભવ થાય છે, એટલે જ જૂનાગઢવાસિયો માટે ભવનાથ મહાદેવ મંદિર એટલે સર્વસ્વ🙏🕉️ . #BhavnathMahadev #HarHarMahadev #Junagadh #SpiritualVibes
19 Jun 2026
Postsઆજે તા.19 જૂન, 2026 (શુક્રવાર) આજની તિથી: જેઠ સુદ પાંચમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
19 Jun 2026
Reelsજૂનાગઢની સૌથી મોટી સોસાયટીઓમાંની એક ગ્રીન સિટીના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે મહાનગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ ધુલેશિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પ્લોટ હોલ્ડરોએ બોર્ડ બેઠકના દિવસે જ મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોરચો માંડ્યો હતો. રહીશોનો આક્ષેપ છે કે વર્ષો પહેલાં કરોડોના ખર્ચે પાણી અને ગટરની લાઈનો નખાઈ હોવા છતાં આજદિન સુધી તેનો લાભ મળ્યો નથી, તેમજ ગેસ પાઈપલાઈનનું કામ પણ અધૂરું હોવાથી તેઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. . #AJNews #AapduJunagadh #JuMC #JunagadhUpdate #GreenCity
18 Jun 2026
Reelsજૂનાગઢ મનપાની સામાન્ય સભામાં આજે પ્રી-મોન્સૂન કામગીરી, દૂષિત પાણી, સિટી બસ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના ૧૫થી વધુ મુદ્દાઓ પર વિપક્ષે શાસક પક્ષ સામે આકરા આક્ષેપો કરતા સભામાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. વિપક્ષે સત્તાધીશો પર પ્રશ્નો ન સાંભળવાનો અને ભ્રષ્ટાચાર છુપાવવાનો આક્ષેપ કર્યો હતો; જ્યારે બીજી તરફ શાસક પક્ષે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ડેપ્યુટી મેયરે શહેરમાં ૮૫% પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કર્યો હતો અને સભામાં નવા ટાઉન હોલના નિર્માણ તેમજ દિવ્યાંગો માટેની ભરતી પ્રક્રિયા સહિતના મહત્વના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. . #AJNews #AapduJunagadh #JuMC #GeneralBoard #JunagadhUpdate
18 Jun 2026
Reelsગુરુ અરજન દેવજીના શહીદી દિવસ નિમિત્તે સેવા અને સમર્પણનું સુંદર ઉદાહરણ. 🙏 આઝાદ ચોક ખાતે શ્રી ગુરુનાનક શાહી ગુરુદ્વારા દ્વારા 150 કિલો સરબત અને 100 કિલો ચણાનું વિતરણ કરી માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો. #AapduJunagadh #sikh #seva #punjab #guruarjandevji
18 Jun 2026
Postsઆજે તા.18 જૂન, 2026 (ગુરૂવાર) આજની તિથી: જેઠ સુદ ચોથ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
18 Jun 2026
Postsવિશ્વ યોગ દિવસ નિમિત્તે Girveda & Team Aapdu Junagadh લઈને આવી રહી છે એક વિશિષ્ટ વેલનેસ અનુભવ... “From Breath To Breakfast” આ યોગ દિવસની ઉજવણીમાં હશે - - પ્રાકૃતિક વાતાવરણમાં યોગ અનુભવ - પ્રાણાયામ અને બ્રેથવર્ક અંગે માર્ગદર્શન - ફાર્મ ફ્રેશ સાત્વિક નાસ્તાની મજા પ્રાકૃતિક વાતાવરણમાં યોગ દિવસની વિશિષ્ટ ઉજવણીનો ભાગ બનીએ, ઉપરોક્ત ઇમેજમાં આપેલા QR દ્વારા આપનું રજીસ્ટ્રેશન કરાવી આ ઇવેન્ટનો ભાગ બનો. *તારીખ:* 21 જૂન, 2026 *સ્થળ:* ગિરવેદા વાટિકા, નોબલ યુનિવર્સિટીની બાજુમાં, બામણગામ, જૂનાગઢ *સમય:* સવારે 6:30 થી 9:30 #YogaDay #Event #Girveda #AapduJunagadh
17 Jun 2026
Reelsવિશ્વ યોગ દિવસ નિમિત્તે Girveda & Team Aapdu Junagadh લઈને આવી રહી છે એક વિશિષ્ટ વેલનેસ અનુભવ... “From Breath To Breakfast” આ યોગ દિવસની ઉજવણીમાં હશે - - પ્રાકૃતિક વાતાવરણમાં યોગ અનુભવ - પ્રાણાયામ અને બ્રેથવર્ક અંગે માર્ગદર્શન - ફાર્મ ફ્રેશ સાત્વિક નાસ્તાની મજા પ્રાકૃતિક વાતાવરણમાં યોગ દિવસની વિશિષ્ટ ઉજવણીનો ભાગ બનીએ, ઉપરોક્ત ઇમેજમાં આપેલા QR દ્વારા આપનું રજીસ્ટ્રેશન કરાવી અથવા 9510812000 નંબર પર વોટ્સએપ દ્વારા તમારું રજિસ્ટ્રેશન કરાવીને આ ઇવેન્ટનો ભાગ બનો. *તારીખ: 21 જૂન, 2026 *સ્થળ: ગિરવેદા વાટિકા, નોબલ યુનિવર્સિટીની બાજુમાં, બામણગામ, જૂનાગઢ. *સમય: સવારે 6:30 થી 9:30 સંપર્ક:9510812000 #YogaDay #Event #Girveda #AapduJunagadh
17 Jun 2026
Reelsબીલખા રોડ અને ખડીયા નજીક ધોળા દિવસે ડાલામથ્થા સિંહે બિન્દાસ અંદાજમાં લટાર મારી હતી. જંગલના રાજા રસ્તા પરથી પસાર થઈને ૬ ફૂટ ઊંચી દિવાલ પર આસાનીથી છલાંગ લગાવતા કેમેરામાં કેદ થયા છે. ગઈકાલે પાદરીયા નજીક પણ સિંહ દેખાયો હોવાની ચર્ચા વચ્ચે, વનરાજની આ શાહી લટારનો લાઈવ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે… . #AJNews #AapduJunagadh #Lion #ViralVideo #JunagadhUpdate
17 Jun 2026
Reelsબિઝનેસથી લઈને ‘Activist Mango Farmer’ બનવા સુધીની સફર! 🚀🌱 Girveda પોડકાસ્ટના આ નવા એપિસોડમાં સાંભળો Mr. Dhruv Sojitra (@farmingwithdhruv ) ની પ્રેરણાદાયક વાત, જેમણે કોરોનાકાળના પડકારોને પાર કરીને ખેતીને એક નવો જ આયામ આપ્યો છે. 🥭 આવનારી પેઢી માટે ખેતી કેમ જરૂરી છે અને માટી સાથેનો આપણો અસલી સંબંધ શું છે? જાણવા માટે જુઓ આ ખાસ સંવાદ. 🎙️ ▶️ સંપૂર્ણ વિડીયો Girveda ની YouTube ચેનલ પર લાઈવ છે. (Link in Bio) #Girveda #AapduJunagadh #FarmingWithDhruv #GirvedaPodcast #GujaratiPodcast
17 Jun 2026
Postsઆજે તા.17 જૂન, 2026 (બુધવાર) આજની તિથી: જેઠ સુદ ત્રીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
17 Jun 2026
Postsઆ ઋતુ દરમિયાન ખવાતાં રાવણા માત્ર ઋતુગત ફળ નથી રહ્યાં, કુદરતી સ્વાદ ધરાવતાં આ ફળ ખેડૂતો માટે બની રહી છે આ એક આવકની નવી આશા... આવો જાણીએ સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ!
16 Jun 2026
Reelsअगर जूनागढ़ में घूमने आ रहे हैं तो ये तीन जगह ज़रूर देखें⛰️🌧️ #monsoon #girnarhill #datarhill #aapdujunagadh
16 Jun 2026
Postsઆજે તા.16 જૂન, 2026 (મંગળવાર) આજની તિથી: જેઠ સુદ બીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
16 Jun 2026
Reelsદર વર્ષે 15 જૂનથી બંધ થતી ગીર સફારી આ વર્ષે ચોમાસું મોડું પહોંચતાં 22 જૂન સુધી ચાલુ રહેશે. એટલે કે, સિંહ દર્શનનો રોમાંચ માણવા માટે પ્રવાસીઓને મળ્યા વધુ 7 દિવસ! 23 જૂનથી ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ચોમાસાકાળ દરમિયાન બંધ રહેશે, જ્યારે 22 જૂને સિઝનની અંતિમ સફારી યોજાશે. #GirNationalPark #GirSafari #AsiaticLions #Junagadh
15 Jun 2026
Reelsઆ પાવન અવસરે Damodar Kund ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. ૩૯ વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ સર્જાતા દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. પવિત્ર સ્નાન, તર્પણ અને પૂજાઅર્ચના માટે હજારો ભાવિકો આસ્થાના આ પવિત્ર ધામે ઉમટી પડ્યા. #DamodarKund #SomvatiAmavasya #Junagadh #SpiritualJourney
15 Jun 2026
Reelsઅધિક પુરુષોત્તમ માસના અંતિમ દિવસે અને સોમવતી અમાસના પવિત્ર સંયોગે જૂનાગઢના ઐતિહાસિક દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ હજારો ભક્તોએ કુંડમાં પવિત્ર સ્નાન કરી અને મોક્ષ પીપળે જળ અર્પણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભક્તોની ભારે ભીડને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. . #AJNews #AapduJunagadh #DamodarKund #JunagadhUpdate
15 Jun 2026
Postsઆજે તા.15 જૂન, 2026 (સોમવાર) આજની તિથી: અધિક જેઠ વદ અમાસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
15 Jun 2026
Postsપૂર્ણ પવિત્ર પુરુષોત્તમ માસનો આજે અંતિમ દિવસ, સોમવતી અમાસ... આ સમગ્ર મહિના દરમિયાન "અધિક માસનો અધિક મહિમા" અંતર્ગત અમે આ અધિક માસ સાથે જોડાયેલા ધાર્મિક મહાત્મય, પ્રચલિત દંતકથાઓ તેમજ અનેક પુરુષોત્તમ મહિમાઓ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, આજના આ દિવસે આવો જાણીએ સોમવતી અમાસનું મહાત્મ્ય... #AJ #AapduJunagadh #AdhikMaas #Amavasya
15 Jun 2026
Reelsજૂનાગઢવાસીઓ માટે રવિવારની સાંજ એટલે ભવનાથ જ્યાં આખાય અઠવાડિયાનો થાક જાણે એક જ દિવસમાં ઉતરી જાય સાચું ને?? #bhavnath #sundayevening #aapdujunagadh
14 Jun 2026
Reelsનરસિંહ મહેતા ચોરાની પૌરાણિક કથાઓ વિશે ચાલો જાણીએ. . . . . #narsinhmehta #aapdujunagadh #itihas #jayshreekrishna
14 Jun 2026
Postsઆજે તા.14 જૂન, 2026 (રવિવાર) આજની તિથી: અધિક જેઠ વદ ચૌદશ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
14 Jun 2026
Postsઆ સમગ્ર પવિત્ર મહિના સુધી આપણે અનેક લોકવાયકાઓ, સંવાદો વિશે જાણી રહ્યાં છીએ ત્યારે આવો આજના દિવસે રાજા અંબરીષ અને દુર્વાસા ઋષિના સંવાદ અંગે માહિતગાર થઈએ... #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
14 Jun 2026
Reelsજુનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા કાળવા ચોક, આઝાદ ચોક અને એમ.જી. રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજવામાં આવી હતી. ખાસ કરીને સાંજના સમયે એમ.જી. રોડ પર સર્જાતી ટ્રાફિક જામની સ્થિતિને લઈને પોલીસે આડેધડ વાહન પાર્ક કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ વેપારીઓને પણ ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક ન કરાવવા સખત ચેતવણી આપી છે. . #AJNews #AapduJunagadh #Traffic #JunagadhUpdate #JunagadhPolice
13 Jun 2026
Reelsજૂનાગઢમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ-2’ અંતર્ગત કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો. કુલ ૬૬ લોકોને નિશાન બનાવી ગરીબોના નામે બેંક ખાતા ખોલાવી રૂ. ૩૯ કરોડથી વધુની ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને જૂનાગઢ SOGએ દબોચી લીધા. કુલ ૧૮ સામે ગુનો નોંધી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તપાસનો ધમધમાટ તેજ કરાયો… . #AJNews #AapduJunagadh #CyberFraud #JunagadhPolice #JunagadhUpdate
13 Jun 2026
Reelsખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળને વન વિભાગે સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે સીમર એનિમલ કેર સેન્ટર ખસેડ્યું. કુકસવાડા વિસ્તારમાં ફરી એકવાર વન્યજીવો પ્રત્યે સતર્ક રહેવાની જરૂરિયાત સામે આવી છે. સદનસીબે રેસ્ક્યુ કરાયેલું સિંહબાળ સંપૂર્ણ તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું. #LionRescue #WildlifeConservation #ForestDepartment #GirForest
13 Jun 2026
Reelsએવી લોકમાન્યતા છે કે જેમના સ્વજનોની અસ્થિઓ ગંગાજી સુધી પહોંચાડી શકાતી નથી, તેઓ જો દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન કરે તો ગંગાસ્નાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડના આ આધ્યાત્મિક મહિમાને જાણીએ. #DamodarKund #aapdujunagadh #SpiritualHeritage #FaithAndTradition
13 Jun 2026
Postsઆજે તા.13 જૂન, 2026 (શનિવાર) આજની તિથી: અધિક જેઠ વદ તેરસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
13 Jun 2026
Postsદ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણનો આ એક સંવાદ અધિક માસના ધાર્મિક મર્મ અંગે પ્રેરણાદાયક સાબિત થાય તેમ છે, તેરસના આ પવિત્ર દિવસે જાણીએ આ મહાત્મય વિશે વધુ માહિતી... #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
13 Jun 2026
Reelsપ્લાનમાં કંઈ ફેરફાર નથી… વરસાદ આવે એટલે ગિરનાર નીકળી જ જવાનું છે. 🌧️⛰️ ગિરનારના ધોધ, વાદળોની ચાદર અને પ્રકૃતિની વચ્ચે મનને મળતી શાંતિનો આનંદ જ કંઈક અલગ હોય છે. બસ હવે રાહ છે પહેલી વરસાદી ઝાપટાની…! #Girnar #MonsoonVibes #Junagadh #AapduJunagadh
12 Jun 2026
Reelsવાવણી તમે ઘણી રીતની જોઈ હશે… બળદથી, ટ્રેક્ટરથી… પરંતુ હવે ખેતીમાં GPS ટેક્નોલોજીનો પણ પ્રવેશ થઈ ગયો છે. 🚜📍 આધુનિક ટેક્નોલોજી કેવી રીતે ખેડૂતોનું કામ વધુ સરળ, ઝડપી અને ચોકસાઈભર્યું બનાવે છે, ચાલો જાણીએ GPS આધારિત વાવણી વિશે. #GPSવાવણી #આધુનિકખેતી #કૃષિટેક્નોલોજી #ખેડૂતશક્તિ #aapdujunagadh
12 Jun 2026
Postsઆજે તા.12 જૂન, 2026 (શુક્રવાર) આજની તિથી: અધિક જેઠ વદ બારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
12 Jun 2026
Postsપવિત્ર પુરુષોત્તમ માસ હવે પૂર્ણ થવાં જઈ રહ્યો છે ત્યારે દાનના મહિમા વિશે માહિતગાર થઈએ. આવો આજના દિવસે જાણીએ વણિક શેઠની કથા અંગે વધુ માહિતી... #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
12 Jun 2026
Reelsકેશોદ એરપોર્ટ બનશે સૌરાષ્ટ્રના વિકાસની નવી ઉડાન • રૂ. ૩૬૩ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનું થશે આધુનિકીકરણ • રનવે ૧૩૭૧ મીટરથી વધીને ૨૫૦૦ મીટર સુધી થશે વિસ્તૃત • કાર્ગો સુવિધાથી કેસર કેરી સહિતના ફળોના નિકાસને મળશે વેગ • પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટથી સ્થાનિક યુવાનો માટે ખુલશે નવી કારકિર્દીની તકો • સોમનાથ, ગીર, ગીરનાર અને દ્વારકા સુધી પ્રવાસીઓની પહોંચ બનશે વધુ સરળ #keshodairport #upgrade #aapdujunagadh
11 Jun 2026
Reelsબાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીના શબ્દોમાં જૂનાગઢની આધ્યાત્મિક મહિમા… “એક એવી ભૂમિ… જ્યાં જવાની ઇચ્છા દરેક ભક્તના હૃદયમાં જાગે. ભગવતીની કૃપા, દત્તાત્રેય ભગવાનની તપોભૂમિ અને ગુરુ ગોરખનાથજીના ધૂણાથી પવિત્ર બનેલું આપણું જૂનાગઢ… માત્ર એક શહેર નહીં, પરંતુ આસ્થા, સાધના અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે. ❤️🚩” #AapduJunagadh #Girnar #Junagadh #SpiritualJunagadh
11 Jun 2026
Reelsબસ થોડા જ દિવસોમાં જૂનાગઢ ફરી હરિયાળીની ચાદર ઓઢી લેશે… 🌿 ધોધમાર ઝરણાંથી સજ્જ ગિરનાર, વાદળોની વચ્ચે ખોવાયેલું સૌંદર્ય અને ચોમાસાની મનમોહક ઠંડક… આ નજારો જોવા માટે હવે રાહ માત્ર થોડા દિવસોની જ છે. ☁️⛰️💚 #Junagadh #Girnar #MonsoonMagic #AapduJunagadh
11 Jun 2026
Postsઆજે તા.11 જૂન, 2026 (ગુરૂવાર) આજની તિથી: અધિક જેઠ વદ અગિયારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
11 Jun 2026
Postsઅધિક માસમાં કરેલું જપ, દાન તેમજ પુણ્ય વૈકુંઠ વાસ કરાવે છે તેમ લોકવાયકા મુજબ કહેવાતું આવ્યું છે, અગિયારસના પવિત્ર દિવસે જાણીએ આ વિશે વધુ માહિતી... #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
11 Jun 2026
Postsદક્ષિણ કોરિયામાં વિશ્વનું પહેલું sustainable floating city એટલે કે તરતું શહેર તૈયાર થવા જઈ રહ્યું છે, ભવિષ્યમાં વધતાં દરિયાઈ જળસ્તર સામે આ પ્રોજેક્ટ માનવજાત માટે એક નવી આશા પૂરવાર કરશે તેમ માનવામાં આવે છે, જાણીએ આ અંગે વધુ માહિતી... જણાવો આ વિશે આપના opinions કોમેન્ટ બોક્સમાં! #AJ #AapduJunagadh #OceanixCity #FirstFloatingCity
10 Jun 2026
Reelsથેલેસેમીયા દર્દીઓ માટે રાહતના સમાચાર… જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે થેલેસેમીક્સ ગુજરાત અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક HLA ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બજારમાં હજારો રૂપિયાનો ખર્ચ થતો આ ટેસ્ટ હવે યોગ્ય પાત્રતા ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. 20 જૂન, 2026 પહેલા ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહીતી માટે સવારે ૧૦ થી સાંજે ૦૬ દરમીયાન નીચે જણાવેલ સ્ટાફનો કોન્ટેક કરવાનો રહેશે. (૧) તારીકાબેન તરબાડા (૭૯૯૦૭ ૭૧૨૦૭) (૨) જ્યોતીબેન સોલંકી (૮૨૦૦૨ ૭૭૫૮૭) (૩) શૈવલ ગાંધી (૯૯૦૯૨ ૮૭૯૯૬) #Junagadh #Thalassemia #HLATest #AapduJunagadh
10 Jun 2026
Reelsગિરનારથી દરિયાઈ પટ્ટી સુધી તૃણાહારી પ્રાણીઓની મેગા ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ૨૦૦થી વધુ વનકર્મીઓ અને નિષ્ણાતોએ આધુનિક ટેકનોલોજીની મદદથી વન્યજીવોની વસ્તીનો અભ્યાસ કર્યો. હવે સૌની નજર સત્તાવાર આંકડાઓ પર છે, જે ગિરનારના સમૃદ્ધ વન્યજીવનનું સાચું ચિત્ર રજૂ કરશે. 🦌🌿🦚 #Girnar #Junagadh #WildlifeCensus #ForestDepartment
10 Jun 2026
Reelsઉનાળાની રજાઓ હવે પૂરી થવાની તૈયારીમાં છે… 📚✨ બુક સ્ટોરની શેલ્ફ પર રાખેલા આ જૂના પુસ્તકો માત્ર પુસ્તકો નથી, પણ તેમાં છુપાયેલી છે વિદ્યાર્થીઓની યાદો, મિત્રતા, પરીક્ષાની ચિંતા અને સ્કૂલના સુંદર દિવસો… અહીં ઘણા વિદ્યાર્થીઓ પોતાના જૂના પુસ્તકો Exchange કરે છે, જેથી કોઈ બીજા વિદ્યાર્થીના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સરળ બની શકે. હવે થોડા જ દિવસોમાં ફરી વાગશે સ્કૂલની ઘંટડી, ફરી મળશે મિત્રો, ફરી શરૂ થશે હોમવર્ક અને નવી યાદોની સફર… ❤️📖 તમારા માટે સૌથી યાદગાર સ્કૂલ મેમરી કઈ છે? Comment માં જરૂર જણાવજો. #SchoolDays #BookExchange #StudentMemories #aapdujunagadh
1 Jun 2026
Postsઆજે તા.01 જૂન, 2026 (સોમવાર) આજની તિથી: અધિક જેઠ વદ એકમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
1 Jun 2026
Postsવાલ્મિકી ઋષિ અને રાજા દ્રઢધન્વા વચ્ચે થયેલો સંવાદ આ પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મય અંગે અતિ મહત્વ ધરાવે છે તેમ કહેવાય છે, ત્યારે આજે જાણીએ આ વિશિષ્ટ સંવાદ સરળ શબ્દોમાં... #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
1 Jun 2026
Reelsશિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, તે જીવન જીવવાની એક કળા છે! 🎓 SET મહિલા કોલેજમાં અમે દીકરીઓને માત્ર ભણાવતા જ નથી, પરંતુ તેમને આત્મનિર્ભર અને ભવિષ્યની લીડર બનાવવા માટે તૈયાર કરીએ છીએ. ચાલો, સાથે મળીને કરીએ સક્ષમ ભારતનું નિર્માણ! ✨ 📍 સરનામું: વડલા ફાટક, જૂનાગઢ 📞 સંપર્ક: +91 70164 32032 #SETMahilaCollege #WomensEducation #EmpoweredWomen #EducationForFuture #aapdujunagadh
31 May 2026
Reelsઆ વરસાદ પડતા જ જાણે આખોઈ ગિરનાર સ્વર્ગ બની જાય 😍⛰️ #firstrain #monsoon #girnar #aapdujunagadh
31 May 2026
Posts"અધિક માસનો અધિક મહિમા" અંતર્ગત આજ રોજ પૂનમના દિવસે આવો પ્રચલિત ગજેન્દ્રમોક્ષની કથા વિશે જાણીએ... ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી આ કથા વિશે વધુ માહિતગાર થઈએ! #AJ #AapduJunagadh #AdhikMaas #Stories
31 May 2026
Postsવર્ષ દરમિયાન જોવા મળતી ઐતિહાસિક ખગોળીય ઘટનાઓ અનેક વૈજ્ઞાનિક તથ્યો સાથે જોડાયેલી હોય છે, આજ રોજ 31 મે 2026ના દિવસે સમગ્ર રાજ્યમાં "Blue Moon" જોવા મળશે... મેળવીએ વધુ વિશેષ જાણકારી આ ખગોળીય ઘટના વિશે! #AJ #AapduJunagadh #BlueMoon #AstronomicalEvent
31 May 2026
Reelsપરિવાર સાથે સ્વાદિષ્ટ અને ભરપૂર જમવાનો પ્લાન છે? તો એક વાર જરૂર મુલાકાત લો The Grand Patel Restaurant ની! ✨ 2007 થી જૂનાગઢના લોકોના વિશ્વાસ અને સ્વાદનું પ્રિય સ્થળ, હવે Ground Floor સાથે વિશાળ First Floor Seating ની સુવિધા સાથે તૈયાર છે તમારા Family Dinner, Birthday Celebration અને Special Moments માટે. અહીં મળશે સ્વાદિષ્ટ ગુજરાતી થાળી, જૂનાગઢની પ્રખ્યાત Bahubali Thali, Punjabi, Chinese, Pizza, Sandwich અને Continental સહિત અનેક Delicious Dishes. 📞 9879320113 | 9512744960 📍 Location: Opp. Sakkarbaug Zoo, Junagadh #JunagadhFood #TheGrandPatel #FamilyDining #FoodLovers
30 May 2026
Reelsઈતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ… આ છે આપણું ગૌરવશાળી જૂનાગઢ. #aapdujunagadh #drone #beauty #nature
30 May 2026
Postsઅથાણું માત્ર કોઈ ખાદ્ય સામગ્રી નહીં, એ તો રસોડાની ઓળખ રહ્યાં છે. પેઢી દર પેઢી સચવાયેલા અનુભવ, પ્રેમ અને પરંપરાનો સ્વાદ રહ્યાં છે, જાણીએ એ જ પ્રાચીન પદ્ધતિઓ વિશે વધુ માહિતી... #AJ #AapduJunagadh #Pickle #Tradition
30 May 2026
Reelsચોમાસું શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા અને ગટરની હાલત હજુ પણ ચિંતાજનક છે. તૂટેલા રસ્તાઓ અને બિસ્માર ગટરોને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવા અને અકસ્માતોની શક્યતા વધી શકે છે. શું ચોમાસા પહેલાં તંત્ર જાગશે કે પછી ફરી એકવાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? #aapdujunagadh #Monsoon2026 #RoadIssue #LocalNews
30 May 2026
Reelsગીરમાં સિંહોના શંકાસ્પદ મોત બાદ હવે ગિરનાર વનતંત્ર પણ હાઈ એલર્ટ મોડમાં… સિંહો અને સિંહબાળની સુરક્ષા માટે 24 કલાક ઇન્ટેન્સિવ મોનિટરિંગ, દુર્ગમ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સતત આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા ડી-વોર્મિંગ, ડી-ટીકિંગ સહિતની નિવારક કામગીરી તેજ કરવામાં આવી છે. હાલ કોઈ ગંભીર બીમારીના લક્ષણો સામે આવ્યા નથી, છતાં સિંહોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તંત્ર સતત સતર્ક છે. #Girnar #LionConservation #Junagadh #ForestDepartment
30 May 2026
Reelsજૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતી સફાઈ કર્મચારીઓની હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે. વેતન, PF, ESI અને એરિયર્સ જેવા પ્રશ્નોને લઈને કોન્ટ્રાક્ટ એજન્સી સામે આક્રોશ વ્યક્ત કરી રહેલા કામદારોની રજૂઆત બાદ, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરની મધ્યસ્થતાથી મામલો થાળે પડ્યો છે. આજથી ભવનાથ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે… . #AJNews #AapduJunagadh #Bhavnath #Cleaning #JunagadhUpdate
28 May 2026
Reelsઉનાળાની ગરમીમાં જૂનાગઢ પોસ્ટ ઓફિસ સ્ટ્રીટ બની ગઈ છે ફળપ્રેમીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન, રસદાર કેરી, મીઠી લીચી, તાજા રાવણા અને ઓરેન્જથી આખી ગલી મહેકી ઉઠી છે 😍 આવો અને માણો સમરની સાચી ટેસ્ટ! ☀️ #Junagadh #SummerFruits #PostOfficeStreet #FruitLovers
28 May 2026
Postsઆજે તા.28 મે, 2026 (ગુરૂવાર) આજની તિથી: અધિક જેઠ સુદ બારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
28 May 2026
Posts"અધિક માસનો અધિક મહિમા" અંતર્ગત જાણીએ આ મહિના દરમિયાન ગીતા પાઠનું ધાર્મિક મહાત્મય... ગીતા પાઠના અલૌકિક મહત્વ વિશે માહિતગાર થઈએ! #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
28 May 2026
Reelsપદ્મશ્રી હાજીભાઈ રમકડુંનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત, શહેરભરમાં ફુલેકા સાથે લોકોમાં જોવા મળ્યો આનંદ અને ગૌરવનો માહોલ. #Junagadh #PadmaShri #HajibhaiRamkadu #Gujarat
27 May 2026
Reelsજૂનાગઢના ભવનાથમાં સફાઈ કામદારોની હડતાલ! ૧૦ વર્ષથી સેવા આપતા કામદારોએ કોન્ટ્રાક્ટ એજન્સી પર શોષણના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પીએફ કપાત છતાં ખાતામાં જમા ન થવી અને ૧૨ કલાક કામ કરાવી પૂરું વેતન ન મળતા કલેક્ટર કચેરીએ ન્યાયની ગુહાર લગાવી છે. જ્યાં સુધી ઉકેલ નહીં, ત્યાં સુધી સફાઈ કામગીરી ઠપ્પ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. . #AJNews #AapduJunagadh #Bhavnath #Strike #JusticeForWorkers LocalIssue
27 May 2026
Postsનોબલ યુનિવર્સિટીમાં BCA, B.Sc. IT અને B.Tech જેવા કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવામાં આવશે. . - નોબલ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ અને ટેક્નોલોજીમાં વધુ સક્ષમ બનાવવા માટે આ ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. - યુનિવર્સિટીમાં BCA, B.Sc. IT અને B.Tech જેવા IT અને ટેક્નોલોજી આધારિત કોર્સમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવામાં આવશે. - વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ લર્નિંગ અને ડિજિટલ સ્કિલ્સ મજબૂત બને તેમજ તેઓ પ્રોગ્રામિંગ, પ્રોજેક્ટ્સ અને ઓનલાઇન લર્નિંગ સરળતાથી કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. - માર્ગદર્શન અને હેલ્પલાઇન માટે 9824299961 પર કોલ કરીને એડમિશન કાઉન્સેલિંગ માટે વધુ માહિતી મેળવી શકાશે. - રૂબરૂ મુલાકાત માટેના સ્થળો: 1. સિટી કેમ્પસ: આંબાવાડી (જોષીપરા), જૂનાગઢ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની તદન નજીક. 2. મુખ્ય કેમ્પસ: ભેંસાણ રોડ, જૂનાગઢ. . #AJNews #AapduJunagadh #NobleUniversity #FreeLaptop #JunagadhUpdate
27 May 2026
Postsઆજે તા.27 મે, 2026 (બુધવાર) આજની તિથી: અધિક જેઠ સુદ અગિયારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
27 May 2026
Postsકહેવાય છે કે આ સમગ્ર માસ ઈશ્વરની આરાધના અને સેવાભાવને સમર્પિત છે, આ માસ દરમિયાન કરેલું ધાર્મિક કાર્ય અત્યંત ફળદાયી છે. આજે "અધિક માસનો અધિક મહિમા" અંતર્ગત આવો સમજીએ ભાગવત પારાયણ, કથા કે સપ્તાહનું વિશેષ મહત્વ... #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
27 May 2026
Reelsજૂનાગઢ ગ્રોફેડ ખાતે નવા મીટર ગેજ સ્ટેશનને મળી લીલીઝંડી ✅ હવે ટ્રાફિક જામથી મળશે મોટી રાહત અને શહેરને મળશે વધુ આધુનિક રેલવે સુવિધાઓ 🔥 #Junagadh #RailwayUpdate #TrafficRelief #GujaratNews
26 May 2026
Reelsતમે ભલે શહેર બદલ્યું હશે, પણ તમારી યાદો આજે પણ અહીં જ છે! ✨🍃 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું એ ગ્રીન કેમ્પસ, જ્યાં દરરોજ સવારે પક્ષીઓનો કલરવ અને તાજી હવાનો અહેસાસ હજુ પણ એવો જ છે. ગલીઓમાં વીતેલી એ સવાર, મિત્રો સાથેની એ વાતો અને કેમ્પસની એ શાંતિ... બધું જ અહીં તમારી રાહ જોઈ રહ્યું છે. શું તમને પણ અહીં વીતાવેલી સવારની યાદ આવે છે? કોમેન્ટમાં જણાવો! #JAU #JunagadhAgriculturalUniversity #Memories #Nostalgia #aapdujunagadh
26 May 2026
Reelsજૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક રહીશો અને વિપક્ષના નેતાઓનો આરોપ છે કે મુખ્ય વોંકળાઓ અને ગટરો હજુ પણ કચરાથી ભરેલી પડી છે, જ્યારે તંત્રના દાવા મુજબ માત્ર ૩૦% જેટલી જ કામગીરી પૂર્ણ થઈ છે. ઠેર-ઠેર ખોદાયેલા રસ્તાઓ, અધૂરી સફાઈ અને જર્જરિત ઇમારતોને કારણે આ ચોમાસે પણ જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. . #AJNews #AapduJunagadh #PreMonsoon #JuMC #JunagadhUpdate
26 May 2026
Postsજૂનાગઢમાં શાસ્ત્રીય નૃત્યની અદ્ભુત સાંજ, કલાકારોએ મંચ પર બાંધ્યો કલાનો મહોલ રવિવારે શ્રી ગાયત્રી મંદિર પરિસર ખાતે યોજાયેલા “નૃત્ય દર્પણ” કાર્યક્રમમાં ભરતનાટ્યમ અને કથક જેવી ભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિઓએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા 💃🎭 દેશના જાણીતા કલાકારો અને યુવા શિષ્યોની રજૂઆત સાથે જૂનાગઢમાં સંસ્કૃતિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો . #kathak #indiandance #sanskriti
26 May 2026
Reelsજૂનાગઢમાં PGVCLની મેગા ડ્રાઈવ; વહેલી સવારથી જ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ ૩૨ ટીમોએ જુદા જુદા વિસ્તારોમાં ૪૦૧ કનેક્શનોની તપાસ હાથ ધરી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરાયેલી આ કાર્યવાહીમાં વીજ ચોરીના ૬૬ કેસ ઝડપીને અંદાજે ₹૩૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને ‘પીએમ સૂર્ય ઘર યોજના’ અપનાવવા અપીલ કરાઈ છે. . #AJNews #AapduJunagadh #PGVCL #JunagadhUpdate
26 May 2026
Postsઆજે તા.26 મે, 2026 (મંગળવાર) આજની તિથી: અધિક જેઠ સુદ અગિયારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
26 May 2026
Postsપવિત્ર અધિક માસ દરમિયાન સેવા અને દાનનું અનેરું મહત્વ રહેલું છે, આ મહિનામાં કરાયેલ અન્નદાન અનેક ગણું ફળ આપે છે. જાણીએ આ વિશે વધુ માહિતી... #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
26 May 2026
Reelsરાયજીબાગ જેવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં… જ્યાં મળે શાંતિ, પ્રાઇવસી અને એક સારો પાડોશ ❤️ Noble Paradise ના 3 & 4 BHK Premium Apartments હવે Junagadh માં ✨ 📍 Rajjibaug, Near Laxminarayan Mandir, Moti Baug, Junagadh 📞 9824187900, 96878 24151 #NobleParadise #Junagadh #3BHK #4BHK
25 May 2026
Reelsજૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ૩૨માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરના ૪૭ અનુભવી આગાહીકારોના વિશ્લેષણના આધારે આગામી ચોમાસાનું મહત્વનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ચોમાસું ૧૦ થી ૧૨ આની એટલે કે લગભગ ૭૫% જેટલું સામાન્ય અને સારું રહેવાની સંભાવના છે, જેમાં કુલ ૫૬ દિવસ વરસાદ વરસશે. ચોમાસાનો વિધિવત પ્રારંભ જૂન મહિનાના બીજા સપ્તાહમાં થશે અને ખેડૂતો માટે જૂનના બીજા તેમજ છેલ્લા સપ્તાહમાં એમ બે તબક્કામાં વાવણીના ઉત્તમ યોગ બનશે, જ્યારે ૧૫ ઓક્ટોબરથી મેઘરાજા સંપૂર્ણપણે વિરામ લેશે. . #AJNews #AapduJunagadh #Rain #JAU #Forecast
25 May 2026
Postsઆજે તા.25 મે, 2026 (સોમવાર ) આજની તિથી: અધિક જેઠ સુદ નોમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
25 May 2026
Postsઆ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ગૃહ પ્રવેશ અથવા વાસ્તુ પૂજન જેવા કાર્યો ટાળવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ સાથે જોડાયેલા ધાર્મિક મર્મ વિશે...જો આપ આ સિવાય અન્ય કોઈ ધાર્મિક મહત્તમ જાણતાં હો તો અચૂક કોમેન્ટ બોક્સમાં જણાવજો! #AJ #AapduJunagadh #AdhikMaas #Importance
25 May 2026
ReelsJunagadh માં comfortable, peaceful ane premium stay માટે perfect destination — Hotel Divine ✨ Prime location, spacious rooms with Sitting And Standing balcony facilities અને safe environment સાથે તમારો stay બનશે એકદમ relaxing 😍🛏️ 📞 Contact: 99793 88643 📍 Address: 402, Dasaram Prime 5, Chobari Fatak, Zanzarda Road, Junagadh. #HotelDivine #Junagadh #HotelStay #LuxuryStay
24 May 2026
Reels ડિજિટલ યુગમાં એક અલગ અને સકારાત્મક પહેલ! ✨ આજના સમયમાં મોબાઈલની લત દરેક ઘરની સમસ્યા બની ગઈ છે, પરંતુ શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢ લઈને આવ્યું છે એક અનોખો ‘મોબાઈલ ફ્રી કેમ્પસ’ કન્સેપ્ટ. જ્યાં ટેકનોલોજીના બદલે શિક્ષણ, સંસ્કાર, અને એકબીજા સાથેના સંબંધો પર ભાર મૂકવામાં આવે છે. અહીં દીકરીઓ મોબાઈલ વગરના વાતાવરણમાં કેવું સુંદર જીવન જીવે છે અને કેવી રીતે પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે, તે આ વિડિયોમાં જુઓ! 🎓 અહીં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો: ગ્રેજ્યુએશન: B.A., B.Com., B.B.A., B.C.A., B.Sc. પોસ્ટ-ગ્રેજ્યુએશન: M.A. (Psychology), M.Com., M.Sc. (Chemistry & Microbiology) અન્ય: B.Ed., P.T.C. (D.El.Ed.), Diploma in Yoga તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો: 📍 સરનામું: વડલા ફાટક, જૂનાગઢ 📞 સંપર્ક નંબર: +91 70164 32032 🌐 વેબસાઇટ: www.seteducation.in #Education #GirlsEducation #MobileFreeCampus #ShriSaurashtraEducationTrust
24 May 2026
PostsTell us you're junagadhi without telling you're junagadhi! Guess the place from the images and share your answer in comments, yaad rahe WRONG ANSWERS ONLY...😜💯 #AJ #AapduJunagadh #GuessthePlace #WrongAnswers
5 May 2026
Postsઆજે તા.05 મે, 2026 (મંગળવાર) આજની તિથી: વૈશાખ વદ ચોથ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
5 May 2026
ReelsTapasvi Classes દ્વારા 100% પરિણામ સાથે ધોરણ-12th કોમર્સમાં ધુરંધર સિદ્ધિ—13 A1 ગ્રેડ ટોપર્સ સાથે જુનાગઢમાં ગૌરવ વધાર્યું. Admission Open For Std.10th,11th & 12th Commerce/Arts ( Guj./ Eng. Medium) & CA Contact For Admission:-9408575656 Branch: 1)Above Santoor Restaurant,MG Road. 2)Nobel Star,joshipura. 3)Alpha school- Motibaug. 4)Alpha International- Madhuram. #TapasviClasses #aapdujunagadh #100PercentResult #EducationSuccess
4 May 2026
Reelsજૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં ₹6.60 કરોડના ખર્ચે સોસાયટીઓમાં જનભાગીદારીથી વિકાસકાર્યો અને ભવનાથ માર્ગ પર ₹4.50 કરોડના ખર્ચે આધુનિક ‘સ્ટ્રીટ ફૂડ હબ’ બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. આ સાથે જ રસ્તાના કામોમાં ગુણવત્તા જળવાય તે માટે ક્વોલિટી કંટ્રોલની સેવાઓ લેવા અને વિવિધ કેડરમાં દિવ્યાંગો માટે ભરતી પ્રક્રિયાના સિલેબસને પણ મંજૂરી આપીને શહેરના આંતરમાળખાગત સુધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. . #AJNews #AapduJunagadh #JuMC #JunagadhUpdate #StandingCommittee
4 May 2026
Reelsજૂનાગઢ શહેરમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે એક લાખ ઘરવપરાશના ગ્રાહકોના જૂના મીટરો તબક્કાવાર બદલીને નવા ડિજિટલ મીટર લગાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં પસંદગીના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કામગીરી ચાલી રહી છે. નવી સિસ્ટમથી વીજ વપરાશ અંગે વધુ સ્પષ્ટતા અને પારદર્શિતા મળશે, તેમજ મોબાઇલ એપ દ્વારા ગ્રાહકો પોતાનો વપરાશ સરળતાથી ટ્રેક કરી શકશે. #aapdujunagadh #SmartMeter #PGVCL #DigitalIndia
4 May 2026
Postsઆજે તા.04 મે, 2026 (સોમવાર) આજની તિથી: વૈશાખ વદ ત્રીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
4 May 2026
Postsઉનાળાની સિઝનમાં અથાણાં બનાવવામાં કેરીની સાથોસાથ ગુંદાનો પણ બહોળો ઉપયોગ થતો હોય છે, જાણીએ તપતી ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપતાં આ દેશી સુપરફૂડ વિશે... #AJ #AapduJunagadh #Gunda #HealthBenefits
3 May 2026
Reelsહવે જૂનાગઢમાં સર્વાઇવ થવા આ ટેક્નિક જરૂરી! 🥵💦 AI પણ કહે છે—ગરમી સામે હવે નવું લેવલ અપગ્રેડ જોઈએ! 😅🔥 #aapdujunagadh #heatwaves
3 May 2026
Reelsદીકરીના ભવિષ્ય માટે સાચો નિર્ણય… 🎓 સુરક્ષા, સંસ્કાર અને ઉત્તમ શિક્ષણ — એક જ કેમ્પસમાં! Shri Saurashtra Education Trust છેલ્લા 40 વર્ષથી દીકરીઓના સપનાઓને આપી રહ્યું છે મજબૂત દિશા 💫 📞 Mo. 70164 32032 📍 Address: Vadla Fatak, Junagadh #Junagadh #GirlsEducation #SecureFuture #AapduJunagadh
3 May 2026
Reelsતમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ પસંદગી — આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ! દર વર્ષે ધોરણ 10ના પરિણામમાં જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમે આવતી વિશ્વસનીય સંસ્થા 💯 નર્સરી થી ધો.10 સુધી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સાથે હવે ધો.11-12 કોમર્સ પણ શરૂ 📚 ✨ સુવિધાઓ: સ્માર્ટ ક્લાસરૂમ | કોમ્પ્યુટર લેબ | વિશાળ પ્લે ગ્રાઉન્ડ | કિડ્સ ઝોન | સ્કૂલ બસ | હોસ્ટેલ સુવિધા 🏡 હોસ્ટેલમાં શાંત વાતાવરણ સાથે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા 📍 સરનામું:- ટીંબાવાડી બાયપાસ, મધુરમ, જૂનાગઢ 📞 મો. 84015 67439 / 79906 79829 આજે જ મુલાકાત લો અને તમારા બાળકનું એડમિશન નિશ્ચિત કરો! #AlphaInternationalSchool #JunagadhEducation #BestSchoolJunagadh #AdmissionOpen
2 May 2026
Reelsવેકેશન દરમિયાન બાળકોને લઈ જાય શકાય તેવા જૂનાગઢના ફરવાલાયક સ્થળો વિશે વાત કરીએ... #AJ #AapduJunagadh #Vacation #VisitingPlaces
2 May 2026
Reelsવર્ષોથી થતી એ જ ગામડાની ખેતીના મૂળ સાથે નવી ટેકનોલોજીનો સમન્વય, આજના યુગમાં ટેકનોલોજી સાથે જોડાઈને માટીની માવજત અને ઓર્ગેનિક ખેતી શું હોય શકે તેમજ “Family Farmer” કોન્સેપ્ટ શું છે આવી અનેક ચર્ચા વિચારણાં માટે અમારી સાથે સચિનભાઈ ધોકીયા જોડાયા હતાં... In conversation with @mr_khedut_017 Host: @_morvee Watch full episode on Girveda YouTube Channel. https://youtu.be/q3tICKhGxGE?si=aEDYnpY9N5TwSTem (Link in bio) #AJ #GirvedaPodcast #NextGenFarmer #OrganicFarming
2 May 2026
Postsઆજે તા.16 માર્ચ, 2026 (સોમવાર) આજની તિથી: ફાગણ વદ બારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
16 Mar 2026
ReelsInvestmentની પરિભાષા પરથી જાણીએ 'Stock Market' એટલે શું... સમજીએ આ જ termને સરળ ભાષામાં! Watch full episode on our YouTube Channel @aapdujunagadh AJ MicroPodcast ft. Mr. Mihir Mehta #AJMircoPodcast #FinancialAwareness #StockMarket #investment
15 Mar 2026
Reelsગિરનાર અંબાજી મંદિરના વાયરલ વીડિયો મામલે પ્રાંત અધિકારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાસ્થળની મુલાકાત લઈ રસોયા અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવી છે, તેમજ સસ્પેન્ડ કરાયેલા પૂજારી સહિત 26 લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મંદિરમાં પારદર્શિતા લાવવા માટે ‘દાનની રકમ માત્ર દાનપેટીમાં જ નાખવી’ અને ‘પૂજારીઓને પગાર આપવામાં આવે છે’ તેવા સ્પષ્ટતા કરતા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર તપાસનો અહેવાલ આવતીકાલ સુધીમાં તૈયાર કરવામાં આવશે… . #AJNews #AapduJunagadh #AmbajiTemple #JunagadhSDM #JunagadhUpdate
15 Mar 2026
Postsઆજે તા.15 માર્ચ, 2026 (રવિવાર) આજની તિથી: ફાગણ વદ અગિયારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
15 Mar 2026
Reelsનરસિંહ મહેતા તળાવ ખાતે સવારની તાજગીભરી શરૂઆત 🌅🍃 યોગા 🧘♂️, એક્સરસાઈઝ 💪 અને જોગિંગ 🏃♂️ સાથે આરોગ્ય તરફ એક સકારાત્મક પગલું. ચાલો સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ અને દરેક સવારને energy થી ભરપૂર બનાવીએ ⚡😊 #aapdujunagadh #HealthyMorning #FitnessLifestyle #NarsinhMehtaTalav
15 Mar 2026
Reelsજૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. PGVCL, બેંક, દીવાની અને ફોજદારી જેવા હજારો કેસોનો સ્થળ પર જ નિકાલ લાવી પક્ષકારોના સમય અને નાણાંની બચત કરવામાં આવી છે. ‘હાર નહીં, જીત નહીં, માત્ર સમાધાન’ના અભિગમ સાથે ગત વખતનો ૨૧૦૦ કેસનો રેકોર્ડ તોડી આ વખતે વધુ કેસોના નિકાલ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે… . #AJNews #AapduJunagadh #DistrictCourt #JunagadhUpdate
14 Mar 2026
Reelsમહેસૂલ વિભાગ દ્વારા પ્રસ્તુત રાજસ્વ સ્વરાજ પોડકાસ્ટમાં જૂનાગઢ જિલ્લાના કલેકટરશ્રીએ કરી વિવિધ સરકારી યોજનાઓની વાત... #RevenueTalks
14 Mar 2026
Reelsજૂનાગઢ અને ગિરનાર તળેટીની કુદરત… જ્યાં જંગલની શાંતિમાં મોરનો નૃત્ય, હરણની નિરાળી દોડ અને ડેમનું શાંત પાણી મનને એક અલગ જ શાંતિ આપે છે. અહીં પ્રકૃતિ બોલતી નથી, પણ દરેક દ્રશ્ય દિલને ઘણું કહી જાય છે. 🌿🦚 #Junagadh #GirnarTaleti #NatureLovers #aapdujunagadh
14 Mar 2026
Reelsમાર્ચ એટલે ફાયનાન્સનો મહિનો! 💰 EMI માં રાહત, મોંઘવારીનો દબાવ, ડિજિટલ પેમેન્ટનો બૂમ અને Budget 2026 થી બિઝનેસ-રોજગારીને નવી સ્પીડ. #FinanceMonth #Budget2026 #DigitalIndia #EconomicUpdate
14 Mar 2026
Postsઆજે તા.14 માર્ચ, 2026 (શનિવાર) આજની તિથી: ફાગણ વદ અગિયારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
14 Mar 2026
Reelsઉનાળાનું ખરું અમૃત, શેરડીનો રસ! #AJ #AapduJunagadh #SummerSpecial #sugarcane
13 Mar 2026
Reelsગિરનાર અંબાજી મંદિરના પવિત્ર પરિસરમાં દારૂ અને માંસની પાર્ટીની શરમજનક ઘટનાએ લાખો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. ચુસ્ત ચેકપોસ્ટ અને CCTVના પહેરા છતાં આવી વસ્તુઓ અંદર પહોંચી કેવી રીતે? આ ગંભીર બેદરકારી સામે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને વિપક્ષી નેતાઓ દ્વારા ગંગાજળ અને ગૌમૂત્રથી મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. ભક્તોમાં ભારે રોષ છે અને માંગ માત્ર એક જ છે— દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ગિરનારની મર્યાદા જળવાય… . #AJNews #AapduJunagadh #Girnar #Ambaji #JunagadhUpdate
13 Mar 2026
Reelsસરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આયુષ મેળામાં કુલ ૧૪ સ્ટોલ મારફતે ડાયાબિટીઝ અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ડાયાબિટીઝ માટે પંચકર્મ સારવાર અને મિસડિલિવરીના ૭૦૦માંથી ૫૦૦થી વધુ કેસમાં મળેલી સફળતા આ હોસ્પિટલની આધુનિક આયુર્વેદિક સેવાની પ્રતીતિ કરાવે છે. હાલ ૧૦૦ બેડની સુવિધા અને દૈનિક ૫૦૦થી વધુ ઓપીડી ધરાવતી આ હોસ્પિટલના આ મેળાનો લાભ આગામી ત્રણ દિવસ સુધી લઈ શકાશે… . તારીખ: ૨૫ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સ્થળ: સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ. . #AJNews #AapduJunagadh #Aayurveda #JunagadhUpdate #Health
25 Feb 2026
Reelsજૂનાગઢ PGVCL દ્વારા આજથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરાઈ છે, ત્યારે જૂનાગઢ અને વેરાવળમાં ₹4.36 કરોડની વીજ બિલની બાકી વસૂલાત માટે 230 ટીમો દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે; પોલીસ અને રિટાયર્ડ આર્મી મેનના બંદોબસ્ત સાથે 5000 જેટલા વીજ કનેક્શન કાપવાની કડક કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. . #AJNews #AapduJunagadh #PGVCL #Drive #JunagadhUpdate
25 Feb 2026
Reelsજૂનાગઢના વિસાવદર તાલુકાની મોટા પિંડાખાઈ ગામની શાળામાં ગુજરાતના સૌપ્રથમ માતૃભાષા મેળાનું આયોજન થયું; જેમાં ગુજરાતી ભાષા-સાહિત્યની ઝીણવટભરી બાબતોની માહિતી આવરી લઈને મુલાકાત લેનાર નાના-મોટા સહુ કોઈને માહિતગાર કરવામાં આવી રહ્યાં છે… . #AJNews #AapduJunagadh #MatruBhasha #Gujarati #School
25 Feb 2026
Postsઆજે તા.25 ફેબ્રુઆરી, 2026 (બુધવાર) આજની તિથી: ફાગણ સુદ નોમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
25 Feb 2026
Reelsશું તમારે ત્યાં પણ લગ્ન પ્રસંગ આવે છે? 💍 અને આ પ્રકારની ડિઝાઇનર જ્વેલરી ખરીદવાની છે? તો આ રીલ ફક્ત તમારા માટે જ છે! ✨ દુર્ગા જ્વેલર્સ લઈને આવ્યું છે અદ્ભુત ડિઝાઇનર કલેકશન ફક્ત 5% મજૂરી દરમાં! જ્યારે માર્કેટમાં 14–15% મજૂરી દર હોય છે, ત્યાં અમે આપીએ છીએ માત્ર 5% — કારણ કે બધી જ્વેલરી અમારી પોતાની In-House Manufacturing Unit માં જ તૈયાર થાય છે. પણ યાદ રાખજો ⏳ આ ઓફર ફક્ત 15 માર્ચ સુધી જ માન્ય છે! 📞 અત્યારેજ કોલ કરો અને તમારો સ્લોટ બુક કરો: 9081100565 સરનામું:-શ્રી દુર્ગા જ્વેલર્સ , સંવાદ કોમ્પ્લેક્ષ, એ.જી. સ્કૂલના ગેટની સામે,આઝાદ ચોક નજીક,જૂનાગઢ. #DurgaJewellers #WeddingJewellery #DesignerCollection #LimitedOffer
24 Feb 2026
Reelsદુધાળા ગીર ગામે ચોંકાવનારી ઘટના 😳 એકજ રાતમાં સિંહે ચાર પશુઓનો શિકાર કર્યો — સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ! વનરાજની હલચલથી ગ્રામજનોમાં ભયનો માહોલ 🦁 #aapdujunagadh #LionAttack #JunagadhNews #CCTVFootage
24 Feb 2026
Reels ઉનાળાના આગમન પૂર્વે ગીરના અમૂલ્ય વન્યજીવો અને કુદરતી સંપત્તિને ભયાનક ‘દવ’ (આગ)થી સુરક્ષિત રાખવા માટે વન વિભાગ દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે ‘ફાયર લાઇન’ અને ‘કંટ્રોલ બર્નિંગ’ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આધુનિક બ્લોઅર્સ અને હાઈ-ટેક સિસ્ટમની મદદથી તૈયાર કરવામાં આવતી આ ફાયર લાઇન માત્ર આગને આગળ વધતી અટકાવશે એટલું જ નહીં, પરંતુ સિંહો જેવા વન્યજીવોમાં રોગચાળો ફેલાવતી ઇતરડી અને અન્ય હાનિકારક જીવજંતુઓનો સફાયો કરી જંગલની ઇકો-સિસ્ટમને પણ મજબૂત બનાવશે. વનકર્મીઓની આ ચોકસાઈપૂર્વકની મહેનત ગીરના હૃદય સમાન વનરાજીને અગ્નિના ખપ્પરમાં હોમાતા બચાવવા માટેનું એક મજબૂત સુરક્ષા કવચ છે… . #AJNews #AapduJunagadh #GirForest #Gir #JunagadhUpdate
24 Feb 2026
Postsઆજે તા.24 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર) આજની તિથી: ફાગણ સુદ સાતમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
24 Feb 2026
PostsAJ Baithak - એક સાંજ સંગીત અને કલાને નામ... આગામી થોડા દિવસોમાં ટીમ આપણું જૂનાગઢ દ્વારા યોજાનાર આ ઇવેન્ટમાં સંગીત અને કલા સાથે જોડાયેલા કોઈપણ કલાકારોને અમે આવકારીએ છીએ. આ ઇવેન્ટમાં તમે single પરફોર્મર તરીકે કે પોતાનાં ગ્રુપ સાથે જોડાઈ શકો છો. જોડાવા માંગતા કલાકાર મિત્રોએ પોતાની કલાને રજૂ કરતી MP4 વિડીયો ફાઈલ, પોતાનું પૂરું નામ, ઉંમર, કોન્ટેક્ટ નંબર અને સરનામું ઈમેજમાં આપેલા નંબર પર વ્હોટ્સએપ દ્વારા તા. 25 ફેબ્રુઆરી, 2026 સુધીમાં મોકલવાનું રહેશે. દરેક આર્ટિસ્ટ કે ટીમને પરફોર્મન્સ સમય 10-15 min આપવામાં આવશે. આ રીતે નક્કી કરાયેલા સ્લોટ મુજબ દરેક કલાકારમિત્રોને પર્ફોર્મ કરવાં માટે પરવાનગી આપવામાં આવશે. Note- પર્ફોર્મ કરવાં ઈચ્છતાં મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. #AJBaithak #Art #Music #AJEvent
23 Feb 2026
Reelsનરસિંહ મહેતા સરોવર - જૂનાગઢનું નવું ટુરિસ્ટ સ્પોટ! જાણીએ આ પ્લેસની વિશેષતાઓ વિશે... #AJ #AapduJunagadh #NarsinhTalav #Facilities
23 Feb 2026
Reelsજૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસાર્થે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. કાળવા ચોક નજીક ડો.આંબેડકર ચોકથી સેજની ટાંકી સુધીના નવા સીસીરોડનું તાજેતરમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.2.75 કરોડના ખર્ચે તૈયાર થનારા આ આઇકોનિક રોડ પર આધુનિક પોલ અને લાઈટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે ખોદાયેલા આ માર્ગ પર હવે નવો સીસીરોડ બનતા સ્થાનિકો અને વાહનચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે. . #AJNews #AapduJunagadh #CCRoad #Junagadh #JunagadhUpdate
23 Feb 2026
Postsઆજે તા.23 ફેબ્રુઆરી, 2026 (સોમવાર) આજની તિથી: ફાગણ સુદ છઠ્ઠ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
23 Feb 2026
Postsઆજે તા.05 ફેબ્રુઆરી, 2026 (ગુરૂવાર) આજની તિથી: મહા વદ ચોથ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
5 Feb 2026
Reelsગિરનારની પવિત્ર ગોદમાં આગામી 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન ‘મહાશિવરાત્રીનો મહામેળો’ ભવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે મેળાને વધુ યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર અને સાધુ-સંતોના સથવારે તડામાર તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જેમાં શિવરાત્રીની રાત્રે નીકળતી પરંપરાગત રવાડીના રૂટમાં વધારો અને ભવ્ય નગરયાત્રા જેવા વિશેષ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે… . #AJNews #AapduJunagadh #MahaShivratriMela #JunagadhUpdate #Junagadh
4 Feb 2026
Reelsવિશ્વભરમાં પ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો શું પૌરાણિક મહત્વ ધરાવે છે એ અંગે બે અલગ ધાર્મિક લોકવાયકાઓ જોડાયેલી છે, આવો જાણીએ ભવનાથ અને મહાશિવરાત્રીનો મેળો શું સંબંધ ધરાવે છે... #AJ #AapduJunagadh #Bhavnath #Mahashivratri2026
4 Feb 2026
ReelsLove that sparkles in silver 💖✨ Valentine Special Collection at Minous Silver Flat 14% OFF on Valentine Collection till 14th February 💍 Mo.9081666925 Location:-Ground Floor, Shop No.1, Platinum-2,Near Yes Bank,College Road,Junagadh. Junagadh | Jamnagar | Morbi | Rajkot | Ahmedabad #MinousSilver #ValentineSpecial #SilverJewellery #Junagadh
4 Feb 2026
Postsઆજે તા.04 ફેબ્રૂઆરી, 2026 (બુધવાર) આજની તિથી: મહા વદ ત્રીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
4 Feb 2026
ReelsSmall functions, gatherings & parties માટે 30×60 sq.ft. banquet hall with food facilities 🍽️ Hotel Asopalav, Bhavnath, Junagadh 📞 9033281101 | 9033281100 #HotelAsopalav #JunagadhEvents #BanquetHall #PerfectCelebrations
3 Feb 2026
Postsવડોદરા લિટરેચર ફેસ્ટિવલ 4.0 ના સમાપન સમારોહમાં, સાહિત્ય, નેતૃત્વ અને સર્જનાત્મકતાને એક મંચ પર રજૂ કરવામાં આવ્યા. આ ફેસ્ટિવલમાં ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, શોભા ડે અને અંકુર વારિકુ જેવા અવાજો સાથે વિચાર-પ્રેરક વાર્તાલાપનો સમાવેશ થતો હતો, સાથે જ સાહિત્યને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે મિશ્રિત કરતી સર્જનાત્મક રજૂઆતોનો પણ સમાવેશ થતો હતો. ત્રણ દિવસીય ઉજવણીનું આયોજન ગુજરાતની પારુલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જે ભારતના બૌદ્ધિક અને સાહિત્યિક ક્ષેત્રમાં શહેરની વધતી જતી ભૂમિકાને મજબૂત બનાવે છે. #VLF #ParulUniversity #Events #GlimpseofVLF4.0
3 Feb 2026
Reels01 ફેબ્રુઆરી, 2026ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું વાર્ષિક બજેટ 2026-27, જાણીએ સંક્ષિપ્તમાં Budget Highlights... #AJ #AapduJunagadh #Budget #Highlights
3 Feb 2026
Reels🎉🎉🎉🎉🎉 જૂનાગઢમાં સ્ટુડન્ટ્સ માટે *યુથ ફેસ્ટ* નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬, રવિવાર ના રોજ રાષ્ટ્રીય કક્ષા નો યુવા મહોત્સવ *’નોબલ એન્ડેવર’* થવા જઈ રહ્યો છે.... નોબલ યુનિવર્સિટી છેલ્લા ૧૭ વર્ષ થી આ ઇવેન્ટ નુ આયોજન કરે છે, જેમાં હજારો ની સંખ્યા માં વિદ્યાર્થીમિત્રો તથા યુવાનો અલગ અલગ સ્પર્ધાઓ મા ભાગ લે છે. જેમાં મોટીવેશનલ વર્કશોપ , ફેશન-શો, ટ્રેઝર હન્ટ, સોલો/ ગ્રુપ ડાન્સ , રીલ મેકિંગ , ઓનલાઇન ગેમ્સ, સોલો સીંગીંગ, શાર્ક ટેન્ક, ફોટોગ્રાફી, રંગોલી, મહેંદી, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટેકનો- મેનેજમેન્ટ કવીઝ, એસે રાઈટિંગ, વન મિનિટ ગેમ્સ જેવી કે મ્યુઝીકલ ચેર, ટગ-ઓફ-વૉર, પિરામિડ, બોલિંગ, લેમન- એન્ડ- સ્પૂન, સ્ટેન્ડ અપ કોમેડી, ઇ સ્પોર્ટ્સ, કેસ સ્ટડી પ્રેઝન્ટેશન, એક્સ્ટેમ્પર જેવી અલગ અલગ ૨૦ જેટલી ટેકનો મેનેજમેન્ટ કોમ્પિટીશન્સ રાખવા માં આવેલ છે. આ સાથે વિધાર્થીઓનાં એન્ટરટેઈનમેન્ટ માટે મ્યુઝિક કોન્સર્ટ, ગરબા/ડીજે, ફૂડ સ્ટોલ, ઓપન માઇક જેવી અનેક એકટીવિટિસ્ નો સમાવેશ હોય છે. જેની રજીસ્ટ્રેશન ફી *રૂ. ૧૦૦* છે (વહેલા તે પહેલાના ધોરણે, મર્યાદિત સંખ્યા માં) ◾️ *આવવા જવા માટે જુનાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા થી ફ્રી ટ્રાન્સપોર્ટેશન* ◾️ *દરેક ને નેશનલ લેવલ સર્ટિફિકેટ અને ગીફ્ટ્સ* *ઓનલાઇન રજીસ્ટ્રેશન લિંક:* https://forms.gle/DMGYEA5b2h1ZeiTK8 *આયોજક* નોબલ યુનિવર્સિટી *તારીખ* 22 February *સમય* 8 AM to 4 PM *સ્થળ* નોબલ કેમ્પસ, ભેસાણ રોડ, જુનાગઢ. *વેબસાઈટ:* nobleuniversity.ac.in #nobleuniversity #endeavor #students #AapduJunagadh
3 Feb 2026
Postsઆજે તા.03 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર) આજની તિથી: મહા વદ બીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
3 Feb 2026
Reelsજૂનાગઢની પવિત્ર ભૂમિ પર ફરી ગુંજશે ભોળિયા નાથના નાદ... સાધુઓના દેવસ્થાન ગણાતા ગિરનારની તળેટીમાં શિવરાત્રીના મેળાનો લ્હાવો લેવો એ એક વિશેષ અનુભવ છે. જાણીએ આ મેળા સાથે જોડાયેલું અલૌકિક મહત્વ.. 🔱🏔️ #BhavnathMela #Junagadh #Mahashivratri2026 #JaiGirnari @gujarattourism
2 Feb 2026
Reelsસ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક આપણી બજારોમાં વેંચાતાં આમળા... શિયાળાની આ ઋતુ દરમિયાન મળતાં આમળાં આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેથી મુરબ્બો, મુખવાસ, કેન્ડી વગેરે જેવા અવનવા રૂપે આપણા ઘરોમાં સાચવવામાં આવે છે... તમારાં ઘરમાં આમળા કયાં રૂપે વધુ ખવાય છે? #AJ #AapduJunagadh #Amla #Market
16 Jan 2026
Postsઆજે તા.16 જાન્યુઆરી, 2026 (શુક્રવાર) આજની તિથી: પોષ વદ તેરસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
16 Jan 2026
Reelsજૂનાગઢ, જીતવા માટે થઈ જાઓ તૈયાર! ટીમ આપણું જૂનાગઢ આગામી તા. 26 જાન્યુઆરી, 2026 ના રોજ યોજી રહી છે “Open Junagadh Skating Competition”... આ સ્પર્ધામાં 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકો ભાગ લઈ શકે છે. જે અંતર્ગત Inline અને Quads આમાંથી કોઈ એક સ્કેટિંગ કેટેગરી પસંદ કરવાની રહેશે. આ બંને કેટેગરીમાં ગ્રુપ મુજબ કુલ ત્રણ ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ પોસ્ટરમાં આપેલા QR કોડ દ્વારા ગૂગલ ફોર્મ ભરી રજીસ્ટર કરવાનું રહેશે. ( link in the bio) લોકેશન પાર્ટનર: એકલવ્ય પબ્લિક સ્કૂલ, જૂનાગઢ #AJ #AapduJunagadh #OpenJunagadhSkatingCompetition #AJEvent
15 Jan 2026
PostsMany trends may come and go with time, but this is something we really hope to turn out as 'Next Cool Trend'... #AJ #AapduJunagadh #NextTrend #Junagadh
15 Jan 2026
Reelsતો જણાવો જૂનાગઢના કયાં વિસ્તારમાં જામ્યો'તો ઉત્તરાયણ તહેવારનો ખરો રંગ? #AJ #AapduJunagadh #Uttarayan2026 #Junagadh
14 Jan 2026
Reelsતહેવારોની વિવિધતા આપણી સંસ્કૃતિનો અમૂલ્ય ભાગ છે, શિયાળાની ઋતુનો આવો જ એક તહેવાર એટલે ઉત્તરાયણ! પતંગોત્સવની સાથોસાથ ખવાતા વ્યંજનો આ પર્વને વધુ ખાસ બનાવે છે, આવું જ એક જબરદસ્ત શિયાળાની ઓળખ કહી શકાય એવું વ્યંજન એટલે ચીક્કી... #AJ #AapduJunagadh #Chikki #Uttarayan
14 Jan 2026
Postsઆજે તા.14 જાન્યુઆરી, 2026 (બુધવાર) આજની તિથી: પોષ વદ અગિયારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
14 Jan 2026
ReelsShopping is now more exciting because Poojara Store will be Opens From 15th January and Give you exciting Opening Offers Dont miss‼️ Mo.8200900050 Address:- Shop No.16/17, Abhishake Complex,Near Vanzari Chowk,MG Road,Junagadh. . #poojara #openingoffers #aapdujunagadh {Best Mobile Store in Junagadh, All Smartphones available in Poojara}
13 Jan 2026
Reelsતહેવારની પૂર્વસંધ્યાએ શહેરની રોનક કૈંક અલગ જ દેખાય! આ ફિલીંગને શબ્દોમાં બાંધવી અઘરી છે... #AJ #AapduJunagadh #UttarayanVibes #Evening
13 Jan 2026
Postsકેટલાક સિદ્ધાંતો ઉંમરના કોઈપણ પડાવે સહજરૂપે કનેક્ટ થતા હોય છે, સ્વામી વિવેકાનંદના એવા જ અમુક અમૂલ્ય સિદ્ધાંતો વિશે જાણીએ કે રોજીંદા જીવનમાં દરેક યુવા વર્ગ માટે મહત્વપૂર્ણ શીખ બની શકે છે. #AJ #AapduJunagadh #swamivivekananda #Top10Morals
13 Jan 2026
Reels“માનનીય પોલીસ અધીક્ષકશ્રી દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરી/તુક્કલનો ઉપયોગ ન કરવા અપીલ, માનવજીવન અને પક્ષીઓની સુરક્ષા સાથે સૌને સલામત અને પરંપરાગત રીતે ઉત્તરાયણ ઉજવવા અનુરોધ તથા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.” #spjunagadh #uttarayan #aapdujunagadh
13 Jan 2026
Reels“જૂનાગઢ ટ્રાફિક પોલીસ દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન દોરીથી બચાવ માટે ટૂ-વ્હીલર ચાલકો માટે પ્રોટેક્શન વાયર લગાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી.” #goodwork #trafficpolice #aapdujunagadh #uttarayan #kitesfestival
13 Jan 2026
Reelsશિયાળે માવઠાની શક્યતા વચ્ચે કુદરતને હાથ જોડીને વિનંતી કે; બાપ, ખેડૂતો ઉપર હવે ખમૈયા કરજે! . . #weather #winter #rain #aapdujunagadh
31 Dec 2025
Reelsઆવો જાણીએ જૂનાગઢવાસિયો 31st ના દિવસે શું પ્લાન કરે છે… . . #31stdecember #newyear #aapdujunagadh
31 Dec 2025
Postsઆમ તો કૅલેન્ડરના પાને વર્ષ બદલાશે આવતી કાલથી, પણ જૂનાગઢની કેટલીક એવી બાબતો છે જે હજુ એમ ને એમ જ છે... ત્યારે ખરેખર સવાલ થાય કે આ બદલાવો આખરે ક્યારે આવશે! #AJ #AapduJunagadh #YearEnding #2025
31 Dec 2025
Reelsઆજે ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને જૂનાગઢ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. કુલ ૩૧ ચેકપોસ્ટો અને ૨૨ પેટ્રોલિંગ ટીમો દ્વારા મોડી રાત સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને રેવ પાર્ટીઓ પર રોક લગાવવા માટે ૫૮૬ પોલીસ કર્મીઓ તૈનાત છે. નશાખોરોને પકડવા માટે પોલીસ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. . #AJNews #AapduJunagadh #JunagadhPolice #PoliceChecking #NewYearsDay
31 Dec 2025
Postsઆજે તા.31 ડીસેમ્બર, 2025 (બુધવાર) આજની તિથી: પોષ સુદ બારસ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
31 Dec 2025
Reelsજૂનાગઢ પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે કડક કાર્યવાહી! 🚨 . આજરોજ ટ્રાફિક શાખા તરફથી મળેલી નવી ‘Light Baton with Breath Analyzer’ કિટનો ઉપયોગ કરીને C-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી. ઇવનગર ટ્રાફિક ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલ ઇસમો વિરુદ્ધ C-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. . #AJNews #AapduJunagadh #JunagadhPolice #GujaratPolice #TrafficSafety
30 Dec 2025
Reelsઆપના ઘર કે ઓફિસને આપો એક નવો અંદાજ! જૂનાગઢના સૌથી મોટા ફર્નિચર શોરૂમમાં આપને મળી રહેશે અધતન ડિઝાઇનથી સજ્જ અતિ સુંદર ફર્નિચર આઈટમસ્... ફર્નિચરનો ખજાનો હવે રાજકોટમાં પણ ઉપલબ્ધ.. Visit today for best furniture options! સરનામું: મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી રોડ,જૂનાગઢ. સંપર્ક - 81282 32032 મોડર્ન ફર્નિચર વર્લ્ડ, તુલીપ પાર્ટી પ્લોટની સામે, ગોંડલ હાઇવે, રાજકોટ. સંપર્ક - 72111 32032 #ModernFurniture #Junagadh #Rajkot #Best #VisitToday
30 Dec 2025
Reelsજૂનાગઢ શહેરના સરદાર બાગ વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સીટી સર્વે, મામલતદાર અને મનપાની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં 16 જેટલા કાચા-પાકા મકાનોના બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. . #AJNews #AapduJunagadh #Demolition
30 Dec 2025
Postsઆજે તા.30 ડીસેમ્બર, 2025 (મંગળવાર) આજની તિથી: પોષ સુદ દસમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
30 Dec 2025
Reelsશિયાળો અને કાવો - આ તો જાણે જબરદસ્ત ફ્યુઝન! કળકળતી ઠંડીમાં કાવાની મજા જ કંઈક ઓર છે... જાણીએ કંઈ રીતે તૈયાર થાય છે આ ગિરનારી કાવો! #AJ #AapduJunagadh {Kavo, Girnari Kavo, Taste, Sorath, Winter}
29 Dec 2025
ReelsMeet top universities, and start your study-abroad journey with expert guidance at one place. Registration Link https://forms.gle/iJ6km5YEcWf5fRmAA Or Register via link in Trans Globe insta page Bio Global UniExpo 2026 | જાન્યુઆરી શેડ્યૂલ: • રાજકોટ → 3 જાન્યુઆરી • અમદાવાદ → 4 જાન્યુઆરી • ગાંધીનગર → 5 જાન્યુઆરી • વડોદરા → 6 જાન્યુઆરી • સુરત → 7 જાન્યુઆરી • પુણે → 9 જાન્યુઆરી • ઇન્દોર → 17 જાન્યુઆરી • ચંડીગઢ → 20 જાન્યુઆરી • જયપુર → 28 જાન્યુઆરી 📍 Trans Globe સાથે આજે જ તમારી જગ્યા સેવ કરો [GlobalUniExpo, Shaktiiverse, StudyAbroadIndia, OverseasEducation] #aapdujunagadh #internationalstudy #abroad
29 Dec 2025
Postsઆજે તા.29 ડીસેમ્બર, 2025 (સોમવાર) આજની તિથી: પોષ સુદ નોમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
29 Dec 2025
Postsઆજે તા.08 ડીસેમ્બર, 2025 (સોમવાર) આજની તિથી: માગસર વદ ચોથ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
8 Dec 2025
Reelsમધુરમના મંગલધામ-3 વિસ્તારમાં 15 દિવસથી દીપડાઓની અવરજવર જોવા મળી છે! ગત 1 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે દીપડો મંગલધામ ત્રણમાં આવી ચડ્યો હતો અને ત્યાં શ્વાનના બચ્ચાઓને ઉઠાવી ગયો હતો! જે બાદ ફરી ગત મોડી રાત્રે એજ વિસ્તારની શેરીમાં ફરી દીપડો આવી ચડ્યો હતો ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે… . #AJNews #AapduJunagadh #GirnarForest #ForestDepartment #JunagadhUpdate
7 Dec 2025
Reelsઆપના શુભ પ્રસંગો કે અન્ય સામાજિક પ્રસંગો માટે હવે કાર્યરત છે ST બસ બુકિંગ પ્રક્રિયા... આપના નજીકના ST ડેપો પર જઈને ફોર્મ ભરી બુકિંગ કરાવી આવનારા પ્રસંગો માટે અચૂક લાભ લેવા લાયક સુવિધા અંગે વધુ જાણકારી મેળવવા આજે જ સંપર્ક કરો! Note: જે તે ડેપો અને વિસ્તાર અંગે ભાડું અલગ હોય શકે છે, આ વીડિયો થકી લોકો સુધી મુખ્ય માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. #AJ #AapduJunagadh {ST, Services, Bus Depo, Transportation, Bookings}
7 Dec 2025
Postsઆજે તા.07 ડીસેમ્બર, 2025 (રવિવાર) આજની તિથી: માગસર વદ ત્રીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
7 Dec 2025
Reelsહાલ તાજેતરમાં ખ્યાતનામ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એ વિદ્યાર્થીને આપેલા હગનો એક વીડિયો વાયરલ થયો છે. પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં વાયરલ થયેલા આ વીડિયોથી 9000 વિદ્યાથીઓમાં એમ એસ ધોની પ્રત્યે સૌ કોઈની એક જ માંગ ઉઠી છે. #DhoniAtParulUniversity #MSDhoni #CaptainCool #MSD #ParulUniversity #DhoniFans #TrendingReels #thala #Themanthemyth #Thelegend #thalapathy #dhoni #777 #mahi7781
6 Dec 2025
Postsઆજે તા.06 ડીસેમ્બર, 2025 (શનિવાર) આજની તિથી: માગસર વદ બીજ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
6 Dec 2025
Reelsસરકારની ગાઈડલાઈન મુજબ ગિરનાર રોપવે ખાતે વર્ષમાં બીજી વખત સફળ મોકડ્રીલ યોજાઈ! આપાતકાલીન સંજોગોમાં રાહત કામગીરી કઈ રીતે કરી શકાય? તેને લઈને વહીવટી તંત્ર, પોલીસ, NDRF, વનવિભાગ તથા આરોગ્યની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ, જેમાં રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીના કર્મચારીઓનો પૂર્ણ સહકાર મળ્યો. . #AJNews #AapduJunagadh #Guidelines #MockDrill #GirnarRopeway
5 Dec 2025
ReelsThis view of city is like a poetry in motion! #AJ #AapduJunagadh {Vibes, Old School Vibes, Junagadh, City}
5 Dec 2025
Postsઆજે તા.05 ડીસેમ્બર, 2025 (શુક્રવાર) આજની તિથી: માગસર વદ એકમ . આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે; #AJNews #AapduJunagadh #MorningHeadlines
5 Dec 2025
Reelsજૂનાગઢવાસિયો માટે શિયાળામાં ગરમ કપડાં લેવા માટે તિબેટીયન માર્કેટ છે લોકપ્રિય… તો ચાલો આ શિયાળાનું કલેક્શન જોઈએ… . #Tibet #junagadh #winter #winterclothes #jacket #aj #aapdujunagadh
4 Dec 2025
Reelsઆજે માગસર સુદ પૂર્ણિમા દત્ત જયંતિની ગિરનાર ક્ષેત્રમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી; જેના ભાગરૂપે ગિરનારના સાધુ-સંતો દ્વારા ગુરુદત્ત ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી… . #AJNews #AapduJunagadh #DattJayanti #PalkhiYatra
4 Dec 2025
Postsઆધારને નિયંત્રિત કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ નવી ડિજિટલ સેવાની જાહેરાત કરી છે. આના દ્વારા યુઝર્સ આધાર એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરી શકશે. આવો જાણીએ... #AJ #AapduJunagadh {Aadhar Card, App, News, Updates}
4 Dec 2025
AAPDU JUNAGADH is a law, media & politics creator from Jūnāgadh with 370K Instagram followers, a 0.65% engagement rate and about 49.1K average views per post.
We'll handle outreach, pricing and contracts — and share audience data before you commit.
Connect with this creator→
@aryanmaan
Politicians · Delhi